Book Title: Nikolas Nikalbi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd
Catalog link: https://jainqq.org/explore/006010/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચાર્લ્સ ડિકસ કૃત 32pil તેથી શ્રી સુધી માલદાસ પટેલ પરિવાર પ્રકાશન સહકારીમંદિ૨લિ,અમદાવાદ ૧૩. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૯મા સુકાના યુરોપના મહાન કથાકારોમાં રેટિંય, હ્યુગો, ડૂમા અને ડિકન્સ જેવાઓ અંગ્રગણ્ય જાણીતા છે. તે દરેકને પોતાની ખાસિયત છે. તેમ, ડિકન્સ એ રીતે પેતાની નિરો ભાત પાડે છે કે, અમર માનવતાની ઉપાસના અર્થે હો શાંત સૌમ્ય = રસની આરાધના જે રીતે કરે છે તે દિલને તેની મધુરતાથી બસ ચાંટી જ જાય છે. એક “ આવી સુરમ્ય કથા ગુજરાતીમાં ઊતરે છે, તેને ધન્ય વસ્તુ માનું છું; તેનો હૃદયપૂર્વક આવકાર કરું. છું, અને લેખક પ્રકાશકને તે માટે ધન્યવાદ આપું છું.” - ઉદ્ધાતમાંથી ] મગનભાઈ દેસાઈ મારો તા દાવે છે કે, ૫રદેશની સ-રસ વસ્તુ સ્વભાષામાં સારી રીતે ઉતારવામાં આવે, તો અંગ્રેજી ભણેલા પણ તેના જુદી જ જાતના નવ રસ માણી શકે ! . . ** ગાંધીયુગે (ગુજરાતી ભાષાના) ખેડાણને જે વેગ આપ્યો છે, અને . . . તેને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બનાવી, તેને માટે ઉચિત ખેડાણનાં જે દ્વાર મેકળાં કરી આપ્યાં છે, તે લાભ દેશની બીજી કોઈ ભાષાને હુજી મળ્યો નથી. તેથી વિકાસની બાબતમાં ગુજરાતી ભાષા સૌ દેશભાષાઓમાં સહેજે આગળ રહી છે અને રહો !” - પ્રાસ્તાવિકો ગોપાળદાસ પટેલ Pઘા૨ પ્રાણીને રસહકારી આજના યુગમાં અવી તિઓ વધુ ને વધુ લોકપ્રિય થતી જાય છે. એ બતાવે છે કે, માનવ કશ્યનામાંથી ઉદ્ભવેલી સત્કૃષ્ટ કૃતિઓ એ સમગ્ર માનવ જતના મહાન વારસે છે. અને તેમાંય આવાં ધાં પરદેશી પુસ્તકે માતૃભાષા દ્વારા વાંચવા મળે છે, ત્યારે માના ધાવણ જેવાં વધુ મીઠાં-મધુરાં લાગે છે.” - પ્રકાશકનું નિવેદન] કમુબહેન પુછે છે૦ પટેલ Page #3 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકળી [ચાર્લ્સ ડિકન્સ કૃત નવલક્થા “કરણી તેવી ભરણું”] સંપાદક ગોપાળદાસ જીવાભાઇ પટેલ कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति ।। (ગીતા, ૯-૩૧) પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ. અમદાવાદ-૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક કમુબહેન પુત્ર છો. પટેલ વ્યવસ્થાપક, પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ. મુદ્રક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ–૧૪ © પરિવાર પ્રકાશન સ૦ મંત્ર લિ. પ્રથમ આવૃત્તિ : ૧૦૦૦ કિં. ૧૦૦૦ ઓગસ્ટ, ૧૯૯૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન મહાન લેખકોનાં મહાન પુસ્તકો એ સમગ્ર માનવજાતનો મહાન વારસો છે. તેમાંય વિખ્યાત અંગ્રેજી નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ (ઈ. સ. ૧૮૧૨-૧૮૭૦)ની વાત અનોખી છે. ડિકન્સ જેવા લેખકો એકાએક પેદા થતા નથી. અને તેથી તો મરહુમ ટૉલ્સ્ટૉયે ડિકન્સને શેક્સપિયરની પણ ઉપર અને પ્રથમ પંક્તિના વિશ્વસાહિત્યકાર તરીકે બિરદાવ્યા છે; તથા ગાંધીજીએ પણ ૧૯૩૬ના ગુજરાતી પરિષદના સંમેલનમાં, તેમનો નામથી ઉલ્લેખ કરીને, તેમની નવલકથાઓના સરળ સંક્ષેપોની માગણી કરેલી. એવા નામી વિશ્વસાહિત્યકારની આ ચોટદાર અને દિલચશ્ય નવલકથા “નિકોલસ નિકબી', ગુજરાતી ભાષા બોલતી પ્રજા સમક્ષ, વિસ્તૃત સંક્ષેપ રૂપે, સચિત્ર, રજૂ કરતાં આનંદ થાય છે. આનંદ એ વાતનો કે, ડિકન્સની પાંચેક વાર્તાઓના વિસ્તૃત સંક્ષેપો ગુજરાતી વાચકની સેવામાં રજૂ કરવાનો અમારી સંસ્થાનો શરૂથી સંકલ્પ હતો. એ મુજબ, પાઠયપુસ્તક રૂપે ડિકન્સની કંઈક વધુ જાણીતી નવલકથા “એ ટેલ ઑફ ટૂ સિટીઝ’નો ડૉ. બિપિનચંદ્ર ઝવેરીએ કરી આપેલો સંક્ષેપ અમે ‘વેર અને ક્રાન્તિ ને નામે બે વર્ષ પહેલાં પ્રસિદ્ધ કર્યો હતો. તેના આમુખમાં શ્રી. મગનભાઈ દેસાઈએ, ૧૯મા સૈકાના આ અતિ લોકપ્રિય કથાકારની બીજી કથાઓ પસંદ કરીને, ગુજરાતીમાં ઉતારવા પરિવાર સંસ્થાને ભલામણ કરી હતી. તે પ્રમાણે ‘ઑલિવર ટ્વિસ્ટ’ નવલકથાનો ગુજરાતી રસંક્ષેપ ગયે વર્ષે અમે પ્રસિદ્ધ કર્યો હતો. હવે આ ત્રીજી નવલકથા પ્રસિદ્ધ કરીએ છીએ. આ ત્રણે નવલકથાઓ ‘સત્યાગ્રહ’ Page #6 -------------------------------------------------------------------------- ________________ પત્રમાં હપતાવાર પ્રસિદ્ધ થયેલી હોઈ, તેના તંત્રીશ્રીની ઝીણવટભરી માવજત પામી છે, એ એમની વિશેષતા છે. ચોથી “પિકવિક પેપર્સ'નો સંક્ષેપ તૈયાર થયો, તે નવજીવન પ્રેસમાં બે માસ પહેલાં છાપવા માટે પહોંચાડી દીધો છે. અને પાંચમી વાર્તા “ડોમ્બી ઍન્ડ સન'ના સંક્ષેપનું કામ હાથ ઉપર છે. એ બે વાર્તાઓના સંક્ષેપ સ્વતંત્રપણે જ થયા હોઈ, વાચકને સીધા જ પુસ્તક રૂપે મળશે. વિશ્વસાહિત્યની આવી જાણીતી નવલકથાઓના પ્રકાશનમાં અમને શ્રી. મગનભાઈ દેસાઈની સીધી પ્રેરણા અને દોરવણી મળ્યાં છે. એમની એ વિરલ દોરવણીથી જ, છેલ્લાં બે વર્ષમાં, પરિવાર સંસ્થાએ ગુજરાતને અને દરિયાપાર વસતા ગુજરાતી બાંધવોને આવી વિશ્વકથાઓના ડઝનેક સંક્ષેપો આપ્યા છે, અને એ રીતે ગુજરાતી ભાષાની એ જાતની તાકાતની ચકાસણી થઈ શકી છે. અમને જણાવતા આનંદ થાય છે કે, એ પ્રકાશનોના રસિયા ગુજરાતી વાચકોએ વિશ્વસાહિત્યની જાણીતી વધુ કૃતિઓની આગ્રહપૂર્વક માગણી કરીને પરિવાર સંસ્થાના એ કામને સત્કાર્યું છે. આ નવલકથા ડિકન્સની એક સુંદર કૃતિ છે, અને તે યથોચિત વિસ્તારથી, ગુજરાતી વાચકની ખાસિયતને ધ્યાનમાં રાખીને, મૂળના લગભગ ત્રીજા ભાગ જેટલા કદમાં રજૂ કરી છે. છતાં આ સંક્ષેપ એવી સુંદર રીતે કરાયો છે કે, આ વાર્તા વાંચતાં આપણે, આજથી લગભગ ૧૫૦ વર્ષ પરના - રાણી વિકટોરિયાના જમાનાના વિલાયતી સમાજની સોબતમાં, એ યુગનું – તેની આશાનિરાશાઓનું, તેની કસોટીઓનું, તેનાં પરાક્રમો અને સિદ્ધિઓનું, તેની અપેક્ષાઓનું – જાણે રસપાન કરતા હોઈએ, એવું જીવંત તાદાભ્ય અનુભવીએ છીએ. આ સંક્ષેપમાં મૂળ લેખકની શૈલી તથા મજેદાર પાત્રનિરૂપણ સુંદર રીતે જળવાઈ રહ્યાં છે, તથા સંક્ષેપની શૈલી સરળ, આહલાદક અને ભાવવાહી છે. વાસ્તવિકતાને નામે આજકાલ નરી Page #7 -------------------------------------------------------------------------- ________________ કામરાથના કે ચીતરી ચડે એવી ચીજોને કળાને નામે ખપાવવામાં આવે છે. આ વાર્તા, આજના કેટલાક નવલકથાકારોની માફક, લોકોને કેવળ મનોરંજન પૂરું પાડી કમાણી કરવા ડિકન્સે નથી લખી; પરંતુ પોતાના સમાજની વિવિધ ઊણપો ખુલ્લી કરી બતાવી, તેમની સામે લોકમત કેળવવા લખી હતી. અને સાચા કળાકારોની કળા સર્વ દેશ-કાળ માટે ઉપયોગી હોય છે, એ ન્યાયે, આપણે પણ તે વાંચી શકીએ છીએ અને રસના ઘૂંટડા ભરી શકીએ છીએ. આ કથામાં વિવિધ પાત્રોનો મેળો જામ્યો છે. સ્કિવયર્સ જેવાં પાત્રો આજના ધંધેદારી કેળવણીકારોની યાદ તાજી કરાવે છે, તથા નિકોલસ જેવા યુવાનો આપણને તેમની દિલેરી, વફાદારી અને બહાદુરીથી મંત્રમુગ્ધ કરે છે. અનેક પાત્રોનું સફળ આલેખન કરીને ડિકન્સે પોતાની કલમની જાદુઈ શક્તિનું આ કથામાં આપણને ભાન કરાવ્યું છે. વાર્તાના વહેણમાં આગળ તણાતાં જ એ સમર્થ વાર્તાકારની શક્તિનો અચ્છો પરિચય આપણને થાય છે, અને એ વાર્તા મનને જે આહલાદ અને આનંદ આપતી જાય છે, તેથી હૃદ નાચી ઊઠે છે. આજે જ્યારે આપણે રાષ્ટ્રનું નવનિર્માણ કરવા બહાર પડ્યા છીએ, ત્યારે આવી વિશ્વકથાઓના સંક્ષેપો ખાસ જરૂરી બને છે. આપણે ત્યાં ગુજરાતમાં મહાત્માજી અને સરદાર સાહેબ જેવાની વિચક્ષણ દૃષ્ટિ અને પ્રેરણાથી ગુજરાતી ભાષા ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકારાઈ હતી. પરંતુ ગુજરાતની ધનિકશાહીએ નહેરુયુગની પ્રત્યાઘાતી નીતિના માર્મિક ટેકાથી, કોર્ટ કચેરીઓનો આશરો લઈ, ગુજરાતમાં જ્ઞાન-વિજ્ઞાન અને યંત્રવિદ્યાને માતૃભાષામાં પહોંચતાં અટકાવી દેવા માટેનો ઉધામો કર્યો છે. અલબત્ત, ધનિકશાહી, નોકરશાહી અને તેમના સાગરીતોનો એ પ્રયત્ન ગુજરાતનાં જ્ઞાનવિજ્ઞાનની પ્રગતિના હિતમાં નહોતો; કેવળ પોતાનો સ્થાપિત હિતવાદ Page #8 -------------------------------------------------------------------------- ________________ આગળ કરવા તથા ટકાવી રાખવાની દાનતથી કરાયો હતો, એ હવે સૌ કોઈ સમજી ગયું છે. જ્યારે દક્ષિણમાં અંગ્રેજી જેવી પરભાષાને રાષ્ટ્રભાષા તરીકે કામ કરવા માટે હુલ્લડો થયાં, ત્યારે જ નહેયુગમાં રંધાયેલા કેંગ્રેસના હાઈ કમાન્ડે પણ કંઈક ઝબકીને જાગીને દેશની બધી જ ભાષાઓમાં કામ કરવાના સાચા માર્ગે પ્રયાણ કરવાનો સંકલ્પ કર્યો છે. એટલે પ્રાદેશિક ભાષાઓ તેમનું સમુચિત સ્થાન પામી શકશે એવી આશા હવે બંધાય છે. આજના યુગમાં આવી કૃતિઓ વધુ ને વધુ લોકપ્રિય થતી જાય છે. યુરોપ અને એશિયાના બીજા દેશોમાં પણ ડિકન્સ, ભૂગો, ટૉલ્સ્ટોય ઇસાહિત્યસ્વામીઓ રસપૂર્વક પાછા ફરી ફરીને વંચાવા લાગ્યા છે. એ બતાવે છે કે, માનવ કલ્પનામાંથી ઉદ્ભવેલી સર્વોત્કૃષ્ટ કૃતિઓ એ સમગ્ર માનવજાતનો કાયમી વારસો છે. અને તેમાંય આવાં બધાં પરદેશી પુસ્તકો માતૃભાષા દ્વારા વાંચવા મળે છે, ત્યારે માના ધાવણ જેવાં વધુ મીઠાં – મધુરાં લાગે છે, એવો અનુભવ છે. સત્યાગ્રહ” સાપ્તાહિકના વિદ્વાન તંત્રી શ્રી. મગનભાઈ દેસાઈએ આ વાર્તા પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવા અમને પરવાનગી આપી, તથા એના આવકાર રૂપે આમુખ લખી આપવાની અમારી વિનંતી સ્વીકારી, એ બદલ એમના આભારી છીએ. તથા નવજીવન ટ્રસ્ટના કાર્યકરો તથા મિત્રો અને કલાકારોએ તેને સુંદર કલેવર પૂરું પાડવામાં મદદ કરી છે, તેમનો પણ અત્રે આભાર માનીએ છીએ. આ વિસ્તૃત ખર્ચાળ પ્રકાશનોની ફોગટ પ્રવૃત્તિમાં સાહસપૂર્વક કૂદી પડવા બાબત ઘણા શુભેચ્છક મિત્રોએ અમારી મીઠી ટીકા કરી છે. પરંતુ અત્યાર સુધી અમારાં પ્રકાશનોને અમારો રસિયા વાચકોએ જે ઉમંગથી આવકાર આપ્યો છે, તેથી ઉત્સાહિત બનીને ડિકન્સની આ ત્રીજી કૃતિ ગુજરાતી વાચકની સેવામાં રજૂ કરતાં અમને આનંદ થાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ છે આ મજેદાર અને સુંદર સંક્ષેપ સફળ રીતે ગુજરાતીમાં ઉતારીને "શ્રી. ગોપાળદાસ પટેલે ગુજરાતી વાચકની સેવા બજાવી છે, તે અમારી માન્યતામાં સુજ્ઞ વાચકો સહમત થશે, એવી આશા છે. સહૃદયી વાચકોને આ સંક્ષેપથી જે આહલાદ કે સંતોષ થાય, એ જ છેવટે તો આ પ્રકાશનકાર્યની ખરી કૃતાર્થતા હશે. તા. ૭-૭-૬૫ કોચરબ આશ્રમ, અમદાવાદ-૭ કમુબહેન પુત્ર છોપટેલ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક નિકોલસ નિકલ્બી” એ ડિકન્સની મોટી નવલકથાઓમાંની એક છે. અલબત્ત, ‘પિકવિક પેપર્સ” કે “ડેવિડ કૉપરફીલ્ડ” જેવી એક બે વિશેષ જાણીતી નવલકથાઓ ઉપરાંત, ડિકન્સની બીજી નવલકથાઓની વાત આપણા તરફ વિશેષ સાંભળવા મળતી નથી, એ ખરું. સાહિત્ય જગતમાં પણ લેખકની સૌથી સારી નવલકથા જ જાણીતી થઈ હોય છે, એમ હંમેશ નથી બનતું. ઉપરાંત ડિકન્સ જેવા મોટા લેખકની અનેક કૃતિઓમાંથી ‘સૌથી સારી” કહીને પસંદ કરવા માટે કોઈ બાહ્ય વાસ્તવિક માપદંડ ભાગ્યે જ હોઈ શકે. કારણ કે, ડિકન્સની દરેક નવલકથામાં પાત્રોનો મોટો મેળો કે જમેલો જ હોય છે. એ બધાં પાત્રોમાંથી અમુક પાત્ર કે પાત્રો અમુક નવલકથામાં સારી રીતે વર્ણવાયાં હોય, તથા બધાં જ પાત્રો કે પ્રસંગો એવી વિશિષ્ટ રીતે એક જ નવલમાં સફળ ચિત્રણ પામ્યાં ન હોય, એમ પણ બને. એટલે, ડિકન્સ જેવા લેખકોનાં તો બની શકે તેટલાં વધુ પુસ્તકો વાંચી શકાય તો વાંચવાં, એ જ તેમનો રસાસ્વાદ માણવાનો સારો અને સહીસલામત રસ્તો છે. ‘નિકોલસ નિકલ્બી” એ નવલકથા, એ દૃષ્ટિએ, અમુક પાત્રો અને પ્રસંગોની બાબતમાં અનોખી છે, અને ડિકન્સ જેવા સમર્થ કલાકારની શક્તિને જોબ આપે તેવી છે. વ્યાજખોર સ્વાર્થી રાલ્ફ અને ગ્રાઈડ જેવા માણસો સામે ચિયરીબલ ભાઈઓ જેવા સારા વેપારી નાગરિકો પણ રજૂ કરવામાં આવ્યા છે, જેઓનો સમાજના ધારણ-પોષણમાં ઓછો ફાળો નથી. વિયર્સ જેવા પામર માણસો, Page #11 -------------------------------------------------------------------------- ________________ જેઓએ કેળવણીના ધંધામાંથી બાળકો અને તેમના વાલીઓના શોષણનો જ માર્ગ શોધી કાઢયો હોય છે, તથા સ્નૉલી જેવા વાલીઓ, કે જે પરાયાં છોકરાંની માને તેની મિલકત ખાતર જ પરણ્યા હોય છે, અને પછી એ સાવકા છોકરાને આવા રાક્ષસોના હાથમાં સોંપી દઈને જ છુટકારો અનુભવે છે, – તે જેમ અહીં ચિત્રણ પામ્યા છે, તેમ નિકોલસ જેવા સમજદાર અને શક્તિશાળી જુવાનિયા પણ આ નવલકથામાં યથાર્થ સ્થાન પામે છે. તેઓ સમાજના પેલા અસુરો સામે જ્યાં ને ત્યાં અથડામણમાં આવતાં પોતાના જાન-માલની પરવા કરતા નથી, પણ પેલાઓનો સામનો કરવાનું કર્તવ્ય બજાવી છૂટે છે. જોન બ્રાઉડી જેવા ગામડિયા મિત્રો, ન્યૂમૅન નૉઝ જેવા હાલહવાલ બની ગયેલા શહેરી બાવાઓ, મિલ્સ જેવા નાટયકારો, પોતાના કોઈ સબળા સગાની આશામાં જ રાચતાં કેન્વિટ્ઝ જેવાં મધ્યમવર્ગી કુટુંબો, લૉર્ડ વેરિસૉફટ જેવા જુવાન નાદાનો, અને સર મલબેરી હૉક જેવા તેમને ફોલી ખાઈને જીવતા કીડાઓ – વગેરે વિવિધ પાત્રોનો મેળો આ નવલકથાને એક અનોખી મનોરંજકતા તથા બોધકતા આપે છે. ઘણાં વર્ષ પૂર્વે વાંચી હતી, ત્યારથી જ આ નવલકથા મનમાં ઘર કરી ગઈ હતી. અને તેથી પૂછનાર સૌ કોઈને ડિકન્સની નવલકથાઓમાં પહેલી આ વાંચવાની જ ભલામણ કરવાનું મન થતું. એટલે જ્યારે ‘ઑલિવર વિસ્ટ’ પછી ‘સત્યાગ્રહ’ માટે બીજી કોઈ વાર્તા પસંદ કરવાની થઈ, ત્યારે હિંમતપૂર્વક આ નવલકથા જ મેં સૂચવી. અને તંત્રીશ્રી તરફથી તેનો સ્વીકાર થતાં, ઘણાં વર્ષ પૂર્વે નિરધારી રાખેલા આ કામનો આરંભ થયો. આવી લાંબી વાર્તાઓ હપતે હપતે આપવાની થાય, અને તેય “સત્યાગ્રહ” જેવા રોજિદા રાષ્ટ્રીય પ્રશ્નોથી ધમધમતા સાપ્તાહિકમાં, ત્યારે સ્થળ-કાળનો અવકાશ તંગ રહે, એ સ્વાભાવિક છે. અને તેથી ઘણી વાર લખાયેલાં પ્રકરણોનું કદ સારી પેઠે કાપ્યા જ Page #12 -------------------------------------------------------------------------- ________________ કરવું પડ્યું છે. પણ તેથી વાર્તા રસ, કાર્ય, અને પ્રવાહિતાની દૃષ્ટિએ વધુ ઘન અને તેજ બની છે, એમ લાગ્યું. ઉપરાંત, દરેક હપતા વખતે, “સત્યાગ્રહ”ના તંત્રીશ્રીની ઝીણવટભરી તપાસ અને સુધારણાનો જે લાભ મળ્યો છે, તેનું મૂલ્ય તો મૂળ લખનાર તરીકે હું જ જાણી શકું. વાર્તા જ્યારે સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થતી હતી, ત્યારે બે પ્રકારના અભિપ્રાયો મળે જતા હતા. કેટલાક, જેમને ‘વાર્તા’ નામની વસ્તુ વિષે જ ચીડ હોય છે, તથા જેઓ પોતાના પૈસાની કિંમતના બદલામાં નક્કર માલ જ મળે એ જોવાની વૃત્તિવાળા હોય છે, તેઓએ આવી ‘હળવી વસ્તુને ‘સત્યાગ્રહમાં સ્થાન અપાતું રહેવા બદલ, અણગમો પ્રગટ કર્યો હતો. ત્યારે, બીજા કેટલાક વાચકોએ આવું ‘હળવું’ અપાતું રહે તથા થોડું વધુ અપાતું રહે, એવો ભાવ પણ દર્શાવ્યો હતો. પરંતુ, એક વર્ગ બતાવેલો અણગમો મને ખાસ કઠયો હતો: અંગ્રેજી ભણેલા, એટલે કે, અંગ્રેજીમાં આ નવલકથા વાંચી હોય કે વાંચી શકે તેમ હોય તેવા વર્ગ બતાવેલો અણગમો. તેઓનું કહેવું એમ હતું કે, અમે અંગ્રેજીમાં એ નવલકથા વાંચી છે કે વાંચી શકીએ છીએ; તો પછી અમને એ વાર્તા અમારા લવાજમના બદલામાં ગુજરાતીમાં વાંચવાની ફરજ શા માટે પાડવામાં આવે છે? જોકે, અંગ્રેજી ભણેલા બધા વાચકોએ, આ બધી નવલકથાઓ વાંચી જ હોય છે, એવું નથી. ડિકન્સ, હ્યુગો, ડૂમા વગેરેની મોટી મોટી નવલકથાઓ વાંચવાની ધીરજ સામાન્ય રીતે ઓછી જ બતાવાય છે, અને હવે તો ઇંગ્લેંડ અમેરિકાનાં બજારોમાં આ વાર્તાઓની આવૃત્તિઓ જ અદૃશ્ય થતી જાય છે! છતાં, આ પરદેશી નવલકથાઓને ગુજરાતી વાચકોને ફાવી શકે તેટલા વિસ્તારમાં ઉતારવામાં કોઈનો કશો ગુનો થતો હોય, એવું મને લાગતું નથી. અંગ્રેજી ભણેલા વર્ગો સામે મુખ્ય તહોમતનામું Page #13 -------------------------------------------------------------------------- ________________ ११ હોય તો તે એ જ છે કે, તેઓ અંગ્રેજી મારફતે મેળવેલા બધા જ્ઞાનની કબર જ પોતાને બનાવી મૂકે છે: તેમનું તે જ્ઞાન તેમની મારફતે પોતાની ભાષા દ્વારા પોતાના લોકોમાં ઊતરતું-સંચરતું નથી. એટલે હિંદુસ્તાનમાં થોડાક મૂઠીભર અંગ્રેજી ભણેલા લોકો છે, માટે હવે પરદેશી ભાષામાંથી કશું કોઈએ સ્વભાષામાં ન ઉતારવું – એ તો એ લોકોનો અતિ અઘરો ‘હુકમ ’ થયો ગણાય; અને તેને માથે ચડાવવા કોઈ તૈયાર થાય, એમ હું માનતો નથી. ઉપરાંત, મારો તો દાવો છે કે, પરદેશની સ-રસ વસ્તુ સ્વભાષામાં સારી રીતે ઉતારેલી વાંચવા મળે છે, તો અંગ્રેજી વાંચનારને પણ તેનો જુદી જ જાતનો નવો રસ મળે છે! પોતાની માતૃભાષાની મીઠાશ જુદી જ વસ્તુ છે; અને પરદેશી વિચાર પણ સ્વભાષા મારફત આવે, ત્યારે આપણને વધુ અવગત થાય છે—આપણા ચિત્તતંત્રમાં રચી-પચી જાય છે, એવો સામાન્ય અનુભવ છે. પાછલી ઉંમરે મેં આ બધી નવલકથાઓને ગુજરાતીમાં વિસ્તૃત સંક્ષેપ રૂપે ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે એ ભાવથી અને એ ભાવનાથી જ શરૂ કર્યું છે. અને જેમના અભિપ્રાયની મારે મને ખાસ કિંમત છે, તેઓએ એ પ્રવૃત્તિને સંમતિ આપી મને ઉત્તેજન આપ્યું છે, એ મારે માટે ખાસ આનંદની વાત છે. ગુજરાતી ભાષા જેમ જેમ ખેડાતી જાય છે, તેમ તેમ તેની કોઈ અનોખી મધુરતા અને શક્તિ પ્રગટ થતી જાય છે. ગુજરાતી લિપિ સંસ્કૃતાદિ લિપિઓનો સુંદરતમ વિકાસ છે, એમ હવે ઘણા તજ્જ્ઞો કબૂલ કરે છે. તેવું જ ગુજરાતી ભાષાના આંતરિક સૌંદર્ય અને તાકાતનું પણ છે. ગાંધીયુગે એ ભાષાના ખેડાણને જે વેગ આપ્યો છે, અને ગૂર્જરીના કેટલાક અનોખા સપૂતોએ તેને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બનાવી, તેને માટે ઉચિત ખેડાણનાં જે દ્વાર મોકળાં કરી આપ્યાં છે, તે લાભ દેશની બીજી કોઈ ભાષાને હજી મળ્યો નથી. તેથી વિકાસની બાબતમાં ગુજરાતી ભાષા સૌ દેશભાષાઓમાં સહેજે Page #14 -------------------------------------------------------------------------- ________________ આગળ રહી છે, અને રહો ! હિંદી વગેરે ભાષાઓમાં થયેલા તરજૂમાઓ જોતાં જ એ વાતની સૌ કોઈને ખાતરી થશે. અત્યારે કેટલાકો, ગુજરાતીના એ વિકાસને અંગ્રેજી ભાષાથી મળતી રોટીના લોભમાં આવી જઈ, પાછો પાડી દેવા પ્રવૃત્ત થયા છે; પરંતુ કેટલાક લોકોનું માત્ર પેટ, બહુજનો માટે હિતકર અને આવશ્યક બાબતોની ઉન્નતિ અને પ્રગતિની આડે હંમેશ આવી શકે, એમ કદી બન્યું નથી અને બનવાનું નથી. ગુજરાતના કરોડો પોતાની રોટી માત્ર અંગ્રેજી વડે નથી મેળવતા, એ હકીકત છે, અને કોઈ પણ આઝાદ પ્રજાએ મેળવી હોય, એવું બનેલું નથી. ગુલામ પ્રજાઓના કેટલાક માટીપગાઓ જ પોતાને ગુલામ બનાવનારની એવી ખુશામતથી ફાવી ગયેલા અને ફાવતા હોય છે, એ જુદી વાત! પરિવાર પ્રકાશન સંસ્થાએ આ એક સુંદર યશસ્વી પ્રવૃત્તિ ઉપાડી છે. તેમાં જોડાવાનો મને યત્કિંચિત્ લાભ મળ્યો, તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. ગોપાળદાસ જીવાભાઈ પટેલ Page #15 -------------------------------------------------------------------------- ________________ જ છે ૦ m = ૫૧ અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન પ્રાસ્તાવિક न मे भक्तः प्रणश्यति મગનભાઈ દેસાઈ પાત્રસૂચિ ૧. જેમાં સૌની પિછાન થાય છે ૨. પૈસાનાં સગાં! ૩. કેળવણીકારતું પત ૪. નિકોલસ નોકરીએ જાય છે ૫. કેળવણીની દુકાન ૬. શાળાને વાલી-દિન ૭. નિકેલસના ભાવ ૮. મિસ ફેનને મને રથ ૯. પ્રેમ-ભૂખ્યાંની પાટી ૧૦. નિકોલસ પછી કેટની વારી ૧૧. મેડમ ઍન્ટલિની ૧૨. ફેની ને નિકોલસ ૧૩. માઈક ! ૧૪. નવ દિવસ ! ૧૫. બંધન અને બળવો ૧૬. લંડનને માર્ગે ૧૭. મિ ઝનું ઘર ૧૮. મિ. નોઝના પણ ૧૯. નોકરીની શોધમાં ૨૦. નોગ્ય કામ સૂચવે છે ૨૧. મિસિસ મેટેલિનીની દુકાન ૨૨. કેટ નિકલ્બીનું કામ ૧૦૦ ૧૦૬ ૧૧૩ ૧૧૪ ૧૧૭ १३ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ૧૩૧ ૧૩૯ ૧૪૫ ૧૪૮ ૧૫૪ ૧૬૦ ૧૬૫ ૧૭૦ ૧૭૫ ૧૭૯ ૧૮ર ૧૮૫ ૧૮૭ ૧૮૯ ૧૯૩ ૨૩. પાજીનું નિમંત્રણ ૨૪. પાછ અને દેજો ૨૫. મેડમ મેટેલિનીનું દેવાળું ૨૬. નવી નોકરી ૨૭. નિકેલસ નવું પાનું ખેલે છે ૨૮. નાટક કંપની ૨૯. નિકોલસનું નવું કામ ૩૦. લગ્ન કે ગાળિયે ? ૩૧. છોકરીઓના શિકારીઓ ૩૨. અગ્નિપરીક્ષા ૩૩. નિલસની ચિંતાઓ ૩૪. બીજે વેરી ૩૫. લંડનથી તાકીદી તેડું ૩૬. બે ભલાં મિત્રજન ૩૭. અકસ્માત ૩૮. નવા સવાલ ૩૯. મધુર અકસ્માત ૪૦. “ચિચરીબલ બ્રધર્સ” ૪૧. મિ. લિલીવીકને “કુટુંબને સંદેશે ૪૨. ટિમ લિંકિનવટરની વરસગાંઠ ૪૩. સ્માઈકનું અપહરણ ૪૪. બ્રાઉડી આવી ચડડ્યો ! ૪૫. પ્રેમ-પંથ ૪૯. વિચિત્ર સંમિલન ! ૪૭. મિ. કૅક ચિયરીબલ ૪૮. મુલાકાતો : ગમતી-અણગમતી ૪૯. સ્માઈકનો બાપ ! ૫૦. નિકેલ નું નવું કામ ૫૧. મેડલીનને ઘેર પર. બે વ્યાજખેર ૫૩. લગ્નની સોદાગરી ૨૦૦ ૨૦૬ ૨૧૩ ૨૧૫ ૨૧૮ ૨૨૩ ૨૨૯ ૨૩૫ ૨૪૨ ૨૪૯ ૨૫૬ ૨૬૩ ૨૬૭ ૨૭૧ ૨૭૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ १५ ૫૪. નિકાલસના મહેમાન-મિત્રો ૫૫. લઁ। રિસોટના દેહાંત ૫૬. વરરાજા ૫. અવનવી મુલાકાતે ૫૮. ફરી પાછા લેલીવીક ૫૯. નિકાલસ મેડલીનને મળ્યા ૬૦. નિકાલસ અને ગ્રાઈડ લગ્નને દિવસ ૫૧. ૬૨. મેડલીન અને કેટ ૬૩. ગ્રાઈડને ત્યાં ચારી ! ૬૪. રાલ્ફ ચારની તપાસમાં ૬૫. રાલ્ફ વિયર્સની મદદ લે છે ૬૬. સ્માઈકનું મૃત્યુ ૬૭. પાપના ઘડ ૬૮. બ્રૂકરનું કબૂલાતનામું ૬૯. ભાઈ તેવી બહેન ૭૦. રાહ્કના અંત ૭૧.સૌ સારું જેનું છેવટ સારું ૭૨. ડેાથોય્ઝ એકેડેમીના અંત ઉપસંહાર ચિત્રસૂચ ૧. મિ સ્કિવયર્સ: સ્કૂલ માસ્તર ર. શાળાના ગંધક-દ્રિત ૩. મિસ લા ક્રીવી કેટનું ચિત્ર દોરે છે ૪. મિ॰ આલ્ફ્રેડ મૅન્ટલિની ૫. નિકાલસને ઝપાટા ૬. ન્યૂમૅન નૉગ્સ ૨૦૨ ૨૮૫ ૨૯૦ ૨૯૩ ૨૯૭ ૩૦૦ ૩૦૪ ૩૦૬ ૩૧૩ ૩૧૫ ૩૧૭ ૩રર ૩૨૭ ૩૩૦ ૩૩૯ ૩૪૮ ૩૫૫ ૩૫૮ ૩૬૫ ૩૬૯ ♠ ♠ ૩ ૪ ૪ ૯૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ૧૫૦ ૨૧૬ ૨૫૯ ૨૬૭ ૭. નિકોલસ કેન્વિઝ કુટુંબમાં શિક્ષક તરીકે : બાજુમાં મિસ પેટેકર અને લિલીવીક છે ૮. નિકોલસ કમલ્સના પુત્રની પટાબાજી નિહાળે છે ૯. નિકોલસનું લખાણ ટિમ લિંકિનવોટર પાસ કરે છે ૧૦. મિ. લી પુત્રને પાછો મેળવી ભગવાનને આભાર માને છે ૧૧. નિકેલસ મેડલીન બ્રેને ઘેર ૧૨. ગ્રાઈડ રાફ આગળ પોતાના લગ્નને નિરધાર રજૂ કરે છે ૧૩. રાલ્ફ અને ગ્રાઈડના દેખતાં નિકોલસ મેડલીનને ઉપાડી જાય છે ૧૪. વિચર્સ અને પેગ ડોસી ગ્રાઈડના કાગળો બાળે છે ૧૫. સ્માઈક બૂકરને જોઈ ચુંકી ઊઠે છે ૧૬. સ્માઈકની કબર આગળ તેનાં ભાંડુઓ ર૭ર ૩૧૨ ૩૨૫ ૩૨૮ ૩૭૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ न मे भक्तः प्रणश्यति સત્યાગ્રહ' પત્રમાં હપતાવાર પ્રસિદ્ધ થયેલી આ સર્વ-સુભગ, અને સુરમ્ય એવી સનાતન માનવ-કથા પુસ્તક રૂપે પ્રગટ થાય છે, તે આવકારપાત્ર લેખું છું. એમાં ‘સપત્રની પણ અમુક કૃતાર્થતા સમજું છું કે, આવી એક ઉમદા ચીજને સાહિત્યમાં ઉતારી આપવામાં તે નિમિત્ત-કારણ બની શક્યું. ૧૯ત્મા સૈકાના યુરોપના મહાન કથાકારોમાં ટૉલ્સ્ટૉય, ભૂગો, ડૂમા, અને ડિકન્સ જેવાઓ અગ્રગણ્ય જાણીતા છે. તે દરેકને પોતપોતાની ખાસિયત છે. તેમાં ડિકન્સ એ રીતે પોતાની નિરાળી ભાત પાડે છે કે, અમર માનવતાની ઉપાસના અર્થે તે શાંત સૌમ્ય રસની આરાધના જે રીતે કરે છે, તે દિલને તેની મધુરતાથી બસ તરબોળ કરી દે છે! આમ તો એ ચારે લેખકો, પોતપોતાની રીતે છતાં, એક સનાતન માનવતાના ભક્તો છે. પણ તેની આરાધનામાં તેઓ અનોખા છે; પ્રેમશૌર્યને અર્થે ધસમસતાં પાત્રો દ્વારા વ્યક્ત થતો ડૂમાનો માનવવીરતાનો અનુરાગ; હ્યુગોનો ક્રાંતિને અર્થે તલસતો છતાં ઉકળાટ કરાવતો કરુણાકંદ; સનાતન માનવ ઇતિહાસની ક્રાંતિ નિહાળતી ટૉલ્સ્ટોયની આર્ષદૃષ્ટિ અને પુણ્ય પ્રકોપ;- ઇ૦ એમની વિશેષતાઓ આગળ, માનવ જીવનનાં કળા અને કાવ્યમાંથી તેનો શાંતરસ પકડતી ને તેની આરાધના કરતી ડિકન્સની મધુર શક્તિ એને જુદી જ ભવ્યતા અપે છે. આ કથા ડિકન્સની એ વિશેષતાનો કાંઈક પુરાવો આપે એવી છે. તે અને “ઓલિવર ટ્વિસ્ટ' બે મળીને, બ્રિટિશ વેપારશાહી સામ્રાજ્ય જે નવો ઇંગ્લિશ સમાજ પેદા કર્યો અને રચ્યો, તેમાં Page #20 -------------------------------------------------------------------------- ________________ * ૨૮ બાળક ટ્વિસ્ટ અને યુવક નિકોલસની કેવી દશા થઈ, તેનું તાદૃશ . ચિત્ર આપે છે. ટ્વિસ્ટને મળતું આજન્મ-દુ:ખી બાળક આ કથામાં પણ છે: સ્માઈક. કેવું કરુણ, દુ:ખમય, વિષાદગ્રસ્ત પાત્ર! પણ કેવો અખૂટ પ્રેમ-અંશ તે ધરાવે છે! જીવલેણ વિષાદમાં પણ તારક પ્રેમ-સ્વભાવ કેવો જળહળે છે! સ્માઈક વિષેય એક ગંભીર અર્થપૂર્ણ ગુપ્તતા ઠેઠ સુધી ચાલે છે; જે છેવટે એક-ઝલકે છતી થાય છે! અને તેમ થાય છે ત્યારે, તેનો જ બાપ રાલ્ફ એક બાજુ પોતાના ભત્રીજા નિકોલસનો કટ્ટર શત્રુ છે એટલું જ નહિ, તેથીય ચડે છે! – બીજી બાજુ પોતાના જ ફરજનનો એ ક્રૂર કસાઈ છે, એમ પકડાતાં, રાફના પાત્રની રાક્ષસી દારુણતા સમજાય છે! તેથી જ તેના પાપનો ઘડો ફૂટે છે ત્યારે તેના પ્રત્યે જરાય દયાની લાગણી પણ નથી થતી ! કર્યું તેવું ભર્યું! બીજું શું? પરંતુ આ કથા ટ્વિસ્ટ જેટલી ઉંમરના – જન્મ ને બાળપણથી રખડી ગયેલા છોકરાની નથી; પિતા મરી જતાં, યુવાવસ્થામાં અસહાય બનેલા યુવક નિકોલસની વાત આ છે, જેમાં પોતાની માતા અને બહેનની ઇજજતભેર જવાબદારી અદા કરવા નીકળેલો યુવક દેખાય છે. અને નિકોલસ જો આ કથાનો સૂર્ય છે, તો તેની બહેન કેટ, આ કથાકારની ચંદા પેઠે, મધુર શીતલતા વર્ષાવે છે. કુદરતી ખાનદાની અને સહજ સુશીલતા ભાઈ બહેનમાં જેવી છે, તેનો જ પડઘો તેમના ભાઈ સમા સ્માઈકમાં છે; – પણ ‘કાકા-પિતા’ રાફમાં વેપારશાહીએ જગવેલી નઠોર ધનલોભવૃત્તિની સાક્ષાત્ મૂર્તિ જોઈ લો! આવાઓ વડે જ યુરોપનો જલમખોર સામ્રાજ્યવાદ સરજાયો હશે ને? | નિકોલસને ડિકન્સે પવિત્ર સાંપ્રદાયિક ખ્રિસ્તી તરીકે નથી ચીતર્યો: ૧૯મા સૈકામાં યુરોપના વિજ્ઞાનયુગે નિરૂપેલા માનવ આદર્શનો Page #21 -------------------------------------------------------------------------- ________________ १९ બ્રેન્ટમૅન તેને બતાવ્યો છે. તેની તુલનામાં ‘લૉર્ડ ’ અને ‘સર ’ને રજૂ કરીને તેને અનોખો ઉઠાવ આપ્યો છે. પ્રેમભાવ, નેકદિલી, સૌજન્ય, વીરતા, સ્રીદાક્ષિણ્ય, મૈત્રી, કૃતજ્ઞતા, પ્રેમળ ભ્રાતૃત્વ, અને વડીલો પ્રત્યે સ્વતંત્ર આજ્ઞાંકિતતાનો ભાવ – આવા આવા ગુણો જો ધર્મનું હાર્દ હોય, તો તે અર્થમાં નિકોલસ ધર્મવાન છે. અને એ બધા ગુણોને, નિકોલસ તેની બહાદુરી, હિંમત, નીડરતા, તેમ જ પ્રામાણિક ઉદ્યમિતા તથા કર્મકુશળતા ઇ૦ વડે જે ઓપ આપે છે, — તેથી પેલા ભાવો મિણવત્ જે ચળકાટ પામે છે, તે આ વાર્તાનો મહા રસિક અંશ છે. તે વડે કથાકારની પીછી માનવ ચારિત્ર્યના હાર્દનું એક ઉમદા ચિત્રણ આપે છે. તેમાંય પોતાની વસ્તુ કે વાતની સત્યતા પર મુસ્તાક રહીને, બસ નિકોલસ ઝૂઝે જ છે! ગમે તેવા ખતરનાક અવ-સંજોગોમાં પણ, પરિસ્થિતિ-વશ થઈને માંડવાળ કે નરમાશનું ડહાપણ તે નથી સમજતો; સહજસ્ફૂર્તિથી કરવા જેવું લાગે તે સત્ય સાહસકર્મ કરે જ છે! એવી એની સત્યવીરતા જોઈને તેને માટે માન ઊપજે છે. અને જ્યારે છેવટે તે બધામાં થઈને હેમખેમ નિકોલસ પાર પડે છે, અને કાળાંઘેરાં વાદળોમાંથી સૂર્ય બહાર આવે એમ અંતે કથાનું મંગળ ભરતવાકય-વસ્તુ આવે છે, ત્યારે પ્રભુની પેલી બિરદવાણી મનમાંથી તરત સ્ફુરે છે— कौंतेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति । ધર્મજીવનના અ` સમી મનુષ્યની સત્યપરાયણ શીલ-ભક્તિ કદી તર્યા વિના ન રહે! નિકોલસની કથા આ ાદ્ધા પ્રેરે છે. આવી. સુરમ્ય માનવધર્મી કથા ગુજરાતીમાં ઊતરે છે, તેને ધન્ય વસ્તુ માનું છું; તેનો હૃદયપૂર્વક આવકાર કરું છું, અને સંપાદક પ્રકાશકને તે માટે ધન્યવાદ આપું છું. ૧-૭-’૬૫ મગનભાઈ દેસાઈ Page #22 -------------------------------------------------------------------------- ________________ પાત્રમૂચિ ઍડલ્સ, કેપ્ટનઃ લે વેરિફિટના સર મલબેરી હોકની સાથેના દ્વ યુદ્ધમાં સેકંડ” તરીકે ઊભે રહેલો મિત્ર. એડવિન, મિ. જુઓ ચિચરીબલ, એડવિન. કેટ નિકબીઃ નિકોલસની બહેન. ફ્રેંક ચિચરબલને પરણે છે. કૅન્ડિઝ, મિ. એક મધ્યમવર્ગી ધંધેદારી; પિતાની પત્નીના સગા લિલી વીકના વારસાને લોભી. કૅન્ડિઝ, મિસિસ સરકારી પાણીવેરો ઉઘરાવનાર મિલિલીવીકની સગી. કેઃ વિયર્સની નિશાળને એક છોકરે. કમલ્સ, મિ: નાટકપનીને માલિક. નિકોલસ અને સ્માઈક તેની કંપનીમાં જોડાય છે. કાઉલ,મિત્ર નેઝને પડેલી. ઝબકી, મિ: પાર્લમેન્ટના સભ્ય. નિકેલસ તેમને ત્યાં નેકરી શોધવા ગયે હોય છે. પ્રેમાર્શઃ સ્કિવયર્સની નિશાળને એક છોકરે. ચાઈડઃ રાહુ જે લંડનને વ્યાજખોર. મેડલીન એને પરણવાનું સલ્ફની મદદથી ગોઠવે છે. તેની ઘરકામ કરનારી બાઈ પેગ ડેસી તેના કાગળ ચોરી જાય છે. ચાટર્સ, મિઃ જુઓ ચિયરીબલ, ચાર્લ્સ. ચિયરીબલ, એડવિનઃ “નેડ” નામે ઓળખાતા ચાર્લ્સ ચિયરીબલના જોડિયા ભાઈ. ચિયારીબલ, ચાર્લ્સઃ બે જોડિયા ભાઈઓમાંના એક. નિલસને તેમની સાથે પરિચય થાય છે. પછી તે તેમની પેઢીમાં જોડાય છે. શિયરીબલ બ્રધર્સ ચાર્લ્સ અને એડવિન એ બે જોડિયા ભાઈ એની જર્મની સાથે વેપાર કરતી પેઢી. જાન્સનઃ કમલ્સની નાટકકંપનીમાં નિકોલસે ધારણ કરેલું નામ. Page #23 -------------------------------------------------------------------------- ________________ ટિમ લિંકિનવોટર ચિયરીબલ-પેઢીને વિશ્વાસુ મુનીમ. છેવટે મિસ લા કીવીને પરણે છે. . ઢાંમ નેકરીઓ શોધી આપનાર જનરલ એજન્સી ઓફિસને ઈચ્છી કારકુન. ટોરિકસઃ સ્કિવચર્સની નિશાળને એક છોકરે. ટ્રિમર્સ, મિ. એક સમાજસેવક ચિયરીબલ ભાઈ એ તેના પ્રશંસક છે. નિકબી, મિઃ નિકોલસના પિતા; રાલ્ફના નાના ભાઈ. સટ્ટામાં પાયમાલ થઈ ગુજરી જતાં, તેમની વિધવા, બે છોકરાં સાથે લંડન રાલ્ફને આશરે શેલતી આવે છે. નિક, મિસિસઃ નિકોલસની માતા, વિધવા થતાં પુત્ર-પુત્રીને લઈ રાલ્ફનું શરણું શોધતી લંડન આવે છે. નિકોલસ નિકીઃ રાફ નિકલ્ટીના નાના ભાઈને જુવાન પુત્ર; કેટ તેની બહેન. રાહુની સાથે શરૂઆતથી ઝઘડી પડે છે. આ કથાને નાયક. નિમેટા કમસઃ બાલપ્રતિભા તરીકે ઓળખાવવામાં આવતી કમલ્સની પુત્રી. નંગ, મિસઃ મેડમ મેન્ટલીનીની દુકાનમાં મુકાદમ જેવી બાઈ. છેવટે દુકાનની માલિકણ બને છે. કેટ તરફ ઠેષભાવ રાખે છે. નેડઃ જુઓ ચિયરીબલ, એડવિન. નઝ જુઓ ન્યૂમૅન નોઝ. મૅન ઑઝઃ રાહુની ઑફિસને એકમાત્ર નેકર. પહેલાં સંગ્રહસ્થ જે હોય છે; પછી દારૂની લતે ચડીને તથા રાલ્ફના પંજામાં સપડાઈ પાયમાલ થાય છે. નિકોલસને મિત્ર બને છે. પાઈકઃ સર મલબેરી હકને ખાંધિયે. પગ ડેસીઃ ગ્રાઈડનું ઘરકામ કરનારી બાઈ. ગ્રાઈડ પરણવાને થતાં તેના કાગળ ચેરી નાસી જાય છે. પેટાકર, મિસઃ લંડનની નાટયશાળાના ફાયરબ્રિગેડના માણસની પુત્રી. પતે પણ નટી બને છે. મિ. લિલીવીક સાથે પરણે છે. પછી બીજા સાથે નાસી જાય છે. લકઃ સર મલબેરી હૉકને ખાંધિય. Page #24 -------------------------------------------------------------------------- ________________ ફેની સિકવયર્સની જાડી કદરૂપી કરી. નિકેલસ ઉપર પ્રેમનજર નાખે છે. નિષ્ફળ નીવડતાં તેની દુશમન બની રહે છે. સેલેરઃ કમલ્સની નાટકપનીને એક નટ. કૅન્ક ચિયરીઅલઃ ચિયરીબલ-ભાઈઓને ભાણેજ. નિકોલસ જેવા ખુશ નુમા સ્વભાવને યુવાન છેવટે નિલસની બહેન કેટને પરણે છે. બને, મિત્ર: રાલ્ફ નિકબી સાથે મફિન-કેક કંપનીના ભાગીદાર. બાલ્ડરઃ સ્કિવયર્સની નિશાળને એક છોકરે. બાઉડી, જૉનઃ ર્કશાયર તરફને એક દોલો ભલો ગામડિ. નિકોલસને મિત્ર; કૅનીની બહેનપણું મટિલ્ડા પ્રાઇસ સાથે પરણે છે. બ્રકરઃ રાલ્ફને જૂને નોકર. તેણે નાનપણમાં રાલ્ફના પુત્ર (સ્માઈક)ને | ગુમ કર્યો હોય છે. મટિડા પ્રાઈસ ફેનની સહિયર; જૉન બ્રાઉડી સાથે પરણે છે. મેડલીન બેઃ વોલ્ટર બ્રે નામના એક દેવાળિયાની પુત્રી. નિકોલસને છેવટે પરણે છે. ચાર્લ્સ ચિયરીબલ એક વાર જેની સાથે પરણવા ઇચ્છતા હતા તે સ્ત્રીની પુત્રી. મેંટ્યૂઝઃ મિગ્રેઝબરીને નોકર. મેંઠુ પક૨, સરઃ મફિન-કેક કંપનીની સભાના પ્રમુખ. મેંન્ટેલિની, મિ: મૂળ નામ મુંટલ પણ કપડાંના ધંધાને ગ્ય લાગતું વિદેશીકરણ કરેલું છે. ઉડાઉપણાથી દુકાનને દેવાળું કઢાવે છે. મૅન્ટેલિની, મૅડમ કપડાં સીવનાર દુકાનની માલિકણ; મિ. કૅલિની નામના એક રંગીલા જુવાનને પરણું તેના ઉડાઉપણાથી પાયમાલ થાય છે. મેંટઝઃ કિવચર્સની નિશાળને એક છોકરો. મલિનઃ કેન્વિઝની પુત્રી. રાફ નિકબીઃ નિકોલસને કાકે. નાનપણમાં ગુમ કરાયેલા સ્માઈકને બાપ. મેટો વ્યાજખેર. પિતાના ભાઈના કુટુંબને આશરે આપવાને બદલે તેને બરબાદ કરવા તાકે છે. લા કીવી, મિસઃ એક ચિત્રકાર બાઈ; તેના મકાનનો ભાગ નિકોલસની વિધવા માતા પહેલવહેલી લંડન આવે છે ત્યારે ભાડે રાખે છે. નિલસના પ્રત્યે સભાવ રાખે છે. ટિમ લિંકિનૉટરને પરણે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ લિલીવી, મિ. પાણી ઉઘરાવનાર અમલદાર. કૅન્વિઝ કુટુંબ ઉપર પિતાના વારસાને કારણે પ્રભાવ દાખવે છે. છેવટે મિસ પેટકરને પરણુને દુઃખી થાય છે. લેવિલઃ ક્રમલ્સની કંપનીને નટ. નિકોલસ જોડે લડી પડે છે. વિટિફલ, મિસિસઃ કેટ જેને ત્યાં નોકરીએ રહે છે, તે તવંગર અને અતિ કલારસિક દેખાવાનો પ્રયત્ન કરતી બાઈ. વેર્ફોર્ડ રિકવયર્સઃ સ્કિવયર્સને નાને જાડિયે તોફાની છોકરે. રિસોફટ, લેઉં ફેંડરિકઃ એક નાદાન જુવાન. સર મલબેરી હોક જેવા ખુશામતિયાના હાથમાં પાયમાલ થાય છે. છેવટે તેને હાથે કંકયુદ્ધમાં માર્યો જાય છે. કેટના ઉપર લટ્ટ બન્યો હોય છે. વોટર બેઃ મેડલીનને લોભી, ઉડાઉ, દેવાળિયે બાપ. ગ્રાઈડને પિતાની દીકરી વેચવાનું નક્કી કરે છે. પણ છેવટની ઘડીએ મૃત્યુ પામતાં યોજના નિષ્ફળ જાય છે. સ્કિવયર્સ, મિસિસઃ સ્કિવયર્સ માસ્તરની પત્ની બહુ કડકપણે છોક રાઓ ઉપર શાસન ચલાવે છે. કિવયર્સ, વેકફેર્ડઃ ર્કશાયરને સ્કૂલમાસ્તર, કંસ, ક્રુર માણસ છે. છોકરાઓને સતાવવા અને શોષવા એ તેને ધંધે છે. રાલ્ફને મળતિયો છે. નિકેલસ સાથે તેને ઝઘડો થાય છે. છેવટે જેલભેગે થાય છે. સ્નફિમ, સર હુમલીઃ ફેમિલી-દાક્તર, તવંગરોના. નેવેલેસી, મિસઃ કમલ્સની નાટક કંપનીની ટી. મિસ પેટકરની ઓળખીતી. સ્તોલીઃ એક લોભી માણસ; છોકરાંવાળી વિધવાને તેની મિલક્ત માટે પરણીને, તેનાં જૂનાં છોકરાંને વિયર્સને સેંપી દે છે. રાલ્ફના કાવતરામાં ભળી સ્માઈકના બાપ તરીકે રજૂ થાય છે. માઈકઃ કિવયર્સ માસ્તરને ત્યાં સેંપાયેલ અનાથ છોકરે. તેને બહુ ત્રાસ અપાય છે, તેથી નિકોલસ તેના પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. ખરી રીતે તે નાનપણમાં બ્રેકરે છુપાવેલ રાલ્ફને પુત્ર હોય છે. હોક, સર મલબેરીઃ જુવાન અમીર-ઉમરાવની ખુશામતથી તથા તેમને સાવીને જીવનાર માણસ. કેટને ફસાવવા મથે છે. Page #26 --------------------------------------------------------------------------  Page #27 -------------------------------------------------------------------------- ________________ નિકાલસ નિકલ્મી [ચાર્લ્સ ડિકન્સ કૃત નવલકથા કરણી તેથી ભરણી ”] Page #28 --------------------------------------------------------------------------  Page #29 -------------------------------------------------------------------------- ________________ જેમાં સૈની પિછાન થાય છે લંડનના ગોલ્ડન સ્કર્વે વિભાગમાં. મિત્ર રાફ નિકલ્ટીની “ઑફિસ” આવેલી હતી. જોકે, તે વેપારી હતો, બૅન્કર હતો, વકીલ હતો, ધંધેદારી હતો કે શું હતો, એ પહેલી નજરે કહેવું મુશ્કેલ હતું; પરંતુ ગોલ્ડન સ્કવૅરમાં તે એક વિશાળ મકાનમાં રહેતો હતો, અને તેના દરવાજા ઉપર તેમ જ બારણા ઉપર ‘ઑફિસ’ શબ્દ કોતરેલી તખ્તી હતી, એ હકીકત હતી. ઉપરાંતમાં એ અંગે વધુ ખાતરીદાયક દાર્શનિક પુરાવો જોઈએ તો એ હતો કે, સાડા નવથી પાંચ વાગ્યા સુધી એક લઘરવઘર માણસ રવેશના એક ખૂણે કઠણ સ્કૂલ ઉપર આવીને બેસતો; અને જયારે બહારથી કોઈ ઘંટ વગાડતું, ત્યારે બારણું ઉઘાડતી વખતે તેના કાન ઉપર અચૂક એક કલમ ખોસેલી જોવા મળતી. અલબત્ત, શહેરનો આ આખો લત્તો “ઠંડો’ પડી ગયો હતો. ઘણાંખરાં મકાનોનો મોટો ભાગ હવે ભાડે અપાતો હતો; અને એ ભાડવાતો પણ મુખ્યત્વે નટ-નટીઓ કે ગાયક-વાદક વર્ગના માણસો હોતાં. આ વર્ગનાં માણસોનાં મોં ઉઘાડાં જ રહે છે: નવરાં ફરતાં હોય ત્યારે ગાવા માટે, અને વધુ નવરાં પડયાં હોય ત્યારે જોરથી ધૂમ્રપાન કરવા માટે. પરિણામે, આખો લત્તો ધુમાડાથી અને ગીતોના ગણગણાટથી જ ગૂંગળાયેલો રહેતો. એક દિવસે સવારે રાફ નિકલ્દી બહાર જવા માટે તૈયાર થઈને બેઠો હતો; અચાનક તેણે પાસેના મેજ ઉપર ઉઘાડો પડેલો હિસાબી ચોપડો બંધ કર્યો અને પોતાના ગુમાસ્તાને પાસે બોલાવ્યો. Page #30 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ વિકલ્પી . ' “સાડા-બાર વાગ્યા, નૉઝ?” “બાર ઉપર પચીસ મિનિટથી વધારે નહિ–” નૉઝ ‘ટાવરના જાહેર ઘડિયાળ પ્રમાણે” એમ કહેવા જતો હતો, પણ પછી ઝટપટ સુધારી લઈને બોલ્યો, “રોવર વખત પ્રમાણે.” “અત્યારે હું “લંડન ટૅવર્ન' તરફ જાઉં છું.” જાહેરસભા છે?” મિત્ર નિલ્બીએ ડોકું હલાવી હા પાડી, અને ઉમેર્યું, “સૉલિસિટર તરફથી એક ગીરોખતના કાગળો આવવાના છે. જે આવશે જ, તો તો બે વાગ્યાની ટપાલમાં જ આવશે. લગભગ તે અરસામાં જ હું શહેર બહાર ચૅરિંગ-કૉસને રસ્તે પગપાળો જવા ઊપડીશ. જો કાંઈ કાગળ-પત્ર આવી જાય, તો લઈને ત્યાં આવજે, અને મને આપી જજે.” આ વાતચીત પૂરી થઈ, એટલામાં જ કોઈએ બારણાનો ઘંટ વગાડ્યો. “શું કહેવાનું? ઘરમાં છો, એમ?” “હા.” “દરેકને?” હા.” ટૅક્સવાળાને પણ?” “ના, તેને તો પર આવવા કહેવું.” પોતે ધાર્યા મુજબ જવાબ મળ્યો તેનો સંતોષ દર્શાવવા નૉઝે પોતાની દશે આંગળીઓના ટચાકા એક પછી એક ફોડ્યા. આવનાર મિત્ર બૉને હતા. તે ભારે ઉતાવળમાં અંદર ધસી આવ્યા. “ચાલો, ચાલો, મહેરબાન, બહાર ઘોડાગાડી તૈયાર છે. સર મૅથ્ય પપ્પર પ્રમુખસ્થાન લેશે, અને ઓછામાં ઓછા ત્રણ Page #31 -------------------------------------------------------------------------- ________________ જેમાં સૌની પિછાન થાય છે એમ: પી. લાકો (પાર્લમેન્ટ-સભ્યો) સભામાં હાજર રહેવાના છે. હું ત્રણેને મળીને – અરે, તૈયાર કરીને – સીધો ચાલ્યો આવું છું.” “તો તો બહુ સારું ગોઠવાયું કહેવાય; ‘યુનાઇટેડ મેટ્રોપોલિટન સુધરેલી ફિન-કેક અને નિયમિત ડિલીવરી કંપની'ના શૅરોના ભાવ ઠેકડા ભરવા લાગશે, એ નક્કી.” 66 ‘હા, હા, સભાસ્થાન કયારનું ઊભરાઈ ગયું છે. ઠરાવમાં આપણે ઉઘાડેછોક જણાવ્યું છે, અને અરજીમાં આપણે વિસ્તારથી કહેવાના છીએ કે, રાજધાનીની મફિન-કેક-સપ્લાયની પરિસ્થિતિ કરુણાજનક છે: શહેરોના કેટલાય વિસ્તારોમાં ઉત્તમ, ગરમાગરમ મફિન-કેકનાં દર્શન દોહ્યલાં છે; એની ‘ડિલીવરી’ કરનારા છોકરાઓની સ્થિતિ એવી કંગાળ છે કે, એવા હાથોથી પહોંચાડાતી કંગાળ ફિન-કેક લોકોના શારીરિક, માનસિક અને નૈતિક અધ:પાત સરજી રહી છે. લંડનના કેટલાય ગરીબ વિસ્તારોમાં, વરસના આદિથી અંત સુધીમાં, મફિન-કેકનું નામ પણ સાંભળવા મળતું નથી. મફિન-કેક વેચનારાઓમાંના ઘણા દારૂડિયા, વ્યભિચારી અને સ્વચ્છંદી જણાયા છે. એ ઉપરથી જ એ વેપાર કેવા હાથોમાં જઈ પડયો છે તે સમજાશે. મફિન-કેક ખાનારાઓ પણ એ પોષક નિર્દોષ વાની સારી ન મળતી હોવાથી અવનીમાં એવી જ વવીકો અપનાવતા જાય છે, એ ઉઘાડું છે. આ કંપની એ કથળેલી અને વણસેલી પરિસ્થિતિને એકદમ સુધારાની ટોચ ઉપર લાવી દેવાના હેતુથી જ સ્થાપવામાં આવી છે — “દશ દશ પાઉંડનો એક એવા પાંચ લાખ શૅરોની મૂડીવાળી આ કંપનીને પરવાનગી આપવી, ટેકો આપવો, અને ઉત્તેજન આપવું, એ તેથી કરીને, સરકારની સૌથી પ્રથમ કોટીની ફરજ છે તેનું કર્તવ્ય છે – તેનો ધર્મ છે. ’’ રાલ્ફ આખો ચહેરો ભરી કાઢનું હાર્દિક સંમતિસૂચક સ્મિત મેમાં ઉપર પાથરી દીધું. Page #32 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ વિકલ્પી મિ૦ બૉનેએ ઉમેર્યું, “સર મૅથ્ય પશ્કરે, આ બિલ હાથ ઉપર લેવા બાબતમાં ‘સરકાર’નો શો ઇરાદો છે, તથા છેલ્લા ભોજન દરમ્યાન સરકારે પોતાને ખાનગીમાં શું કહ્યું હતું તથા તે કહેતી વખતે સરકારે” આંખ કેવી રીતે મિચકારી હતી, એનો પૂરો અહેવાલ મને આપ્યો છે તથા તેમણે મને ખાતરી આપી છે કે, સરકારના અંતરમાં બીજા કોઈ હિત કે હેતુ રતાં ‘યુનાઇટેડ મેટ્રોપોલિટન સુધરેલી મફિન-કેક અને નિયમિત ડિલીવરી કંપની નું જ હિત મોખરે છે.” સભાનું કામકાજ સંતોષકારક રીતે પૂરું થયા બાદ મિ0 નિકબી અને બીજા ડિરેકટરો ઑફિસે ભોજન માટે ગયા. આ બધી તકલીફ લેવા બદલ, કંપનીનો શૈશવકાળ ધ્યાનમાં રાખી, જણ દીઠ માત્ર ત્રણ ગિની જ ફી તરીકે લેવામાં આવતી. એ બધું કામકાજ પરવારી, મિત્ર રાફિ નિકલ્વીએ સૌની હાર્દિક રજા લઈ, સેંટ પૉલના દેવળ આગળ થઈને આગળ ચાલવા માંડ્યું. તે જ વખતે તેની પાસે આવી એક માણસ અચાનક થોભ્યો. તે ન્યૂમૅન નૉઝ હતો. “પેલા ગીરોખતના કાગળો ટપાલમાં આવી ગયા લાગે છે, ખરું ને?” “ના, ખોટું,” ન્યૂમૅને જવાબ આપ્યો. શું, તે અંગે કોઈ મળવા પણ આવ્યું નથી?” નૉઝે ડોકું ધુણાવ્યું. “તો પછી શું આવ્યું છે?” “હું પોતે.” “બીજું કાંઈ?” શેઠે જરા કડક થઈને પૂછયું. “આ” એમ કહી ન્યૂમેને પોતાના ખીસામાંથી એક કાગળ ધીમેથી ખેંચી કાઢ્યો. Page #33 -------------------------------------------------------------------------- ________________ જેમાં સૌની પિછાન થાય છે “કાળી કિનારી, સ્ત્રીના અક્ષર; ન્યૂમેન, મારો ભાઈ મરી ગયો હોય તો નવાઈ નહિ.” મિ0 નિકલ્વીએ નૉઝને આટલું કહી, કાગળ ફોડીને વાંચ્યો અને ખીસામાં મૂકી દીધો. “મેં ક૯યું હતું તેમ, ભાઈ જ મરી ગયો છે.” છોકરાં-છોકરાં પાછળ મૂક્યાં છે?” નૉઝે પૂછયું. “વાહ, એ જ નવાઈની વાત છે ને! વને જીવતાં છે.” “બંને!” “અને ત્રીજી પેલી વિધવા પણ જીવતી છે; અને એ ત્રણે અહીં લંડનમાં જ પધાર્યા છે. વાહ, શી દુનિયા છે? મારો ભાઈ જીવતો હતો, ત્યાં સુધી તેણે કોઈ દિવસ મને યાદ પણ કર્યો નથી; અને હવે તેના ખોળિયામાંથી પ્રાણ વિદાય થયા, એટલે મારે એ ભારે સગપણવાળાં સગાંની સંભાળ લેવાની! મારે ને એમને શી લેવાદેવા? મેં તો તેમને કદી નજરે પણ જોયાં નથી.” આ છેવટનો ભાગ કંઈક ધીમેથી પોતાની પ્રત્યે જ ગણગણી, રાલ્ફ નૉગ્સને ઘેર પાછો જવા નિશાની કરી,– જેમ પાળેલા કૂતરાને નિશાની કરે તેમ! અને ખરેખર નૉઝ તેને મન પાળેલા પ્રાણીથી વિશેષ કાંઈ ન હતો. પહેલાંના સુખી દિવસોમાં નૉઝ સદ્ગુહસ્થ હતો –અર્થાત્ શિકાર ખેલવા ઘેર ઘોડા અને શિકારી કૂતરા રાખતો. પણ મોજશોખી જીવ, તે તેના પૈસા ક્યારે ઊડી ગયા,– અથવા કહો કે, તેના સલાહકારોએ તેના પૈસા કેવી કેવી રીતે દબાવી દીધા અને પછી તે જ સલાહકારોએ ધીરનારા બની, તેની કઈ કઈ મિલકતો લખાવી લીધી,– એ બધું કોણ કહી શકે? છેવટે જ્યારે નૉઝ -કિંચન થઈ ગયો, ત્યારે તેના ઉપાય તરીકે દારૂની લતે ચડયો. પછી છેક જ ભૂખે મરતો થયો, ત્યારે લકવાની બીમારીમાં સપડાયો! સાજો થયો ત્યારે, કેવળ ખાવા માટે, રાલ્ફ પાસે એક પાઉંડ ઊછીનો લેવા Page #34 -------------------------------------------------------------------------- ________________ . નિકોલસ નિકલ્પી ગયો. કારણ કે, શરૂઆતમાં રાલ્ફની સાથે તેને લેવડ-દેવડનો સારો સંબંધ હતો. રાલ્ફ એક પેની પણ ઊછીની આપવા ના પાડી. પણ પોતાની ઑફિસનું બારણું ઉઘાડવા-વાસવા તેને એક નોકર જોઈતો હતો, તે કામે તેને રાખી લીધો. અલબત્ત, તેર વર્ષના છોકરાને જે પગારથી રાખે, તે પગારથી. નૉગ્ઝ આમેય અર્ધા ગાંડા જેવો–બાહુક જ બની ગયો હતો; અને રાલ્ફને બરાબર તેવા જ માણસની જરૂર હતી. રાલ્ફની ઑફિસમાં એવાં કામો થતાં, જે કોઈ નોકર પણ સાંભળી જાય, તો પાલવી શકે તેમ ન હતું. એટલે રાલ્ફને નૉગ્ઝ મળવાથી નોકર મળ્યો, જે બહુ સસ્તામાં મળ્યો હતો; અને એવો બાહુક મળ્યો, જે કશું સાંભળી જાય, તાય તેનો દુરુપયોગ ન કરી શકે! અને રાલ્ફની વાત સાચી હતી. તેને અને તેના ભાઈને શી લેવાદેવા હતી? બચપણમાં મા તરફથી બંને ભાઈઓને કેવળ પૂર્વ જીવનમાં ભોગવેલી તંગીની વાતો, અને પિતા તરફથી, છેક મોટી ઉમરે બીજા કાકા પાસેથી અચાનક મળેલા વારસાનો હિસ્સો, મળ્યાં હતાં. રાલ્ફ નાનપણથી જ જોઈ ગયો હતો કે, પૈસા જેવી પરમ ચીજ બીજી કોઈ નથી. નાનો હતો ત્યારથી જ નિશાળમાં તે સ્લેટ-પેનના ટુકડા અને લખોટાની મૂડીથી ધીરધારનો ધંધો કરતો. અને પછી હાથમાં થોડા તાંબાના સિક્કા આવતાં તેણે એ ધંધો વિકસાવ્યો હતો. જેમ કે, દરેક અર્ધ પેની દીઠ અઠવાડિયે બે પેની જ વ્યાજ તે લેતો; જેથી બહુ કડાકૂટિયો હિસાબ ન રાખવો પડે. ઉપરાંત, ધીરધાર સોમવારે થઈ હોય કે શુક્રવાર થઈ હોય, પણ આગલા નિવારને જ તે હિસાબી દિવસ ગણતો. શનિવાર જ છોકરાંઓ માટે ખીસાખર્ચ મળવાનો દિવસ હોય. રાલ્ફની દલીલ એ હતી કે, એક દિવસ માટે જ પૈસા ઊછીના Page #35 -------------------------------------------------------------------------- ________________ જેમાં સની પિછાન થાય છે લઈ, અઠવાડિયાનું વ્યાજ ભરવા તૈયાર થનારને એ પૈસાની જરૂર પણ ઘણી મોટી જ કહેવાય ને? ' જરા મોટો થતાં, રાફને તેના પિતાએ લંડનની એક વેપારી પેઢીમાં મૂક્યો હતો. ત્યાં રહીને તેણે પોતાનું અર્થશાસ્ત્ર વધુ પાકું ? કર્યું. પિતા ગુજરી જતાં, પોતાને ભાગે આવેલા પૈસાનું પછી તેણે એવી કુશળ રીતે નિયોજન કર્યું કે, તેના પૈસા ખૂબ વધી ગયા. અલબત્ત, એ પૈસા તેણે કેવી રીતે વધાર્યા હતા, અથવા વધીને તે કેટલા થયા હતા, તે તો એ પોતે આત્મચરિત્ર લખીને જ્યારે જણાવે ત્યારે ખરું. આપણે તો એટલું જ કહી શકીએ કે, રાહુ બધું ભૂલી, માત્ર પૈસા વધારવાના એક જ કામે લાગ્યો હતો. વતનમાં કે કયાંય પોતાને બીજું કોઈ સગુંવહાલું છે, એ વાત જ તે ભૂલી ગયો! સોનું માણસને માટે એવી આગવી હૂંફ ઊભી કરે છે કે, તેને પછી બીજી હૂંફની ભાગ્યે જરૂર રહે. ઊલટું, કોઈ વાર તેને પોતાનો ભાઈ અને નાનપણની તેની સાથેની રમતો યાદ આવી જાય, તો તરત તે ખભો મચકોડીને બોલી ઊઠતો કે, ‘જેમ ચાલે છે તે જ બરાબર છે; દુનિયાનો શિરસ્તો છે કે, કોઈની સાથે ઓળખાણ દાખવવા જઈએ, તો તરત પૈસા જ ઊછીના માગે!' રાફના ભાઈની વાત તેથી ઊલટી હતી. બાપ પાસેથી મળેલા વારસા ઉપર તે નિરાંતે જીવતો હતો. પણ થોડી વારમાં તેને એકલવાયાપણું લાગવા માંડ્યું. એટલે તેણે પડોશના એક સદગૃહસ્થની દીકરી સાથે લગ્ન કર્યું. એ ભલી બાનુ એક હજાર પાઉંડ દહેજ લઈને તો આવી જ; પણ થોડા વખતમાં એક પુત્ર અને પુત્રીની ભેટ પણ તેણે રાફના ભાઈને ધરી દીધી. અત્યારે પુત્ર ઓગણીસ વર્ષનો થયો હતો. અને પુત્રીની ઉંમર ચૌદથી માંડીને સત્તર વર્ષની હતી, કારણ કે માતાઓને મોઢથી Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નિકોલસ વિકલ્પી પોતાની પુત્રીની સાચી ઉંમર કદી જાણવા મળે જ નહિ– જરૂરત પ્રમાણે એમાં વધઘટ કરાતી રહે છે. પોતાના કુટુંબમાં અને ભણતર વગેરેના ખર્ચમાં વધારો થવાથી, રાફના ભાઈને હવે આવક વધારવાનો કંઈક રસ્તો શોધવાની જરૂર લાગી. “સટ્ટો ખેલો,” પત્નીએ કહ્યું. “સ-અ-ટ્રો-ઓ-ઓ?” “કેમ નહિ?” કારણ કે, આપણે જો ગુમાવીએ, તો છે તે પણ જાય. પછી જીવવાનું ચાલું સાધન ન રહે.” “અરે, સુકાવો; હિંમત કરે તે પામે; બેસી રહેશો તો આ દીકરો મોટો થયો, તેને ઠેકાણે પાડવા કંઈક મૂડી જોઈશે. આ દીકરી પણ પેની વિનાની હશે તો તેને કોણ લેશે? તમારા ભાઈનો દાખલો તો લો! તે જો સટ્ટો ન ખેલ્યા હોત, તો કોણ તેમને ઓળખવાનું હતું? અત્યારે લંડન શહેરમાં અને અહીં બધે જ તેમનું નામ કેવું જાણીતું છે?” “વાત સાચી છે; હું સટ્ટો જ ખેલીશ” મિત્ર નિલ્વીએ કહ્યું. અને તે સટ્ટો ખેલ્યા જ. તે દિવસોમાં એનો પવન પણ હતો. પણ પવનથી ઊભો થયેલ પરપોટો પવનથી જ ફૂટી ગયો. ચાર શેર-દલાલોએ ફલોરન્સમાં મોટા વિલા ખરીદ્યા, અને ચારસો સટોરિયા ઇંગ્લંડમાં રહેંસાઈ ગયા. મિ0 નિકલ્ટી તેમાંના એક હતા. આપણે રહીએ છીએ તે ઘર પણ કાલે લઈ લેશે. આપણા ઘરના રાચ-રચીલામાંથી પણ કશું બચવાનું નથી” –એટલું બોલતાં બોલતાં તે પથારીમાં ગબડયા તે ગબડ્યા. દવાવાળાએ દવાઓ આપીને તેમનું દેવું વધાર્યું; વકીલે કશુંક બચાવી લેવાશે એ આશા આપીને તેમનું દેવું વધાર્યું; અને છેવટે પાદરીએ ‘કુટુંબી માણસે આમ હિંમત હારવી એ યોગ્ય ન કહેવાય’, એવો ઉપદેશ આપીને તેમનું દેવું વધાર્યું. