________________
ચરમ લક્ષ્ય છે. ચેતનથી પરમ ચેતન બનવા માટે અને સચ્ચિદાનંદમય સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવો એ જ પ્રાણીમાત્રનો સાચો પુરુષાર્થ છે.
જૈન પરંપરા અનુસાર પ્રત્યેક આત્માનું સાધ્ય આત્માને પરમાત્મા બનાવે છે. આમ તો નિશ્ચય દૃષ્ટિથી પ્રત્યેક આત્મામાં પરમાત્માનું સ્વરૂપ રહેલું છે. ‘અપ્પા સો પરમપ્પા' આત્મા જ પરમાત્મા છે - નો સિદ્ધાંત આ જ દૃષ્ટિ આપે છે. પરંતુ સંસારવર્તી આત્માઓનું મૂળ-સ્વરૂપ કર્મોના કારણે આવૃત છે. એના પર સઘન આવરણ પડેલું છે, માટે એની અસલી જ્યોતિ મંદ પડી ગઈ છે. જેમ ગાઢ વરસાદ(વાદળા)ની અસરથી - આવરણથી સૂર્યનો પ્રકાશ મંદ પડી જાય છે એમ જ કર્મોના કારણે આત્માની જ્યોતિ મંદ પડેલી છે. આ મંદ પડેલી જ્યોતિને પુનઃ જગમગાવવી, આત્મામાં છુપાયેલી અનંત જ્ઞાન-દર્શન-સુખ-વીર્યની શક્તિઓને અભિવ્યક્તિ દેવી અને પોતાનું મૂળ પરમાત્મ-સ્વરૂપ પ્રાપ્ત કરવું એ જ મુમુક્ષુ આત્માઓનું ધ્યેય હોય છે.
સર્વજ્ઞ સર્વદર્શી તીર્થંકર દેવોએ સ્પષ્ટ પ્રતિપાદિત કર્યું છે કે - પ્રત્યેક આત્મામાં અનંત શક્તિઓ છુપાયેલી છે. આત્મા દીન-હીન ભિખારી નથી, પણ એ અનંત શક્તિ અને અનંત સુખ-નિધિનો અધિકારી છે.' અન્ય બીજા દર્શનકારોએ આત્માની આટલી સમૃદ્ધિ અને શક્તિનો સ્વીકાર નથી કર્યો. એમણે ઈશ્વરના રૂપમાં એક સર્વ-શક્તિમાન પરમાત્માને જ માન્યો છે. એમના કથનાનુસાર આત્મા-પરમાત્મા નથી બની શકતો. એ પરમાત્માના હાથની કઠપૂતળી છે. પરમાત્મા જેમ ચાહે એમ નચાવી શકે છે. આ માન્યતા જૈન પરંપરાને માન્ય નથી. જૈન મનીષીઓએ સ્પષ્ટ ઉદ્ઘોષ કર્યો છે “આત્મા પરમાત્મા બની શકે છે.' આત્માને જ્યારે પોતાના સામર્થ્ય અને શક્તિનું ભાન થઈ જાય છે તો એ પોતાનામાં જ છુપાયેલી પોતાની શક્તિ અને સામર્થ્યને અભિવ્યક્ત કરવામાં લાગી જાય છે. પોતાના પ્રબળ પુરુષાર્થથી વિભાવને હટાવીને એ પોતાનો મૂળ સ્વભાવ પ્રાપ્ત કરી લે છે. અનંત શક્તિમાન આત્મા વિભાવમાં પરિણત થઈને કર્મોનાં બંધનથી બંધાય છે. આ વિભાવ દશા જ એનાં વિવિધ દુઃખોનું કારણ બને છે. કર્મોના બંધનમાં પડેલો આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે અને જન્મ-જરા-મરણના ચક્રમાં નિરંતર ભટકતો રહે છે. આ બંધન-દશા આત્માની દુર્ગતિનું કારણ બને છે. મોહના કારણે આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે અને પોતાને ઓળખી શકતો નથી. એ પર-સ્વરૂપને પોતાનું સ્વરૂપ અને પોતાના સ્વરૂપને પર-સ્વરૂપ સમજવા લાગે છે. આ મિથ્યાત્વ-મોહદશા એના સકળ દુ:ખોનું કારણ બને છે. મિથ્યાત્વયુક્ત સંસારી આત્માઓની આવી દુર્ગતિને જોઈને અનંત જ્ઞાની તીર્થંકર પરમાત્માએ જગજ્જીવોના અનુગ્રહ-હેતુ, એમને સંસાર-સાગરથી ઉગારવા માટે સન્માર્ગ કે મોક્ષમાર્ગનું પ્રતિપાદન કર્યું છે. એમણે ઉદ્ઘોષ કર્યો કે - “હે આત્માઓ ! ‘સંત્રુહ સંબુદ' સમજો સમજો ! પોતાના સાચા સ્વરૂપને સમજો. તમે દીન-હીન નથી. મોહની મદિરાએ તમને દીન-હીન બનાવી દીધા છે. મોહનાં બંધનોએ તમને બાંધી રાખ્યાં છે. તમે પોતાનો વિવેક જાગૃત કરો, પોતાને ઓળખો અને પ્રબળ પુરુષાર્થથી કાપી નાખો આ મોહનાં બંધનોને અને થઈ જાઓ શુદ્ધ, બુદ્ધ, મુક્ત.”
મુક્તિનો માર્ગ
-
૧