________________
(૩) ઉપરની રીતે નિર્ણય કરીને તત્કાળ નિશ્ચયાત્મક બનાવી લેવો અવાય ગુણ છે. (૪) નિશ્ચિત કરેલી વસ્તુને એવી દૃઢતાથી ધારણ કરો કે જેનાથી દીર્ઘકાળ સુધી વિસ્મણ ન થાય, સમય પર તત્કાળ સ્મરણ આવી જાય એ ધારણા નામનો ગુણ છે. ૭. વિરોધીઓ (પરવાદિયો)ને પરાજિત કરવાની કુશળતાને સાતમી પ્રયોગ સંપત્તિ કહે છે. આ પણ ચાર પ્રકારની છે :
(૧) હું આનાથી વાક્ચાતુર્યમાં કે પ્રશ્નોત્તરમાં જીતી શકીશ કે નહિ, આ રીતે પ્રતિવાદીની બાજુ પોતાની શક્તિનો વિચાર કરીને વાદ-વિવાદ કરવો શક્તિજ્ઞાન ગુણ છે. (૨) પ્રતિવાદી જે મતનો અનુયાયી હોય, એ જ મતના શાસ્ત્રથી એને સમજાવવો પુરુષજ્ઞાન ગુણ છે.
(૩) આ જગ્યાના લોકો મર્યાદાહીન અને ઉદ્ધૃતહીન તો નથી કે કોઈ પ્રકારનું અપમાન ન કરે, હાલ તો મીઠું-મીઠું બોલે છે પછી ક્યાંક બદલાઈ ન જાય, કપટી અને મિથ્યાત્વીનું આડંબર જોઈને વિચલિત થઈ જાય એવા અસ્થિર તો નથી ને, વગેરે ક્ષેત્રનો વિચાર કરીને વાદ કરવો ક્ષેત્રજ્ઞાનગુણ કહેવાય છે.
(૪) વિવાદના સમયે કદાચ રાજા વગેરેનું આગમન થાય તો વિચાર કરવો કે આ રાજા ન્યાયી છે કે કપટી. એ ભવિષ્યમાં કોઈ પ્રકારનો પક્ષપાત કે અપમાન તો નહિ કરે ? આ રીતે વિચાર કરીને વાદ-વિવાદ કરવો વસ્તુજ્ઞાન ગુણ છે.
૮. સાધુઓના ઉપયોગમાં આવનારી આવશ્યક વસ્તુઓનો વિચાર કરીને પહેલાંથી જ સંગ્રહ કરી રાખવો સંગ્રહ સંપત્તિ છે. આના પણ ચાર પ્રકાર છે ઃ
૪૨
(૧) બાળક, દુર્બળ, ગીતાર્થ, તપસ્વી, રોગી તથા નવદીક્ષિત સાધુઓના નિર્વાહ યોગ્ય ક્ષેત્રને ધ્યાનમાં રાખવો ગણયોગ સંપત્તિ કહેવાય છે.
(૨) પોતાના સાધુ કે બહારથી આવેલા સાધુના ઉપયોગમાં આવનાર યોગ્ય આવશ્યક મકાન, પાટ, પાટલા, પરાલ વગેરેનો સંગ્રહ કરી લેવો સંળક્ત સંપત્તિ છે.
(૩) જે-જે કાળમાં જે ક્રિયા કરવી હોય એ-એ કાળમાં એ ક્રિયાને યોગ્ય સામગ્રીનો સંગ્રહ કરી રાખવો ક્રિયાવિધિ સંપત્તિ છે.
(૪) વ્યાખ્યાતા, વાદવિજયી, ભિક્ષાકુશળ, સેવાભાવી વગેરે શિષ્યોનો સંગ્રહ કરી રાખવો શિષ્યોપસંગ્રહ સંપત્તિ છે.
ચાર વિનય :
૧. આચાર વિનય : સાધુ દ્વારા, આચરણીય (આદરણીય) ગુણોનું આચરણ કરવું આચાર વિનય છે. એના ચાર પ્રકાર છે :
(૧) સ્વયં સંયમનું પાલન કરવું, બીજાથી પાલન કરાવવું, સંયમમાં અસ્થિર થયેલાને સ્થિર કરાવવું આ સંયમ-સમાચારી વિનય છે.
જિણઘમ્મો