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પૈસાનાં સગાં મરતાં પહેલાંની લવરીમાં તેમણે પોતાના ભાઈ રાલ્ફને યાદ કર્યો. બાળપણમાં કેવી રમતો ભેગા રમેલા, પોતાની ઉપર તે કેવો ભાવ રાખતો, એવું એવું કંઈક. પછી અનાથ બાળકો અને વિધવાઓના એકમાત્ર આધાર પરમાત્માના હાથમાં પોતાના કુટુંબને સોંપી, તે આ ફાની દુનિયામાંથી વિદાય થયા. પૈસાનાં સગાં! મિત્ર રાફ નિકલ્બી, પોતાના ભાઈની વિધવાએ કાગળમાં જે સરનામું લખ્યું હતું તે મકાને આવી, પ્રથમ તો મકાનની માલિકણ – ચિત્રકારનો ધંધો કરતી મિસ લા ક્રીવીને મળ્યા. તેને તેમણે સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું કે, એ વિધવાને મકાન ભાડે આપીને તેણે ભારે ભૂલ કરી છે; પોતે તે બાઈના સગા છે, એટલે તેની સ્થિતિ બહુ સારી રીતે જાણે છે. તેની પાસે પણ નથી. “પણ તે બાઈએ અઠવાડિયાનું ભાડું અગાઉથી ચૂકવ્યું છે, અને હવે વિધવા થઈ હોવાથી શહેરનાં તેનાં સગાંવહાલાં તેને કંઈક ટેકો કરશે જ ને?” મિસ લા ક્રીવીએ શંકામાં પડી જઈ પૂછ્યું. - “ટેકો નહિ જ રે, મેડમ; એ વાતની ખાતરી રાખજો. કારણ કે તે લોકોનાં બધાં સગાંવહાલાંમાં ગણો તો હું એક જ છું; અને હું પોતે એ ખર્ચાળ ઉડાઉ લોકોને મદદ કરી, મારી મહેનતની કમાણી બરબાદ કરવા માગતો નથી.” “ઉડાઉ? ખર્ચાળ? બિચારાં બહુ દુ:ખિયાં લાગે છે અને ખાસ કિંઈ ઉડાવતાં હોય, એવું મને નથી લાગતું.” જુઓ મેડમ, મેં તો મારી ફરજ બજાવી; હવે તમારે જે કરવું હોય તે કરવાને તમે મુખત્યાર છો. જેનો ધણી મરી ગયો હોય Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નિકોલસ નિકબી અને પાસે પૈસા ન હોય, તે ગામ છોડી છોકરાં હૈયાં સાથે વાહનખર્ચ કરી, લંડનમાં આવી મકાન ભાડે રાખે, તેને ઉડાઉ ન કહે તો શું કહે, એ તમે પોતે જ નક્કી કરી લેજો. બાપરે! ખરી વાત; મારે પોતાને જ એટલી બધી તંગી છે કે, ભાડાના પૈસા ડૂબે એ કોઈ રીતે મને પાલવે તેવું નથી.” “બસ ત્યારે અઠવાડિયું પૂરું થાય, એટલે એક દિવસ તેમને થોભવા દેશો નહિ, સમજ્યાં?” પોતાના ભાઈની વિધવા પત્ની અને તેનાં સંતાનો પ્રત્યેની પોતાની ફરજ બજાવવાનું આ રીતે મંગલાચરણ કરી, મિ૦ રાફ નિકલ્બી, હવે તે લોકો જે ઓરડામાં ઊતર્યાં હતાં, ત્યાં પધાર્યા. તેમને આવેલા જોઈ, બિચારી વિધવા બાઈ, પોતાની જુવાન પુત્રીનો ટેકો લઈ, અડબડિયું ખાતી ખાતી ઊભી થવા ગઈ. રાફે તેને બેસી રહેવાની જ સલાહ આપતાં જણાવ્યું, “મેડમ, તમારે તમારી શક્તિ આમ અડબડિયાં ખાવામાં વાપરી નાખવાની જરૂર નથી! તમારે તમારી વિપત્તિ ધીરજપૂર્વક સહન કરવી જોઈએ; અને કંઈ રસ્તો વિચારવો જોઈએ.” પણ ભાઈ, મારા ઉપર કંઈ સામાન્ય વિપત્તિ આવી પડી છે? મને કાંઈ રસ્તો જ સૂઝે તેવું રહ્યું નથી.” “કોઈ સામાન્ય વિપત્તિ પણ શી આવી છે? દુનિયામાં રોજ રોજ પતિઓ મરતા જ રહે છે; તેમ પત્નીઓ પણ રોજ રોજ મરતી રહે છે.” “અને મારો પણ!” પુત્ર નિકોલસે કાકાની લાગણીહીન વાતોથી જરા છંછેડાઈને કહ્યું. હા, સાહેબ; અને ભટોળિયાં તથા ડાધિયાઓ પણ!” રાફે ખુરશીમાં બેસતાં કરડાકીથી નિકોલસને જવાબમાં કહ્યું; “પણ મેડમ, તમે તમારા કાગળમાં, મારો ભાઈ શી બીમારીથી મરી ગયો, Page #39 -------------------------------------------------------------------------- ________________ પૈસાનાં ‘સગાં ૧૩ તે તો જણાવ્યું નથી; તમે તો કાગળ ભરીને પોતાનાં જ રોદણાં રડયા કર્યાં છે.” “તે શાથી મરી ગયા તે દાક્તરો પણ નક્કી કરી શકયા નહોતા,” મિસિસ નિકલ્બીએ આંસુ સારતાં સારતાં કહ્યું; “અમે બધાં તો એમ જ માનીએ છીએ કે, હતાશાના માર્યા હૃદયભંગ થવાથી તે ગુજરી ગયા છે.” “ લે કર વાત ! કોઈની ડોક ભાગી જાય, અથવા કોઈનો હાથ-પગ-માથું-કે-નાક ભાગી જાય, તે સમજાય. પણ ‘હૃદય ભાગી જાય ', એ તો બધી વાતો છે, વાતો ! માણસ દેવું ભરપાઈ કરી ન શકે, તો તે હ્રદયભંગથી મરી ગયો કહેવાય છે; અને લોકો તેની વિધવાને સારું લગાડવા ‘બાપડી' કહે, એટલું જ. 99 “મને લાગે છે કે, કેટલાક લોકોને હ્રદય જેવી ચીજ જ નહિ હોતી હોય, એટલે હૃદય-ભંગ થવાની વાત તેઓ માની જ ન શકે, ” નિકોલસે ટાઢાશથી ઉમેર્યું. "" 66 રાલ્ફ એકદમ ખુરશી નિકોલસ તરફ ફેરવીને ગુસ્સાથી તેને પગથી માથા સુધી નિહાળતાં નિહાળતાં પૂછ્યું, “આ છોકરાની શી ઉંમર થઈ, વારુ?” “નિકોલસને ઓગણીસમું વર્ષ બેઠું.” “ઓગણીસ વર્ષ! અને મહેરબાન, તમે તમારી આજીવિકા માટે શું કરવા માગો છો ? ” “ મારી મા ઉપર તો નહિં જ જીવું,” નિકોલસનું હૃદય એ વાકય બોલતાં ભરાઈ આવ્યું. "C હા, હા, કારણ કે, એની ઉપર જીવવા જેવું છે પણ શું?” રાલ્ફ તીખાશથી જવાબ આપ્યો. “તેને આધારે જીવવા જેવું હશે કે નહિ હોય, પણ તમારો આધાર લેવા તો નિહ જ આવું, એની ખાતરી રાખજો.” નિકોલસનો પિત્તો હવે ઊછળવા લાગ્યો હતો. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૪ | નિકોલસ નિકલબી ' “નિકોલસ, બેટા, ધીરો પડ; આમ ઊકળી શું ઊઠે છે?” મિસિસ નિબ્બી કાંઈક ઠપકાના અવાજે બોલી ઊઠયાં. “મોટાભાઈ, ભગવાનને ખાતર!” નાની બહેન કેટ પણ ભાઈની પીઠ પસવારતાં બોલી. રાલ્ફ ગુસ્સે થઈ નિકોલસને તીણી નજરે પગથી માથા સુધી નિહાળી રહ્યો. પણ એ રીતે જોવું એ હંમેશ જોખમકારક હોય છે. હલકા માણસને, તેથી, સામાના ગૌરવની તરત આંતરિક પ્રતીતિ થઈ જાય છે. અને તે જ ક્ષણથી તેના ગૌરવને હણવા તે ધિક્કાર અને કિનાનું બખ્તર સજી તેની સાથે દુશ્મનાવટ આરંભી દે છે. તો, મૅડમ, તમારા લેણદારોએ બધું કબજે કરી લીધું, એમ ને?” રાલ્ફ પૂછ્યું. કશું જ બાકી નથી રહ્યું,” મિસિસ નિકલ્વીએ જવાબ આપ્યો. અને તેમ છતાં જે કાંઈ થોડા ઘણા પૈસા રહ્યા હતા, તે હું તમને શી મદદ કરીશ એ જાણવા માટે લંડન સુધી આવવામાં ખર્ચી નાખ્યા, ખરું ને?” મને આશા છે કે, તમે તમારા સદ્ગત ભાઈ અને તેના સંતાનો માટે કંઈક કરી છૂટશો. તમારા ભાઈએ પણ દુખને વખતે તમારી પાસે દોડી જવાનું મને આખરી ઘડીએ સૂચવ્યું હતું.” લે, કર વાત! દરેક દાખલામાં જ્યાં માણસ પોતાની કશી મિલકત પાછળ મૂકયા વિના મરી જાય છે, ત્યાં તે વિનાની મિલકત ઉપર પોતાને કલ હક હોય એમ જ માનીને મરી જાય છે! ઠીક. તમારી આ દીકરી શું કામ કરી શકે તેમ છે, મૅડમ?” “કેટને બહુ સારી કેળવણી આપવામાં આવી છે,” મિસિસ નિકલ્બી ડુસકાં ખાતી બોલી, “બેટા, તારા કાકાને કહી સંભળાવ કે, ફ્રેંચમાં તથા લલિતકળાઓમાં તું કેટલે સુધી પહોંચી છે.” Page #41 -------------------------------------------------------------------------- ________________ પૈસાનાં સગાંડ, ૧૫ બિચારી કેટ ગણગણવા જતી હતી, પણ તેના કાકાએ તેને અધવચ જ તુચ્છકારથી અટકાવીને કહ્યું, “તને કોઈ બોડિંગ સ્કૂલમાં નોકરી મળે એવી તજવીજ કરીશું. પણ તને કોઈ ઉમરાવવાનું થવા માટે તો સજાવીને તૈયાર કરવામાં નથી આવી ને?” ના, ના, કાકા, મને ઘર અને રોટલો મળે તેવું કોઈ પણ કામ કરવાનો હું પ્રયત્ન કરીશ.” • પોતાની ભત્રીજીની સુંદરતા અથવા તેની વેદનાથી રાલ્ફ કંઈક ઢીલો પડ્યો. તે બોલ્યો, “હમણાં તો તે કામ અજમાવી જોવું; પછી જો તે બહુ કઠણ લાગે, તો પોશાક સીવવાનું કે સંગીત-બંગીતનું કોઈક કામ શોધી કાઢીશ. પણ તમે મહેરબાન, કાંઈ કામ કદી કર્યું છે કે નહિ?” ભત્રીજા તરફ ફરીને તેણે છેવટનું વાકય પૂછયું. ના” પેલાએ પણ સીધું સંભળાવી દીધું. “મને લાગતું જ હતું કે, કાંઈ જ નહિ કર્યું હોય. મારા ભાઈએ, બાનુ, પોતાનાં છોકરાંને આ રીતે જ ઉછેર્યા છે, નહિ?” “નિકોલસને તેના ગરીબ પિતા જે કેળવણી આપી શક્યા, તે તો તેણે ક્યારની પૂરી કરી દીધી છે, અને તે એવું વિચારતા હતા કોઈક દિવસ કાંઈક કરીશું, એમ જ ને? એ જ જૂની વાત! હંમેશાં વિચાર જ કર્યા કરવા, કામ કશું જ ન કરવું. જો મારો ભાઈ કંઈકે કામગરો કે સમજદાર માણસ હોત, તો તમને, બાનુ, કંઈકે તવંગર સ્થિતિમાં પાછળ મૂકી ગયો હોત. તેમ જ તેણે પોતાના દીકરાને પણ અત્યારે આગમચ કક્યારનો દુનિયામાં ધકેલી મકક્યો હોત,–જેમ મારા બાપે મને આનાથી દોઢેક વર્ષ નાનો હતો ત્યારથી ધકેલી મૂક્યો હતો. તો તે અત્યારે તમારા ઉપર ભારરૂપ બની રહેવાને બદલે, તમને કંઈક મદદ કરે તેવો બન્યો હોત. મારો ભાઈ છેક જ વિચાર વગરનો–સમજદારી વિનાનો માણસ હતો; Page #42 -------------------------------------------------------------------------- ________________ * નિકોલસ વિકલ્પી અને મિસિસ નિકબી, મને લાગે છે કે, તમે જ એ વાત સૌ કરતાં વધુ સમજતાં હશો.” રાલ ફેકેલું આ વાગ્માણ તેના નિશાને બરાબર જઈને વાગ્યું. મિસિસ નિકલ્બીને તરત જ વિચાર આવ્યો કે, પોતાના હજાર પાઉડના દહેજ સાથે આના કરતાં બીજો વધુ સારો પતિ તે જરૂર મેળવી શક્યા હોત, અને તરત ડૂસકાં ભરતાં ભરતાં તે બોલી ઊઠયાં, “અરે, મેં એમને પરણીને શું સુખ જોયું છે! વીને પરણી હોત તો જરૂર સુખી થઈ હોત. બધા પૈસા આવતા તે કયાં જતા તે કદી મને ખબર જ પડી નથી. એ બાબતમાં જ મારી કંઈક સલાહ લીધી હોત, તો આજે આવી દશા થઈ ન હોત. આખી જિંદગીમાં એકાદ વખત જ મારી વાત સાંભળી હોય તો ભાગ્ય! ઇ.” અને તેમની આ છેલ્લી વાત તદ્દન સાચી હતી; કારણ કે તેમની એ એક જ સલાહ માનીને સટ્ટો રમવા જવામાં જ એ ભલો માણસ પૈસેટકે અને જીવનથી હાથ ધોઈ બેઠો હતો. રાલ્ફ આ બાઈના બધા પ્રલાપો-વિલાપો ધીમું ધીમું હસતો સાંભળી રહ્યો. પછી તરત પોતે વાત જ્યાંથી પડતી મૂકી હતી, ત્યાંથી સાંધીને નિકોલસને તેણે પૂછ્યું, “તો મહેરબાન, તમારે કાંઈ કામકાજ કરવું છે ખરું?” “કરવું જ છે તો!” રાલ્ફ તરત ખીસામાંથી એક છાપું કાઢ્યું અને તેમાં એક પાન ઉપર “કેળવણી” એ મથાળા નીચેની જાહેરખબરમાં નીચેની જાહેરખબર ઉપર આંગળી મૂકીને નિકોલસને વાંચી સંભળાવી. ' “યૉર્કશાયરમાં ગ્રેટા બ્રિજ પાસે આવેલા ડોથબૉઝ નામના સુંદર ગ્રામ-સ્થળે મિ૦ વેકફૉર્ડ સ્કેવીયર્સની ડોથબૉક્સ્ટ હૉલ ઍકેડેમીમાં જવાનોને ખાવાની – પીવાની - રહેવાની - ભણવાની - ચોપડીઓની ખીસાખર્ચની સગવડ અપાય છે અને તેમને જીવતી કે મરેલી તમામ ભાષાઓ - ગણિતશાસ્ત્ર - જોડણી - ભૂમિતિ - આકાશવિદ્યા - ત્રિકોણ Page #43 -------------------------------------------------------------------------- ________________ પૈસાનાં સગાં! મિતિ - બીજગણિત - લખવું - ગણવું - પૃથ્વીના ગોળાનો ઉપયોગકિલ્લેબંદી-એમ સંસ્કારિતાની બધી શાખાઓની ઉત્તમ કેળવણી આપવામાં આવે છે. શરતો: દર વર્ષે વીસ ગીની; પરચૂરણ ખર્ચ કાંઈ નહિ; લાંબી છૂટીઓ નહિ; અને ખોરાક સર્વોત્તમ. મિ0 વીયર્સ અત્યારે લંડન આવેલા છે. તેઓ, સ્નો-હીલ લત્તામાં “ઍરેસન્સ હેડ હૉટેલમાં એકથી ચાર વાગતા સુધીમાં મળી શકશે. નોંધ: એક શક્તિશાળી આસિસ્ટંટ જોઈએ છે. વાર્ષિક પગાર પાંચ પાઉંડ. એમ. એ. થયેલાને પ્રથમ પસંદગી.” રાફે પછી પેપરની પાછી ગડી કરતાં કરતાં કહ્યું, “આ નોકરી રહી; એ સ્વીકારી લે એટલે તારી કારકિર્દી બની ચૂકી જાણ.” “પણ એ એમ.એ. નથી થયો,” મિસિસ નિકલ્વીએ કહ્યું. હું માનું છું કે, એ બાબતનો વાંધો નહિ આવે,” રાફે જણાવ્યું. પણ પગાર બહુ ટૂંકો છે; અને જગા બહુ દૂર છે, કાકાજી!” કેટ બોલી ઊઠી. કહું છું કે, એક વાર તે આ નોકરીએ ચડી જાય, પછી તેનું નસીબ ઊઘડી ચૂક્યું જાણો. તેને જો આ નોકરી પસંદ ન પડતી હોય, તો પછી ભલે તે પોતાને ગમતી નોકરી જ્યાંથી મળે ત્યાંથી શોધી લે. પણ મિત્રો, પૈસા, લાગવગ, અથવા કોઈ પણ ધંધાની આવડત વિના, લંડન શહેરમાં કોઈ પ્રમાણિક નોકરી મળે, એવું હું તો દેખાતો નથી. અને છતાં મેળવે તો હું તેને મારા થકી હજાર પાઉંડ બક્ષિસ આપું – અલબત્ત, મારી પાસે હોય તો.” એટલું વળી છેવટના રાલ્ફ સહીસલામતી ખાતર ઉમેરી લીધું. બેટા, તું કશો જવાબ તો આપ.” મિસિસ નિકલ્વીએ પુત્ર સામે જોઈને કહ્યું. | નિકોલસ જરા વિચારમાં પડી ગયો હતો. તે બોલ્યો, “હું એ નોકરી માટે પૂરતી લાયકાતવાળો નથી, છતાં જો મને ખુશનસીબીથી નિ.-૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૮ - નિકોલસ નિકલ્ટી એ નોકરીએ રાખી લેવામાં આવે, તોપણ, સાહેબ, મારી પાછળ રહેલાં આ બેનું શું?” “જો તું આ કામે વળગી જઈશ તો, (નહિ તો નહિ) તારી મા અને બહેનને ઠેકાણે પાડવાનું મારે માથે. તેઓ કોઈ પણ રીતે પગભર થઈ શકે તેવી વ્યવસ્થા હું કરી લઈશ. તારા ગયા બાદ એક અઠવાડિયું પણ તેઓ છે ત્યાં નહિ રહે, એની ખાતરી રાખજે.” તો, તો,” નિકોલસ ઊઠીને ઊભો થઈ, કાકાનો હાથ આનંદથી દબાવતો બોલી ઊઠ્યો, “હું તમે જે કહો તે કરવા તૈયાર છું. આપણે તરત જ મિ. વીયર્સ પાસે જઈએ અને તે હા કહે છે કે ના તે જાણી લાવીએ.” “મારી ભલામણ છે એટલે તે ના તો પાડવાનો જ નથી, એની ખાતરી રાખજે. તું ત્યાં તેને ઉપયોગી થઈ પડજે અને જો દહાડે તું તેનો ભાગીદાર થઈશ; અને નસીબજોગે તે જો મરી ગયો, તો તો પછી આખો ધંધો તારા હાથમાં જ આવી જશે!” ખરી વાત; અને કોઈ અમીર – ઉમરાવનો છોકરો ત્યાં ભણવા આવ્યો હોય અને તેને મારા ઉપર ભાવ થઈ જાય, તો પછી તે યુરોપમાં મુસાફરીએ જાય, તોપણ મને સાથે ટયૂટર તરીકે લઈ જાય, અને પાછા ફરી તેની જાગીર ઉપર સારી જગા આપે, નહિ? કાકાજી?” “ચોક્કસ વળી,” રાલ્ફ ખંધાઈથી બોલ્યો. નિકોલસને હવે પોતાના આ હિતેચ્છુ કાકા પ્રત્યે શરૂઆતમાં તુચ્છકાર બતાવ્યા બદલ શરમ આવવા લાગી. Page #45 -------------------------------------------------------------------------- ________________ કેળવણુંકારનું પિત સ્નો-હીલ!” એ કોઈ બરફ-ઢાંકી નિર્જન ટેકરી નથી, પરંતુ એ તો લંડન શહેરના એક વિભાગનું જ નામ છે. ન્યૂગેટ જેલનો રસ્તો મૂકી આગળ ચડાણ આવે છે, તે “સ્નો-હીલ” છે. એ જગ્યાએ સેરેસન-આરબોનાં બે ડોકાં ટિંગાવેલી “સેસન્સ-હેડ” હૉટેલ, કોચ-સ્ટેશન, ટિકિટ-ઘર અને તબેલો આવેલાં છે. અલબત્ત, એ ડોકાં રાત પડ્યે ઉતારી જવાની વિનોદવૃત્તિ પહેલાં રાજધાનીના ઘણા વિનોદી લોકોમાં પ્રચલિત હતી; પણ હવે સેંટ જેમ્સ પરગણાનાં બારણાંના ટકોરા મારવાની મોગરીઓ કે દાંટ વગાડવાના તાર ઉપર હાથ અજમાવવો વધુ ફેશનેબલ ગણાય છે. તમે કોચ-સ્ટેશન પાર કરી આગળ વધો, એટલે હૉટેલની બેડરૂમોની પંક્તિઓ બંને બાજુ દેખાય; વચ્ચે એક લાંબી બારી દેખાય; અને યોગ્ય વખતે ગયા હો, તો તે બારીમાં મિ૦ વેકૉર્ડ સ્કેવીયર્સ પણ ખીસામાં હાથ નાખી ઊભેલા દેખાય. - મિત્ર વીયર્સનો દેખાવ ખાસ આકર્ષક ન કહેવાય. તેમને માત્ર એક જ આંખ હતી, અને જાહેર જનતાને બે આંખો માટે જ પૂર્વગ્રહ હોય છે. તેમની એક આંખ નિઃશંક બહુ ઉપયોગી વસ્તુ હતી, પણ તે લીલાશ પડતા ભૂખરા રંગની હોવાથી, પાછી જનતાના પૂર્વગ્રહને કારણે, અનાકર્ષક તરીકે વગોવાઈ હતી. તેમની ઊંચાઈ બાવન કે ત્રેપન ઈંચ જેટલી હતી; અર્થાત, મધ્યમ કદથી થોડી નીચી. તેમનો અવાજ ખોખરો તરડાઈ ગયેલો હતો; કદાચ તેમના ૧૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૦. નિકોલસ નિકબી વિદ્યાર્થીઓની સેવા કરી-કરીને જ; જોકે આમ-લોકોનો પૂર્વગ્રહ એ બાબતમાં પણ એવો જ છે કે, એવો અવાજ વધુ ‘પીવાથી નીપજે. કૉફી-રૂમના એક ખૂણામાં એક ટૂંક ઉપર એક વામણો છોકરો એટલો સંકોચાઈને બેઠો હતો કે તેના ખભા તેના કાન સુધી ઊંચા પહોંચી ગયા હતા. અવારનવાર તે છોકરો માસ્ટરસાહેબ પ્રત્યે ભય અને ત્રાસની નજરે જોતો હતો. “સાડા ત્રણ વાગ્યા; આજે હવે કોઈ નવું નહિ આવે,” મિ. વીયર્સ કૉફી-રૂમના ઘડિયાળ તરફ જોઈને વદ્યા. અને પછી પોતાની એ ચીડ કોઈની ઉપર પણ ઠાલવવાની તક મળે તે માટે તેમણે પેલા નાના છોકરા તરફ જોયું : તે કશુંક પણ કરતો માલૂમ પડે, તો જાણે તેને ધીબી નાખીએ! પણ તે કાંઈ જ નહોતો કરતો; એટલે તેમણે પછી માત્ર તેનો કાન આમળીને કહ્યું, “હવેથી ફરી એવું ન કરતો.” પછી પોતાની જૂની વિચાર-શૃંખલા આગળ ચલાવતાં તેમણે ગણગણવા માંડ્યું, “મધ-ઉનાળે હું આવ્યો હતો, ત્યારે દશ છોકરા લઈ ગયો હતો; દશ-વીસું-બસો પાઉંડ પૂરા! પણ કાલે સવારે આઠ વાગ્યે ઊપડીશ ત્યારે માત્ર ત્રણ જ જણ લઈને જઈશ – ત્રણ દુ છ– સાઠ જ પાઉંડ. બધા છોકરાઓનું શું દેવાઈ ગયું છે? માબાપોના મગજમાં પણ શું ભૂસું ભરાયું છે? સાળી દુનિયાનું શું થવા બેઠું છે?” તે જ ઘડીએ ટૂંક ઉપર બેઠેલા પેલા છોકરાએ જોરથી છીંક ખાધી. “કેમ મહેરબાન, એ શું કર્યું જરા કહેશો?” માસ્ટર સાહેબ તેના તરફ ફરીને ઘૂરક્યા. “કશું જ નહિ, સાહેબ,” પેલા નાનકાએ જવાબ આપ્યો. “કશું જ નહિ, એમ?” Page #47 -------------------------------------------------------------------------- ________________ કેળવણીકારનું પોત “સાહેબ, મને જરા છીંક આવી ગઈ,” એટલું બોલતાંમાં તો બિચારો એટલું ધ્રૂજી ઊઠયો કે, નીચેની ટૂંક પણ હાલી ગઈ ! એમ, છીંક ખાધી? તો પછી “કશું જ નહિ” એમ કેમ વદ્યા હતા, મહેરબાન?” આ કપરા પ્રશ્નનો કશો જવાબ આપી શકાય તેમ ન લાગવાથી પેલો બિચારો ડૂસકે ચડી ગયો. એ ગુનાસર જ મિ0 સ્કેવીયર્સે તેના ગાલ ઉપર તમાચો લગાવી તેને તેની ટૂંક ઉપરથી ઉથલાવી પાડયો અને તરત જ બીજી બાજુ સામી તમાચ મારી તેને પાછો ટૂંક ઉપર સ્થિર કરી દીધો. યૉર્કશાયર તમને લઈ જાઉં ત્યાં સુધી રાહ જુઓ, મહેરબાન! પછી હું તમને બાકીનું ચૂકતે કરીશ. હવે તમે આ અવાજ બંધ કરશો, વારુ?” હા –આ– જી – ઈ” બિચારો છોકરો રૂમાલથી આંખો ઘસતો અને જોરથી ડૂસકાં ખાતો બોલ્યો. તો પછી એકદમ ચૂપ થઈ જાય છે કે નહિ?” એમ કહી મિત્ર વીયર્સે એવો હાથ ઉગામ્યો કે, પેલો છોકરો કેવળ મોતના ભયથી જ એકદમ ચૂપ થઈ ગયો. એટલામાં વેઇટરે આવી મિ0 સ્કેવીયર્સને જણાવ્યું કે, કોઈ સગૃહસ્થ તમને મળવા પધાર્યા છે. તેમને અંદર લાવો, રીચર્ડ,” મિત્ર સફવીયર્સે નરમ અવાજે કહ્યું. પેલા અજાણ્યા ગૃહસ્થ હવે અંદર દાખલ થયા. તેમને જોયા પણ ન હોય એવો દેખાવ કરી, મિ0 સ્કેવીયર્સ જાણે કલમ સુધારતા હોય અને પેલા છોકરાને ઉપયોગી સલાહ આપતા હોય તેમ બોલવા લાગ્યા “જો ભાઈ, દરેક જણને કસોટીઓમાંથી પસાર થવું જ પડે છે. તારા ઉપર અત્યારે આવી પડેલી કસોટીથી તારું નાનું હૃદય Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નિકોલસ વિકલ્પી. ફાટી પડવા બેઠું છે, અને તારી આંખો જાણે રડી રડીને માથામાંથી બહાર નીકળી પડે તેવી થઈ છે. પણ એ બધું દુ:ખ શા માટે કરે છે? તું તારાં સગાવહાલાંને છોડીને આવે છે, પણ મારામાં તને માયાળુ પિતાનાં દર્શન થશે અને મિસિસ વીયર્સમાં દયાળુ માતાનાં. યૉર્કશાયરના ગ્રેટાબ્રિજ નજીકના ડોથબૉર્ડ્ઝ નામના સુંદર ગામમાં તને ખાવાની-પીવાની રહેવાની ભણવાની ચોપડીઓની-ખીસાખર્ચની તમામ સગવડ પૂરી પાડવામાં આવશે – પેલા અજાણ્યા સગૃહસ્થ મિ0 વીયર્સને તેમની જાહેરખબરના પુનરાવર્તનમાંથી વચ્ચે જ થોભાવીને કહ્યું, “તમો જે સાહેબ, મિત્ર સ્ફીયર્સ છોને વારુ?” “હા-આ-આ, સાહેબ!” મિ0 કુંવીયર્સે ભારે અચંબાનો ભાવ ધારણ કરી કહ્યું. “હું રંગ-સફેદાની લાઈનમાં છું, અને મારું નામ સ્તોલી છે, સાહેબ. મારા છોકરાઓને તમારી નિશાળમાં મૂકવાનો મારો વિચાર છે. મેં એ બાબત તમને લખી જણાવી હતી, સાહેબ.” મારાથી તો મોંએ ન જ કહી શકાય; પણ તમારો એ વિચાર ' સર્વોત્તમ વિચાર છે, એમાં શંકા નથી, સાહેબ.” “હં-! તો વરસે દહાડે વીસ પીંડ કેમ, મિ0 ફુવીયર્સ?” “ગીનીઓ, સાહેબ,” મિત્ર કુવીયર્સે જરા પટામણું હાસ્ય હસીને કહ્યું. “આ છોકરાઓ બહુ ખાઉધરા નથી.” છોકરાઓની ભૂખની વાતનો અમે અમારી સંસ્થામાં વિચાર જ કરતા નથી, મારા સાહેબ!” – ખરી વાત! એમની સંસ્થાઓમાં છોકરાઓની ભૂખનો વિચાર જ કરવામાં આવતો નહોતો! Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કેળવણીકારનું પોત “યૉર્કશાયર આપી શકે તેવી બધી સુખસગવડો; અને મિસિસ વીયર્સ બક્ષી શકે એવો બધો નીતિધર્મ- ટૂંકમાં ઘરમાં મળતી તમામ વસ્તુઓ તેમને મળશે, મિ0 સ્મોલી.” મને એ સાંભળી ખરેખર બહુ આનંદ થયો, સાહેબ, આ છોકરાઓને નીતિનિયમના શિક્ષણની બહુ જ જરૂર છે. એમના બાપને ત્યાં તેઓને તદ્દન ઊંધું જ શિક્ષણ મળ્યું છે. અને મારાથી તેઓની સંસ્કાર-હીનતા સહન જ થઈ શકતી નથી. તેમની માની પાસે થોડા ઘણા પૈસા છે, તે બધા આ છોકરાઓને લાડ લડાવવામાં જ ખર્ચી નાખે અને તેઓની અધોગતિ અધૂરી છે તે પૂરી જ થઈ રહે, એવો પૂરો સંભવ છે, સાહેબ. એટલે જ મારે તેઓને દૂર દૂર, જ્યાં રજાઓ વારંવાર ન મળતી હોય, એવી જગાએ મોકલી દેવા છે.” વાહ, તો તમે તેમના પિતાશ્રી નથી કેમ?” ના રે ના, હું તો તેમની માને પરણ્યો છું અને મને એ લોકોના ભવિષ્યની એવી ચિંતા છે કે...” સમજી ગયો, મારા મહેરબાન; તમારે હવે કશી ચિતા જ કરવાની રહેશે નહિ. જ્યાં સુધી અમને પૈસા નિયમિત મળ્યા કરે, ત્યાં સુધી અમે કોઈને પાછું મોકલવાની વાત જ કરતા નથી; સિવાય કે, એ છોકરાઓ જ કોઈ કોઈ વાર આડા થઈ, ભાગી જાય કે...” સમજ્યો, સમજ્યો; અને ઘેર કાગળો પણ વારંવાર લખવાની કુટેવ પણ નહિ જ પડવા દેવામાં આવતી હોય, કેમ?” ના રે ના; માત્ર નાતાલ વખતે એક પરિપત્ર તેમની સહીથી મોકલવા દેવામાં આવે છે, જેમાં તેમના અત્યંત ખુશીના સમાચાર હોય છે, તથા કદી પોતાને ઘેર પાછા તેડાવવામાં ન આવે એવી વિનંતી હોય છે.” “શાબાશ, શાબાશ!” મિ૦ સ્નોલી આનંદથી હાથ ઘસતા બોલ્યા. Page #50 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્પી તરત જ કરારના કાગળો કાઢવામાં આવ્યા, અને તે ઉપર્ સહી-સિક્કા વગેરે વિધિ થતી જ હતી, તેવામાં મિ૦ રાલ્ફ નિક્બી નિકોલસ સાથે વેઇટર પાસે સંદેશો કહેવરાવી, જવાબની અપેક્ષા રાખ્યા વિના જ, અંદર દાખલ થયા. ૨૪ ર “તમે જ આજનાં છાપાંમાં જાહેરખબર આપી હતી, નહિ વારુ?” મિ∞ ીયર્સની પ્રશ્નાર્થ-સૂચક નજરના જવાબમાં મિ૦ રાલ્ફ નિકલ્બીએ શરૂઆત કરી; “આ મારો ભત્રીજો મિ૦ નિકોલસ નિકલ્બી છે. ” 66 “કેમ છો, સાહેબ?” સ્કવીયર્સે ભાવપૂર્વક પૂછ્યું. નિકોલસે નીચા નમી, ‘બહુ ખુશીમાં છું’ એવો જવાબ આપ્યો; પણ તેને ડોથબૉય્ઝ હૉલ એકૅડેમીના સંચાલકનો દેખાવ જોઈ, એકદમ નવાઈ લાગી. 66 કદાચ તમને મારી યાદ હશે?” રાફે સ્કૂલમાસ્ટર તરફ તીણી નજરે જોતાં પૂછ્યું. "" 'હા સાહેબ; તમે મને મારી આ શહેરની દરેક અર્ધ-વાર્ષિક મુલાકાત વખતે, કેટલાંય વર્ષો સુધી, ડોર્કર નામના છોકરાનાં માબાપ વતી, નાનો સરખો હિસાબ ચૂકવતા હતા.” “અને જે છોકરો કમનસીબે ડોથબૉય્ઝ હૉલમાં જ મરી ગયો હતો ! . . . હાં, તમે એક કુશળ મદદનીશ માટે જાહેરખબર આપી છે, ખરી વાત?” 66 “તદ્દન ખરી વાત.” 66 તો આ મારો ભત્રીજો નિકોલસ છે. નિશાળમાંથી ગરમાગરમ આવ્યો છે. જે બધું ભણ્યો છે તે બધું તેના માથામાં હજુ ઊકળતું જ છે—અલબત્ત તેનું ખીસું ઠંડંઠંડા જ છે. એટલે તમારે જોઈએ તેવો જ એ માણસ છે.” Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૫ - કેળવણીકારનું પોત “પણ મને આ જુવાન માણસ માફક નહિ આવે, એવું લાગે છે,” વીયર્સ થોડો વિચારમાં પડી જઈને બોલ્યો. જરા બાજુએ આવો તો; મારે બેએક શબ્દ કહેવા છે.” રાફે સ્કેવીયર્સને કહ્યું. એ બેએક શબ્દ બાજએ જઈ કહેવામાં આવ્યા અને બેએક મિનિટ બાદ જ મિત્ર વીયર્સે આવીને જાહેર કર્યું કે, એ ક્ષણથી જ મિ. નિકોલસ નિકબીને ડોથબૉડ્ઝ હૉલ એકેડેમીના પ્રથમ આસિસ્ટંટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, લેવામાં આવ્યા છે, અને સ્વીકારવામાં આવ્યા છે. “તમારા કાકાની ભલામણથી જ આ બધું બન્યું છે, એમ જાણજો, મિ૦ નિકલ્બી,” વેકફૉર્ડ વીયર્સે કહ્યું. | નિકોલસે આ સફળતાથી આનંદમાં આવી જઈ એકદમ પોતાના કાકાના બંને હાથ પોતાના હાથમાં લઈને દબાવ્યા, અને મિ. વીયર્સને તો તેણે ત્યાં ને ત્યાં દેવ તરીકે જ પૂજ્યા હોત. “માણસનો દેખાવ જરા વિચિત્ર છે ખરો; પરંતુ પૉર્સન તથા ડૉકટર જોન્સન વગેરે પણ ક્યાં વિચિત્ર દેખાવના નહોતા? બધા પુસ્તક-પંડિતો એવા જ હોતા હશે.” નિકોલસે મનમાં જ મનને મનાવી લીધું. “તો આવતી કાલ સવારના આઠ વાગ્યે કોચ ઊપડશે; તમે પાએક કલાક વહેલા આવી જજો; આપણે આ ત્રણ છોકરાઓને સાથે લેવાના છે.” 'જરૂર, સાહેબ, હું વખતસર આવી જઈશ.” “તો અત્યારે જઈને બધું બાંધવા-કરવાનું હોય તે પરવારી લે. અને જોજે ઘેર જઈને ફરી બેસતો!” રાલ્ફ નિકોલસને કહ્યું. “એમ તે હોય, કાકાજી? તમારો ઉપકાર હું કદી ભૂલીશ નહિ.” “તો રસ્તામાં ગોલ્ડન સ્કવેર તરફ તું જઈ શકીશ? મારી ઑફિસમાં આ કાગળો મારા ગુમાસ્તાને આપી દેવાના છે. અને Page #52 -------------------------------------------------------------------------- ________________ | નિકોલસ નિકબી તેને કહેજે કે, હું ઘેર પાછો ફરું ત્યાં સુધી મારી રાહ જુએ; ચાલ્યો ન જાય.” : “જરૂર, જરૂર.” ગોલ્ડન સ્કવેર પહોંચી નિકોલસે પેલા કાગળો ન્યૂમેનને આપ્યા, ત્યારે તેણે તરત તેની સામે જોઈને પૂછ્યું -“છે?” મારા કાકાએ આ કાગળો મોકલ્યા છે, અને તે પાછા ફરે ત્યાં સુધી તમે રાહ જોશો, એવું પણ કહેવરાવ્યું છે.” “કાકા?” “મિ0 રાફ નિસ્બી,” નિકોલસે ખુલાસો કર્યો. “અંદર આવો,” ન્યૂમેને કહ્યું. બીજો એક શબ્દ બોલ્યા વિના નૉઝ નિકોલસને અંદર દોરી ગયો અને તેને એક ખુરશીમાં બેસાડી, પોતે પોતાના ઊંચા સ્કૂલ ઉપર બેસી, અદબ વાળી તેનું નિરીક્ષણ કરવા લાગ્યો. “તમારે કંઈ કહેવાનું છે? હું હવે તેમને ભાગ્યે ભેગો થાઉં,” નૉઝની વિચિત્ર વર્તણૂક જોઈ ટૂંકું વેતરતાં નિકોલસે કહ્યું. જવાબમાં ન્યૂમૅને ઢીંચણ ઉપર હાથ મૂકી, વધુ નમી, નિકોલસના મનું ચૂપકીભેર વધુ નજીકથી નિરીક્ષણ કરવા માંડ્યું. આથી વળી મૂંઝાઈને, નિકોલસે જવાની રજા માગી. ન્યૂમૅન નૉઝે એક લાંબો નિસાસો નાખી, મોટેથી પૂછ્યું કે, “તમારા કાકા તમારે માટે શું કરવા માગે છે, તે કહેશો?” ન્યૂમૅન નૉઝ આમ આખું વાક્ય બોલ્યો! કોણ જાણે કેવી રીતે તે બોલી શક્યો હતો, તે તો તે પોતે પણ કહી ન શકે. તાજેતરમાં તેને મોંએ આખું વાકય કોઈએ સાંભળ્યું ન હતું. નિકોલસને તો કશો વાંધો હતે જ નહિ. તેણે રાજી થઈને, તેના કાકાએ, પોતાની ખાસ લાગવગ વાપરીને, ડોથબૉડ્ઝ હૉલમાં પોતાને Page #53 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નોકરીએ જાય છે નોકરી અપાવી હતી, તથા તે નોકરીમાંથી જતે દહાડે કેવી ઉજજવળ કારકિર્દી તેને પ્રાપ્ત થઈ શકે તેમ હતું, તેનું હસભેર વર્ણન કરી બતાવ્યું. પણ આ શું? તે સાંભળી ન્યૂમેને તો કંઈ વિચિત્ર ચાળા કરવા માંડયા અને પછી તરત પોતાની આંગળીઓના સાંધાના એકેએકે ટચાકાઓ એવા મથી ફોડવા માંડયા કે, નિકોલસને આંગળીઓમાં આટલા બધા સાંધા હોય છે, એની પહેલી વાર જ ખબર પડી. તમને કંઈ બીમારી છે? કશી તકલીફ થાય છે?” નિકોલસે તેની વિચિત્ર સ્થિતિ જોઈને સહાનુભૂતિપૂર્વક પૂછયું. અને પછી તેને કંઈક પીધેલો માની, ત્યાંથી ચાલતી પકડવામાં જ સલામતી માની. નિકેલસ નેકરીએ જાય છે ટૂંકમાં પડેલાં આંસુ જો એ ટૂંકના માલિકનું સંકટો અને વિપત્તિઓથી રક્ષણ કરનાર જાદુ-મંતર બની જતાં હોય, તો નિકોલસની ટૂંક તૈયાર કરતી વખતે તેની બહેન અને માએ પાડેલાં વિદાયનાં આંસુથી નિકોલસનું જીવન તમામ વિપત્તિઓથી તદ્દન સુરક્ષિત બની જાય! મોડી રાતે સૂવા ગયા પછી નિકોલસને અમીર-ઉમરાવના છોકરાઓની દોસ્તી અને તેનાં પરિણામોનાં ઉજજવળ સ્વપ્નો જ આવ્યા કર્યા. પણ વહેલી સવારે મા-બહેન ઊઠે તે પહેલાં જ ગુપચુપ ચાલ્યા જવાનું તેણે વિચારી રાખ્યું હોવાથી, છ વાગતાંમાં તો તે ઊઠી ગયો; અને પેન્સિલથી એક કાગળ ઉપર થોડી લીટીઓ ઘસડી કાઢીને, તે જ કાગળમાં પોતાની પાસેની ટૂંકી મૂડીમાંથી અર્ધઅર્ધ કાઢી, Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૮ નિકોલસ નિકચ્છી તેનું પડીકું વાળી, તેણે તેને બહેનના બારણા બહાર મૂકી દીધું. પછી પોતાની ટૂંક ખભે લઈ, તે ધીમેથી દાદર ઊતરી ગયો. અવાજ સાંભળી, નીચેના કમરામાંથી મકાનમાલિકણ મિસ લા ક્રીવીએ બૂમ પાડી, “કોણ છે?” બહાર રહીને સવાલજવાબ કરવા જવામાં મા-બહેન પોતાનો અવાજ સાંભળી જાગી ઊઠશે, એમ માની, તે પેટી બહાર મૂકી બારણું ઉઘાડી તેના કમરામાં જ પેઠો. “ભલા ભગવાન, મિ0 નિકબી? આટલા વહેલા નીકળી પડ્યા કંઈ?” “તમે પણ ઊડ્યાં જ છો ને?” “ કળા એવી પજવણીખોર સાહેલી છે, મિત્ર નિકલ્ટી, કે ઊંઘવા જ ન દે. એક ચિત્ર અંગે વિચાર સ્ફરતાં કયારની હું પથારીમાંથી બહાર નીકળી આવી છું, અને અજવાળું થાય તેની રાહ જોઉ છું.” હું તો યૉર્કશાયર તરફ ઊપડું છું, મિસ લા કીવી.” “હા, હા, ગઈ કાલે તમારાં મા-બહેન પાસેથી એ વાત મેં સાંભળી હતી. પરંતુ, હે ભગવાન, શિયાળાની આવી ઠંડીમાં, છેક યૉર્કશાયર જશો, મિત્ર નિકબી!” “જુઓને, મિસ લા કીવી, કળા પેઠે આવશ્યકતા પણ એવી તોફાની યુવતી છે કે, તે આપણને કાન પકડી ગમે ત્યાં લઈ જાય!” “લો, તમે પણ મારા પલ્લામાં જ બેસી ગયા ને! ઠીક, ઠીક, પણ તમારાં મા-બહેન તથા તમારે માટે મને ઘણું ઘણું લાગી આવે છે. તમારા પિતાના મૃત્યુની તાજી જ આફત, અને પાછા તમે પણ એ બંનેને છોડીને આટલે દૂર ચાલ્યા જવાના! તમારાં બહેન તો બહુ ભલાં બાનુ છે, મિત્ર નિકલ્દી. મારે તેમની સુંદર આકૃતિ ઉપરથી એક-બે મજાનાં ચિત્રો ઊભાં કરવાં છે. તે માટે મારી સામે તે થોડું થોડું બેસે છે પણ ખરાં.” Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જ છે. * * | નિકોલસ નોકરીએ જાય છે નિકોલસ તે ભલી બાઈનો ભાવભર્યો ચહેરો જોઈ બોલી ઊઠયો - “મારી ગેરહાજરીમાં, મારી બહેનને તમારી મદદની કંઈ જરૂરી પડે, તો જરૂર કરજો; કરશો ને, મિસ લા કીવી?” એ શું બોલ્યા, મિત્ર નિકલ્બી? જરૂર! ખાતરી રાખજો, એમને જોઈતી બધી મદદ હું કરીશ; એમને જરા પણ મદદરૂપ થવાનું મને મળે, તો મને ખૂબ જ આનંદ થાય. તમને પણ, મિ0 નિકલ્બી, હું સફળતા ઇચ્છું છું,” ભલી બિચારી મિસ લા ક્રીવી કંઈક ગદ્ગદ્ થઈ જઈને બોલી. | નિકોલસને દુનિયાદારીનો કોઈ અનુભવ કે માહિતી ન હતાં; છતાં તેને કોણ જાણે એવું સફુરી આવ્યું કે, તેણે તરત પાસે જઈ, મિસ લા કીવીને તેમની ભલી લાગણી બદલ ત્રણ ચાર ચુંબન કરી દીધાં. મિસ લા કીવીએ એ નિર્દોષ ભલા જુવાનિયાનો કશો જ તિરસ્કાર ન કર્યો, પણ એટલું તો જણાવી દીધું કે, આવું તો તેણે કદી જોયું નહોતું કે સાંભળ્યું નહોતું! બહાર એક મજૂર મળી ગયો તેને માથે ટૂંક ચડાવી, ઉતાવળે પગલે નિકોલસ સ્નો-હીલ તરફ ‘સેસન્સ હેડ’ હૉટેલે આવી પહોંચ્યો. કોચ-ઑફિસે ટૂંક મુકાવી, તે મિ0 સ્કવીયર્સની શોધમાં કૉફી-રૂમ તરફ ચાલ્યો. તે સગૃહસ્થ નાસ્તો કરવા બેઠા હતા. પેલા ત્રણ છોકરા અને ભાગ્યવશાત્ ગઈ કાલે વધુ મળી આવેલા બીજ બે મળી કુલ પાંચ છોકરા એક પંક્તિમાં સામેની બેઠકમાં ગોઠવાઈ ગયા હતા. મિ0 સ્કૃવીયર્સ વેઇટર સાથે છોકરાઓના નાસ્તાની જોગવાઈ કરતા હતા. , “આ બે પેનીનું દૂધ છે, વેઇટર?” મિ૦ વીયર્સે એક મોટો ભૂરો જગ નમાવીને અંદરના પ્રવાહીની સપાટી કેટલું છે તે જોતાં જોતાં કહ્યું. Page #56 -------------------------------------------------------------------------- ________________ ન * નિકોલસ નિકલ્ટી “બરાબર બે પેનીનું,” વેઇટરે જવાબ આપ્યો. “ઓહો, લંડનમાં દૂધ કેટલો બધો કીમતી પદાર્થ છે, વારુ? તો ભાઈ, આ જગને ટોચ સુધી ગરમ પાણીથી ભરી લાવ જોઉં.” ટોચ સુધી, સાહેબ? તો તો દૂધ બિચારું ડૂબી જશે.” વેઇટરે કહ્યું. “કંઈ વાંધો નહિ; આટલું મધું હોવાને વાંકે તેને એ સજા જ ઘટે. અને ત્રણ જણ માટે મોટી રોટી અને માખણનો ઑર્ડર તને આપ્યો છે, તેનું શું થયું?” એ તો સાહેબ, હું તમને પૂછવા જ આવવાનો હતો કે, અહીં પાંચ જણ છે, એટલે તમે પાંચ જણ માટે ઑર્ડર આપ્યો હતો કે ત્રણ જણ માટે? કંઈ મારી ભૂલ તો નથી થતી ને?” અરે, ત્રણ જણ માટે- ત્રણ જણ માટે, વેઈટર.” આટલું કહી પછી મિ૦ વીયર્સે છોકરાઓ પ્રત્યે જોઈને પોતાનો નાસ્તો કરવાનું શરૂ કર્યું અને સાથે સાથે શિક્ષણનો પ્રારંભ પણ કરી દીધો, “છોકરાઓ, ભૂખ અને તરસ-એ બે બાબતો એવી છે કે, ગમે તેવા ભડ માણસને પણ પામર બનાવી દે છે. પણ સાચી માણસાઈ એમનાથી ન દબાવામાં છે, માટે ભૂખને જરા પણ વશ ન થવું, સમજ્યા?” એમ કહી, તેઓશ્રીએ નાસ્તાનો મોટો કોળિયો મોંમાં મૂક્યો. એટલામાં નિકોલસને આવેલો જોઈને તે બોલ્યા, “બેસો, બેસો, મિત્ર નિકબી; જુઓને અમે નાસ્તો કરવા બેઠા છીએ.” | નિકોલસે જોયું તો મિ૦ સ્કવીયર્સ સિવાય બીજું કોઈ ત્યાં નાસ્તો કરતું નહોતું, એટલે તેણે માની લીધું કે, યૉર્કશાયર તરફ આચાર્યો પોતાને માટે “હું'ને બદલે “અમે સર્વનામ વાપરતા હશે. વેઇટર તરત ગરમ પાણી ઉમેરીને દૂધનો જગ આપી ગયો. જગને પૂરેપૂરો ભરેલો જોઈને મિ0 સ્કેવીયર્સે વેઇટરને મોટી રોટી અને માખણ નિરાંતે આપી જવા જણાવ્યું, કારણ કે હજુ કોચ ઊપડવાને ઘણી વાર છે.' Page #57 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નોકરીઓ જાય છે ૩૧ પછી જગ સામું જોઈ, હોઠ ચાટતા ચાટતા મિ∞ સ્ક્વીયર્સ બોલ્યા, “આહા, દૂધ એ કેવો કીમતી પદાર્થ છે! નર્યું પોષણ, નર્યું . સત્ત્વ! છોકરાઓ, શેરીમાં રખડતાં કેટલાંય ભિખારીઓ અને અનાથ બાળકો આટલો પદાર્થ નોને પણ રાજી રાજી થઈ જાય. તમને તો હું એ ખરેખર પીવા જ આપવાનો છું. જુઓ, હું એક બોલું એટલે બારીએ બેઠેલા નંબર એકે એ જગ મોંએ માંડવાનો, અને બે બોલું એટલે તેણે તરત એ જગ મેાંએથી વછોડીને નંબર બેને આપી દેવાનો. હું ‘બે ’ બોલું પછી પહેલા નંબરે એક સેકંડ પણ એ જગ પોતાને મોંએ વળગેલો રહેવા નહીં દેવાનો; જે રાખશે, તેને પછી આજ આખો દિવસ બીજું ખાવાનું નહિ આપવામાં આવે. મને શિસ્ત બહુ ગમે છે; શિસ્ત જેવી બીજી કોઈ કેળવણી નથી, બીજી કોઈ તાલીમ નથી. અરે, માણસના જીવનનું પરમ સત્ય જ શિસ્ત છે. મારા વિદ્યાર્થીઓને ખાવાનું ન મળે, એ હું જોઈ શકું, પણ શિસ્ત ? શિસ્ત એ તો માનવજાતનું પરમ આભૂષણ છે, આભૂષણ, તેના જેટલી અગત્ય હું બીજા કશાને આપતો નથી. "" આટલું કહી, તેમણે એક હાથમાં સોટી પકડી રાખીને, એક-બે-ત્રણ ચાર-પાંચ બોલીને પાંચે જણને એ દૂધ-પાણી પિવરાવી દીધું. પછી પોતાના નાસ્તા ઉપર જોરથી તૂટી પડીને તેમણે કહ્યું, “છોકરાઓ, ભૂખને જીતતાં શીખો, એટલે તમે માનવ પ્રકૃતિ ઉપર જીત મેળવી એમ જાણો. જુઓ મિ૦ નિકલ્બી, અમે અમારે ત્યાં છોકરાઓમાં મનોબળ આ રીતે પેદા કરીએ છીએ.” એટલું કહી તેમણે મોઢામાં મોટો કોળિયો ઠાંસી દીધો. પછી જ્યારે ત્રણ જણ માટેની જાડી રોટી અને માખણ આવ્યાં, ત્યારે તેમણે તેના પાંચ સરખા ભાગ કરી, પાંચેને વહેંચી દીધા અને ‘ઉતાવળ ’ કરવા જણાવ્યું. “કારણ કે, કોચ ઊપડવાનો વખત થઈ ગયો છે.” Page #58 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્પી નાસ્તો ‘નિરાંતે ’લાવવાનું ફરમાવનાર આચાર્ય હવે નાસ્તો જમવામાં ‘ઉતાવળ ’ કરવાનું શાથી કહે છે, તે એ છોકરાઓ સમજી શકયા નહિ. પણ થોડી વારમાં જ કોચમાં બેસવા જવા તૈયાર થવાનું રણશિંગું ફૂંકાયું અને મિ∞ ીયર્સે એ છોકરાઓના હાથમાંથી બધું ઝટપટ ઝૂંટવી એક છાબડીમાં મુકાવી દીધું, અને ‘બપોરે’ કામ આવશે એમ કહી સાથે લેવરાવ્યું. ૩ર નિકોલસ છોકરાઓને અને સામાનને કોચની પાછળની ખુલ્લી બાજુએ અનામત રખાયેલી ‘ખાસ’ જગામાં ચડાવવાની ધમાલમાં પડયો હતો; એટલામાં તેના કાકા રાલ્ફ નિકલ્બી ત્યાં આવી પહોંચ્યા અને બોલ્યા, “લે, આ તારી મા અને તારી બહેન પણ મૂકવા આવી પહોંચ્યાં ને કંઈ! પાસે પૈસા ઘણા, અને તે પૈસાનું શું કરવું તેની ખબર નહિ, એટલે ઘોડાગાડી ભાડે કરીને આવી પહોંચ્યાં છે, વળી ! મે તો શહેરમાં ત્રીસ વર્ષમાં મારે પૈસે એકેય વાર ઘોડાગાડી ભાડે નથી કરી; અને મરીશ ત્યાં લગી કદી ભાડે કરીશ પણ નહિ, ભલેને હું ગમે તેટલું લાંબું જીવું!” "C ‘પણ જુઓને, ભાઈ, વહેલી સવારે નાસ્તો કર્યા વિના છોકરો નીકળી ગયો છે, એ જાણી મારું હૃદય શી રીતે ઝાલ્યું રહે?” મિસિસ નિકલ્બીએ ગળગળાં થઈ રાલ્ફને કહ્યું. 66 ‘વાહ, હું આ લાંડન શહેરમાં પહેલવહેલો આવ્યો, ત્યારે કામે જતી વખતે ચાલતાં ચાલતાં રોટીના એક બે ટુકડા ખાતો ખાતો જતો, અને રસ્તાના નળે પાણી પી લેતો. પણ તમારા દીકરાને તો મા છે, એટલે ‘નારતો' કર્યા વિના તેનું પરોઢ કેમ થાય? વાહ, ભાઈ!” 66 એટલામાં ીય નિકોલસને કહ્યું “તમે જલદી ઉપર ચડી જાઓ; એ પાંચમાંનું કોઈ ને કોઈ જો નીચે ગબડી પડયું, તો મારા તો વરસના વીસ પૌંડ ગયા!” Page #59 --------------------------------------------------------------------------  Page #60 -------------------------------------------------------------------------- ________________ જ : મિત્ર વિયર્સ સ્કૂલ માસ્તર. - ૫૦ ૩૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નોકરીએ જાય છે “મોટાભાઈ, આ જંગલી જેવો માણસ કોણ છે?” કેટે કોચ પર ચડવા જતા ભાઈના હાથે વળગતાં ભોળપણમાં પૂછયું. હા, હા, મારી વહાલુડી, તારે મિત્ર વીયર્સ સાથે ઓળખાણ કરવી છે, કેમ?” રાફ ભાઈ-બહેનની વાત સાંભળીને મરડમાં બોલી ઊઠયો; “લો મિ૦ સ્કવીયર્સ, આ અમારી ભત્રીજી, યાને નિકોલસની રૂપાળી બહેન મિસ કેટ!” “તમારી ઓળખાણથી બહુ આનંદ થયો, મિસ,” વીયર્સ પોતાનો ટોપો માથા ઉપર એકાદ ઈંચ ઊંચો કરીને બોલ્યો; મિસિસ સ્કવીયર્સ જો શિક્ષક તરીકે છોકરીઓને રાખતાં હોત, તો સારું થાત, તો તમે પણ અમારે ત્યાં આવી શકત. જોકે, મિસિસ વીયર્સ તમારી અદેખાઈ કરતાં થઈ જાત કે નહિ, એ હું નથી જાણતો! હા! હા! હા!” | નિકોલસને એ હસતા આચાર્યનું પહોળું થયેલું જડબું તોડી નાખવાનું બહુ મન થઈ આવ્યું; પણ કેટ તેના મનનો ભાવ પામી ગઈ અને તેને બાજુએ ખેંચી ગઈ, અને બોલી, “ભાઈ, આ માણસને ત્યાં તમે કેવીક જગાએ નોકરી કરવા જાઓ છો! મારું હૃદય તો અત્યારથી ફડફડે છે.” બહેન, મને પણ બધાં લક્ષણ સારાં નથી લાગતાં. પણ આપણા કાકાએ આપણે માટે સારી જગા જ શોધી કાઢી હશેને? અને યોર્કશાયર તરફના માણસો આવા ભખાબોલા કદાચ વધુ હશે.” પછી મિ૦ સ્કવીયર્સના તકાદાથી નિકોલસ જલદી મા-બહેનથી છૂટો પડીને કોચ ઉપર ચડી ગયો. સ્કવીયર્સને બાજએ લઈ જઈ રાફ તેના કાનમાં કંઈ ગુસપુસ કરવા લાગ્યો; મજૂરો માલ ચડાવી મુસાફરો સાથે છેલ્લી પેની કઢાવવા તકરારો કરવા લાગ્યા; કોચમેન અને ગાર્ડ બંને પોતાના કાગળો મેળવી જોવા લાગ્યા, છાપાંના ફેરિયા છાપાની નકલ વેચવા છેવટનો આગ્રહ કરવા લાગ્યા; અને ઘોડાઓ ઊપડવાની તૈયારીમાં જમીન નિ–૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નિકોલસ, નિકબીજા ઉપર પોતાની ખરીઓ પછાડવા લાગ્યા. તેટલામાં નિકોલસને લાગ્યું કે, કોઈ બહારથી પોતાનો પગ ખેંચે છે. તેણે જોયું તો ન્યૂમેન નૉઝ ત્યાં ઊભો હતો. તેણે નિકોલસના હાથમાં ચૂંથા જેવો એક કાગળ સરકાવી દીધો અને નિકોલસ તેને કંઈક પૂછવા જતો હતો, તેને તેણે રાલ્ફની પીઠ પાછળ જોતાં જોતાં ધીમેથી કહ્યું, “ચૂપ; પછી નિરાંતે એ વાંચજો; કોઈ જાણે નહિ. બસ.” | નિકોલસ કાગળ ખીસામાં સરકાવી દઈ કંઈ વધુ પૂછવા જાય, તે પહેલાં તો ન્યૂમેન નૉઝ ચાલ્યો ગયો હતો. કોચ પણ હવે ઊપડ્યો. આબોહવા થઈ શકે તેટલી ખરાબ થઈ હતી. બરફ સાથેનો પવન સુસવાટા કરતો હતો. મિ૦ વીયર્સ દરેક મજલે ‘પગ છૂટા કરવા’ નીચે ઊતરતા અને નિકોલસને છોકરાઓની સંભાળ રાખવા કોચમાં જ બેસાડી રાખતા. જ્યારે જ્યારે ‘પગ છૂટા’ કરી આવી મિત્ર વીયર્સ પાછા કોચમાં આવતા, ત્યારે તેમના નાકના ટોચલાનો લાલ લાલ રંગ જોતાં તથા અંદર બેસી તે તરત જે રીતે ઝોકે ચડી જતા તે જોતાં, ગરમી માટે કંઈક પીણું પણ પીને જ તે આવતા, એમ ચોક્કસ લાગતું. પણ સત્યાનાશ! એક મજલે ઘોડા બદલી, કોચ થોડો આગળ વધ્યો હશે, તેવામાં અંધારી રાતે એક જગાએ બરફના ઢગલાઓમાં રસ્તાનો અંદાજ ઘોડાઓને કે કોચમેનને રહ્યો નહિ, અને કોચ રસ્તાની કિનારી ઉપરથી વધુ બહાર નીકળી જતાં એ બાજુનાં બે પૈડાં ખૂબ નમી ગયાં અને આખો કોચ બાજુએ ઢળી પડ્યો! નિકોલસ ઊછળીને જરા દૂર ફંગોળાયો, પણ બરફના ઢગલામાં પડતાં તેને ખાસ વાગ્યું નહિ. બિચારો કોચમેન વધારે ફંગોળાયો હતો; પણ ઘોડાઓના તાણિયા ખેંચાઈ તેમની સ્થિતિ વધુ વિચિત્ર થઈ ગઈ હતી, અને તે ખૂબ ધમપછાડા કરતા હતા. કોચમેને નિકોલસ સામું જોઈને બૂમ પાડી, Page #63 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નોકરીએ જાય છે ૩૫ કરીએ “જુવાન, જરા ઘોડાને પકડી રાખી શકશે? હું તરત તાણિયા કાપી નાંખીશ; પણ એ જરા સ્થિર રહે તોને!” નિકોલસ તરત દોડયો અને હિંમતથી તેણે ઘોડાઓને મજબૂત રીતે પકડી રાખ્યા. તાણિયા કપાતાં, કોચમૅનના કહ્યાથી, તેણે ઘોડાઓને છોડી મૂકયા, એટલે તે પોતાના મુકામે પાછા નાઠા. કોચમૅન અને નિકોલસ હવે દબાયેલા પછડાયેલા અને ચીસો પાડતા સૌને સંભાળવાની તથા બારણું ઉઘાડી અંદર બેઠેલાંઓને ઉપરથી ઊંચકી લેવાની પેરવીમાં પડયા. તપાસને અંતે જણાયું કે, અંદર બેઠેલી બાઈનો લૅમ્પ ફૂટી ગયો હતો, તથા સગૃહસ્થનું માથું. બહાર બેઠેલાઓમાંથી સામેની બેઠકવાળા બેની આંખો ઉપર કાળાં ચકામાં થયાં હતાં, એક જણનું નાક જરા છૂંદાયું હતું, કોચમૅનને લમણા ઉપર ઢીમણું થયું હતું, અને બાકીનાઓને બરફના ઢગલાઓને કારણે કશી ખાસ ઈજા પહોંચી ન હતી. મિ∞ સ્ક્વીયર્સ બોલી ઊઠયા, “નિકોલસ, તમે ઘોડાઓને મજબૂત રીતે પકડી રાખ્યા તે બહુ સારું થયું. તમારી જગાએ હું પણ એમ જ કરત; પણ તમે એ કામ કર્યું તેથી હું બહુ ખુશી થયો છું. આપણે શિક્ષકો કહેવાઈએ, અને આપણે જાનને જોખમે સૌની સેવા કરવાનો દાખલો બેસાડવો જ રહ્યો.” સૌ મુસાફરો હવે ભેગા થઈ એકબીજાને ટેકે ચાલતા આથડતા, નજીકમાં નજીકની કોઈ વીશી જેવી જગાએ જઈ પહોંચ્યા. ત્યાં કશી ખાસ સગવડ મળે તેવું તો હતું નહિ; એટલે આગ સળગાવી, સૌ ટોળે વળી તેની આસપાસ બેઠાં. અને કૉચમૅન નવો કોચ તથા ઘોડા લેવા, જ્યાંથી ઘોડા બદલ્યા હતા તે મથકે પાછો ગયો. પછી નવો કોચ આવતાં મુસાફરી પાછી શરૂ થઈ. સવારના અરસામાં નિકોલસને ઝોકું આવી ગયું. જયારે તેણે આંખ ઉઘાડી ત્યારે ગ્રેટા બ્રિજ આવી ગયું હતું અને મિ૦ ીયર્સ પેલા પાંચ છોકરાઓને અને સરસામાનને નીચે ઉતારવાની ધમાલમાં પડયા હતા. Page #64 -------------------------------------------------------------------------- ________________ કેળવણુની દુકાન ગ્રેટા બ્રિજ મુકામે વાહન બદલવાનું હતું. મિ૦ ક્વીયર્સ વીશીના વાડામાંથી એક ગાડું અને એક ડમણિયું બહાર લઈ આવ્યા. ગાડાવાળાને છોકરાં તથા માલસામાન સોંપ્યાં અને પોતે નિકોલસ સાથે ડમણિયામાં બેસી ઊપડી ગયા. નિકોલસે ટાઢથી ધ્રુજતાં ધૃજતાં પૂછયું – “હજુ ડોથબૉમ્પ્સ હૉલ અહીંથી બહુ દૂર છે, સાહેબ?” “અહીંથી ત્રણેક માઈલ તો હશે જ. પણ નિકબી, અહીં તમારે તેને “હૉલ” કહેવાની જરૂર નથી.” “કેમ સાહેબ?” “એ તો લાંડનમાં હોઈએ ત્યારે આપણે “હૉલ” કહીએ છીએ; કારણ કે, શહેરવાળાઓને એ શબ્દ જ ગમે છે. પણ આપણા આ ગ્રામવિસ્તારના લોકોમાં એ શબ્દ માટે ખાસ આગ્રહ નથી. જોકે, પોતાના ઘરને કોઈ ‘ટાપુ' પણ કહેવા માગે, તો પાર્લમેન્ટનો કોઈ કાયદો મનાઈ તો નથી જ કરતો!” “ના રે! કાયદો તો શી રીતે મનાઈ કરી શકે?” નિકોલસે જરા આભા બની જવાબ આપ્યો. પોતાનું એક મજલાનું મકાન આવતાં, નીચે ઊતરી મિત્ર સ્લવીયસેં બારણું ઉઘડાવવા ઠોકાઠોક અને બૂમાબૂમ કરી મૂકી. કેટલીક વારે અંદરથી નકૂચા-તાળાં ઊઘડવાનો અવાજ આવ્યો, અને પછી એક સૂકલો, ઊંચો ટંડેલ સરખો છોકરો ફાનસ સાથે બહાર નીકળ્યો. ૩૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ કેળવણીની દુકાન ૩૭ “તું છે કે, સ્માઇક? તરત બારણું ઉઘાડતાં તને શા ઘા પડ્યા હતા, વારુ, હૈ? આટલી વાર તું શું કરતો હતો? આવા ભયંકર પવનમાં અમને બહાર શા માટે ઊભા રાખ્યા, બોલ જોઉં?” “સાહેબ, મારે તમારી રાહ જોઈને જાગતા બેસી રહેવાનું હતું.' એટલે મિસિસે મને કહ્યું હતું કે, રસોડામાં અંગીઠી પાસે જાગતો બેસજે. પણ ત્યાંની હુંફમાં મને જરા ઝોકું આવી ગયું, સાહેબ.” “તારી મિસિસ થતી બેવકૂફ જ છે,” મિત્ર વીયર્સે આસપાસ નજર કરી લઈને બોલી નાંખ્યું; “તને ટાઢમાં બેસાડી રાખ્યો હોત, તો તું વધારે સહેલાઈથી જાગતો રહી શક્યો હોત. પણ હું તારો એ હિસાબ બરાબર ચૂકતે કરી લઈશ; જરા નિરાંતે વાત.” પછી નિકોલસ પણ નીચે ઊતરી રહ્યો, એટલે મિ0 વીયર્સે ડમણિયાના ટટ્ટને તબેલામાં લઈ જવા સ્માઇકને કહ્યું. મકાનમાં પેસતાં જ એક સ્ત્રી ઠેકડા ભરતી સામે આવી અને લાડથી મિ0 સ્કેવીયર્સને ગળેથી પકડીપોસ્ટનાં પરબીડિયાં ઉપર સિક્કા મારે એ અદાથી, તેણે બેએક ચુંબનો એક પછી એક ચોડી દીધાં. એ મિ૦ સ્કવીયર્સની ધણિયાણી હતી. મિત્ર વીયર્સે તેને ગાય-ભૂંડ તથા બાદમાં છોકરાંઓ વગેરેના કુશળ-સમાચાર પૂછયા. | નિકોલસ આ કુશળ-સમાચારની પૂછપરછ દરમ્યાન બાજુએ ઊભો રહ્યો હતો, અને આ દંપતીની ભાવભરી ખાનગી વાતચીત દરમ્યાન દૂર ખસી જવું કે નહિ એવું વિચારતો હતો; તેવામાં મિત્ર વીયર્સ તેના તરફ આંગળી કરીને બોલી ઊઠયા– આ આપણો નવો આસિસ્ટન્ટ છે, જોયો?” એમ?” મિસિસ ખુવીયર્સ તેને પૂરા અણગમાની નજરે પગથી માથા સુધી જોતી બોલી. