________________
મુક્તિનો માર્ગ
આ સંસાર બે વિરાટ શક્તિઓનો મેળ અને ખેલ છે. એ બે શક્તિઓ છે - જડ અને ચેતન. સમસ્ત તત્ત્વચિંતકોએ આ બે શક્તિઓના અસ્તિત્વ અને એના મહત્ત્વને પ્રતિપાદિત કર્યું છે. ઉપર્યુક્ત બંને જ તત્ત્વ શાશ્વત છે, અર્થાત્ તેઓ હંમેશાં છે અને હંમેશાં રહેશે. એમની સત્તા ક્યારેય નષ્ટ થનારી નથી. ચેતનતત્ત્વની જેમ જડતત્ત્વ પણ અનંત કાળથી છે અને અનંત અનાગત કાળમાં પણ રહેશે. જેની સત્તા હોય છે એનો સર્વથા અભાવ ક્યારેય નથી થઈ શકતો. આ જડશક્તિ અજીવ, પ્રકૃતિ કે માયાના નામથી જ જાણવામાં આવે છે. એમાં શક્તિની સત્તા છે પરંતુ ચિત્તશક્તિનો અભાવ છે. આ જડ જગત ચેતનાથી રહિત છે. એમાં બોધ-જ્ઞાન વ્યાપાર નથી થતો. કોઈપણ જડ પદાર્થ ન તો ‘પર'ને જાણી શકે છે કે ના સ્વયંને. અર્થ એ છે કે જડતત્ત્વમાં સત્તા માત્ર છે, ચૈતન્ય નથી. આ દૃશ્ય માત્ર છે, દ્રષ્ટા નથી.
પરંતુ ચેતનશક્તિમાં સત્તાની સાથે જ ચૈતન્ય-બોધ-વ્યાપાર પણ જોવા મળે છે. જેમાં જ્ઞાન તથા ચેતનાનો દિવ્ય પ્રકાશ થાય છે. એ જીવ, ચેતન કે આત્મા કહેવાય છે. આ ચૈતન્ય જગત છે. આ મુખ્ય રૂપથી દ્રષ્ટા છે. આ ચૈતન્ય જગતમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ અને સ્થૂળથી સ્થૂળ પ્રાણીનો સમાવેશ થઈ જાય છે. શેવાળ તથા ગંદા નાળાના કીડાથી લઈને સુરરાજ ઇન્દ્ર સુધી બધા ચૈતન્ય જગતમાં સમાવિષ્ટ છે. ચેતનતત્ત્વ પણ અનંત અતીતથી રહ્યું છે અને અનંત અનાગત સુધી રહેશે. આ ચેતનતત્ત્વ જ એ કેન્દ્રબિંદુ છે. જેને જાણવા અને સમજવા માટે તત્ત્વચિંતકોએ પ્રયાસ કર્યા છે. આ તત્ત્વને સમજ્યા પછી જ માનવનું જીવન આલોકમય બને છે અને એનાં પરમ જીવનના ભવ્ય દ્વાર ખૂલે છે. જ્યાં સુધી ચૈતન્યદેવનું સ્વરૂપ સમજાશે નહિ ત્યાં સુધી જપતપ વગેરે સાધના નિષ્પ્રાણ જ રહે છે. ચેતન જગતની પાસે સત્તા અને બોધ હોવાથી એ પોતાને પણ જાણી શકે છે અને બીજાના હ્રાસ અને વિકાસને પણ. જેણે સ્વયંને જાણ્યો એ જ બીજાઓને પણ જાણી શકે છે. જેના પાસે સ્વયંનો પ્રકાશ છે, એ જ બીજાને પણ પ્રકાશ દેખાડી શકે છે. જે સ્વયં આંધળો છે એ બીજાને દૃષ્ટિ કેવી રીતે આપી શકે છે ? ચેતનના પાસે સ્વયંની દૃષ્ટિ છે, પોતાનો પ્રકાશ છે અને સ્વયંનું જ્ઞાન છે. આ બોધ-સ્વરૂપ ચેતનનો સ્વયંનો ગુણ છે, આ ક્યાય બહારથી નથી આવ્યો.
ચેતન જગતમાં બોધ-વ્યાપારની તારતમ્યતાના કારણે વિકાસની અનેક શ્રેણીઓ છે, જે ચેતન-શક્તિનો સર્વોચ્ચ અને સંપૂર્ણ વિકાસ થઈ ચૂક્યો છે એ પરમ ચેતન છે, જેને સિદ્ધ ભગવાન, ઈશ્વર કે પરમાત્મા વગેરે કહેવાય છે. આ પરમ ચૈતન્યતત્ત્વમાં સત્તા અને ચૈતન્યની સાથે આનંદ પણ જોઈ શકાય છે. સંસારી જીવમાં સત્તા અને ચેતના તો છે, પરંતુ આનંદ નથી. આનંદનો અર્થ સહજ નિર્વિકાર સ્થાયી સુખથી છે. વિષયાનુરક્ત જીવમાં એવો સહજ (સ્વાભાવિક) આનંદ નથી હોતો. આ સહજ આનંદને પ્રાપ્ત કરવો જ ચેતનતત્ત્વનું પરમ અને
જિણઘો
५०