________________
પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકન પોતાના જીવનમાં અહિંસાની પૂર્ણ સાધના કરીને સર્વોદય માર્ગનું નિર્માણ કરનારા હતા. અમે પહેલાં કહી ગયા છીએ કે આ કર્મભૂમિમાં આદ્ય તીર્થકર ઋષભદેવ પછી તેવીસ તીર્થંકરો વધુ થયા છે. તે બધા વીતરાગી અને સર્વજ્ઞ હતા. તેમણે અહિંસાની પરમ જ્યોતિ વડે માનવતાના વિકાસનો માર્ગ પ્રકાશિત કર્યો હતો. વ્યક્તિની નિરાકુળતા સિદ્ધ કરવા માટે અને સમાજમાં શાન્તિની સ્થાપના કરવા માટે જે મૂળભૂત તત્ત્વજ્ઞાન અને સત્યસાક્ષાત્કાર અપેક્ષિત છે તેને આ તીર્થકરો યુગને અનુરૂપ બનાવે છે. સત્ય ત્રિકાલાબાધિત અને એક હોય છે. તેનો આત્મા દેશ, કાલ અને ઉપાધિઓથી પર સદા એકરસ હોય છે. દેશ અને કાલ તેની વ્યાખ્યાઓમાં અર્થાત તેના શરીરોમાં ભેદ અવશ્ય લાવે છે પરંતુ તેની મૂલધારા સદા એકરસવાહિની હોય છે. તેથી જગતના અસંખ્ય શ્રમણ સન્તોએ વ્યક્તિની મુક્તિ અને જગતની શાન્તિને માટે એક જ પ્રકારના સત્યનો સાક્ષાત્કાર કર્યો છે અને તે વ્યાપક મૂલ સત્ય છે અહિંસા. જૈન ધર્મ અને દર્શનના મુખ્ય મુદ્દાઓ
આ અહિંસાની દિવ્ય જ્યોતિ વિચારના ક્ષેત્રમાં અનેકાન્તના રૂપમાં પ્રકટ થાય છે, તો વચનવ્યવહારના ક્ષેત્રમાં સાદ્વાદના રૂપમાં ઝગમગે છે અને સમાજશાન્તિને માટે અપરિગ્રહના રૂપમાં સ્થિર આધાર બને છે. અર્થાત્ આચારમાં અહિંસા, વિચારમાં અનેકાન્ત, વાણીમાં સ્યાદ્વાદ અને સમાજમાં અપરિગ્રહ આ તે ચાર મહાન સ્તંભ છે જેમના ઉપર જૈન ધર્મનો સર્વોદયી દિવ્ય પ્રાસાદ ખડો થયો છે. યુગે યુગે તીર્થકરોએ આ પ્રાસાદનો જીર્ણોદ્ધાર કર્યો છે અને તેને યુગાનુરૂપ બનાવીને તેના સમીચીન સ્વરૂપને સ્થિર કર્યું છે.
જગતનું પ્રત્યેક સત્ પ્રતિક્ષણ પરિવર્તન પામતું હોવા છતાં ક્યારેય પણ સમૂલ નાશ પામી જતું નથી. તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એમ ત્રિલક્ષણ છે. કોઈ પણ પદાર્થ, ચેતન હોય કે અચેતન, આ નિયમમાં અપવાદ નથી. આ “ત્રિલક્ષણ પરિણામવાદ' જૈન દર્શનના મંડપની આધારભૂમિ છે. આ ત્રિલક્ષણ પરિણામવાદની ભૂમિ પર અનેકાન્ત દષ્ટિ અને સ્યાદ્વાદપદ્ધતિના સ્તંભો સાથે જૈનદર્શનનું તોરણ બાંધવામાં આવ્યું છે. વિવિધનય, સપ્તભંગી, નિક્ષેપ આદિ આ તોરણની ચમકતી દમકતી ઝૂલો છે.
૧. “ને ય અતીત પદુષ્પન્ન મનાતા ય મળવતો ગરિતો તે સંન્ને વમેવ થમ્ન”
આચારાંગસૂત્ર.