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નિકોલસ નિકલ્દી “આજે રાતે તે આપણી સાથે ભોજન કરશે; ને કાલ સવારથી છોકરાઓ ભેગો જશે. આજની રાત પૂરતી તેને આડા પડવાની કિંઈક જગા પણ કાઢી આપવી પડશે.” મિ૦ સ્કવીયર્સે પછી પોતાના ખીસામાંથી માબાપો તરફથી જુદા જુદા છોકરાઓ માટે હાથોહાથ આપવામાં આવેલા કાગળો તથા નવા છોકરાઓના કરારોના ખતપત્ર વગેરે બધું ટેબલ ઉપર ઠાલવ્યું. ભોજનની વસ્તુઓ લઈને નોકરડી સાથે આવેલો પેલો સ્માઇક એ બધા કાગળો સામે બહુ આતુરતાથી જોઈ રહ્યો. તેની ઉંમર અઢાર ઓગણીસ વર્ષની હશે, પણ તેનાં કપડાં હજુ તેના બચપણનાં જ કાયમ રહ્યાં હોય તેવાં ટૂંકાં તથા જીર્ણશીર્ણ હતાં. તેણે હવે ડરતાં ડરતાં, બેચાર ધોલધપાટા મળવાના જોખમે પણ પૂછી નાંખ્યું – સાહેબ, કોઈ મારી ખબર પૂછવા – મારે માટે કાગળ આપવા –” લે, કર વાત! અલ્યા, તારે માટે કોણ વળી આવવાનું હતું? આટલાં વર્ષથી તને અહીં મૂકવામાં આવ્યો છે, પણ પહેલા છ મહિને નાના પૈસા મળ્યા, પછી કોઈ પૈસા આપવા કે ખબર કાઢવા જ કદી આવ્યું છે વળી? એ તો હું ભલો માણસ છું કે, તને થોડુંઘણું ફેરફાંટાનું કામકાજ સેંપી, પોષ્યા કરું છું. બાકી, આવડા મોટા પહાડને ખવરાવતાં તો ગોદીના કોઠાર પણ ખાલી થઈ જાય !” પેલો બિચારો છોકરો, ફીકું હસી, નિરાશ મોંએ ત્યાંથી પાછો ફર્યો. નિકોલસ, કોણ જાણે શાથી, એની એ મૂક વેદના જોઈ દુ:ખી થઈ ગયો. રાત્રે મળી તેવી વાળુ કરી, એક ઓરડામાં ગમે તેવી પથારીમાં સૂવા માટે કોટ કાઢવા જતાં, નિકોલસના ખીસામાંથી અચાનક ન્યૂમેન નૉઝે આપેલો પેલો કાગળ બહાર નીકળી પડ્યો. નિકોલસે તેને તરત ઉપાડી લઈ, વાંચવા માંડયો– Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૯ કેળવણીની દુકાન “ભલા જુવાન, “હું દુનિયાને ઓળખું છું. તારા બાપુ નહોતા ઓળખતા,નહિ તો તેમણે મને પૈસાની મદદ કરી નહોત; કારણ કે, મારી પાસેથી કશું પાછું મળી શકે તેમ નહોતું. તું પણ દુનિયાને ઓળખતો નથી; નહિ તો આ મુસાફરીએ જવા કબૂલ ન થયો હોત. “જો કોઈ વાર તને લંડનમાં અચાનક આવવું પડે અને કંઈક રહેઠાણ કે છુપાવાની જગાની તાત્કાલિક જરૂર પડે, (ગુસ્સે ન થતો, મારે પણ કદી એવી જરૂર નહિ પડે, એમ જ હું માનતો હતો !) તો ગોલ્ડન સ્કૉર, સિલ્વર સ્કૂટ, ક્રાઉન વીશીવાળા મકાને ચાલ્યો આવજે. જેમ્સ સ્ટ્રીટ અને સિલ્વર સ્ટ્રીટને ખૂણે એ મકાન છે. તું રાતે પણ ગમે ત્યારે આવી શકે છે. ભૂલો સુધારીને વાંચજે. હવે તો હું આખો કોટ કેવી રીતે પહેરાય એ પણ ભૂલી ગયો છું. મારી જોડણી પણ એ બધી જૂની બાબતોની સાથે જ વિદાય થઈ છે.” “ન્યૂમૅન નોંઝ” આ કાગળ વાંચી નિકોલસની આંખો અજાણતાં જ ભીની થઈ આવી. થાકથી ઘસઘસાટ ઊંઘ આવી જતાં, બીજે દિવસે સવારે મિ0 વીયસે બૂમાબૂમ કરી ત્યારે જ નિકોલસ જાગ્યો. “જુઓને પપ થીજી ગયો છે, હવે તો કૂવાનો બરફ તોડીને છોકરાઓ માટે આપણે બાલટી ભરીને પાણી નહિ કાઢીએ, ત્યાં સુધી ‘ડ્રાઈ-કલીનિંગ’ જ કરી લેવું પડશે.” એટલામાં તો મિત્ર કુવીયર્સની ધણિયાણી હાંફળી હાંફળી અંદર આવી પહોંચી. તેણે બાટમાં આમ તેમ થોડાં ફાંફાં માર્યા પછી ત્રાડ નાંખી: “આ તે શું થવા બેઠું છે? નિશાળની કડછી કયાંય મળતી નથી.” Page #68 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્બી “કંઈ ચિંતા કરવાની જરૂર નથી; એની અત્યારે જરૂર પણ શી છે?” મિ∞ ીયર્સે આશ્વાસન આપતાં કહ્યું. ૪૦ “હેં? શી જરૂર છે? ભૂલી ગયા, મહેરબાન ! આજે ગંધક-દિન છે તે?” 66 ‘ખરી વાત, ખરી વાત! નિકલ્બી, અમે છોકરાઓના લોહીના શુદ્ધીકરણ માટે અવારનવાર આ ખાસ વાની આપીએ છીએ,” મિO ીયર્સે કહ્યું. “જોજે જુવાન, અમે ગંધકનો શીરો બનાવીને છોકરાઓને આપીએ છીએ એમ માનતો! માર ઝાડૂ! એમ કરીએ તો તો ધંધો ચલાવી રહ્યાં. તને હું સીધેસીધી વાત કરી દઉં છું; મને એવી ગોળમટોળ વાતો કરતાં નથી આવડતી !” — મિસિસે કહ્યું. - મિટ “ધીમાં તો પડો! એમ ઝટ ઝટ કહેવાની શી જરૂર ીયર્સ ધણિયાણીને જરા પટાવતા હોય એમ બોલ્યા. << માર ઝાડૂ! જો ભાઈ, જુવાન, તું અહીં માસ્તર થવા આવ્યો છે, તો સાંભળી લે — અહીં છોકરાંઓને કશાં લાડ લડાવીને બગાડવાનાં નથી, સમજ્યો? અમે ગંધકનું ભૈડકું તેમને પાઈએ છીએ તે એટલા માટે કે, કંઈક દવા જેવું તેમને અવારનવાર આપવું પડે; ઉપરાંત, એ બધાની વાઘ જેવી ભૂખ પણ એથી થોડી ટાઢી પડે; એટલે એક દિવસના નાસ્તાનું અને ભોજનનું ખર્ચ પણ ઓછું આવે. એમ એમને અને અમને બંનેને ફાયદો, સમજ્યો? તારા બીજા-ત્રીજા ખ્યાલો હોય, તો મારી પાસે એક પણ નહીં ચાલે, સમજ્યો ? માર ઝાડૂ!” “ ભાઈ, આ મારી ધણિયાણી છે, તેની એક એક વાત લાખ રૂપિયાની છે! છોકરાઓનું અને અમારું સૌનું હિત જોવાની તેની કાળજી અને આવડતથી તો મારી આ નિશાળ ઊંચી આવી છે. બધાં છોકરાંઓની એ જ મા છે, બાપ છે, અને શિક્ષક છે; એ જ Page #69 -------------------------------------------------------------------------- ________________ શાળાનું બંધકદિન – પૃ૦ ૪૦ ''' , '' : :: , . - - - કલર * લસ કt : રાજ / VE, કા 15 - - જતે જતા - * * કાર* Page #70 --------------------------------------------------------------------------  Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૧ કેળવણીની દુકાન મારી મૂડી છે, વ્યાજ છે. – અહા! એક એક લાખ રૂપિયાની વાત છે!” પછી જ્યારે સ્કવીયર્સ અને નિકલ્દી તૈયાર થઈને શાળાના ઓરડામાં ગયા, ત્યારે નિકોલસની નજરે જે દેખાવ પડયો, તેથી તેનું હૃદય ફરી પાછું બેસી જવા લાગ્યું. છતના કશા આભરણ વિનાનો એ એક ગંદો ઓરડો હતો; બારીઓના કાચની ઘણી તખ્તીઓ તુટી ગઈ હોવાથી તેમાં છાપાં કે કૉપી-બૂકો ભરવામાં આવ્યાં હતાં. ઢાળિયાંપાટલીઓ તો નામ માત્ર ત્યાં હતાં, તેમનાં રૂપ તો ક્યારનાં અલોપ થઈ ગયાં હતાં. પણ ઓરડાને તો, ‘માર ઝાડૂ’!- એ ઓરડામાં વિદ્યાર્થીવર્ગનું જે દૃશ્ય તેની નજરે પડયું, તે ખરેખર તો ત્રાસજનક હતું. નાનાં છોકરાંના ફીકા, આનંદહીન, તથા ઘરડાપાભર્યા ચહેરા; મોટે ભાગે ખુલ્લા અવયવો ઉપર માર અને ડામનાં ચકામાં, તેમનો ઠીંગળાઈ ગયેલો વિકાસ તેમનાં ભાગી ગયેલાં શરીરનું તેમના અપંગ બનેલા અવયવો, -ટૂંકમાં, માબાપો પોતાનાં ન જોઈતાં છોકરાં ઉપર જે જે રીતે અકુદરતી અણગમો દાખવી શકે, તેનાં બધાં ચિહ્નો અહીં મોજૂદ હતાં. જન્મથી માંડીને જેમને સહાનુભૂતિ અને સ્નેહની હૂંફ મળી નથી, જેમનામાંથી બચપણનો તરવરાટ અને જીવરાપણું ફટકાબાજીથી કે ભૂખમરાથી દૂર કરવામાં આવ્યાં છે, અને જેમનાં અન્યાય-અત્યાચારથી સૂણી ગયેલાં હદયોમાં દરેક પ્રકારની વેર-વિરોધ અને ગુનાની વૃત્તિઓ ફોલ્લાની પેઠે કે બળિયાનાં ચાઠાંની પેઠે ઊપસી આવી છે, એવું એ નર્યા દોજખના જીવોનું ખદબદતું ટોળું હતું. મિસિસ ફવિયર્સ ઢાળિયા ઉપર મૂકેલા કૂંડામાંથી મોટા લાકડાના ચમચા વડે પેલો ગંધકનો વો એક પછી એક ક્રમે પાસે આવતા પહોળા મોંમાં રેડયે જતાં હતાં; અને એ પીનાર મેની પછી જે વલે થતી, તે જોઈને કદાચ દુ:ખથી હૃદય ન ફાટી જાય, તોપણ હસવાથી માં તો ફાટી જ જાય. Page #72 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્બી બધાંને ગંધક પિવરાવવાનું પૂરું થયું, એટલે સ્માઇકને એ ફંડું ઉઠાવી જવાનો હુકમ થયો. મિસિસ સ્કેવીયર્સે પોતાનો હાથ એક છોકરાના માથા ઉપરનાં ઝુલફાંમાં લૂછી નાંખ્યો. - ત્યાર બાદ બધા છોકરાઓને પાણીથી પાતળું કશું કથ્થઈ રંગનું પેય અને એમાં રોટીની પાતળી થઈ શકે તેટલી એક એક ચીપનો નાસ્તો આપવામાં આવ્યો. નિકોલસને પણ હવે આ ‘જાહેર ભોજન જ જમવાનું હોવાથી, તેને પણ મોટું પવાલું ભરીને પેલું પેય તથા માખણ ઘસેલી રોટીની જરા મોટી ફડશ આપવામાં આવી. નિકોલસે પેલું પવાલું તો પેટમાં એ વૃત્તિથી જ ઠાલવ્યું, જે વૃત્તિથી જંગલીઓ ભૂખથી તડપતા પેટને શાંત પાડવા તેમાં માટી ભરી કાઢે છે. અર્ધાએક કલાક બાદ મિ૦ સ્કવીયર્સ પાછા આવ્યા. છોકરાઓ પોતપોતાને સ્થાને “ભણવા ગોઠવાઈ ગયા. ચોપડીઓનું પ્રમાણ, સંખ્યાની દૃષ્ટિએ, આઠ છોકરા વચ્ચે એકનું હતું. મિ૦ વીયર્સે હુકમ કર્યો એટલે પહેલા વર્ગના છએક છોકરા સામે આવી ઊભા રહ્યા. પહેલા છોકરાના હાથમાં જ એક ચોપડી હતી. મિત્ર વીયર્સે નિકલ્બીને સંબોધીને કહ્યું, “આ જોડણી અને પુસ્તક-જ્ઞાનનો વર્ગ છે. હવે આપણે લૅટિનનો નવો વર્ગ શરૂ કરીશું અને તે તમને સોંપીશું. તો, બોલો છોકરાઓ, પહેલો નંબર ક્યાં ગયો છે?” “સાહેબ, તે પાછલા કમરાની બારી સાફ કરે છે,” પુસ્તક-જ્ઞાનના વર્ગના કામચલાઉ મૉનિટર જેવાએ જવાબ આપ્યો. “બરાબર, એમ જ કરવું જોઈએ; જુઓ નિકલ્બી, અમે વ્યાવહારિક-તાલીમની પદ્ધતિએ ચાલીએ છીએ. જુઓ છોકરાઓ, ક્રિયાપદ ‘કલીન’ એટલે સાફ કરવું, ઘસવું, માંજવું. અને ‘વિન્ડર’ એટલે બારી. જુઓ નિકબી, અમે છોકરાને આ શબ્દ શીખવીએ એટલે Page #73 -------------------------------------------------------------------------- ________________ કેળવણીની દુકાન ૪૩ તરત તે જઈને બારી સાફ કરવા લાગી જાય. તો જ એ બે શબ્દો તેણે બરાબર પચાવ્યા કહેવાય. ઠીક, હવે બીજો નંબર કયાં છે?” સાહેબ, તે બગીચામાં ઘાસ નીંદે છે.” ખરી વાત તો જુઓ “બો-ટુ-ટી-ની” એ પદાર્થવાચક નામ છે, અને તેનો અર્થ છોડવાઓનું જ્ઞાન થાય. છોકરો ‘બોટ્ટીની” શબ્દ શીખે અને ભણે છે, તેનો અર્થ છોડવાઓનું જ્ઞાન થાય, એટલે તેણે છોડવાઓ પાસે તરત પહોંચી જવું જોઈએ. જુઓ નિકલ્બી, આવી અમારી કેળવણી-પદ્ધતિ છે. તમારો તે વિષે શો અભિપ્રાય છે?” બહુ ઉપયોગ પદ્ધતિ છે, એમ કહેવું જોઈએ,” નિકોલસે દ્વિઅર્થી રીતે જવાબ આપ્યો. હવે વીયર્સે ત્રીજા નંબરની હાજરી પોકારી; અને તેને પૂછયું, “ઘોડો એ શું છે?” “જાનવર છે, સાહેબ,” છોકરાએ જવાબ આપ્યો. “કેમ, જાનવર જ છે ને, નિકલ્દી ?” “હા, મને તેમાં કઈ શંકા કરવા જેવું લાગતું નથી, સાહેબ,” નિકલ્વીએ જવાબ આપ્યો. તો જુઓ, છોકરાઓ, ઘોડો એ ચોપગું છે. ‘ચોપગું” એ જાનવર માટેનો લેટિન શબ્દ છે. વ્યાકરણ શીખેલાને એટલી ખબર તો હોવી જ જોઈએ. નહિ તો વ્યાકરણની જરૂર જ શી છે, હું?” “જરૂર જ ક્યાં છે?” નિકોલસ મર્મમાં બોલ્યો. “તો હવે, છોકરા, તને ચોપગું શબ્દ આવડયો, તો જઈને મારા ઘોડાને જઈને બરાબર ખરો કરી આવનહિ તો તારો જ ખરો મારે કરવો પડશે. બાકીનો વર્ગ જઈને કૂવામાંથી પાણી ખેંચીને વાસણો ભરી કાઢે. કારણ કે, કાલે ધોવણ-દિન છે.” આટલું કહી મિત્ર સફવીયર્સે પહેલા ધોરણને પુસ્તક-જ્ઞાનનો વ્યાવહારિક પ્રયોગ કરવા માટે મોકલી દીધો; અને નિકોલસ તરફ ખંધાઈથી શંકાભરી નજર કરી. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૪ નિકોલસ વિકલ્પી થોડી વાર થોભ્યા પછી મિત્ર વીયર્સે નિકોલસને કહ્યું, “અમે આ પ્રાચીન-અર્વાચીન પદ્ધતિએ કામ કરીએ છીએ. તો તમે હવે આ બાકીના ચૌદ છોકરાઓને લઈને તેમને પાઠ વંચાવવાનું વગેરે કામ કરવા માંડો. તમારે પણ કંઈક ને કંઈક ઉપયોગી કામે તો લાગવું જ જોઈએ ને? આળસુપણે બેસી રહ્યું ન ચાલે; ખાધેલું હજમ પણ શી રીતે થાય?” મિ0 વીયર્સે નિકોલસને પોતાની શિક્ષણસંસ્થાની પ્રશંસામાં બહુ ઓછું બોલતો કે મનમાં કદાચ તેને ટીકાબુદ્ધિથી તપાસતો જોઈને તીખા શબ્દોમાં કહ્યું. આમ કરતાં સવારનો વખત પસાર થવા આવ્યો. એક વાગ્યે છોકરાઓની ભૂખ ખૂબ કામકાજ અને બટાટાથી મારી નાંખ્યા બાદ રસોડામાં તેમને ભોજન આપવામાં આવ્યું. નિકોલસને તેના હોદ્દાની રૂએ જુદો બેસી પોતાનું ભોજન લેવાનું હતું. ત્યાર બાદ અર્ધો કલાક વર્ગના ઓરડામાં જ ટાઢથી ધ્ર જતાં ધૂ જતાં આરામ; અને તે આરામના સમય બાદ નિશાળના વર્ગો ફરી પાછા શરૂ થવાના હતા. Page #75 -------------------------------------------------------------------------- ________________ શાળાને વાલી-દિન | દર મહિને મિ0 સ્કેવીયર્સ લંડન જઈ આવે, એટલે પછી સૌ છોકરાઓને ભેગા કરી, કોનાં ક્યાં સગાંવહાલાં મળવા આવ્યાં હતાં, કોણે કોને માટે કાગળ-પત્ર આપ્યા છે, કોનાં બિલ ચૂકવાયાંકોનાં ન ચૂકવાયાં, વગેરે બાબતોનો જાહેર અહેવાલ આપે. આ કામ તરત કરવાને બદલે બપોર પછીના શાળાના સમય દરમ્યાન કરવામાં આવતું, જેથી ત્યાં સુધી છોકરાઓને પોતાની ઈંતેજારી દબાવવાની નૈતિક તાલીમ મળે, તથા મિ૦ સ્કવીયર્સ પણ ભોજન બાદનાં કેટલાંક ઉચિત પીણાંથી જોઈતી કડકાઈ અને તાકાત પાછી મેળવી લે! આજે પણ એ રીત પ્રમાણે બધા છોકરાઓને એ મહા-સુનાવણી માટે તેમને કામેથી બોલાવીને વર્ગના ઓરડામાં ભેગા કરવામાં આવ્યા અને મિસિસ સ્કવીયર્સ બે નવી સોટીઓ ટેબલ ઉપર તૈયાર રાખી પડખે ખડાં રહ્યાં. મિત્ર વીયર્સે હવે જરા ભાવનાની ઉત્કટતામાં આવી જઈને ભાષણ શરૂ કર્યું– છોકરાઓ, હું લંડન જઈ આવ્યો! આ ટાઢમાં, એટલે બધે દૂર! અને ત્યાંથી હતો તેવો હેમખેમ મારા કુટુંબ વચ્ચે – અને તમો સૌ પણ મારા વહાલા કુટુંબના એક ભાગ જ છો, –પાછો આવી ગયો છે.” આ વાક્ય બોલાઈ રહ્યું કે તરત છોકરાઓએ ત્રણ વખત તાળીઓ પાડીને, રાબેતા મુજબ, પોતાનો હર્ષ જાહેર કર્યો. બધા બરાબર તાળી પાડે છે કે નહિ, તે મિસિસ વીયર્સ કડકાઈથી જોઈ રહ્યાં, એ કહેવાની જરૂર નથી. ' ૪૫ Page #76 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્બી મિ૦ ક્વીયસ હવે આગળ ચલાવ્યું, “હું કેટલાક છોકરાઓનાં માબાપને મળ્યો છું; અને તેઓએ તેમનાં સંતાન અહીં રાજીખુશીમાં છે, તે બાબત સંતોષ જાહેર કર્યો છે, તથા તેઓ અહીંથી કયાંય જઈ શકે તેમ નથી, એ જાણી ભારે નિરાંત અનુભવી છે.” ૪૬ મિ૦ ક્વીયર્સની આ જાહેરાત પછી બે કે ત્રણ હાથ તરત જ આંખો તરફ વળ્યા. મિ. સ્કવીયર્સે હવે આગળ ચલાવ્યું — “અલબત્ત, મારે કેટલીક કડવી નિરાશાઓ પણ અનુભવવાની થઈ છે: બોલ્ડરના બાપ પાસે અઢી પાઉંડ જેટલી રકમ બાકી રહે છે. બોલ્ડર કયાં છે?” રોગી જેવો દેખાતો એક છોકરો, મસાથી છવાઈ ગયેલા હાથ સાથે, ધૂ જતો ક્રૂ જતો સામે આવી ઊભો રહ્યો. “બોલ્ડર, અલ્યા તારો બાપ એમ માનતો હશે કે – પણ હેં? અલ્યા. આ શું?” –મિ૦ ક્વીયર્સ કયાં વધુ સારી રીતે વાગશે એ સ્થાન તપાસવા તેનો હાથ પકડવા ગયા, તેવામાં તેના મસા જોઈ ચાંકીને બોલી ઊઠયા. k ‘આ શું છે?” એટલું કહી તેમણે તરત જોરથી એક સોટી તેને ચમચમાવી દીધી, જેથી જવાબ આપવામાં તે જરા ઉતાવળ કરે. “સાહેબ, મારો વાંક નથી; એ બધાં ગુમડાં નીકળ્યા જ કરે છે, સાહેબ; કદાચ ગંદકીમાં કામ કરવાને લીધે થતું હશે, – પણ સાહેબ, મને ખબર નથી, મારો વાંક નથી. ” 66 બિચારો આટલું બોલતો રહ્યો, ત્યાં તો મિ∞ ક્વીયર્સ સોટી લઈને ઝોડની પેઠે તેની ઉપર તૂટી પડયા : હરામજાદા, તું નહિ જ સુધરવાનો કેમ ? મારની તને કશી અસર જ થતી નથી કેમ? આ વખતે જોઉં તો ખરો કે, તું મારથી સુધરે છે કે નહિ!” બિચારા બોલ્ડરના મેાંમાંથી ચીસો ઉપર ચીસો નીકળવા માંડી. છેવટે મિ∞ ીયર્સનામાં જ વધુ મારવાની તાકાત ન રહી, ત્યારે Page #77 -------------------------------------------------------------------------- ________________ શાળાનો વાલી-દિન તેમણે સ્માઇકને હુકમ કર્યો, “લઈ જા સાલાને કોલસાની કોટડીમાં - ભલે ત્યાં જઈને પોતાનાં ફેફસાં ખાલી કરવાં હોય તેટલાં કરે; અહીં શાળાના વર્ગમાં એવી બૂમાબૂમ ને રડારોળ મારે ન જોઈએ. કોણ જાણે સાલામાં આટલી ચીસો પાડવાની તાકાત હજુ વર્ષોથી આવે છે!” પછી તેમણે બીજા છોકરાનું નામ દીધું – “કોબે કયાં છે? તેનો આ કાગળ છે. ઓહો, તેની બહેન લખે છે કે, કોબેની દાદી મરી ગઈ છે અને તેના કાકા દારૂની લતે ચડી ગયા છે. એ સિવાય બીજા કોઈ નવીન ખબર નથી. તેણે ભાગી નાખેલા કાચ પેટે તેની બહેને અઢાર પેન્સ મોકલ્યા છે, તે મિસિસ વીયર્સ, લઈ લો જોઉં.” પછી તેમણે માર્શનું નામ પોકાર્યું: “તેની માશી લખે છે કે, ગેમાર્શ અહીં સાજોસમો અને રાજીખુશીમાં છે તે જાણી તેમને બહુ આનંદ થયો છે, અને તેઓ મિસિસ સ્કવીયર્સની આવી કાળજીભરી સંભાળ માટે તેમનો ઘણો ઘણો આભાર માને છે. તથા ગેમાર્શ મિત્ર અને મિસિસ સ્કવીયર્સને પોતાનાં સાચાં મા-બાપ માનીને વર્તશે, તથા એક પથારીમાં પાંચ જણને સૂવું પડે તે બાબત કશો ગણગણાટ નહિ કરે – કોઈ સાચા ખ્રિસ્તીએ ન કરવો જોઈએ, એમ પણ તે જણાવે છે.” પછો મોડ્ઝનું નામ પોકાર્યું. મિત્ર વયસે તેના સામું કતરાતી આંખે જોઈને કહ્યું, “તારી સાવકી મા લખે છે કે, તારી ખાવાપીવાની અને કામ કરવાની આડાઈની વાતો સાંભળી તેમનું માથું ફાટી જવા બેઠું છે. તારે કામ કરવું પડે ત્યારે તું હંમેશાં બીમાર હોવાની ફરિયાદ નાનપણથી જ કરતો આવ્યો છે, એવું તે જણાવે છે. તથા તારી એ આડાઈ મિ0 ક્વીયર્સ જેમ ઠીક માને તેમ સજા કરીને કાઢી આપશે, એવી આશા રાખે છે. તો ઠીક, બેટમજી, આમ આવો જોઉં ! તમારે ખાવું-પીવું નથી, કામ કરવું નથી, અને માંદા Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૮ નિકોલસ નિકલ્બી હોવાનું બહાનું આગળ કર્યા કરવું છે કેમ? આવો જોઉં, તમારી બીમારીને જરા ખંખેરી આપું!” આમ કહી તે બિચારાને પણ તેમણે જોરથી ઝૂડવા માંડયો. નિકોલસનું હૃદય આ બધું જોઈ ઊકળી ઊઠવા લાગ્યું. ત્યાર બાદની આ સભાની કાર્યવાહીનો વિશેષ અહેવાલ વિગતે આપવાની જરૂર નથી. છોકરાંઓ માટે તેમનાં માબાપે મોકલાવેલ કપડાં, ટોપીઓ, બૂટ વગેરે મિસિસ ીયર્સે જ સંભાળી લીધાં; તથા એ બધાં તે તે છોકરાઓ માટે ઘણાં નાનાં છે કે બહુ મોટાં છે, એમ જાહેર કરી, તે બધાં પોતાના છોકરા માસ્ટર સ્ક્વીયર્સને બરાબર બંધબેસતાં થાય છે, એમ કહી, પોતાને ક્બજે લઈ લીધાં. આ બધું કામકાજ પૂરું થયું, એટલે મિડ ીયર્સ થાકી જઈને, વર્ગનું કામ નિકોલસને માથે નાખી ચાલતા થયા. અંધારું થતા પહેલાં સૌને રોટી અને ચીઝનું ખાણું થોડું ઘણું આપવામાં આવ્યું. નિકોલસ ખૂબ વિચારમાં પડી ગયો. આવી કરપીણતા, આવી છેતરપિંડી, આવી દગાબાજીના મૂંગા સાક્ષી રહેવા માટે તેને પોતાની જાત ઉપર એટલો બધો ધિક્કાર આવવા લાગ્યો કે, તે જ ઘડીએ મોત જો તેની સામે આવીને ઊભું રહ્યું હોત, તો તેને તેણે તરત આવકારી લીધું હોત. તેને સાથે સાથે બીજો વિચાર પણ આવ્યો: તેના કાકાઓ આવા ખરાબ સ્થળે તેને ગાળી-વૃક્ષીને ધકેલ્યો લાગે છે. એવું જ તે કેટની બાબતમાં પણ કરે તો? તેને પણ તે જો એવે સ્થળે ગોઠવી દે, જ્યાં તેનું સ્વમાન, અરે, જ્યાં તેની નિર્દોષતા ખંડિત થાય, તો –? નિકોલસ આગળ વધુ વિચાર ન કરી શકયો. અચાનક, અંગીઠી પાસે બેસી એકલદોકલ કોલસા વીણીને આગ ઉપર નાખતા સ્માઇકને તેણે ચોરીછૂપીથી પોતા સામે નજર નાખતો જોયો. નિકોલસ એ જોઈ ગયો જાણી, પેલાએ તરત મેમાં નીચું નમાવી Page #79 -------------------------------------------------------------------------- ________________ શાળાનો વાલી-દિન ૪૯ દીધું અને બોચી ઉપર કયારે ધખ્ખો પડે છે તેની તે રાહ જોવા લાગ્યો. “બીશ નહિ, ” નિકોલસે માયાળુતાથી તેને સંબોધીને કહ્યું; “તને ટાઢ વાય છે કેમ?” “ના-આ-આ-રે. ” “પણ તું ધ્રૂજે તો ‘મને તો એવી ટેવ પડી ગઈ છે; હું તો તમારે માટે આગ જરા સંકોરતો હતો.’ 66 તો પછી આટલો ડરે છે શા માટે? મારી કાળજી રાખવા માટે હું તારો આભાર માનું છું, ભાઈ.” સ્માઇકને આ આભારના માયાળુ શબ્દોને બદલે જો જોરથી પીઠ ઉપર ધપ્પો પડયો હોત, તો સારું થાત. કારણ, આ માયાળુ શબ્દો સાંભળીને તો તે એકદમ રડી પડયો! છે. "" “સાંસતો થા, ભાઈ, સાંસતો થા; તું તો હવે ઉંમરથી જોતાં મોટો ભાયડો બન્યો હોય એમ લાગે છે. પુરુષ માણસે આમ હિંમત ન હારવી જોઈએ. ભગવાન તારું ભલું કરશે!” નિકોલસ બોલ્યો. “ ઉંમર? મને કેટલાં વરસ થયાં કોણ જાણે! હું નાનો છોકરો હતો ત્યારનો અહીં છું. અહીં હતા તે બધાથી બહુ નાનો હતો ત્યારથી. પણ એ બધા કયાં ગયા, કોણ જાણે ?” << "" કયા બધા? કોની વાત કરે છે? મને કહે જોઉં. * મારા ભાઈબંધોની. પણ મને કેટલું બધું દુ:ખ પડે છે, તોય તેમની પેઠે હું કેમ મરી જતો નથી?” “ભાઈ, એમ ન બોલીએ; ભગવાન સૌનું ભલું કરે છે; તારે પણ સારા દિવસો જોવાના જરૂર આવશે,” નિકોલસ બીજું શું બોલવું તે ન સમજાયાથી બોલ્યું ગયો. “ના, ના, મારે માટે કશી આશા નથી. તમને યાદ આવે છે? પેલો છોકરો અહીં મરી ગયો હતો તે?” નિ.-૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્ટી ના, ભાઈ, હું તે વખતે અહીં નહીં હોઉં. તું જાણે છે ને કે, હું તો હમણાં જ આવ્યો. પણ એ છોકરાનું શું છે?” સ્માઇક નિકોલસની નજીક સરકી આવીને બોલ્યો, “હું રાતે તેની પાસે એકલો બેઠો હતો. બધા સૂઈ ગયા હતા. તે વખતે તેને પોતાના ઘરનાં માણસોના ચહેરા અચાનક દેખાવા લાગ્યા. તે મને કહેવા લાગ્યો કે, એ બધા તેની સામે જોઈને હસે છે, અને તેને પોતાની પાસે બોલાવે છે. પછી તે છોકરો એ સૌને ચુંબન કરવા મેં ઊચું કરવા ગયો કે તરત મરી ગયો. તમે સાંભળ્યું?” હા, હા, ભાઈ.” “પણ હું મરી જઈશ ત્યારે ક્યા ચહેરા મારી સામું જોઈ હસવા આવશે? અંધારી રાતે કોણ મને બોલાવવા આવશે? મારે ઘેરથી તો તેઓ નહિ આવ્યા હોય. કારણ, મારાં ઘરવાળાં તો મેં કદી જોયાં જ નથી; મને યાદ જ નથી. હું કોઈને ઓળખી પણ, નહિ શકું. મને મરતી વખતે એ બધા અજાણ્યાઓને જોઈને બીક લાગશે.” એટલું કહીને તે જોરથી કંપી ઊઠયો. પણ એટલામાં સૂવાનો દાંટ વાગ્યો. એટલે સ્માઇક સરકતો સરકતો ચાલ્યો ગયો. નિકોલસ પણ ઊઠીને સૌ છોકરાઓના સૂવાના ઓરડા તરફ ગયો. Page #81 -------------------------------------------------------------------------- ________________ નિકોલસના ભાવ મિ, ક્વીયર્સ વાલી-દીન પૂરો કરીને વર્ગમાંથી પોતાના કુટુંબમાં પધાર્યા. ત્યાં તેમનો સપૂત તથા તેમની સુકન્યા મિસ ફેની સ્કવીયર્સ, - જે પડોશી સહિયરને ત્યાં થોડા દિવસ ગાળી આવીને પિતૃગૃહે અબઘડી જ પાછી આવી હતી, તે કંઈક મારામારી કે ધમાચકડી કરતાં હતાં. મિસિસ સ્કેવીયર્સને પોતાનાં છોકરાંની એ મુક્કાબાજી જોવાની આંખ જ નહોતી. તે મોજાં સમારતાં એક બાજુ બેઠાં હતાં. પરંતુ મિ0 સ્કેવીયર્સને આવેલા દેખી, ભાઈબહેનની એ મારામારી ટેબલ નીચેના અવયવોથી ચાલવા લાગી. મિત્ર વીયર્સે ખુરશી અંગીઠી પાસે ખસેડીને પૂછયું, “ડિયર, પેલા વિશે તમે પછી શું ધાર્યું?” “કોણનું ધાર્યું વળી?” વ્યાકરણને ફાડવામાં જ અભિમાન લેતાં મિસિસ બોલ્યાં. : “કેમ, આપણા નવા મદદનીશનું વળી; બીજા કોનું?” “ઓહો, નકલબૉયનું? હું તો એ માણસને ખૂબ અંતરથી ધિક્કારું છું.” શા માટે, ડિયર?” માટે” વળી શું? હું ધિક્કારું છું કહ્યું એટલું જ બસ છે.” “તો તો બિચારાનું આવી બન્યું હવે! છતાં હું તો કેવળ જિજ્ઞાસાથી પૂછું છું, ડિયર.” “તો સાંભળી લો કે, એ તમારો નકલબૉય બહુ અભિમાની, ઘમંડી, નાક ચડાવેલા મોર જેવો છે.” પ૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ પર નિકોલસ નિકલ્ટી મિસિસ વીયર્સને નામોના મનસ્વી ઉચ્ચારો કરવાની તથા ગમે તેવાં વિશેષણો અને ઉપમાઓ ઊભાં કરવાની પણ ટેવ હતી. “પણ એ બહુ સસ્તો છે, ડિયર; બહુ સસ્તો મળ્યો છે!” એક ટુકડો પણ સસ્તો નથી, બસ!” “અરે, આખા વરસના પાંચ પાઉડ, ડિયર! અને આપણા હિતેચ્છુ મિ0 રાલ્ફ નિકબીએ આગ્રહ કરીને તેને રખાવ્યો છે. એક રીતે તે પણ નિરાધાર જ છે; એમ ગણોને !” ગમે તેણે રખાવ્યો હોય, પણ આપણે સમૂળો જોઈતો જ ન હોય, તો પછી ગમે તેટલો સસ્તો મળ્યો હોય, તોય એ મોંઘો જ ગણાય ને?” પણ આપણે કોઈ ન છે, ડિયર.” “અરે, નથી ન જોઈએ છે, તમને કહું છું! જાહેરખબરમાં તો લખાય કે, ‘મિ0 વેકફૉર્ડ સ્કવીયર્સ અને કુશળ મદદનીશો દ્વારા શિક્ષણ અપાય છે.’ પણ તેથી મદદનીશ હોવા જ જોઈએ, એવું ક્યાં છે? બધા જ માસ્તરો એમ જ કરે છે વળી. મને તો તમારી વાતોનો કંટાળો આવે છે.” કંટાળો આવે છે એમ? તો સાંભળો, મિસિસ વીયર્સ. આ માસ્તર રાખવાની બાબતમાં હું બીજા કોઈનું કશું સાંભળવાનો નથી. વેસ્ટ ઇંડીઝમાં ગુલામોના મુકાદમને પણ એક મદદનીશ આપવામાં આવે છે, જેથી કાળિયાઓ નાસી ન જાય કે દંગલ ન મચાવે. તો ૩rTTT કાળિયાઓને માટે પણ હું, આપણો ચિરંજીવી વેકૉર્ડ તૈયાર થઈ જઈને નિશાળ સંભાળે ત્યાં સુધી, મારા હાથ નીચે એક મદદનીશ રાખવાનો જ.” હું પપ્પા? હું મોટો થઈશ એટલે આ આખી નિશાળ મને સોંપશો? તો તો એ બધાઓને સોટીઓ ચમચમાવવાની અને ભેંકાવવાની બહુ જ મજા પડશે!” નાનો વેકફૉર્ડ પોતાની બહેનને લાતો મારતો અટકી, આનંદમાં આવી જઈને બોલી ઊઠયો. Page #83 -------------------------------------------------------------------------- ________________ નિકોલસના ભાવ ૫૩ મિત્ર વીયર્સના જીવનની આ ઉમદામાં ઉમદા ક્ષણ હતી. તેમણે અભિમાનથી પોતાના વારસદારને આંખ ભરીને જોઈને છેવટે તેના હાથમાં એક પેની મૂકી દીધી અને પોતે આનંદથી હસી પડ્યા. મિસિસ વીયર્સ પણ હસી પડયાં. પણ એ અડિયલ વાંદરાનો બધો ઘમંડ તો હું તોડી ફોડી નાખવાની; તેના ઘમંડનાં ચીંથરાં ફાડી નાખવાની –” મિસિસ બોલ્યાં. એ તો જે કરવું હોય તે તમે કરજો જ! એની કોણ ના પાડી શકે? ગમે તે કરો તો પણ એનાથી અહીંથી હવે ચસાવાનું નથી.” પણ અહીં વાતમાં વચમાં જ મિસ ફેની ક્વીયર્સ ટપકી પડ્યાં. તે બોલી ઊઠ્યાં, “એવો તે નલબૉય વળી કોણ છે, જે આપણા ઘરમાં રહી મોટો ઘમંડ દાખવે વળી?” “નિબ્બી,” વીયર્સે એના ઉચ્ચાર સુધારતાં કહ્યું, “દીકરી, તારી માને ખોટાં નામ બોલવાની ટેવ છે.” ભલેને ખોટાં નામે હું બોલાવતી હોઉં; પણ સાચી આંખોથી જોઉં છું, એટલે બસ છે. તમે જ્યારે બોલ્ડરને ફટકારતા હતા, ત્યારે હું તેના ચાડા સામું જ જોઈ રહી હતી. આખો વખત તે કાળો કણક પડી ગયો હતો. અને એક વખત તો તે જાણે તમારી ઉપર ધસી આવવા પણ ઊંચોનીચો થયો હતો. મેં બરાબર એ જોયું હતું.” “હા, હા, પણ, બા, એ છે કોણ?” કૅનીએ પોતાની માતાને અટકાવીને ફરી વચ્ચે પૂછયું. “અરે દીકરી, તારા બાપ થતાના માથામાં ખોટું ભૂંસું ભરાયું છે કે, તે એક મરી ગયેલા સદ્દગૃહસ્થનો જીવતો દીકરો છે.” “સ ગૃહસ્થનો દીકરો?” ફેની જરા ઉત્તેજિત થઈ બોલી ઊઠી. “અરે, દીઠા દીઠા એવા સદ્ગુહસ્થ થતા તો! હું એ વાતમાંનો એક કણીકોય માનતી નથી. પણ એની સત્-પદ્ ગૃહસ્થાઈ હું બે દહાડામાં ધોઈ ન કાટું, તો મારું નામ નહીં!” Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮ મિસ કૅનીના મનોરથ તેવીસ વર્ષની બટકી જાડી અને ગટ્ટી મિસ કૅની સ્ફીયર્સના રુદિયામાં જુવાન’, ‘સદ્ગૃહસ્થનો દીકરો વગેરે શબ્દોથી કંઈક અવનવા જ ભાવો પેદા થઈ જવા પામ્યા. અને તેથી, સૂવા જતાં પહેલાં, તેણે રસોડાની ભૂખી નોકરડી પાસેથી નિકોલસના દેખાવ વિષે રજેરજ વિગત પૂછી લીધી. તે બિચારીએ એ પ્રશ્નોના જવાબ ખુશ થઈને પ્રશંસાભર્યા શબ્દોમાં આપ્યા: ‘ તેને સુંદર કાળી આંખો છે, તેનું હાસ્ય બહુ મીઠું મધ જેવું છે, તેના પગ સીધાદોર છે;” ઇ. મિસ સ્કવીયર્સને આ બધી માહિતી ભારે સંતાપક નીવડી. તેના ભદ્રા ગટ્ટા જાડા બટકા બાંધાને કારણે, યૉર્કશાયર તરફ કેમે કરતાં કોઈ જુવાનિયો તેના તરફ નજર કરવા પણ તૈયાર થતો નહિ. પણ આ નવો ‘સગૃહસ્થ ” જુવાન જો સ્વગૃહે અને પોતાનાં માતાપિતાના જ સકંજામાં સપડાયો હોય, તો પછી તેને તો નગર કરવી જ પડે! તે પોતે તેને પોતાની માતાનો ત્રાસ અને કર૫ ઓછો કરી આપશે; તેનાથી આભારવશ થઈ એ જુવાનિયો જરૂર તેના તરફ આકર્ષાશે, અને તે દહાડે જરૂર તેના હાથની માગણી કરશે! – પણ એ વિચાર આવતાંમાં તો પથારીમાં પડેલી મિસ સ્કવીચર્સનું મોં પણ લજજાથી લાલ લાલ થઈ ગયું. અને બીજા દિવસે સવારથી જ તેણે નિકોલસના હૃદય ઉપર વિજય મેળવવા પોતાનાં સર્વ શસ્ત્રો સજવાનો નિશ્ચય કર્યો. તથા સાથે સાથે એ પણ નક્કી ૫૪ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૫ મિસ કૅનીના મનોરથ કર્યું કે, જો એ ઘમંડી જુવાનિયો પોતાને વશ થવા આનાકાની કરે, તો પછી – તો પછી – પોતાની માતાની મદદમાં થઈ જઈ, તે જુવાનિયાને સદંતર રોળી નાખવામાં જરાય પાછી પાની ન કરવી. આવા મીઠા મનોરથ અને તે ન ફળે તો ભાવી વેરના બેતા મનમાં ગોખતાં ગોખતાં કૅનીએ રાત પૂરી કરી. નસીબજોગે, બીજે દિવસે બાપુ બહાર ગયા હતા, અને મા કંઈક બીજે કામકાજમાં હતી. આ લાગ જોઈ, મિસ ફેની વીયર્સ પોતાની પેન સમરાવવા અકસ્માત્ જાણે વર્ગના ઓરડામાં પહોંચી ગઈ. ત્યાં ચાલીસેક છોકરાઓના ટોળામાં માત્ર નિકોલસને જોઈને તે શરમની મારી લાલ લાલ થઈ ગઈ અને ખૂબ સંકોચાઈ ગઈ હોય તેમ બોલી –“માફ કરજો, પણ હું જાણતી હતી કે, મારા બાપુ અહીં જ હશે. નહિ તો, નહિ તો, – આ તે કેવું વિચિત્ર કહેવાય !” મિત્ર વીયર્સ તો બહાર ગયા છે,” નિકોલસે એ આકૃતિને અણધારી જોઈને જરા પણ ગૂંચવાયા વિના જવાબ આપ્યો. “આભાર ! હું આવી ચડી તેથી તમને ડખલ થઈ હશે; પણ મારે આ પેન સમરાવવી હતી, અને મારા બાપુ નથી એવું જાણતી હોત તો કદી ન આવત. બળ્યું, કેટલું બધું વિચિત્ર લાગે! –” પણ તમારે પેન જ સમરાવવી છે ને? એમાં શું? લાવો હું ઠીક કરી આપું,” એમ કહી નિકોલસે હાથ લંબાવ્યો. મારે બહુ નરમ ટાંક જોઈશું,” એમ કહી શરમના શેરડાવાળા ચહેરે મિસ ફેની સ્કવીયર્સે ઢાળેલી આંખે ઊંડો નિસાસો નાખ્યો. નિકોલસે નિર્દોષ ભાવે પેન સમારીને મિસ વીયર્સના હાથમાં આપી. પણ, કૅનીના હાથ કામ જ ન કરતા હોય એમ, પેન તેના હાથમાંથી નીચે પડી ગઈ! અને ખાનાખરાબીની વાત કેવી કે, એ પેન નીચેથી ઉપાડી લઈ તેના હાથમાં ફરીથી મૂકવાનું દાક્ષિણ્ય બતાવવા નિકોલસ ઝટ નીચે નમ્યો, તે જ વખતે મિસ વીયર્સ Page #86 -------------------------------------------------------------------------- ________________ પ૬ નિકોલસ નિકબી પણ તે લેવા નીચી નમી અને બંનેનાં માથાં ટિચાયાં! “સોરી, માફ કરજો,” બોલીને નિકોલસ તરત માફી માગવા લાગ્યો. નારે ના; એમાં મારો જ દોષ હતો! કેવું મૂર્ખાઈભર્યું! પણ ચાલો હવે, “ગુડ મૉર્નિંગ'!” ગુડબાય! બીજી વખત ટાંક સમારવાની હશે ત્યારે હું જાળવીને વર્તીશ – થોડો ઓછો કઢંગો રહીશ. પણ, અરે, તમે ટાંક તરત જ ચાવી ખાવા લાગ્યાંને કાંઈ !” ખરે જ, કેવું કઢંગું? મને કંઈ સમજાતું નથી; પણ કહું છું- તમને તક્લીફ આપવા બદલ માફી માગું છું.” | નિકોલસે તેના સ્વાભાવિક મીઠા હાસ્ય સાથે કહ્યું, “નારે ના, એમાં શાની તકલીફ વળી?” અહા, કેવું મીઠું હાસ્ય! કેવા સીધા પગ – યૉર્કશાયરમાં અને ખાસ કરીને આ મકાનમાં, કે જ્યાં બધાંના પગ રાંટા જ હતા! અને એના મીઠા બોલ!– આ બધા શુભ સમાચાર પોતાની બહેનપણીને આપવા મિસ સ્કુવીયર્સ તરત શ્વાસભરી તેને ત્યાં દોડી ગઈ. મિસ સ્કવીયર્સ તાજેતરમાં જે સાહેલીને ઘેર રહેવા જઈને પાછી આવી હતી, તે હતી આટા ચક્કીવાળાની અઢાર વર્ષની દીકરી, નામે મટિલ્ડા પ્રાઈસ. બે વર્ષ અગાઉ જ ફેનીએ અને તેણે સાહેલીઓની રીતે એકબીજાને ગળે વળગી આકરા સોગંદ ખાધા હતા કે, જે સાહેલી પહેલી પ્રેમમાં પડે, તેણે પોતાના એ ગુપ્ત સમાચાર સૌથી પ્રથમ પોતાની સાહેલીને જ કહેવા. આ કરારની રૂએ, થોડા દિવસ ઉપર જ ચક્કીવાળાની દીકરીના વિવાહ પાસેના બજારના મથકે વેપાર કરતા અનાજના વેપારીના દીકરા જૉન બ્રાઉડી સાથે ગોઠવાયા કે તરત, એ શુભ સમાચાર પોતાની સાહેલીને કહેવા, મટિલ્ડા, રાતના દશ ઉપર પચીસ મિનિટ થવા છતાં, ફેનીના સૂવાના ઓરડામાં સીધી દોડી આવી હતી. ફેની Page #87 -------------------------------------------------------------------------- ________________ મિસ કૅનીના મનોરથ ૫૭. તેના કરતાં પાંચ વર્ષ મોટી હોવા છતાં, પોતાનાથી નાની ઉંમરની સાહેલી પહેલી ગોઠવાઈ એ જાણી, અંતરમાં તો ઈર્ષાથી બળવા લાગી; છતાં ઉપરથી આનંદ દર્શાવતી બોલી, “અહા, કેવું સરસ! કેવું સરસ! કેવા ખુશીસમાચાર!” પરંતુ હવે એનો બદલો લેવાની ઘડી આવી પહોંચી હતી. પોતાને પ્રેમી મળ્યો હતો – વર જ જાણો ને! કેમ કે તે પોતાના માતપિતાની નોકરીની ચુંગલમાં હોઈ, પોતાને ના પાડી જ શી રીતે શકે? અને એ વર પણ કેવો? પૂરો સગૃહસ્થ (“વાંદરી, તારા અનાજ-કરિયાણાના બકાલ જેવો નહિ!”) અને પોતાની મે પોતાને ત્યાં આવેલો. (‘હા, હા, દેડકી, મારા પોતાના સૌંદર્યના પ્રલોભનથી ખેંચાઈને જ વળી! નહીં તો આ નિશાળમાં પગાર તો શું મળી જવાનો હતો?') – કૅનીએ ગુસપુસ કરતાં કરતાં સખીને “બધા શુભ સમાચાર સંભળાવી દીધા. વાહ, લાડકી! પણ તેણે શું શું કહ્યું તે તો કહે!” મટિલ્ડાએ સહસ્થો પોતાની પ્રેમિકાને શા શા લોભામણા શબ્દો કહે, એ સાંભળવાની ઇંતેજારીથી ફેનીને પૂછ્યું. મૂઈ તું! મારે મોંએ , વવું ક્યાં બોલાવે છે? પણ તેં એમની” નજર અને એમનું હાસ્ય જોયાં હોય તો ને? હું તો એ બધાથી મરું મરું થઈ ગઈ હતી ! બાપરે! એથી શરમ ન આવે વળી! અને એટલાં બધાં અડોઅડ નજીક ઊભાં હોઈએ, અરે એકબીજાને ટિચાતાં હોઈએ, – મને તો એ વિચાર આવતાં જ ભયમાં પેસી જવા જેવું થઈ જાય છે!” પછી તો બંને સાહેલીઓમાં “પ્રથમ મુલાકાત વખતની સ્થિતિ અને વાતચીતની નોંધોની સરખામણી ચાલી. મિસ કૅનીના પ્રેમીએ પણ, મટિલ્ડાના પ્રેમીએ જેવું કહ્યું હતું – કર્યું હતું તેવું બધું જ કહ્યું Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નિકોલસ નિકલ્પી હતું – કર્યું હતું, અને તેથી પણ ઘણું ઘણું વધારે, કે જે માંએ શી રીતે વર્ણવી શકાય? છેવટે પોતાની સખીને ફૅનીએ કહ્યું, “ પણ, – મારાં મા-બાપ એ લગ્નની બાબતમાં છેક જ વિરુદ્ધ છે; જોકે, ‘એમનાં’ મા-બાપે તો આ લગ્ન ઇચ્છીને જ ‘એમને’ અમારે ત્યાં મોકલ્યા છે!–તો હવે શું થશે? આ પ્રેમનો મારગ કેટલો બધો અવળચંડો છે? હૈં?” ફૅનીએ પોતાની ‘પ્રિય સખી આગળ પોતાના અંતરની અનોખી બીક અને આગ પણ ઠાલવવા માંડી. “મને તારા વરને જોવાનું બહુ મન થાય છે, ” મટિલ્ડા બોલી બેઠી. “તને નહિ બતાવું તો કોને બતાવીશ? મારી બા છોકરાઓ લેવા જવા બેએક દિવસમાં બહારગામ જવાની છે. તે વખતે તું અને તારો જૉન બંને ચા-પાણી માટે આવજો, અને હું ‘એમને’ તમારી સાથે ભેગા કરીશ.” બંને બહેનપણીઓ આવી બધી એકની એક વાત એકસો દશમી વખત કરીને છેવટે છૂટી પડી. Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-ભૂખ્યાની પાટી ત્રણ નવા છોકરા લઈ આવવા અને બે છોકરાઓનો જૂનો હિસાબ ચૂકતે કરવા મિસિસ વીયર્સને ત્રીજે જ દિવસે બહારગામ જવાનું થયું. - જ્યારે જ્યારે આવી તક મળતી, ત્યારે મિ. વીયર્સ પણ ‘અગત્યના કામનું બહાનું કાઢી બજારના મથકે સાંજના હંકારી જતા અને ત્યાં દશ કે અગિયાર વાગ્યા સુધી એક પીઠામાં પડી રહેતા. તેથી ફેનીએ જ્યારે મિ. સ્કેવીયર્સને પોતાની બહેનપણી અને તેના અદરાયેલા વરને ચા-પાણી માટે બોલાવવાની વાત કરી, ત્યારે તેમણે તે બહુ ખુશીથી કબૂલ રાખી. ઊલટું, ફેનીના કહ્યાથી નિકોલસને તે સૂચના આપતા ગયા કે, તેણે આ પાર્ટી” ગોઠવવામાં મદદ કરવી, એટલું જ નહિ, તેમાં ભાગ પણ લેવો. મિસ વીયર્સનું હૃદય આનંદની ઉત્તેજનાથી ધડ ધડ ધબકવા લાગ્યું. મટિલ્ડાએ પોતાની ઘણી ઘણી શૃંગારસામગ્રી પહેલેથી લઈ આવીને સખીને બને તેટલી શણગારવા માંડી તથા પ્રેમશાસ્ત્રનું ઘણું ઘણું ઉપયોગી જ્ઞાન તેને શીખવી દીધું. પાર્ટીનો વખત નજીક આવતો ગયો, તેમ તેમ મિસ વીયર્સ મુગ્ધા વધૂની જેમ શરમ અને સંકોચથી છેક જ કઢંગી બનતી ગઈ, અને તેમ તેમ મટિલ્ડાને પોતાની બધી આવડત અને માહિતીને સારી પેઠે ઉપયોગમાં લેવી પડી. ૫૯ Page #90 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકબી યોગ્ય વખતે નિકોલસ અને જૈન બ્રાઉડી બંને એ પાર્ટીમાં હાજર થયા. સખીઓએ અરસપરસ પોતપોતાના ‘આદમી'નું ઓળખાણ કરાવ્યું. જૉન બ્રાઉડી પૂરો છ ફૂટ ઊંચો હતો: પ્રમાણસર કહેવા કરતાં પ્રમાણ-બહાર કહેવાય તેવો. વાતચીત કરવાની તેની ટેવ પણ બહુ તળપદી તથા નિખાલસ હતી, અને તેનો ચેપ લાગતાં નિકોલસે પણ પોતાનો સ્વાભાવિક સંકોચ છોડી એ પાર્ટીમાં મુક્ત મને ભાગ લેવા માંડ્યો. મિ. બ્રાઉડીએ નિકોલસને જરા દાબી ઠાંસીને પેટ ભરી લેવા ઉત્તેજવા માંડ્યો. કારણ કે, “આ ભૂંડાંઓ તને પૂરતું ખાણ કે ગોતર નીરે, એમ હું ઊંઘમાં પણ માનું નહીં; અને જો ભાઈલા, અહીં નું લાંબો વખત રહ્યો, તો તારાં હાડકાં ને ઉપર મઢેલું ચામડું – એ સિવાય તારા શરીરમાં ભાગ્યે કશું બાકી રહેશે, એની ખાતરી રાખજે.” એમ કહી તે મિસ ફેની તરફ જોઈ જોરથી હસી પડ્યો. નિકોલસ બિચારાને, કેવળ દાક્ષિણ્ય ખાતર વચ્ચે કૂદી પડીને, મિસ ફેની ઉપરનો આ આકરા પ્રહાર ખાળવો પડ્યો. તે બોલ્યો, “મહેરબાન, તમારું કહેવું સદંતર ખોટું છે અને અભદ્ર છે. તમે આવું બોલીને એક ફૂલ જેવા કોમળ હૃદયને કેવો કારમો આઘાત પહોંચાડી રહ્યા છો, એ સમજવા જેટલું હૃદય તમને છે કે નહિ, એ હું જાણતો નથી.” જૉન એના જવાબમાં રમૂજમાં આવી જઈ કંઈ વધુ બોલવા જતો હતો, પણ મટિલ્ડાએ તેનું માં પોતાનાં પાંચે આંગળાં વડે દબાવી દીધું, અને પોતાના માથાના કઠોર સોગંદ દઈ, વિશેષ એક શબ્દ પણ ન બોલવા કહ્યું. બ્રાઉડીએ જવાબમાં કહ્યું, “લે ભાઈ, મજા કરવા તો ભેળા થયા હોઈએ; પછી ફાવે તેમ મજાક ઝાડીએ, તેમાં તારી બહેનપણીએ Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-ભૂખ્યાંની પાટી કે ઠોઠ નિશાળિયાઓના આ મહેતાજીએ ખોટું લગાડવાનું શાનું હોય વળી?” જવાબમાં નિકોલસ કંઈક સપાટો લગાવવા ગયો, પણ હવે મિસ સ્કુવીયર્સનો પોતાના માણસને રોકવાનો વારો આવ્યો. તેણે શરમથી લાલ લાલ થઈ જઈને નિકોલસને પોતા થકી વારવા પ્રયત્ન કર્યો; પણ એ પેલી ધીટ બકાલણ જેવી બેશરમ કયાં હતી? તે તો દૂર રહેવાનો પ્રયત્ન કરવા છતાં છેક જ નિકોલાસ ઉપર પડતી જઈને તેને કહ્યું-ઊં-ઊં” ન બોલવા આંસુભરી આંખે અને ડૂસકાંભર્યા કંઠે કંઈક કહેવા લાગી – જાણે તેનાં ઓવારણાં લેતી હોય તેમ છેવટે બબ્બે સુંદરીઓની વિનવણીથી આ બંને માટીડા થતાઓને હાથમાં હાથ મિલાવી એકબીજાની માફી માગવી પડી; અને તરત પછી ભોજનનું કાર્ય જોરથી આગળ ચાલવા માંડયું. ભોજન દરમ્યાન મટિલ્ડાએ નિકોલસને વાતમાં ખેંચવા પ્રયત્ન કર્યો, જેથી અચાનક છવાઈ ગયેલું ગંભીરતાનું અને ઉગ્રતાનું વાતાવરણ કંઈક હળવું થાય. અને કબૂલ કરવું જોઈએ કે, “ગામડકી ગોરી દેખાવમાં જેટલી ફૂટડી હતી, તેટલી જ વાતચીતમાં સામાને પાણીછલા કરી નાખવામાં પાવરધી હતી. છેવટે મટિલ્ડાએ પાનાં રમવાની દરખાસ્ત મૂકી અને નિકોલસે ઝટ એ દરખાસ્ત સ્વીકારી લીધી; અને ઉપરથી પોતાનો વેર-વિરોધ દૂર થયો છે એ પુરવાર કરવા શરત મૂકી કે, પોતાની ભિલ્લુ મટિલ્ડા થાય તો જ પોતે પાનાં રમવા તૈયાર છે! પણ સત્યાનાશ! એ તે ફેનીનો પ્રેમી કે અદરાયેલો હતો કે મટિલ્ડાનો!– આ તેણે શું કહ્યું? પણ મટિલ્ડાને તો નિકોલસની આ દરખાસ્તથી આનંદ જ થયો અને તેનાં બે કારણ હતાં: એક તો તેને પોતાના જડસુ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૨. નિકોલસ નિકલ્બી પ્રેમીને બતાવી આપવું હતું કે, પોતે જેવી તેવી નથી! તેને તો શહેરની સગૃહસ્થો પણ સલામો ભરે; બ્રાઉડી જેવો કાગડો તો મફતમાં જ દહીંથરું પડાવી ગયો છે! અને બીજું, કૅનીને પણ એટલી ખબર પાડવાની તેની મરજી ખરી કે, તારા પ્રેમીને તો ધારું તો હમણાં રમતમાત્રમાં પડાવી જાઉં; તારામાં વાંદરીમાં શા વેતા બળ્યા છે? એ તો તારી બહેનપણી છે, એટલે જ તને સામેથી મદદ કરું છું! અને મટિલ્ડાનાં એ બંને નિશાન એકસાથે બરાબર વાગ્યાં જ. ફેનીએ દુમાઈને બ્રાઉડી તરફ વળીને કહ્યું, “તો આપણે બંને ભિલુ થઈને એ લોકોને ખબર પાડી દઈએ તો કેમ?” બ્રાઉડીને મહેતાજીના આ મદદનીશ ઉપર પોતાની વિવાહિતા તરફ આમ ઢળી પડવા બદલ ગુસ્સો તો ચડયો જ હતો. એટલે તે મિસ કૅની સ્કેવીયર્સનો આ લલકાર સાંભળી તરત ગમે તે જંગમાં ઊતરવા તૈયાર થઈ ગયો. પરંતુ બ્રાઉડીના કાંડામાં ગમે તેટલી તાકાત હોય, પણ તેથી પત્તાંના ‘હાથ’ મેળવવામાં એ ખાસ કામ ન લાગે, એ વાતની તેને તરત ખબર પડી ગઈ. અને જેમ જેમ ફેનીનું અને બ્રાઉડીનું મોં ઉપરાઉપરી હાથ ગુમાવીને કાળું મશ બનતું ગયું, તેમ તેમ મટિલ્ડા રંગમાં આવતી ગઈ. તે બોલી, “અમે બધા હાથ જીતી જવાનાં!” હા, હા; તે ન ધાર્યા હોય એવા તારા હાથમાં આવતા જાય છે, નહિ?” કૅનીએ ઘુરકિયું કરીને કહ્યું. ' “માત્ર બાર અને છે, વહાલી,” મટિલ્ડાએ કૅનીના કહ્યાનો કેવળ “શબ્દાર્થ’ આગળ કરતાં કહ્યું; “તારા વાળનું ગૂંચળું જરા બહાર નીકળી આવ્યું છે, તે સમું કર જોઉં, મીઠડી.” મટિલ્ડા, તું મારી પંચાત મૂક, અને તારા ભિલ્લુ ઉપર નજર રાખ, એટલે બસ.” Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-ભૂખ્યાંની પાટી ખરી વાત છે; દાવ તરફ ધ્યાન રાખો, મિસ પ્રાઈસ. થોડી વારમાં જ એ લોકોને બતાવી દઈએ!” નિકોલસે રમતના તાનમાં ને તાનમાં એમ બોલી વાળ્યું. પેલો યૉર્કશાયરનો બ્રાઉડી તો પોતાની સજજડ વાળેલી મુક્કી પોતાના નાક ઉપર જોરથી દબાવવા લાગ્યો, જેથી તે અણધારી નિકોલસના માથા તરફ વળી ન જાય! કૅનીએ પોતાનું માથું ગુસ્સામાં એટલા જોરથી ઊંચું ઉછાળ્યું કે, તેનાં લટિયાંની ઝાપટથી મીણ-- બત્તી લગભગ બુઝાઈ ગઈ! આવું ખુશનસીબ તો મને ક્યારેય સાંપડયું નહોતું,” મટિલ્ડા દ્વિઅર્થી મર્માળા શબ્દો બોલવા લાગી; “જોકે, મિ. નિબી તમારે લીધે જ એ બધું છે; હું તો મારું ચાલે ત્યાં સુધી હંમેશા તમારી જ ભિલ્લુ બનવાની.” પેલો બ્રાઉડી પોતાની મુક્કી હવે વધુ જોરથી પોતાના નાક ઉપર દબાવવા લાગ્યો અને મટિલ્ડા મનમાં હસતી હતી તે બંનેને વધુ ને વધુ ચીડવતી ગઈ. મીઠડી, તું આમ ચૂપ કેમ બેસી રહે છે? મારા ભિલ્લુ સાથે વાત તો કર.” તમે બે વાતો કર્યા કરો એટલે બસ,” કૅનીએ છાંછિયું કર્યું. “અરે તમે જોન, કેમ ચૂપ બેસી રહ્યા છો? કંઈક તો મોં ખોલતા રહો! હોઠે ટાંકા મારી લીધા છે કે શું?” મટિલ્ડાએ પોતાના ‘ધણી’ને સિસકાર્યો. શું? હું કંઈક બોલું, એમ? તો તે સાંભળ, બુઠ્ઠી ! હું એકદમ ઘેર જવા માગું છું; અને હું પણ તરત ઊભી થઈ જા, અને તારા પેલા ભિલ્લુને કહી દે કે, આજની રાત મારી નજરે ન પડે, નહિ તો તેનું માથું વધારે પડતું ચપ્પટ થઈ જવાનું જોખમ છે.” “બાપરે, આ બધું શું છે વળી?” મટિલ્ડાએ આશ્ચર્યચકિત થવાનો ઢોંગ કરીને કહ્યું. Page #94 -------------------------------------------------------------------------- ________________ | નિકોલસ નિકલ્ટી “ચાલ, કહું છું, ઘેર ચાલ,” બ્રાઉડીએ મટિલ્ડાનું બાવડું ખેંચી તેને ઉઠાડતાં કહ્યું. ફૅનીનાં આંગળાં પણ કોઈના મોં ઉપર ભોંકાવા માટે તલપાપડ થઈ ગયાં; પણ તેનો બધો વંધ્ય ડૂમો છેવટે આંસુ રૂપે જ ટપકી પડ્યો. બાપરે, મારી મીઠડી, તનેય શું થયું?” મટિલ્ડાએ નવાઈનો ઢોંગ કરી પૂછ્યું. હા, હા, તું કશું જાણતી જ નથી તો! મારી પંચાત કરવાની તારે શી જરૂર?” કૅનીએ વળતી દીધી. મહેમાન તરીકે બોલાવીને આવો જ સત્કાર કરવાની ને? આ તે કેવો શિણચાર!” મટિલ્ડાએ સામું કહ્યું. “તારી પાસે હું શિષ્ટાચાર શીખવા આવું તો કહેજે. ભગવાનની દયા છે કે, મને બીજા લોકો જેવું ઠાવકું મોં રાખતાં નથી આવડતું.” “ખરે જ ભગવાનની દયા છે કે, બીજા લોકો જેવી અદેખાઈ મારામાં નથી,” મટિલ્ડાએ હવે શાંતિથી જવાબ આપ્યો. જવાબમાં મિસ વીયર્સ એવા અર્થનું ગણગણી કે, “હલકી જાતનાં માણસો સાથે ભળવામાં ભારોભાર જોખમ છે.' તેના જવાબમાં મિસ પ્રાઈસે કહ્યું કે, “તદ્દન સાચી વાત છે; મનેય એવો વિચાર કેટલાય વખતથી આવ્યા જ કરતો હતો.” “તારું મોં બળે, કમજાત!” કૅની ઊકળી ગઈ ! “ખરેખર, તારી જાત ઉપર જ તું છેવટે ગઈ, એમાં નવાઈ નથી; પણ બીજાઓ આગળ જરા વધુ વખત ઢંકાયેલી રહેતી હોય તો? પણ હું તો તને શુભ રાત અને ખુશીનાં સ્વપ્ન ઇચ્છીને જાઉં છું. કાલે રડતી રડતી દોડી ન આવે એટલે બસ.” “તારી પાસે આવશે મારી બલારાત!” ફેનીએ જવાબ આપ્યો. Page #95 --------------------------------------------------------------------------  Page #96 -------------------------------------------------------------------------- ________________ * * - - - - = === - પાક -- R B. s : : - S કફ મિસ લા કીવી કેટનું ચિત્ર દોરે છે. - મૃ૧૫ ૯ : ક * , ક - મા કે ) Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નિકોલસ પછી કેટની વારી ૧ નિકોલસ યૉર્કશાયર તરફ જવા ઊપડયો તેને બીજે દિવસે સવારના તેની બહેન કેટ નિકલ્બી મિસ લા ક્રીવીના સ્ટુડિયોમાં બેઠી હતી. મિસ લા ક્રીવીને કેટના મેાંમાં એક પ્રકારની એવી અનોખી સુંદરતા દેખાઈ હતી કે, તે તેની સુંદર છબી તૈયાર કરી, પોતાના સ્ટુડિયોની બહાર મુકાતાં નમૂનાનાં ચિત્રોમાં મૂકવા માગતી હતી. "C વાત વાતમાં મિસ ા ક્રીવીએ કેટને પૂછયું, તમારા કાકા તમો લોકોને મળવા આજે આવશે ને?” “આવવા તો જોઈએ જ; પણ કયારે આવશે તે શી રીતે કહી શકાય ? આવી અનિશ્ચિતતામાં પડયા રહેવાનું મને પણ ગમતું નથી.” તમારા કાકા બહુ તવંગર માણસ છે, નહિ? ” 66 “મેં સાંભળ્યું છે ખરું; તથા હું માનું પણ છું કે, તે પૈસાદાર માણસ છે; પણ મને કશી ચોક્કસ ખબર નથી. "2 “એ માલદાર હશે જ; માણસને પૈસાની ગરમી ન હોય, તો એનો સ્વભાવ આવો રીંછ જેવો ન થઈ જાય !” મિસલા ક્રીવી હસતાં હસતાં બોલી. નિ.પ “એમનો સ્વભાવ જરા ખરબચડો છે ખરો,” કેટે કહ્યું. 66 ‘માત્ર ખરબચડો ? અરે, શાહુડીનાં સિસોળિયાં તો એની સરખામણીમાં મશરૂની ગાદી કહેવાય! એના જેવો ખાટો-કડવો-તૂરો બુઢ્ઢો જંગલી મેં અત્યાર સુધીમાં બીજો કોઈ જોયો નથી.” “એમની બહારની રીતભાત તો એવી કકરી છે, એમ મને લાગે છે. કદાચ તેમને જિંદગીની શરૂઆતમાં બહુ કપરા સંજોગોમાંથી ૬૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્ટી માર્ગ કાઢવો પડ્યો હશે, અથવા તો કોઈ કારમી આફત એકલા જ વેઠવાની થઈ હશે, જેથી તેમનો સ્વભાવ આવો થઈ ગયો હોય.” એ સાચું હોય તોપણ, પોતાના એક કપરા અનુભવ ઉપરથી જ દાખલો લઈ, તેણે તમને તથા તમારાં મમ્મીને, ઊલટું, નાનું સરખું વર્ષાસન બાંધી આપીને તમારું જીવન હળવું કરી આપવું ન જોઈએ? તમે પરણીને ઠેકાણે પડો, પછી ભલે તે કશું ન કરે. વરસે દહાડે સોએક પાઉંડ તેને શા અડવાના હતા?” તેમને ભલે વરસે દહાડે સોએક પાઉંડ ન અડે; પણ હું પોતે જ તેમની પાસેથી એક પેની સેવા કરતાં મરવાનું વધુ પસંદ કરું.” લે કર વાત!” મિસ લા ક્રીવી નવાઈ પામી બોલી ઊઠી; “હમણાં તો, બહેન, તમે એમને વિષે હું કશો કઠોર શબ્દ વાપરું તે પણ નાપસંદ કરતાં હતાં!” “મારો કહેવાનો અર્થ એટલો જ સમજજો કે, હું તેમના કે બીજા કોઈના દયા-દાન ઉપર જીવવાનું પસંદ ન કરું. મારી તો તેમની પાસે એટલી જ અપેક્ષા છે કે, એ પોતાની ભલામણથી મને કયાંક એવા કામે ગોઠવી આપે, જેથી હું મારો રોટલો જાતે કમાઈ શકું; અને મારાં મા સાથે રહી શકે. અમારે કદી સુખના દહાડા ફરી જોવાની આવશે કે નહિ, એ તો મારા મોટાભાઈ નિકોલસની ભાવિ સફળતા ઉપર આધાર રાખે છે. પણ અત્યારે તો મારા મોટાભાઈ ખુશી આનંદમાં છે એટલા સમાચાર જાણવા મળે, અને મને મારા કાકા કોઈ જગાએ નોકરી ઉપર ગોઠવી આપે, તો અમને “ભયો ભયો” થાય!” તે જ ઘડીએ બારણાની આડમાં ગોઠવી રાખેલા પડદા પાછળ કંઈક સળવળાટ સંભળાયો, અને મિસ લા ક્રીવીએ બૂમ પાડી, “કોણ છે?” તમો બંને બાનુઓનો નમ્ર સેવક, હું છું; તમે લોકો એટલી મોટેથી વાતો કરતાં હતાં કે, મેં ઘણો અવાજ કર્યો પણ તમોએ Page #99 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ પછી કેટલી વારી કંઈ જવાબ જ ન આપ્યો,” રાલ્ફ નિસ્બીએ આગળ આવીને કહ્યું. કેટ અને મિસ લા ક્રીવી સમજી ગયાં કે, તે માણસ કહે છે તે કરતાં ઘણા વખત પહેલેથી અંદર આવી ગયો હોવો જોઈએ. રાલ્ફ કેટ તરફ તીણી નજર કરીને કહ્યું, “હું અહીં થઈને ઉપર જ જતો હતો. પણ તું અહીં હશે, અને આમ નવરી બેસી તડાકા માર્યા કરતી હશે, એની મને કલ્પના નહિ. એટલે તારો અવાજ સાંભળી હું અંદર આવ્યો, તો અહીં તો મજાની છબીઓ ઉતરાવાય છે! અને મૅડમ,” હવે રાલ્ફ મિસ લા ક્રીવી તરફ જોઈને કહ્યું, “તમે આ લોકોવાળો ઓરડો બીજાને ભાડે આપી દેવાની વ્યવસ્થા કરી દીધી હશે, એમ માનું છું.” ના, સાહેબ, હજુ તો મેં બહાર એવી જાહેરાત પણ ચોંટાડી નથી.” - “તો ચોંટાડી દો; આ લોકો આ અઠવાડિયા બાદ અહીં નહિ જ રહે અને રહેશે તો ભાડું આપવાના પૈસા તેમની પાસે નહીં હોય, એની ખાતરી તમને આપી રાખું છું. અને કેટ, તું હવે નવરી થઈ હોય તો આપણે તારી મમ્મી પાસે ઉપર જઈએ.” રાજે કેટને સંબોધીને છેલ્લું વાક્ય કહ્યું. એટલે તે બંને ઉપર ગયાં. મેડમ, તમારી દીકરી માટે મેં નોકરી શોધી કાઢી છે,” રાફે કમરામાં પેસતાં જ કહ્યું. હું કેટ! હું કાલે રાતે જ તને કહેતી હતી ને કે, તારા કાકાએ નિકોલસનું ઠેકાણું પાડ્યું, એટલે તારું પણ તરત પાડશે જ. તો કેટ, તું તારા કાકાનો આભાર –” “મેડમ, મને મારી વાત પૂરી તો કરવા દો,” રાલ્ફ ભાભીની વાગ્ધારા વચ્ચેથી જ તોડી નાંખતાં કહ્યું. Page #100 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્ટી કેટ, મારી દીકરી, તારા કાકાને તેમનું કહેવાનું જલદી પૂરું કરવા દે,” મિસિસ નિકલ્વીએ કહ્યું. “હું પણ, મમ્મી, એ જે કહે તે આતુરતાથી સાંભળવા તૈયાર ઊભી છું,” કેટે જવાબ આપ્યો. “જો તને આતુરતા હોય, તો તારા કાકાને તારે બોલવા દેવા જોઈએ. એમનો સમય બહુ કીમતી ગણાય. અને આપણા તો એ નિકટમાં નિકટના સગા છે, એટલે તે આપણી સાથેની તેમની મુલાકાત વધુ લંબાવે એમ આપણે ગમે તેટલું ઇચ્છતાં હોઈએ, તોપણ આપણે તેમનાં અગત્યનાં બીજાં રોકાણોનો ખ્યાલ રાખવો જોઈએ. આપણે નથી સ્વાર્થી થઈએ, એ સારું ન કહેવાય. શહેરમાં તારા કાકાને કેવાં કેવાં ને કેટલાં કેટલાં કામ હોય–” મેડમ, તમારો આભાર માનું છું,” રાલ્ફ છાસિયું કરતાં કહ્યું “પણ તમારા કુટુંબમાં કામકાજની ટેવો ઊતરી ન હોવાથી કામકાજ કરવાને બદલે શબ્દોનો જ નાહક ખર્ચ કરવાની ભારે કુટેવ પડી ગઈ છે. કામકાજની વાત ઉપર તો કોઈ ઝટ આવતું જ નથી!” “તમારી વાત તદ્દન ખરી છે! કોઈને કામકાજનો કશો ખ્યાલ જ નથી. હું જો ન હોત, તો બિચારા તમારા ભાઈના કુટુંબની –” “બાપડા મારા ભાઈને, ધંધારોજગાર શાને કહે, એની ખબર જ ન હતી : એ શબ્દનો અર્થ શો થાય છે, એ જ તે જાણતો નહોતો.” ખરી વાત છે,” મિસિસ નિલ્ટીએ આંખો ઉપર રૂમાલ દાબતાં કહ્યું, “આટલાં, વર્ષ હું જો તેમની પાસે ન હોત, તો એક દિવસ તેમનું ઘર ચાલવાનું નહોતું, તેના કરતાં તો હું બીજા કોઈને પરણી હોત, તો કેટલી સુખી થઈ હોત – અને મિસિસ નિકલ્બીને પોતાની હજાર પાઉંડની દહેજ તરત આંખ સામે તરી આવી, અને પરિણામે તેમનાં આંસુનો ધોધ પણ વધી ગયો. