________________
गुरूए, ण लहुए, ण सीए, ण उण्हे, ण णिद्धे, ण लुक्खे, ण काऊ, ण रूहे, ण संगे, ण इत्थी ण पुरिसे, ण अनहा, परिन्ने, सन्ने उवमा ण विज्जए, अरूवी सत्ता अपयस्स पयं नत्थि ! से ण सद्दे ण रूवे, ण गंधे ण फासे, इच्चेयावंति त्ति बेमि ।
- આચારાંગ, અ-૫. ઉ-૬, વાચ્ય વસ્તુમાં આકાર, વર્ણ, ગંધ, રૂપ, રસ અને સ્પર્શ જોવા મળે છે. મુક્ત અવસ્થામાં ના આકાર છે, ના વર્ણ છે, ના ગંધ છે કે ના રસ છે, ના સ્પર્શ છે. માટે એ અવાચ્ય છે. ત્યાં શબ્દ-પ્રવૃત્તિ નથી. ઊહાપોહ રૂપ તર્કની પણ ત્યાં પહોંચ નથી. કારણ કે એ અવસ્થા વિકલ્પાતીત છે, માટે મનોવ્યાપાર રૂપ ઔત્પાતિકી વગેરે ચારે પ્રકારની બુદ્ધિ એને નથી જાણી શકતી. મુક્ત જીવ સકળ કર્મ-કલંકથી રહિત હોય છે. તે એક રૂપ હોય છે. તેઓ સમસ્ત લોકાલોકના જ્ઞાતા હોય છે. તેઓ સંપૂર્ણ જ્ઞાનમય હોય છે. તેઓ મુક્તાત્મા લોકાંતના એક કોસના છઠ્ઠા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં અનંતજ્ઞાન-દર્શન-સુખ વીર્યયુક્ત અવસ્થિત છે. શબ્દ, કલ્પના, બુદ્ધિ અને તર્કની ગતિ ત્યાં એટલા માટે નથી કે ત્યાં કોઈ પ્રકારનું દૈહિક સંસ્થાન (આકાર) નથી. મુક્ત જીવ ના મોટો છે, ના નાનો છે, ના ગોળ છે, ના ત્રિકોણ છે, ના ચોરસ છે. ના કાળો છે, ના લીલો છે, ના લાલ છે, ના પીળો છે, ના સફેદ છે. ના તો એ સુગંધવાળો છે, ના દુધવાળો. ના તીખો છે, ના કડવો છે, ના તૂરો છે, ના ખાટો છે, ના મીઠો છે. ના કઠોર છે, ના મૃદુ છે. ના ભારે છે, ના હલકો છે. ના ઠંડો છે, ના ગરમ છે. ના સ્નિગ્ધ છે, ના રૂક્ષ છે. એ અમૂર્ત છે તથા શરીર રહિત છે. | વેદાંત-દર્શન મુક્તાત્માનું શરીર હોવું માને છે. એ કહે છે કે - “%િ વ તાત્મા, તાય પરે ક્ષીવિત્નેશ: અનુપ્રવિત્તિ માહિત્યરમિય: રૂવાંશુમન્તઃ '' જે રીતે સૂર્યનાં કિરણો સૂર્યમાં પ્રવિષ્ટ થઈ જાય છે, એમ જ એક મુક્તાત્માના શરીરમાં બીજા મુક્ત થનારા જીવ પ્રવિષ્ટ થઈ જાય છે. એમનું આ કથન સંગત નથી, કારણ કે શરીર એક પ્રકારની ઉપાધિ છે, અને મુક્ત જીવ ઉપાધિ રહિત છે, માટે તેઓ સશરીર નથી થઈ શકતા.
મુક્ત જીવ પુનર્જન્મ નથી લેતા. એના કર્મરૂપી બીજ દગ્ધ થઈ ચૂક્યા છે, એનાથી પુનઃ ભવરૂપી અંકુર પેદા નથી થઈ શકતા. જન્મ-મરણના ચક્રથી છૂટવાનું નામ જ તો મોક્ષ છે. અગર પુનઃ જન્મ લેવો શેષ રહી ગયો તો મુક્તિ જ શું થઈ ?
આ આધાર પર જૈન પરંપરા અવતારવાદમાં વિશ્વાસ નથી રાખતી. અવતારવાદીઓનું કહેવું છે કે - “જ્યારે દુનિયામાં પાપ વધી જાય છે અને ધર્મની હાનિ થાય છે ત્યારે ઈશ્વર ફરીથી સંસારમાં અવતાર લે છે. પરંતુ આ માન્યતા જૈન પરંપરાને સ્વીકાર નથી. એનું મંતવ્ય એ છે કે જ્યારે કારણોનો નાશ થઈ જાય છે, તો કાર્યનો પણ નાશ થઈ જાય છે. આ સર્વસંમત સિદ્ધાંત છે. મુક્ત અવસ્થામાં એવું કોઈ કારણ નથી કે જેનાથી પુનર્જન્મ રૂપ કાર્ય થાય.
दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाकुरः । कर्म बीजे तथा दग्धे नारोहति भवांकुरः ॥