________________
સાધુને જો કોઈ મારે-પીટે, એમનું અપમાન કરે તો પણ એ ગૃહસ્થને નથી કહેતા. (૬) જેમ પૃથ્વી અન્ય સંયોગોથી ઉત્પન્ન થનારા કીચડથી નાશ કરે છે, એમ સાધુ રાગ-દ્વેષ-ક્લેશરૂપી કીચડનો અંત કરી દે છે. (૭) જેમ પૃથ્વી સમસ્ત પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોનો આધાર છે, એમ સાધુ પણ આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, શ્રાવક વગેરેના આધાર છે.
૧૦. કમળ સાધુ કમળના ફૂલ સમાન હોય છે. (૧) જેમ કમળનું ફૂલ કીચડ(કાદવ)થી ઉત્પન્ન થયું, પાણીના સંયોગથી વધું, છતાં પણ પાણીમાં લિપ્ત (ભળ્યું) થયું નહિ, એમ જ સાધુ ગૃહસ્થના ઘેર જમ્યા, ગૃહસ્થીમાં ભોગ ભોગવીને મોટા થયા, છતાંય કામભોગોથી વશ થયા નહિ. (૨) જેમ કમળનું ફૂલ પોતાની સુગંધ અને શીતળતાથી પથિકોને સુખ આપે છે, એમ સાધુ ઉપદેશ આપીને ભવ્ય જીવોને સુખ આપે છે. (૩) જેમ પુંડરિક કમળની સુગંધ ચારે બાજુ ફેલાય છે, એમ સાધુના શીલ, સત્ય, તપ, જ્ઞાન, દર્શન વગેરે ગુણોની સુગંધ ચારે બાજુ ફેલાય છે. (૪) જેમ ચંદ્રવિકાસી (કુમુદ) અને સૂર્યવિકાસી (કમળ) ક્રમશઃ ચંદ્રમા અને સૂર્યના દર્શનથી ખીલી ઊઠે છે, એમ ગુણીજનોના સંપર્કથી મહામુનિઓના હૃદય-કમળ ખીલી ઊઠે છે. (૫) જેમ કમળ હંમેશાં પ્રફુલ્લિત રહે છે, એમ સાધુ હંમેશાં પ્રસન્ન રહે છે. (૬) જેમ કમળ હંમેશાં સૂર્ય અને ચંદ્રના સામે રહે છે, એમ સાધુ હંમેશાં તીર્થકર ભગવાનની આજ્ઞાની સામે રહે છે અર્થાત્ આજ્ઞાનુસાર જ વ્યવહાર કરે છે. (૭) જેમ પુંડરિક કમળ ઉજ્વળ અને ધવલ હોય છે, એમ સાધુનું હૃદય ધર્મધ્યાન અને શુક્લધ્યાનથી ઉજ્વળ રહે છે.
૧૧. રવિ સાધુ સૂર્ય સમાન હોય છે. (૧) જેમ સૂર્ય પોતાના તેજથી અંધકારનો નાશ કરીને જગતના સમસ્ત પદાર્થોને પ્રકાશિત કરે છે, એમ સાધુ જીવ-અજીવ વગેરે નવ પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ ભવ્ય જીવો માટે પ્રકાશિત કરે છે. (૨) જેમ સૂર્યના ઉદયથી કમળોનું વન પ્રફુલ્લિત થાય છે, એમ સાધુના આગમનથી ભવ્ય જીવોનું મન પ્રફુલ્લિત થાય છે. (૩) જેમ સૂર્ય રાતના ચાર પહોરમાં એકત્રિત થયેલા અંધકારને ક્ષણમાત્રમાં નષ્ટ કરી દે છે, એમ સાધુ અનાદિ કાળના મિથ્યાત્વને નષ્ટ કરી દે છે. (૪) જેમ સૂર્ય તેજ-પ્રતાપથી દીપે (દેદીપ્યમાન) છે, એમ સાધુ તપ-તેજથી દીપ્ત થાય છે. (૫) જેમ સૂર્યનો પ્રકાશ થવાથી ગ્રહો, નક્ષત્રો અને તારાગણનો પ્રકાશ ફિક્કો પડી જાય છે, એમ સાધુના આગમનથી મિથ્યાત્વીઓ અને પાખંડીઓનું તેજ મંદ પડી જાય છે. (૬) જેમ સૂર્યનો પ્રકાશ થવાથી અગ્નિનું તેજ ઝાંખું પડી જાય છે, એમ સાધુના જ્ઞાનરૂપ પ્રકાશ ક્રોધરૂપી અગ્નિને મંદ બનાવી દે છે. (૭) જેમ સૂર્ય પોતાનાં હજાર કિરણોથી શોભે છે, એમ સાધુ જ્ઞાનાદિ સહસ્ત્રો ગુણોથી તથા ચાર તીર્થના પરિવારથી શોભે છે. . ૧૨. પવન સાધુ પવનના જેવા હોય છે : (૧) જેમ પવન સર્વત્ર ગમન કરે છે, એમ સાધુ સર્વત્ર સ્વેચ્છાનુસાર વિચરે છે. (૨) જેમ પવન અપ્રતિબદ્ધ વિહારી છે, એમ સાધુ ગૃહસ્થ વગેરેના પ્રતિબદ્ધથી રહિત થઈને વિચરે છે. (૩) જેમ પવન હલકો હોય છે, એમ સાધુ દ્રવ્યથી અને ભાવથી (ચાર કષાયો પાતળા પડવાથી) હલકા બને છે. (૪) જેમ પવન ચાલતો
[ પર)
0000000000000 જિણધામો)