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૯ નિકોલસ પછી કેટલી વારી “મૅડમ, દુનિયાની બધી વ્યર્થ પ્રવૃત્તિઓમાં, ગયેલા દિવસો માટે આંસુનું ટીપું પાડવા જેવી વ્યર્થ પ્રવૃત્તિ, બીજી કોઈ હું માનતો નથી. એટલે પોકળ આંસુ પાડવાને બદલે હવે તમે તમારાં છોકરાં ઉપર, નાની ઉંમરથી જ, કામકાજ અને ધંધા-રોજગારની ટેવો પાડવા માંડો, તો બહુ છે. આ જુઓ, તમારી દીકરીને માટે હું એક કપડાં તૈયાર કરનારી અને વેચનારી બાઈને ત્યાં નોકરી શોધી લાવ્યો છું.” “કપડાં સીવનારી?” “હા, હા, મૅડમ, તમારી મરજી એમ હોય તો તેને કપડાં સીવનારી’ કહો તોય ચાલે; પણ લંડન શહેરમાં કપડાં સીવનારી એટલે તમારા ગામડાગામની દરજણ કંઈ ન સમજવી. એ તો મોટી ઉમરાવજાદી જેવી જ બાઈ હોય – જેને પોતાનાં માનવંતાં ઘરાકો સાથે વાત જ કરવાની હોય. કામ કરવા તો બીજી કેટલીય બાઈઓ તેના હાથ નીચે હોય છે. આ તો મોટી કંપની કહેવાય – કંપની. અને તે દહાડે તેમાં તો માલામાલ થઈ જવાય, સમજ્યાં? એ બાઈનું નામ મૅડમ મેન્ટલિની છે. અને કૅવેન્ડિશ સ્કૉર નજીક તેનું મોટું મકાન છે. જો તમારી દીકરી એ કામકાજને પોતાના બરનું ગણવા તૈયાર હોય, તો હું તેને અબઘડી ત્યાં લઈ જવા તૈયાર છું.” મિસિસ નિકલ્ટીના અંતર સમક્ષ હવે એકદમ વેસ્ટ એન્ડમાં મહેલ જેવી એક દુકાન, અને તેમાં છેવટે ભાગીદાર બનીને હાથમાં બૅકની મોટી ચેકબૂક સાથે રાજરાણી જેવાં કપડાં પહેરીને ફરતી કેટ, તથા તે દુકાનના પાટિયા ઉપરના નામમાં “કેટ નિકલ્ટી’ એવા શબ્દોનો ઉમેરો-વગેરે બધું તરવરી આવ્યું. તે તરત અધીરી થઈ જઈને બોલી ઊઠી, “કેટ, તું તારા કાકાને જવાબ તો આપ!” કેટ, કાકાની સાથે કેવેન્ડિશ સ્કવૅર તરફ મૅડમ ઍન્ટેલિનીની દુકાને જતી વખતે રસ્તામાં તેમનો આભાર માનવાનું મોકૂફ રાખી, તરત જ તૈયાર થવા દોડી. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૦ નિકોલસ નિકલ્પી ૩ રસ્તામાં આંસુ સાથેનો આભારવિધિ પત્યા બાદ કેટે કાકાને પૂછ્યું : “મારે રહેવાનું તો ઘેર જ હશે ને?” “ઘેર? એટલે શું?" “એટલે કે મારી બા સાથે—” 66 ના, ના; તારે અહીં જ દુકાને રહેવાનું હશે; ખાવા-પીવાનું પણ અહીં. અહીં જ તારે સવારથી સાંજ સુધી અને કદાચ કોઈ કોઈ વખત રાતથી માંડીને બીજી સવાર સુધી રહેવાનું હશે.” 66 પણ કાકા, રાતે તો હું મારી બાને એક્લી નહિ જ રહેવા દઉં. મારે ઘર જેવી કોઈ ચીજ તો હોવી જ જોઈએ, કે જ્યાં હું તેની સાથે રાતે ભેગી થાઉં. ભલેને એ ઘર ગમે તેવું સસ્તા ભાડાનું હોય. 99 66 સસ્તા ભાડાનું ન્હોય એટલે શું વળી ? સસ્તા ભાડાનું જ હોઈ શકે; તું છોકરી ગાંડી-બાંડી થઈ છે કે શું? લંડન શહેરમાં ‘ઘર’ — પોતાનું ઘર ! વાહ, ભાઈ! મોટા ખપતિ-કરોડપતિ જેવી વાત કરે છે ને કંઈ!' “કાકા, મને માફ કરો; મને મારી વાત કહેતાં ન આવડયું. તમે કહેશો તેવા સસ્તા ભાડાનું જ તે ઘર હશે.” “મને ખબર જ હતી કે, મારા ભાઈનું આખું ઘર દાધાર જ છે; એટલે પહેલેથી મેં મૅડમ મૅન્ટેલિનીને એ રીતે જ વાત કરી રાખી છે. રાતે તું છૂટી થઈ તારે ઘેર જઈ શકશે. પણ ખબરદાર, એ ઘર તારી મા અને તું રહેતાં હશો એ અર્થમાં જ ઘર કહેવાતું હશે. બાકી, લંડન શહેરમાં ઘર કહેવાય તેવી વસ્તુ તો બહુ ઓછાના નસીબમાં હોય છે. ઘર જોઈતું હોય તેણે ગામ છોડી, વાહનના પૈસા ખરચી, લંડન શહેરમાં દોડી આવવું ન જોઈએ!” Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મૅડમ મેન્ટેલિની મૅડમ મેન્ટેલિનીનું દુકાન-ઘર ખરેખર ભવ્ય હતું. દરવાને દરવાજો ઉઘાડી કેટ તથા રાફ નિકલ્બીને અંદર લીધાં. એક સુંદર સજાવટદાર ઓરડામાંથી તે તેમને એક વિશાળ દાદરે થઈ ઉપર લઈ ગયો – જ્યાં સુંદર ભવ્ય વસ્ત્રોથી અને પોશાકોથી ઝળાં ઝળાં થતાં બે મોટાં દીવાનખાનાં હતાં. દરવાન તેમને ત્યાં બેસાડી મૅડમને ખબર આપવા ગયો. તેવામાં એક સહસ્થ દીવાનખાનામાં ડોકું લંબાવ્યું; એકલી સ્ત્રીને બદલે કોઈ બુઢ્ઢાને પણ સાથે બેઠેલો જોઈ, તરત તે બહાર કાઢી લીધું. રાલ્ફ તરત બૂમ પાડી, “એય, કોણ છે?” રાફનો અવાજ સાંભળી તે ડોકું અને તેને ધારણ કરનાર વ્યક્તિ બંને અંદર આવ્યાં. “માર ગોળી! વાહ, નિકલ્દી છે ને!” આટલું બોલી તે વ્યક્તિ આગળ વધી અને રાફ સાથે હાથ મિલાવી ખૂબ હલાવવા લાગી. તેનો પોશાક રંગબેરંગી અને છેલછબીલા જેવો હતો. માથાના વાળ અને મૂછો પણ વાંકડિયાં હતાં. માર ગોળી! નિકલ્હી, તમે મારે માટે તો નહિ જ આવ્યા હો!” એટલું બોલી તેઓશ્રી કેટની ભણી જ પોતાની આંખો સ્થિર, કરવા લાગ્યા. “ના, હજુ તમારે માટે આવવાની વાર છે, ભાઈ !” રાલ્ફ મર્મમાં જવાબ આપ્યો. Page #104 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્ટી ' “માર ગોળી! હવે મને યાદ આવ્યું, તમે શા કામે આવ્યા છો, તે!” આમ કહી કેટ સામે સીધા જોઈ રહીને જ તેણે મૅડમને બોલાવવા ઘંટ વગાડ્યો. મૅડમ ઑન્ટેલિની પુષ્ટ દેખાવની અને સુંદર કપડાં પહેરેલી બાઈ હતી. છ મહિના પહેલાં જ તેણે આ વાંકડિયા મૂછોવાળા સદ્ગૃહસ્થ સાથે લગ્ન કર્યા હતાં. તે ગૃહસ્થનું મૂળ નામ મેંટલ હતું.. પણ કપડાંના ધંધાને અંગ્રેજી નામ ન છાજે એમ માની, તે નામનું મેન્ટેલિની એવું વિદેશીકરણ કરી નાખવામાં આવ્યું હતું. તે ભાઈસાહેબ અત્યાર સુધી પોતાના સુંદર થોભિયાની મૂડી ઉપર જ જેમ તેમ નભતા હતા, પણ હવે તેમાં મૂછોનો ઉમેરો કરી, તેમણે પોતાની સ્થિતિ સુધારી લીધી હતી. મૅડમ ઍન્ટેલિનીના ધંધામાં તેમનો હિસ્સો તો પૈસા ખર્ચ કરવા પૂરતો જ હતો; અને તે જ્યારે ઓછા પડે, ત્યારે દુકાનનાં બિલો લઈ જઈ તે રાફને ઓછે પૈસે વેચી આવતો. મારા જીવન! તમે આવવામાં કેટલું બધું મોડું કર્યું? માર ગોળી! મિ. નિકલ્બીને તે આમ રાહ જોતા બેસાડી રખાય?” મિ. મૅન્ટેલિનીએ કહ્યું. “મારા પ્રાણ ! હું જાણતી પણ નહોતી કે, મિ. નિકલ્બી અહીં પધાર્યા છે. પણ એ બધો તમારો જ વાંક છે; તમે ઘરના માણસોને અવારનવાર તતડાવતા રહો, તો તેઓ કંઈક વધુ સમજણ દાખવે.” બસ, ત્યારે મારા પ્રેમનગર! હવે દરવાનને તો હું ચાબુકે ને ચાબુકે ફટકારીને સીધો ન કરું તો વાત! એ એવી તો ચીસો પાડશે કે જેવી શિયાળ પણ ટાઢ વાગતાં નહિ પાડતું હોય.” આટલું કહી તેમણે એક મોટો સોદો પાર પાડ્યો હોય તેમ રાજી થઈ મેડમને ચુંબન કર્યું; મૅડમે પણ લાડથી તેનો કાન આમળ્યો. Page #105 -------------------------------------------------------------------------- ________________ મિ॰ આલ્ફ્રેડ ઍન્જેલિની. – પૃષ્ઠ છર Page #106 --------------------------------------------------------------------------  Page #107 -------------------------------------------------------------------------- ________________ મૅડમ મૅલિની ૭૩ રાફ આ બધી પ્રેમ-લીલા તરફ દેખાડી શકાય તેટલી નફરત દેખાડતો બેસી રહ્યો હતો, તે હવે બોલ્યો, “મેડમ, હવે આપણે કામકાજની વાત ઉપર આવીએ. આ મારી ભત્રીજી છે.” મૅડમ મેન્ટેલિનીએ તેને નખ-શિખ નિહાળીને પૂછયું, “તું કૃચ બોલી શકે છે, લાડકી?” “હાજી,” કેટ નીચું જ જોઈને બોલી. “અમારે ત્યાં વીસ વીસ જુવાન બાઈઓ અમે રાખીએ છીએ.” મેડમે કહ્યું. અને તેમાંની કેટલીક, માર ગોળી! બહુ ખૂબસૂરત છે!” વાંકડી મૂછ વચ્ચે બોલી ઊઠી. “મેન્ટેલિની! તમે મારું હૃદય ભાગી નાખવા માગો છો?” મેડમ તીવ્ર અવાજે ત્રાડકી ઊઠી. અરે, વીસ વીસ હજાર પૃથ્વીના ગોળાઓ નરી નર્તિકાઓથી ભરેલા મને મળે, તોપણ નહિ, હરગિજ નહિ!” પણ, તમે આ રીતે જ બોલ્યા કરશો, તો મારું હૃદય ભાગી જ નાખશો. મિ. નિકલ્બી જેવા સજજનો આપણી દુકાન વિષે શું ધારે, એ તો વિચારો!” “કાંઈ નહિ, મેડમ! તમો દંપતીનો અરસપરસનો પ્રેમ હું બરાબર જાણું છું. આવી મજાક-મશ્કરીથી તો પ્રેમ-પાત્રને મીઠું ચીડવીને પ્રેમાનંદમાં વૃદ્ધિ કરવાનો જ હેતુ હોય છે; એની પાછળ મનમાં બીજું કંઈ નથી હોતું, એ હું સમજું છું,” નિકલ્વીએ આશ્વાસન આપતા હોય તેવી ઢબે કહ્યું. મેડમે હવે કેટને પૂછયું, “દીકરી, તને કામકાજના કયા કલાકો અનુકૂળ આવશે? અમારો સમય સવારના નવથી રાતના નવનો છે. કામ ચડી ગયું હોય તો વધુ રોકાવું પડે, પણ તે બદલ હું વધારાની રોજી ચૂકવું છું.” Page #108 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્બી “મેં અત્યાર સુધી કામકાજ કર્યું નથી, એટલે કયા કલાકો અનુકૂળ છે કે નહિ, એવો સવાલ જ નથી; હું જે કોઈ સમય આપવો પડશે તે જરૂર આપીશ.” ૭૪ “તારું ખાવાપીવાનું અને ચાનું અહીંથી જ મળી રહેશે. તને દર અઠવાડિયે પાંચથી સાત શિલિંગ મળી રહે એવું હું ગોઠવી લઈશ. પણ તારું કામ જોવા પહેલાં હું અત્યારથી કશું ચોક્કસ ન કહી શકું. તું સોમવાર સવારથી નવ વાગ્યે આવવા માંડજે. હું તને શરૂઆતમાં હળવું કામ આપવા મિસ નૅગને સૂચના આપીશ. હવે તમારે વધુ કાંઈ કહેવાનું છે, મિ. નિકલ્બી ? ” << કાંઈ જ નથી, મૅડમ, ” એમ કહી રાલ્ફે સાભાર નમન કરીને વિદાય લીધી. ર ઘેર પાછા આવ્યા બાદ મિસ લા ક્રીવીની હાજરીમાં કેટે પોતાને મળેલી નોકરીની વાત માને કહી સંભળાવી, તથા પોતાના કાકા રાલ્ફ નિકલ્બીએ મા-દીકરીને રહેવા માટે ઈસ્ટ એન્ડ તરફ બહુ દૂર આવેલું પોતાનું પડતર મકાન રહેવા માટે મફત આપવાનું કહ્યાની વાત કરી. ત્યારે મિસ લા ક્રીવી બોલી ઊઠી, “એ તો બહુ દૂર અને બહુ ઓતાડું કહેવાય; અને દુકાનેથી ત્યાં સુધી રોજ ચાલતા જવું-આવવું, અને ખાસ કરીને બાઈ માણસે એકલાં રાતને વખતે, એ તો જોખમકારક ગણાય. "" મિસિસ નિકલ્બીએ મિસ લા ક્રીવીની વાત તરત જ ઉડાવી દીધી, અને પોતે તેને લેવા રોજ દુકાને રાતે હાજર થશે એમ જણાવ્યું: “એટલું તો મારે ફરવાનું રોજ જોઈએ જ; અને મા-દીકરી શહેરમાં ફરતાં સાથે ઘેર આવીશું એના જેવી મજા બીજી કઈ?” એમ પણ તેમણે વરસાદ-ભીની કે બરફ-શીતળ તોફાની રાતોનો વિચાર કર્યા વિના કહી દીધું. Page #109 -------------------------------------------------------------------------- ________________ મૅડમ ઑન્ટેલિની ૭૫ બીજે દિવસે બરાબર પાંચને ટકોરે રાલ્ફ નિકલ્બી તરફથી ન્યૂમૅન નૉગ્ઝ આ લોકોને તેમને મકાને લઈ જવા આવ્યો. મિસ લાક્રીવીએ વિદાય વખતે કેટને એટલું જ કહ્યું, “હું અવારનવાર તમારા લોકોની ખબર કાઢતી રહીશ; અને એટલું જાણજો કે, આખા લંડનમાં બીજું કોઈ નહિ હોય, પણ હું તો છું જ, જે તમો લોકોની ખબરઅંતર જાણવા હંમેશ ઉત્સુક રહેશે.” ન્યૂમૅને મિસલા ક્રીવીનો આ ભાવ જોઈ, કોણ જાણે શાથી, પોતાની દશે આંગળીઓના એકેએક વેઢાના ટચાકા ફોડી દીધા. ઘોડાગાડી મંગાવી, તેમાં બેસીને ન્યૂમૅન, મિસિસ નિકલ્બી અને કેટ જ્યારે તેમને માટે નક્કી કરાયેલા ઘર આગળ આવ્યાં, ત્યારે એ ઘરની ખંડેર જેવી પડતર હાલત જોઈ, કેટનું હૃદય બેસી જવા લાગ્યું. ન્યૂમૅને આમ તેમ ફાંફાં મારી થોડું ઘણું ભાગ્યું-તૂટયું ફર્નિચર એકાદ ઓરડામાં ભેગું કર્યું હતું તથા ધૂળધમા ભેગું કરી અંગીઠીમાં દેવતા પાડયો હતો. 66 મિસિસ નિસ્બીએ એ બધું જોઈ, કેટને કહ્યું, તારા ભલા કાકાએ કેટલી કાળજી રાખીને આપણાં સુખસગવડ માટે આ બધું તૈયાર રાખ્યું છે!” તે સાંભળી, બાજુએ ઊભેલા ન્યૂમૅને તરત પાછા પોતાની દશે આંગળીઓના ત્રીસે ટચાકા જોરથી ફોડયા. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ફેની ને નિકેલસ મોડી રાતે જ્યારે મિ. સ્કવીયર્સ ‘અગત્ય’નું કામ પરવારીને લથડતી ચાલે પાછા ફર્યા, ત્યારે તે પોતાના કામમાં એટલા બધા આગળ વધી ગયેલા હતા કે, પોતાની પુત્રીના મોં ઉપર વરતાઈ આવતાં ચીડ અને વેદનાનાં લક્ષણો તેમની નજરે પડી શકે તેમ ન હતું. પરંતુ, જ્યારે તેમને ‘ચડ્યો હોય ત્યારે તે બહુ જ ચીડિયા અને કજિયાખોર બની જતા હોવાથી, ફેનીએ સમજી જઈને એક છોકરાને તૈયાર જ રાખ્યો હતો. તેના ઉપર તેમણે પોતાનો ગુસ્સો લાતો ઠોંસા ઇ૦થી બરાબર ઠાલવી કાઢયો, ત્યાર પછી તેઓશ્રીને સમજાવીને તેમની પથારીમાં પોઢાડી દેવામાં આવ્યા, – પગમાં બૂટ અને બગલમાં છત્રી સાથે જ! પણ મિસ ફેનીનો ગુસ્સો અને ચીડ એમ ઝટ ઊતરી શકે તેમ નહોતાં. એટલે રાતે સૂતા પહેલાં, રસોડાની પેલી ભૂખી નોકરડી બાઈ આગળ, મિસ મટિલ્ડા પ્રાઈસની હલકી જાત અને સંસ્કારનો અભાવ વગેરે બાબતમાં પોતાના પેટનું પિત્ત તેણે ખૂબ ઓકી લીધું. બાઈ ભૂખડી પણ પાકી ખુશામતખોર હતી. તેણે આ ચા-પાણીના મેળાવડા વખતે જે કંઈ બન્યું હતું, તે જોયું હતું. એટલે તે બોલી ઊઠી: “મૂઆ હલકી જાતનાં કોને કહે? તમારા જેવી સુંદર સંસ્કારી સ્ત્રીઓની સોબતમાં રહીને પણ થોડું ઘણું શીખતાં હોય, તો ક્યારનાંય ઠેકાણે પડી ન જાય? પણ હવે તો રડશે મોં વાળીને, બળ્યું, બીજું શું? કહે છે ને કે, હાથનાં કર્યાં Page #111 -------------------------------------------------------------------------- ________________ ફૅની ને નિકોલસ ૭૭ હૈયે વાગે! એનો મોટી થતો હવે એના જંગલીપણાથી કંટાળ્યો છે; અને મને તો ચોખું બોલી દેવાની ટેવ છે, એ તમને ખબર છે. બાનું, વિવાહની વાત આગળ વધી ગઈ ન હોત, તો મિ. જોન બાઉડી તો એને પડતી મૂકીને તમને જ પગે પડીને લગ્ન માટે સમજાવવા આવત –” એકદમ ફેની એ નોકરડીના બંને હાથ પકડીને બોલી ઊઠી, તું આ શું કહે છે, મૂઈ?” “જે છે તે જ કહું છું, બાનુ.” “મૂવું, આ તે બધું કેવું થાય છે? મારી વહાલી સખી ટિલ્ડાનાં સુખશાંતિ બરબાદ કરનારી હું જ બનું? મૂઆ ભાયડાઓ પણ ! મને ગમે કે ન ગમે, તોપણ મારામાં બન્યું એવું તે શું જુએ છે કે, મારી સાથે જ પ્રેમમાં પડી જાય છે! ના, ના, પણ ટિલ્ડામાં ગમે તેટલા અવગુણ હશે– અને ખોબો ભરીને અવગુણો છે જ વળી! – છતાં હું તો તેના ભલામાં જ રાજી રહેવાની. આપણ સારાં સંસ્કારી માણસોએ તો બીજાં થાય તેવાં થવાનું ન હોય !” આટલું બોલી નાખ્યા પછી, ખ્રિસ્તીઓનો પરમ ગુણ જે પવિત્ર ક્ષમાભાવ, તે ધારણ કરી, સ્વર્ગીય શાંતિ અને મધુરતા પ્રાપ્ત કરી, મિસ ફેની વીયર્સ ગાઢ નિદ્રામાં પોઢી ગયાં. તેથી બીજે દિવસે જ્યારે ચક્કીવાળાની ‘હલકટ' દીકરી મિસ મટિલ્ડા પ્રાઈસ દોડતી તેને મળવા આવી, ત્યારે ફૅનીએ તેને પૂરેપૂરા સદ્ભાવથી આવકારી. “જો ને બહેન, ગઈ કાલે અમે અહીંથી વિદાય થયાં, ત્યાર પછી રસ્તામાં જ અમે બે જણાં ખૂબ લડી પડ્યાં. અમે બંનેએ એકબીજાનું મોં પણ ન જોવાના સોગંદ ખાધા. પણ પછી આજ સવારે શું થયું તે કહું? જોન સીધો જઈને અમારાં બંનેનાં નામ લખાવી આવ્યો; એટલે આવતા રવિવારે પહેલી જાહેરાત થશે, અને Page #112 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકબી ત્રણ અઠવાડિયામાં તો અમે પરણી જઈશું. એટલે હું તો તને તારું નવું ફ્રૉક તૈયાર કરવાનું કહેવા આવી છું.” મિસ ફેનીને આ સમાચાર એકીસાથે કડવા તથા મીઠા લાગ્યા. પોતાની બહેનપણી પોતાના કરતાં આટલી વહેલી પરણી જશે, એટલા પૂરતા કડવા; અને પોતાના નિકોલસ ઉપરથી એ અપ્સરાએ પોતાના હાથ ઉઠાવી લીધા છે, એ જાણવા પૂરતા ગળ્યા! હવે નિકોલસને બીજો ચારો જ નહિ રહે, એટલે તેને પોતાનો જ સ્વીકાર કરવો પડશે વળી! તરત ફૅનીએ પોતાની બહેનપણી સાથેની કટ્ટા છોડી નાખી, ફરી સખીપણાની ગાંઠ વાળી દીધી. લાંબો વખત વાતચીત કર્યા બાદ મટિલ્ડા પોતાને ઘેર જવા તૈયાર થઈ, ત્યારે ફેની પણ તેની સાથે થોડે સુધી જવા નીકળી. રોજ એ જ વખતે નિકોલસ એકલો થોડું ફરવા નીકળતો. સામેથી તેને આવતો જોતાં જ કૅનીનો અદમ્ય પ્રેમભાવ ઊછળવા લાગ્યો અને તે પોતાની સખીની કોટે વળગીને બોલી ઊઠી, “બાપ રે, “એ' આવે છે ને? બહેન, હવે મારું શું થશે? મારાથી તો સામું પણ નહિ જોવાય!” મટિલ્ડાએ માત્ર ઔપચારિક વંદન કરીને આગળ ચાલ્યા જતા નિકોલસને તરત હસતાં હસતાં પાછો બોલાવ્યો. નિકોલસ ગૂંચવાતો ગૂંચવાતો નજીક આવ્યો, એટલે મટિલ્ડાએ તેને કહ્યું, “અંધે મહારાજ! જોતા નથી કે, મારી બહેનપણી ગબડી પડવાની તૈયારીમાં છે! વિવેક સમજી જરા ટેકો તો આપો !” ના, ના, સખી, એમને જવા દે; એમને આપણા દુ:ખની શી પડી હોય?” એટલું કહી, પાસે આવેલા નિકોલસને ખભે કૅનીએ પોતાનું બૉનેટ સાથેનું માથું ઢાળી દીધું. | નિકોલસ બોલી ઊઠ્યો, “ગઈ કાલે મેં જે કંઈ વર્તન દાખવ્યું. તેનાથી તમને કોઈને દુઃખ થયું હોય, તો ક્ષમા માગવા આવવાનું હું કયારનો વિચારતો હતો.” Page #113 -------------------------------------------------------------------------- ________________ કૅની ને નિકોલસ ૭૯ ? * મટિલ્ડા હસતાં હસતાં બોલી, “એમ માત્ર લૂખા લૂખા શબ્દો બોલ્ય મારી બહેનપણીના નાજુક હદયમાં કરેલા ઘા નહિ રુઝે! તમે તો શહેરી છો! પ્રેમિકાને શી રીતે રીઝવાય એ મારે ગામડાની ગોરીએ તમને શીખવવું પડશે કે શું? ચાલો, તેને—” | નિકોલસ એકદમ પાછો હટી ગયો. તે બોલ્યો – “હું બહુ દિલગીર છું, પણ તે તો તમો બે જણ વચ્ચે ઝઘડાનું કારણ હું અજાણતાં બન્યો તે માટે મારા કહેવાનો જુદો અર્થ, મહેરબાની કરીને, ન લેતાં.” “પણ, તમારે આટલું જ કહેવાનું છે, એ હું માની શકતી નથી,” મટિલ્ડા એકદમ બોલી ઊઠી. તમે પૂછો છો એટલે મારે કંઈક વિશેષ કહેવું જોઈએ ખરું. જોકે, એ વાત મોંએ લાવવી એ પણ મૂંઝવણમાં નાખે તેવી છે. પરંતુ જો આ તમારાં સખી એમ માનતાં હોય કે, હું તેમના પ્રત્યે કોઈ પ્રકારની સુંવાળી લાગણી ધરાવું છું -” હાય, આ તે કેવી મીઠી મૂંઝવણ! છેવટે ભાઈ સાહેબને એ મૂળ મુદ્દા ઉપર આવવું જ પડયું ને! મીઠડી, મારા વતી તું જ આગળ ચલાવ. મને તો શરમથી ભોંયમાં પેસી જવાનું થાય છે.” ફેનીએ મટિલ્ડાને ખભે માથું મૂકીને કહ્યું. “મારી સખી માને છે જ વળી! એમાં પૂછો છો શું? અને શહેરી થઈને એટલું સમજતાં આટલી વાર લગાડી તે ધન્ય છે તમને અને તમારી સમજદારીને!” મટિલા બોલી. “હે ! માને છે!” નિકોલસ નવાઈ પામી બોલી ઊઠ્યો. પરંતુ તેના મોં ઉપર છવાઈ રહેલો એ નવાઈનો ભાવ બંને સખીઓ આનંદનો ભાવ જ સમજી. ચોક્સ માને છે,” મટિલ્ડાએ ભારપૂર્વક કહ્યું. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૦ નિકોલસ નિકલ્ટી જો મિ. નિકલ્બી હજ એ બાબતમાં શંકા ધરાવતા હોય, તો તે જાણી લે કે, તેમના અંતરના એ પ્રેમનો સામેથી હાર્દિક જવાબ વાળવામાં આવ્યો છે—” ફેની નરમ મધુર અવાજે ગણગણી. “થોભો, થોભો,” નિકોલસ ઉતાવળમાં બોલી ઊઠયો; “મારી વાત મહેરબાની કરીને પૂરી સાંભળી લો. આ તો ભારે ગોટાળો – મોટો ભ્રમ ચાલતો હોય એમ લાગે છે. મેં આ જુવાન બાનુને ભાગ્યે અર્ધો ડઝન વખત જોયાં હશે; પણ જો મેં તેમને સાઠ વખત જોયાં હોત કે સાઠ હજાર વખત પણ જોયાં હોત, તોય તેમને વિષે કોઈ પણ પ્રકારની ભીની લાગણી હું ધરાવતો થાઉં, એ બની શકે એમ જ નથી. કારણ કે, સાચું કહું તો, – તેમની લાગણી દુભાવવાના ઈરાદાથી નહિ, પણ તેમને વસ્તુસ્થિતિની જાણ કરવા ખાતર જ હું કહું છું, – ફરી આ તરફ પાછા કદી ન વળવું પડે એવા નિર્ણય સાથે આ શાપિત સ્થાનમાંથી જલદીમાં જલદી ચાલ્યા જવાની જ મારા અંતરમાં હંમેશ તીવ્ર ઇચ્છા રહે છે.” સ્પષ્ટ શબ્દોમાં આટલું પૂરેપૂરી ગરમીથી કહી દીધા બાદ, વધુ કિંઈ સાંભળવાની રાહ જોવા વિના, નિકોલસ થોડું નમીને ત્યાંથી ચાલતો થયો. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સ્માઇક! કહેવાની જરૂર નથી કે, નિકોલસે મટિલ્ડા પ્રાઈસના દેખતાં પોતાનું કરેલું અપમાન કૅનીને હાડોહાડ લાગી ગયું: “એક રખડતો ભામટો –જેને મારા બાપુ વર્ષે પાંચ પાઉંડને પગારે રસ્તા ઉપરથી ઉપાડી લાવ્યા હતા, અને જેને તેની મા ખાવા-પીવા વગેરે બધી બાબતમાં ફાવે તેમ કનડતી હતી, તેણે મારો હાથ’ સ્વીકારવાની ના પાડી? એ મૂરખ એટલું પણ ન સમજ્યો કે, મારી મીઠી નજર તેણે સ્વીકારી લીધી હોત, તો તેનું જીવન કેટલું સુખી થઈ ગયું હોત? લે ત્યારે, હવે તું આ ઘરના છાપરા નીચે રહી, મા અને દીકરી બંનેના ગુસ્સાનો અને તિરસ્કારનો ભોગ બની કેવો સુખી થાય છે, તે હું બતાવું છું!” પણ એટલું જ બસ ન હતું. તે લોકોએ તેને પજવવાનો અને ચીડવવાનો બીજો એક માર્ગ પણ લીધો, જેમાં રહેલ ભારોભાર અને ન્યાય અને ક્રૂરતાથી તો નિકોલસ સમસમી જવા લાગ્યો. વાત એમ છે કે, જે રાતથી શાળાના વર્ગમાં નિકોલસ સ્માઇક સાથે માયાળુતાથી બોલ્યો હતો, તે રાતથી તે બાપડો, નિકોલસને કંઈ કરતાં કંઈ મદદ કરી શકાય કે તેની નાની સરખી પણ સેવા બજાવી શકાય, તે માટે થઈ શકે તેટલી દોડાદોડ કર્યા કરતો. સ્કવીયર્સના ઘરમાં આ વાત બહુ વખત છાની ન રહી. એટલે નિકોલસ ઉપર જે દાઝ કાઢી ન શકાય, તે હવે આ બાપડા સ્માઇક ઉપર કાઢવાની શરૂ થઈ. નિકોલસ એ લોકોની આ કંગાલિયત અને કાયરતા જોઈને કંપી ઊઠવા લાગ્યો. Page #116 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્ટી - નિકોલસે છોકરાઓને નિયમિત પાઠ આપવા માંડ્યા હતા અને લેસન લેવા માંડ્યું હતું. એક વખત રાતે, પોતાને કારણે સ્માઇકની થતી દુર્દશાનો વિચાર કરતો તે આમ તેમ ઓરડામાં આંટા મારતો હતો, તેવામાં તેણે એક ખૂણામાં સ્માઈકને કોકડું વળી એક ફાટેલી ચોપડી ઉપર નીચો નમી રડતો જોયો. નિકોલસે તેના ખભા ઉપર હાથ મૂક્યો. “મને નહિ આવડે મારાથી મોઢે નથી થતું,” એમ કહી તે ફરી ધૂ સકે ધ્રુસકે રડી પડ્યો. તો રહેવા દે, કંઈ વાંધો નહિ. તું રડીશ નહિ. મારે કારણે તને થતી મારપીટ અને હડધૂત મારાથી હવે જોવાતી નથી; તેમાં વળી હવે મારું આપેલું લેસન ન થતું હોવાથી તું રડે, એ તો બહુ થઈ જાય.” હમણાંના તેઓ મને બહુ મારપીટ કરે છે,” બિચારો ડૂસકાં ખાતો ખાતો બોલ્યો. મને ખબર છે, ભાઈ.” “તમે ન હો, તો તેઓ મને મારી જ નાખે.” “ના ભાઈ, હું અહીં છું એટલે તને કદાચ વધારે માર પડે છે; હું નહિ હોઉં તો કદાચ ઓછી મારપીટ તને થશે.” “હું, તમે નહિં હો એટલે?” મારાથી આ બધું સહન નથી થતું, એટલે ચાલ્યો પણ જાઉં. મારી આગળ તો આખી દુનિયા પડેલી છે.” “હૈ? દુનિયામાં બધે જ અહીંના જેવું જ હોતું હશે?” ના રે ના, ત્યાંની કઠણમાં કઠણ મજૂરી તો અહીંની સરખામણીમાં હળવી ફૂલ જેવી લાગે!” “ત્યાં - દુનિયામાં કદી હું તમને પાછો ભેગો થઈ શકીશ?” “હા, કેમ નહિ થઈ શકે?” નિકોલસ તેની આંખમાં આવેલો વિચિત્ર ચમકારો જોઈને ચોંકી ઊઠ્યો. Page #117 -------------------------------------------------------------------------- ________________ નવો દિવસ! ” “ત્યાં હું તને જરૂર મળીશ; અને ત્યાં તને મદદ કરવા જતાં અહીં જેવું વધુ દુ:ખ તારા ઉપર નહિ લાવી મૂકે.” નિકોલસને પોતાની બહેન અને પોતાની માનું બનેલું “ચા” આંખ આગળ તરી આવ્યું. પેલા બાપડાએ તરત નિકોલસના બંને હાથ પકડી લીધા અને પોતાના મોં ઉપર દાબી દીધા અને કંઈક શબ્દો તે બોલવા ગયો, જે તેનાં ડૂસકાંમાં ડૂબી ગયા. તે જ વખતે આવીયર્સ એ ઓરડામાં દાખલ થતા હતા ! ૧૪ નવે દિવસ! જાન્યુઆરી મહિનાનું ધૂંધળું પરોઢ ઊગતું હતું. નિકોલસ એક કોણી ઉપર ઊંચો થઈ આસપાસ સૂતેલા છોકરાઓ તરફ નજર નાંખતો હતો. તે બિચારા પોતાનાં ફાટેલાં-તૂટેલાં કપડાં અને અધૂરી-પૂરી પથારી સાથે, ટાઢથી બચવા એકબીજાની નજીક અવાય તેટલા આવીને સૂતેલા હતા. | નિકોલસ એ બધા આકારોમાંથી પોતાની આંખને પરિચિત એવો એક આકાર શોધવા પ્રયત્ન કરતો હતો. તેવામાં દાદર નીચેથી મિ૦ આવીયર્સની ત્રાડ સંભળાઈ. અરે એય આળસુ કુત્તાઓ, તમે બધા આખો દિવસ ઉપર ઘોર્યા જ કરવાના છો કે શું?” “આ આવ્યા, સાહેબ,” કહીને નિકોલસ હાંફળોફાંફળો ઊભો થઈ ગયો. હા, હા, જલદી નીચે આવો, નહિ તો હું જ હમણાં તમો કેટલાકની ખબર લઈ નાખીશ! પણ પેલો સ્માઇકડો કયાં મૂઓ છે? હજુ સુધી તે કેમ કામે લાગ્યો નથી?” Page #118 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્પી નિકોલસ તેને જ શોધતો હતો. પણ એ ઢગલાઓમાં કયાંય તેની આકૃતિ નજરે પડતી નહોતી. ૮૪ “સાળાની હમણાં વાત છે; નિકલ્બી, એ અક્કરમીને તરત નીચે મોકલો જોઉં; ” સ્કવીયર્સે પોતાની સોટી દાદરના કઠેરા ઉપર ઠોકતાં ફરી બૂમ પાડી. “એ અહીં નથી દેખાતો, સાહેબ,” નિકોલસે જવાબ આપ્યો, “જૂઠું ન બોલશો, મિસ્ટર; એ ઉપર જ છે.” “ એ અહીં નથી,” નિકોલસ ગુસ્સે થઈને બોલ્યો; “અને મને પણ જૂઠી વાત સંભળાવવાની તમારે જરૂર નથી. "" 66 ‘ઠીક, હું જોઉં છું, ઉપર નથી તે, ” કહેતો સ્કવીયર્સ ઉપર ધસી આવ્યો; અને ખૂણામાં જ્યાં રોજ એ વૈતરો ટૂંટિયું વાળીને પડી રહેતો, ત્યાં સીધા ધસી જઈ, તેણે પોતાના હાથમાંની સોટીનો એક ઝપાટો જોરથી ફટકાર્યો. પણ ત્યાં કોઈ ન હતું. “તમે મિસ્ટર, તેને કયાં સંતાડયો છે, તે બોલી નાખો જોઉં,” સ્કવીયર્સ નિકોલસ ઉપર તાડૂકયો. 66 ‘ગઈ કાલ રાત પછી મેં તેને જોયો હોય એમ મને યાદ આવતું નથી.” “અરે મિસ્ટર, એમ તમે તેને મારમાંથી બચાવી શકવાના નથી; એ કયાં મૂઓ છે?” ck મૂઓ જ હશે તો તો કદાચ નજીકના તળાવડાને તળિયે હશે,” નિકોલસે પોતાની આંખો સ્થિર કરીને જવાબ આપ્યો. “ એટલે શું, સા – આ −,” એટલું ઘુરકિયું કરી, વીયર્સે હવે છોકરાઓમાંથી કોઈને ખબર હોય તો બોલી દેવા ફરમાવ્યું. છોકરાઓમાંથી નકારનો ગણગણાટ ગુંજી ઊઠયો; પણ એ બધાની અંદરથી એક તીણો અવાજ આવતો સંભળાયો — “સાહેબ, મને લાગે છે કે, સ્માઇક નાસી ગયો. ” Page #119 -------------------------------------------------------------------------- ________________ નવો દિવસ! ૮૫ “હૈ!” સ્કવીયર્સ પાછો વળી તાડૂક્યો. “કોણ બોલ્યું એ?” ટૉસ્કિન્સ, સાહેબ!” કેટલાય અવાજો એકસામટા બોલી ઊઠયા. તરત મિ0 સ્કવીયર્સ છોકરાઓના ટોળા વચ્ચે કૂદી પડ્યા અને તેમાંથી એક નાનકડા છોકરાને બીકે તરફડતો બહાર ખેંચી લાવ્યા, અને એક ઝટકે તેના શરીર ઉપરનું કપડું ખેંચી કાઢી, બાંય ચડાવી પોતાના હાથની સોટી ઊંચી કરીને તેમણે પૂછયું, “આ સંસ્થામાંથી કોઈ છોકરો નાસી જાય, એમ કહેવાની તારી હિંમત છે, એમ?” અને સ્કવીયર્સે તેને સોટી વડે ઝૂડી નાખ્યો. ચારે તરફ ભય અને ત્રાસનો સન્નાટો છવાઈ રહ્યો. નિકોલસના મોં ઉપર તિરસ્કાર અને અણગમાનો ભાવ આવી ગયો. તમે પણ નિકલ્બી, એમ માનતા હશો કે, તે નાસી ગયો છે, કેમ?” સ્કવીયર્સે શિકારીની નજરે તેની સામે જોઈ પૂછ્યું. સાહેબ, મને એ વાત તદ્દન શક્ય લાગે છે,” નિકોલસે ઠંડે પેટે જવાબ આપ્યો. તો તો તે તમને વાત કરીને નાસી ગયો હશે, નહિ?” “તે મને કહીને ન ગયો એ બહુ સારું થયું, નહિ તો મારે તમને સમયસર ચેતવી દેવા પડ્યા હોત.” “અને તો તમને બહુ ભારે દુઃખ થાત, ખરું ને?” ખરે જ, સાહેબ, તમે મારા મનના ભાવો, મારા કહ્યા વિના જ, બહુ સારી રીતે પામી જાઓ છો!” મિસિસ સ્કવીયર્સ હવે આ સંવાદમાં વચ્ચે કૂદી પડ્યાં. તેમણે કહ્યું, “તમે આના જેવા અભિમાની ને પેટભરા મહેતાજી ગમે ત્યાંથી પકડી લાવો; પછી તેઓ છોકરાંઓને હુલ્લડખોર બનાવી મૂકે નહિ તો બીજું શું કરે? અલ્યા એ જુવાન, તું આ બધાં છોકરાંને લઈ વર્ગના ઓરડામાં ચાલ્યો જા; અને ખબરદાર ત્યાંથી પરવાનગી વિના ખસ્યો તો; નહિ તો મારા જેવી કોઈ ભૂંડી નથી ! તારો રળિયામણો Page #120 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકબી ચહેરો જોવા જેવો થઈ જશે ! તને તારા રૂપાળાપણાનું બહુ અભિમાન છે તે –...” “એમ? ખરેખર!” નિકોલસ હસતાં હસતાં બોલ્યો. “હા, ખરેખર, ખરેખર, ખરેખર! જાઓ છોકરાઓ, તમારા બંડખોર, હરામખોર, બદમાશ મહેતાજીની શિખામણ સાંભળવા જાઓ! અને તમે બધાય તમારું ચાલે તો સ્માઇક જેવું જ કરવા માંડો. પણ એ હરામડાને પાછો પકડી લાવીએ, પછી તેની શી વલે થાય છે, તે નિરાંતે ત્યારે જોજો !” “અરે, તે હાથમાં આવે, તો હું તેનું જીવતાં ચામડું ઉતારી ન નાખું તો મારું નામ નહીં!” આવીયર્સ ઘૂરક્યો. હાથમાં આવે તો! તે એ છોકરો એમ ને એમ ઓછો હાથમાં આવવાનો છે? તેના હાથમાં ઘરમાંથી ખાવાનું કે પૈસા તો આવે એમ છે નહિ, બધે તાળાં છે (સંતોષનું હાસ્ય); એટલે તે ધોરી રસ્તે જ ગયો હોવો જોઈએ, કેમ કે ત્યાં તે કોઈ પાસે કંઈ ભીખી શકે. માટે તમે એક બાજુ તમારી ડમણી લઈને ઊપડો, અને હું બીજી તરફ કોઈ સબધા મજૂરને સાથે લઈ, પડોશીના સિગરામમાં ઊપડું છું. સાથે દોરડાં વગેરે બરાબર લેતાં જઈશું, જેથી હાથમાં આવે તો બરોબર બાંધી લવાય.” Page #121 -------------------------------------------------------------------------- ________________ • ૧૫ બંધન અને બળ બીજે દિવસે છેક સાંજે આવીયર્સ એકલો ખાલી હાથે પાછો આવ્યો. ઘરમાં પેસતાં જ તે ત્રાયો– નિકલ્બી, જો મિસિસ આવીયર્સ પણ તેને પકડી નહિ લાવે, તો ખબરદાર, મારે બદલામાં કોઈની ને કોઈની ઉપર ક્રોધ કાઢીને આશ્વાસન મેળવવું જ પડશે, એ સમજી રાખજો.” “તમને આશ્વાસન આપવાનું મારા હાથમાં નથી, સાહેબ; અને મારે એ વાત જોડે કશી નિસબત નથી,” નિકોલસે જવાબ આપ્યો. “નથી? ઠીક, ઠીક, આપણે જોઈશું કે, શી નિસબત છે અને શી નથી! ઠીક, તમારાં ભટોળિયાં લઈને બોડમાં પેસી જાઓ, કૂતરી બાઈ ! જાઓ, સૂવાનો વખત થઈ ગયો છે.” | નિકોલસે હોઠ દાંત નીચે દબાવી દીધા. તેના હાથ અજાણમાં જ થોડા ઊંચા થઈ ગયા. પણ પછી, તે સ્કવીયર્સ ઉપર તિરસ્કારભરી નજર નાખી, માથું ટટાર રાખી, ગૌરવભરી રીતે ત્યાંથી ચાલતો થયો. બીજો દિવસ થયો. નિકોલસ હજ ઊડ્યો ન હતો. તેવામાં તેને કાને એક ગાડીનાં પૈડાંનો ગડગડાટ બારી નીચે જ આવીને થોભેલો સંભળાયો, અને મિસિસ સ્કવીયર્સનો મોટો અવાજ આવ્યો. તે કોઈને માટે જલદી કંઈક ગરમાગરમ પીવાનું મંગાવતાં હોય એમ લાગ્યું. નિકોલસને સમજાઈ ગયું કે, સ્માઇકને પકડી લાવવામાં મિસિસ ફાવ્યાં છે. ઊઠીને બારી બહાર નજર કરી, તો સ્માઇકને દોરડાં વડે પોટલાની પેઠે બાંધીને ગાડીમાં નાખેલો જોયો. વરસાદ અને કાદવથી તેના હાલહવાલ થઈ ગયા હતા. Page #122 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્ટી સ્કવીયર્સ રાજી થતો થતો થોડી વાર સ્માઇક તરફ જોઈ રહ્યો; પછી તેણે બૂમ પાડી, “જલદી તેને અંદર લાવો, અંદર લાવો!” ગાડીનાં પાંખિયાં સાથે બાંધેલા બંધ છોડી, સ્માઇકને અંદર લાવવામાં આવ્યો. મિ0 સ્કવીયર્સે તેને એક ભંડારિયામાં તાળું મારી પૂરી દીધો. કારણ કે, સૌ છોકરાંને ભેગાં કરી, પોતે તેમની સમક્ષ નિરાંતે દાખલો બેસાડવા માગતો હતો. બપોરના બધા છોકરાઓને વર્ગના ઓરડામાં ભેગા કરવામાં આવ્યા. મિ૦ સ્કવીયર્સ ભોજન બાદ એક-બે ખાલી ચડાવી, “તૈયાર' થઈ ત્યાં આવી પહોંચ્યા. આ સમારંભ માટે ખાસ ખરીદવામાં આવેલી લચકદાર, મજબૂત નેતરની સોટી લાવીને ટેબલ ઉપર મૂકવામાં આવી હતી. મિસિસ સ્કવીયર્સ પણ આ પ્રસંગને છાજે તેવી ગંભીરતાથી અને ગૌરવથી પાસે આવીને ખડાં થઈ ગયાં. તે પછી દયામણા, છેક જ ભાગી પડેલા અને દીન હતાશાની મૂર્તિ સમા સ્માઇકને ભંડારિયામાંથી કાઢીને ત્યાં હાજર કરવામાં આવ્યો. સ્કવીયર્સે હવે ન્યાયાધીશની અદાથી સ્માઈકને પૂછયું, “તારે કંઈ કહેવાનું છે?” દયા કરો,” બિચારો સ્માઇક કરગર્યો; “મારે નાછૂટકે નાસી જવું પડ્યું હતું, સાહેબ. હવે કદી નહીં નાસી જાઉં; સાહેબ, દયા!” નાછૂટલે નાસી જવું પડ્યું, એમ? એટલે તારો વાંક નહોતો, એમાં મારો વાંક હતો ખરું?” એમ કહી, સ્કવીયર્સે તેને મજબૂત રીતે પકડી રાખી, પોતાની પૂરી તાકાતથી એવો તો ફટકો લગાવ્યો કે, એ બાપડો એની વેદનાથી અમળાઈને છેક જ કોકડું વળી ગયો. હજુ એ તરફડતો જ હતો, તેવામાં તો મિ૦ સ્કવીયર્સે બીજો ફટકો ઉગામ્યો. એ બીજો ફટકો સ્માઈકના શરીર ઉપર પડે, તો તે ભાગ્યે હોશમાં રહી શકે, એવું ચોક્કસ દેખાતું હતું. અચાનક નિકોલસ નિકલ્કીએ ચોંકીને બૂમ પાડી, “બસ કરો!” એ ત્રાડ એવી હતી કે, ઓરડાની છત પણ કંપી ઊઠી. Page #123 --------------------------------------------------------------------------  Page #124 -------------------------------------------------------------------------- ________________ Iઈમ ક - - - - - - ૧ el : રકારક C N N , = - - - E , , * ૧ મિ આ જ નિકોલસને ઝપાટે.-પૃ૦ ૮૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૦ બંધન અને બળવો “કોણ બોલ્યું એ?” સ્કવીયર્સે પોતાની વિકરાળ નજર પાછળ કરીને પૂછ્યું. “હું બોલ્યો; હું આ અત્યાચાર બરદાસ્ત કરી શકું તેમ નથી.” “તું સહન કરી શકે તેમ નથી, એમ? અલ્યા ભિખારડા, તારી આ હિંમત?” એટલું બોલીને આવીયર્સે એક બે ડગલાં પાછા ખસી, જોરથી, નિકલ્ટીના જ મોંઢા ઉપર એ ફટકો ચમચમાવી દીધો. | નિકોલસના મોં ઉપર ભૂરું સોળ ઊપસી આવ્યું. પરંતુ જુસ્સામાં આવી જઈ, એ ફટકાની બળતરા ભૂલી, તે સીધો સ્કવીયર્સ ઉપર કૂદ્યો, અને તેના હાથમાંથી એ સોટી ઝૂંટવી લઈ, તેને ગળેથી પકડી, જોરથી તેની જ સોટીથી તેને ફટકારવા માંડ્યો. એ કાયર, ગુંડો ‘ધાજો,’ ‘ધાજો,’ ‘મને મારી નાખ્યો,’ ‘ખૂન’– એવી વેદનાભરી ચીસો પાડતો ધૂ જવા લાગ્યો. છોકરાઓમાંથી તો કોઈ જરાય ચહ્યું નહિ. પરંતુ આવીયર્સનો જાડિયો છોકરો નિકોલસના કોટની પૂંછડી પકડીને તેને ટીંગાઈ ગયો. મિસિસ સ્કવીયર્સ બૂમો પાડતી પોતાના પતિના કોટની પૂંછડી પકડી, તેને પાછો ખેંચવા લાગી; અને મિસ ફેની સ્કવીયર્સ, જે અત્યાર સુધી બારણાની કળના કાણામાંથી શું ખેલ થાય છે તે જ જોયા કરતી હતી, તે અંદર ધસી આવી, અને શાહીના ખડિયા વગેરે જે હાથમાં આવ્યું તે નિકોલસના મોં ઉપર જોરથી છૂટું ફેંકવા લાગી. નિકોલસ અત્યારે મરણિયો થઈ ગયો હતો, તેને આ બધા પ્રહારો જાણે પીંછાં વરસતાં હોય એથી વિશેષ કંઈ લાગ્યા નહીં. પણ એ બધા બુમરાણ અને ધમાચકડીથી ત્રાસી, છેવટે તેણે, પોતામાં બાકી રહેલા જોરથી, પાંચ-છ વધુ ફટકા સ્કવીયર્સને લગાવી દીધા, અને પછી જોરથી ધક્કો મારી તેને દૂર ફગાવ્યો. એ ધક્કાનું જોર એટલું ભારે હતું કે, પાછળ ઊભેલી મિસિસ ક્વીયર્સ આખી એક પાટલી ઉપર થઈને ફેંકાઈ ગઈ, અને સ્કવીયર્સનું માથું જમીન ઉપર ગબડતા Page #126 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્બી પહેલાં તે ઊંઘી પડેલી પાટલી ઉપર જોરથી ટિચાયું. પરિણામે, તમ્મર ચડતાં તે ચત્તાપાટ ફરસ ઉપર લાંબો થઈ ગયો. ८० નિકોલસ હવે બીજો કશો વિચાર કર્યા વિના, તે ઓરડામાંથી નીકળી ગયો. તેણે સ્માઇક કયાં છે તે જોવા પૂરતી તે ઓરડામાં છેવટની નજર કરી લીધી; પણ કયાંય તે નજરે પડયો નહિ. પછી વધુ વિચાર કરી, તે પોતાનાં કપડાં નાના ઝોયણામાં ભરી લઈ, કોઈની કશી રુકાવટ વિના બારણું ઉઘાડી, બહાર નીકળી ગયો અને સીધો ગ્રેટાબ્રિજ તરફને રસ્તે ચાલતો થયો. ૧૬ લંડનને માર્ગે ૧ નિકોલસ મિ૦ સ્કવીયર્સને નસિયત કરીને શાળાની બહાર નીકળી ગયો ત્યારે તેના ખીસામાં માત્ર ચાર શિલિંગ અને થોડા પેન્સ જ હતા; અને લંડન સુધી પહોંચવા માટે તેને અઢીસો માઈલ કાપવાના હતા. પોતાના કાકાને સ્કવીયર્સ કેવા ઊલટા સમાચાર મોકલશે, અને કાકા પોતાની મા-બહેનને શું સંભળાવશે કે કરશે, તેનો વિચાર કરતો તે આગળ વધતો હતો. તેવામાં તેને સામેથી આવતો એક ઘોડેસવાર મળ્યો. તે જૉન બ્રાઉડી હતો. તેના હાથમાં ઘોડો હાંકવા, એક ડાળી તોડીને બનાવેલો સીધો જાડો સોટો હતો. નિકોલસ સમજી ગયો કે, જૉન બ્રાઉડી સાથે પણ અત્યારે મારામારીનો મોકો આવવાનો જ; તે દિવસે ફૅનીની પાર્ટીમાંથી તે બંને બહુ ખરાબ રીતે જુદા પડયા હતા! જોઈ, બ્રાઉડી પણ ઘોડો નિકોલસને સંબોધીને તેણે અને નિકોલસને સામેથી આવતો થોભાવી રસ્તા વચ્ચે ઊભો રહ્યો; અને કહ્યું, “આપણે ભેગા થયા ખરા!” Page #127 -------------------------------------------------------------------------- ________________ લંડનને માર્ગે . “હા, ભાઈ, આપણે ભેગા થયા તે સારું થયું, કારણ કે, મારે તમને એક ખુલાસો કરવો હતો. આપણે છેવટના મળ્યા હતા ત્યારે વિચિત્ર રીતે આપણી વચ્ચે કંઈક ગેરસમજ ઊભી થઈ હતી. પણ મારો તેવો કશો ઇરાદો હતો જ નહિ; અને હું કંઈક સમજું તે પહેલાં મારાથી અમુક અજુગતો વર્તાવ થઈ ગયો હતો, જેથી તમને ખોટું લાગ્યું હતું. પરંતુ એ બધું કશા કારણ વિના અજાણમાં જ બની ગયું હતું, અને તે બદલ હું તમારી માફી માગું છું. એટલે મને ક્ષમા કરી, મિત્રતાની નિશાની તરીકે, તમારો હાથ મને મારા હાથમાં મિલાવવા દેશો, તો મને ખરેખર બહુ આનંદ થશે.” “જરૂર, જરૂર, ભાઈલા, તારી સાથે હું પણ રાજીખુશીથી હાથ મિલાવવા તૈયાર છું. પેલી મારી અંદરાયેલી પણ જરા તોફાની જાતની છે, તથા મને પજવવામાં તેને રમૂજ પડે છે. એ તો બધું તેણે મને પછી સમજાવી દીધું અને અમે હવે થોડા દિવસમાં જ પરણી પણ જવાનાં છીએ. પણ હું ભાઈ, તારા મોંએ આ શું થયું છે? આખું ને આખું ફાડી નાંખ્યું છે ને કંઈ !” એ તો મને કોઈએ ફટકો માર્યો છે, તેનું સોળ છે, પણ મેં વ્યાજ સાથે તે ફટકો તેને ચૂકતે કરી દીધો છે.” “ચૂકતે કરી દીધોને? શાબાશ; મને એવા માણસ બહુ ગમે.” “વાત એમ હતી કે, મને ખોટી રીતે મારવામાં આવ્યો હતો.” ખોટી રીતે? હું, એ વળી શી વાત છે? કોણે એ કામ કર્યું?” એ ભલો માણસ સહાનુભૂતિભર્યા અવાજે બોલ્યો. પેલા સ્કવીયર્સે પણ મેં તેને એટલો માર્યો છે કે, તે ખો ભૂલી જશે.” “શું-ઊં-ઊં?” તરત બ્રાઉડી આનંદમાં આવી જઈ બૂમ પાડી ઊડ્યો; “નિશાળના માસ્તરને માર્યો? હો-હો-હો ! માસ્તરને! એમ તે કોઈ દિ' કદી બન્યું છે? અરે ભાઈલા, તારો હાથ મને ફરી Page #128 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્બી મિલાવવા દે. વાહ જુવાનિયા, વાહ; માસ્તરને માર્યો? હો-હો-હો શાબાશ! લાવ, ભાઈલા, લાવ તારો હાથ ! ” ૯૨ આવા આવા કંઈ શબ્દો બોલતો બ્રાઉડી નિકોલસનો હાથ વારંવાર દબાવતો ખડખડાટ હસવા લાગ્યો. પછી જ્યારે તેનું હસવાનું ઓછું થયું, ત્યારે તે પૂછવા લાગ્યો, “પણ ભાઈ, હવે તું જાય છે કયાં?” નિકોલસે લંડન જવાની વાત કરી, એ સાંભળી તે બોલ્યો, “લંડન ? અધધધ ! પણ ભાડું શું બેસે છે તેની ખબર છે?” “મને ખબર નથી; પણ હું તો પગે ચાલતો જ જવાનો છું.” “પગે ચાલતો? લે, કર વાત! એમ કોઈ લંડન પગે ચાલતું પહોંચ્યું છે વળી? પણ તારી જોડે પૈસા કેટલા છે, બિરાદર ?” 66 · પૈસા તો ખાસ કંઈ નથી; પણ તેનો કંઈ વાંધો નહિ. માણસ ધારે તો દુનિયાને છેડેય પહોંચી શકે. ” જૉન બ્રાઉડીએ વધુ બોલ્યા વિના તરત પોતાના મોટા ખીસામાંથી ચામડાની જૂની કોથળી ખેંચી કાઢી અને તેમાંથી જોઈએ તેટલા પૈસા કાઢી લેવા નિકોલસને દબાણ કર્યું. “બીતો નહિ, દોસ્ત; ઘેર પહોંચાય એટલા લઈ લે; તું મને પછીથી પાછા વાળશે, એની મને ખાતરી છે.” 66 ભારે રકઝક પછી, નિકોલસે એક પાઉંડ તેની પાસેથી લીધો. પછી બ્રાઉડીએ હસતાં હસતાં નિકોલસને કહ્યું, આ ડફણું પણ સાથે લેતો જા; રસ્તામાં કામ આવશે.” એમ કહી તેણે પોતાના હાથમાંનો ઠંડો નિકોલસના હાથમાં મૂકી દીધો. અને પછી વધુ કંઈ સાંભળવા થોભ્યા વિના, જોરથી બોલતો અને હસતો હસતો ચાલતો થયો — “માસ્તરને ! એ-હે-ય, માસ્તરને ઠોકયો ! વીસ વીસ વરસ થયાં એવી વાત કદી કાને સાંભળવામાં આવી નથી ! એહેય, ઠોકયો, માસ્તરને !” ૨ પણ હવે અંધારું થવા આવ્યું હતું અને ખૂબ બરફ વરસવા લાગ્યો હતો, એટલે નિકોલસથી બહુ આગળ મુસાફરી થઈ શકે Page #129 -------------------------------------------------------------------------- ________________ લંડનને માર્ગે ૯૩ તેમ ન હતું. તે એક ઝૂંપડીમાં સસ્તા દરે પથારી મેળવીને સૂઈ રહ્યો, છે અને પછી બીજે દિવસે સવાર થતાં તે આગળ ચાલવા લાગ્યો. તે દિવસે રાતે પણ રસ્તાને કિનારે એક ખાલી ખળવડ પડતર રહેલી જોઈ, તે તેના એક હૂંફાળા ખૂણામાં જઈ આડો પડ્યો અને ઘસઘસાટ ઊંઘી ગયો. સવારમાં તે ઊઠયો, ત્યારે આખો ઉઘાડીને નજર કરતાં તેણે જોયું કે, થોડે દૂર બીજા ખૂણામાં એક માણસ જેવી આકૃતિ ટૂંટિયું વાળીને પડેલી છે. તે સ્માઈક હતો! એ બિચારો છોકરો નિકોલસની પાછળ પાછળ જ નજર રાખતો ચાલ્યો આવતો હતો. નિકોલસ ના પાડી બેસે એ બીકે, તે એની આગળ છતો થયો ન હતો. નિકોલસ જ્યાં જ્યાં સૂઈ જતો, ત્યાં તે દૂરથી તેની સંભાળ રાખ્યા કરતો. આજે પણ તે નિકોલસની સંભાળ રાખવા જ જાગતો બેસી રહ્યો હતો. પણ ભૂખ અને થાકથી ઝોકું આવી જતાં, નિકોલસ જાગ્યો ત્યાં સુધી તે ત્યાં પડી રહ્યો હતો. • નિકોલસના અવાજથી તે ઝબકીને જાગી ઊઠ્યો અને નિકોલસ પોતાને જોઈ ગયો એ જાણી, ડરતો ડરતો પાસે આવી, ઘૂંટણિયે પડ્યો. તેનો હાથ પકડી ઊભો કરતાં નિકોલસે તેને પૂછયું, “કેમ, મારી આગળ ઘૂંટણિયે તારે શા માટે પડવું પડે?” “મારે તમારી સાથે આવવું છે, તમે જ્યાં જાઓ ત્યાં; મારે કપડાં નહિ જોઈએ; જે છે તે હજ બહુ ચાલશે; મારે ખાવાનું પણ બહુ નહિ જોઈએ; અને હું તમારું બધું કામ કર્યા કરીશ. મને તમારી સાથે જ લઈ જાઓ.” ઠીક ભાઈ,” નિકોલસ હવે મક્કમ અવાજે બોલી ઊઠયો; “દુનિયામાં જે મારું થશે તે તારું થશે, બેમાંથી એક મરીશું ત્યારે જ છૂટા પડીશું - ત્યાં સુધી નહિ.” આટલું કહી, નિકોલસે તે ભલા છોકરાને છાતીએ ચાંપી લીધો. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મિત્ર નચ્છનું ઘર લંડનનો એ વિભાગ ખખળી ગયેલી શેરીઓનો અને તેથી વધુ ખખળી ગયેલાં મકાનોનો લત્તો છે. તેમાં રહેનારાં માણસો પણ બધી રીતે એવાં જ ખખળી ગયેલાં છે; પણ હજુ તેઓ જુદી જુદી રીતે પોતાની જાતને શારીરિક શ્રમ કરતા મજૂરો કરતાં ઉપરના થરની માનવા અને દેખાડવા પ્રયત્ન કરે છે. દરેક મકાનના બારણા ઉપર હવે અંદર નાના નાના ઓરડામાં અલગ અલગ રહેનાર અનેક ભાડવાતોના નામની તખતીઓ કે તેમનો ઘંટ વગાડવાની કળોના હાથા છે. બારણાં બહાર રમતાં તેમનાં છોકરાં કે જીવડાં અને ધૂળધમાં ચૂગતાં મરઘા-બતકાંના હાલહવાલ પણ એવા જ કંગાળ છે. દરેક માળના દાદરના ખૂણાઓ ભરીને પડી રહેતા માલસામાનનો ભંગાર પણ અંદરના કમરાઓમાં રહેનારાની ભંગાર સ્થિતિનો પૂરેપૂરો સૂચક છે. એવા એક કંગાળ ઘરના છાપરા નીચેના છેક ઉપરના કબૂતરખાનામાં ત્રણ વસવાટ હતા; –ના, ના, એમાંના એક વસવાટની ‘ભાડે આપવાનો છે એવી જાહેરાત છેક શેરી ઉપરના બારણા આગળ હજુ લટકાવેલી જોવા મળતી હતી. બાકીના બે વસવાટોમાંના એકનો રણીધણી ભાડવાત પોતાની કટાયેલી ચાવી વડે બારણું ઉઘાડી અંદર પેઠો, અને પછી અંધારામાંથી મીણબત્તીનું પૂંઠું શોધી કાઢી, તેણે જોડેના વસવાટની પાતળી પડદી ઉપર થોડો થપથપાટ કરીને પૂછયું, “મિ૦ નૉઝ, દીવો સળગાવ્યો છે કે?” ૯૪ Page #131 --------------------------------------------------------------------------  Page #132 -------------------------------------------------------------------------- ________________ kamlhi : - 'AIL 'મકીઃ ન્યૂમૅનનોઝ.-૫૦ ૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ મિ૦ નૉંગ્ઝનું ઘર ૯૫ "6 "" પડદી પાછળથી તથા માંએ માંડેલા વાસણમાંથી જેટલો આવે તેટલો અવાજ આવ્યો, હા. કારણ કે, મિ૦ નૉંગ્ઝનો પીવાની બાબતનો રસ હજુ જેવો ને તેવો જ કાયમ હતો. મિ∞ ક્રાઉલ હવે પોતાનું મીણબત્તીનું ઠૂંઠું સળગાવવા મિ૦ નૉગ્ઝના કબૂતરખાનામાં દાખલ થયા. પછી મીણબત્તી સળગાવવાને બદલે તેમણે ભીંજાઈ ગયેલું પોતાનું શરીર સૂકવવા મિનૉગ્સની અંગીઠી ખોરી ખોરીને તેમાં જેટલા તણખા હતા તેમાંથીય કેટલાય જાળી નીચે ગબડાવી કાઢયા. પછી તેમણે મિ૦ નૉગ્સને વધુ કોલસા કયાં છે તે પૂછ્યું. ન્યૂમૅનનો કોલસાનો પુરવઠો ખાસ મોટો ન હતો. છતાં તેના સ્વભાવની સાલસતાને કારણે તેણે એક કબાટ નીચેનું ખાનું બતાવ્યું. પેલાએ તેમાંથી લગભગ અર્ધો ભાગ ઉપાડી અંગીઠીમાં નાંખ્યો. મિ૦ નૉઝે બોલ્યા ચાલ્યા વિના તેમાંથી એકેએક કોલસો પાછો ઉપાડી લીધો. “હવે આ પાછલી ઉંમરે આટલો કરકસરિયો શાનો થવા લાગ્યો, ભાઈ?” ક્રાઉલે પૂછ્યું. 66 ‘નીચે કૅન્વિઝ-પરિવારને ત્યાં જમવા જવાનું છે, ” નૉઝે ટૂંકમાં જવાબ આપ્યો. 66 . ‘પણ તું નહોતો જવાનો ને? તેં કહ્યું કે ‘નહિ જાઉં', એટલે મને પણ તેમણે નિમંત્રણ આપ્યું ત્યારે, તારી સાથે વાતો કરવાની જ મજા વધુ આવશે એમ માની, મેં ના પાડી દીધી. અને તું તો જવાનું કહે છે. તો ઠીક, હું તો તારી અંગીઠી આગળ જ, તું પાછો આવશે ત્યાં સુધી, બેસી રહીશ.” “મને તેઓએ અતિશય આગ્રહ કર્યો, એટલે શું કરું?” એમ કહી, બિચારો નૉગ્ઝ પોતાના કોલસાના નાનાસરખા પુરવઠા ઉપર દયામણી નજર કરતો કરતો નીચે જમવા ચાલ્યો ગયો. