________________
સાધુની ૮૪ ઉપમાઓ
उरग-રરે-ખભા-સાગર, નહતત્વ-તાળસમો દિ નો હોડું । ભમર-મિય-થાળી-ખતરુત-વિ-પવળસમો ય ો સમજો ।।
અર્થાત્ (૧) ઉરગ (સાપ) (૨) ગિરિ (પર્વત) (૩) જ્વલન (અગ્નિ) (૪) સાગર (૫) નભસ્તલ (આકાશ) (૬) તરુગણ (વૃક્ષસમૂહ) (૭) ભ્રમર-ભમરો (૮) મૃગ (હરણ) (૯) ધારિણી (પૃથ્વી) (૧૦) જલરુહ (કમળ) (૧૧) રવિ (સૂર્ય) અને (૧૨) પવન સમાન શ્રમણ થાય છે.
અહીં શ્રમણ માટે જે ૧૨ ઉપમાઓ આપવામાં આવી છે એમાંથી પ્રત્યેક ઉપમાના ૭-૭ ગુણ ગુણવાથી ૧૨૪૭ = ૮૪ ઉપમાઓ થઈ જાય છે. આ ઉપમાઓનું વર્ણન આ પ્રકારે છે :
૧. ઉરગ : શ્રમણ સાપ સમાન હોય છે. (૧) જેમ સાપ બીજાના માટે બનાવેલા સ્થાનમાં રહે છે, એમ સાધુ, ગૃહસ્થ દ્વારા પોતાના માટે બનાવેલા સ્થાનમાં રહે છે. (૨) જેમ અગંધન જાતિના સાપ વમન કરેલ ઝેરને પછીથી નથી ચૂસતા, એમ સાધુ ત્યાગેલા, ભોગોપભોગ ભોગવવાની ક્યારેય ઇચ્છા કરતા નથી. (૩) જેમ સાપ સીધો ચાલે છે, એમ સાધુ સરળતાથી મોક્ષમાત્રની પ્રવૃત્તિ કરે છે. (૪) જેમ સાપ દરમાં સીધો પ્રવેશ કરે છે, એમ સાધુ આહારના કોળિયાને સ્વાદ માટે અહીં-તહીં ન ફેરવતા સીધો ગળામાં ઉતારે છે. (૫) જેમ સાપ કાંચળી ત્યાગીને તરત ચાલતો થાય છે પછી એની તરફ આંખ ઊંચી કરીને ક્યારેય જોતો નથી, એમ જ સાધુ સંસારનો ત્યાગ કરીને જરા પણ સંસારની ઇચ્છા કરતો નથી. (૬) જેમ સાપ કાંટા, કાંકરા વગેરેથી ડરીને સાવધાનીપૂર્વક ચાલે છે, એમ સાધુ પણ હિંસા વગેરેથી ડરીને યતનાપૂર્વક ચાલે છે. (૭) જેમ સાપથી બધા ડરે છે, એમ લબ્ધિધારી સાધુથી રાજા, દેવ, ઇન્દ્ર વગેરે પણ ડરે છે.
૨. ગિરિ : જેમ પર્વત પર વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ તથા ઔષધિઓ હોય છે, એમ સાધુ પણ અક્ષીણ વગેરે અનેક લબ્ધિઓના ધારક હોય છે. (૨) જેમ પર્વતને વાયુ ચલાયમાન નથી કરતો, એમ સાધુને ઉપસર્ગ અને પરિષહ વિચલિત નથી કરી શકતો. (૩) જેમ પર્વત પ્રાણીઓનો આધારભૂત છે. ઘાસ, માટી, ફળ વગેરે દ્વારા આજીવિકાનું સાધન બને છે, એમ સાધુ ૬ કાયના જીવો માટે આધારભૂત છે. (૪) જેમ પર્વતમાંથી નદીઓ વગેરે નીકળે છે, એમ સાધુથી જ્ઞાન વગેરે અનેક ગુણોનો વિકાસ થાય છે. (૫) જેમ મેરુ પર્વત બધા પર્વતોમાં ઊંચો છે, એમ સાધુનો વેશ બધા વેશથી ઉત્તમ અને માન્ય છે. (૬) જેમ કેટલાય પર્વત રત્નમય છે, એમ સાધુ રત્નત્રય (સમ્યક્-જ્ઞાન-દર્શન-ચારિત્ર)થી યુક્ત છે. (૭) જેમ પર્વત મેખલા(કંદરાઓ)થી શોભે છે, એમ સાધુ શિષ્યો અને શ્રાવકોથી શોભે છે.
૩. જ્વલન : (૧) જેમ અગ્નિ ઇંધણથી ક્યારેય તૃપ્ત નથી થતી, એમ સાધુ જ્ઞાન વગેરે ગુણોને ગ્રહણ કરતા-કરતા તૃપ્ત નથી થતા. (૨) જેમ અગ્નિ પોતાના તેજથી દેદીપ્યમાન થાય છે, એમ સાધુ તપ, સંયમ વગેરે ઋદ્ધિથી દીપ્ત થાય છે. (૩) જેમ અગ્નિ કચરાને ભસ્મ કરી દે છે, એમ સાધુ કર્મરૂપી કચરાને તપ દ્વારા બાળી કાઢે છે. (૪) જેમ અગ્નિ અંધકારનો
સાધુ
૪૯