________________
૧૨. જેમ મૂષક વગેરેના ઉપદ્રવથી રહિત અને સુદઢ દ્વારોથી અવરુદ્ધ તથા વિવિધ પ્રકારનાં
ધાન્યોથી ભરપૂર કોઠાર શોભા આપે છે, એ જ રીતે નિશ્ચય-વ્યવહાર રૂપ દઢ કમાડોથી
તથા ૧૧ અંગ અને ૧૨ ઉપાંગના જ્ઞાનરૂપ ધાન્યોથી પરિપૂર્ણ ઉપાધ્યાયજી શોભા પામે છે. ૧૩. જેમ ઉત્તરકુરુક્ષેત્રમાં જંબૂદ્વીપના અધિષ્ઠાતા અણાઢિય દેવના નિવાસસ્થાન જંબુસુદર્શન
વૃક્ષપત્ર, પુષ્પ, ફળ વગેરેથી શોભા પામે છે, એ જ રીતે ઉપાધ્યાયજી આર્ય ક્ષેત્રમાં,
જ્ઞાનરૂપી વૃક્ષ બનીને અનેક ગુણરૂપી પાંદડાં, ફળો અને ફૂલોથી શોભા પામે છે. ૧૪. જેમ મહાવિદેહ ક્ષેત્રની સીતા નામની મહાનદી, ૫ લાખ ૩૨ હજાર નદીઓના પરિવારથી
શોભે છે, એમ ઉપાધ્યાયજી હજારો શ્રોતાજનોના પરિવારથી શોભાયમાન થાય છે. ૧૫. જેમ સમસ્ત પર્વતોના રાજા સુમેરુ પર્વત અનેક ઉત્તમ ઔષધિઓથી તથા ચાર વનોથી શોભે
છે, એમ ઉપાધ્યાયજી મહારાજ અનેક લબ્ધિઓથી તથા ચતુર્વિધ સંઘથી શોભા પામે છે. ૧૬. સહુથી વિશાળ સ્વયંભૂરમણ સમુદ્ર અક્ષય અને સુસ્વાદુ જળથી શોભિત થાય છે, એમ
ઉપાધ્યાયજી અક્ષય જ્ઞાનને, ભવ્ય જીવોને રૂચિકર શૈલીથી પ્રકાશિત કરતા શોભા પામે છે. વગેરે અનેક ઉપમાઓથી યુક્ત શ્રી ઉપાધ્યાય પરમેષ્ઠીના ભક્તિમાન, અચપળ (શાંત), કૌતુક રહિત (ગંભીર), છળ-પ્રપંચથી રહિત, કોઈનો પણ તિરસ્કાર ન કરનાર, બધા પર મૈત્રીભાવના રાખનાર, જ્ઞાનનો ભંડાર હોવા છતાં અભિમાનથી હીન, બીજાના દોષ ન જોનાર, શત્રુની પણ નિંદા ન કરનાર, ક્લેશીન, ઇન્દ્રિયોનું દમન કરનાર, લાશીલ વગેરે અનેક વિશેષણોથી વખાણ કરવામાં આવે છે. એવા મહિમાથી મંડિત ના નિસંલા' અર્થાત્ જિન નહિ છતાંય જિનસમાન, સાક્ષાત્ જ્ઞાનનો પ્રકાશ કરનાર શ્રી ઉપાધ્યાય હોય છે.
(સાધુ)
નમસ્કાર મંત્રનું પાંચમું પદ સાધુનું છે.
- “સાઘતિ જ્ઞાનાવિવિસ્તાક્ષમિતિ સાધવ:" જ્ઞાન વગેરે શક્તિઓ દ્વારા જે મોક્ષની સાધના કરે છે તે સાધુ કહેવાય છે. આત્માની સાધના કરનાર સાધક સાધુ છે. સાંસારિક વાસનાઓનો ત્યાગ કરી જે પાંચેય ઇન્દ્રિયોને વશમાં રાખે છે, બ્રહ્મચર્ય વ્રતના નવાવાડ સહિત પાલન કરે છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પાંચેય મહાવ્રતોનું પાલન કરે છે, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિઓની આરાધના કરે છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર રૂપ પાંચ આચારોના પાલનમાં લાગી રહે છે, તે સાધુ કે સાધ્વી કહેવાય છે.
જન જિણધમ્મો)