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯૬ નિકોલસ નિકલ્ટી મિ૦ કૅન્વિચ્છ હાથીદાંતની સરાણ ચલાવનારો નાનોશો ધંધેદારી માણસ હતો, પરંતુ આ મકાનમાં તે કંઈક પ્રતિષ્ઠિત માણસ ગણાતો હતો; કારણ કે આખો પહેલો મજલો – અર્થાત્ બે ઓરડા તેણે જ આગવા ભાડે રાખ્યા હતા, અને તેની પત્ની મિસિસ કૅવિચ્છ પણ રીતભાતમાં અને અતડાપણામાં મોટી ઉમરાવજાદી હોય તેમ વર્તતી. તેને પોતાના કુટુંબનું બહુ અભિમાન હતું; કારણ કે તેના કાકા પાણી-વેરાના ઉઘરાતદાર- સરકારી અમલદાર- હતા; તેની બે મોટી દીકરીઓ અઠવાડિયે બે વખત પાસેની નૃત્યશાળામાં તાલીમ લેવા જતી અને તેમના વાળ સુંદર ભૂરી રિબનો વડે ‘પિગટેઈલ'ની રીતે બાંધવામાં આવતા. આ બધાં કારણે, આજુબાજુનાં કેટલાંક મકાનો સુધી મિસિસ કૅન્ડિઝ ઓળખાણ રાખવા લાયક બાનુ મનાતાં. ઇંગ્લેંડના કાયદેસર પ્રસ્થાપિત થયેલા દેવળે મિ0 કૅન્ડિઝને મિસિસ કૅનવિઝની ભેટ જે દિવસે આપી હતી, તેની આજે વાર્ષિક તિથિ હતી. આઠ આઠ વરસ થયાં અને પાંચ પાંચ છોકરાં થયા છતાં, એ દિવસ આ લોકો હજુ પૂરી ધામધૂમથી ઊજવતાં હતાં. મિસિસ કેન્વિઝનો બહારનો ઠાઠ અને દેખાવ તો જાણે એવો હતો કે, તેમના ઘરમાં એક રસોઇયણ તથા કામકાજ કરનારી એકાદ બાઈ તો હશે જ. પરંતુ તેવું કશું હતું નહિ. આ બધી તૈયારી અને પેરવી કરવામાં તેમને ખાસી તાકાત અને અક્કલ બેઉ વાનાં ખર્ચવાં પડ્યાં હતાં. નિમંત્રણો પણ એ રીતે જ પાઠવવામાં આવ્યાં હતાં. એક દરજણ – જેણે મિસિસ કૅન્ડિઝનો પોશાક સીવી આપ્યો હતો, તેને નિમંત્રણ હતું; કારણ કે, તેના ઓરડામાં જ મિસિસ કૅન્ડિઝના નાના પુત્રને પાંચમાં જે એકલો જ દીકરો હતો તેને સુવાડવાનો હતો; અને તેને સાચવવા સાથે બેસવા એક નાની છોકરીને પૈસા આપવાના કરી આજના દિવસ પૂરતી નક્કી કરી લીધી હતી. પછી એ જુવાન દરજણ સામે સમતોલપણું સાધવા એક વાંઢો જુવાન, જે Page #135 -------------------------------------------------------------------------- ________________ - મિત્ર નૉર્ડ્ઝનું ઘર મિ. કૅન્વિગ્ઝનો ઓળખીતો હતો, તેને બોલાવવામાં આવ્યો હતો. પછી એક તાજું જ પરણેલું જોડું –જેની બધી સંવનનક્રિયા મિ0 અને મિસિસ કૅન્વિટ્ઝની દેખરેખ નીચે થઈ હતી, તે હતું. પછી મિસિસ કૅન્વિચ્છની એક જુવાન સુંદર બહેન, અને તેની સમતુલામાં એકબીજો જવાન, જેની તે યુવતી ઉપર કેટલાક વખતથી નજર હતી એ; પછી મિ૦ નૉઝ, જે એક વખત સગૃહસ્થ હતો અને હવે ગમે તે ફેરાફાંટા ખાઈ શકે તેમ હતો તે; પછી પાછળની બાજુ રહેતી એક જાડી બાઈ; અને તેની વિરોધી સમતુલામાં એક યુવતી – મિસ પેટોકર, જે નાટયશાળાના આગ ઓલવનાર બ્રિગેડિયરની પુત્રી હોઈ, કોઈ કોઈ વાર નાટકચેટક સારું કરી જાણતી, તેને બોલાવવામાં આવી હતી. આ આખી પાર્ટીમાં મિસિસ કૅન્ડિઝના પાણીવેરાના ઉઘરાતદાર કાકા મિ0 લિલીવીક જેટલી જ અગત્ય તેને પણ, તેના એ સારા સંબંધને લીધે, આપવામાં આવી હતી. બધાં વેળાસર ભેગાં થયાં, પણ કાકા લિલીવીક હજુ ન આવ્યા. મિ0 કેન્વિઝે પત્તાંની રમત શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, પણ મિસિસ કેન્વિઝે પોતાના કાકા વિના મિજબાનીનું એક પણ અંગ શરૂ કરવા દેવાની ઘસીને ના પાડી. અને પાસે બેઠેલી એક પરિણીત બાઈને સંભળાવીને કહ્યું, “માટીડાઓને તો કંઈ નહિ, પણ મારે તો એ કાકાના વારસા ઉપર જ મારાં બધાં છોકરાંના ભવિષ્યનો આધાર છે!” એટલે પછી મિ૦ કૅન્ડિઝે એ ભૂલના પ્રાયશ્ચિત્ત તરીકે મિત્ર લિલીવીકની વ્યક્તિ તરીકેની શ્રેષ્ઠતાનાં વખાણ આરંભ્યાં. તે અંગે એક જુવાને જરા મજાકમાં ટકોર કરી; જેનો મિત્ર કૅન્ડિઝે સખત શબ્દોમાં રદિયો આપ્યો અને જણાવ્યું કે, “મારા ઘરના છાપરા હેઠળ હું મિ૦ લિલીવકની મશ્કરી કોઈ પણ સંજોગોમાં ચાલવા દઈ શકીશ નહીં.” નિ–૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્બી પણ આ બોલાચાલીનો તરત જ અંત આવ્યો. કારણકે, મિ. લિલીવીકે, પોતાની અમલદારશાહી રીતે, ઘંટનું દોરડું ખેંચ્યું, એથી સૌ કોઈ જાણી ગયું કે, નામદાર સરકારના પાણી-વેરા અમલદાર પધાર્યા છે. ૯૮ મિ૦ કૅન્વિઝે પોતાની મોટી દીકરી મૉલિનાને દાદાજીનો સત્કાર કરવા તરત દોડી જવા કહ્યું. સાથે તેને સૂચના આપી કે, બારણું ઉઘાડીને તરત જ તેમને ગળે ટીંગાઈને ચુંબન કરજે. પછી પાણીવેરા કલેકટર અંદર આવતાં જ મિસિસ ડૅન્વિઝે તેમના બંને ગાલ ઉપર વહાલભર્યું ચુંબન કર્યું, તથા આખી મંડળીની ઓળખાણ તેમને તથા તેમની ઓળખાણ આખી મંડળીને કરાવી. અહા ! કેવો નમ્ર વિવેકી માણસ આ વેરા-કલેકટર છે! સૌની સામે જુએ છે; સૌની સાથે હાથ મિલાવે છે; સૌની સાથે બોલે છે! પછી મિ∞ લિલીવીકની હાજરીમાં ભોજન પીરસાયું અને સૌએ તેને પૂરેપૂરો ન્યાય આપ્યો. ભોજન બાદ કાકાને અંગીઠી પાસે આરામખુરશી ઉપર બેસાડવામાં આવ્યા અને ચારે છોકરીઓને આગળની હરોળમાં બેસાડવામાં આવી. એ સુંદર દેખાવ જોઈ મિસિસ કૅન્વિઝ લાગણીવશ થઈ મિ૦ કૅન્વિના ખભા ઉપર માથું ઢાળી દઈ, છેક જ ભાગી પડયાં : “ અહા! કેવાં સોહામણાં છોકરાં છે! પણ મારાથી એ જોયું જતું નથી! જે બહુ સુંદર હોય એ ભાગ્યે લાંબું જીવે !” થઈ રહ્યું; સત્યાનાશ ! બધી સ્ત્રીઓ પોતાનો ધર્મ સમજી મિસિસ કૅર્નિંગ્ઝને આશ્વાસન આપવા લાગ્યાં. પેલી નાની છોકરીઓએ પોતાનું મોત ચર્ચાતું જોઈ એકદમ રડારોળ કરી મૂકી. મિસિસ ડૅન્વિઝે તેમને ગાંડાની પેઠે એક પછી એક પોતાની છાતીએ દબાવવા માંડી. પછી જ્યારે તેમનો ડૂમો શમ્યો, ત્યારે એ છોકરાંને આખી મંડળીએ છૂટાં છૂટાં વહેંચી લીધાં, જેથી તેમનું ભેગું સૌંદર્ય જોઈને મિસિસ ડૅન્વિઝની લાગણી ફરીથી ઉશ્કેરાઈ ન જાય. Page #137 -------------------------------------------------------------------------- ________________ મિ૦ નૉઝનું ઘર ૯૯ • મિ૦ કૅન્ડિઝે પછી ઊભા થઈ, આઠ આઠ વર્ષ થયાં મિસિસ કેન્વિગ્સ સાથે જોડાયા બાદ, પોતે જે સ્વર્ગીય સુખ અને શાંતિ પ્રાપ્ત કર્યા છે, તે બદલ ઈશ્વરનો આભાર માન્યો, તથા મિ૦ લિલીવીકને હાથ મિલાવી કહ્યું, “મેં આપનાં ભત્રીજી સાથે બહુ સુખી જીવન ગાળ્યું છે.” મિ૦ લિલીવીકે કહ્યું, “અમારા ઊંચા ખાનદાન કુટુંબની છોકરી તમને મળવા બાબત પ્રથમ તો અમારા કુટુંબમાં સખત વિરોધ મચ્યો હતો. પણ લગ્ન બાદ, મેં અમારા કુટુંબનાં સૌને સમજાવ્યું કે, હવે આપણે કેન્વિટ્ઝને આપણા લક્ષમાં લેવો જોઈએ, અને તમને અમારા કુટુંબે લક્ષમાં લેવા માંડ્યા છે. અને મારે ખુલ્લા દિલે કહેવું જોઈએ કે, મારી એ ભલામણને ઝાંખપ લગાડે એવું તમે કશું જ કર્યું નથી. મિ. કૅન્વિચ્છ, તમને તે બદલ ધન્યવાદ આપું છું.” મિ૦ કૅન્ડિઝને પોતાનું કુટુંબ ઊતરતું હોવાની જાહેરાત પણ જરાય કઠી નહિ; કારણ કે, પોતાને કેવા ઊંચા કુળની પત્ની મળી છે તેની જાહેરાત થઈ, તેનો જ તેમને પરમ આનંદ હતો! મિ૦ નોઝ હવે “પંચ”– પીણું તૈયાર કરવા લાગ્યા, જેથી સૌ તે પીને આ દિવસનું સુખદ પુનરાગમન વાંછી શકે. દરમ્યાન, આગળની ગોઠવણ મુજબ, મૉલિનાએ ધૂળધમાં કંઈ નાચ જેવું કરી બતાવ્યું અને પછી સૌના અને છેવટે મિ૦ લિલીવીકના ખાસ દબાણથી મિસ પેટૉકરે “લોહી-તરસ્યા” નામના જાણીતા નાટકનો એક પાઠ પૂરા અભિનય સહિત ભજવી બતાવ્યો; જોકે, તે પાઠ દફનવિધિ વખતનો હતો. પરંતુ સૌ કોઈ એ મફત લાભ મળવા બદલ ખુશ . જ હતું. આ બધું પૂરું થયું અને મિ૦ ન્યૂમેન નૉગ્ન પંચ” પણ તૈયાર થયું હોવાની જાહેરાત કરે, એટલામાં તો ઉપરથી મિત્ર કાઉલ દોડતા Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ નિકોલસ નિકબી અંદર આવ્યા અને જાહેરાત કરી ગયા કે, મિ૦ નૉગ્નને ત્યાં મહેમાન આવ્યા છે. “મહેમાન? કોણ છે? કેટલા છે?” નોંઝે નવાઈ પામી પૂછયું. ન્યૂમેન તરત ઉઠીને, સૌની ક્ષમા માગી, ‘તરત આવું છું” કહીને નીકળ્યો. અને પછી વચન પ્રમાણે તરત જ પાછો દોડતો આવ્યો, અને એક શબ્દ પણ બોલ્યા વિના ટેબલ ઉપરથી એક સળગતી મીણબત્તી તથા “પંચ” ભરેલું એક ટૅબ્લર ઝટપટ ઉપાડીને ગાંડાની પેઠે પાછો દોડી ગયો. સૌ નવાઈ પામી જોઈ રહ્યાં. ૧૮ મિત્ર નોઝના પણ ન્યૂમેને પહેલા પ્રથમ તો ઓરડીમાં આવી, બોલ્યાચાલ્યા વિના પંચનું ટૅબ્લર નિકોલસને મોંએ લગાવી, તેને અર્ધઅર્ધ પિવરાવી દીધું; અને બાકી વધ્યું તે સ્માઇકના ગળામાં ઠાલવી દીધું. સ્માઇકને બિચારાને ગંધકની ભરડકી સિવાય બીજું કાંઈ પીણું ચાખવા મળ્યું ન હોવાથી, આ લહેજતદાર પીણું આવી ભાવભરી રીતે મળતાં, તે આનંદ અને આશ્ચર્ય બંને લાગણીઓ વ્યક્ત કરવા લાગ્યો. ન્યૂમૅન નિકોલસને પલળી ગયેલો જોઈ, તથા પોતાની પાસે તેને બદલાવવાનાં કાંઈ જ કપડાં આપવામાં ન હોઈ, દુ:ખી દુ:ખી થઈ જવા લાગ્યો. પણ નિકોલસે તેને કહ્યું, “તમે મને યૉર્કશાયર જતી વખતે જે પત્ર વણમાગ્યો આપ્યો હતો, તેને ભરોંસે જ હું અહીં આવ્યો છું અને તમારે ત્યાં એક રાત પૂરતો આશરો મળે એટલી જ અપેક્ષા મને છે. મારે સારુ બીજી કાંઈ દોડાદોડ કે ચિંતા કરવાની જરૂર નથી. મારે પ્રથમ એટલું જ જાણવું છે, યૉર્કશાયરથી પેલા Page #139 -------------------------------------------------------------------------- ________________ મિ૦ નૉના પરોણા ૧૦૧ માસ્તરે મારા કાકાને કંઈ લખી જણાવ્યું છે કે નહિ, અને તેથી ચિડાઈને તેમણે મારાં મા-બહેનને કંઈ સંભળાવ્યું-કર્યું છે કે નહિ. મારે તે લોકોને મળવા જવું છે; પરંતુ મારા જવાથી તેઓ ઉપર કંઈ વધુ આફત આવે તેવું હોય, તો મારે ત્યાં જવું નથી. આ બધું વિચારીને જ હું પ્રથમ તમારે ત્યાં ખબર કાઢવા સીધો આવ્યો છું.” ન્યૂયૅને તરત ખીસામાંથી એક જૂનું કાગળિયું કાઢીને નિકોલસને વાંચવા આપ્યું. એક કાગળ ડોથબૉય્ઝ હૉલથી ફેની સ્કવીયર્સે રાલ્ફ નિકલ્બીને લખેલો હતો, અને પરમ દિવસે જ રાલ્ફને મળ્યો હતો. રાલ્ફ બહાર જતાં ન્યૂયૅને ઉતાવળે તેની નકલ કરી લીધી હતી. તેમાં ફૅનીએ લખ્યું હતું કે, “મારા પપ્પાએ મારી પાસે આ કાગળ લખાવ્યો છે; કારણ કે, તેમને એટલો માર મારવામાં આવ્યો છે કે, તેમના પગનો ઉપયોગ તે કરી શકે તેવા થાય તે પહેલાં ઘણો વખત લાગશે, એમ દાક્તરો માને છે. એટલે તે પોતે હાથે કલમ પકડી શકે તેમ નથી. તમારા ભત્રીજાએ તેમને એટલો બધો માર માર્યો છે, અને એટલી બધી ભૂંડી ગાળો ભાંડી છે કે, તે લખતાં મારી કલમ ફાટી પડે એમ મને લાગે છે. મારી માને તો તેણે ભેાંય ઉપર એવી પછાડી છે કે, તેના માથાનો કાંસકો કેટલાય ઈંચ ખોપરીમાં પેસી ગયો છે. અમે તે બાબતનું દાકતરી સર્ટિફિકેટ પણ મેળવ્યું છે, જેમાં નોંધ્યું છે કે, એ કાંસકો જો ખોપરી ફાડીને અંદર ઘૂસ્યો હોત, તો મગજ બહાર જ નીકળી આવ્યું હોત. “મને ને મારા ભાઈને તો મૂઢ માર પડયો છે. બહારથી દેખાય નહિ, પણ અંદરથી એકે એક હાડકું તૂટી ગયું હોય. આ લખતાં લખતાં જ હું એટલી ચીસો પાડું છું કે, મને ડર છે કે, તમને આ કાગળ વાંચતાં પણ સંભળાશે. “એ રાક્ષસ પોતાની લોહીની તરસ આમ છિપાવીને પછી છોકરાઓમાં બંડખોર એવા એક આગેવાનને પોતાની સાથે લઈને 66 Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ' નિકોલસ નિકલ્ટી નાસી ગયો છે. પરંતુ એ ચોર, ડાકુ, લફંગો માણસ પાછો મારી મમ્મીની વીંટી પણ ઉઠાવતો ગયો છે. મારા પપ્પા કહે છે કે, તે ચોરને પકડીને, મારી મમ્મીની વીંટી તેની પાસેથી પાછી મેળવી લઈ, તેને છોડી મૂકવામાં આવે. કારણ કે, તેના ઉપર અદાલતમાં કામ ચલાવીએ, તો તેને માત્ર દેશનિકાલની સજા થાય. પણ જો તેને છૂટો જવા દઈએ તો, તેના સ્વભાવ પ્રમાણે, તે કતલ અને ખૂનનાં બીજાં કામો એટલાં બધાં કરશે, કે જેથી તે જલદી ફાંસીને લાકડે જ લટકી જશે. એથી અમારે કોરટબાજીની તકલીફમાં પણ નહિ ઊતરવું પડે, અને પરિણામ બહુ સંતોષકારક આવશે.” અંતે તા. ક. કરીને તેમાં નીચે એવું ઉમેર્યું હતું કે, “મને તેના ગમારપણાની દયા આવે છે અને હું તેને મારા અંતરથી ધિક્કારું છું.” નિકોલસ કાગળ વાંચી લઈ, તરત બોલી ઊઠયો કે, “હું મારા કાકા પાસે જ અબઘડી જાઉં છું. મારે આ વીંટીની ચોરી બાબત ચોખવટ કરવી જ જોઈએ.” ન્યૂમેને તરત તેનો કોટ પકડી કહ્યું, “એવી મૂર્ખાઈ કરવાની જરૂર નથી. તમારા કાકા બહારગામ ગયા છે અને ત્રણ દિવસ સુધી પાછા આવવાના નથી. એ કાગળ વાંચી રહ્યા કે તરત તેમને બહાર જવાનું થયું છે, એટલે તેમણે એ કાગળનો કશો જવાબ આપ્યો નથી, એ નક્કી છે. વળી, એ માણસ એવી ચોરીની વાત માનવાનું પોતાના હિતમાં હોય તો જ માને એવો છે. અને જો તેને એ માનવી જ હશે, તો તમે જઈને તે ખોટી છે એમ કહેશો ને ગમે તેટલા સોગંદ ખાશો તોપણ નકામું જ, બાકી, એ એવી કાગળની વાતો માની ન લે તેટલો ચાલાક છે; એટલું હું મારા અનુભવે તમને કહું છું.” તો પછી હું મારાં મા અને બહેનને મળી આવું, અને આ ચોરીની વાત ખોટી છે, એવું પહેલેથી તેમને કહી આવું, જેથી મારા કાકા તેમને મારી બાબતમાં ભંભેરવા જાય, તો તેઓ ઝટ માની ન લે.” Page #141 -------------------------------------------------------------------------- ________________ મિ૦ નૉઝના પરોણા ૧૦૩ *ના, ના, પહેલાં તમારા કાકા આવે તેમને જ મળજો. તેમની આગળ જે કહી દેવું હોય તે કહી દેજો. તમારાં મા-બહેનને તમે "સંતલસમાં લીધાં છે એવો દેખાવ પણ થવા દેવાની જરૂર નથી, એવી મારી સલાહ છે.” ઠીક ભાઈ, તમે મારા હિતેચ્છુ છો, એટલે તમારી વાત જ હું માનીને ચાલું છું.” આ દરમ્યાન નીચેના ઓરડામાં ભારે ધમાલ મચી ગઈ હતી. મિ0 લિલીવીક, સરકારી પાણી-વેરાના ઉઘરાતદાર, તેમના હાથમાંથી, અરે હોઠ પાસેથી ન્યૂમેન જેવો માણસ પંચનું ટૅબ્લર બોલ્યા ચાલ્યા વિના પડાવી ગયો, એથી તેમનું અભિમાન ખૂબ ઘવાયું હતું, અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં એ બાબતનો અણગમો જાહેર કરી, ઘેર તરત પાછા ચાલ્યા જવા ઇચ્છા બતાવી હતી. મિ0 ક્વિઝે તેમને શાંત કરવા સમજાવતા હોય તેમ જણાવ્યું કે, “મિ૦ ન્યૂમેન એ પંચ” કોઈ કારણસર જ લઈ ગયા હશે; કદાચ તેમને વધારેની જરૂર છે કે નહિ, એ જ આપણે પુછાવવું જોઈએ. તમે કાકાજી આમ એક પંચના પ્યાલા માટે મિજાજ ગુમાવી બેસો, એ ઠીક ન કહેવાય.” બસ, મિ. કૅડ્ઝિ આટલું બોલ્યા ને બોલ્યા, તેવામાં તો કાકાજી મિ0 લિલીવીકે ગુસ્સાથી ત્રાડ નાંખી, “આ ઘરમાં મારે એક મિનિટ નથી થોભવું; અહીં કોઈ સગૃહસ્થનું સન્માન જરાય જળવાય તેમ લાગતું નથી. અને હું મિજાજ ગુમાવું છું, એવા બોલ મારે મોઢા ઉપર જ સાંભળવાના? હે? અને તે પણ નિમંત્રણથી ઘેર બોલાવીને? હું તો આ ચાલ્યો ઘેર. મારે આ ઘર સાથે...” બસ, તરત મિસિસ કૅન્ડિઝ બેભાન થઈ જવાની અણી ઉપર આવીને ગબડી પડ્યાં. સ્ત્રીઓ પોકાર કરી ઊઠી. મિ૦ કૅન્વિઝ બિચારો મિત્ર લિલીવીકને મનાવવા ઘૂંટણિયે પડયો. મિસ પેટૉકર પણ પૉતાના બધા અભિનયો સહિત મિ૦ લિલીવીકને મનાવવા લાગી. Page #142 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્પી છેવટે તોફાન શમ્યું, અને મિ∞ લિલીવીક ટાઢા પડયા. મિ∞ ક્રાઉલે પણ ન્યૂમૅનના પરોણાઓ વિષે અવળું વર્ણન કરી બધાંને ચાંકાવવામાં મણા ન રાખી : “એ બે જણા કયાંકથી નાસી છૂટેલા ભામટા જ છે! કેદીઓ કે લૂંટારાઓ જ સમજોને! તેમનો દેખાવ ચીંથરેહાલ તથા બિહામણો છે. એવા માણસો મહેમાન થઈને આવે અને તેમને માટે સદ્ગુહસ્થોના ટેબલ ઉપરથી પીણાનો જગ ઉઠાવી જવો, એ તે કેવું કહેવાય! ઇ0" ૧૦૪ મિ લિલીવીક તરત બોલી ઊઠયા, “અરે, સરકારી કરવેરો અને ખાસ કરીને પાણીવેરો ચૂકવ્યા વિના નાસી છૂટેલા કોઈ બદમાશો તો નથી ને?” મિ૦ ક્રાઉલને પોતાને આ કરવેરા અને પાણીવેરા બાબત બહુ આદર ન હતો. એટલે તે તરત બૂમ પાડીને, એ વાતનો વિરોધ કરવા જતા હતા. એટલામાં મિ૦ અને મિસિસ કૅગ્વિગ્ઝ તરફથી જોરદાર નિશાનીઓ અને સૂચનો મળતાં તે ચૂપ થઈ ગયા. અને મિ કૅર્નિંગ્ઝ હવે ઉપર જઈ, મિ૦ ન્યૂમૅનની વર્તણૂક વિષે ખુલાસો પૂછવા તથા એમના મહેમાનોની લાયકાત વિષે જાતમાહિતી મેળવવા જવા તૈયાર થયા, અને તે મહાકાર્યની પૂર્વતૈયારીમાં તેમણે પંચના ટૅબ્લરમાંથી એક સારો સરખો ઘૂંટડો પીધો. તેવામાં જ ઉપરથી કોઈ છોકરીની ચીસાચીસ અને દોડધામનો અવાજ આવતાં, સૌ સફાળાં ચોંકી ઊઠયાં. મિસિસ ડૅન્વિઝને એ ચીસો પોતાનો બાળક પુત્ર જે ઓરડામાં સુવાડયો હતો તે ઓરડામાંથી જ આવતી લાગી, અને તેમણે માની લીધું કે, જંગલી બિલાડો ઉઘાડી બારીમાંથી અંદર પેસી પોતાના પુત્રનું ગળું ચીરી તેનું લોહી જ પીવા લાગ્યો છે. એટલે તેમણે તો ઉપર દોડી જવા માટે પછાડો ખાવા માંડી. અને પાસેની બાઈ તેમને જેમ જેમ પકડીને રોકવા લાગી, તેમ તેમ તેમણે જવા માટે વધુ અમળાવા માંડયું. છેવટે પેલી બાઈએ મિસિસ ડૅન્વિઝને કહ્યું, “બાઈ, જરા ઓછું જોર કરો, નહિ તો મારા હાથથી તમને વધુ Page #143 -------------------------------------------------------------------------- ________________ મિ૦ નૉઝના પરોણા ૧૦૫ વખત પકડી રાખી શકાશે નહિ.” અને બીજી બાજુ મિ0 કૅન્ડિઝને જોર કરી ધક્કો મારતાં તેણે કહ્યું, “મૂઆ માટીડા થતા, જાઓને જોઈ આવો, શું છે તે! આ બાઈમાણસ ઉપર જાય એમ તમે બધા ઇચ્છો છો શું?” મિ૦ કૅન્વિચ્છ હવે હિંમત લાવી જોરભેર ઉપર દોડી ગયા. પણ દરમ્યાન નિકોલસ એ ઓરડામાંથી હાથમાં બાળક લઈ જલદી નીકળવા જતો હતો, તે તેમની સાથે ટિચાયો, એટલે એ ધક્કાથી એ બિચારા બે-ચાર પગથિયાં દાદર ઉપરથી ગબડીને નીચે પડ્યા! - નિકોલસે તે બાળકને બધાં રડારોળ અને બૂમાબૂમ કરતાં હતાં તે ઓરડામાં લાવીને મૂક્યું અને સૌને આશ્વાસન આપ્યું કે, “ચિંતા કરવાની કંઈ જરૂર નથી; બાળકને સાચવવા રાખેલી છોકરીને ઝોકું આવતાં ટેબલ ઉપર વધારે પડતી મૂકી ગઈ હશે, એટલે તેના વાળની લટ મીણબત્તી ઉપર પડીને સળગી ઊઠી, તેથી તેણે બૂમાબૂમ કરી મૂકી. તે સાંભળતાં વેળાસર જઈ પહોંચી, તે છોકરી વધુ સળગી જાય કે તેમાંથી વધુ આગ ફેલાઈ જાય તે પહેલાં, મેં તેના વાળ બુઝાવી નાંખ્યા; અને બાળક હવે સહીસલામત છે.” બધાંએ ભેગાં મળી પેલી સળગી ગયેલા વાળવાળી બોડી બનેલી છોકરીને સારી પેઠે ધોલ-ધપાટ કરીને, મહેનતાણાના પૈસા આપ્યા વિના જ કાઢી મૂકી. પછી સૌ નિકોલસનો આભાર માનવા લાગ્યાં અને તેની બહાદુરીનાં વખાણ કરવા લાગ્યાં. અને વાત પણ ખરી જ હતી કે, નિકોલસ જેવો અદ્ભવાળો માણસ જલદી જઈ ન પહોંચ્યો હોત, તો પેલી છોકરી ગભરાટમાં કરેલી દોડાદોડમાં કે ધમપછાડામાં ઓરડાનાં કપડાં વગેરે સળગાવી મૂકત અને બાળક પણ તેમાં જરૂર ઝડપાઈ જાત. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૯ નોકરીની શોધમાં બીજે દિવસે, નિકોલસે, નૉઝવાળા મકાનમાં જે ઓરડી ભાડે આપવાની બાકી હતી, તે અઠવાડિયે અઠવાડિયે ભાડું આપવાને ધોરણે રાખી લીધી. એ ઓરડી ન હતી, પણ એક ઘોલકું જ હતું. પરંતુ ન્યૂમેનની પરોણાગત ઉપર વિના કારણે ભારરૂપ ન થઈ પડવા ખાતર તેણે તરત એ ઓરડી લઈ લીધી, તથા પોતાનાં વધારાનાં કપડાં વેચી નાખી અઠવાડિયાનું ભાડું ભરી દીધું. પછી, કંઈક નોકરી મળે તે માટે શું કરવું, એનો વિચાર કરતો તે રસ્તા ઉપર ફરવા નીકળ્યો. અચાનક તેની નજર “જનરલ એજન્સી ઑફિસ, દરેક જાતની જગાઓ અને નોકરીઓ માટે અંદર મળો”, એવા એક પાટિયા ઉપર પડી. તે તરત અંદર ગયો. અંદર લાંબાટૂંકાં પાટિયાં ઉપર વિવિધ પ્રકારની નોકરીઓની જાહેરખબરો જ્યાં ત્યાં લટકાવેલી હતી. એક જાડી બાઈ તથા તેનો કારકુન આવનારા ઘરાકોની જરૂરિયાતો પૂછીને, અમુક ફી લઈ, રજિસ્ટરમાંથી એ જાતની સેવાઓ માટેની માગણીવાળાં માણસોનાં સરનામાં ઉતારી આપતાં હતાં; અને દરેક ઘરાકને કઈ નોકરી વધુ માફક આવશે, એની સલાહ પણ તેઓ આપતાં હતાં. | નિકોલસની અગાઉ છએક જણાં ત્યાં બેઠાં હતાં; તેમનો વારો પતી ગયો એટલે નિકોલસ જરા ખચકાતો ખચકાતો આગળ આવ્યો. તેણે સેક્રેટરીની જગા માટેની પોતાની ઉમેદવારી જાહેર કરી. પરંતુ એટલામાં એક બુરખાધારી જુવાન બાઈ કંઈક ઉતાવળમાં ૧૦૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ નોકરીની શોધમાં *અને કંઈક ગાભરી ગાભરી ત્યાં આવી પહોંચી. તેના પ્રત્યે દાક્ષિણ્યને ખાતર નિકોલસ પોતે ખસી ગયો અને તેને પહેલી આગળ જવા દીધી. પેલીએ પોતાનો બુરખો સહેજ ઊંચો કરી, ખાનદાન કુટુંબનાં છોકરાંની ગવર્નેસ કે કોઈ બાનુની “કંપેનિયન’ (સોબતી) તરીકેની નોકરી માટેની પોતાની ઉમેદવારી નોંધાવી. નિકોલસ જોઈ શક્યો કે, તે યુવતી અઢારેક વર્ષની હતી, તેનો પોશાક સામાન્ય હતો, પણ તે અસાધારણ સ્વરૂપવતી હતી. તેને પેલાંઓએ એકાદ સરનામું ઉતારી આપ્યું અને તે જગા ઠીક ન લાગે તો બીજે દિવસે સવારે ફરીથી આવવા કહ્યું. તે ધીમેથી ચાલી ગઈ. પણ નિકોલસ ઉપર એ યુવતીના શોકઘેરા પણ સુંદર દેખાવની ઊંડી છાપ પડી. પેલા કારકુને વિચારમાં પડેલા નિકોલસ તરફ કલમ ધરતાં, માલિકણે તેને પૂછયું, “સાહેબ, અમે તમારી શી સેવા બજાવી શકીએ તેમ છીએ?” નિકોલસે કહ્યું કે, “કોઈ સદ્દગૃહસ્થને કે જાહેર માણસને સેક્રેટરી તરીકે કોઈની જરૂર હોય તો તેવાનું સરનામું મને આપો.” એવાં તો ડઝનેક ઠેકાણાં અમારી પાસે છે, ખરું ને, ટૉમ?” માલિકણે પોતાના સાથીને પૂછયું. ટોમે ભારપૂર્વક હકારમાં જવાબ આપ્યો; પણ પછી તપાસ કરતાં ડઝનને ઠેકાણે એક જ માગણી રજિસ્ટરમાંથી નીકળી, અને તે પાર્લમેન્ટ-સભ્ય મિત્ર ગ્રેગ્ઝબરીની હતી. ટૉમે તેમનું સરનામું નિકોલસને ઉતારી આપ્યું. સરનામું પૂરું ન હતું, પણ ટૉમે જણાવ્યું કે, “માંચેસ્ટર બિલ્ડિઝ, વેસ્ટ મિસ્ટર, – એ જાણીતી જગા છે. મિ0 ગ્રેઝબરીને પોતાના કાગળો અને ટપાલને વ્યવસ્થિત રાખવા એક જુવાન માણસ જોઈએ છે.” પગાર વગેરેની બીજી કશી શરતો પાર્ટીએ જણાવેલી ન હતી, પણ ટૉમે આશ્વાસન Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ નિકોલસ નિકલ્બી આપતાં ઉમેર્યું કે, “પાર્લમેન્ટ-સભ્ય છે, એટલે શરતો સારી જ હશે. તમે ભાગ્યશાળી છો; જલદી ત્યાં જ ઊપડો.” નિકોલસ આભાર માની, ફી આપી, ત્યાંથી જવા નીકળતો હતો તેવામાં, માલિકણ જરા આઘીપાછી થતાં, ટૉમે આંખ મિચકારીને તેને પૂછયું, “કેમ મિસ્ટર, પેલી કેવી હતી?” “કોણ વળી?” નિકોલસે જરા કડકાઈથી પૂછયું. વાહ ભાઈ! કઈ છોકરી ? હેં? અરે, કાલે સવારે તે અહીં આવે, ત્યારે મારી જગાએ તમે આ ટેબલ ઉપર હો તો કેવી મજા આવે, એવું તમે પોતે ઇચ્છી રહ્યા છો તે વળી!” આમ બોલી તેણે ડચકારો વગાડ્યો. | નિકોલસને એ બદમાશને એક તમાચો મારવાનું મન થયું. પરંતુ, પેલી સુંદર યુવતીને પોતાની આટલી નાની ઉંમરે આવી જગાઓએ નોકરી માટે શાથી ભટકવું પડતું હશે, તથા તે કેવી દુ:ખદાયક સ્થિતિમાં આવી પડી હશે, એ વિચારે જ તેના મનને ઘેરી લીધું. વેસ્ટ મિન્સ્ટરના પ્રાચીન નગરના સ્થાને એક સાંકડો અને ગંદો લત્તો છે, જ્યાં પાર્લમેન્ટના સામાન્ય સભ્યોનો વસવાટ છે. પાર્લમેન્ટ ન ચાલતી હોય ત્યારે તે લત્તામાં બારણાં ઉપર ‘ભાડે આપવાનું છે,’ એવાં પોસ્ટરો જ લટકાવેલાં હોય છે. માંચેસ્ટર બિલ્ડિગ્સ પાસે જઈ, એક નોકર બારણું પકડી ઊભો હતો તેને નિકોલસે પૂછયું ‘મિ૦ ગ્રેગ્ઝબરી અંદર છે?' પેલાએ તેને અંદર ઝટપટ આવી જવા કહી, બારણું જોરથી બંધ કરી દીધું. નિકોલસે અંદર જઈને જોયું, તો એક આખું ટોળું લાઈનબંધ, ગંભીર મોંએ, તથા કંઈક મરણિયા નિશ્ચય ઉપર આવી ગયું હોય તે રીતે, મિ૦ ગ્રેગ્ઝબરીને મળવા આતુર થઈને ઊભું હતું. નિકોલસ સહેજે તેમાં જોડાઈ ગયો. Page #147 -------------------------------------------------------------------------- ________________ નોકરીની શોધમાં ૧૦૯ ' 'વાત એમ હતી કે, એ બધા મિત્ર ગ્રેઝબરીના મતદાર વિભાગના માણસો હતા. અને મિત્ર ગ્રેઝબરીએ ચૂંટણી વખતે એ વિભાગને જે કિંઈ વચનો આપ્યાં હતાં, તેનાથી ઊલટી જ રીતે તે પાર્લમેન્ટમાં વર્યા હોઈ, તેઓ પોતાનો વિરોધ દર્શાવવા તેમની પાસે આવી પહોંચ્યા હતા. | નિકોલસે જોયું કે, મિત્ર ગ્રેઝબરીએ તેઓની બધી દલીલોના જવાબમાં સહીસલામત એવો એક જ રસ્તો લીધો. તેમણે જણાવ્યું, “સૌએ સમગ્ર દેશના સમગ્ર હિતનો વિચાર જ કરવો જોઈએ, અને પોતાનાં વિભાગીય હિતોનો વિચાર બાજુએ રાખવો જોઈએ. વળી મારા દેશને સમગ્ર હિત ઉપરાંત હું જો બીજી કોઈ વસ્તુને મહત્ત્વ આપતો હોઉં, તો તે એક અંગ્રેજ તરીકે મારા વ્યક્તિગત સ્વાતંત્રયને જ આપું છું અને હું મારાં સંતાનોને અને વારસદારોને – અલબત્ત, ભગવાને જે કંઈ ચપટીક મને બહ્યું છે તેના વારસદારોનેએ સ્વાતંત્રયની જ ભેટ આપતો જવા માગું છું. આ બધા ભાવો તમે સંકુચિત અને વિભાગીય માનસવાળા લોકો નહિ સમજી શકો, પણ તેથી હું તમારી ગેરવાજબી ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને આશાઓને તાબે થઈ શકું નહિ.” આથી અકળાઈને, પેલાઓએ મિત્ર ગ્રેઝબરીને રાજીનામું આપી દેવા જણાવ્યું ત્યારે તેમણે કહ્યું, “તમે તમારું પોતાનું હિત શું છે તે સમજી શકો તેવી સ્થિતિમાં અત્યારે નથી! અને પોતાનું જ અહિત થાય એવી માગણી રજૂ કરી રહ્યા છો. એટલે તમારી એ માગણીને સ્વીકારવા જેવી તમારી કુસેવા હું કરી શકે નહિ.” પેલાઓ હવે ગુસ્સે થઈ, પગ પછાડતા ત્યાંથી વિદાય થયા. મિ૦ ગ્રેગ્ઝબરી હવે પોતે એકલા છે એમ માની રાજી થતા થતા, હાથ ઘસતા ઘસતા ડચકારો વગાડી, હર્ષાગાર કાઢવા લાગ્યા. પણ તેવામાં નિકોલસને પાસે ઊભેલો જોઈ, તેમણે એકદમ કરડાકીથી પૂછયું, “તમે અહીં છુપાઈને મારા ઉપર જાસૂસી કરી રહ્યા છો? Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ નિકોલસ નિકલ્ટી એકદમ ચાલ્યા જાઓ; તમારા મતદારમંડળને મેં જે જવાબ આપ્યો તે તમે સાંભળી લીધો; હવે તમે કેમ અહીં ઊભા રહ્યા છો?" | નિકોલસે પોતે કોણ છે અને શા માટે આવ્યો છે, તે જણાવતાં મિ ગ્રેઝબરી જરા શાંત પડયા, અને પૂછવા લાગ્યા કે, “તમને મિસ્ટર, અહીં સીધા આવવા કોણે દીધા?” | નિકોલસે જણાવ્યું કે, “તમારા નોકરે જ, કદાચ મને પેલા ટોળાનો જ એક માણસ ગણી, બધાની સાથે ધકેલી આપ્યો લાગે છે.” હવે મિત્ર ગ્રેગ્ઝબરીએ થોડી વાર નિકોલસ સામે સ્થિર નજર કરીને જોઈ રહ્યા બાદ, તેને પૂછયું, “ઠીક, ઠીક, તમારું નામ શું છે? અને સેક્રેટરી તરીકે શી શી ફરજો બજાવવાની હોઈ શકે, એ બાબત તમારી શી કલ્પના છે, તે મને પ્રથમ કહી દો જોઉં.” સાહેબ, સેક્રેટરીની ફરજોની વ્યાખ્યા કરવી એ બહુ મુશ્કેલ વસ્તુ છે; પરંતુ તેમાં પત્રવ્યવહાર, કાગળો-દસ્તાવેજો વગેરેને ફાઇલ કરવા, આપ જે લખાવો તે લખી લેવું, જાહેર છાપામાં આવેલાં તમારાં ભાષણોનાં કટિંગો જાળવવાં, વગેરે બાબતોનો સમાવેશ થાય, એમ મને લાગે છે.” “ઠીક, બરાબર; પણ આગળ ચાલો.” સામાન્ય રીતે એમ કહેવાય, સાહેબ, કે, મારા સ્વમાનનો ભંગ ન થાય એ મર્યાદામાં રહી આપને બની શકે તે રીતે અનુકૂળ તથા ઉપયોગી નીવડવું, અને છતાં, મારી ફરજ ગણી શકાય એ કાર્યોની સૂક્ષ્મ હદનું ઉલ્લંઘન કરી, આપના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ ન થવા દેવો, એ જાતનું મારું કામ હોઈ શકે.” મિત્ર ગ્રેગ્ઝબરી થોડી વાર ચૂપ રહ્યા, પણ પછી બોલ્યા, “એ બધું બરાબર છે. પણ પાર્લામેન્ટરી સગૃહસ્થના સેક્રેટરીએ અમુક ખાસ ફરજો તરફ દુર્લક્ષ કરવું ન પાલવે. મને તમારે અવારનવાર ઠાંસતા રહેવું જોઈએ.” “સાહેબ, આપે જે કહ્યું તેનો અર્થ હું ન સમજ્યો.” Page #149 -------------------------------------------------------------------------- ________________ નોકરીની શોધમાં ૧૧૧ મારો કહેવાનો અર્થ તદ્દન સ્પષ્ટ છે, મિ0 નિકલ્દી. મારા સેક્રે"ટરીએ આંતરરાષ્ટ્રીય રાજકારણથી ખૂબ જ માહિતગાર રહેવું જોઈએ. જાહેર સભાઓ, જાહેર સંસ્થાઓ, જાહેર પુરુષોની કાર્યવાહીથી પરિચિત રહેવું જોઈએ અને પાર્લમેન્ટના ટેબલ ઉપર આવી પડેલી કોઈ પણ અરજી ઉપર નાનુંશું ભાષણ આપવા માટેના મુદ્દાઓ તૈયાર રાખવા જોઈએ. ઉપરાંત દૈનિક છાપાંમાંથી, લાપતા થયાની, આત્મહત્યાની, ખૂનની વગેરે ચાલુ માહિતીઓ ઉપર નજર રાખવી જોઈએ, જેથી ગૃહખાતાના સેક્રેટરી ઑફ સ્ટેટને હું અવારનવાર પ્રશ્ન પૂછી શકું. પછી મેં પૂછેલો પ્રશ્ન અને તેના મળેલા ઉત્તરની નકલ કરી, સ્થાનિક છાપા ઉપર મોકલવા તમારે કાળજી રાખવી. તથા ત્રાહિતા તરીકે છાપાને લખતા રહેવું કે, મિ૦ ગ્રેગ્ઝબરી આવા બધા અગત્યના બનાવો અંગે સજાગ રહે છે તથા સરકારને પણ ઊંઘવા દેતા નથી, ઇ0. ઉપરાંત, કરવેરા, વસ્તીગણતરી, આવક-જાવક વગેરેના છાપેલા કોઠાઓનાં સરવાળા-બાદબાકી કરતા રહી, વિવિધ કરવેરાની દરખાસ્તો વખતે આંકડાબંધ ભાષણ હું આપી શકું તેવી તૈયારી રાખવી; સોનાનું ચલણ, કાગળનું ચલણ, પરદેશ ચાલ્યું જતું સોનું, રશિયાના બાદશાહ, બેંક નોટો વગેરે મુદ્દાઓ ઉપર એવી માહિતી તૈયાર કરવી, જે કોઈની સમજમાં તો આવે નહિ, પણ જેના વિશે ઝમકદાર ભાષણ ઠોકી શકાય – સમજ્યા?” મને લાગે છે કે, મને સમજ પડે છે,” નિકોલસે કહ્યું. ઉપરાંતમાં, રાજકીય નહિ એવા મુદ્દાઓની બાબતમાં, આપણાથી હલકા લોકોના હક-અધિકારની વાત આવે, ત્યારે હંમેશાં સ્વદેશાભિમાનની રીતે કાંઈક વિરોધમાં બોલાય એવા મુદ્દા ઊભા કરવા. જેમ કે, લેખકોને તેમનાં પુસ્તકોનું યોગ્ય મહેનતાણું મળવું જોઈએ એવી માગણી આવે, ત્યારે આપણી પાસે એવી દલીલ ધર્મશાસ્ત્રોમાંથી ઉતારાઓ સાથે તૈયાર હોવી જોઈએ કે, ખિસ્યું એ તો માણસનું સર્જન છે, એટલે તેનું સર્જન કરવાનો હક કોઈ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નિકોલસ નિકી માણસનો કે કુટુંબનો કહી શકાય. પણ મગજનું સર્જન તો ઈશ્વરદત્ત બુદ્ધિનું સર્જન હોઈ ઈશ્વરનું જ કહેવાય. અને તે તો સૌ મનુષ્યોને હવા-પાણીની પેઠે મફત જ મળવું જોઈએ. સમજ્યા? અને એમ, જે જે બાબતોમાં આપણાં હિતોને નુક્સાન ન થતું હોય, તેવી બધી બાબતોમાં આપણે લોકોના પક્ષમાં છીએ, એવું જાહેર કરી શકાય, તેવી દલીલો ભેગી કર્યા કરવી. ઠીક, ઠીક, પણ તમારા પગારની બાબતમાં શું? હું એ બાબતમાં કોઈને કશું કહેવાનું રહેવા દેતો નથી. જુઓ, હું તમને અઠવાડિયે પંદર શિલિંગ પગાર આપીશ; બોલો કબૂલ છે?” એ કંઈ બહુ મોટી રકમ ન કહેવાય, સાહેબ,” નિકોલસ ધીમેથી બોલ્યો. પંદર શિલિંગ એ મોટી રકમ નથી, એમ? જુવાનિયા, તું શું એમ કહે છે કે, પંદર શિલિંગ અઠવાડિયે એ –” સાહેબ, મારી તકરાર એ રકમ સામે છે, એમ મહેરબાની કરીને ન માની લેતા. હું જે સ્થિતિમાં છું તે સ્થિતિમાં તો મારે માટે એ બહુ મોટી રકમ છે, એ મારે શરમ રાખ્યા વિના કબૂલ કરવું જોઈએ; પણ જે કામની અપેક્ષા રાખવામાં આવે છે, તે તરફ જોતાં, એ રકમ છેક જ નાની ગણાય; અને એ કામનો બોજો મને એટલો મોટો લાગે છે કે, મારી તો એ સ્વીકારવાની હિંમત જ ચાલતી નથી.” “તો તમારે આ જગા સ્વીકારવી નથી, એમ ને?” “હાજી, મારે એમ કહ્યા વિના છૂટકો નથી.” મેંટ્યૂઝ, ભાઈને બારણું બનાવ.” ! “સલામ સાહેબ,” નિકોલસે કહ્યું. બારણું બતાવ, મેયૂઝ!” Page #151 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નોગ્ય કામ સૂચવે છે નોકરીની શોધમાં રખડીને નિકોલસ ઘેર પહોંચ્યો ત્યારે સ્માઈકે આગલી રાતના વાળના વધેલામાંથી ભેગું કરી, ભોજનની તૈયારી કરી રાખી હતી, અને નિકોલસ આવે તેની એ રાહ જોતો હતો. પણ નિકોલસને આટલી અથડામણ પછી અને નિરાશા પછી ભૂખ જ મરી ગઈ હતી. એટલે તે કશું ખાધા વિના વિચારમાં ને વિચારમાં બેસી રહ્યો હતો, તેવામાં ન્યૂમેન નૉગ્સ અંદર આવ્યો. “કેમ પાછા આવી ગયા, ભાઈ?” “હા, મરવા જેટલો થાકી ગયો છું. તેના કરતાં તો ઘેર રહ્યો હોત તો સારું થાત. બહાર પણ નકામા જ રખડવા જેવું થયું.” “એક જ સવારની રખડામણથી આવું કામ ઓછું જ પતી જાય !” “પણ કશું કર્યા વિના બેસી રહેવું પણ મને પાલવે તેવું નથી. આમ ને આમ નકામા અહીં પડી રહેવાનું થાય, તો તો ગાંડા થઈ જવાય. ગમે તેવું પણ કંઈક કામ તો હોવું જોઈએ ને? કામ તો મળે એમ છે; થોડીઘણી – ભાડા જેટલી અને કંઈક વધારે કમાણી પણ થાય; પરંતુ તમારા જેવાને એવું કામ ચીંધતાં મારી હિંમત ચાલતી નથી.” ભાઈ, પ્રમાણિક અને સ્વમાનભરી મહેનતનું કોઈ પણ કામ મને બતાવો તો તમારો આભાર; મારે મોટાં નામવાળી અને ખોટાં કામ કરાવતી નોકરી નથી જોઈતી.” એમ! તો જુઓ, આ મિસિસ કૅન્વિચ્છ છે ને? તેમની દીકરીઓને ફ્રેંચ ભાષા શીખવવાનું કામ છે. અઠવાડિયે પાંચ શિલિંગ આપવા ૧૧૩ નિ–૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ | નિકોલસ નિકબી તૈયાર છે. આજે સવારે તમારી બાબતમાં મને તેમણે ઘણી પડપૂછ કરી; અને તમે કોઈ રખડતા ભિખારી નથી, પણ મોટા પ્રોફેસર છો, એમ મેં જણાવ્યું, ત્યારે તેઓએ તમને કહેવા મને આગ્રહભરી વિનંતિ કરી છે. પણ એવું કામ ચીંધતાં મને વિચાર થતો હતો.” અરે ભાઈ, તમે આ કામ મારે માટે લાવ્યા, એ તો મારા ઉપર તમે ઉપકાર જ કર્યો છે. તરત જ એ ભલાં બાનુને હા કહી આવો.” ન્યુમૅન આથી રાજી થઈ ઝડપી પગલે બહાર નીકળી ગયો. મિસિસ મેન્ટેલિનીની દુકાન ભારે હૃદયે અને ઘણી ઘણી આશંકાઓ સાથે કેટ નિકલ્બી મૅડમ મૅન્ટેલિનીને ત્યાં પોતાની નક્કી થયેલી નોકરી ઉપર જોડાવા પહેલી વાર ઘેરથી સવારના પોણા આઠના અરસામાં નીકળી. તેની પેઠે બીજી કેટલીય માંદલી છોકરીઓ, ધનવાનોનો વૈભવ અને ભપકો વધારવા માટેનાં સાધનો પેદા કરવાનાં કામે, પોતપોતાની નોકરીના સ્થળે જોડાવા રસ્તાઓ ઉપર થઈને જતી હતી. એ રસ્તા ઉપર થઈને જતાં જતાં જ તેમને આખા દિવસ દરમ્યાન જે ખુલ્લી હવા કે સૂર્યનો પ્રકાશ મળવાનો હોય, તે મળવાનો હતો; પછી તો કેવાય અંધારિયા ઓરડાઓમાં ધોળે દિવસે પણ દીવા નીચે છેક રાત સુધી તેમને કામ કર્યા કરવાનું લખાયું હતું. ભારે રકઝક પછી દરવાન કેટને ઉપર ઓરડામાં લઈ ગયો અને શેઠાણીને ખબર આપવાનું કહીને ચાલ્યો ગયો. પાસેના ઓરડામાંથી મિ. મેન્ટેલિની અને તેમનાં મહોરદાર મિસિસ મૅન્ટેલિની – અથવા સાચું કહીએ તો, મિસિસ મૅન્ટેલિની અને તેમણે સ્વીકારેલ પતિ મિ. મેન્ટેલિની વચ્ચે ચાલતી કૌટુંબિક Page #153 -------------------------------------------------------------------------- ________________ ( જ એ . - ક S - ' Cી - - , TAS 2 E - ----- , ; MS, ! , A 11, T ( : ME . . Fક સરિ ' ' , નિકોલસ કૅન્વિઝ કુટુંબમાં શિક્ષક તરીકે બાજુમાં મિસ પેટકર અને લિલાવીક છે. – પૃ૦ ૧૧૪ Page #154 --------------------------------------------------------------------------  Page #155 -------------------------------------------------------------------------- ________________ મિસિસ બૅન્ટેલિનીની દુકાન ૧૧૫ તકરારના અવાજ આવતા હતા. મિસિસ ઍન્ટેલિની, દુકાનની જુવાન છોકરીઓ સામે તાકી રહેવાની અથવા તેમની સાથે ચેડાં કરવાની મનાઈ પોતાના પતિને કરતાં હતાં. ત્યારે મિ. મેન્ટેલિની પોતાની મહોરદારને આમ અદેખાઈથી ઇર્ષાળુ બનીને પોતાનો સુંદર ચહેરો અને આવું સુખી કૌટુંબિક જીવન બગાડી ન મૂકવા માટે સમજાવી રહ્યા હતા. “હું તમને છેક છેલ્લી વખત કહી દઉં છું કે, તમારે તમારી પત્ની સિવાય બીજી કોઈ જોડે નાચવા લાગી ના જવું, નહિ તો છેવટે હું ઝેર ખાઈશ,” મેડમે ધમકીભર્યા સૂરે કહ્યું. “તું ઝેર ખાઈશ, અને પછી હાથ-પગ આમળતી અને જમીન ઉપર આળોટતી પછડાઈશ? પણ તું શું કામ ઝેર ખાય? તારે આવો સુંદર પતિ છે, કે જેને પરણવા બબ્બે ઉમરાવજાદીઓ અને એક મિલકતદાર વિધવા મરી પડતાં હતાં – “બે ક્યાંથી લાવ્યા? તમે તો પહેલાં એકની જ વાત મને કરી હતી.” અરે બે! અને બેઉ જ ફૂટડી-રૂપાળી, અને પાછી મોટી મોટી તિજોરીઓવાળી.” “તો પછી તમે તેમાંની એકને પરણી કેમ ન ગયા?” “પરણી જ જાત વળી; પણ મારું ખુશનસીબ એવું કે, તે જ દિવસે મને અર્ધી દુનિયાને મોહિત કરીને બેભાન બનાવી દે એવી રૂપવંતી સુંદરી મળી આવી અને તે સુંદરી મારી પત્ની બની છે, ત્યાર પછી આખા ઇંગ્લેંડ દેશની ઢગલાબંધ ઉમરાવજાદીઓ ભલેને જખ મારે —” આટલું કહીને મિ. કૅટેલિનીએ મિસિસ મૅન્ટેલિનીને બે ત્રણ ચુંબનો કરી દઈને જ બાકીનું કહેવાનું પૂરું કર્યું. મૅડમ મેન્ટેલિનીએ પોતાના પતિના પ્રેમની એ સાબિતીનો સામા ચુંબનથી જવાબ આપ્યો, અને પછી બંનેનો નાસ્તો પૂરેપૂરા સંતોષપૂર્વક ચાલવા લાગ્યો. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ નિકોલસ નિકબી થોડી વાર પછી મિ. મેન્ટેલિનીનો અવાજ સંભળાયો – “મારા જીવનની ચાંદની, અત્યારે આપણા હાથ ઉપર-આપણી પાસે પૈસા બૈસા હોય તે તે કેટલાક છે?” બહુ જ થોડા !” પણ આપણે થોડા વધારે તાત્કાલિક હાથ ઉપર જોઈએ; આપણાં બિલો બુઢા નિકલ્બીને ત્યાં ગીરો મૂકી થોડા પૈસા તાત્કાલિક ઊભા કરીએ તો કેમ?” “પણ તમારે હમણાં વધુ પૈસાની શી જરૂર છે?” “મારી જિંદગીની બંદગી! એક ઘોડો નાખી દેવાને ભાવે વેચાય છે. એને ખોવો એ તો મહાપરાધ કરવા જેવું થાય. સોએક ગિની રોકડી આપીએ તો તરત મળી જાય તેમ છે. તેની કેશવાળી, પગ, પૂંછડું, આંખો બધું એવું સુંદર છે કે, એના ઉપર બેસી હું વેસ્ટીગોના ઘર પાસે જઈને નીકળું તેની સાથે પેલી ડાકણ વિધવા તો ગુસ્સા અને શોકથી બેભાન બની જાય; અને પેલી બે ઉમરાવજાદીઓ તો કહે કે, “હાય, આ સ્વરૂપવાન જુવાન હાથથી ગયો– તે તો પરણી ગયો!” તેઓ તો તારા ખુશનસીબની એવી અદેખાઈ કરે કે, તું ક્યારે મરી જાય અને જમીનમાં દટાઈ જાય, તેવું જ ઇચ્છે! હા! હા! હા!” મૅડમ મેન્ટેલિની આ રૂપાળા ચિત્રના વર્ણન પછી અણનમ ન રહી શકી – તે તરત માની ગઈ અને પોતાના બહારના કબાટમાં શું છે તે જોવા બહાર નીકળી. ત્યાં જ તેની નજરે કેટ પડી. “અરે! તું અહીં ક્યાંથી આવી?” મૅડમ બોલી ઊઠી. “હું કયારની અહીં બેઠી છું; દરવાન તમને ખબર આપવાનું કહી મને બેસાડી ગયો, તે પછી ભૂલી ગયો લાગે છે.” અહા! આ કોણ? અહા! અહીં ક્યારની બેઠી છે? અહા! એ દરવાનનું માથું હું હમણાં જ તોડી નાખું છું. મને પહેલેથી Page #157 -------------------------------------------------------------------------- ________________ કેટ નિકલ્ટીનું કામ ૧૧૭ ખબર કેમ ન આપી? અહા!” મિ. મેન્ટેલિની અંદર આવી તરત કેટ સામું જ ધારી ધારીને જોતા બોલવા લાગ્યા. “મૅન્ટેલિની, તમે પાછું ભાન ભૂલ્યા કે?” મૅડમ બોલી ઊઠી. “અરે, હું ભૂલું? મારા પ્રાણ, મારા જીવન, કદી નહિ, કદી નહિ!” એમ કહી મૅન્ટેલિનીએ પોતાની પત્નીનો હાથ ચૂમ્યો, પણ બાજુએ જોઈ કેટ તરફ હસતાં હસતાં આંખના મિચકારા કરી લીધા. મેડમે પોતાના ગલ્લામાંથી થોડા કાગળો લઈ, મેન્ટેલિનીને આપ્યા. પછી તેણે કેટને પોતાની પાછળ નીચે આવવાનું કહ્યું. મિ. કૅટે લિનીએ ખોંખારા-ઇશારા કરી, બહાર જતી કેટનું ધ્યાન ખેંચવા ખૂબ ચાળા કરી જોયા, અને પછી પગ આકાશ તરફ ઊંચા કરી સોફા ઉપર લાંબા થયા. ૨૨ કેટ નિકબીનું કામ નીચે જ્યાં અનેક જુવાન છોકરીઓ પોશાક તૈયાર કરવાના કામે બેઠેલી હતી તે ઓરડામાં મૅડમ મૅન્ટેલિનીએ દાખલ થઈ ‘મિસ નંગ' કહીને બૂમ પાડી. તરત વધારેપડતાં કપડાં પહેરેલી એક આધેડ અને મુકાદમ જેવી બાઈ સામે આવી. બધી છોકરીઓ નવી આવેલી કેટનાં કપડાં અને ચહેરા તરફ જોઈ છાની છાની આંખ મારવા લાગી. મૅડમ મેન્ટેલિનીએ કહ્યું, “મિસ નંગ, આ પેલી જુવાન છોકરી છે, જેને વિષે મેં અગાઉ તમને વાત કહી હતી, તે આજથી આપણા ખાતામાં જોડાય છે. શરૂઆતમાં તેને તૈયાર થયેલાં કપડાં ઘરાકને પહેરાવી જોવાના કામમાં રાખજો; તે દેખાવે જરા ફૂટડી છે, એટલે એ કામમાં – ” Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નિકોલસ નિકબી મરું રે, મૅડમ ઑન્ટેલિની! હું અત્યાર સુધી વિચાર કર્યા જ કરતી હતી કે, એ કામ માટે મારા દેખાવ સાથે બંધબેસતું આવે એવું કોઈક માણસ જોઈએ; પણ મ રે, મેડમ! તમારી આંખ ચારે બાજુ ઉઘાડી જ રહે છે, અને કેવું માણસ ક્યાં જોઈએ, એ બાબતમાં તમારી પસંદગીની શક્તિ તો અદ્ભુત છે.” “ઠીક, ઠીક; તો તમે તેને બધું કામકાજ બતાવી દેજો તથા કામકાજનો સમય પણ કહી દેજો; કશું ભૂલશો નહિ.” અરે, તમે આટલું આટલું કહ્યા પછી, હું ભૂલી જાઉં એ તે કેમ બને, મૅડમ? કેટલું અદ્ભુત ! મરું રે, હું તમારી કુશળતા અને યાદદાસ્તનાં શાં વખાણ કરું, મેડમ! . . . .” • કહેવાની જરૂર નથી કે, મિસ ગેંગને કેટનાં સુંદર દેખાવ અને ચપળતા જોઈને જ પેટમાં તેલ રેડાયું હતું, અને આ છોકરીને જો ફાવવા દેવામાં આવે, તો મિ. મેન્ટેલિની અને તેમની મારફત આખી દુકાન તેને જ તાબે થાય, એમાં એને શંકા રહી નહિ. એટલે તેણે ઝટપટ કેટ ભૂલો ઉપર ભૂલો જ કરવા માંડે અને હડધૂત થાય એવાં જ પગલાં ભરવાનું મનમાં વિચારી લીધું. થોડા વખતમાં જ એક તવંગર અને ફેશનેબલ સ્ત્રી તેની પુત્રી સાથે પોતાનાં સિવાયેલાં કપડાં પહેરી જોવા આવી. મેડમ ઍન્ટલિની પણ આવીને હાજર થઈ. કેટનું કામ તો સિવાયેલાં કપડાં મિસ નંગ તે બાઈને પહેરાવે ત્યાં સુધી હાથમાં લઈને ઊભા રહેવાનું હતું તથા અવારનવાર કોઈ બટન કે હૂક ખેંચીને બેસાડવાનું હતું. પરંતુ બન્યું એવું કે, એ તવંગર બાઈની કેટની ઉંમરની જ જુવાન દીકરી કેટના સાદા દેખાવ આગળ પણ એવી ભૂંડીભૂખ દેખાતી હતી કે, મા-દીકરી બંને તેની જ ખોડ કાઢવા લાગી ગયાં. “આ તે કેવા ટાઢા – ગંદા – ખરબચડા હાથ? આ તે કોઈ છોકરી છે કે ભૂંડણ? આવી છોકરીઓને આવી મોટી દુકાનોમાં શું કરવા રાખતા Page #159 -------------------------------------------------------------------------- ________________ કેટ નિકલ્બીનું કામ ૧૧૯ " હશે તે? જો આવી ગોબરી છોકરીઓને રાખવાની હોય, તો મારે મારો પોશાક કોઈ બીજી સારી દુકાને જ આપવો પડશે, ઇ0. બિચારી કેટને વગર વાંકે મળતું આ અપમાન હાડોહાડ લાગી આવ્યું. રાતના નવ વાગતાં સુધીમાં તો કેટ તનથી અને મનથી છેક જ ભાગી પડી. છેવટે વખત થતાં તે બહાર નીકળી ત્યારે, નક્કી થયા મુજબ, તેને લેવા આવેલી તેની મા રાહ જોતી બહાર ઊભી હતી. કેટ, દીકરી, મને તો અહીં ઊભા ઊભા આ પાટિયા સામું જોઈ જોઈને એક જ વિચાર આવ્યા કરતો હતો કે, “મેન્ટેલિની ઍન્ડ નિકલ્પી” એ નામ કેવું શોભશે? અને તારો ભાઈ જો ખુશનસીબ નીકળ્યો, તો આ જ શેરીમાં પાસે જ “. નિસ્બી, વેસ્ટ મિન્સ્ટર સ્કૂલવાળા’ એવું પાટિયું પણ જરૂર લાગ્યું હશે.” - બિચારી કેટને પોતાના મનનો બધો ડૂમો દબાવી, પોતાની માતાને ખુશ રાખવા માટે જ ‘હા’માં ‘હા’ મિલાવવી પડી. દિવસો ઉપર દિવસો જવા લાગ્યા. એક વખત એક બહુ ઘરડો તવંગર ઉમરાવ પોતાની નવી ભાવી જુવાન પત્નીને અને તેની બહેનને લઈ, લગ્ન વખતે પહેરવાનાં બે બૉનેટ તેને પહેરાવી જોવા માટે આવ્યો. તેનો ઑર્ડર આગલે દિવસે આપવામાં આવ્યો હતો. કેટને હવે બહાર આવવા દેવામાં આવતી ન હતી. મિસ નંગ અને મૅડમ ઍન્ટેલિની એ બૉનેટ પેલી જુવાન બાનુને પહેરાવી, વખાણનો ધોધ વરસાવવા લાગી ગયાં. પેલો બુઢો લૉર્ડ, જે ખરેખર બહુ જ બુઢ્ઢો હતો, તે પણ હવે પોતે એ જુવાનડીને પત્ની તરીકે મેળવી શકશે, એ આનંદમાં ડચકારા વગાડવા માંડ્યો. પેલી જુવાન બાનુ એ બુટ્ટા લૉર્ડને ખૂબ ખુશ થયેલા જોઈ, તેમને એક મોટા અરીસા પાછળ ધકેલી ગઈ, અને ત્યાં ને ત્યાં Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ નિકોલસ નિકબી તેણે તેમને ચુંબન કર્યું. મૅડમ ઑન્ટેલિની અને પેલીની સાથે આવેલી - તેની બહેન વિવેકપૂર્વક આડું જોઈ ગયાં. પણ મિસ નંગ તો ઇરાદાપૂર્વક એ રમત જોવા કંઈક બહાનું કાઢી એ અરીસાની પાછળ જ પહોંચી ગઈ હતી. પેલી જુવાન બાનુએ મિસ નંગને જોઈ તરત હોઠ લાંબા કર્યા અને બહાર આવી સોફા ઉપર બેસતાં બેસતાં મેડમને કહ્યું, “મેડમ મૅન્ટેલિની, ગઈ કાલે અહીં હતી તે પેલી ફૂટડી છોકરી ક્યાં છે? મને આવી બુટ્ટી ઠચરીઓ પોશાક પહેરાવવા સામે આવે એ હરગિજ પસંદ નથી. હું અહીં આવું ત્યારે તમારે તે છોકરીને જ હાજર રાખવી.” મેડમે તરત જ મિસ નંગને કહ્યું, “મિસ નંગ, તમે જઈને મિસ નિકલ્બીને મોકલો; તમારે પાછા આવવાની જરૂર નથી.” મિસ નંગ કાળી ઠણક પડી ગઈ. તે તરત જ બહાર ચાલી ગઈ અને કેટ ત્યાં આવી પહોંચી. પણ થોડી વારમાં, પેલા બુઢ્ઢા લૉર્ડને કેટને તાકીને જોતા જોઈ, પેલી જુવાન બાનું બોલી ઊઠી, લૉર્ડ, તમે તમારી ખોટી નજર આ છોકરી ઉપર શા માટે નાંખી રહ્યા છો?” ના, ના, એવું બોલવું નહિ; એ તો બધી જૂની વાતો! હું તો હવે પરણીને નવું જ જીવન જીવવા માગું છું! પહેલાં એવું હતું ખરું, પણ હવે તો નવું જ જીવન શરૂ કરવાનું છે.” આટલું બોલતાં બોલતાંમાં તો લૉર્ડ એકદમ ખોંખાં કરતા ખાંસવા માંડયા. અને એ ખાંસી જરા શમતાં મહા પરાણે એટલું બોલ્યા કે, “અલબત્ત, આ છોકરી આ ધંધા માટે વધારે પડતી ફૂટડી છે, એટલે...” “તો શું, લૉર્ડ, આપ આ ધંધામાં ફૂટડા દેખાવું એ બાબતને ઊણપરૂપ તો નથી માનતા ને?” મૅડમ મેન્ટેલિનીએ પૂછયું. “ના રે ના, નહિ તો તમે જ આ ધંધામાં શાનાં હોત?” Page #161 -------------------------------------------------------------------------- ________________ (કેટ નિકબીનું કામ ૧૨૧ * * “તોફાની, ટીખળીખોર પ્રાણી!” એમ કહી પેલી જુવાન બાઈએ લૉર્ડને પોતાનો પંખો ઝાપટી દીધો અને કહ્યું, “મારી હાજરીમાં સ્ત્રીઓ સાથે આવાં ચેડાં કરવાની તમારી ખો હું ભુલાવી ન દઉં, તો જોજો !” એટલું કહી તે પોતાનો પંખો ફરીથી લગાવવા જતી હતી, તેવામાં લૉ તેને પકડી લીધો. એટલે એ જવાન બાઈએ લૉર્ડનો આખો હાથ બાથમાં લઈ લીધો અને લૉર્ડ પણ સામેથી ઘટતી ચેષ્ટાઓ કરવા પ્રયત્ન કર્યો. પણ કેટ જ્યારે કામ પરવારી નીચે ગઈ, ત્યારે ઓરડામાં ભારે રમખાણ મચી ગયું હતું. મિસ નંગને ઉપરાઉપરી ફિટ આવતી હતી, અને બધી છોકરીઓ કામ છોડી તેમને આશ્વાસન આપવા અને શાંત પાડવા પ્રયત્ન કરતી હતી. કેટને આવેલી જોઈ એ બધી કેટ માટે ફિટકારને લવારે ચડી. મિસ નંગ તો, બેહોશીમાં બોલતી હોય તેમ આંખો બંધ રાખીને, પણ પૂરા ઝનૂન સાથે લવવા લાગી, “હું ઠચરી! હું બુઠ્ઠી! અને પેલી ડાકણ રડી! આવા ડાકણ, હું તારું ફૂટડાપણું તોડી ખાઉં! રાંડ, દુશમન!” બધી કદરૂપી બાઈઓ પણ કેટ સામે ગુસ્સાભરી નજર કરી, “આવું તો કોઈ દિવસ સાંભળ્યું ન હતું”, “મૂઈ આજકાલની આ વાંદરીઓ ક્યાંથી નીકળી પડી છે!”, “જરાય શરમ નહીં, લાજ નહીં”, “આ તે બાઈ માણસનાં લક્ષણ છે?” ઈ ઈ૦ બોલવા લાગી. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પાજીનું નિમંત્રણ એ આખું અઠવાડિયું મિસ નંગનું મગજ શમ્યું જ નહિ અને બિચારી કેટનું જીવતર તેણે અસહ્ય કરી મૂક્યું. એટલે શનિવારની સાંજ આવી, ત્યારે જાણે દોજખમાંથી છૂટી હોય એમ કેટને લાગ્યું. દુકાનમાંથી તે બહાર નીકળી ત્યારે તેની મા આવી હતી. પણ સાથે તેના કાકા રાફ નિકલ્બીને વાત કરતા જોઈ, તેને આશ્ચર્ય થયું. કાકા કાંઈક કહે તે પહેલાં જ તેની માએ કેટને કહી દીધું, જો કે, કાલે સાડા છ વાગ્યે તારા કાકા તને ભોજન માટે નિમંત્રણ આપવા આવ્યા છે. હું કયારની તેમને કહેતી હતી કે, મારી પાસે જે સરસ ચમકતાં ઘરેણાં હતાં, તે બધાં અત્યારે હોત, તો તને આવા પ્રસંગે પહેરવા કેવાં કામ આવત, અને કેવી શોભી ઊઠત! પણ તારા બાપુએ બધુંય વેચી ખાધું! મારી એક વાત જિંદગીભર માની નહિ અને આપણે આજે આમ . . . .” કેટે પોતાના પિતાની વાત ઉપર માને વધુ ચડી જતી અટકાવવા જલદી જલદી વચ્ચે જ બોલી નાખ્યું, “પણ મા, મને ઘરેણાંનો શોખ જ ક્યાં છે? એટલે તમારે તે બાબતની કશી ચિંતા જ કરવાની જરૂર નથી.” રાફ આ બધો પ્રલાપ, તિરસ્કારભર્યું સ્મિત માં ઉપર લાવી, ચૂપ ઊભો ઊભો સાંભળી રહ્યો હતો. તે હવે બોલ્યો, “કેટ, કાલે મારે ત્યાં થોડા સગૃહસ્થોને મેં ભોજન માટે નિમંત્રણ આપ્યું છે; અલબત્ત, એવું ખોટું ખર્ચ કોઈ કોઈ વાર વેપારધંધા અંગે કરવું ૧૨૨ Page #163 -------------------------------------------------------------------------- ________________ પાજીનું નિમંત્રણ ૧૨૩ * પડે છે, પણ એ તો બધી માલ ઉપર જકાત છે! પણ આ વખતે તું જો આવે અને મહેમાનોના સ્વાગત વખતે હાજર રહે, તો એ સારું, એમ મને લાગે છે. વિશિષ્ટ પ્રકારની મહેમાનગત સ્ત્રીઓ દ્વારા જ સારી શોભે એવી થઈ શકે.” કાકા, હું જરૂર આવીશ; પણ મનેય આવી બધી મહેમાનગીરીનો ખાસ અનુભવ નથી; એટલે કદાચ હું કઢંગી તો ન દેખાઉં, એવો મને ડર રહે છે.” “કાંઈ વાંધો નહિ, કાંઈ વાંધો નહિ, હું તને તેડવા ઘોડાગાડી મોકલીશ. વખતસર નું તૈયાર થઈ રહેજે, એટલે બસ.” આટલું કહી, રાલ્ફ ત્યાંથી ચાલતો થયો. હવે મિસિસ નિકલ્હીનો વારો આવ્યો! તેમણે આવા ભોજન સમારંભો વખતે અચાનક મળી જતા કોઈ તવંગર જુવાન સાથે પ્રેમ ઊભો થતાં પરણી ગયેલી કેટલીય યુવતીઓના દાખલા કેટને કહી બતાવ્યા. તથા બીજા પણ એવાં ચટકદાર અને ખુશનુમા શબ્દચિત્રો કહી બતાવ્યાં કે, મૅડમની દુકાનમાં થયેલા ત્રાસથી કંટાળેલી કેટના મનમાં પણ એક વાર તો નવો રંગ- કંઈક સારી આશા સંચર્યા વિના ન રહ્યાં. બીજે દિવસે રાફે મોકલેલી ઘોડાગાડીમાં બેસી કેટ તેને ત્યાં પહોંચી, ત્યારે કાકાના ઘરની બધી સિકલ જ ફરી ગયેલી તેણે દેખી. નૉઝને બદલે ત્યાં વરદી પહેરેલો દરવાન ઊભો હતો, તથા દાદર અને ઓરડાઓમાં સળંગ રંગબેરંગી ગાલીચા અને શેતરંજીઓ બિછાવી દેવામાં આવ્યાં હતાં. થોડી વારમાં બધા મહેમાનો આવી ગયા. એટલે રાફ કેટને દીવાનખાનામાં વિધિવિવેકસર લઈ આવ્યો. સાત આઠ સદ્ગૃહસ્થો મજેદાર અંગીઠીની આસપાસ ટોળે વળી ઊભા હતા. રાફે એક જણ પાસે કેટને દોરી જઈને કહ્યું, “લૉર્ડ ફ્રેડરિક વેરિસૉફટ, આ મારી ભત્રીજી મિસ નિકબી.” Page #164 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્બી “અહા! શી આફત છે! માર ડાલા!” આટલું બોલી તરત લૉર્ડે પોતાનું એક-આંખી ચશ્મ પહેરી મિસ નિકલ્બી તરફ ભારે કુતૂહલથી જોવા માંડયું. ૧૨૪ “મારી ભત્રીજી, લૉર્ડ, ” રાલ્ફ ફરીથી કહ્યું. t *વાહ, શું કહ્યું ? મારા કાન મને છેતરતા તો નથી ને ! મીણની પૂતળી નથી ને ? અહા! કેમ છો? હું બહુ ખુશ થયો.” આટલું કહી, લૉર્ડ રિસૉફ્ટે પાસે ઊભેલા બીજા જરા પ્રૌઢ, મજબૂત તથા ચહેરે વધુ લાલ બનેલા સદ્ગૃહસ્થ તરફ ફરીને કહ્યું, અહીં, છોકરી ખરેખર આફત છે! માર ડાલા!” 