________________
૨૯. ઉત્તરચૂડ : વંદના કરી લીધા પછી ઊંચા અવાજે ‘મસ્થળ વંવામિ' કહેવું ઉત્તરચૂડ
દોષ છે.
૩૦. મૂક
:
પાઠનું ઉચ્ચારણ કર્યા સિવાય મૂક સમાન વંદના કરવી.
૩૧. ડુર : ઊંચા સ્વરે અભદ્રરૂપથી વંદન સૂત્રનું ઉચ્ચારણ કરવું.
૩૨. ચુડુલિકા : અર્ધદગ્ધ અર્થાત્ અડધા સળગેલા કાષ્ઠની જેમ રજોહરણને ઉપરથી પકડીને એને ફરાવતા વંદના કરવી. પ્રવચન સારોદ્ધાર, વંદના દ્વાર
નમસ્કારથી લાભ
પ્રશ્ન કરી શકાય છે કે મહાન આત્માઓને નમસ્કાર કરવા અને એમનું નામ લેવાથી શું લાભ છે ?
જૈન પરંપરા અરિહંત વગેરે કોઈ દેવ-વિશેષને સુખ-દુઃખને આપનારા કે કર્તા-હર્તાના રૂપમાં સ્વીકાર નથી કરતી, તો એમની સ્તુતિ કરવાથી શું લાભ છે ?
એનું સમાધાન એ છે કે પોતાનાથી વધુ સદ્ગુણો અને વિકસિત આત્માઓને નમન કરવાથી ચિત્તમાં પ્રમોદ ભાવનાનો આવિર્ભાવ થાય છે. આ પ્રમોદ ભાવનાનો અભ્યાસ કરવાથી સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે. ઈર્ષ્યા, દ્વેષ અને મત્સર વગેરે દુર્ગુણોનો જડમૂળથી વિનાશ થાય છે. ફળસ્વરૂપ સાધકનું હૃદય વિશાળ, ઉદાત્ત અને ઉદાર બને છે. એવી પ્રમોદ ભાવનાના બળ પર ભૂતકાળમાં હજારો આત્માઓએ પોતાનું કલ્યાણ કર્યું છે. માટે વિકસિત અને મહાન આત્માઓને બહુમાનપૂર્વક નમન કરવું સાધકના વિકાસનું મહત્ત્વપૂર્ણ સાધન બની જાય છે.
અરિહંત, સિદ્ધ વગેરે વીતરાગ દેવ આપણા માટે થોડું ખરાબ કે સારું નથી કરતા. આપણા સુખ-દુઃખ કે ઉત્થાન-પતનના માટે અમે સ્વયં ઉત્તરદાયી છે. આ વાતથી એમનો કોઈ સીધો સંબંધ નથી. જે કંઈ કરવાનું હોય છે, સાધકે જ કરવાનું હોય છે. પરંતુ સાધના-પથ પર ચાલવા માટે આલંબનની આવશ્યકતા થાય છે. અરિહંત વગેરે પંચ પરમેષ્ઠી આપણા માટે આલંબન છે, આદર્શ છે, લક્ષ્ય છે. એમના જેવી સ્થિતિને પ્રાપ્ત કરવું આપણું પોતાનું ધ્યેય છે.
અરિહંત વગેરે મહાન આત્માઓનું નામ લેવાથી પાપમળ એ જ રીતે દૂર થઈ જાય છે, જેમ સૂર્યના ઉદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે. સૂર્ય એ અંધકારને લાઠી મારીને નથી ભગાડતો, પરંતુ નિમિત્તથી અંધકાર જ ચાલ્યું ગયું. સૂર્ય કમળને વિકસિત કરવા માટે એના પાસે નથી જતો, પરંતુ સૂર્યનાં કિરણોના સંપર્કથી કમળ ખીલી ઊઠે છે. કમળના વિકાસમાં સૂર્ય નિમિત્ત માત્ર છે, કર્તા નથી. આ રીતે અરિહંતાદિ વીતરાગ સાધકના વિકાસમાં નિમિત્ત માત્ર હોય છે, એના સાક્ષાત્ કર્તા નથી. આ રીતે સાધનાના પથિક માટે મહાપુરુષોના નામ પણ નિમિત્ત બને છે. એવું કરવાથી સાધકનો વિચાર પવિત્ર હોય છે. આત્મામાં સાહસ અને શક્તિનો સંચાર થાય છે તથા સાધકને સ્વ-સ્વરૂપનું ભાન થઈ જાય છે. એ દૃઢ સંકલ્પ સાથે આરાધ્ય જેમ બનવાનો પ્રયાસ કરે છે. આ પ્રયાસને વધારતા-વધારતા એ આરાધ્ય અને આરાધકના ભેદથી પણ ઉપર ઊઠી જાય છે અને એક દિવસ સ્વયં આરાધ્ય બની જાય છે. આ છે નમસ્કાર મંત્રનો ચમત્કારિક મહિમા.
સાધુ
૫૯