________________
શ્રી ઉદયનાથજીના નિર્વાણ થયા પછી એક જ સાથે મોક્ષ પધારશે. આ વીસેય તીર્થંકરોના દેહમાન ૫૦૦ ધનુષના છે અને આયુ ૮૪ લાખ પૂર્વની છે. જેમાંથી ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં રહ્યા અને ૧ લાખ પૂર્વ સંયમનું પાલન કરીને મોક્ષ પધારશે. આ બધા વર્તમાન તીર્થંકરોના ૮૪-૮૪ ગણધર છે, ૧૦-૧૦ લાખ કેવળજ્ઞાની છે, ૧૦૦-૧૦૦ કરોડ અર્થાત્ ૧-૧ અબજ સાધુઓ છે અને એટલી જ સાધ્વીઓ છે. વીસેય તીર્થંકરોના મળીને ૨ કરોડ કેવળજ્ઞાની, ૨ હજાર કરોડ સાધુ અને ૨ હજાર કરોડ સાધ્વીઓની સંખ્યા છે. આ વીસે તીર્થંકરો જે સમયે મોક્ષે પધારશે એ જ સમય બીજા વિજયમાં જે-જે તીર્થંકર* પેદા થયા હશે, તેઓ દીક્ષા ગ્રહણ કરીને તીર્થંકર-પદ પ્રાપ્ત કરશે. આવો ક્રમ અનાદિકાળથી ચાલ્યો આવે છે અને આગળ અનંત કાળ સુધી ચાલતો રહેશે. અર્થાત્ ઓછામાં ઓછા વીસ તીર્થંકર તો અવશ્ય હશે.
એનાથી ઓછા ક્યારેય નહિ હોય અને વધુમાં વધુ ૧૭૦ તીર્થંકરોથી વધુ ક્યારેય નહિ હોય. આ રીતે અનંત તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા છે, વીસ વર્તમાનકાળમાં ઉપસ્થિત છે અને અનંત તીર્થંકર ભવિષ્યકાળમાં હશે.
બધા તીર્થંકરોની જઘન્ય આયુ ૭૨ વર્ષની હોય છે. એનાથી ઓછી નહિ અને ઉત્કૃષ્ટ આયુ ૮૪ લાખ પૂર્વની હોય છે, એનાથી વધારે નહિ. તીર્થંકરના શરીરની ઊંચાઈ જઘન્ય સાત હાથી** અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની હોય છે. ના એનાથી ઓછી કે ના એનાથી વધારે. તીર્થંકરનું શરીર, રજ, મેલ, સ્વેદ (પરસેવો), થૂક, શ્લેષ્મ (કફ) વગેરેથી રહિત, કાકરેખા વગેરે દુષ્ટ લક્ષણોથી તથા અશુભ તલ, મસા વગેરે દુષ્ટ નિશાનીઓથી રહિત હોય છે. ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કુંભ, પર્વત, મગર, સાગર, ચક્ર, શંખ, સ્વસ્તિક વગેરે ૧૦૦૮ અતિ ઉત્તમ લક્ષણોથી અલંકૃત સૂર્યના સમાન મહાન તેજસ્વી તથા નિર્ધમ અગ્નિ સમાન દેદીપ્યમાન અને અત્યંત મનોહર હોય છે.
* તીર્થંકરોની ૨૦ સંખ્યા જઘન્ય છે. એનાથી ઓછી ક્યારેય નથી હોતી, એટલા માટે વર્તમાનકાળના વીસેય તીર્થંકરોના મોક્ષે ગયા પછી એ જ સમયે બીજા વીસ તીર્થંકર-પદને પ્રાપ્ત થવા જ જોઈએ. આ હિસાબથી એક તીર્થંકર ગૃહવાસમાં ૧ લાખ પૂર્વના હોય ત્યારે બીજા ક્ષેત્રમાં બીજા તીર્થંકરનો જન્મ થઈ જવો જોઈએ. અને જ્યારે આ ૧ લાખ પૂર્વના થાય ત્યારે અન્ય ક્ષેત્રમાં ત્રીજાનો પણ જન્મ થવો જોઈએ. આ પ્રકાર કોઈ ૧ લાખ પૂર્વની આયુવાળા, કોઈ ૨ લાખ પૂર્વની આયુવાળા, યાવત્ કોઈ ૮૩ લાખ પૂર્વની આયુવાળા એમ એક-એક તીર્થંકરના પાછળ ૮૩-૮૩ તીર્થંકર ગૃહવાસમાં રહ્યા અને એક તીર્થંકરપદ ભોગવતા હોય જ્યારે ૮૪મા તીર્થંકર મુક્ત થઈ જાય તો ૮૩મા અન્ય ક્ષેત્રમાં તીર્થંકર-પદને પ્રાપ્ત થઈ જાય છે અને કોઈ અન્ય ક્ષેત્રમાં એક તીર્થંકરનો જન્મ થઈ જાય છે. આ રીતે એક-એક તીર્થંકરના પાછળ ૮૩-૮૩ તીર્થંકર ગૃહવાસમાં હોય તો વીસેય તીર્થંકરોના પાછળ ૮૩×૨૦×૧૬૬૦ તીર્થંકર ગૃહવાસમાં અને વીસ તીર્થંકર-પદ ભોગવતા અને આ બધા મળીને ૧૬૮૦ તીર્થંકર ઓછામાં ઓછા એક જ સમયમાં હોવા જોઈએ. પરંતુ આટલા તીર્થંકર હોવા છતાં પણ તેઓ ક્યારેય એકબીજાને મળતા નથી. આ અનાદિકાળની રીત ચાલી આવે છે અને અનંતકાળ સુધી એવી જ રીતે (પદ્ધતિ) ચાલતી રહેશે.
** શાસ્ત્રમાં જીવોની જે અવગાહના (ઊંચાઈ) બતાવી છે, એ આ પાંચમા આરાના ૧૦૫૦૦ વર્ષ વીત્યાં પછી અર્થાત્ પાંચમો આરો અડધો વીત્યા પછી જે મનુષ્ય હશે એમના હાથથી સમજવો જોઈએ. ઉપર્યુક્ત તીર્થંકરોની અવગાહના પણ આ જ પ્રમાણથી સમજવી જોઈએ. એમ તો તીર્થંકર પોત-પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ ઊંચા હોય છે અને એમનું મસ્તક બાર ઇંચ હોય છે. સમસ્ત શરીર મળીને ૧૨૦ અંગુલની ઊંચાઈ હોય છે.
તીર્થંકરોની નામાવલી
૩૫