66 એ બીજા સદ્ગુહસ્થ હવે રાલ્ફ પ્રત્યે બોલ્યા, “મારું ઓળખાણ કરાવ જોઉં, નિકલ્બી. "" 66 “કેટ, સર મલબેરી હૉક,” રાલ્ફ ઝૂકીને કેટને કહ્યું. પણ હવે મલબેરીના પોઠિયા જેવા બે હજૂરિયા, નામે પાઇક અને પ્લક, તેમણે પણ ઓળખાણ માટે ઉમેદવારી નોંધાવી. કેટ આ બધાથી બહુ શરમાવા લાગી હતી, પણ તે એટલું તો પામી ગઈ કે, પેલા મહેમાનો રાલ્ફ પ્રત્યે અતિ તુચ્છકારથી વર્તતા હતા, અને પોતાની તરફ પણ જરાય દાક્ષિણ્ય કે શિષ્ટતા દાખવતા ન હતા. રાલ્ફનો જો કશો ધડો થતો ન હોય, તો પછી તેની ભત્રીજીનો તો તેથીય ઓછો જ થાય ને! (c ‘વાહ, આ તો અણધારી જ મોજ મળી ને કંઈ,” લૉર્ડ વેરિસૉફ્ટે બોલ્યા. “આપને ચોંકાવવા માટે જ એ તૈયારી કરવામાં આવી છે. લૉર્ડ ફ્રેડરિક, ” મિ∞ પ્લેક બોલ્યા. “ પણ આ સૂકો ચિમળાયેલો વ્યાજખાઉ પાજી આવી મોજ ઉમેરે, તે વ્યાજમાં બે કે અઢી ટકા ચડાવવા માટે જ ઉમેરે, એ હું જાણુ છું. પણ જે મોજ તેણે આજે સજી છે, તેના બદલામાં ભલે તે Page #165 -------------------------------------------------------------------------- ________________ પાજીનું નિમંત્રણ ૧૨૫ કાંઈક ખાટી જાય. અહા, શી આફત! માર ડાલા!” લૉર્ડ રંગમાં આવી બેલી કાઢ્યું. અલ્યા નિકલ્બી, લૉર્ડ પોતે જ કહે છે, એટલે વીસ કે પચીસ ટકા જે ઠરાવ્યા હોય, તેમાં એટલું વધારી જ લેજે, અને આ ગોઠવી આપવા બદલ મારો અર્ધો ભાગ એમાં ગણજે,” સર મલબેરીએ ઉમેર્યું. આટલું કહી સર મલબેરી હૉક મોટેથી હસી પડયા; અને એમના ટેકામાં એમનો પહેલો પોઠિયો પાઈક તેમના કરતાં વધુ જોરથી હસ્યો, અને પછી બીજો પોઠિયો પ્લેક તે વળી વધુ જોરથી! પણ એટલામાં ભોજનનું તેડું આવ્યું, એટલે સૌ નીચે જવા ઊભા થયા. લોર્ડ વેરિસૉફટ કેટને પોતાને હાથે દોરી લઈ જવા જાય, એટલામાં તો સર મલબેરીએ આગળ ધસી જઈ પોતાના હાથમાં કેટનો હાથ કોણી સુધી ભરાવી દીધો. ભોજન વખતે પણ સર મલબેરી કેટની બાજુમાં જ ગોઠવાઈ ગયા. અલબત્ત, લૉર્ડ વેરિસૉફટ તેની બીજી બાજએ હતા, અને તેમણે તરત રાલ્ફને ફરિયાદ પણ કરી કે, “જો નિકલ્ટી, આ બદમાશ હૉક તારી ભત્રીજીને આખી ને આખી બોટી લેવા માગે છે.” “લૉર્ડ, તમે જે જે ચીજો ઉપર હકદાવો કરો છો, તે બધી જ તે પડાવી જાય છે ને? એમાં નવું શું છે?” રાલ્ફ મર્મમાં કહ્યું. “મને તો ઘણી વાર મન થઈ જાય છે કે, શિલિંગ લઈને તેનો છેડો કાપી નાખું.” જુવાન ઉમરાવ મજાકમાં બોલ્યો. અરે ભાઈ, તારી પાસે છેક છેલ્લો શિલિંગ બાકી રહેશે, ત્યારે હું જ તને છેડો કાપી આપીશ; પણ ત્યાં સુધી તો હું તને ચોંટયો જ છું, એ જાણી રાખજે,” સર મલબેરીએ વળતું સંભળાવ્યું. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ નિકોલસ નિકલ્ટી મિ. પાઇક અને મિ. પ્લકે હવે પોતાના માલિકની સીધી વાતને ઉત્તમોત્તમ મજાક ઠરાવી આપવા હસવાના વિવિધ પ્રકારો અને અવાજો અજમાવવા માંડ્યા. જોકે, સર મલબેરી હૉકનો ધંધો આવા બબૂચક જુવાન ઉમરાવોને ફોલી ખાવાનો જ હતો, પરંતુ તે હંમેશાં પોતાની એ વાતને એટલા સ્પષ્ટ શબ્દોમાં હિંમતથી જાહેરમાં બોલી બતાવતા કે, સૌ કોઈ તે વાતને હસવામાં જ કાઢી નાંખતા. છેવટે ભોજન પૂરું થવા આવ્યું અને ખાલીઓની વારી શરૂ થઈ. ત્યારે સર મલબેરીએ વાતને બીજી તરફ વાળતાં કહ્યું, “આ મિસ નિકલ્દી અહીં ક્યારનાં બેઠાં છે, પણ મને નવાઈ થાય છે કે, હજુ સુધી કેમ કોઈ તેમને પ્રેમ કરવા લાગ્યું નથી.” ના, ના, એવું કંઈ . . . .” કેટ બિચારી જલદી જલદી બોલવા ગઈ અને શરમની મારી નીચું જોઈ ગઈ. જુઓ, હું પચાસ પાઉંડની હોડ બકવા તૈયાર છું, જો મિસ નિકલ્બી મોં ઊંચું કરી, મારી સામે જોઈને એમ કહે કે, તેમને મનમાં એવો વિચાર હરગિજ નહોતો આવ્યો !” “લગાવી; દશ મિનિટ આપી,” જુવાન ઉમરાવ બોલી ઊઠયો. બંને પક્ષે પચાસ પાઉંડ કાઢીને ટેબલ ઉપર મુકાયા. મારે તો બંને બાજુ ઘીકેળાં છે!” સર મલબેરીએ બોલવા માંડ્યું; “મિસ નિકલ્ટી ના કહેવા માટે પણ માં ઊંચું કરી મારી આંખોમાં આંખો મિલાવે, તો એ માટે પણ પચાસ પાઉંડ ડૂલ!” “અરે, એથી બમણી રકમ પણ ડુલ કરી શકાય; શી આંખો !” પાઇક ટેકામાં બોલ્યો. “અરે ચાર ગણી પણ કેવી કાતીલ આંખો !” પ્લેક બોલ્યો. “ચાર મિનિટ પૂરી થઈ,” જેને ઘડિયાળ સોંપવામાં આવી હતી તે ટાઈમ-કીપર સ્નૉબ બોલ્યો. Page #167 -------------------------------------------------------------------------- ________________ પાજીનું નિમંત્રણ ૧૨૭ (c મારે ખાતર પણ થોડીક તકલીફ લો તો મિસ નિબ્બી,” લૉર્ડ ફૂડરિક થોડી વાર બાદ બોલ્યો. “અરે, મિસ નિકલ્બી અને હું તો મળી ગયેલાં છીએ; તું જાણતો નથી? એ તો મારા ટેકામાં જ છે,” મલબેરી બોલ્યો. ‘આઠ મિનિટ ! ” 66 .. પૈસા તૈયાર કરો, ” સર મલબેરીએ કહ્યું. 66 હા! હા! હા ! ” પાઇકે ખડખડાટ હસી દીધું. હહા-હા-હા હતા-હા-હા” પ્લેક વધુ જોરથી હસ્યો. બિચારી કેટની દશા દયાજનક થઈ ગઈ હતી. પણ મલબેરીની વાત માની લીધા જેવું કરવું પણ અશકય હતું. તેથી તેણે ઝટ મલબેરી સામે વેદના અને તિરસ્કાર ભરી નજર કરીને ઊંચું જોયું અને પછી એક શબ્દ બોલ્યા વિના તે તરત બહાર નીકળી ઉપર ચાલી ગઈ. મહાપરાણે રોકી રાખેલાં આંસુ હવે એકદમ બહાર ધસી આવ્યાં, અને તે ઢગલા થઈ બેસી પડી. એક હજૂરિયણે તેને આવીને કહ્યું કે, એ સદ્ગુહસ્થો કૉફી પણ નીચે ભોજન-ટેબલ ઉપર જ લેવાના છે; પણ તમારા કાકા કહાવે છે કે, ઘેર જતા પહેલાં તેમને મળીને જજો. આમ રોકાવાનું થતાં કેટ મનને સ્વસ્થ કરવા એકાદ ચોપડી હાથમાં લઈને વાંચવા લાગી. ૩ 66 ભોજનના ઓરડામાં દારૂની પ્યાલીઓ ઊપડવા લાગી, તેમ તેમ હસાહસ અને બરાડા પાડવાનો અવાજ વધવા લાગ્યો. વચ્ચે વચ્ચે દાદર ઉપર કોઈ ચડતું હોય એવો અવાજ આવતો, ત્યારે કેટ ગભરાઈ ઊઠતી કે, પાર્ટીમાંથી છૂટું પડીને કોઈ ઉપર તો નથી આવતું! પણ એવું કાંઈ બન્યું નહિ, અને પછી તો ચોપડીમાં જ તેને એવો રસ પડી ગયો કે, તેને સમય તથા સ્થળનો કશો ખ્યાલ રહ્યો નહિ. તેવામાં અચાનક તેના કાન પાસે જ એક પુરુષનો અવાજ આવ્યો. તેણે તેને નામ દઈને બોલાવી હતી. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ નિકોલસ નિકલ્ટી કેટના હાથમાંથી ચોપડી પડી ગઈ. એ અવાજ સર મલબેરી હૉકનો હતો. “અહા! શી અભ્યાસમયતા! પણ ખરેખર, મિસ નિકલ્ટી, તમે વાંચતાં હતાં કે તમારી સુંદર પાંપણો હું પાંચ મિનિટથી નિહાળી રહ્યો હતો તે લંબાવવા માટે જ ચોપડી ઉપર ઢાળી રહ્યાં હતાં! પણ મેં મૂરખે બોલીને બધી બાજી બગાડી નાખી. હાય, કેવી સુંદર પાંપણો! અહા, હૃદય ટુકડા ટુકડા થઈ જાય છે.” મહેરબાની કરી ચૂપ રહેશો? તથા આ ક્ષણે જ આ ઓરડામાંથી બહાર ચાલ્યા જશો? તમે અત્યારે પીધેલી અવસ્થામાં છો, અને પૂરા ભાનમાં નથી; નહિ તો અજાણી યુવતી સાથે આવું અશિષ્ટ વર્તન ન દાખવો.” અજાણી? હાયરે, મારી માનીતી! હજુ સહેજ વધુ ગુસ્સો કર જોઉં! તારું રૂપ તો જરા ગુસ્સે થયાનો દેખાવ કરે, ત્યારે જ ખીલી ઊઠે છે,” આમ બોલી, તે કેટની વધુ નજીક આવી બેસી પડ્યો. કેટ જલદી જલદી ઊભી થઈ ગઈ. પણ સર મલબેરીએ તેનો હાથ પકડી લઈ તેને પાસે ખેંચી. “અરે બેસ, બેસ, વહાલી ! મારી વાત તો સાંભળી લે.” “મારો હાથ છોડો જોઉં, અબઘડી!” કેટ તાડૂકી. “અરે, આખી દુનિયા મારી સામે આવે તોપણ ન છોડું ને!” આટલું કહી તે તેને પાછી બેસાડવા જરા અદૂગડો થયો. પણ તે વખતે કેટે એવો ઝટકો માર્યો કે, તે ચત્તાપાટ જમીન ઉપર ગબડી પડ્યો. કેટ એકદમ ઓરડાની બહાર નાઠી; સામે આવતો રાલ્ફ તેને બારણામાં જ ટિચાયો. આ શું?” “એ જ કે, તમારા ભાઈની અસહાય દીકરીને જે છાપરા હેઠળ આશ્રય અને રક્ષણ મળવાં જોઈએ, ત્યાં જ તેને બોલાવી લાવીને Page #169 -------------------------------------------------------------------------- ________________ પાજીનું નિમંત્રણ ૧૨૯ એવી અપમાનિત કરવામાં આવી છે કે, તમને માં બતાવતાં પણ શરમ આવવી જોઈએ.” રાફને આ ટોણો બરાબર વાગ્યો. તેણે ઊભા થયેલા મલબેરીને બારણા તરફ આંગળી બતાવીને કહ્યું, “તમારો રસ્તો એ તરફ છે, મહેરબાન.” “એટલે તું શું કહેવા માગે છે?” મલબેરી તાડૂકયો. રાલ્ફની કપાળની બધી નસો ઊપસી આવી. તેણે બોલ્યા વિના જ દાદર તરફ ફરીથી આંગળી બતાવી. અરે પાગલ, તું મને બારણું બતાવે છે, એમ?” મલબેરીએ ધગી ઊઠીને કહ્યું. હા, હા,” રાલ્ફ જવાબ વાળ્યો. મલબેરી રાફની તીણી નજર સામે વધુ ન જોઈ શકયો. પણ બારણા તરફ જતો જતો તે ઉશ્કેરાઈને બોલ્યો, “તારે તો પેલા લૉર્ડને આ છોકરીમાં ફસાવવો હતો, અને હું વચ્ચે આવી પડ્યો કેમ?” રાલ્ફ કશો જવાબ ન આપ્યો. પણ અલ્યા બબૂચક, એ ઉમરાવના બચ્ચાને તારી પાસે પહેલપ્રથમ કોણ લાવ્યું હતું? મારા વિના તું તેને તારી જાળમાં શી રીતે સપડાવવાનો હતો? તું મૈસા માટે તારું માંસ અને લોહી પણ વેચે એવો છે! તારી ભત્રીજીને પણ તું પેલા જુવાન દારૂડિયા માટે જ લાવ્યો હતો, એ હું બરાબર જાણું છું. સુવર વ્યાજખાઉ! મારે બદલે એ જુવાનિયો જો ઉપર ચાલ્યો આવ્યો હોત, તો તું આંગળી બતાવત છે? ત્યારે આંધળો અને બહેરો બની ગયો હોત !” હા, ખરી વાત છે,” રાફે ધીમે રહીને જવાબ આપ્યો; “મારે એ ઉમરાવજાદાને તમારા હાથમાંથી છોડાવી મારા હાથ ઉપર લેવો હતો. તમે એકલા જ એને ફોલી ખાઈને સાફ કરો, એવો કંઈ ઈજારો છે? મારી ભત્રીજીને પણ મારી મદદમાં જ મેં બોલાવી હતી, એય ખરી વાત છે. પણ એ જુવાનિયો એકદમ તમારી પેઠે Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ નિકોલસ નિકલ્બી આમ ઉતાવળો ન થાત; અને યોગ્ય વખતે હું મારી ભત્રીજીને તેની નજર આગળથી દૂર કરી લેત.” ધૂંવાંપૂવાં થતો મલબેરી ચાલ્યો ગયો. કેટ હવે ધ્રુસકે ધ્રુસકે રડતી સોફા ઉપર નીચું મોં રાખી ગબડી પડી. રાલ્ફ પોતાના કોઈ પણ દેણદારને તેના એકના એક બાળકની મૃત્યુ-પથારીએથી પણ, જરાય ખચકાયા વિના, પકડાવીને બેલીફને સોંપી દીધો હોત; અને તેના હૃદયાફાટ રુદનથી તેના હૃદય ઉપર જરાય અસર ન થઈ હોત. પણ આ છોકરી તેની દેણદાર ન હતી, એટલું જ નહિ, તેના બોલાવ્યાથી જ આવી હતી, અને તે પણ કશા લોભમાં નહિ. એટલે એ છોકરીનું રુદન જોઈ, તેનું પથ્થર સમાન હૃદય પણ ધ્રૂજી ઊઠ્યું. “શાંત થા, દીકરી! હવે શાંત થઈ જા.” “કાકા, કશું બોલ્યા વિના મને એકદમ ઘેર રવાના કરી દો.” રાલ્ફ તેને ટેકો આપી બારણા આગળ લીધી. અને તેને ઘોડાગાડીમાં બેસાડ્યા પછી જ તેની પાસેથી તે છૂટો પડયો. કેટ તે વખતે ચોધાર આંસુએ રડતી રડતી બોલી – “કાકા, કાકા ! મેં તમારું શું બગાડ્યું હતું કે તમે મારી આ વલે કરી? મેં મન-વચન-કર્મથી કદી તમારું બૂરું વાંછયું હોત તોપણ, તમારા સદ્ગત ભાઈને યાદ કરીને તમારે મને આવી સજા કરવી જોઈતી ન હતી.” ઘોડાગાડી ચાલતી થઈ ત્યારે કેટના રડતા મોંમાં રાલ્ફને પોતાના ભાઈનું બાળપણમાં તકરાર વખતે રડતું મોં અચાનક દેખાયું. તે એકદમ લથડિયું ખાઈ ગયો, અને જાણે કબર પારની દુનિયાનું કોઈ સત્ત્વ જોયું હોય તેમ, છળી ઊઠીને ઘરમાં પાછો ફર્યો. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પાજી અને દેલે મિસ કેટની તબિયત બગડી જવાથી નાનકડી મિસ લા ક્રિીવી સોમવારે સવારે, મેડમ ઑન્ટેલિનીને ખબર આપવા જતી હતી કે, કેટ આજે કામ ઉપર હાજર રહી શકશે નહિ. આખે રસ્તે મિસ લા ક્રોવીને મનમાં વિચાર આવ્યા કરતો હતો કે, “કેટનું માથું દુ:ખે છે, એમ તે કહે છે, પણ માથું દુ:ખવાથી આંખો લાલ શા માટે થાય તે જરૂર રડી હશે. અને કેટ જેવી સાલસ છોકરી રડે શા માટે? – જરૂર તેના રીંછ જેવા ભૂંડા કાકાનો જ કંઈ વાંક હશે. ઘરડો કચરો!” | મનમાં આટલી ગાળ, પોતાની સખી માટે, તેને દુ:ખ દેનારને દીધા બાદ, ભલી મિસ લા કીવીનું મન હળવું થયું. કીવી પહોંચી ત્યારે મૅડમ ઊંઘતાં હતાં, એટલે મિસ વેંગે જ મિસ લા ક્રીવીને પૂછયું, “શું કામ છે?” અને તેણે કહેલો સંદેશો જાણ્યા બાદ તરત રોકડું કહી દીધું -“મારું ચાલે તો એ હંમેશને માટે ન આવી શકે તો પણ વાંધો નહિ.” “તમાં ચાલે? એટલે શું? તમે કંઈ આ ધંધાનાં માલિકણ નથી,” મિસ લા ક્રીવીએ ચિડાઈને જવાબ આપ્યો. “બહુ સારુ, મૅડમ, હવે તમારે કંઈ વિશેષ ફરમાવવાનું છે?” “ના, તમને માટે વિશેષ કંઈ કહેવાનું નથી.” “તો, પધારો, મૅડમ, સુપ્રભાતમ્” ૧૩૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્બી “તમને પણ સુપ્રભાતમ્; અને જે અતિશય વિવેક અને અતિશય સંસ્કારિતા તમે દાખવ્યાં તે બદલ આભાર!” ૧૩૨ મિસ લા ક્રીવી ઉશ્કેરાટમાં ને ઉશ્કેરાટમાં જ બહાર નીકળી ગઈ, અને આખે રસ્તે તે પોતાની સખી કેટને આ જગ્યાએ કામ કરતાં કેવુંક ફાવતું હશે તેનો જ વિચાર કરવા લાગી. પછી તેણે ફેંસલો કર્યો કે, આ નૅગ ડોસલીનું ડાચું ખરેખર ચીતરીને મઢાવવા જેવું છે! અને તેને એવી ‘સચિત્ર’ સજા કરવાનું મનમાં આવતાં જ ભલી મિસ લા ક્રીવી પાછી કંઈક હળવી પડી! ઘેર આવીને તે નાસ્તો કરવા બેઠી, એટલામાં નોકરડીએ આવીને ખબર આપી કે, બહાર કોઈ સદ્ગૃહસ્થ મળવા આવ્યા છે. મિસ લા ક્રીવી રઘવાઈ થઈને બોલી ઊઠી, “ પહેલું આ બધું નાસ્તાનું ઉઠાવીને લઈ જા તો !” 66 મારા આવવાથી જરા પણ રઘવાયાં થતાં નહિ, મિસ લા ક્રીવી! માફ કરજો, મેં મારું નામ કહેવાની નોકરડીને ના પાડી હતી, કારણ કે, મારે તમને અણધાર્યા આવીને ચાંકાવવાં હતાં !” અંદર આવી પહોંચીને નિકોલસ શાંતિથી બોલ્યો. "6 “ મિ. નિકોલસ !” મિસ લા ક્રીવી આનંદથી બોલી ઊઠી. વાહ, તમે મને હજુ સાવ ભૂલી ગયાં નથી, એમ લાગે છે!” નિકોલસ પોતાનો હાથ લાંબો કરતાં બોલ્યો. 66 << “હન્ના, બીજો રકાબી-પ્યાલો લાવ જોઉં. જુઓ મિ. નિકોલસ, તમે ચાલ્યા ગયા તે સવારે જેવી બેઅદબી કરી હતી, તેવી આજે કરવાની નથી, એ તમને પહેલું જ કહી દઉં છું.” “તો શું તમે ગુસ્સે થઈ જશો એમ?” 66 તો ન થાઉં? એવું ફરી કરી જુઓ એટલે તરત ખબર પડશે. ” નિકોલસે તરત જ મિસ લા ક્રીવીનો પડતો બોલ દાક્ષિણ્યથી ઉપાડી લીધો અને એ ભલી બાઈને બંને ગાલ ઉપર બે ચુંબન કરી લીધાં. Page #173 -------------------------------------------------------------------------- ________________ પાજી અને દોલો ૧૩૩ 1 મિસ લા કીવીએ એક આછી ચીસ પાડી, નિકોલસના ગાલ ઉપર એથી પણ આછી ધોલ ચોડી દીધી. “આવું બેઅદબ પ્રાણી તો મેં કોઈ જોયું નથી,” મિસ લા કીવી બોલી ઊઠી. પણ તમે જ મને એમ કરી જોવાનું કહ્યું ને!” “એ તો મેં ધમકીના અર્થમાં કહ્યું હતું.” તો તમારે મને એમ પહેલેથી કહી દેવું જોઈતું હતું.” “હા, હા, એમને એમ તો પોતાને મારા કહેવાનો અર્થ નહિ સમજાયો હોય! પણ એ બધી વાત પછી; તમે આમ સૂકલા અને ફીકા કેમ બની ગયા છો?” મિસ લા ક્રીવીના એ પ્રશ્ન પાછળ રહેલી તે ભલી બાઈના અંતરની લાગણી એટલી બધી ચોખ્ખી દેખાઈ આવતી હતી કે, નિકોલસ તે જોઈ ગળગળો થઈ ગયો. “થોડું ઘણું તેમ હશે ખરું, કારણ કે, તનથી અને મનથી હું ઘણો હેરાન થઈ ગયો છું. ઉપરાંત મારી પાસે પૈસાની પણ ભારે ઢાંચ હોવાથી ખાવાપીવાનું પણ એવું જ ચાલતું હતું.” ભલા ભગવાન, આ તમે શું કહો છો, મિ. નિકોલસ?” “પણ તેથી તમારે જરાય દુ:ખી થવાની જરૂર નથી; ઉપરાંત હું તમારી આગળ મારાં રોદણાં રડવા આવ્યો પણ નથી. મારે તો ઝટપટ મારા કાકાને મોઢામોઢ થવું છે, એ વાત તમને કહેવા પૂરતો જ હું અહીં આવ્યો છું.” તો મારે એ બાબતમાં એટલું જ કહેવાનું છે કે, તમારા એ મિશનની મને જરાય ઈર્ષ્યા થતી નથી. જે ઓરડામાં એ માણસનું ખાસડું પણ પડ્યું હોય, તે ઓરડામાં હું થોડી વાર બેસું, તોપણ પૂરું એક પખવાડિયું હું માંદી પડી જાઉં!” એ બાબતમાં તો મારો મત પણ તમારા મતને મળતો આવે છે. પણ હું તો તેને એટલા માટે મળવા માગું છું, કે જેથી હું મારી Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નિકોલસ નિકલ્ટી નિર્દોષતાની વાત તેની આગળ મૂકી શકું, અને તેણે મારા પ્રત્યે દાખવેલી દગાબાજી અને દુષ્ટતાની વાત તેને ગળે ઉતારી શકું.” એ જુદી વાત થઈ; અને ઈશ્વર મને એવું બોલવા માટે ક્ષમા કરે છે, તેને ગળે ઉતારવાની તમારી વાતથી તેનું ગળું રંધાઈ જાય તોપણ હું તેના દુ:ખે મારી આંખો જરાય રાતી નહિ કરું.” “આજે સવારે હું તેને મળવા જ ગયો હતો, પણ તે બહાર નીકળી ગયો હતો. તેની હિલચાલથી પરિચિત એવા મારા એક મિત્રે મને ખબર આપ્યા કે, તે મારાં બા અને બહેનને જ મળવા ગયો છે, જેથી તે મારી વિરુદ્ધ ઊંધીચતી વાતો તેમને ઠસાવી શકે. મારી તમારી પાસે એટલી જ માગણી છે કે, હું યૉર્કશાયરથી પાછો આવી ગયો છું, એટલી ખબર તમે મારાં બા-બહેનને આપી આવો, જેથી પાએક કલાક બાદ હું તેમની નજરે પડું ત્યારે તેઓ ચોંકી ન ઊઠે.” મિસ લા ક્રીવી ઝટપટ નાસ્તોપાણી પૂરાં કરી, નિકોલસની સાથે બહાર નીકળી. પોતાનાં મા-બહેન રહેતાં હતાં તે મકાન પાસે આવ્યું એટલે “હું મંદિર મિનિટ બાદ અંદર આવીશ” એમ કહી નિકોલસ તેનાથી છૂટો પડ્યો. મિસ લા ક્રીવી ઘરમાં ગઈ તે ઘડીએ રાફ ત્યાં જ હાજર હતો; અને નિકોલસનાં માને અને બહેનને વીયર્સના કાગળની વાત કરતો હતો: પોતે કરેલી ભલામણનો નિકોલસે કેવો ખરાબ જવાબ વાળ્યો, એનું કાળું ચિત્ર તે દોરતો હતો –“મારપીટ, ખૂન, લૂંટ, ચોરી, ડકાટી, નિશાળનો છોકરો ઉપાડી જવો – વગેરે શું શું તેણે નથી કર્યું, એ જ મને નથી સમજાતું. મારા મનમાં કે, છોકરો થોડાં વર્ષમાં ત્યાં ઠેકાણે પડી જશે અને આગળ આવશે, ત્યારે તેણે તો સીધા જેલખાના તરફ ઊપડી જવાની જ તૈયારીઓ કરી લીધી! હવે તે જાણે અને તમે જાણો; મારે કશી લેવાદેવા નહિ.” Page #175 -------------------------------------------------------------------------- ________________ પાજી અને દોલો ૧૩૫ મિસિસ નિકલ્દી પોતાના પુત્રને જેલમાંથી કે ફાંસીને માંચડેથી બચાવી લેવા રાફને રડતાં રડતાં કરગરવા લાગી; પણ કેટે તેને તરત ડારી અને કહ્યું, “મા, તમે પણ કેવાં કે, ભાઈ બાબત આવું બધું સાચું માની લો છો? ભાઈ કદી એવું કરે જ નહિ.” તો શું હું કે પેલો માસ્તર જૂઠું બોલીએ છીએ, એમ? હું તો ચોખેચોખું તમને કહી દઉં છું કે, મારા હાથમાં તે આવે કે તરત તેને પોલીસના હાથમાં સોંપી દેવો, એ જ મારી ફરજ હોઈ શકે. અને છતાં હું માત્ર તેની બહેન – આ કેટની લાગણીનો વિચાર કરીને જ એવું કશું પગલું ન ભરવું હોય તો ન ભરું,” કેટ પોતાના નામને વચ્ચે આવેલું જોઈને સમજી ગઈ કે, ગઈ કાલ રાતની કશી વાત હું બહાર ન પાડું એ માટે જ મને આ સારું લગાડવામાં આવે છે. થોડી વાર ચૂપ રહીને, રાફ આગળ બોલ્યો, “બધું જોતાં વિચારતાં એમ ચોખ્ખું દેખાઈ આવે છે કે, આ કાગળમાં લખેલી વાતો સાચી જ છે; કારણ કે, નહિ તો નિર્દોષ માણસો ચોરીછૂપીથી ભાગી શું કરવા જાય અને સંતાઈ શું કરવા રહે? નિર્દોષ માણસો ફોસલાવી પટાવીને નામઠામ વિનાના ભામટાઓને સાથે શું કરવા લઈ જાય?” “ઠી વાત, ધરાર જૂઠી વાત!” એવા અવાજ સાથે બારણું તે જ ક્ષણે ધડાક દઈને ઊઘડી ગયું અને નિકોલસ અંદર ધસી આવ્યો. કેટ અને મિસ લા ક્રીવી તરત નિકોલસની આસપાસ ફરી વળ્યાં અને તેને કાકાની વધુ નજીક જતો રોકવા લાગ્યાં. “મોટાભાઈ, તમે અત્યારે કશું ન બોલશો – શાંત રહો.” “પણ વિચાર તો ખરી, બહેન, આ માણસ જે કંઈ કહે છે તે સાંભળ્યા પછી ચૂપ રહેવું હોય તે માણસે નર્યા પથ્થરને બનવું જોઈએ.” Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ નિકોલસ નિકલ્ટી “અરે નર્યા કાંસાનું બનવું જોઈએ, બેટમજી; હાડમાંસનો . આદમી આવું બધું ભાગ્યે કરી શકે,” રાલ્ફ ઘૂરકીને જવાબ આપ્યો. હાય, હાય! બધું કેમ આવું જ બન્યા કરે છે?” મિસિસ નિકલ્વીએ કલ્પાંત આદર્યું. મા, તું શું આ બધું સાચું માની લે છે? તું શા સારુ કલ્પાંત કરે છે? તને તારા દીકરા ઉપર વિશ્વાસ નથી? આ માણસે તારા કાન ખોટી વાતોથી ભંભેર્યા લાગે છે. પણ એ માણસે તે અને મેં મૂકેલા વિશ્વાસનો કેવો ગેરલાભ લીધો છે, તે તો વિચાર! એણે મને એવી જગાએ મોકલ્યો હતો, જ્યાં નરી ક્રૂરતા, નરી બદમાસી, નરી ચૂસણખોરી – અરે પિશાચ અને ડાકણને પણ શરમાવે તેવી નાલાયકી નાનાં નાનાં ફૂલ જેવાં માસૂમ બાળકોનાં લોહી ચૂસવા ઉપર જ માતે છે. મેં મારી સગી આંખોએ આ બધું જોયું છે; અને આ મારો કાકો થઈને, એ બધું જાણતો હોવા છતાં, તેણે મને તે નરકમાં જ મોકલી આપ્યો હતો !” પણ ભાઈ, તમે ચિડાયા વિના જે સાચું હોય તે કહી નાખોને, એટલે બધો ખુલાસો થઈ જાય.” કેટે કરગરીને કહ્યું. “પણ આ માણસ મારા ઉપર શું શું કર્યાનો આક્ષેપ મૂકે છે, તે પહેલા જાણું તો ને!” તારા માસ્તરને મારવાનો અને તેને લગભગ મારી નાખવાનો, જેથી તારા ઉપર લગભગ ખૂનનો આરોપ જ આવીને ઊભો રહે છે,” રાલ્ફ તીખાશથી જવાબ આપ્યો. અરે, મેં તો, એ રાક્ષસ એક બિચારા કંગાળ છોકરાને લગભગ મારી નાખવાની અણી ઉપર હતો, તેમાંથી તેને બચાવ્યો છે. અલબત્ત, એમ કરવા જતાં એ બદમાશને મેં એવો મૂક્યો છે કે, તે ઝટ એ વાત ભૂલી નહિ શકે.” પણ એ લોકો તો કોઈ વીંટી ખોવાયાની કે ચોરાયાની વાત કરે છે, તેનું શું?” કેટે નિકોલસને પૂછયું. Page #177 -------------------------------------------------------------------------- ________________ પાજી અને દોલો ૧૩૭ અરે, એ રાક્ષસની ઘરવાળીએ, હું જે સવારે ત્યાંથી ચાલ્યો આવ્યો, તે સવારે મારાં કપડાં પડયાં હતાં ત્યાં આવીને, એક નકામી વીંટી જાણીબૂજીને તેમાં નાખી હશે. હું કોઈ છોકરાની પંચાતમાં પડયો હતો તે વખતે એ ત્યાં આવી હતી, એટલું હું ચોક્કસ જાણું છું. પણ પછી રસ્તામાં મારાં કપડાં મેં ખોલ્યાં ત્યારે એ વીંટી મારી નજરે પડી કે તરત સામેથી આવતા ટપ્પાગાડીવાળા સાથે તે વીંટી મેં પાછી મોકલાવી દીધી છે, અને હવે તો તે તેને મળી પણ ગઈ હશે.” હું માનતી જ હતી કે, આવું જ કાંઈક થયું હશે,” કેટે રાફ સામે જોઈને કહ્યું, “પણ ભાઈ, પેલો છોકરો તમે ભગાડી લાવ્યા છે એમ તેઓ કહે છે, એનું શું?” જેને બિચારાને મેં ઘોર મારપીટમાંથી બચાવ્યો, એ જ એ કંગાળ છોકરો હજુ મારી સાથે જ છે.” તું એ છોકરાને પાછો આપી દેવા માગે છે કે નહિ?” રાલ્ફ પૂછ્યું. નહિ; હું એ કસાઈ માસ્તરના હાથમાં તેને કદી પાછો નહિ સવું. એ છોકરાનાં મા-બાપને શોધવા પ્રયત્ન કરીશ, અને તેમને જ તે છોકરો પાછો સોંપીશ.” એમ? તો હવે મારી એક બે વાતો સાંભળવાનો તારો વિચાર છે કે કેમ?” રાલ્ફ કરડાકીથી પૂછ્યું. તમારે જે બોલવું હોય તે બોલો; તમે જે કંઈ કહો કે ધમકી આપો, તેની સાથે મારે કંઈ પણ નિસબત નથી,” નિકોલસે પોતાની વહાલી બહેનને બાથમાં લઈને કહ્યું. ભલે સાહેબ, તમારે નિસબત ન હોય, પણ બીજાને તો હશે જ; હું તમારાં માતુશ્રીને સંબોધીને બેએક શબ્દો કહીશ; એ તો દુનિયાદારી સમજે તેવાં શાણાં છે.” Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ નિકોલસ નિકલ્ટી “હાય, હાય, મારે આ બધું શું જોવાનું – સાંભળવાનું આવ્યું?” મિસિસ નિકલ્વીએ પાછું કલ્પાંત આદર્યું. “જઓ મૅડમ, મેં તમારે માટે કે તમારી દીકરી માટે જે કંઈ કર્યું છે કે જે કંઈ કરવા માગું છું, તેની કશી વાત હું એ નથી લાવતો. પણ આ ઘમંડી સ્વછંદી ભામટાને તો હું મારા પૈસામાંથી એક પૈસો પણ પરખાવવાનો નથી, કે મારી રોટીમાંથી એક ટુકડો પણ તેને આપવાનો નથી, કે તેને ફાંસીને માંચડેથી બચાવવા મારી ટચલી આંગળી પણ હલાવવાનો નથી, એ સમજી રાખો. એ આળસુનો પીર બદમાશ હવે પડયો પડયો ખાવા માટે અહીં આવ્યો છે, જેથી તેની બહેનની ટૂંકી આવકમાંથી ગાબડું પાડી શકે. એટલે મારે નાછૂટકે હવે તમારી અને તમારી દીકરીની રજા લેવી પડે છે; કારણ, હું તમારી મારફતે આ ગુંડાની બદમાશીને ઉત્તેજન આપી શકું નહિ.” “હું જાણું છું કે, તમે તો મારે માટે અને મારી દીકરી માટે કેટલું કેટલું કર્યું છે;” મિસિસ નિકલ્દી બોલી ઊઠયાં; “તમે તો આ ઘર પણ અમને રહેવા મફત કાઢી આપ્યું. પણ હવે શું થાય? મારો દીકરો એવો નીકળ્યો, એટલે તમને પણ શું કહીએ? ભલે હું અને મારી દીકરી હવે ગમે ત્યાં ગરીબ-ઘરમાં કે અનાથાશ્રમમાં જઈને પડીશું અને ભીખનો રોટલો ખાઈશું, બીજું શું?” ઊભા રહો, ઊભા રહો,” નિકોલસ જવા માટે તત્પર થયેલા રાફ તરફ જોઈને બોલી ઊઠયો; “તમારે ચાલ્યા જવાની જરૂર નથી; હું જ અહીંથી ચાલ્યો જાઉં છું અને જ્યાં સુધી મારી કમાણી ઉપર મારી બહેનને અને માને બોલાવી નહિ જઈ શકું, ત્યાં સુધી કદી તેમને ઊમરે પણ નહિ ચડું.” “મા, મા, તું આ શું કરવા બેઠી છે? તું ખરેખર ભાઈને ચાલ્યા જવા દેશે?” કેટ નિકોલસને વળગી પડી અને માને સંબોધીને બોલી. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ : મૅડમ મેન્ટેલિનીનું દેવાળું “બહેન, તું શા માટે આમ કરે છે? હું અહીં રહેવા થોડો જ આવ્યો હતો? હું તો સાચી વાત એક વાર તમને કહી સંભળાવવા જ આવ્યો હતો. હવે હું થોડો વહેલો અહીંથી ચાલ્યો જઈશ એટલું જ. જ્યારે સારા દિવસ આવશે ત્યારે આપણે બધાં એવી રીતે ભેગાં રહીશું, કે જેથી કોઈ આવીને આપણને છૂટાં નહિ પાડી શકે. બહાદુર થા, બહેન. હું અહીં હોઈશ તો તમારે પણ રવડતાં થવું પડશે. મારી મા એ વસ્તુ બરાબર સમજે છે. એટલે જ્યારે મારે પોતાને ઘેર હું તમને લઈ જઈ શકું એવો થઈશ, ત્યારે જ હું ફરીથી તમને માં બતાવવા આવીશ.” આટલું કહી નિકોલસ કેટને પોતાનાથી છૂટી પાડીને, રાફ સામું જોઈ એટલું જ બોલ્યો, “કાકા, એટલું યાદ રાખજો કે, હું બધો હિસાબ બરાબર રાખવાનો છું, અને એક દિવસ તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે એ હિસાબ મને ચૂકતે કરવો પડશે.” ૨૫ મેડમ મેન્ટેલિનીનું દેવાળું બનેલા બનાવોને આઘાતથી કેટ નિકળી ત્રણ દિવસ સુધી પોતાની નોકરીએ હાજર થઈ શકી નહિ. ચોથે દિવસે જ્યારે તે હાજર થઈ, ત્યારે તેણે જોયું કે, મિસ નેગની દાઝ જરા પણ ઓલવાઈ નહોતી – ઊલટી કંઈક વધુ ભભૂકી હતી. મિસ નેગે તરત જ પોતાની આસપાસ બીજી બાઈઓનું મંડળ એકઠું કરીને કેટ સાંભળે તે રીતે બોલવા માંડ્યું – મેં તો માન્યું હતું કે, કેટલાંક લોકોમાં એટલી અક્કલ હોતી હશે કે, સાચા દિલનાં માણસોને પોતાના આવવાથી તકલીફ થાય છે એવું જાણ્યા બાદ, તેઓ પોતાની મેળે જ સમજી જઈને, આવતાં Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ નિકોલસ નિકબી બંધ થઈ જાય. પણ આજકાલની દુનિયા એવી વિચિત્ર બનતી જાય છે કે ભલું પૂછવું!” અને મિસ નંગની વાતનો પડઘો તેના ઉપગ્રહોએ પણ પોતપોતાની રીતે જોરશોરથી પાડ્યો. બિચારી કેટ આવતાંવેંત જ આમ મંડાયેલા આ બધા એકત્રિત હુમલાથી ભોંય ભેગી થયા જેવી બની ગઈ. પણ એટલામાં મૅડમે તેને આવેલી જાણીને પ્રદર્શનનો ઓરડો ગોઠવવામાં મદદ કરવા માટે ઉપર બોલાવી. આથી મિસ નંગે મેં બગાડીને જોરથી હોઠ કરડ્યા. મૅડમ ખિન્ન થયા જેવી બેઠી હતી, અને તેના મિજાજનું પણ ઠેકાણું ન હતું. તેણે કૅટની તબિયત વિષે પૂછ્યું. “બહુ સારી છે; મૅડમ આભાર,” કેટે જવાબ આપ્યો. “હું એવું કહી શકું તેમ હોત તો કેવું સારું!” મેડમ ગણગણી. “શું આપ પણ બીમાર છો ?” “બીમાર તો નહિ, પણ ભારે મૂંઝવણમાં તો છું જ.” “એ સાંભળીને મને દુઃખ થાય છે, મૅડમ; શરીરની બીમારી તો સહન થઈ શકે, પણ મનની સહન કરવી વધુ મુશ્કેલ હોય છે.” “હા, હા, બને બીમારીઓ સહન કરવા કરતાં તે વિષે વાતો કરવી વધુ સહેલી હોય છે. તું હવે આ ઓરડો કંઈક ઠીક ગોઠવી આપ, એટલે થયું,” મેડમે છાસિયું કર્યું. કેટ પોતાને ઠીક લાગે તે રીતે આખો ઓરડો ગોઠવવા લાગી ગઈ. થોડી વારમાં બારણું ઊઘડયું અને પહેલાં મૂછોના આંકડા અને પછી મિ0 મેન્ટેલિનીનું આખું માં અંદર દાખલ થયું. “મારું જીવન અને પ્રાણ અહીં છે કે?” “ના,” મેડમે જવાબ આપ્યો. “અહા, સુંદર ફૂલદાનીમાં સજેલા સુંદર ગુલાબની પેઠે ખીલતી એ પોતે જ સામે બેઠેલી છે, અને એ એમ કેમ કહે છે? એનો ગોલામ” અંદર દાખલ થાય?” Page #181 -------------------------------------------------------------------------- ________________ મૅડમ મૅન્ટેલિનીનું દેવાળું ૧૪૧ નહિ; આ ઓરડામાં તમારે આવવાનું હોય નહિ.” પણ પેલો “ગોલામ’ તો બંડ પોકારીને, હળવે પણ ઠેકડા ભરતી ચાલે અંદર આવ્યો જ, અને આવતાં આવતાં હોઠ વડે સિસકારા ભરી એ “ગુલાબ'ને હવામાં ચુંબન કરવા લાગ્યો. મારી એ રળિયામણી ચાંદની તેના સુંદર મને આવું કાળુંઅંધારું કરીને કેમ બગાડી બેઠી છે?” આટલું કહી તેમણે પત્નીની કમરે હાથ વીંટાળ્યો. બસ, દૂર રહો, હું તમારી વાતો હવે સહન કરી શકતી નથી.” “હું? મારી વાતો સહન નથી થઈ શકતી, એવું આ પૃથ્વી ઉપરની જીવતી કોઈ ઉમરાવજાદી કે રાજકુમારી કહી શકે, એમ હું માનતો જ નથી.” “તમારું આટલું બધું ઉડાઉપણું? હદ થઈ ગઈ! એમ તો મારો વેપારધંધો બધું પાયમાલ થઈ જાય.” પણ જેના હાથમાં સ્વર્ગની અપ્સરાઓની મહારાણી આવી હોય, તે બિચારો પોતાના રાજીપામાં આવી જઈ જરા પાગલ બની જાય, જરા ઉડાઉ થઈ જાય, એમાં નવાઈ શી?” પણ તમે મને ખર્ચના કેવા ઊંડા ખાડામાં ઉતારી દીધી છે, એ તો વિચારો.” “અરે, એટલા ખર્ચથી કશું બગડી જવાનું નથી; પૈસા તો આવી રહેશે. અને જોઈએ તેટલા જલદી નહિ આવે, તો બુઢા નિકબી પાસેથી ઉધાર લઈ આવતાં શું થાય છે?” મેડમે ધીરેથી સિસકારો કરી, મિ0 મેન્ટેલિનીનું ધ્યાન ત્યાં ઊભેલી રાફ નિકલ્બીની ભત્રીજી કેટ તરફ ખેંચ્યું. એટલે મિ૦ મેન્ટેલિનીએ જરા ધીમેથી પોતાની વાતો ચલાવી. મૅડમના દરેક વાંધાનો યોગ્ય જવાબ ચુંબનોની યોગ્ય સંખ્યાથી મિત્ર મૅન્ટેલિનીએ હિસાબભેર વાળવા માંડ્યો, એટલે થોડી વારમાં મૅડમ પાછી પીગળી ગઈ, અને Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ નિકોલસ નિકલ્બી મિ૦ મૅન્ટેલિનીના હાથમાં વીંટળાઈને હસતી હસતી નાસ્તો કરવા માટે ઉપર ચાલી ગઈ. ૨ કેટ હવે ગુપચુપ પોતાને કામે લાગી, એટલામાં એ ઓરડામાં એક વિચિત્ર દેખાવનો અને વિચિત્ર અવાજવાળો માણસ દાખલ થયો અને પૂછવા લાગ્યો – “ખપડાં બણાવનાર કારખાણુ આ જ હશે ? ” 66 હા જી; આપને શું કામ છે?” પેલાએ જવાબ આપ્યા વિના બીજા તેથી પણ ભૂંડા દેખાવના માણસને અંદર બોલાવ્યો. કેટને પહેલપ્રથમ એમ જ લાગ્યું કે, આ લોકો ધોળા દિવસના ધાડપાડુઓ જ છે. એટલે તે બારણા તરફ દોડી જતી હતી, તેટલામાં પેલાએ તેને થોભાવીને પૂછ્યું– "" “મિષ્ઠર મંઠેલિણી ઘરમાં જ છે ણે? બોલાવાં જાઉં. કેટે મૅડમને બોલાવવા માટેના ઘંટની દોરી ખેંચી. દરમ્યાન પેલાઓ દરેક ચીજને જોવા લાગ્યા તથા તેની કિંમત ચર્ચવા લાગ્યા. એટલામાં મૅડમ અંદર આવી, અને પેલાઓને દરેક ચીજ હાથમાં લઈ, તેની કિંમત ગણીને નોંધતા જોઈ ચીસ પાડી ઊઠી. તેને જોઈ પેલાએ તરત પોતાના ખીસામાંથી એક હુકમ બહાર કાઢયો અને મૅડમને બતાવીને કહ્યું, ‘આ બધા માલની નોંધણી કરવાની છે, અને એ કશાને તમો લોકોએ હવે હાથ અડકાડવાનો નથી.’ મૅડમ મૅન્ટેલિની સમજી ગઈ. આ લોકો લેણદારો તરફથી બધા માલની જપ્તી કરવા આવેલા સરકારી માણસો હતા. તે તરત બેભાન બની એક ખુરશીમાં ગબડી પડી. કેટ બિચારી હાંફળી હાંફળી તેની સારવારમાં લાગી. પેલાઓ તો, આવા દેખાવોથી રોજના ટેવાયેલા હોય તેમ, તે તરફ નજર પણ કર્યા વિના પોતાનું કામ કરવા લાગ્યા. Page #183 -------------------------------------------------------------------------- ________________ મૅડમ ઑલિનીનું દેવાળું ૧૪૩ એટલામાં મિ0 મૅન્ટેલિની અંદર આવ્યા. આ જાતના સરકારી માણસોના વર્ગ સાથે તેમને પહેલાં પણ પરિચય થયેલો હશે, એટલે તે બધું સમજી ગયા, અને ખુરશીની પીઠ સામે માં કરી બંને પગ તેની બંને બાજુએ ભિડાવીને તે બેફિકરાઈથી બેઠા અને જાણે કશું ખાસ ન બન્યું હોય એવો દેખાવ કરવા લાગ્યા. “કુલ કેટલી રકમની જપ્તી છે?” તેમણે પૂછયું. “પંદરસોઅઠ્ઠાવીશ પઉંડ, ણે પાડાણવ પેણી.” “અર્થો પેની જહન્નમમાં જાય.” મિ૦ મેન્ટેલિની અધીરા થઈને બોલી ઊઠ્યા. “જરૂર, જરૂર, અણે ણવ પેણી જાય તોય વાંધો ણઠ્ઠી.” હવે બીજો માણસ બોલ્યો - “બોલો ભાઈ, શું કરવાનું છે? નાણાંની કંઈ જોગવાઈ થાય તેવી છે, કે તળિયું આવી ગયું છે? જો એમ જ હોય તો તમારાં સુંદરી મહોરદારને અને તમારા રૂપાળા કુટુંબને કહી દો કે, ત્રણ રાત સુધી તમે કોઈ આ ઘરમાં રહી નહિ શકો; કારણ કે બધું કબજે લઈ, વેચી-સાટી લેણું વસૂલ થાય તે પછી બાકી રહે તે તમારું, એવો હુકમ છે. આ મહિલાજી આમ ચીંથરાં ફાડે તેથી કશું વળવાનું નથી, સમજ્યા?” મેડમ જરા ભાનમાં આવ્યાં એટલે મૅન્ટેલિનીએ પડેલે મોંએ તેને કહ્યું, “મારા સુખના પ્યાલાને ગળ્યો બનાવનાર મીઠાશ, તું બેએક મિનિટ મારી વાત શાંતિથી સાંભળશે?” બસ મારી સાથે બોલશો નહિ; તમે મને પાયમાલ કરી નાંખી; હવે શું છે?” મિ. મેન્ટેલિની આટલું સાંભળતાં જ કંઈક મક્કમ નિશ્ચય ઉપર આવી ગયા હોય તેમ મક્કમ પગલે ઓરડો છોડી ચાલ્યા ગયા. અને ઉપર જઈ પોતાના ઓરડાનું બારણું પણ તેમણે પૂરતા જોસથી બંધ કર્યું. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ નિકોલસ નિકબી એ અવાજ સાંભળતાં જ મૅડમ બોલી ઊઠી, “મિસ નિકલ્બી, ભગવાનને ખાતર દોડો; એ જરૂર આત્મહત્યા કરશે. મેં તેમને બહુ કડવા શબ્દો કહી નાંખ્યા. મારી પાસેથી એવા શબ્દોની એ પ્રેમાળ હૃદય આશા જ ન રાખે. આક્રૂડ, મારા વહાલા આલ્ફ ડ!” એટલું કહી તે અને તેની પાછળ કેટ દોડતાં ઉપર ગયાં. મિ. મેન્ટેલિનીએ બારણું અંદરથી સાંકળ ભિડાવીને બંધ કર્યું જ નહોતું. તેઓશ્રી, ગળાના કૉલરને ખુલ્લો કરી નાંખી, નાસ્તાની છરી હાથમાં લઈ, અસ્ત્રાના પટ્ટા ઉપર તીખી ધાર કાઢવા જોરથી લટપટ ઘસી રહ્યા હતા. મૅડમને જોઈ તે હતાશ થઈ બોલી ઊઠયા, “ફરી પાછી રુકાવટ?” આટલું કહી તેમણે તરત પેલી છરી ખીસામાં મૂકી દીધી. અને આંખો ચકળવકળ ફેરવતા તથા મૂછોના વાળ અસ્તવ્યસ્ત કરતા તે હવામાં બાચકા ભરવા લાગ્યા. મેડમ તેમને ગળે વળગી પડીને બોલી –“આફ્રેડ, મારા કહેવાનો અર્થ એવો નહોતો; હું તમને એવું કહેવા માગતી ન હતી; મને માફ કરો.” પાયમાલ? મેં શું આ જગતના પવિત્રમાં પવિત્ર અને સુંદરમાં સુંદર આત્માને પાયમાલ કરી નાંખ્યો! આ તો ભારે આક્ષેપ છે. મને છોડી દો, મારે મરી જવું જ છે.” એમ કહી તેમણે ખીસામાંની છરીના હાથા તરફ પંજો નાંખ્યો. મેડમ તેમનો હાથ પકડી રાખવા પ્રયત્ન કરવા લાગી. છેવટે મિ. મેન્ટેલિનીએ પોતાના હાથમાંથી છરીને નીકળી જવા દીધી. પણ તેમણે ભીંતથી છ ફૂટ દૂર રહ્યાં રહ્યાં માથું ભીંત સાથે અફાળવાનો જોરથી પ્રયત્ન કરવા માંડ્યો. મેડમ મેન્ટેલિનીનું હૃદય એ જોઈ ભાગી જવા લાગ્યું. બે કે ત્રણ કલાક બાદ બધી બાઈઓને ખબર આપી દેવામાં આવી કે, તેમને ફરીથી ખબર ન આપવામાં આવે ત્યાં સુધીને માટે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ કેટની નવી નોકરી ૧૪૫ છૂટી કરવામાં આવે છે. અને બે દિવસ બાદ દેવાળિયાઓની યાદીમાં મેન્ટેલિનીનું નામ પણ જાહેર થયું. મિસ નિકલ્બીને ટપાલમાં વિશેષ ખબર પહોંચાડવામાં આવ્યા કે, એ દુકાન હવે મિસ નેગના માલિકીપણાથી ચાલુ થઈ છે, અને તેની સેવાની જરા પણ જરૂર નથી. , ,.mતવી કેટની નવી નોકરી સવારના છાપામાં મિસિસ નિકલ્વીએ ‘જોઈએ છે” કૉલમમાં વાંચ્યું કે, એક પરિણીત યુવાન બાનુને, સહચરી તરીકે, એક જુવાન બાઈ જોઈએ છે, અને તે માટેની ઉમેદવાર બાઈએ અમુક લાયબ્રેરીમાં જઈને પોતાની અરજી આપી આવવી. મિસિસ નિકબીએ એ જાહેરખબર કેટને બતાવીને પછી એકદમ એ નોકરીની ભવિષ્યની શક્યતાઓનું તાજગીભર્યું વર્ણન કરી બતાવવા માંડયું: “એ જુવાન સુંદર બાનુ નાજુક શરીરની હોય, અને રોગ થવાથી કદાચ મરી પણ જાય ! તે વખતે પત્નીની સહચરી તરીકે તેના યુવાન પતિના પરિચયમાં આવ્યાં હોઈએ, તો પછી તેની પત્નીની ખાલી થયેલી જગ્યાએ પણ બેસી જવાય, ઇન્ટ!” રાફ નિકલ્વીએ પણ આ નોકરીની બાબતમાં બીજું કશું વાંધાજનક ન બતાવ્યું. મેડમ મેન્ટેલિનીના દેવાળા બાબત પણ તેણે કશી નવાઈ ન બતાવી; કારણ કે, એ દેવાળું કઢાવવામાં મુખ્યત્વે એ પોતે જ કારણભૂત બનેલો હતો. જાહેરખબર આપનાર બાનુનું નામ મિસિસ વિટિટ્ટલ હતું. અને ‘કંડોમન પ્લેસ’ નામના સ્થળે તેનો વસવાટ હતો. મા-દીકરી બંને પૂરું સરનામું મેળવીને, તે જગાએ ચાલ્યાં. કંડોમન પ્લેસ એ જગા બે છેલ્લા છેડાઓની વચ્ચેના સ્થાનરૂપ લત્તો હતો. એક બાજુ છેક જ ઉમરાવ વર્ગનો બેલગ્રેવ સ્કૉર લત્તો નિ.-૧૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ નિકોલસ નિકબી હતો, અને બીજી બાજુ છેક જ કંગાળ અને અણઘડ જેવો ચેલ્સી લત્તો. એ લત્તાના લોકો જાણે પેલાં અમીર કુટુંબોનાં ગેરકાયદે બાળકો જેવા હતા - મોટાં કુટુંબો સાથેનો સંબંધ તેમને હલકી કોટીના લોકો આગળ ડંફાસ મારવા માટેના કામમાં જ આવે; બાકી પેલાં મોટાં કુટુંબો તેમની સાથે કશો સંબંધ દેખાડવા રાજી હોતાં નહિ. ઠઠારાથી કપડાં પહેરેલા દરવાને બારણું ઉઘાડયું. તેને કેકે પોતાનો ઓળખ-પત્ર આપ્યો, તે તેણે બીજા એક વર્દીધારી હજૂરિયાને આપ્યો, જે તેને એક તાસકમાં મૂકી ઉપર તેની શેઠાણીને આપવા લઈ ગયો. થોડી વારે તે હજૂરિયો ઉપરથી આવીને બેઉને દીવાનખાનામાં લઈ ગયો. ત્યાં મિસિસ વિટિટ્ટર્લી, કરમાયેલા પુષ્પની જેમ, થાકેલા જેવાં દેખાતાં, ખુરશીમાં બેઠાં હતાં; એક સુંદર કૂતરો તેમના પગ પાસે આગંતુકો ઉપર તડીને મિસિસ વિટિટ્ટર્લીને કંઈક મોજ પૂરી પાડે તે માટે બેઠો હતો; અને એક હજૂરિયો બાઈસાહેબને જોઈએ ત્યારે ચૉકલેટ આપવા માટે તૈયાર ઊભો હતો. કેટ નમસ્તે કરી નમ્રતાથી છાપાંની જાહેરખબરની વાત કરી અને તે જગા માટે પોતાની ઉમેદવારી રજૂ કરી. પેલાં બાનુએ કેટનાં ઓળખાણ વગેરે બાબત, અભ્યાસ બાબત, અને ખાસ તો ‘મિજાજ’ બાબત પડપૂછ કરી. કેટે સૌ પ્રશ્નોનો યથાયોગ્ય જવાબ વાળ્યો. પરંતુ મિસિસ નિકલ્બીએ એ બધા જવાબમાં ખૂટતી મુદ્દાની વાત સંભળાવવા પોતાનો પરિચય ઉમેરવા માંડયો, તથા પોતાના પતિએ પોતાની સલાહ ન માનવાથી છોકરાંની કેવી ગત કરી મૂકી છે, ઇ0 વાતો ડહોળવા માંડી. કેટે મહાપરાણે તેને એ તેનું પુરાણ ગાવામાંથી રોકી રાખી. પેલાં બાનુએ હવે પોતાના પતિને અંદર આવવા કહેણ મોકલ્યું. પતિએ અંદર આવી, પત્નીની ખુરશીની બાજુએ ઊભા રહી, નીચા નમી, ધીમા અવાજે કંઈક વાતચીત કરી, અને પછી કેટને સંબોધીને કહ્યું, “મારે બહુ અગત્યની બાબત એ ઉમેરવાની રહે છે કે, મિસિસ Page #187 -------------------------------------------------------------------------- ________________ કેટની નવી નોકરી ૧૪૭ વિટિટ્ટલ અતિ સંસ્કારી, અતિ શિક્ષિત, અને તેથી અતિ નાજુક પ્રકૃતિનાં છે. કળા-નૃત્ય-નાટય ઇ૦ બાબતોમાં તેમનો અભિપ્રાય જ પ્રમાણભૂત ગણાય છે અને તેથી સમાજના ઉપલા વર્ગનાં સૌ કોઈ તેમનો જ અભિપ્રાય જાણવા માગે છે. એ બધી પ્રવૃત્તિઓના ઘસારામાં તેમનું શરીર જોઈતો સાથ દઈ શકતું નથી. નૃત્ય-સમારંભોમાં તેમને જ સાથે લેવા સૌ કોઈ આતુર હોય છે. આમ, તેમની પ્રકૃતિ સંભાળવી અને સાચવવી, એ એકદમ સામાજિક અગત્યનું ભારે કામ છે. તેમનું નાજુક શરીર તેમના માનસિક તેજ અને તરવરાટને ધારણ કરી શકતું નથી. અમારા દાક્તર પણ-અમારા ફેમિલી-ડાકટર સર ટુમલી સ્નફિમ પણ કહે છે, “આ બાનુ આખા સમાજના આભૂષણરૂપ છે; અને એવી બાનુઓને થતી બીમારી તેમને પણ છે–અર્થાત્ ‘નર્વસનેસ’ – નાજાક આળા જ્ઞાનતંતુ! માટે તમે રતનની પેઠે એમનું જતન : કરજો.’ એ જ કારણે, દાકતરની એવી સલાહથી જ, અમે તેમને માટે એક સહચરી રાખવાનું આવશ્યક માન્યું છે.” પછી, કેટની નિમણૂક બાબત એવું જણાવવામાં આવ્યું કે, તેઓ ‘પૂરતી તપાસ’ કર્યા બાદ ટપાલથી તેમને ખબર આપશે. અને એ તપાસ કોણે કઈ રીતે કરી, એની ખબર નથી, પણ બે દિવસ બાદ કેટને ખબર આપવામાં આવી કે, તેમની નિમણૂક કરવામાં આવી છે. એટલે કેટ પોતાનો સરસામાન લઈને મિસિસ વિટિકૃલને ત્યાં પહોંચી ગઈ. મિસિસ નિકલ્વીએ કેટને ખાતરીપૂર્વક જણાવી દીધું કે, એ બાઈ જરાય લાંબું ખેંચે તેમ નથી, એટલે છેવટે કેટ જ તે ઘરની ધણિયાણી થવાની છે, એ વાત તેમને દીવા જેવી સ્પષ્ટ દેખાય છે. અને પોતાના એ ભાવિ જામાતાના સ્વભાવ બાબત પણ તેમણે દીકરીને યથાયોગ્ય સૂચના આપી, તથા તેને કેવી રીતે વશમાં લઈ શકાશે તે માટેની દોરવણી પણ! Page #188 -------------------------------------------------------------------------- ________________ ર૭ નિકેલસ નવું પાનું ખેલે છે નિકોલસે પોતાનું ઘરભાડું- ફર્નિચરભાડું વગેરે બધું ચૂકવી દીધા બાદ હિસાબ ગણી જોયો, તો તેની પાસે માંડ વીસેક શિલિંગની આસપાસ મૂડી બચતી હતી. તે અને જે કંઈ બાંધવા જેવો સામાન હતો તે, ન્યૂમૅન અને સ્માઈકની મદદથી સમેટી લઈ, એ બને પોતાના વફાદાર સાથીઓ સાથે જ તે પગપાળો ચાલી નીકળ્યો. - થોડે દૂર સુધી સાથે આવી ન્યૂમેન પાછો વળ્યો; પછી જરા નિર્જન રસ્તો આવ્યો એટલે નિકોલસે સ્માઈકને કહ્યું, “જો ભાઈ, આપણે પોર્ટસ્મથ તરફ જવું છે. તે બંદર છે; અને બીજો કંઈ ધંધો નહિ મળે, તો પછી આપણે વહાણ ઉપર ચડી જઈ જ્યાં જવાય ત્યાં ચાલ્યા જવું છે. હું જુવાન માણસ છું અને મજબૂત છું, એટલે વહાણવાળા મને ખાધા સાટે વહાણ ઉપર લઈ લેવા જરૂર તૈયાર થશે. તું પણ વહાણમાં ઘણી ઘણી રીતે ઉપયોગી થઈ પડે તેવો છે.” “હા, હા, પણ તમે મને છોડી તો નહિ દો ને?” “ના, ભાઈ, ના; એ વાતની ખાતરી રાખજે કે, હવે તો જ્યાં હું હોઈશ ત્યાં તે પણ સાથે જ હોઈશ,– ભૂખે મરવામાં પણ અને કામકાજમાં પણ. પણ આજે હું તને એક વાત પૂછું. તારાથી થાય તેટલો પ્રયત્ન કરીને-યાદ લાવીને મને કહે કે, તું યૉર્કશાયર ગયો તે પહેલાં તું કયાં હતો, તારી સાથે કોણ હતું, તથા તને યોર્કશાયર કોણ મૂકી ગયું હતું?” ૧૪૮ Page #189 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નવું પાનું ખોલે છે ૧૪૯ “મને જરા પણ યાદ આવતું નથી.” સ્માઈક બિચારો માથું ધુણાવીને બોલ્યો, “મને પહેલાં થોડુંક થોડુંક યાદ હતું, પણ હવે છેક જ તે ચાલી ગયું છે.” પણ તને યાદ હતું એટલું તો યાદ છે ને! તો શું કે કેવી જાતનું યાદ હતું, તે વિચારી જો ને! જો, હું તને યાદ લાવવામાં મદદ કરું? તું પ્રથમ એ યાદ કર કે, યૉર્કશાયર તું પહેલપ્રથમ આવ્યો, ત્યારે વરસાદ હતો કે તડકો?” ખૂબ વરસાદ પડતો હતો; અને જ્યારે જ્યારે ખૂબ વરસાદ પડે છે ત્યારે હજુ પણ મને લાગે છે કે, હું જે રાતે ત્યાં પહોંચ્યો હતો તે રાત જેવો વરસાદ પડે છે.” હાં, તું રાતે ત્યાં પહોંચ્યો હતો ખરું ને?” - “હા, હું ખૂબ રડતો હતો અને તેથી બધા મારી આસપાસ ભેગા થઈ ગયા હતા.” “પણ તું ત્યાં એકલો તો નહિ જ ગયો હોય ને?” “હું? ના, મારી સાથે એક કાળો બિહામણો માણસ હતો. નિશાળના છોકરા પણ એવું જ કહેતા હતા. મને એનાથી છૂટા પડવાનું બહુ ગમ્યું હતું; મને તેની બહુ બીક લાગ્યા કરતી. પરંતુ નિશાળમાં આવ્યા પછી તો એ લોકોની બીક મને તેના કરતાં વધુ લાગતી; એટલે કોઈ કોઈ વાર હું એને શરૂઆતમાં યાદ કરતો.” પણ જો, મારી સામે જોઈને કહે કે, તને કોઈ સ્ત્રીનું મોં યાદ આવતું નથી, કે જે તારા ઉપર ઝૂમીને તને જોતી હોય, ચુંબન કરતી હોય, તેડતી હોય, રમાડતી હોય?” “ના, કોઈ પણ નહિ.” “અને યૉર્કશાયરના મકાન વગર બીજા કોઈ મકાનની પણ તને યાદ આવતી નથી?” “ના; પણ એક ઓરડી મને યાદ આવે છે. છેક છાપરા તરફની એ એકાંત ઓરડી હતી, જેમાં હું એકલો સૂતો સૂતો તેની છત તરફ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦. નિકોલસ નિકલ્ટી જોયા કરતો. એ છાપરામાં એક ડોકા-બારી જેવું હતું, તેમાંથી કશુંક આવી પડશે એવી બીક મને કાયમ લાગ્યા કરતી; એટલે હું એકલો સૂતો હોઉં ત્યારે એ માથે ઓઢી લેતો. એક જૂનું ઘડિયાળ પણ એક ખૂણામાં હતું.” ૨ . એક ગામ આવતાં સસ્તી વીશીમાં પડી રહેવા તેઓએ બે પથારીઓ ભાડે રાખી, અને તેઓ ઘસઘસાટ ઊંધ્યા. ત્યાર પછીનો દિવસ ટેકરીઓ ઉપર ચડ-ઊતરનો દિવસ હતો. આખો દિવસ તેઓએ વણથોભ્યા ચાલ્યા કર્યું. છેવટે સ્માઇકથી ચલાય તેવું ન રહ્યું ત્યારે, પોર્ટ સ્મથથી બારેક માઈલ દૂર રસ્તા ઉપરની એક વીશીમાં તેઓએ ઉતારો કર્યો. ત્યાં બીજું કશું ખાવાનું તૈયાર મળે તેમ તો હતું નહિ; પણ વીશીવાળાએ કહ્યું કે, પહેલાં આવીને ઊતરેલા એક સદગૃહસ્થ જે કંઈ ખાવાનું રાંધવાનો ઓર્ડર આપ્યો છે, તેમાં તમે ભળી જઈ શકો છો. અને વીશીવાળો તો એ સગૃહસ્થની સાથે જ તેમને જમણનું પીરસવાની પરવાનગી પણ લઈ આવ્યો. | નિકોલસ અને સ્માઇક પોતાની બચકીઓ લઈ, એ સદ્ગુહસ્થના ઓરડામાં પહોંચ્યા, ત્યારે તેમણે ખરેખર નવાઈનો જ દેખાવ જોયો. મિત્ર ક્રમલ્સ નામે એ સહસ્થ એક નાટક-મંડળીના માલિક હતા, અને એક બાજુએ બેઠા બેઠા ખલાસી અને સૈનિકનો પોશાક પહેરેલા બે જવાનિયાઓની લાકડાની તલવારવાળી પટાબાજીનું નિરીક્ષણ કરતા હતા. નિકોલસ અને સ્માઈકને આવેલા જોઈ, હસતાં હસતાં તેમને ચૂપ રહેવાની નિશાની કરી, મિ0 ક્રમશે એ નિરીક્ષણમાં જોડાવા આમંત્રણ આપ્યું. નિકોલસે જોયું કે, પેલા બે જણા, પ્રેક્ષકોની સામે જ ખડા હોય, અને પ્રેક્ષકોની વાહવાહ મેળવવા કરતા હોય, એ રીતનો અભિનય કરી રહ્યા હતા. Page #191 -------------------------------------------------------------------------- ________________ ત, ક 5 - 1 t . : , , , , , " , " ill ? : - 'A' ' , ક TB છે : કવા, છે '2 કે . : ': ',' i & T .. . If N ' છે ક નિકેલસ કમસના પુત્રની પટાબાજી નિહાળે છે. - મૃ. ૧૫૦ Page #192 --------------------------------------------------------------------------  Page #193 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નવું પાનું ખોલે છે ૧૫૧ લડાઈ પૂરી થઈ, એટલે મિત્ર ક્રમભે તે બંનેને શાબાશી આપી, તથા અમુક સુધારા સૂચવી, તે બંનેને ફરીથી કોશિશ કરવા ફરમાવ્યું, “જેથી ઓછામાં ઓછા બે ‘વન્સમોર’ તો મળે જ.” પાછી એ બે જણાની પટાબાજી શરૂ થઈ. અએક કલાક એમ ચાલ્યા પછી, જ્યારે તેમની લડાઈનો “રેગ્યુલર” અંત આવ્યો, ત્યારે મિ0 કમલ્શ ખુશ થઈ તે બેને હાંફ ખાવા તથા કપડાં બદલવા ફરમાવ્યું અને પોતે નિકોલસ તરફ વળીને કહ્યું, “કેમ, મહેરબાન, તમને કેવું લાગ્યું?” બહુ સરસ - બહુ સરસ.” નિકોલસે ઉપચારસર શિષ્ટાચારી જવાબ વાળ્યો. તમને આવા બે છોકરા ભાગ્યે જ બીજી કંપનીમાં જોવા મળે, મહેરબાન,” ક્રમશે ફરમાવ્યું. - “ખરી વાત છે પણ એ બે જરા વધુ સરખા હોય તો રંગ રહે,” નિકોલસે ખચકાતાં ખચકાતાં કહ્યું. અરે, મહેરબાન, એ તો રંગભૂમિનો કાયદો છે કે, લડાઈ જેમ વધુ અસમાન લોકો વચ્ચે દેખાડીએ, તેમ જ પ્રેક્ષકોની સહાનુભૂતિ ઝટ જાગ્રત થાય. નાનો હોય ને મોટા સામે જીતે, ત્યારે જ લોકો વધુ તાળીઓ પાડે! અમારો ખેલ કાલે જ પોર્ટસ્મથ મુકામે પડવાનો છે, અને તમે પોતે તે તરફ આવવાના હો, તો એ વાતની જાતે જ ખાતરી કરી શકશો.” | નિકોલસે જ્યારે જણાવ્યું કે, તે પોતે પોટેસ્મથ જ જઈ રહ્યો છે, ત્યારે તો એ ભલા મૅનેજર-માલિકે તેને પોતાનો ખેલ મફત જોવા આવવાનું જ આમંત્રણ આપ્યું. જમતી વેળા અને બીજી બીજી વાતો દરમ્યાન પણ મિ૦ કમલ્સ નિકોલસની સાલસતા તથા બુદ્ધિમત્તાથી ખાસ પ્રભાવિત થયા. સ્માઈક તરફ તો તે ખાસ નજર નાખ્યા કરતા. તે બિચારો થાથી હવે ઊંઘે ભરાયો હતો. Page #194 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્બી મિ૦ ક્રમલ્સે તેના તરફ જોઈને કહ્યું, “મને માફ કરજો, પણ તમારા આ સાથીનું માં મને બહુ નોંધપાત્ર લાગે છે.” ૧૫૨ “બિચારો, જરા વધુ ભરાવદાર હોત તથા ઓછો રાંક દેખાત, તો જરૂર વધુ સારો શોભત, ” નિકોલસે હસીને જવાબ આપ્યો. 