________________
૮. ગગન જેમ આકાશને સહારો આપવા માટે કોઈ સ્તંભ નથી, એ નિરાધાર હોવા છતાંય
ટકેલો છે, એમ સાધુ કોઈનો આશ્રય (સહારો) લીધા વિના આનંદપૂર્વક સંયમજીવન
વ્યતીત કરે છે. ૯. વાયુ જેમ વાયુ એક જગ્યાએ નથી રોકાતો, એમ સાધુ પણ એક જગ્યાએ સ્થાયી રૂપથી
નથી રહેતો, પણ દેશ-દેશાંતરમાં વિચરણ કરે છે. ૧૦. ચંદ્ર : મુનિ ચંદ્રમાની જેમ નિર્મળ અને ઉજ્વળ અંતઃકરણવાળા અને શીતળ
સ્વભાવવાળા હોય છે. ૧૧. આદિત્ય : જેમ સૂર્ય અંધકારનો વિનાશ કરે છે, એમ શ્રમણ મિથ્યાત્વરૂપી ભાવ
અંધકારને નષ્ટ કરે છે. ૧૨. સમુદ્ર સમુદ્રમાં અનેક નદીઓનું પાણી આવે છે, છતાં સમુદ્ર ક્યારેય છલકાતો નથી.
એમ સાધુ બધા જ પ્રકારનાં શુભ અને અશુભ વચનોને સહન કરે છે ક્રોધ નથી કરતા. ૧૩. ભારંગપક્ષી : ભારંડપક્ષીનાં બે મોઢાં અને ત્રણ પગ હોય છે. એ હંમેશાં આકાશમાં રહે
છે, માત્ર આહાર માટે પૃથ્વી પર આવે છે. પૃથ્વી પર આવીને એ પોતાની પાંખોને ફેલાવીને બેસે છે. એ એક મોઢાથી આજુબાજુ જુએ છે કે કોઈ બાજુમાંથી કોઈ ખતરો તો નથી ને ! અને બીજા મોઢાથી ખાય છે. પણ અવાજ આવે કે તરત એ આકાશમાં ઊડી જાય છે, એમ જ સાધુ હંમેશાં સંયમમાં સાવધાન રહે છે. માત્ર આહાર વગેરે વિશેષ ઉદ્દેશ્યથી ગૃહસ્થના ઘેર જાય છે. એ સમયે દ્રવ્યદૃષ્ટિ (ચર્મચક્ષુ) આહારની તરફ રાખે છે અને અંતર્દષ્ટિથી એ જોતાં રહે છે કે મને કોઈ પ્રકારનો દોષ તો નથી લાગતો
ને ! દોષ લાગવાની સંભાવના કે દોષની આશંકા હોય તો તરત ત્યાંથી જતા રહે છે. ૧૪. મંદર પર્વત ઃ જેમ સુમેરુ પર્વત પવનથી કંપિત થતો નથી, એમ સાધુ પરિષહ અને
ઉપસર્ગ આવવાથી સંયમથી ચલાયમાન થતા નથી. ૧૫. તોય (પાણી) : જેમ શરદઋતુનું પાણી બિલકુલ સ્વચ્છ રહે છે, એમ સાધુનું
હૃદય હંમેશાં નિર્મળ રહે છે. ૧૬. ગેંડો : જેમ ગેંડા નામનું પ્રાણી એક દાંતવાળું હોય છે. અને એક જ દાંતથી બધાને
પરાજિત કરી શકે છે, એમ મુનિ પણ એક નિશ્ચય પર સ્થિર રહીને સમસ્ત કર્મશત્રુઓને
પરાજિત કરે છે. ૧૭. ગંધહસ્તી : ગંધહસ્તીને સંગ્રામના જેમ-જેમ ભાલાનો ઘા વાગે છે એમ-એમ એ અધિક
પરાક્રમ કરીને શત્રુસેનાનો સંહાર કરે છે, એમ સાધુ ઉપર જેમ-જેમ ઉપસર્ગ-પરિષદ આવે છે, એમ-એમ એ વધુ બળવીર્ય પ્રગટ કરીને, શૂરવીરતા ધારણ કરીને કર્મશત્રુઓને
પરાજિત કરે છે. ૧૮. વૃષભ (બળદ) : જેમ મારવાડના ધોરી બળદ ઉઠાવેલા બોજને પ્રાણની પરવા કર્યા
સિવાય વચ્ચે છોડતો નથી, યોગ્ય સ્થાને પહોંચાડે છે, એમ સાધુ પાંચ મહાવ્રતરૂપી મહાન
[ ૫૪ ) DOOOOOOOOOOOOO ( જિણધમો )