________________
૬.
૨. જેમ બધા પ્રકારનાં આભૂષણોથી સુસજ્જિત, કંબોજ દેશમાં ઉત્પન્ન અશ્વ બંને બાજુ
વાર્દિત્રો દ્વારા સુશોભિત થાય છે. એ જ રીતે ઉપાધ્યાયજી સાધુના સુંદર વેશમાં સજ્જિત બનેલા અને સ્વાધ્યાયની મધુર ધ્વનિ રૂપ વાર્દેિત્રના નિર્દોષથી શોભે છે. જેમ ભાટ, ચારણ અને બંદીવાનોની બિરદાવલીથી ઉત્સાહિત થયેલો શૂરવીર સુભટ શત્રુને પરાજિત કરે છે, એ જ રીતે ઉપાધ્યાયજી ચતુર્વિધ સંઘના ગુણ-કીર્તનરૂપ
બિરદાવલીથી ઉત્સાહિત થઈને મિથ્યાત્વનો પરાજય કરતા શોભે છે. ૪. જેમ ૬૦ વર્ષની અવસ્થાવાળા અને અનેક હાથણીઓના ટોળાથી પરિવૃત્ત હાથી
શોભે છે એમ ઉપાધ્યાયજી શ્રુત-સિદ્ધાંતના જ્ઞાનની પ્રૌઢતાને પ્રાપ્ત થઈને અનેક જ્ઞાનીઓધ્યાનીઓથી પરિવૃત્ત થઈને વિતંડાવાદીઓને હટાવી શોભા પામે છે. જેમ અનેક ગાયોના સમૂહથી યુક્ત અને બંને અણીદાર શિંગડાવાળા ધીરેય બળદ શોભા પામે છે એ જ પ્રકાર ઉપાધ્યાયજી નિશ્ચયનય અને વ્યવહારનય રૂ૫ બંને અણીદાર શિંગડાઓથીયુક્ત અને મુનિઓના વૃંદથી યુક્ત શોભે છે. જેમ તીક્ષ્ણ દાઢોવાળો કેસરીસિંહ વનચરોને ક્ષુબ્ધ કરતાં શોભા પામે છે, એમ ઉપાધ્યાયજી
સાત નયરૂપ અણીદાર દાઢોથી પરવાદીઓને પરાજિત કરતા શોભિત થાય છે. ૭. ત્રણેય ખંડના અધિપતિ વાસુદેવ સાત રનોથી સુશોભિત થાય છે, એમ જ્ઞાનાદિ રત્નત્રયના
નાયક તથા સાત નયરૂપી સાત રત્નોના ધારક અને કર્મશત્રુઓને પરાજય કરનાર ઉપાધ્યાયજી સુશોભિત હોય છે. જેમ છ ખંડોના અધિપતિ અને ચૌદ રત્નોના ધારક ચક્રવર્તી શોભે છે એમ પદ્રવ્યના
જ્ઞાતા તથા ચૌદ પૂર્વરૂપ ચૌદ રત્નોના ધારક ઉપાધ્યાયજી શોભે છે. ૯. જેમ એક સહસ્ત્ર નેત્રોના ધારક* અને અસંખ્ય દેવોના અધિપતિ શક્રેન્દ્ર વજાયુદ્ધથી શોભા
પામે છે, એમ સહસ્ત્રો તર્ક-વિતર્કવાળા તથા અનેકાંત સ્યાદ્વાદરૂપ વજના ધારક અસંખ્ય
ભવ્ય પ્રાણીઓના અધિપતિ ઉપાધ્યાયજી શોભે છે. ૧૦. જેમ સહસ્ત્ર કિરણોથી જાજ્વલ્યમાન, અપ્રતિમ પ્રભાથી અંધકારને નષ્ટ કરનાર સૂર્ય
ગગનમંડળમાં શોભા પામે છે, એ જ રીતે નિર્મળ જ્ઞાનરૂપી કિરણોથી મિથ્યાત્વ અને
અજ્ઞાનના અંધકારને હરનાર ઉપાધ્યાયજી જૈન સંઘ ગગનમાં સુશોભિત થાય છે. ૧૧. જેમ ગ્રહો, નક્ષત્રો અને તારાગણથી ઘેરાયેલ શરદપૂર્ણિમાની રાતને નિર્મળ અને
મનોહર બનાવનાર ચંદ્રમા પોતાની સમસ્ત કળાઓથી સુશોભિત થાય છે, એ જ રીતે સાધુગણરૂપ ગ્રહોથી, સાધ્વીગણરૂપ નક્ષત્રોથી, શ્રાવક-શ્રાવિકારૂપ તારામંડળથી ઘેરાયેલા, ભૂમંડળને મનોહર બનાવતા જ્ઞાનરૂપ કળાઓથી ઉપાધ્યાયજી શોભા પામે છે. * કાર્તિક શેઠ ૧૦0૮ ગુમાસ્તા સાથે દીક્ષા લઈને કરણીકર આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ દેવલોકમાં શક્રેન્દ્રજી થયા અને ૫૦૦ ગુમાસ્તે સામાનિક દેવ થયા હતા. તે દેવ સદા શુક્ર ઇન્દ્રજીના સાથે રહેવાથી એમની આંખો મળીને સહસ્ત્ર નેત્રી ઈન્દ્ર કહેવાય છે. ઉપાધ્યાય
પ રિવાર જ ૪૫)
૪૫