66 “અરે, મહેરબાન, તમે શું સમજ્યા? એ જેવો દૂબળો-પાતળો છે, તેવો જ મને તો વધુ સારો દેખાય છે. ભૂખે મરતા કંગલાનો પાર્ટ એને આપવો હોય, તો જરાય મેક-અપ કે સજાવટની જરૂર પણ ન પડે! અરે, રોમિયો અને જુલિયેટ નાટકમાં દવાવાળાના પાત્રમાં તેને રજૂ કર્યો હોય, તો ત્રણ ત્રણ વન્સમોર તો મળે જ.” "" “ઓહો, તમે તો તમારી બંધેદારી દૃષ્ટિથી નિહાળો છો, એટલે,” નિકોલસ હસતાં હસતાં બોલ્યો. “ એમ જોઉં તો એમાં નવાઈ પામવા જેવું પણ નથી; કારણ કે, આ ધંધામાં હું પડયો ત્યારથી કદી એ પાત્ર માટે જ ઘડેલો હોય એવો ચહેરો મેં જોયો નથી. અને હું અઢાર મહિનાનો હતો ત્યારથી જ જાડિયા છોકરાનો પાર્ટ ભજવવા લાગ્યો છું, એ તમને કહી દઉં, ” એટલું કહી એ ભલો માણસ ખડખડાટ હસી પડયો. નિકોલસને વાત વાતમાં ખબર પડી કે, પટાબાજી ખેલનારા પેલા બે છોકરા પણ મિ∞ ક્રમલ્સના જ સુપુત્રો હતા. બાકીનું કુટુંબ અને અન્ય નટ-નટી એ સૌ તો પોર્ટસ્મથ મુકામે કયારનાં જઈ પહોંચ્યાં હતાં, અને પોતે પણ હવે ત્યાં જ જઈ રહ્યા છે. વાત વાતમાં ભલા મિ૦ ક્રમલ્સે નિકોલસને પૂછ્યું કે, તમે પોર્ટસ્મથ તરફ શા હેતુથી જાઓ છો ? જરૂર હોય તો પોતે એ તરફનાં પોતાનાં ઓળખાણોનો લાભ આપી શકે તેમ છે. “ હેતુ બીજો કશો નથી; જેનાથી મને અને મારા સાથીને પેટ પૂરતું ખાવાનું મળી રહે, એવા કોઈ કામકાજની શોધમાં જ હું પોર્ટસ્મથ જઈ રહ્યો છું,” નિકોલસે સીધો જવાબ આપ્યો. Page #195 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નવું પાનું ખોલે છે ૧૫૩ “પણ બીજે ન મળે તેવું પોર્ટસ્મથમાં જ ખાસ મળે એવું તમને શું દેખાય છે?” ર ત્યાંથી ઘણાં જહાજો બહાર જાય છે, તેઓમાંના કોઈ ઉપર છેવટે કાંઈક કામ તો મળી જશે, એમ માની, જરૂર પડયે પરદેશ ચાલ્યા જવાનું મેં વિચાર્યું છે. ” (C “ પરંતુ જહાજવાળાઓ પણ જહાજ ઉપર કોઈ કસાયેલો માણસ જ રાખવા ઇચ્છે; ઉપરાંત, અત્યારે જોઈએ એટલા કસાયેલા ખલાસીઓ જ બેકાર મળતા હોય, ત્યાં એ લોકો નવાસવા માણસને લેવાનું શા માટે વિચારે ? ” નિકોલસનું માં પડી ગયું; અને ચૂપચાપ તે અંગીઠી તરફ શૂન્ય નજરે જોઈ રહ્યો. “પણ તમે તમારા જેવી ઉમ્મર અને દેખાવને અનુરૂપ બીજો કોઈ ધંધો નથી વિચારી શકતા?” ખરા ના,” નિકોલસે ડોકું ધુણાવીને કહ્યું. 66 તો હું તમને સૂચવું; તમે રંગભૂમિને ધંધા તરીકે સ્વીકારો ?” 66 66 ‘રંગભૂમિ ? "" 66 ‘હા, હા; અભિનેતાનો સુંદર ધંધો ! હું પોતે જ એ ‘લાઈન ’માં છું; મારી પત્ની પણ એ જ લાઈનમાં છે; અને મારાં બધાં છોકરાં પણ. અરે, મારો એક કૂતરો હતો, તે પણ જન્મ્યો અને મર્યો પણ એ જ ધંધામાં. મારું ટટ્ટુ છે તે પણ તૈમૂર-તાર્લરના ખેલમાં ઘોડાનો ભાગ ભજવે છે. તમે કબૂલ થાઓ તો હું તમને અને તમારા સાથીને આ ધંધામાં બરાબર ચમકાવી આપીશ. મારે હવે મારી કંપનીમાં નવું લોહી દાખલ કરવું છે.” Page #196 -------------------------------------------------------------------------- ________________ ૨૮ નાટક કંપની વીશીમાં જમતાં જમતાં નાટકકંપનીવાળા મિ0 ક્રમશેં જ્યારે પોર્ટસ્મથ જતા નિકોલસને પોતાની નાટક કંપનીમાં જોડાવાનો પ્રસ્તાવ આમ રજૂ કર્યો, ત્યારે નિકોલસ એકદમ તો ડઘાઈ ગયો અને આનાકાની કરવા લાગ્યો. તેણે કહ્યું, પણ મને એ ‘લાઈન'નો કશો જ અનુભવ નથી. અલબત્ત, નિશાળમાં ભણતો હતો ત્યારે “ડ્રામા'માં ઊતરેલો ખરો.” અરે, તમારી હિલચાલમાં સુંદર ‘કૉમેડી હું જોઈ શકું છું, તમારી આંખમાં યુવાન-સુલભ ‘ટ્રેજડી', અને તમારા હાસ્યમાં નર્યું ધીકતું ફારસ. તમે તો આ લાઈનમાં એટલા બધા સફળ નીવડી શકશો કે, જાણે જન્મ્યા ત્યારથી આ સિવાય બીજા કોઈ ધંધામાં ડોકિયું જ કર્યું ન હોય.” | નિકોલસને હવે વીશીનું બિલ ભર્યા પછી પોતાના ખીસામાં શું બાકી રહેશે એનો વિચાર આવ્યા વિના ન રહ્યો. અરે, તમારા જેવો માણસ તો મને હજારો રીતે ઉપયોગી થઈ પડે. જેમ કે, તમારા ભણતરને કારણે તમે મને સરસ જાહેરખબરો અને જાહેરાતો લખી આપી શકો.” હા, ખરેખર, એ વિભાગમાં હું તમને ખાસ ઉપયોગી થઈ શકે ખરો,” નિકોલસ બોલ્યો. “અરે, તે ઉપરાંત, તમે અમને નવાં નવાં નાટકો પણ જોઈએ ત્યારે લખી આપી શકો, જેમાં અમારી કંપનીનાં બધાં નટ-નટીને જોઈનું કામ મળી રહે.” ૧૫૪ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ નાટક કંપની એ બાબતમાં મને ખાતરી નથી; પણ અવારનવાર મને માફક આવે એવું હું લખી આપી શકું ખરો.” અરે, અમારે તાત્કાલિક જ નવો એક ખેલ રજૂ કરવો છે. તેમાં નવી સીન-સિનેરી પણ રજૂ કરવા મારો વિચાર છે. એ ખેલ તમે જ લખી આપજો. તેમાં ગમે તેમ કરીને એક નળ અને ધોબીનાં બે ટબનો સીન તો જરૂર લાવજો.” નળ અને ધોબીનાં ટબનો?” “હા, હા, એ બંને વાનાં મેં બહુ સસ્તામાં હમણાં જ ખરીદ કર્યા છે, અને મારે તેમને તેના ઉપર રજૂ કરવાં છે. ભલભલી લંડનની કંપનીઓનો એ જ શિરસ્તો છે. તેઓ નવા નવા પોશાકો કે પડદા ખરીદે, અને પછી તેમને “ફિટ' થાય તેવો ખેલ રજૂ કરે.” પણ મારા જેવો અણઘડ માણસ તમારી નોકરીમાં જોડાય, તો મને જીવનનિર્વાહ જેટલું મળી રહેશે ખરું?” અરે, મોટા રાજવી જેવું જીવન જીવી શકો તેટલું ! તમારો પગાર, તમારો મિત્ર, તમારાં લખાણ – એ બધું મળીને તમને અઠવાડિયે ઓછામાં ઓછો એક પડ તો મળી રહેશે.” “સાચું કહો છો?” “અને અમને જો સારાં “હાઉસ' જાય, તો એ રકમથી બમણું પણ!” | નિકોલસને પોતાનાં મા-બહેનને પોતાના કાકાને આધારે છોડી પરદેશ જવાનું ગમતું તો નહોતું જ, એટલે તેણે તરત મિ. મિલ્સનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. પોર્ટસ્મથ પહોંચી ક્રમશે થિયેટરમાં સૌને નિકોલસ અને તેના સાથીની, પોતાની કંપનીના નવા વરાયેલા આર્ટિસ્ટો તરીકે ઓળખાણ કરાવવા માંડી. નિકોલસે પોતાનું નામ, નૉઝે નવું પાડેલું હતું તે, ‘જોન્સન’ જ જણાવ્યું. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ નિકોલસ નિકલ્ટી આ બધો ઓળખવિધિ ચાલતો હતો તેવામાં, અચાનક નાના દરમાંથી છલંગ મારીને સસલું નીકળી આવે તેમ, એક નાની છોકરી વિચિત્ર પોશાકમાં નીકળી આવી અને આમથી તેમ દેડકાનૃત્ય જેવા ઠેકડા ભરીને, નાચવા લાગી; એમ થોડી વાર નાચ્યા પછી અચાનક એક બાજુએ નજર નાખીને ચીસ પાડી, પાછા ખસવાનું નૃત્ય તેણે આરંળ્યું. તેના જ તાલમાં હવે એ બાજુએથી એક જંગલી વનવાસી નાચતો નાચતો આગળ આવવા લાગ્યો. મિસિસ ક્રમશે પતિને તથા નવા આગંતુકોને જણાવ્યું કે, “કુમારિકા અને વનવાસી”ના નૃત્યનું પૂર્વાવર્તન-રિહર્સલ ચાલે છે. પેલો જંગલી જેમ જેમ કુમારિકા તરફ આગળ વધવા લાગ્યો, તેમ તેમ પેલી કુમારિકા બીતી હોય – ત્રાસી હોય તેમ, તેની સમક્ષ જ નૃત્ય કરવા લાગી; અને પ્રમાણમાં એટલું થોડું નાસવા લાગી કે, પેલો જંગલી તેની પાસે જ આવી ગયો. પછી એ જંગલી અચાનક તેની પાસેથી દૂર ખસી ગયો, અને પોતાને એ સુંદરી કુમારિકા જોઈને પ્રેમ થઈ ગયો છે એમ બતાવવા એકલો એક બાજુ નૃત્ય કરવા લાગ્યો. તેનું નૃત્ય પૂરું થયું એટલે પેલી કુમારિકાએ હવે ભયમાંથી બચાવવા જાણે ઈશ્વરને પ્રાર્થના કરતી હોય એવું નૃત્ય એકલીએ આરંભ્ય અને પરમાત્માનું કરવું તે હવે તેના અંતરનો ભય એટલો બધો દૂર થઈ ગયો કે, તે નાચતી નાચતી થોડે દૂર ઊંઘી જ ગઈ! પેલો જંગલી હવે તેની પાસે આવ્યો અને તેને ઊંઘી ગઈ છે જોઈને એનો આનંદ દર્શાવતું નૃત્ય કરવા લાગ્યો. આમ તેનું નૃત્ય પૂરું થતાં, પેલી કુમારિકા હવે જાગી, અને જાગ્યાની સાબિતી તરીકે એકલી નૃત્ય કરવા લાગી. પેલા જંગલીએ હવે ફૂલ જેવું કશું તોડી તેની આગળ ધર્યું. પણ પેલીએ સામું ન જોયું, એટલે પેલા જંગલીએ ખેદ અને કરુણાનું નૃત્ય આરંભ્ય, અને આંખમાંથી આંસુના ધોધ પડતા હોય એમ અભિનય કરવા માંડયો. છેવટે પેલી કુમારિકાને તેની દયા આવી હોય તેવા અભિનયવાળું Page #199 -------------------------------------------------------------------------- ________________ નાટક કંપની ૧૫૭ નૃત્ય તેણે આરંભ્ય. અને નાચતાં નાચતાં જ પેલી સુંદર ભેટ તેણે સ્વીકારી. બસ પેલો જંગલી રાજી રાજી થઈ ગયો અને બંનેએ હવે ભેગું આનંદ-નૃત્ય આરંભ્ય. નૃત્ય પૂરું થયું એટલે મિત્ર ક્રમશે ‘શાબાશ’ ‘શાબાશ’ કરી ખૂબ તાળીઓ પાડી. એટલે આજુબાજુનાં બધાંએ જ ખૂબ તાળી ઓ પાડી. પછી મિ0 કમલ્સ પેલી કુમારિકાને પકડીને નિકોલસ પાસે લાવ્યા અને તેનું ઓળખાણ કરાવતાં તેમણે કહ્યું, “આ મારી સુપુત્રી છે. જે સ્થળે અમે ખેલ નાખીએ છીએ, તે સ્થળની તે તરત માનીતી બની જાય છે, અને બધાં ઉપલા વર્ગનાં પ્રેક્ષકો તેનું ઓળખાણ કરવા પડાપડી કરે છે. તેનું નામ મિસ નિમેટા ક્રમલ્સ છે, જોકે “બાલ-પ્રતિભા' તરીકે જ એ વધારે મશહૂર છે.” “બાલ-પ્રતિભા?” નિકોલસે પૂછયું, “તેની ઉંમર કેટલી છે, એ હું પૂછી શકું ખરો?” “પૂછવું જ જોઈશે; કારણ કે, આજ સુધી કોઈ પણ માણસ તેની સાચી ઉંમર કદી કલ્પી શક્યો જ નથી. તેની ઉંમર દશ વર્ષની છે, મહેરબાન.” “દશ જ વર્ષ?” “એક દિવસ પણ વધુ નહિ.” “ખરેખર, એ તો અદ્ભુત કહેવાય !” અને ખરેખર એ અદ્ભુત વાત જ હતી. કારણ કે, પાંચ પાંચ વર્ષથી જ્યારે જ્યારે તેની ઉંમરની વાત મિ. કમલ્સ કરતા, ત્યારે દશ વર્ષની જ ઉંમર બતાવતા આવ્યા હતા. પરંતુ તેને રોજ મોડી રાત સુધી જગાડવામાં આવતી, અને તે માગે તેટલા જિન-અને-પાણી ઉપર જ ઉછેરવામાં આવતી હોવાથી, તેનું કદ વધતું જ ન હતું. ૩ - આમ વાત ચાલતી હતી, તેટલામાં પેલો જંગલી બનેલો ઍકટર પોતાનો પોશાક બદલી ત્યાં આવી પહોંચ્યો. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ નિકોલસ નિકબી મિત્ર ક્રમશે એ ઍકટરની ઓળખ નિકોલસને કરાવી: “મિ) ફોલેર.” , મિ ફોર અને નિકોલસે અરસપરસ ઓળખાણના સ્વીકાર તરીકે નમન કર્યું. ક્રમલ્સ પોતાની ધણિયાણી સાથે કંઈક વાતે વળગ્યો તે દરમ્યાન ફોલેરે નિકોલસને ધીમેથી કહ્યું, “જોયું ને પેલું “હંબગ”?” “કયું હંબગ, ભલા મિત્ર ફોલેર?” આ જેને તેઓ “બાલ-પ્રતિભા' કહે છે તે? અનાથાશ્રમની કોઈ પણ તકાયેલી છોકરી એનાથી વધુ સારું કામ આપી શકે. પણ આ તો મેનેજરને ત્યાં જન્મી, એટલે ‘પ્રતિભા' કહેવાય છે. ખરી રીતે આ કંપની આગળ આવતી નથી એનું કારણ જ આ છોકરી છે. એનો બાપ એને જ દરેક ખેલમાં આગળ લાવવા પ્રયત્ન કરે છે; અને એની અસર આવક ઉપર થાય છે, એ પણ નજરે દેખી શકતો નથી. બાકી, આ કંપનીમાં બીજા ઘણા ચમકતા અને ચમકી ઊઠે તેવા સિતારાઓ છે જ!” હા, હા, જેમ કે તમે પોતે જ છો! મને તમારો અભિનય ઘણો સમજદાર લાગ્યો હતો, એ મારે કબૂલ કરવું જોઈએ,” નિકોલસે સહાનુભૂતિભર્યો જવાબ તેને આપ્યો. ધીમે ધીમે બીજા “સિતારા આવવા લાગ્યા. તેમનો પરિચય મિ0 ક્રમશે નિકોલસને કરાવવા માંડ્યો. ત્યાર બાદ નટીઓનો વારો આવ્યો. નટીઓમાંથી એક બુદ્ધિશાળી મોંવાળી અને સુંદર દેખાવની નટી મિસ સ્નેવેલીસીએ નિકોલસનું ખાસ ધ્યાન ખેંચ્યું. એમ કહીએ તો ચાલે કે, નિકોલસની આકૃતિએ સ્નેવેલીસીનું ધ્યાન ખેંચ્યું હતું. તે પાસે આવી નિકોલસને પૂછવા લાગી, “તમે કેન્ટરબરીમાં કોઈ વખત આ ‘લાઈન માં હતા? મને લાગે છે કે, મેં તમને ત્યાં જોયા હતા.” Page #201 -------------------------------------------------------------------------- ________________ નાટક કંપની ૧૫૯ “મેં કૅન્ટરબરીમાં કદી કશું કામકાજ કર્યું જ નથી, એનો પુરાવો એ છે કે, હું તમને ત્યાં મળ્યો હોઉં, તો કદી તમને જિંદગીભર ભૂલી શકું જ નહિ. " જાઓ, જાઓ, તમે પણ મીઠું મીઠું ઠીક બોલી જાણો છો, વળી ! ” મિસ સ્નેવેલીસીએ જરા શરમાઈને કહ્યું; “ પણ હવે મને લાગે છે કે, એ કોઈ બીજું જ હશે, જેનો દેખાવ તમને મળતો આવતો હશે. પૂરી ખાતરી મનમાં કરી લીધા વિના આવી વાત તમારી આગળ કરી, તે બદલ મને માફ કરશો ? ” "C 66 “વાહ, તમે આ રીતે તમને યાદ રહી જનારા કોઈ ભાગ્યશાળીના સમાન દેખાવનો પણ મને ગણ્યો, એ તો હું મારું સદ્ભાગ્ય જ માનું છું.” 66 'ખરા નટ-નાગર છો!” મિ૦ ક્રમલ્સે હવે જાહેરાત કરી કે, “આવતી કાલે દસ વાગ્યે આપણે આપણા નાટકનું રિહર્સલ કરવા ભેગા થઈશું. પરંતુ મારે એક ખુશખબર એ આપવાના છે કે, સોમવારે આપણે આપણા તદ્દન નવા ખેલનું વાંચન સાંભળવા ભેગા થવાનું છે. આપણા નવા આર્ટિસ્ટ મિ∞ જૉન્સન આપણ સૌને આપણે લાયક કામકાજ તેમના નવા ખેલમાં આપવાના છે.” નિકોલસ એકદમ ચાંકીને બોલી ઊઠયો, “હેં? હું - "" પણ મિ∞ જૉન્સનનો અવાજ દબાઈ જાય એ રીતે વધુ મોટે અવાજે મિ∞ ક્રમલ્સે તો પોતાની જાહેરાત ચાલુ જ રાખી. બાકીનાં બધાં ચાલ્યાં ગયાં. પછી નિકોલસે મિ∞ ક્રમલ્સને બાજુએ બોલાવીને કહ્યું, “સાહેબ, મારાથી સોમવાર સુધીમાં નવું નાટક તૈયાર ન થઈ શકે. મારી સર્જનશક્તિ ભાગ્યે એવી તેજ કહી શકાય. ,, ' “પણ સર્જનશક્તિને આપણે કયાં ભૂંડવી છે? મારી પાસે આ એક સરસ ફ્રેંચ નાટક છે, તેનું અંગ્રેજી કરી નાંખો, અને ઘટતા Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ નિકોલસ નિકલ્ટી ફેરફારો કરી, પહેલે પાને લેખક તરીકે તમારું નામ મૂકી દો, એટલે બસ!” નિકોલસ હસી પડ્યો, અને તેણે પેલું ફ્રેંચ નાટક ખીસામાં મૂકયું. ક્રમશે હવે આજનો દિવસ પોતાને ત્યાં જ ભોજન લેવા તેને આગ્રહ કર્યો; અને જણાવ્યું કે, ત્યાર પછી મારા એક-બે ઍકટરો તમને અનુકૂળ એવું મકાન ભાડે અપાવવા સાથે આવશે. - ૨૯ નિકોલસનું નવું કામ પોસ્મથમાં એક તમાકુવાળાની દુકાનની ઉપરના બે કમરા નિકોલસે ભાડે રાખ્યા. કમલ્સના માણસો સાથે હોવાથી ઘરધણીએ અગાઉથી ભાડું આપવાની માગણી પણ કરી નહિ. પોતાના કમરામાં જઈ, એકલા પડતાં જ નિકોલસે સ્માઈકને કહ્યું, “ભાઈ, આપણે માટે પણ કંઈ અવનવા જ અનુભવોમાં પસાર થવાનું નિર્માયું લાગે છે. આ બધાનો અંત શો આવશે, એ તો કોને ખબર? આ ત્રણ દિવસની રખડપટ્ટીથી મને એવો વિચિત્ર થાક લાગ્યો છે કે, આપણે એ વિચારવાનું કાલ ઉપર જ મુલતવી રાખીશું.” વહેલી સવારે નિકોલસે હજુ પથારીમાં બેઠો થયો જ હતો, તેવામાં નાટક કંપનીના બે જણ, નામે મિ૦ ફોર અને મિત્ર લેન્વિલે આવીને તેનું બારણું ઠપઠપાવ્યું. મિ0 લેન્વિલ કંપનીના કરુણરસના અભિનેતા હતા, અને પોતાના પાર્ટને સારો ન્યાય આપી જાણતા હતા. પણ મિત્ર કમલ્સ કોઈ સારો પાર્ટ આવે એટલે પોતાને માટે જ રાખી લેતા. આથી મિત્ર લેન્વિલને પોતાની કુશળતા બતાવવાનો સંજોગ ઓછો મળતો. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ નિકોલસનું નવું કામ પેલા બે જણે નિકોલસને એ બાબતની ફરિયાદ કરી અને કહ્યું, “ભાઈસાહેબ, આ વખતે તમારા નાટકમાં અમને છાજે એવો પાર્ટ આપવા મહેરબાની કરજો.” મિત્ર લેન્વિલે તો ઉમેર્યું કે, “મારી પત્ની પણ કોઈ સારા પાર્ટને અભાવે પાછળ પડી જાય છે. એનું તો કંઈ નહિ, પણ આ કંપનીમાં શિરસ્તો છે કે, સારો પાર્ટ ભજવનારને “બેનિફિટ-નાઈટ* આપવામાં આવે છે, અને તે ખેલની કમાણીમાંથી અમુક ટકા એને મળે છે. તમે જોશો કે, એવી બેનિફિટનાઈટ પણ મોટે ભાગે મિત્ર ક્રમલ્સ પોતાના જ કુટુંબનાં માણસોને માટે જ અનામત રાખે છે; એને પરિણામે સારાં નટ-નટીને પ્રશંસકો તરફથી જે ઉત્તેજન સહેજે મળે, તે પણ મળી શકતું નથી.” નિકોલસે તે ભલા માણસને કહ્યું, “મેં પેલા ફ્રેંચ નાટક ઉપર કાલે રાતે નજર નાંખી જોઈ હતી. તેનો પ્લૉટ મજાનો છે. તમારે માટે મેં જે પાર્ટ વિચાર્યું છે તે એ જાતનો છે કે, તમે જાણે તમારાં પત્ની અને બાળકને ઘર બહાર કાઢી મૂકો છો, અને અદેખાઈની આગમાં સપડાઈ તમારા મોટા પુત્રને અભ્યાસના ઓરડામાં જ કટારથી ઠાર કરો છો.” વાહ, વાહ! આ તો મજાનો પાર્ટ છે!” હવે ફોર બોલી ઊઠયો, “મારે માટે કંઈ મજાનું ગોઠવ્યું છે કે નહિ, મહેરબાન સાહેબ?” તમારે વફાદાર અને નિષ્ઠાવાન નોકરનો ભાગ ભજવવાનો છે. તમને પણ પત્ની અને બાળક સાથે બહાર કાઢી મૂકવામાં આવે છે.” પણ મારે માટે એક નાચ તો તમારે ગોઠવી આપવો જ પડશે. તમારે “બાલ-પ્રતિભાને માટે કોઈ ને કોઈ નાચ ગોઠવવો જ પડશે ને? તો પછી સાથે મારો ગોઠવી દેજો.” * તે ખેલની આવક મુખ્યત્વે તેના ‘બેનિફિટ’–લાભમાં તેને આપી દેવાની. નિ.-૧૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ નિકોલસ નિકબી “પણ એ આ પ્લૉટમાં શી રીતે ક્યાં ગોઠવવું એ મને સમજાતું નથી, છે “અરે મહેરબાન, એમાં શું છે?” લેન્વિલ હવે બોલ્યો; “પત્ની, બાળક અને નોકર એક કંગાળ ઘરમાં જઈને આશરો લે તે વખતે બાળક માને કહે, ‘મા નું ન રડ; મારાથી રડી પડાય છે.” પેલી પત્ની રડતાં રડતાં કહે, ‘ભાઈ, મારે સ્વસ્થ થવું છે, પણ શું કરું? તું આ છોકરીને છાની રાખવા તેની સામે જે નાચ નાચતો હતો, અને જે નાચ તે પણ શીખી ગઈ છે, તે નાચવા માંડ; એટલે તેને પણ આનંદ થશે અને પછી મને પણ!” સમજ્યા, મહેરબાન?” ચાતુરી ભરેલું આ સૂચન સાંભળી નિકોલસ હસી પડ્યો; તેને હવે આ નવું કામ, શરૂમાં જેટલું અઘરું માનતો હતો, તેટલું અઘરું ન લાગ્યું. કંપનીના પેલા બે જણ નાસ્તો ઝાપટી ચાલ્યા ગયા, પછી નિકોલસ સાંજ સુધી નાટક લખવાના પોતાના કામમાં જ મંડી રહ્યો. સ્માઇક કયારનો થિયેટરમાં ચાલ્યો ગયો હતો. થિયેટરમાં આજે એક ઉમરાવ સામે બહારવટે નીકળેલા બહારવટિયાનો ખેલ મૂકવામાં આવ્યો હતો, અને સૌ નટ-નટી તે માટેનો મેક-અપ” (સ્વાંગ) કરી તૈયાર થતાં હતાં. તે જોઈ નિકોલસને ભારે રમૂજ થઈ. ખેલ શરૂ થયો અને પ્રેક્ષકોના હોકારા-બખાળા અને તાળીઓના ગડગડાટ વચ્ચે પૂરો થયો. જોકે, પ્રેક્ષકોની સંખ્યા ખાસ મોટી ન કહેવાય. ખેલ પૂરો થતાં મિ0 કમલ્સ નિકોલસને પૂછયું, “કેમ કેવું લાગ્યું?” “બહુ સરસ, ખાસ કરીને મિસ સ્નેવેલીસીનું કામ ફાંકડું હતું.” “એ એક અદ્ભુત નટી છે, અને તમારાવાળો નવો ખેલ મેં તેની બેનિફિટ-નાઈટ માટે જ નક્કી કર્યો છે. તેનું કામ પ્રેક્ષકોમાં ઠીક વખણાય છે.” Page #205 -------------------------------------------------------------------------- ________________ નિકોલસનું નવું કામ ૧૬૩ “પણ એમની બેનિફિટ-નાઈટ ક્યારે છે? મારાથી નવું નાટક એકદમ તો તૈયાર નહિ જ કરી દેવાય!” * અરે, આવતે અઠવાડિયે–સોમવારે. ત્યાં સુધીમાં તો બધું તૈયાર થઈ જશેને?” પણ સંવાદો મોઢે કરવા, સીનસિનેરી તૈયાર કરવાં – એ બધું જ કેમ બનશે? અને મારા જેવા શિખાઉનો ખેલ તેમને બેનિફિટમાં આપવો, એ તેમને અન્યાય કરવા જેવું નહિ થાય?” અરે, તમે લખી લાવો, પછી એ બધું તૈયાર કરવામાં તો કશો વખત જ ન જાય! અને મિસ સ્નેવેલીસીને નવો ખેલ બેનિફિટમાં આપીએ, એમાં અન્યાય શાનો? કોઈને ને કોઈને તો એ આપવો જ જોઈએ. અમે અમારા માથે એ જોખમ શું કામ લઈએ?” “પણ, મિત્ર જેન્સન, તમે એ બેનિફિટ-નાઈટ માટેની ટિકિટો વેચવામાં મિસ સ્નેવેલીસીની મદદમાં રહેજો, એટલે થયું,” મિસિસ ક્રમશે વચ્ચે કહ્યું. પાછળ ઊભેલી મિસ સ્નેવેલીસી નિકોલસ આને શો જવાબ આપે છે તે સાંભળવા ઈ તેજાર થઈ ગઈ. ના, ના, ભાઈસાહેબ, એવું ઉઘરાણીનું કામ મેં કદી કર્યું નથી, અને મને ફાવશે પણ નહિ,” નિકોલસે જરા વ્યાકુળ થઈ જવાબ આપ્યો; “અને મિસ સ્નેવેલીસી મારે ભરોસે રહે, એ તેમના હિતમાં હ નથી” અરે મહેરબાન, જરા પ્રેમશૌર્ય તો દાખવો; મિસ સ્નેવેલીસીના લાભાર્થે જરા બહાર નીકળવું પડે, એમાં આટલી આનાકાની શાના કરો છો? કેવળ માનવતા પણ વીસરી ગયા કે શું?” મિસિસ ક્રમશે છેલ્લો દાવ નાખ્યો. હવે મિસ સ્નેવેલીસી મેદાને પડી. તે નિકોલસ પાસે આવીને બોલી, “મિ0 જોન્સન, તમે આવો જવાબ આપશે એમ મેં નહિ, માનેલું! બસ, એથી વિશેષ મારે કંઈ કહેવું નથી.” નિકોલસ આથી હસી પડ્યો. મિસ સ્નેવેલીસીનો ગુસ્સો અને તે વ્યક્ત કરવાનો તેનો અભિનય તેને સ્પર્યા વિના ન રહ્યાં. તે બોલ્યો, Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ નિકોલસ નિકબી “અલબત્ત, કાંઈ ખોટું કામ કરવા માટેનો ન હોય, તો આટલા બધા આગ્રહનો માટે સામનો કરવો ન જોઈએ. કેમ કે, આ કામ કરવામાં મને મારા સ્વાભિમાન સિવાય બીજું કાંઈ જ આડે આવતું નથી. પરંતુ, હું અહીં કોઈને નથી ઓળખતો, અને કોઈ મને અહીં નથી ઓળખતું. એ સ્થિતિમાં મારે મારી જીદ પડતી જ મૂકવી જોઈએ. માત્ર મિસ સ્નેવેલીસીએ મને કેન્ટરબરીમાં જોયો છે કહે છે, એટલે તે મને ઓળખે છે, પણ એમનો તો વાંધો નહિ!” મિસ સ્નેવેલીસીએ પહેલાં ભૂલમાં ઓળખું છું કહેલું, તેનો આવો ઉલ્લેખ થયો, તેથી મીઠું હસી તે ચૂપ રહી. આમ, છેવટે નિકોલસ મિસ સ્નેવેલીસી સાથે ટિકિટ-વેચાણની યાત્રાએ નીકળ્યો, અને તેમાં તેણે દાખવેલી સમજદારી, તથા વાક-કુશળતાની પૅટ્રન-મંડળોમાં સારી અસર પડી. એને પરિણામે તેનો અભિનય અને તેણે લખેલો ખેલ જોવા ટિકિટો પણ સારા પ્રમાણમાં વેચાઈ. પરંતુ, ખેલ ખરેખર પડ્યો ત્યારે પ્રેક્ષકોનો જે ધસારો થયો, તે તો મિત્ર ક્રમલ્સની અતિશયોક્તિભરી ધારણાને પણ ટપી ગયો. પ્રેક્ષકોનો ધસારો જોઈ, પાર્ટ ભજવનાર નટ-નટી ઉપર પણ સારી અસર થઈ; અને નિકોલસે પૂરી સમજદારીથી દરેક જણની ખાસિયત પ્રમાણે દરેકને કામગીરી સેંપી હોઈ, તથા દરેકને પોતપોતાના અભિનય માટે તેણે યોગ્ય સૂચનાઓ આપી હોવાથી, બધાંનું કામ ખૂબ દીપી આવ્યું. મિસ સ્નેવેલીસીએ તો પોતાનો આખો પ્રાણ જ પોતાના અભિનયમાં રેડ્યો હતો. નિકોલસ અને મિસિસ ક્રમલ્સની જોડીએ પણ કમાલ કરી નાખી. તાળીઓના ગડગડાટ વચ્ચે જ્યારે ખેલ પૂરો થયો, ત્યારે પ્રેક્ષગણના સતત આગ્રહને લઈને મિસ સ્નેવેલીસીને તખ્તા ઉપર રજૂ કરવાની થઈ, તે વખતે નિકોલસ જ તેને દોરીને તખ્તા ઉપર લઈ આવ્યો. કારણ કે, સૌ નટ-નટીમાં સ્નેવેલીસીએ જ નિકોલસની મહેનતને સારી રીતે જેબ આપ્યો હતો. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૩૦ લગ્ન કે ગાળિયેા ૧ એક સવારે મિન્ટ ક્રમલ્સે નિકોલસને ખુશખબર સંભળાવ્યા કે, આપણા ‘લોહી-તરસ્યા' નાટક માટે એક જાણીતી નટી દફન-વિધિ વખતનો કરુણરસિક ભાગ ભજવવા આવી પહોંચે છે.” "6 વાહ, એમ ? તો તો બહુ સારું; એ ભાગ સારી રીતે ભજવાય, તો ખેલ બહુ સારો જાય, એ નક્કી છે. એ નટીના નામ સાથેની જાહેરાત પણ સારી શોભશે. ” 66 “ એટલા માટે જ તમને આ ખબર સૌથી પહેલા મે કહ્યા. તમે આ વખતે એવું સરસ પોસ્ટર તૈયાર કરો કે, ટિકિટ-બારીએ શિલિંગોના ઢગલા વળી જાય – મિસ પેટોકર, ‘ થિયેટર-રૉયલ ’વાળી ! ” - “અરે, એ બાનુને તો હું ઓળખું છું,” નિકોલસને મિ૦ અને મિસિસ ડૅન્વિઝના ઘરની પાર્ટી યાદ આવી; અને સાથે સાથે તરત પાણી-વેરાના ઉઘરાતદાર જાડા ઘરડા મિ∞ લિલીવીક યાદ આવ્યા. ૨ તે દિવસે સમી સાંજના એક ખેલમાં નિકોલસને મિસ પેટોકર સાથે જ ખેલમાં ઊતરવાનું પણ થયું. નિકોલસે જોયું કે, મિસ પેટોકરને પ્રેક્ષકો તરફથી મળતા ગરમાગરમ આવકારની આગેવાની એક છત્રીને વિશેષ આભારી હતી. એ છત્રી વારંવાર ઊંચી થતી અને ત્યાં આગળથી જ તાળીઓ તથા શાબાશીના શબ્દોની દરેક વખતે શરૂઆત થતી. ૧૬૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ નિકોલસ નિકલ્બી ઘેર ગયા પછી તે સ્માઇક સાથે વાળુ કરવા બેસવાનો જ હતો, તેવામાં કોઈ તેને મળવા આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું. અને ખરેખર જ્યારે તે માણસ અંદર આવ્યું, ત્યારે નિકોલસની નવાઈનો પાર ન રહ્યો. કારણ કે તે મિ∞ લિલીવીક પોતે હતા. તેમના હાથમાં સમીસાંજે તેણે પ્રેક્ષકોમાં ઊંચી થતી જોયેલી છત્રી પણ હતી ! મિ∞ લિલીવીકે આવીને નિકોલસ આગળ સાંજના ખેલની વાત જ ઉપાડી અને પૂછ્યું, “આજનો ખેલ કેવો હતો ? ” 66 તમે એ ખેલમાં હાજર હતા કે શું? તમે લંડનથી અહીં કયારે આવ્યા?” નિકોલસે સામું પૂછ્યું. લિલીવીકે એ પ્રશ્ન ટાળી ફરીથી પૂછ્યું, “મિસ પેટોકરનું કામ કેવું સરસ હતું? નર્યો રસ! ખૂબ સુ-રસ ! મેં પાણી-વેરો ઉઘરાવવા જતાં ઘણી સ્ત્રીઓ જોઈ છે—નટીઓ કે ગેર-નટીઓ; પણ આવી સુ-રસ સ્ત્રી કોઈ જોઈ નથી; નર્યું પ્રવાહી — ચકલી ખોલતાં જ વહી જાય — નર્યો ધધૂડો ! ” , નિકોલસ મહા પરાણે હસવું દબાવી તેમની ‘હા ’માં ‘હા મિલાવતો ગયો. પછી અચાનક મિ૦ લિલીવીક ગંભીર થઈ ગયા અને કાન પાસે આવી કંઈ ભારે અગત્યની ગુપ્ત વાત કહેવી હોય એમ બોલ્યા, << મારે એક ખાનગી વાત તમને કરવી છે.” સ્માઇક એ ઇશારો સમજી બહાર ચાલ્યો ગયો. 66 “વાંઢા માણસ જેવું ડહોળું પાણી કોઈ જ ન કહેવાય, કેમ મિૉન્સન?” “ એમ ?” 66 “અરે હા; હું આ દુનિયામાં સાઠ સાઠ વર્ષથી એ પાણી પીતો આવ્યો છું, એટલે મને ખબર હોય જ.” << ખરી .વાત; તમને ખબર હોવી જોઈએ ખરી. ” Page #209 -------------------------------------------------------------------------- ________________ લગ્ન કે ગાળિયો? ૧૬૭ - “હું અત્યાર સુધી પરણ્યો નહિ, તેનું કારણ ખર્ચ વધી જાય, એ જ હતું. બાકી મને પચાસ પચાસ સ્ત્રીઓ મળે તેમ હતી,” મિ૦ લિલીવીકે આંગળીઓના ટચાકા ફોડતાં કહ્યું. | નિકોલસે એ વાક્યનો એટલો જ અર્થ ઘટાવ્યો કે, એ પચાસમાંથી એકે પાસેથી પાઈ પણ ભાઈસાહેબને મળે એમ નહોતું! પણ આ મિસ પેટોકરની વાત જુદી છે, મિસ્ટર! એ તો સ્ત્રી-રત્ન છે–અરે રત્નોની ટાંકી છે!” “હું? રત્નોની ટાંકી ? તે શું માલદાર છે, સાહેબ?” અરે, એ પોતે જ “માલ”રૂપ હોય, તો પછી તેની પોતાની પાસે માલ ન હોય તો પણ ચાલે ને, મારા સાહેબ? આવી બુદ્ધિશાળી બાઈ પોતે જ ટંકશાળ જેવી ગણાય, મારા મહેરબાન! હાઉસે ફૂલ! રોજની ટંકશાળ, મહેરબાન ! અને તેથી હું પોતે – ” “તેમને મિસિસ લિલીવીક બનાવવા માગો છો, કેમ?” “ના, ના, મહેરબાન; મિસિસ બનાવીને શું પછી ધૂળ ફાકવી છે? નટીને તો તેનું કુમારિકાનું નામ જ કાયમ રહે. હું તો માત્ર તેને પરમ દિવસે પરણવા માગું છું.” “તમને અભિનંદન આપું છું, સાહેબ!” “ધન્યવાદ, ધન્યવાદ! એનો પગાર હું જ લઈ લેવાનો; અને એક જણના ખાધાખર્ચમાં બે જણ તો નથી જ જાય ને!” “એટલે કે, આ લગ્નથી ખર્ચ વધવાનો જરાય સંભવ નથી; માત્ર આવક વધવાનો જ સંભવ છે, કેમ?” “તેથી તો હું તેને રત્નની ટાંકી કહું છું, મારા સાહેબ,” મિત્ર લિલીવીક હાથ સાથળ સાથે ઘસીને આનંદ વ્યક્ત કરતાં બોલ્યા. પણ સાહેબ, લગ્ન જ કરવાનું છે, તો પછી તમે લોકો લંડન છોડી, અહીં ક્યાંથી દોડી આવ્યાં?” વાત એમ છે કે, અમારે કુટુંબથી એ વાત છપાવવી જોઈએ ને!” Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ નિકોલસ નિકલ્ટી “કુટુંબથી? કુટુંબ વળી કયું?” “અરે, પેલાં કૅન્વિઝ લોકો! મારો લગ્ન કરવાનો વિચાર સાંભળીને મારી ભત્રીજી અને તેનાં ચેલકાં તો બેભાન થઈ થઈને મારા પગે જ વીંટળાઈ વળે અને મને ઘરની બહાર જ નીકળવા ન દે! અને નીકળવા દે, તો ગાંડાનું પ્રમાણપત્ર મેળવીને મને ગાંડાની ઇસ્પિતાલે લઈ જવા માટે જ, સમજ્યા?” લગ્નવિધિ બહુ ઝડપથી પતી ગયો. બંને જણે જઈને રજિસ્ટરમાં સહીઓ કરી દીધી. પણ મિસ પેટોકરે ચાર ચાર સખીઓ ટેકા રૂપે સાથે રાખી હતી, તથા જીવનમાં આ ગંભીર પગલું ભરતી વેળા તેનું હૃદય કેવું ભાગી પડે છે, તેનું નાટક કરવામાં તેણે ઠીક ઠીક સમય બગાડ્યો. મિ૦ લિલીવીકે લગ્ન પછીના જમણમાં આખી કંપની હાજર રહેવાની હતી એ જાણી, ભારે નિસાસા સાથે એ જમણ કાપી નાખી, તેની જગાએ નાસ્તો જ ગોઠવી દીધો. બધાં ટેબલે ભચડાઈને બેઠાં, એટલે મિત્ર ફોલેરે કહ્યું, “આ તો માળું બહુ જલદી પતી ગયું.” “શું જલદી પતી ગયું?” આ ગાળિયો નાખવાનું સ્તો!” “એટલે તમે શું કહેવા માગો છો, મિસ્ટર?” મિ0 લિલીવીકે જરા તપી જઈને પૂછયું. “આ તો ફાંસીનો ગાળિયો નાખવા જેટલી વાર પણ ન થઈ, હા-હા-હા-હા !” મિસ્ટર ફોલર હસીને બોલ્યા. ફાંસીનો ગાળિયો? અત્યારે લગ્ન પછીના આ મહાભોજન વખતે એ શબ્દ તમને કેવી રીતે શા માટે યાદ આવ્યો, સાહેબ?” અરે, મહેરબાન, આ ભોજન જેમ મહા-ભોજન પણ નથી, તેમ મેં કહેલો ગાળિયો ફાંસીનો પણ નથી; માત્ર લગ્નનો ગાળિયો જ મેં તો કહ્યો છે.” Page #211 -------------------------------------------------------------------------- ________________ લગ્ન કે ગાળિયો? ૧૬૯ મિ૦ ક્રમલ્સે હવે ફોલેરને ડાર્યો. તે બિચારો બોલી ઊઠયો, “મે એવું તે શું કહી નાખ્યું છે?” ‘શું કહી નાખ્યું ? મહેરબાન, તમે આખા સમાજના માળખા ઉપર ઘા કર્યો છે, સમજ્યા?” મિ∞ લિલીવીક બોલી ઊઠયા. “અને નાજુકમાં નાજુક સુંવાળી લાગણીઓ ઉપર પણ,” મિ ક્રમલ્સે ઉમેર્યું. “અને ઊંચામાં ઊંચા અને માનવંતમાં માનવંત જોડાણ ઉપર પણ. ગાળિયો! લગ્નજીવનમાં જોડાવું એ તે કંઈ જાણે કોઈની ટાંગ પકડી ફાંસામાં ફાંદવા જેવું છે, શું? એમાં તો પોતે પોતા થકી ચાલીને કરેલું મહા-પ્રસ્થાન છે, સમજ્યા?” “નહિ નહિ, સાહેબ, તમને કોઈએ પગ પકડીને ફાંઘા છે, એમ કહેવાનો મારો ઇરાદો જરા પણ ન હતો; અને મારા કહેવાનો અર્થ એ રીતે લઈ શકાય, તે જાણી હું દિલગીર છું, ” ફોલેર બોલી ઊઠયો. 66 ‘તમારું દિલગીર થવું જ જોઈએ; અને કરવા જેવી લાગણી રહેલી છે, એ જાણી મને મિન્ટ લિલીવીક સામેથી બોલી ઊઠયા. તમારામાં એ કબૂલ સંતોષ થયો છે,” Page #212 -------------------------------------------------------------------------- ________________ ૩૧ કરીઓના શિકારીઓ બપોરના ત્રણ વાગ્યા હતા, પણ તવંગર ભાગ્યશાળી સહસ્થોની “સવાર' હજુ હવે થતી હતી. સર મલબેરી હૉક અને લૉર્ડ ફ્રેડરિક બૅરિસૉફટ પાછલી રાતની કામગીરી, જેવી કે ખાન-પાન, રમત-ગમત, અને ભાંગફોડનો થાક,- તેમાંથી હવે જાગ્રત થતા હતા. ટેબલ ઉપર સવારના નાસ્તાની ચીજો આવીને પડેલી હતી, પણ હજુ બંનેમાંથી કોઈની તે તરફ પ્રવૃત્તિ થઈ ન હતી. લૉર્ડ બૅરિસૉફટે, મહા પરાણે જરા બેસવાના આસને ગોઠવાવા પ્રયત્ન કરી, મિત્ર મલબેરીને ઘેનભર્યા અવાજે પૂછયું – “હ-એ-એ, શી આફત છે! આપણે આ-આ આખો દિવસ આમ જ પડી રહેવું છે કે શું?” બીજું શું કરવાને લાયક આપણે રહ્યા છીએ, તે પણ સમજાવું જોઈએ ને! મારામાં તો જિંદગીનો એક દાણો પણ બાકી રહ્યો હોય એમ લાગતું નથી.” “જિંદગી! મને પણ એકદમ મરી જવા જેવું સહેલું અને સગવડભર્યું બીજું કાંઈ જ દેખાતું નથી.” તો પછી, મહેરબાન, આપ સિધાવી જ જાઓ ને! પડી શું કામ રહ્યા છો? મારે તો હજુ અહીં કામ છે. જ્યાં સુધી મિસ નિકલ્ટી જેવી સુંદરીઓ આ પૃથ્વી ઉપર વિદ્યમાન છે, ત્યાં સુધી મરવાની ઉતાવળ મને નથી.” ૧૭૦ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ છોકરીઓના શિકારીઓ * “હા-હા, પેલા વ્યાજખાઉ નિકલ્હીની છોકરી, કેમ? પણ તમે મને કેટલાય દિવસથી એને ખોળી આપવાનું વચન આપ્યું છે, પણ સરકાર “પાણી' કહે ત્યાં “કાદવ” પણ હોય ત્યારે ને?” હા, મેં વચન આપ્યું હતું, પણ તમને તો મારા ઉપર જ વહેમ છે કે, હું પોતે જ તેને બોટી લેવા તાકું છું એટલે હવે મેં તો એ બાબતમાંથી હાથ જ કાઢી લીધા છે. હવે તમારી વાત તમે જાણો ને તે જાણે !” અરે ભાઈ, કાનપટ્ટી પકડી! હવે કેટલી વખત તારે એ વાત મારે મોંએ કહેવરાવવી છે? હવે તો એનું ઠામઠેકાણું તું જાણી લાવ, અને ફરી તેને ભેગી કરી આપ એટલે બસ!” પણ એ છોકરીનું ઠેકાણું જાણી લાવવા માટે મારી આટલી બધી પળથી કરવાની શી જરૂર છે? રાલ્ફને જ સીધું કહી દો ને કે, ‘એ છોકરી ક્યાં રહે છે અને કોની સાથે રહે છે, તે સીધેસીધું કહી દે; નહિ તો તારી સાથે આજથી લેવડ-દેવડનો વ્યવહાર બસ બંધ!” એ વ્યાજખાઉએ તમારે માટે– તમને તેના ફાંદામાં ફાંદવા માટે તો તે દિવસે એ છોકરીને હાજર રાખી હતી. એટલે તમે તેને આમ કહેશો તેથી એ પાજીને કશું ખોટું લાગવાનું નથી.” ખરી વાત? મારે માટે જ? અરે યાર, તો તો પછી અત્યાર સુધી હું તેને માટે ખોટો જ તડપ્યા કરતો હતો! રાલ્ફને પૂછવું એમાં શી મોટી વાત ! એ તો મારું જ કામ!” મલબેરી હવે જુદા જ ઘાટમાં વળી ગયો હતો. તેને હવે કેટને હાથ કરવી હતી, પણ તે તેની માઠી વલે કરવા માટે. કેટ જેવી નિર્દોષ મુગ્ધા કુમારિકાને ભોળવવાનું આકર્ષણ તેને પણ શરૂ શરૂમાં હતું જ; પરંતુ તેને પહેલે પ્રયત્ન જ ખાતરી થઈ ગઈ કે, એ કામ મુશ્કેલ છે. છતાં, જ્યારથી તેને ખાતરી થઈ ગઈ કે, રાલ્ફ બૅરિસૉફટને પોતાના હાથમાં લેવા માટે જ એ છોકરીનો ઉપયોગ કર્યો હતો, ત્યારથી તો એ છોકરીને પોતાના હાથમાં લેવાનું તેને માટે Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ નિકોલસ નિકબી આવશ્યક બની ગયું હતું. એટલે એ છોકરીનું ઠામઠેકાણું મેળવવા તેણે પોતે ઓછા ધમપછાડા માર્યા નહોતા. પણ તેનો પત્તો ખાધો ન હતો. તેથી હવે સીધું રાલ્ફને જ એ પૂછવા માટે તેણે બૅરિસૉફટને તૈયાર કરવાની બાજી ગોઠવી. બંને મિત્રો થોડી વારમાં રાહુને ત્યાં સાથે જ ઊપડ્યા. ત્યાં પહોંચ્યા બાદ, થોડી સામાન્ય વાતચીત પછી, વૅરિસૉફટે રાલ્ફને ખાનગીમાં કંઈક વાત કરવા ઇચ્છા દર્શાવી. મલબેરી જાણે નામરજીથી જતો હોય તેવો દેખાવ કરી, બાજુના ઓરડામાં ચાલ્યો ગયો. બૅરિસૉફટે રાલ્ફને તેની ભત્રીજીનું સરનામું સીધેસીધું જ પૂછયું. રાફને એ જ જોઈતું હતું. પણ તેને મલબેરી પણ આમાં ભળ્યો હોવાની ગંધ આવી. એટલે મલબેરીને એ સરનામું ન કહેવાની શરતે તેને બતાવવાની રાલ્ફ તૈયારી બતાવી. મલબેરી કરતાં પોતાની સજજનતામાં રાલ્ફ મૂકેલા વિશ્વાસથી રાજી થઈ લૉર્ડ બૅરિસૉટે રાહુનો હાથ દબાવ્યો તથા મલબેરી હતો તે ઓરડા તરફ આંખ મિચકારીને જણાવ્યું કે, કેટની બાબતમાં મલબેરીની દાનત વિષે પોતાને પણ પૂરી શંકા જ છે. પણ બનવાકાળ નામની ચીજ પણ કેવી અવળચંડી હોય છે! રાફ પેલા બે નામદારોને વળાવવા બારણા સુધી આવ્યો, તે જ ઘડીએ ન્યુમૅન નૉ જાહેરાત કરી કે, મિસિસ નિકલ્બી આવ્યાં છે. આથી મલબેરી અને વૅરિસૉફ્ટ તરત જ પાછા ફર્યા, અને મલબેરીએ યુક્તિ કરી : રાલ્ફ ગમે તેટલા ધમપછાડા કર્યા છતાં, મલબેરી મિસિસ નિકલ્બી પાસે સહેજ થોભી ગયો અને તેમનું સરનામું જાણી લેવાના સ્પષ્ટ ઇરાદા સાથે તેણે રાફ ભણી જોઈને વાત ઉપાડી – “રાલ્ફ, આ બાનુ પેલાં મિસ નિકલ્ટીનાં – ના, ના, મોટું, અંગો બધું સરખું જ છેપરંતુ આમની ઉંમર એટલી બધી નથી લાગતી કે જેથી કહી શકાય કે તે મિસ નિકલ્ટીનાં ” Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ છોકરીઓના શિકારીઓ “દિયરજી, તમે આ સહસ્થને કહી શકો છો કે, કેટ નિકલ્બી મારી પુત્રી જ છે,” મિસિસ નિકલ્બી ફુલાઈ જઈને તરત બોલી ઊઠયાં. “આમનાં સુપુત્રી, “માઈ લૉર્ડ!” આ માનનીય બાનુનાં સુપુત્રી !” મલબેરી પોતાના લૉર્ડ મિત્ર તરફ જોઈને જાણે અતિ હર્ષિત થઈ ગયો હોય એમ બરાડવા લાગ્યો. “હું? તે “નામવર લૉર્ડ' છે, એની મને ખબર જ ન હતી.” મિસિસ નિકલ્બી એક લૉર્ડ અને તેનો મિત્ર પોતાની અને પોતાની પુત્રીની ઓળખ માટે આટલા આતુર છે, એ જોઈ રાજી થઈ જઈને બોલ્યાં. મારા લૉર્ડ, આ બાનુએ કૃપા કરીને સ્વીકારેલી લગ્નજીવનની જવાબદારીનું જ સુફળ ત્યારે આપણને જોવા મળ્યું હતું. આ બાજુ મધુર મિસ નિકલ્બીનાં માતુશ્રી થાય; નામવર, એ ન હોત તો મિસ નિકલ્બી પણ ન હોત !” મિસિસ નિકલ્દી આ મોટી બીના આવા મોટા લોકો એકદમ સમજી શક્યા તેથી ખૂબ પ્રભાવિત થઈ ગયાં. લૉર્ડ ફ્રેડરિકે હવે તેમને પૂછયું, “મિસ નિલ્બી સાજાસમાં તથા મજામાં છે ને?” તદ્દન મજામાં છે, નામવર! એની ખબર પૂછવા બદલ આપનો ઘણો ઘણો આભાર માનું છું. અહીં એ જમવા આવી હતી ત્યાર બાદ કેટલાક દિવસ સુધી તે બીમાર પડી ગઈ હતી – કદાચ ભાડાની ઘોડાગાડીમાં બેસીને ઘેર આવી તેથી જ શરદી થઈ આવી હશે. મારા લૉર્ડ, ભાડાની ઘોડાગાડીઓ જેવી ભૂંડી ચીજ કોઈ નથી. તેમના બધા હાંકેતુઓને તો દેશનિકાલ જ કરવા જોઈએ. માઈ લૉર્ડ, કેટ જે ઘોડાગાડીમાં બેસીને આવી હતી, તેનો કાચ જ ફૂટેલો હતો. હું અમારી પોતાની ઘોડાગાડીમાં બેસીને કેટલેય દૂર સુધી જતી, છતાં કદી મને શરદી થઈ નથી. આવી ભાડાની ઘોડાગાડીઓમાં બેસવું, તેના કરતાં તો ચાલી નાખવું જ હું વધુ પસંદ કરું...” Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ નિકોલસ નિકબી મિસિસ નિકલ્બી આમ ને આમ હજુ આગળ હાંકયે રાખત. પણ રાલ્ફ તેમની વાત વચ્ચેથી જ કાપી નાંખવાને પૂછયું, “હું, આ તમારા હાથમાં જે પરબીડિયું છે, તે મારે માટે છે કે શું?” હા, હા, દિયરજી; તમને આપવા માટે જ હું આટલે દૂરથી ચાલતી આવી છું પણ આવ્યા પછી, આ માનવંત સંગૃહસ્થોની સાથે વાતચીત કરવાના મોંઘેરા લહાવામાં –” અરે, તમે વાછતાં આવ્યાં? અહીંથી તમારું ઘર કેટલુંક દૂર થાય?” મલબેરીએ તક ઝડપી લઈને પોતાની વાત વચ્ચે કાઢી. કેટલું દૂર થાય? જુઓને, અમારા ઘરથી ઓલ્ડ બેઇલી એક માઈલ થાય.” ના, ના, એક માઈલ તો ન જ થાય,” મલબેરીએ જાણે તેના ઘરનું ઠેકાણું જાણતો હોય તેમ તોપ મારી. વાહ, કેમ ન થાય? ઓલ્ડ બેઈલીથી ન્યૂગેટ સ્ટ્રીટ, પછી આખું ચીપસાઈડ થઈને લોમ્બાર્ડ સ્ટ્રીટ, અને ત્યાંથી ગ્રેસ ચર્ચ સ્ટ્રીટ થઈને પાછા થેમ્સ સ્ટ્રીટનો પાર સ્પિગવિહિન-વાર્ફ સુધી જઈએ, એટલે, બોલો, માઈલ થાય કે નહિ?” હવે મને લાગે છે કે, માઈલ થાય જ, પણ પાછા ફરતાં તમે પાછાં એટલે દૂર ચાલીને જ જવા માગો છો?” નારે! ઑમ્ની બસમાં બેસી જઈશ.” “બરોબર! અંધારું થતાં પહેલાં તમારે ઘેર પહોંચી જવું જોઈએ.” રાલફે ઉતાવળ કરાવવા માંડી. લૉર્ડ ફ્રેડરિક,” મલબેરીએ કહ્યું, “મિસિસ નિકલ્બી જાય છે તે બાજુ જ આપણે પણ જવાનું છે; તો ઑમ્નીબસના સ્ટેન્ડ વચ્ચે તેમને ઉતારી દઈશું?” “જરૂર, જરૂ-ઉ-ઉ-૨!” “હું ! એમાં તે હોય?” મિસિસ નિકલ્બી વિવેકભેર આનાકાની કરવા લાગી. Page #217 -------------------------------------------------------------------------- ________________ અગ્નિપરીક્ષા ૧૭૫ આ રંગમાં રાફ વચ્ચે કશું બોલી ભંગ પાડે તે પહેલાં તો છોકરીઓના પેલા બે શિકારીઓએ ઝટપટ તે ભલી બાનુનો એકેક હાથ પોતાની બગલોમાં પરોવી લીધો અને તેને લઈને ઝટપટ દાદરેથી ઊતરી પોતાની સુંદર ગાડીમાં બેસાડી દીધી. મિસિસ નિકલ્દી પોતાની દીકરી માટે હવે બે પતિઓ અને બે મિલકતો જીતી લાવ્યાં હોય, અને હવે તે બેમાંથી જેને પસંદ કરવું હોય તેને કેટ પસંદ કરી લે, એ અદાથી આખે રસ્તે વાતો કરવા લાગ્યાં. અને છેવટે જ્યારે તે ઊતર્યા ત્યારે તેમણે પોતે તો કેટને માટે સર મલબેરીને પસંદ કરી જ લીધા હતા!. ૩૨ અગ્નિપરીક્ષા મિસિસ નિકલ્ટીને લઈને મલબેરી તથા વૅરિસોટ રવાના થયા કે તરત રાલ્ફ પોતાના કમરામાં ભારે વિચારમાં પડી જઈ આંટા મારવા લાગ્યો. લૉર્ડ બૅરિસૉટ સાથેનો સંબંધ વધારવામાં તેને કલ્પનાતીત લાભ દેખાતો હતો. તે દ્વારા અત્યાર સુધીમાં જ બે હજાર પાઉંડ નફો તો તેણે છડી કાઢયો હતો. એટલે એ માણસને હાથ ઉપર રાખવો જોઈએ! અને કેટને આગળ ધરીએ, તો એ બબૂચક પૂરેપૂરો હાથમાં આવી જાય, એ પણ નક્કી ! પરંતુ અચાનક તેને કેટનું મોં યાદ આવ્યું, અને તે ભલી ભોળી છોકરીને આ વરુઓના પંજામાં ધરવામાં કંઈક ખોટું થાય છે, એવો વિચાર ઘડીભર તેને આવી ગયો. પરંતુ મિસિસ નિકલ્બીનું મોં અને વાતો યાદ આવતાં મનમાં તે બોલી ઊઠ્યો, “તેની સગી મા પણ જે પોતાના લાભ ખાતર છોકરીને હાથે કરીને હોમવા બેઠી છે, તો પછી મારે શું? પોતે જાતે જ ઘરનું ઠેકાણું તે શા માટે આપી બેઠી ! હવે એ છોકરીનું Page #218 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકબી નસીબ એ જાણે! જો ખરેખર પાણીદાર હશે, તો થોડી ઘણી પજવણી વેઠીને હેમખેમ બહાર નીકળી આવશે; નહિ તો જાય જહન્નમમાં!” મલબેરી હવે પગ નીચેથી ધરતી ખસવા દે તેવો ન હતો. તેણે તરત જ પોતાના ગઠિયાઓ પાઇક અને પ્લકને મિસિસ નિકલ્બીને પલાળવા માટે મોકલી આપ્યા. અને તવંગરોનું વિદૂષકપણું અને ભાટપણે જ કરીને જીવનારા તે લોકોએ પોતાનું કામ યથાયોગ્ય બનાવ્યું. અતિશયોક્તિભર્યા કેટનાં વખાણ કરીને, અને તેથી વધુ મિસિસ નિકલ્ટીની સુંદરતાનાં વખાણ કરીને, તથા સર મલબેરીની પ્રતિષ્ઠા-મોભો-મિલકત વગેરેનું ભભકદાર વર્ણન કરીને, એ બાનુને છેવટે તેમણે રાતના થિયેટરમાં ખેલ જોવા પધારવા નિમંત્રણ આપ્યું. મિસિસ નિકલ્બીને પતિના શોકને કારણે એ નિમંત્રણ ગમતું ન હતું. પરંતુ રાલ્ફ નિકલ્વીએ પણ કહેવરાવ્યું છે, એમ પેલાઓએ કહી નાખ્યું, એટલે છેવટે તે કબૂલ થઈ. વળી કેટને માટે “લેડી મલબેરી” નામ પડે એ તેના મગજમાં એટલું જોરથી ભમ્યા કરતું હતું કે, પોતાની પુત્રીનું ‘હિત’ આગળ ધપાવવા માટે પણ તેને તેમ કરવું આવશ્યક લાગ્યું. પણ મલબેરીનું નસીબ વધુ જોર કરતું હતું. જે થિયેટરની બૉકસમાં મિસિસ નિકલ્બી સાથે પોતે, લૉર્ડ બૅરિસૉફ્ટ અને પ્લેકપાઈક બેઠા હતા, તેની પાસેની જ બૉકસમાં મિસિસ વિટીટ્ટર્લી અને તેનો પતિ ખેલ જોવા આવ્યાં હતાં, અને કેટ પણ મિસિસ વિટીટ્ટર્લીની સોબતણ તરીકે હાજર હતી. પાઇક અને સ્કુક તરત જ કામે લાગી ગયા; અને મિસિસ વિટીકૃલને તો આ ‘સર’ અને ‘લૉર્ડ” જેવાનું ઓળખાણ મળે એના જેવો બીજો કોઈ પરમ લાભ જ દેખાય નહિ; એટલે ખેલ દરમ્યાન એ બે બૉકસ વચ્ચે અવરજવર વધી ગઈ, અને “ઇન્ટર્નલ' પૂરું Page #219 -------------------------------------------------------------------------- ________________ અગ્નિપરીક્ષા ૧૭૭ થતાં પોતપોતાની બૉક્સમાં જવાનું થયું, ત્યારે પાઇક અને પ્લકે મિસિસ વિટીટ્ટર્લીને વાતમાં જકડી રાખી તે દરમ્યાન, મલબેરી અને વેરિસોટ અજાણમાં જ થઈ ગયું હોય તેમ, કેટને બહાર ધકેલી લાવ્યા અને પોતાની બૉકસમાં લઈ આવ્યા. માતાએ કેટને વહાલથી બાથમાં લીધી, અને આ બે માનનીય સગૃહસ્થો કેવા ખાનદાન સ્વભાવના છે, તેની વાતો કરવા માંડી. ખેલ પૂરો થયે, મિ. વિટટ્ટર્લીએ તો પોતાની ‘ગુણજ્ઞ’ પત્ની તરફથી આ બંને ઉમરાવોને પોતાના ગરીબખાનામાં પધારવા ખાસ ખાસ વિનંતી કરી, જે તેઓએ ઘણી ઘણી ખુશીથી સ્વીકારી. પછી તો એ લોકોનો વિટીટ્ટર્લીને ત્યાં નિયમિત હુમલો જ શરૂ થયો. મિ. વિટીટ્ટર્લી તો પોતાની પત્ની પાસે આવા ઉમરાવ વર્ગના લોકો આવે જાય, તે માટે મરી ફીટવા તૈયાર હતો; અને મિસિસ વિટીટ્ટર્લી કેટ આગળ પોતાના આ બધા વધેલા ઉચ્ચ સંબંધોથી ફૂલીને ફાળકો થવા લાગી. પેલાઓની યોજના એવી હતી કે, શરૂઆતમાં બધા મિસિસ વિટીકૃલને જરા આસમાને ચડાવે; પણ પછી પાઈક અને પ્લેક જ તેને બીજી બીજી વાતોમાં રોકી રાખે, તે દરમ્યાન મલબેરી અને રિસૉટ કેટની જ આસપાસ જામી જાય. જુદે જુદે ઠેકાણે સહેલગાહોએ અને મિજબાનીઓએ પણ વિટીટ્ટર્લી-દંપતી સાથે કેટને આમંત્રી, તેઓ આ પ્રકારની યુક્તિ લડાવવા લાગ્યા. પંદર દિવસમાં તો તેઓએ આખર કરી નાખી. પરંતુ મિસિસ વિટીટ્ટર્લી છેક આંધળી ન હતી. તે ધીમે ધીમે જોઈ ગઈ કે, પોતાના કરતાં મિસ નિકલ્ટીનું જ આકર્ષણ પેલા લોકોને વધારે છે અને ખાસ કરીને સર મલબેરીને અને લૉર્ડ બૅરિસૉફૂટને. એટલે આપોઆપ કેટ તેને આંખના કણાની પેઠે ખેંચવા માંડી. પરિણામે, Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ નિકોલસ નિકબી એક બાજુ કેટને જેમ પેલા બે શરીફ બદમાશોની હલકટ છેડતીનો ત્રાસ વધતો ગયો, તેમ બીજી બાજુથી મિસિસ વિટીટ્ટર્લીના ડામ અને ચાબખા પણ માઝા મૂકવા લાગ્યા. અને એક વાર મિસિસ વિટીટ્ટર્વી છંછેડાય એટલે અભિજાતપણાનો બધો ઢોંગ છોડી દઈ, ઝેરી સાપણની જેમ જ ડંખ દેવા લાગે! અને એ ડંખ દેવાનો એક પ્રકાર ‘ઉશ્કેરાટ' દાખવી, બેભાન બનવાનો ખેલ પાડવાનો તો હોય જ. આથી કરીને મિ. વિટીટ્ટર્લી પણ કેટની સોબતમાં પોતાની ‘ગુણજ્ઞ’ પત્નીની તબિયત બાબત રહેલા જોખમ અંગે તરત સાવધાન થઈ ગયા. કેટે હારીને છેવટે કાકા રાલ્ફ નિકલ્બીની મુલાકાત લીધી અને તેને સીધું મોં ઉપર જ સંભળાવી દીધું કે, તેમણે પોતાના સ્વાર્થ ખાતર, પોતાની સગી ભત્રીજીને આ નરાધમોના પંજામાં સોંપી દીધી છે. રાલ્ફ પ્રથમ તો તેની વાતને હસી કાઢી અને જણાવ્યું કે, બીજી છોકરીઓ તો આવા માલદાર પ્રશંસકો મેળવીને પોતાની જાતને ભાગ્યશાળી બનેલી માને. કેટે ઉશ્કેરાઈ જઈને હવે કહ્યું કે, “તે બદમાશો તમારા મિત્રો હશે કે નહિ હોય; પણ હવે તે લોકોનું માં હું જોવાની નથી; અને એ કારણે, તમારી આપેલી નોકરી માટે ખોવી પડશે, હાથપગે થઈ જવું પડશે કે મહેનત-મજૂરીનું કામ કરીને જીવવું પડશે, તો પણ મને વાંધો નથી.” એમ કહીને તે ચાલતી થઈ. રાલ્ફ કેટને જતી જોઈ રહ્યો. તેને તરત જ વિચાર આવ્યો કે, “આ છોકરી પણ મારા ભાઈ જેવું જ તીખું મરિયું છે!” દરમ્યાન, પાસેના ઓરડામાં ન્યૂમેન નૉગ્ન બાંયો ચડાવી, ઊંચો કૂદી કૂદી, હવામાં કોઈના મોં ઉપર જાણે જોરથી ઘા કરતો હતો – કદાચ રાલ્ફને જ કલ્પીને ! Page #221 -------------------------------------------------------------------------- ________________ ૩૩ નિકોલસની ચિંતા ૧ પોમાથમાં મિ. ક્રમલ્સને એટલી બધી સફળતા મળી કે, તેમણે પોતાની નાટકકંપનીનો પડાવ ત્યાંને માટે નિયત કરેલા સમય કરતાં પંદર દિવસ વધુ લંબાવ્યો. નિકોલસે અત્યાર સુધીમાં જુદાં જુદાં પાત્રોનો અભિનય કરીને એવી સફળતા પ્રાપ્ત કરી હતી કે, તેને માટે એક ‘બેનિફિટ ’ નાઈટ પણ જાહેર કરવામાં આવી, અને તેને તેમાંથી વીસ પાઉંડ જેટલો હિસ્સો મળ્યો. તરત નિકોલસે જૉન બ્રાઉડી પાસેથી ઊછીની લીધેલી એક પાઉંડની રકમ પરત મોકલાવી અને સાથે આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરતો પત્ર લખ્યો. દશ પાઉંડની રકમ તેણે ન્યૂમૅન નૉગ્સને મોકલી આપી તથા જણાવ્યું કે, તે રકમ તેણે કેટને ખાનગીમાં આપી દેવી. પોતે શો ધંધો કરે છે, એ વિષે તેણે કશા સમાચાર ન્યૂમૅનને લખ્યા નહિ, પણ ‘ૉન્સન', C/o પોર્ટસ્મથની પોસ્ટ ઑફિસ, એવા સરનામે પત્ર લખવાથી પોતાને મળશે, એવું જણાવી રાખ્યું. ઉપરાંત, પોતાના અત્યારના સ્થાનની ખબર બીજા કોઈને ન આપવાનું ભારપૂર્વક તેને જણાવી, પોતાનાં મા-બહેનના સાચા સમાચાર લખવા ખાસ આગ્રહ કર્યો. એ કાગળ લખતી વખતે નિકોલસન માં ચિંતાના જુદા જુદા ભાવોથી ઘેરાયેલું જોઈ, સ્માઇકે તેને પૂછ્યું, “તમે કશીક ચિંતામાં પડી ગયા છો ખરું, મોટાભાઈ?” ૧૭૯ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ નિકોલસ નિકલ્ટી “ના રે ના! ચિંતા શાની? પણ મને મારી બહેનનો જરાક વિચાર આવ્યો હતો. તે બિચારી એટલી ભલી છે અને એટલી પ્રેમાળ છે કે, તે નજર આગળથી છૂટી છે, તેથી ચિંતા રહે જ.” “તમારી બહેન?” “હા-હા.” “તે પણ તમારા જેવાં જ છે?” “લોકો તો એવું કહે છે!” નિકોલસે હસીને જણાવ્યું; “માત્ર મારા કરતાં વધુ સુંદર છે, એટલે મારે કબૂલ કરી દેવું જોઈએ.” તો તો તે ખૂબ જ સુંદર હોવાં જોઈએ,” સ્માઈક પોતાના બંને પંજા એકબીજામાં જોરથી ભિડાવીને બોલ્યો. ભાઈ, તને ઓળખતો ન હોય તેવો માણસ તો એવું જ ધારે કે, તું કોઈ મીઠાબોલો રાજદરબારી માણસ છે.” રાજદરબારી એટલે શું? મને એનો અર્થ ખબર નથી. પણ, પણ તમારાં બહેનને કદી હું જોવા પામીશ?” જરૂર, જરૂર; આપણે થોડું ઘણું કમાઈશું એટલે આપણે સૌ ભેગાં જ રહીશું જાણ.” “પણ મોટાંભાઈ, તમે તો મારા ઉપર આટલી બધી મમતા રાખો છો, પણ તમારી ઉપર મમતા રાખનારું તમારી પાસે કોઈ કેમ નથી?” એ બહુ લાંબી વાત છે, અત્યારે તને કહીશ તો પણ સમજાશે નહિ. મારો એક દુશ્મન છે. “દુશ્મન” એટલે શું તે સમજે છે?” “હા, હા.” “તો મારો એક દુશ્મન બહુ તાલેવંત છે. તથા તેને તારા દુશ્મન સ્કવીયર્સની પેઠે સહેલાઈથી સજા કરી શકાય તેમ નથી. તે મારો કાકો થાય છે, પણ તે બદમાશ છે.” “એનું નામ શું? “રા, રાફ નિકલ્બી.” Page #223 -------------------------------------------------------------------------- ________________ નિકોલસની ચિંતાઓ ૧૮૧ ' “રાલ્ફ નિકલ્ટી? ઠીક; હું તે નામ ગોખી રાખીશ,” એમ કહી સ્માઇકે એક બાજુ બેસી, વીસેક વખત એ નામ ગોખ્યું હશે, છે તેવામાં મિ. ફોલેરે આવી બારણું થપથપાવ્યું. મિ. ફોલેરે અંદર આવીને નાટકીય અદાથી મિ. લેન્વિલે આખરીનામું લખી મોકલેલી ચિઠ્ઠી નિકોલસને આપી. તેનો સાર એ હતો કે, જોન્સને (નિકોલસે) આવી, કંપનીના બધા સારા સારા પાર્ટ બોટી લીધા છે, એટલે તેમને (મિ) લેન્વિલને) એક પણ સારો પાર્ટ ભજવવા મળતો નથી; એથી તેમને જે આર્થિક અને આધ્યાત્મિક હાનિ ઉઠાવવી પડે છે, તે ભરપાઈ કરવા માટે, તેમણે નક્કી કર્યું છે કે, સૌ મંડળીની સમક્ષ તે આવતી કાલે સવારે જોન્સનનું નાક પકડીને મરડશે. મિ. લેન્થિલે પોતાના બે ત્રણ મિત્રોને એ પ્રક્રિયા જોવા માટે હાજર રહેવા નિમંત્રણ આપ્યું છે, એટલે જોન્સને આવતી કાલે સવારે થિયેટરમાં અચૂક હાજર રહેવું. નિકોલસે એ વાંચી મનમાં હસીને ફોલરને પૂછયું – “તમને આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે, તેની ખબર છે?” હા,” મિ. ફોલેરે ઊંચે છત તરફ જોઈને જવાબ આપ્યો. “એ ચિઠ્ઠી લઈને અહીં આવવાની તમારી હિંમત શી રીતે ચાલી? કદાચ દાદરેથી ગબડવું પડશે, એવી બીક તમને ન લાગી?” ફોલેરે એવી જ અડગતાથી જવાબ આપ્યો, “હરગિજ નહિ.” “તો જુઓ, આ તમારો ટોપો દાદર નીચે ચાલ્યો, તેની પાછળ પાછળ તમે પણ હમણાં ને હમણાં જ બે પગે ચાલતા થાઓ; નહિ તો થોડી વાર બાદ ચાર પગે નીચે જવું પડશે, સમજ્યા?” એમ કહી નિકોલસે ફોલેરના ઊંચા ટોપાને એવો લાફો લગાવ્યો કે તે ઊડી, દાદરે થઈ, ભૂંડી હાલતમાં નીચે પડયો. - “અરે જોન્સન, એક સગૃહસ્થના પોશાક સાથે તમે આવી છૂટ ન લઈ શકો, એ જાણો છો?” Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ નિકોલસ નિકબી “અરે, તમે સીધા એ ટોપા પાછળ પાછળ ચાલ્યા જાઓ, નહિ તો તમારા શરીરને પણ તેવી જ રીતે તેની કેડે ગબડવું પડશે, જે કદાચ તમારી સગૃહસ્થાઈને વિશેષ છાજતું નહિ હોય, એવો મને ડર છે.” મિ. ફોલેર જલદી જલદી દાદરો ઊતરી ગયા એ કહેવાની જરૂર નથી. ૩૪ બીજે વેરી બીજે દિવસે નિકોલસ જ્યારે થિયેટરમાં પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે, લેન્વિલ ખૂબ કરડાકીથી મૂછો ચડાવી તૈયાર બેઠો હતો. નિકોલસ સમજી ગયો કે, ફોલેરે તેને એવા ખોટા સમાચાર આપ્યા હોવા જોઈએ કે, નિકોલસ તેની ચિઠ્ઠી વાંચીને ડરી ગયો છે અને માફી માગવા જ આવવાનો છે! બધો નટ-વર્ગ, જે લેન્વિલના પક્ષનો હતો, તે હવે શો તમાશો થાય છે તે જોવા, આસપાસ સલામત જગાએ ઊભો હતો. બધો નટી-વર્ગ નિકોલસની તરફેણમાં હતો; તે લોકોને નિકોલસની દયા આવતી હતી. પણ આવા ધર્મ-યુદ્ધમાં આડે આવવું છાજે નહિ, એટલે દુઃખી થઈ, તે બાજુએ ઊભો રહ્યો. | નિકોલસ થિયેટરની અંદર દાખલ થયો. નદીઓની સામે જોઈ, તેણે તેમને સવારની સલામ કરી. એટલે લેન્વિલે તુચ્છકારદર્શક હાસ્ય હસી કૂતરાનાં ભટોળિયાંની ખાસિયત વિષે – ખાસ કરીને તેમની પૂંછડી વિષે કાંઈક શબ્દો ઉચ્ચાર્યા. નિકોલસે તરત તેની ભણી જોઈને કહ્યું, “ઓહ, તમે હાજર છો, કેમ મહેરબાન?” લેન્થિલે હવે નાટકી અદાથી છલંગ ભરીને તેની પાસે આવતાં કહ્યું, “ગુલામકા બચ્ચા!” Page #225 -------------------------------------------------------------------------- ________________ બીજો વેરી ૧૮૩ પરંતુ, તેણે કહ્યું હતું તેમ નિકોલસ નમી પડવાને બદલે અડગ ઊભો રહ્યો, એટલે તે તરત થોડે દૂર વચ્ચે જ કઢંગી રીતે થોભી ગયો. એ જોઈને નટીઓ મોટેથી હસી પડી. t ‘મારા તિરસ્કાર અને તુચ્છકારના ભોગ બનેલ પ્રાણી, હું તને પડકારું છું,” લેન્લિલ હવે જુસ્સામાં આવી જઈ ગર્જ્યો. નિકોલસ તેની આ અદા જોઈ, ખડખડાટ હસી પડયો ! પરિણામે નટીઓ વળી વધુ જોરથી હસી પડી. તે જોઈ લેન્લિલ તેમની સામે જોઈને બોલ્યો, “ કંગાલ ગુલામડીઓ!” પછી નિકોલસ સામું જોઈ તેણે ઉમેર્યું, “ પણ તે બધી આજે તારું રક્ષણ હરિંગજ કરી શકવાની નથી !” આટલું કહી લેન્વિલે નાટકીય અદાથી બે વખત નિકોલસને પગથી માથા સુધી અને માથાથી પગ સુધી નિહાળ્યો, અને પછી અદબ વાળીને તે તેની સામે સ્થિર ઊભો રહ્યો; – નાટકમાં કોઈ જુલ્મી રાજા બંડખોર પ્રજાજન સામે તુચ્છકારથી જોઈને ઊભો રહે તેમ,—એવું સૂચવવા કે, ‘હે સિપાઈઓ, દૂર કરો, આ બદમાશને; અને તેને કિલ્લાના ભાંયરામાં ઝટ પૂરી દો; નહિ તો મારે કંઈક વધુ કડક શિક્ષા ફરમાવવી પડશે. ’ આમ છતાં નિકોલસે નમી પડવાની કે માફી માગવાની કશી જ તૈયારી ન બતાવી. એ જોઈ લેવૂિલની,− અને વધુ તો તમાશો જોવા આવેલા તેના સાથીદાર નટોની, – ધીરજનો છેડો આવી ગયો. તરત લેન્વિલ પોતાના હાથની બાંય ચડાવી, નિકોલસનું નાક આમળીને તેની જાહેર નાલેશી કરવા માટે આગળ ધસ્યો. નિકોલસે તેને નજીક આવવા દીધો, અને હાથવેંત આવતાં, જરા પણ અસ્વસ્થ થયા વિના, એક જ અડબોથે તેને જમીન ઉપર ગબડાવી દીધો. લેન્જિલ જમીન ઉપરથી પાછો ઊભો થવા જાય તે પહેલાં તો મિસિસ લેન્વિલે નટીઓના ટોળામાંથી બહાર નીકળી, એક તીણી ચીસ નાખી, તેના શરીર ઉપર પડતું નાખ્યું. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ નિકોલસ નિકલ્બી “ જોયું? આ જોયું? રાક્ષસ ! ” લેવૂિલે પોતાની સગર્ભા પત્નીના શરીર તરફ આંગળી કરીને નિકોલસને કહ્યું. જાણે નિકોલસે તેને પોતાને નહિ, પણ તેની પત્નીને આમ જબ્બે કરી હોય! પણ નિકોલસ હવે આ નાટક પૂરું કરવા માગતો હતો. તે તડૂકયો, “બોલ, કાલે રાતે મને લખેલી ચિઠ્ઠી બદલ ખેદ વ્યક્ત કરી સૌની સમક્ષ મારી માફી માગે છે કે નહિ?” "6 કદી નહિ!” લેક્વિલ બોલ્યો. પણ ત્યાં તો લેન્ડિલની પત્ની જ ચીસ પાડી ઊઠી, “તરત જ માફી માગી લો; મારે ખાતર જલદી માફી માગી લો; નહિ તો હમણાં જ તમે મારું મડદું તમારા પગ આગળ પડેલું દેખશો.” આ ‘અરે, આ તો ભારે થઈ! કુદરતી બંધનોને અવગણી શી રીતે શકાય? એમ ગણગણી લેન્વિલે નિકોલસને કહ્યું, લેન્વિલ નહિ, પણ એક નબળો પતિ અને ભાવિ પિતા ઢીલો પડે છે—તે માફી માગે છે. " cc -નમ્રતાપૂર્વક અને આજીજીપૂર્વક? બોલ ! ” નમ્રતા અને આજીજીપૂર્વક ! 'અત્યારે તો મારે આને બચાવી લેવાનો સવાલ છે; પણ એક વખત એવો આવશે—” 66 6 ઃઃ “ભલે, ભલે, મિસિસ લેન્વિલનો સારો વખત જલદી આવે, અને તે પૂરો થાય ત્યાર પછી, જો તારામાં હિંમત હોય તો, તું તારી આ આજીજી પાછી ખેંચી લેજે; પણ તે વખતે તારા પ્રતિસ્પર્ધીનો મિજાજ જોઈ-વિચારીને જ પગલું ભરજે, એટલું તને કહી રાખું છું,” એમ કહી નિકોલસે લેન્વિલના હાથમાંથી પડી ગયેલી સોટી હાથમાં લઈ, તેના ટુકડા કરી, બારીમાંથી બહાર ફગાવી દીધી. પછી સૌ પ્રેક્ષકોને નીચી સલામ ભરી, તે ચાલતો થયો. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૩૫ લંડનથી તાકીદી તેવું રાતે ખેલ પૂરો થતાં, નિકોલસ કપડાં બદલી ઘેર જવા કરતો હતો, તેવામાં સ્માઇકને સામે આવેલો જોઈ તે બોલી ઊઠ્યો, “કેમ ભાઈ, કંઈ કાગળ-બાગળ છે કે શું?” “હા મોટાભાઈ, હમણાં જ ટપાલ-ઑક્સિમાંથી આવ્યો છે.” ઓહો, ન્યુમૅન નૉઝનો દેખાય છે ને કંઈ ! પણ તેના અક્ષર સહેલાઈથી વાંચી શકાશે નહિ. જોઉં, તે શું લખે છે.” અએક કલાક માથાકૂટ પછી તેણે જે વાક્યો વાંચ્યાં, તેથી તેની ચિંતા શમી નહિ. ન્યુમૅને પેલા દશ પાઉડ પાછા મોકલ્યા હતા – એવી મતલબનું કહીને કે, મિસિસ નિકલ્બીને કે કેટને અત્યારે પૈસાની કંઈ જરૂર નથી, પણ થોડા વખતમાં એવા સંજોગો આવીને ઊભા રહે એવી દહેશત છે કે, કેટને તેના ભાઈના પૈસાની નહિ પણ સંરક્ષણની તાત્કાલિક જરૂર પડે. અને તેવું હશે તો ન્યૂમેન તેને વળતી ટપાલે કે તે પછીની ટપાલે જરૂર લખશે. | નિકોલસ એ કાગળ ફરી ફરીને વાંચી ગયો. તેને તરત કલ્પના આવી ગઈ કે, કેટ સાથે પણ રાલફ કંઈક દગાબાજી રમી રહ્યો હોવો જોઈએ. તેને એક બે વખત તો લંડન તરફ તરત જ ઊપડી જવાનું મન પણ થઈ આવ્યું. પરંતુ વધુ વિચાર કરતાં એને ન્યૂમેનનો બીજો વિગતવાર કાગળ આવે ત્યાં સુધી રાહ જોવાનું ડહાપણ ભરેલું લાગ્યું. | દરમિયાન, નાટક-કંપનીમાંથી છૂટા થવાની તો તેણે તરત તૈયારી કરી રાખવી જોઈએ, જેથી ભલા મિત્ર કમલ્સ નાહક મુશ્કેલીમાં ન મુકાઈ જાય. એમ વિચારી તેણે, થિયેટરમાં સૌ એકઠાં થયાં હતાં ૧૮૫ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ નિકોલસ નિકલ્ટી ત્યાં જઈ જાહેર કર્યું કે, “લંડનમાં મારા એક અગત્યના કામને લઈને, મારે આ કંપનીમાંથી છૂટા થવું પડશે.” કંપનીમાં હાહાકાર મચી ગયો. કંપનીમાં, એટલે કે, ક્રમલ્સ કુટુંબમાં અને નટીવર્ગમાં. પરંતુ પુરુષવર્ગમાં તો આંખમીંચામણાં અને ધીમા ખોંખારાઓથી નિકોલસની આ જાહેરાત સહર્ષ વધાવી લેવામાં આવી, એ કહેવાની જરૂર નથી. અને લેન્વિલે સફાઈભેર હાંકવા માંડ્યું કે, ભાઈસાહેબ પોતાનાથી ડરી જઈને જ ભાગે છે. મિ0 ક્રમશેં પણ, “તડકો હોય ત્યાં સુધી ઘાસ સુકવી લેવું? એ ન્યાયે, નિકોલસનો લેવાય તેટલો લાભ ઉઠાવવાનો વિચાર કર્યો. અને “જાણીતા નટનો છેક છેલ્લો ખેલ”, “છેલ્લી તક!” વગેરે જાહેરાતોથી આખા પૉસ્મથ બંદરને ગજાવી મૂકયું. પ્રેક્ષકોનો પણ ધસારો વધી ગયો; અને એ “છેલ્લી તક, ‘વળી વધુ દિવસ’ જેમ જેમ લંબાતી ગઈ, તેમ તેમ મિત્ર ક્રમલ્સનાં ખિસ્સાં સારી પેઠે તર થવા લાગ્યાં. પણ આ બધું, મિત્ર ક્રમલ્સની ઇચ્છા છતાં, વધુ લાંબું ચાલ્યું નહિ. ન્યૂમેન નૉઝનો ટૂંકો પત્ર તરત આવ્યો. તેમાં એટલું જ લખ્યું હતું, “તાકીદે લંડન પાછા ફરો; એક મિનિટ પણ મોડું ન કરો; બની શકે તો તરત નીકળી આજે રાતે જ આવી પહોંચો.” અને નિકોલસ, સ્માઇકને લઈ, બનતી ઉતાવળે સૌની રજા લઈ, પહેલો કોચ પકડી, ભારે ચિંતા સાથે અને આગામી અનિષ્ટ વિષે ચિત્રવિચિત્ર કલ્પનાઓથી ઘોળાતા મને લંડન જવા ઊપડ્યો. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૩૬ બે ભલાં મિત્રજન ૧ નિકોલસને તાકીદે લંડન આવવાની ચિઠ્ઠી લખી નાખ્યા બાદ, ભલા ન્યૂમૅનને ચિંતા થવા લાગી કે, નિકોલસ આવીને બધું પૂછશે ત્યારે, રાલ્ફ વગેરેની બદમાશીની વાત સાંભળી ઉશ્કેરાઈ જઈ, તે કશું અજુગતું કરી બેસશે તો? આમ, એ વાત એને કહેવી કે શું કરવું, એના તાડ કે ઉકેલ ન લાવી શકાવાથી, તે મિસ લા ક્રીવીની સલાહ લેવા તેની ચિત્રશાળામાં પહોંચી ગયો. કારણ કે, તે ભલી બાઈ નિકોલસના કુટુંબની હાર્દિક હિતેચ્છુ હતી, એમ તે જાણતો હતો. મિસ લા ક્રીવીએ બધી વાત સાંભળીને તરત જ કહ્યું, “ખરી વાત ! નિકોલસ એ વાત સાંભળીને. એક ઘડી પણ ઘરમાં ઊભા રહે, તો હું મારી આ આખી દુકાન એ બદમાશ રાલ્ફ નિકલ્બીને મફત જ આપી દઉં! માટે એ આવે કે તરત તમારે બધી વાત તેમને ન કહેવી! પણ તેમનાં મા-બહેન હોય, ત્યારે જ આ ,, આ વાત કરવી. મિસ લા ક્રીવીનો પણ એવો જ અભિપ્રાય પડતાં, હવે શું કરવું તે બાબત ન્યૂમૅન વળી વધુ મૂંઝવણમાં પડયો, તે જોઈ મિસ લા ક્રીવીએ આગળ ચલાવ્યું — “મને તો ખાતરી છે કે, તમે જો જાળવીને વાત નહિ કરો, તો તે તરત સીધા તેમના કાકાને ત્યાં પહોંચી જઈ, તેમનું ખૂન જ કરી નાખશે. બાપ રે – ખૂન કરનારને તો ફાંસી થાય! પછી આપણે સૌ શું કરીશું ? ” પણ ન્યૂમૅન તો રાલ્ફ નિકલ્બીનું આમ ખૂન થઈ બેસે એ ખ્યાલથી જરા જુદા જ તરંગે ચડી ગયો અને બોલ્યો, “અહા, ck ૧૮૭ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ નિકોલસ નિકલ્ટી એ બદમાશનું ફૂટેલું લોહી-નીંગળતું માથું જોવાની કેવી મજા આવશે! – અને પેલા મલબેરીનું પણ! બેટાઓ એ જ લાગના છે!” આટલું બોલી, પોતા થકી પણ એ બંને બદમાશોનાં માથાંને તેણે હવામાં પગ ઉગામી બે-ચાર લાતો લગાવી દીધી! મિસ લા ક્રીવીએ ન્યૂમેનના આ ઢંગ જોઈ તરત જ એક તીણી ચીસ નાખી; અને પોતાની જાતના આકરામાં આકરા સોગંદ દઈ, તેની પાસેથી વચન લીધું કે, નિકોલસ ઉશ્કેરાય એવું કશું જ તે રાતોરાત તો તેમને નહિ જ કહે. ત્યાર બાદ બંને વિચાર કરવા લાગ્યાં છે, તો પછી આ સમાચાર નિકોલસને કેવી રીતે, ક્યારે કહેવા. લાંબી વિચારણા બાદ તેઓએ નક્કી કર્યું કે, નિકોલસના આવવાના સમયે નૉઝે ઘર બહાર ચાલ્યા જવું અને મધરાત સુધી ઘેર પાછા જ ન આવવું; અને મિસ લા ક્રીવીએ પણ તે રાતે નિકોલસની માને લઈ થિયેટરમાં ખેલ જોવા ચાલ્યા જવું, જેથી તેને પણ તે ભેગો થઈ ન શકે. નિકોલસ સ્માઈક સાથે પોસ્મથથી નીકળી લંડન આવી પહચ્યો. કોચ-સ્ટેશન પાસેની જ એક નાનીશી વીશીમાં ઓરડી તથા બે પથારીઓની વ્યવસ્થા કરી લઈ, તે ન્યૂમેનની ઓરડીએ દોડી ગયો. ત્યાં ટેબલ ઉપર ખાવા-પીવાનું તૈયાર ગોઠવેલું હતું, પણ ન્યૂમેન પોતે હાજર ન હતો. પડોશી ક્રાઉલે નિકોલસને સમાચાર આપ્યા કે, ન્યૂમૅનને તાકીદનું કામ આવી પડવાથી, તે તેમની આગતાસ્વાગતા કરવાનું પોતાને સેંપી બહાર ગયો છે, અને મધરાત સુધી પાછો ફરી શકે એમ નથી. તેણે નિકોલસને અને સ્માઈકને ટેબલ પરના ખાણાને ન્યાય આપવા આગ્રહ કર્યો, અને એ અગત્યની બાબત ઉપર વધુ ભાર મૂકવા તેણે જાતે ખાવાનું શરૂ પણ કર્યું. પણ નિકોલસને તો ન્યૂમેનની આવી ગેરહાજરીએ જ વિચારમાં નાંખી દીધો. કારણ, પોતાને તાકીદે અહીં બોલાવી, તે પોતે જ Page #231 -------------------------------------------------------------------------- ________________ અકસ્માત ૧૮૯ ગેરહાજર હોય, એમ કેમ બને? એનું કારણ એ જ હોય કે, કેટ ઉપર કંઈક તાત્કાલિક આફત હોય ને તેમાં તે રોકાયો હોય. આમ વિચારી તે તો સ્માઇકને ખાવા બેસાડી દઈ, પોતે ખાધા પીધા વિના જ સીધો મિસ લા ક્રીવીને ત્યાં દોડયો. પોતાની મા પાસે સીધા દોડી જવાનું તેને સલાહ ભરેલું ન લાગ્યું. પણ મિસ લા ક્રીવીય ઘેર નહોતી! નિકોલસને હવે ધીરજ રહી નહિ. તે ત્યાંથી સીધો પોતાની માતાને મુકામે જ ઊપડયો. પરંતુ ત્યાં પણ નોકરડીએ ખબર આપ્યા કે, બાર વાગ્યા પહેલાં તે ઘેર પાછી ફરે એવો સંભવ ન હતો. નિકોલસે કેટના સમાચાર તેને પૂછયા, તો તેણે જણાવ્યું કે, તે સાજાંસમાં છે; પણ હવે તે અહીં મા સાથે રહેતાં નથી, પરંતુ કયાંક નોકરી કરે છે ત્યાં જ રહે છે; જોકે, તે હવે મૅડમ મૅન્ટેલિનીને ત્યાં નોકરીમાં નથી. નિકોલસ થાકીને ન્યૂમૅનને ત્યાં પાછો આવ્યો. પરંતુ ન્યૂમૅન હજુ પાછો ફર્યો ન હતો. ઘેર નિષ્ક્રિયપણે બેસી રહેવું, એ પણ આવી ઉશ્કેરાયેલી હાલતમાં અશકય હતું, એટલે તે ફરીથી પાછો બહાર નીકળી ગયો. 60 અકસ્માત આજ સવારથી નિકોલસે કંઈ ખાધું ન હતું; અને તે થાકી પણ ગયો હતો. એક સારા લત્તામાંથી પસાર થતાં એક ઝગમગાટ કરતી ફૅશનેબલ ‘કૉફી-રૂમ તેણે જોઈ. એનો ભપકો જોઈને તેને લાગ્યું તો ખરું કે, એ તવંગર લોકોની ખાસ જગા હોવી જોઈએ. પરંતુ તેને ભૂખ ખૂબ લાગી હતી, અને રસ્તામાં ફાવે તેમ ફર્યા કરવા જેવા તેના પગ હવે રહ્યા ન હતા. આ હૉટેલમાં પણ રોટીબિસ્કીટ જેવું ખાવાનું તો મળશે જ, એમ વિચારી, તે તેમાં દાખલ થયો. > Page #232 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્બી અંગીઠી પાસેની સુંદર ‘બૉક્સ’માં સદ્ગૃહસ્થ જેવા ચાર જણ વાતો કરતા બેઠા હતા; અને બીજી જગાએ બેએક સગૃહસ્થો ચૂપ બેઠા બેઠા કાંઈ ખાઈ રહ્યા હતા. નિકોલસ પેલા ચાર જણાની બૉકસ તરફ પીઠ રાખીને એક જગાએ બેસી ગયો, અને વેઇટર આવે તેની રાહ જોતો ટેબલ ઉપર પડેલું એકાદ છાપું હાથમાં લઈ વાંચવા લાગ્યો. ૧૯૦ એણે વીસેક લીટી વાંચી હશે, એટલામાં પાછળની બૉકસમાંથી અચાનક તેને કાને “નાનકડી કેટ નિકલ્બી ” એ શબ્દો પડયા. એથી સહેજે તેના કાન સરવા થઈ ગયા. નિકોલસ હવે તેમની વાતો લક્ષ લઈને સાંભળવા મંડયો. પેલાઓમાંથી એક જણે પ્યાલી ભરી અને મોટેથી કહ્યું, “નાનકડી કેટ નિકલ્બીના નામ પર !” બાકીના ત્રણેએ પોતાની પ્યાલીઓ ‘નાનકડી કેટ નિકલ્બી એમ બોલીને ઊંચી કરી, અને પછી ચારે જણ પોતપોતાની પ્યાલીઓ ગટગટાવી ગયા. “એ એના કાકાની કરગરીએ, તેમ પૈસા પેલાઓમાંથી એક જણ હવે બોલવા લાગ્યો, જ પૂરી ભત્રીજી છે; પેલાને પણ જેમ વધુ આપતાં વધુ આનાકાની કરે; તેમ જ અપ્સરા પણ, જેમ આપણે અધીરા થઈએ, તેમ વધુ અક્કડ બનતી જાય છે, મા'ળી દુત્તી !” આ સામેનો જુવાન હવે થોથવાતી જીભે બોલ્યો, “મને લાગે છે કે, પેલી ચિમળાયેલી વિટિટ્ટર્લી તેને અદેખાઈથી આપણી પાસે ફરકવા દેતી નથી. ,, “અરે, તેઓ બે જણ લડી પડે, અને નાનકડી નિકલ્બી તેની નોકરી છોડી પોતાની મા ભેગી થઈ જાય, તો ભયો ભયો થાય. એ ‘બુઢિયા ’ને તો હું સારી રીતે રમાડી જઉં તેમ છું,” પહેલાં બોલેલો માણસ બોલ્યો. Page #233 -------------------------------------------------------------------------- ________________ અકસ્માત ૧૯૧ પછી તો પ્યાલીઓ જેમ જેમ વધુ ખાલી થતી ગઈ, તેમ તેમ પેલાઓની વાતો વધુ મોટેથી તથા વધુ ખુલ્લા શબ્દોમાં ચાલવા લાગી; અને નિકોલસ પોતાનું ખાવાનું પતાવી રહ્યો તે પહેલાં તેને સમજાઈ ગયું કે, તેના બદમાશ કાકાએ કેટનો ઉપયોગ આ તવંગર હરામજાદાઓને લોભાવવામાં કરવા ધાર્યો લાગે છે. પોતાને યૉર્કશાયર જેવી દૂરની જગાએ મોકલવામાં પણ, કાકાની દાનત કેટનો આવો દુરુપયોગ કરવાની સગવડ મેળવવાની જ હોવી જોઈએ, એની તેને ખાતરી થઈ ગઈ. તે ગુસ્સાથી સમસમી ઊઠયો. આ ચારની ટોળીમાંથી, પોતાની બહેનનો ઉલ્લેખ વધુ અપમાનકારક રીતે કરનાર માણસ સર મલબેરી હૉક હતો. તેની પાસે અચાનક જઈ પહોંચી નિકોલસે કહ્યું – “સાહેબ, એક બાજુએ આવશો? મારે તમારી સાથે જરા વાત કરવી છે.” મારી સાથે?” સર મલબેરી નવાઈભર્યા તુચ્છકારથી વદ્યા. “મેં કહ્યું ને કે, તમારી સાથે,” નિકોલસે મહા પરાણે પોતાનો ગુસ્સો રૂંધી રાખીને જવાબ આપ્યો. મલબેરીએ પોતાના ટેબલ આગળથી ખસીને નિકોલસને આભારી કરવાની ઘસીને ના પાડી, અને કહ્યું, “તમારે જે કામ હોય તે અહીં જ બોલી નાખો, નહિ તો ચાલતા થઈ જાઓ; મારે તમારા જેવાઓ સાથે કશું જ કામકાજ ન હોઈ શકે.” - નિકોલસે તરત પોતાના નામનું કાર્ડ તેના ઉપર નાખીને કહ્યું કે, “હવે તમારું નામ અને સરનામું મને આપી દો, એટલે બસ; તમારું નામઠામ આમ માગવાનો અર્થ, તમે સગૃહસ્થ હોઈ, સમજતા જ હશો.” “મારે મારું નામ કે ઠામ તને બતાવવાની કશી જરૂર નથી.” મલબેરીએ ધીટતાથી જવાબ આપ્યો. | નિકોલસે હવે એ ચારે જણને સંબોધીને કહ્યું, “તમો ચારેની ટોળકીમાં સગૃહસ્થ નામને પાત્ર એક પણ માણસ છે કે નહિ? Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ | નિકોલસ નિકબી કેટ નિકલ્ટી મારી બહેન થાય છે; તમે લોકોએ તેને માટે અપમાનજનક શબ્દો વાપર્યા છે; મારે આ માણસનું નામ-ઠામ જોઈએ છે.” કોઈ જરા પણ હાલ્યું નહિ. “આમ ચૂપ રહ્યું નહિ ચાલે; હું આ માણસનું નામ-ઠામ જાણ્યા વિના તેને છોડવાનો નથી. ભલે મારે સવાર સુધી અહીં બેસી રહેવું પડે,” નિકોલસ ઘૂરક્યો. મલબેરીએ કશું બોલ્યા વિના એક પ્યાલી ભરી અને હસતાં હસતાં નિકોલસ સામે ધરીને, કશુંક બોલી તે પી લીધી. નિકોલસ વેઈટરને પોતાનું બિલ ચૂકવી એ લોકોની સામે જ આવીને બેઠો. તેણે વેઇટરને પણ એ માણસનું નામઠામ પૂછી જોયું. પણ એ શહેરી લોકોનો હજૂરિયો ઉસ્તાદ માણસ હતો. તેણે એમ જ જવાબ આપી દીધો કે, ‘મને કંઈ જ ખબર નથી.” મલબેરી એ જોઈ ખડખડાટ હસી પડયો. લૉર્ડ વેરિસૉફટે ધીમેથી મલબેરીને સદ્ગુહસ્થની રીતે પોતાનું નામ-ઠામ આપવા કહ્યું પણ તેને વધુપડતો નશો ચડ્યો હોવાથી, તેણે તો ઊલટું, એ સૌને વધુ ગરબડ કર્યા વિના, ઘેર ચાલતા થવાનું ફરમાવ્યું! પેલા ત્રણ જણ મામલો વીફરેલો જોઈ, વધુ કંઈ બોલ્યા વિના, ડહાપણપૂર્વક ત્યાંથી વિદાય થઈ ગયા. નિકોલસ હવે મલબેરીની સામે અડો જમાવીને બેઠો. મલબેરીએ તેના સામું જોઈ, તુચ્છકારથી હસતાં હસતાં એક વધુ પ્યાલી ગટગટાવી અને પછી વેઈટરને બોલાવી, પોતાનો મોટો ઓવર-કોટ પોતાને પહેરાવી દેવા કહ્યું. ઓવરકોટ પહેરી લીધા પછી મલબેરીએ નિકોલસ સામે જરાક આંખ ફેરવી લઈ બહાર ચાલવા માંડ્યું. બહાર તેની ગાડી તૈયાર ઊભી હતી. તેમાં તે બેસી ગયો કે તરત નિકોલસે દોડતા આવી તેને પૂછયું, “તમારું નામ તમે આપવા માગો છો કે નહિ?” Page #235 -------------------------------------------------------------------------- ________________ અકસ્માત ૧૯૩ “નહિ,” પેલાએ દાંત કચકચાવી જવાબ આપ્યો. “જો તમે તમારા ઘોડાની ઝડપની ગણતરી રાખતા હશો, તો ખત્તા ખાશો; હું પાછળ લટકવું પડે તો લટકીને પણ તમારી સાથે જ આવવાનો છું.” “આ ચાબૂક જોઈ છે?” મલબેરીએ ચાબૂક બતાવીને પૂછ્યું. “તું તે સથ્રહસ્થ છે કે કોઈ હરામજાદો છે?” નિકોલસે હવે ગુસ્સાથી સળગી જઈ બૂમ પાડી. “તું સાળો કોઈ વર્ણસંકર છે, એની મને ખાતરી છે,” મલબેરીએ સામી ગાળ ભાંડી. - “હું તો ગ્રામપ્રદેશના એક વૃહસ્થનો પુત્ર છું. મિસ નિકલ્બી મારી બહેન છે. પણ તારામાં તારી હીન વર્તણૂકનો જવાબ આપવાની હિંમત છે કે નહિ?” મારી પાસે જવાબ તો કોઈ લાયક માણસ માગી શકે, અને તેવાને જ મારે જવાબ આપવાનો હોય; તારા જેવા કુત્તાઓને હરગિજ નહિ,” મલબેરીએ લગામ હાથમાં લેતાં તેને તડૂકીને કહ્યું; “ચાલ, બાજએ ખસી જા, જોઉં – વિલિયમ, ઘોડીને છોડી દે.” | નિકોલસે તરત ઘોડીની લગામ માં આગળથી પકડી લીધી. ઘોડી બહુ તેજીલી હતી, અને તેણે ભયંકર હણહણાટ કર્યો. મલબેરીએ ઘોડીને ચાબૂક મારી, પણ નિકોલસે જીવ ઉપર આવી જઈ તેને મેંના ચોકડા આગળથી પકડી રાખી. ઘોડીએ બે પગે ઊભી થઈ એકદમ જોરથી આગળ ઠેકડો ભર્યો. તે જ વખતે મલબેરીએ ચાબૂકની દોરી તેના હાથા પર વીંટી લઈ નિકોલસને માથા અને ખભા ઉપર જોરથી ફટકારવા માંડ્યો. તેમાં એ ચાબૂક ભાગી ગઈ. નિકોલસે હવે તેનો દાંડો મલબેરીના હાથમાંથી ઝૂંટવી લઈ, મલબેરીના મોં ઉપર એવા જોરથી માર્યો કે, આંખથી હોઠ સુધી તેના મોં ઉપર મોટો ચીરો પડ્યો. તે જ ઘડીએ ઘોડીએ જોર કરી ચાર પગે છલંગ મારી. નિ.-૧૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ નિકોલસ નિકલ્બી નિકોલસની આંખો આગળ સો સો દવા તરવરી આવ્યા અને તે જોરથી જમીન ઉપર પછડાયો. લથડિયું ખાઈ તે ઊભો થવા ગયો, પણ તેનાથી ઝટ ખસાયું નહિ. લોકો અચાનક પેલી ઘોડાગાડી ગઈ હતી તે તરફ જ જોરથી બૂમો પાડતા દોડવા લાગ્યા. તે તરફ ભારે ધમાકો થયો હતો, અને કશું અથડાયું – ફૂટયું હોય એવો અવાજ આવ્યો હતો. નિકોલસ હવે કશું જોઈ-સાંભળી શકયો નહિ. થોડી વારે જ્યારે તેની તમ્મર શમી, ત્યારે તે ઊભો થયો. ઘોડાગાડી ગઈ હતી તે તરફ લોકોનું મોટું ટોળું જમા થયું હતું. પોતાના શરીરને લોહીલુહાણ થયેલું જોઈ, નિકોલસ ચૂપચાપ એક ભાડાની ઘોડાગાડીમાં બેસી ન્યૂમૅનને ઘેર પહોંચી ગયો. ३८ નવા સવાલે નિકોલસ સારી પેઠે ઘવાયો હતો; અને ઘેર ચિતાપૂર્વક તેની રાહ જોઈને બેસી રહેલા સ્માઇક અને ન્યૂમૅન નૉગ્નની ચિંતાઓ તેના દીદાર જોઈને વળી વધી ગઈ. ન્યૂમેને આસપાસથી માગી તાગીને ખરડ-ચોપડ વગેરેની જે સામગ્રી મળી તે ભેગી કરી અને નિકોલસને લગાવવા માંડી. નિકોલસે હવે મલબેરી સાથે થયેલી મારામારીની વાત બંનેને કહી સંભળાવી. ભલો ન્યુમૅન એ સાંભળી, નિકોલસને ઘા ઉપર દવા લગાવતી વખતે જ, મલબેરીનું ગળું જાણે દબાવવાનું હોય તેમ, અજાણે ભાર દઈને નિકોલસને દુખાડતો હતો. નિકોલસ હવે કેટને પેલાઓના પંજામાંથી ખસેડી ઝટપટ પોતાના પડખામાં લઈ લેવા ઉતાવળો થઈ ગયો. તે જ પ્રમાણે પોતાની માને પણ હવે રાલ્ફના મકાનમાં રહેવા ન દેવી, એ તેને જરૂરી લાગ્યું. Page #237 -------------------------------------------------------------------------- ________________ નવા સવાલો ૧૯૫ નિકોલસે ન્યુમૅનને કહ્યું, ‘તમે જઈને સવારે મિસ લા ક્રિીને મળો. તે જઈને મારાં માને કાકાના મકાનમાંથી તરત જ ખસી જવાની - જરૂર છે, એમ સમજાવે” બધો સરસામાન ત્યાંથી ખસેડી મિસ લા ક્રીવીના મકાનમાં લાવવાની વ્યવસ્થા કરવાનું પણ ન્યૂમેનને સેંપવામાં આવ્યું. પછી એક ચિઠ્ઠી, ખાલી કરેલા મકાનની ચાવી સાથે, રાલ્ફને પહોંચાડવા બીજે દિવસે ન્યૂમૅનને આપવાનું નક્કી કરી, નિકોલસ મોડી રાતે વીશીના પોતાના ઉતારાએ સ્માઈક સાથે પાછો ફર્યો. બીજે દિવસે સવારના નિકોલસ ઊઠયો ત્યારે તેના આખા શરીરે ખૂબ વેદના થતી હતી. પરંતુ, કહે છે કે, દારૂડિયાઓ ઘેન-મસ્તીમાં પર્વતની ભેખડ ઉપરથી ગબડીને નીચે પડ્યા હોય છતાં, તેમને ભાન આવે ત્યારે કશી શારીરિક પીડા લાગતી નથી; તેમ જ ભારે ઉશ્કેરણી દરમ્યાન થયેલી ઈજાઓનું પણ હોય છે. એટલે કશું જ બન્યું ન હોય તેમ નિકોલસ, સ્માઇકને ન્યૂમૅન આવે ત્યારે શું કરવું તેની સૂચનાઓ આપી દઈ, કેટને મળવા સીધો મિત્ર વિટિટ્ટર્લીના મકાને ચાલ્યો ગયો. અમીર-ઉમરાવના ઘર જેવો ઉપર ઉપરનો ઠાઠ અને શિષ્ટાચાર રખાતા એ ઘરમાં વહેલી સવારે દાખલ થતાં અને કેટને મળતાં નિકોલસને ઠીક ઠીક મુશ્કેલી પડી. પણ ફીકી પડી ગયેલી અને ત્રાસેલી પોતાની પ્રિય બહેનને નજરે જોઈ, નિકોલસને જે ત્રાસ થયો, તેનું વર્ણન કરવું જરૂરી નથી. કેટ પોતાના ભાઈને જોતાં જ તેને ગળે વળગીને ડૂસકાં ભરતી ભરતી એટલું જ બોલી, “ભાઈ, હવે મને અહીં મૂકીને ન જતા, નહીં તો હું જીવતી નહીં રહું.” બહેન, હવે હું તને એકલી કયાંય કદીય મૂકવાનો નથી. ગમે વખતે તો હું માને ને તને છોડીને ચાલ્યો ગયો હતો, તે મારા કારણે કાકા તમને કનડે નહીં તે સારુ. પણ હવે કાકાનાં બધાં કરતૂતો Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૬ નિકોલસ નિકબી મને સમજાઈ ગયાં છે, અને હું જીવતો છું ત્યાં લગી હવે તારી સામે આંખ પણ કોણ ઊંચી કરે છે, એ હું જોવા માગું છું !” મિ૦ વિટિટ્ટર્લીને મળીને, કેટને છૂટી કરાવતાં નિકોલસને ખાસ મુશ્કેલી ન પડી; કારણ કે, તેમના કુટુંબ-ડૉકટર સર ટુમલી સ્નફિમે પોતાનું નિદાન જણાવી દીધું હતું કે, કેટની હાજરી મિસિસ વિટિટ્ટર્લીના જ્ઞાનતંતુઓ માટે પ્રતિકૂળ છે. કેટનો ચડેલો પગાર પહોંચતો કરવાનો જે શિષ્ટાચાર મિ0 વિટિટ્ટર્લીએ દાખવ્યો, તે કેવળ ઔપચારિક જ હતો; કારણ કે, પાછળથી એવું કશું ચૂકતે કરવાની તેમને ટેવ જ ન હતી. નિકોલસે કેટને મા પાસે પ્રથમ તો એકલી જ મોકલી, જેથી પોતાને એકદમ આવેલો જોઈ તે નાહકની ચોંકી ઊઠે નહિ. ન્યૂમેન પણ એક ગાડી લઈને ક્યારનો હાજર થઈ ગયો હતો, અને ઘરનો સરસામાન એ ગાડીમાં ભરાવવા લાગ્યો હતો. મિસિસ નિકલ્બીને આ બધા માટે તૈયાર કરતાં મિસ લા ક્રીવીને ખાસો કલાક ગયો હતો; અને છતાંય મિસિસ નિકલ્બીને શ્રીયુત પ્લેક, શ્રીમાન પાઈક, અને સર મલબેરી વિરુદ્ધની કશી વાત ગળે ઊતરી શકતી નહોતી. તે એક જ વાત હજુ રટયા કરતાં હતાં: “આવા શ્રીમંત સગૃહસ્થો! એવું હોય નહીં! કંઈક ગેરસમજ થાય છે;” ઇ0. છેવટે તો અઢાર પેન્સ પોતે ખરચીને એ ઓરડાની છત ધોળાવી હતી, તે યાદ કરી, એ ધોળાવેલી છત સાથે મકાન પાછું રાલ્ફને આપવાનું થયું, તેનું દુ:ખ જ તેમને અસહ્ય થઈ પડ્યું. | નિકોલસે મિસ લા ક્રીવીના મકાનનો પહેલાં રાખેલો ભાગ જ પાછો ભાડે રાખી લીધો હતો. ત્યાં બધું પહોંચતું થયું, એટલે નિકોલસ તરત રાફની ઑફિસ પાસે નક્કી કરી રાખેલા સ્થળે જઈને ન્યૂમેનને મળ્યો, અને તેને ખાલી કરેલા મકાનની ચાવી તથા પોતે લખી રાખેલી ચિઠ્ઠી રાલ્ફને પહોંચાડવા આપી દીધાં. પછી ભૂત Page #239 -------------------------------------------------------------------------- ________________ નવા સવાલો ૧૯૭ વળંગ્યું હોય તેમ – તાવ અને વેદનાની પરવા કર્યા વિના, તે જલદી જલદી ત્યાંથી વિદાય થઈ ગયો. - ન્યૂમેનના હાથમાં પેલી ચિઠ્ઠી આવી એટલે તેણે તેને વધુ સાચવવા પોતાના ટોપા નીચે મૂકી દીધી. પણ પછી થોડું ચાલી, તે ચિઠ્ઠી ટોપા નીચેથી કાઢીને તેણે હાથમાં લીધી અને તેને પહેલાં તો આગળથી, પછી પાછળથી, તથા છેવટે હાથ લાંબો કરીને દૂરથી આનંદ સાથે વીસેક વખત નિહાળી. પાછી તેને ટોપા નીચે મૂકી દઈ, એ ચિઠ્ઠી મળતાં રાલ્ફનું મોં કેવું થશે એની કલ્પના કરી, આનંદથી પોતાના બંને પંજા તેણે ખૂબ જોરથી ઘસ્યા અને આમળ્યા. ઑફિસે જઈ, તેણે ચાવી તથા ચિઠ્ઠી દેખાય તેમ રાલ્ફના ટેબલ ઉપર ગોઠવી દીધાં. થોડી વાર બાદ રાલ્ફ ઉપરથી ઊતરીને ઑફિસના કમરામાં આવ્યો. તેણે નૉઝને પૂછ્યું: “ટપાલ આવી ગઈ?” “ના.” “બીજા કંઈ કાગળ-પત્તર?” “એક છે,” એમ કહી નૉર્ડ્ઝ ટેબલ ઉપર મૂકેલી પેલી ચિઠ્ઠી તરફ આંગળી કરી. “આ શું છે?” રાલ્ફ ચાવી ઉપાડતાં પૂછ્યું. “ચિઠ્ઠી સાથે – પાએક કલાક પહેલાં કોઈ છોકરો આવેલો તે આપી ગયો છે.” રાલ્ફ ચિઠ્ઠી વાંચી: “હવે હું તમને પૂરેપૂરા પામી ગયો છું. તમારા ઉપર વરસાવિવાના ક્રોધના શબ્દો મને શોધ્યા જડતા નથી. તમારા ભાઈની વિધવા અને તેની અનાથ દીકરી તમારા છાપરા નીચે રહેવાનો ઇન્કાર કરે છે, અને ધૃણા અને તિરસ્કાર સાથે તમારો પોતાનો પણ ત્યાગ કરે છે. કુટુંબના નામ સાથે જોડાયેલું તમારું નામ પોતાની સાથે હંમેશાં જોડાયેલું રહેશે એટલામાત્રથી પણ તેમને ત્રાસ થાય છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ નિકોલસ નિકલ્ટી તમે ઘરડા થયા છો અને તમારી બધી શરમ અને બધાં અપકૃત્ય સાથે એકલા જ તમારી કબરમાં દટાજો. અમારે તમારી સાથે કશી નિસબત હવે રહેતી નથી.” રાલ્ફ બે વખત એ ચિઠ્ઠી વાંચી, અને મોટું ઘુરકિયું કરી, વિચાર કરતાં કરતાં તે ખુરશીમાં બેસી પડ્યો. પણ એટલામાં બારણું થપથપાવી મિ૦ મૅન્ટેલિની ઑફિસમાં દાખલ થયા. તે પંચોતેર પાઉંડનાં બે બિલ ઉપાડી લાવ્યા હતા. બિલોની મુદત બે મહિના બાદ પાકતી હતી. રાફે પચીસ પાઉડ કાપી લઈ, તે બિલોના પચાસ પાઉંડ તેમને રોકડા ચૂકવી આપ્યા. પણ એટલામાં મૅડમ ઑન્ટેલિની પાછળ પાછળ દોડતી આવી, અને પોતાનાં બિલો આમ સસ્તામાં વેચી નાંખી પોતાને પાયમાલ કરવા બદલ રોકકળ કરતી મિ૦ મૅન્ટેલિનીને ઠપકો આપવા લાગી. મિસ ગેંગને દુકાન વેચી નાખ્યા પછી તેના ધંધામાં ભાગ રાખવા મૅડમને ઘણી મોટી રકમ ચૂકવવી પડતી હતી; પણ દરમ્યાન મિ0 મૅન્ટેલિની, પોતાની જૂની ઉડાઉ ટેવો ચાલુ રાખી, તેની મુશ્કેલીમાં ખૂબ વધારો કર્યા કરતા હતા. મૅડમ ઍન્ટેલિનીએ રાલ્ફ સમક્ષ, મિ૦ મૅન્ટેલિનીને હવેથી વરસે દહાડે એકસો વીસ પાઉંડ કપડાં તેમ જ ખીસાખર્ચના બાંધી આપવાનો પોતાનો નિરધાર જાહેર કર્યો. તેની સાથે જ મિ૦ મૅન્ટેલિનીએ દુ:ખ, ત્રાસ, વેદના, હીણપત, લાંછન, અન્યાય, અત્યાચાર વગેરે શબ્દો વાપરીને કલ્પાંત આદરી દીધું. આ જગતરૂપી ઉપવનનું મનોહર મધુર પુષ્પ ગણી પોતે જે મૅડમમાં લોભાયા-લલચાયા-બંધાયા, તે મધુરતાનો અર્ક હવે આવો કડવો-ઝેરી થઈ બેસે છે, તે જોઈ તેમની છાતી બેસી જવા લાગી. કેવી કેવી ઉમરાવજાદીઓ પોતાની મબલક મિલકત સાથે પોતાની જાતને તેમના ઉપર ન્યોછાવર કરવા તૈયાર હતી, તેનું વર્ણન પણ તેમણે છેવટે આદર્યું. મૅડમ ઍન્ટેલિની Page #241 -------------------------------------------------------------------------- ________________ નવા સવાલો ૧૯૯ એ બ્રહ્માસ્ત્ર આગળ ટકી ન શકી. છેવટે તેણે પોતાના ઠપકાના અવાજની માત્રા ઉતારવા માંડી, અને અંતે પાછી પ્રેમની પરિભાષામાં તે બધું પીગળીને શૂન્યાકાર થઈ ગયું. એ સુખી અંત આવતાં જ, મિ0 મૅન્ટેલિનીએ હવે રાફને, મિત્ર પાઈક આવીને જે સમાચાર આપી ગયા હતા, તે બક્ષિસરૂપે આપી દીધા: ‘તમારો ભત્રીજો નિકોલસ એક કૉફી-હાઉસમાં સર મલબેરીને ભેગો થઈ ગયો; ત્યાં તેમની સાથે ઝઘડી પડી, ઘોડાગાડીમાં પણ તેમની પાછળ લટક્યો, છેવટે સર મલબેરીનું સુંદર મુખ તલવાર જેવા લાકડાના ફાચરાથી ચીરી-ફોડી, તેણે ઘોડાને ભડકાવી દીધો; ઘોડો ગાંડો થઈ વીજળી વેગે નાઠો, અને ઘોડાગાડીના કુરચે કુરચા – ચૂરે ચૂરા ઊડી ગયા, અને સાથે સર મલબેરીના પણ !' ઇ0, ઇ. રાફને નિકોલસની આ કારવાઈ સાંભળી એટલો ગુસ્સો ચડ્યો કે, યૉર્કશાયરથી તાજેતરમાં, (આ વખતે પોતાના જાડા સુપુત્રને નમૂના તરીકે બીજાં માબાપને બતાવવા સાથે લઈને) નવા છોકરાઓની ભરતી કરવા લંડન આવેલા મિ0 સ્કૃિવયર્સ તેને મળવા આવ્યા, ત્યારે પણ તેનો મિજાજ ઠેકાણે આવ્યો ન હતો. પણ એ માસ્તર સાથેની વાતચીત દરમ્યાન, નિકોલસની સાથે ભાગી છૂટેલા સ્માઈક મારફત નિકોલસ ઉપર વેર લઈ શકાય તેવી શક્યતા દેખાતાં, તેનું મગજ એક નવી યોજના ઉપર વિચાર કરવા ઝડપભેર લાગી ગયું. વેરભાવથી વિયર્સે પણ, નિકોલસને હાનિ પહોંચાડી શકાય તેવું કંઈ થતું હોય તો, તેમાં પૂરેપૂરો સાથ આપવા પોતાની બધી જ તૈયારી બતાવી. આમ, એ બેના વેર-મનોરથ હવે ભેગા જોડાયા. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૩૯ મધુર અકસ્માત પોતાની બહેન અને માતાને મિસ લા ક્રીવીના મકાનમાં લાવી દીધા પછી, નિકોલસે નૉઝને ત્યાં એકલા પડેલા સ્માઇકનો વિચાર કરવા માંડ્યો. સ્માઇકને હવે પોતાના કુટુંબના માણસોની આગળ રજૂ કરવો જોઈએ, એ તેને જરૂરી લાગતું હતું. નિકોલસને પોતાની બહેન ઉપર તો પાકો ભરોંસો હતો કે, તે પોતાની ઇચ્છા મુજબ સ્માઇકને તરત રાજીખુશીથી અપનાવી લેશે. પરંતુ પોતાની મા વિષે નિકોલસને ભારોભાર શંકા હતી. કૌટુંબિક ઊંચનીચભાવ વગેરે બાબતના તેના ખ્યાલો જરા વિચિત્ર હતા. અને સ્માઇકને જો પોતાના કુટુંબમાં યોગ્ય વર્તાવ ન મળે, તો તેની સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડતી જાય, એ પણ નક્કી હતું. તેના સમુચિત વિકાસ માટે હવે કૌટુંબિક હૂંફ અને મોકળી મમતાની તેને ઘણી જરૂર હતી, એમ નિકોલસને લાગ્યું. છતાં, એ ભલા છોકરાનો પોતા ઉપરનો ભાવ જોયા બાદ, મિસિસ નિકલ્બી પણ તેના ઉપર ભાવ રાખતાં થશે, એવી શ્રદ્ધાથી નિકોલસ સ્માઇકને હવે પોતાને ત્યાં તેડી લાવવા માટે નૉગ્સને ત્યાં ગયો. નિકોલસે તેને કહ્યું, “ચાલ ભાઈ, હવે હું તને ઘેર લઈ જવા આવ્યો છું.” ઘેર? મોટાભાઈ, મારે ક્યાંય જવું નથી, હું તો તમારી સાથે જ રહીશ, બીજે ક્યાંય નહિ.” ૨૦૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ મધુર અકસ્માત ૨૦૧ : “ભાઈ, હું “ઘર” કહું છું એટલે મારા – આપણા – ઘરની જ વાત કરું છું; બીજા કોઈ ઘરની કે બીજા કોઈના ઘરની નહિ. મને તારી પેઠે ચાહનારાં બધાં જ એ ઘરમાં હશે. પણ તુંય તે બધાને બરાબર ચાહવા લાગજે તથા મારી પેઠે જ તે બધાંને તારાં બનાવી લેજે. અને જો, મારી વહાલી બહેન પણ ત્યાં હશે. તે બહુ આનંદી પ્રકૃતિની છે. આપણું ખિન્ન અને ઉદાસ માં તેની સામે ધરીને તેનો આનંદ ઓછો કરી નાંખીએ, એવું ન બનવા દેવું જોઈએ. તને કે મને સહેજે દુ:ખી કે ખિન્ન જોશે, તો તેની મૂંઝવણનો પાર નહીં રહે. માટે આપણે તેને વધુ આનંદી બનાવવી હોય, તો જાતે આનંદી દેખાવા પ્રયત્ન કરવો, સમજ્યો?” આમ બધું બરાબર ગોઠવાયું અને થાળે પડ્યું, એટલે નિકોલસને તેના નિર્વાહનો સવાલ મૂંઝવવા લાગ્યો. પાછું મલ્સની નાટક મંડળીમાં જોડાવા જવું, એ તો હવે વિચારી જ શકાય તેમ નહોતું. તેને પોતાને પણ નટ થવું ગમતું નહોતું. ઉપરાંત, શહેરે શહેર કેટ જેવી જુવાન બહેનને લઈને મંડળીમાં ફરવું, એ પણ કેટને ઉચિત સંપર્કોમાંથી કાઢી લઈ, વિચિત્ર વાતાવરણમાં નાંખવા જેવું થાય. એટલે તેને પાછી નોકરી અપાવનારી પેલી “જનરલ એજન્સી ઑફિસ’ યાદ આવી. અને તે જલદી એ તરફ કોઈ નોકરીની ભાળ મેળવવા ઊપડ્યો. એ ઑફિસ એવી ને એવી જ હતી. એના એ જ મોટાં મોટાં પાટિયાં અંદર બહાર ટીંગાવેલાં હતાં; અને દેશની વધી રહેલી સમૃદ્ધિના પુરાવારૂપ કહી શકાય તેવી બાબત તો એ હતી કે, આવી ‘સુંદર’ તકો ત્યાં જાહેરમાં ખુલ્લી મૂકવામાં આવી હોવા છતાં, કોઈ જાણે તેમનો લાભ લેવા દોડી આવતું ન હતું! . નિકોલસ જે ઘડીએ ત્યાં પોતાને માફક આવે એવી નોકરીનું પાટિયું શોધતો હતો, તે વખતે જ તેણે એક પ્રસન્ન મુખમુદ્રાવાળા Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ નિકોલસ નિકલ્બી બુઢ્ઢા સદ્ગુહસ્થને પણ ત્યાંનાં પાટિયાં ફરી ફરીને જોતા જોયા. ડોસાનાં કપડાં જરા ખૂલતાં હતાં, – તેમના સ્કૂલ શરીરને જોઈએ તે કરતાં પણ જરા વધારે ખૂલતાં હતાં. પરંતુ બધાં બરાબર સુઘડ હતાં, તથા એ સદગૃહસ્થના ચહેરા પર દેખાતી મોકળાશને જ જાણે બરાબર બંધબેસતાં થતાં હતાં. તેમની આંખોમાં બાળક જેવી નિર્દોષતા હતી અને ઉપરાંતમાં ઉદાત્ત સ્વભાવને છાજે તેવી વિનોદવૃત્તિ પણ હતી. તેથી પાટિયાં જોતાં જોતાં છતાં, વચ્ચે વચ્ચે નિકોલસ તેમની આંખો સામું જોવાની વૃત્તિ રોકી શકતો ન હતો. અને, ભગવાનની દુનિયામાં પણ કોણ જાણે કેવા મેળ ઘડાયેલા હોય છે કે, એ બુઢ્ઢા સથ્રહસ્થને પણ નિકોલસની મુખ-કાંતિમાં એવું કંઈક આકર્ષક લાગ્યું હતું કે, તે પણ તેની સામે જોવા પોતાનું મોં તેની તરફ અવારનવાર ફેરવતા હતા. અને, ગણિતની ગણતરી મુજબ, એ બંને એકબીજા તરફ એકીવખતે જ જોવા વળ્યા હોય એમ ઘણી વાર બની જતું. એવું થાય ત્યારે દરેક વખતે નિકોલસ, જાણે કાંઈ ગુનો કરતાં પકડાઈ ગયો હોય તેમ, ઝટપટ માં પાછું ફેરવી લેતો. એ ડોસા હવે ત્યાંથી વિદાય થવા લાગ્યા. તેવામાં નિકોલસની નજર પાછી તેમની નજર સાથે એક થઈ ગઈ; તેથી છોભીલા પડી, કંઈક થોથવાતી જીભે તેણે તેમની એ બદલ માફી માગી. ના રે ના, કાંઈ નહિ, કાંઈ નહિ,” ડોસાએ જરા હસીને તેનો જવાબ આપ્યો. ડોસાનો અવાજ પણ એમના વિશાળ કલેવર અને તેથી વધુ વિશાળ અંતરને અનુરૂપ હતો. ડોસાના એવા આવકારપાત્ર અવાજથી વધુ હિંમત ધરી નિકોલસે તેમની સાથે વધુ વાતચીત કરવાના લોભે કહ્યું, “ઘણી ઘણી તકો અહીં રજૂ થયેલી છે, નહીં?” Page #245 -------------------------------------------------------------------------- ________________ મધુર અકસ્માત ૨૦૩ * “નોકરી માટે ઉત્સુક ઘણા એમ માનીને અહીં આવતા હશે, બિચારા બાપડા !” આટલું બોલી ડોસા ત્યાંથી જવા લાગ્યા; પણ નિકોલસને કંઈક બોલવા જતો જોઈ, તે તરત ધીમા પડ્યા અને તેની વાત પૂરી સાંભળી લેવાનું સૌજન્ય દાખવવા પૂરતા થોભ્યા. નિકોલસ તેમની નજીક આવ્યો એટલે તેમણે પૂછ્યું, “કેમ ભાઈ જુવાન, તમે કંઈક મને કહેવા માગતા હતા?” “ના, ના, ખાસ નહિ.– પણ એ તો મારો નકામો ખ્યાલ હોય; એમ કે, આપ આ જાહેરાતો જોવા કયા ઇરાદાથી આવ્યા હશો, એવું કંઈક મને થઈ આવ્યું.” “ઓહ! એમ? તો ચાલો બોલી નાંખો જોઉં, મિસ્ટર– હૈ? હું કંઈક નોકરી શોધવા આવ્યો હોઈશ, એમ તમને લાગ્યું? સાચું કહેજો કે, તમે એવું જ કંઈક ધાર્યું હતું ને?” નિકોલસે હકારમાં ડોકું હલાવ્યું. “હા હા હા!” ડોસા ખડખડાટ હસી પડ્યા અને પોતાના બંને પંજા આનંદથી ઘસવા લાગ્યા. “આ જાહેરાતો તરફ જોનાર માટે કોઈ પણ એવું જ માની લે, જેમ મેં પણ તમારે માટે એવું જ ધારી લીધું હતું. ખરી વાત છે, મેં તમારે માટે પણ એવું જ ધારી લીધું હતું!” “પણ આપે મારે વિષે એમ ધારી લીધું હોય, તો તેમાં આપની કંઈ ભૂલ થતી હોય, એમ માનવાનું કારણ નથી. કારણ કે, ખરેખર હું નોકરીની શોધમાં જ આ જાહેરાતો જોતો હતો.” ના, ના, તમારા જેવા સારા સંસ્કારી દેખાતા યુવાનને અહીં નોકરી શોધવાની જરૂર હોય, એમ હું તો ન જ માનું,” ડોસાએ ભલમનસાઈથી જવાબ આપ્યો. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ નિકોલસ નિકલ્બી | નિકોલસે, ડોસાએ પોતા વિષે દર્શાવેલ સારા અભિપ્રાય બદલ તેમને નમન કરી, ચાલતી પકડી. પણ તરત જ, એક તરફ નિરાંતે ઊભા રહી વાત કરી શકાય તેવે ઠેકાણે, બાજા પર તેને બોલાવી જઈ, ડોસાએ પૂછ્યું, “બોલો, શી વાત છે? ખરેખર, મને એકદમ કહી દો જોઉં!” “આપની વત્સલતાભરી મુખાકૃતિ જોઈ, હું મારા મનની વાત બોલી બેઠો એટલું જ, બાકી આ વેરાન લંડન શહેરમાં કોઈ અજાણ્યા આગળ એવી વાત કરવાની હોય નહીં. માટે આપ મને ક્ષમા કરો.” વેરાન શહેર? ખરે જ, હું પણ એક વખત બચપણમાં આ શહેરમાં આવ્યો હતો ત્યારે મને પણ આ શહેર “વેરાન’ લાગ્યું હતું, પણ આ શા માટે છે?”—નિકોલસે હાથ ઉપર પહેરેલી કાળી પટ્ટી તરફ આંગળી કરીને ડોસાએ પૂછ્યું. “મારા સદ્ગત પિતાજીને કારણે.” “હું? જુવાન માણસને બાપનું શિરછત્ર ચાલ્યું જાય, એ ભારે મુસીબતની વાત, ભાઈ. વિધવા માતાજી હશે, કદાચ?” નિકોલસે સામેથી ખાલી નિશ્વાસ મૂક્યો. “ભાઈઓ અને બહેનો પણ?” એક બહેન છે.” “ભલે, ભલે; અને તમે ભણેલાગણેલા છો, એ હું ચોક્કસ કહી શકું છું.” મને ઠીક ઠીક કેળવણી મળી છે.” “સરસ! કેળવાયેલા હોવું એ બહુ ઉત્તમ વસ્તુ છે. મને જરાય કેળવણી મળી નહોતી. એટલે બીજા કોઈને ભણેલા જોઉં છું, ત્યારે મને બહુ ગમે છે. બહુ સરસ, ખરે જ, બહુ સરસ! પણ તમારી વાત વધુ સાંભળવાનું મને મન થાય છે, બધું જ વિગતવાર કહો જોઉં. મારા જેવા બુટ્ટા માણસની એ ઇંતેજારી બદલ તમે ક્ષમા કરશો જ.” Page #247 -------------------------------------------------------------------------- ________________ મધુર અકસ્માત ૨૦૫ એ ભલા ડોસાએ, શિષ્ટાચારની પરવા કર્યા વિના, કેવળ સુજનતાથી જ એ પ્રશ્ન પૂછયો હોઈ, નિકોલસ તેમને ના ન પાડી શક્યો. ઉપરાંત નિખાલસતા પણ ચેપી વસ્તુ છે. એટલે નિકોલસે, ખાસ કોઈ નામઠામ દીધા વિના, પોતાનો ઇતિહાસ, તેમને ટૂંકમાં કહી સંભળાવ્યો. ડોસાએ લક્ષ દઈને એ બધી વાત સાંભળી, અને એ વાત પૂરી થતાં જ તરત નિકોલસના હાથને પોતાની બગલ નીચે દબાવી, જાણે તેને પરાણે ઘસડી જતા હોય તેમ તે બોલ્યા, “એક શબ્દ પણ નહીં, એક વાત પણ નહીં ! ચૂપચાપ મારી સાથે ચાલ્યા આવો; એક મિનિટ પણ બગાડવાની નથી.” એટલું કહી, શેરીમાંથી નિકોલસને બહાર ખેંચી જઈ, એક ઑમ્નીબસમાં તેને આગળ ધકેલી, ડોસા પણ પોતે તરત દાખલ થઈ ગયા. બસમાં બેઠા પછી નિકોલસ નવાઈ પામી કંઈક બોલવા-પૂછવા ગયો; પણ ડોસાએ, કોઈ લેણદાર દેવાદારનો કશો વિશેષ ખુલાસો સાંભળવા ઇચ્છતો ન હોય તે રીતે, તેને કશું જ ન બોલવા, હુકમભરી અદાથી જણાવી દીધું. નિકોલસ પણ, આ બધાનું છેવટ શું આવશે એ વિચારતો, એ ડોસાની મુખમુદ્રા તરફ નવાઈ પામી જોઈ રહ્યો. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૪૦ “ચિયરીમલ બ્રધર્સ ” ૧ બેંક આગળ ઊતરી, નિકોલસનો હાથ પાછો બગલમાં દબાવી, ડોસા થ્રેડનીડલ સ્ટ્રીટમાં થઈ, તેને લગભગ દોડાવતા લઈ ચાલ્યા. કેટલીક ગલીકૂંચીઓ પસાર કર્યા પછી તેઓ એક શાંત ચકલા પાસે આવી પહોંચ્યા. એ ચકલાની આસપાસનાં મકાનોમાંથી જૂનામાં જૂના પણ ચોખ્ખામાં ચોખ્ખા દેખાતા એક મકાનમાં ડોસા નિકોલસને લઈ ગયા. દરવાજા ઉપરની તખ્તી ઉપર “ચિયરીબલ બ્રધર્સ” એટલું જ લખેલું હતું; પરંતુ આસપાસ રવાના થવા તૈયાર થઈને પડેલી પેટીઓ ઉપરથી નિકોલસ તરત કલ્પી શકયો કે, આ લોકો જર્મની સાથે વેપાર ચલાવતા વેપારીઓ હતા. શરૂઆતમાં વખારો જેવા ભાગમાંથી પસાર થતાં નિકોલસને વધુ એ પણ જાણવા મળ્યું કે, પેઢીનો ધંધો ધીકતો ચાલે છે. આસપાસના માણસો અને પોર્ટરો જે રીતનો આદરભાવ ડોસા પ્રત્યે દાખવતા, તે ઉપરથી તે એ પણ કલ્પી શકયો કે, આ ડોસા પોતે જ મિ∞ ચિયરીબલ છે. થોડે આગળ, પારદર્શક કાચની તખ્તીઓથી બાકીના ભાગથી અલગ પાડેલી એક કૅબિન આવી. તેમાં એક જાડો, પ્રૌઢ, પહોળા માંવાળો મુનીમ બેઠો હતો. તેણે ચાંદીની ફ઼્રમવાળાં ચશ્માં પહેરેલાં હતાં. મિ ચિયરીબલે મમતાથી તેને પૂછ્યું, તેમના કમરામાં છે કે, ટિમ ?” ૨૦૬ 66 મારા ભાઈ અંદર Page #249 -------------------------------------------------------------------------- ________________ “ચિયરીબલ બ્રધર્સ” ૨૦૭ “હા સાહેબ,” પેલા જાડા મુનીમે પોતાનાં ચશમાંના કાચ પોતાના શેઠ તરફ તથા આંખો નિકોલસ તરફ ફેરવીને જવાબ આપ્યો; “પણ મિ૦ ટ્રિમર્સ તેમની સાથે છે.” “એમ? શા કામે આવ્યા છે, વાર?” “આજે સવારે ઈસ્ટ ઇન્ડિયા ડૉક ઉપર એક મજૂર ખાંડનું પીપ પડવાથી છુંદાઈ ગયો, તેની વિધવા અને કુટુંબ માટે ભરણાંની યાદી લઈને આવ્યા છે.” અહા, કેવા દયાળુ જીવ છે? ટ્રિમર્સ બહુ ભલા માણસ છે; અમારા સૌથી સારા મિત્રોમાંના જ એક છે, વળી. અમને કદી ખબર ન પડે એવા હજાર હજાર કિસ્સાઓ તે અમારી જાણ ઉપર લાવે છે. હું ટ્રિમર્સનો બહુ જ આભારી છું,” આમ કહી, ડોસા આનંદથી પોતાના હાથ ઘસવા માંડ્યા, જાણે હમણાં જ લાખ રૂપિયાનો સોદો પાર પડ્યાના સમાચાર તાજા મળ્યા હોય ! પણ એટલામાં તો મિત્ર ટ્રિમર્સને પોતાને જ બહાર આવતા જોઈ, એ ભલા ડોસા તરત તેમની તરફ ધસી ગયા અને તેમનો હાથ પકડી, “આભાર, આભાર, હજાર હજાર આભાર, મિ૦ ટ્રિમર્સ,” કહેતા કહેતા તેમને એક બાજુ દોરી ગયા, અને પછી કાનમાં માં ઘાલી પૂછવા લાગ્યા, “હું? પાછળ કેટલાં બાળકો છે? અને મારા ભાઈ નેડે શું લખાવ્યું? હે?” પાછળ છ બાળકો મૂક્યાં છે, અને તમારા ભાઈએ મહેરબાની કરી વીસ પાઉડ અમને આપ્યા છે.” “મારા ભાઈ નેડ બહુ ભલા માણસ છે, અને તમે પણ બહુ ભલા માણસ છો, ટ્રિમર્સ. મારાય વીસ પાઉન્ડ લખો ને! પણ, થોભો થોભો – આપણે નાહક દેખાડ થાય તેવું કરવાની શી જરૂર! મારા નામે દસ જ પાઉંડ લખો અને ટિમ લિંકિનવૉટર- અમારા આ મુનીમ, તેમને નામે દસ પાઉંડ લખો. અરે, ટિમ, મિ૦ ટ્રિમર્સને વીસ પાઉંડનો ચેક આપી દો. ભગવાન તમારું ભલું કરે, ટ્રિમર્સ, Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ નિકોલસ નિકબી પણ આ અઠવાડિયે એકાદ દિવસ અમારી સાથે ભોજન માટે આવો ને! અમને ઘણો આનંદ થશે, હે? ખાંડના પીપ નીચે છુંદાઈ ગયો - અને છ છોકરાં – અરેરે!” નિકોલસ આ ભલા ડોસાના માં સામું જ તાકી રહ્યો. હવે પોતાના ભાઈના કમરા તરફ નિકોલસને ધકેલીને લાવ્યા “પછી ડોસાએ અધખુલ્લા બારણામાં ડોકું ઘાલી પૂછયું, “ભાઈ નેડ, તમે કામમાં છો? કે મારી સાથે એક બે શબ્દ બોલવા કુરસદ કાઢી શકશો?” ભાઈ ચાર્લ્સ,” અંદરથી બરાબર આ ડોસાના જેવો જ અવાજ આવ્યો, “તમારે મને એવો સવાલ પૂછવો નહીં; સીધા જ અંદર ચાલ્યા આવો.” ડોસા અને નિકોલસ તરત જ અંદર દાખલ થયા. નિકોલસે જોયું કે, અંદર બેઠેલ વ્યક્તિ પણ આકૃતિએ, ચહેરે મહોરે અને કપડેલો પણ આબેહૂબ પોતાના મિત્ર બનેલા ભલા ડોસા જેવી જ હતી. તેને તરત જ સમજાઈ ગયું કે, બંને જોડિયા ભાઈ જે હોવા જોઈએ. | નિકોલસના મિત્ર ડોસાએ બારણું બંધ કરીને કહ્યું, “ભાઈ નેડ, આ મારા જુવાન મિત્રને આપણે મદદ કરવાની છે. તેમણે જે વાત કરી છે, તે બાબત અલબત્ત આપણે પૂરી તપાસ કરીશું જ, જેથી બંને પક્ષને કશો અન્યાય ન થાય. અને જો તેમણે જણાવેલી વાતો સાચી નીકળે, અને મને ખાતરી છે કે, એ વાતો સાચી જ નીકળવાની છે, – તો આપણે જરૂર તેમને મદદ કરવી જોઈએ, જરૂર મદદ કરવી જોઈએ, ભાઈ.” ભાઈ, તમે કહ્યું એટલું જ બસ છે કે, આપણે તેમને મદદ કરવી જોઈએ. હવે બીજી તપાસ શી કરવાની છે? તેમને મદદ કરીશું જ. બોલો, તેમને શી વાતની જરૂર છે? ટિમ લિકિનવૉટરને પણ અહીં બોલાવો; તેને આપણી સાથે રાખવો સારો.” Page #251 -------------------------------------------------------------------------- ________________ “ચિયરીબલ બ્રધર્સ” ૨૦૯ થોભો, થોભો, ભલા ભાઈ નેડ! મારી પાસે એક સરસ યોજના છે. ટિમ હવે ઘરડો થતો જાય છે; અને ભાઈ નેડ, ટિમે વફાદારીથી સેવા બજાવી છે, અને આપણે તેનાં મા-બહેનને પેન્શન બાંધી આપ્યું, તથા તેનો બિચારો ભાઈ મરી ગયો ત્યારે થોડી ઘણી મદદ કરી, એ કંઈ તેની વફાદાર સેવાઓનો પૂરતો બદલો આપ્યો ન કહેવાય.” નહિ જ, નહિ જ વળી; અર્ધો બદલો પણ આપ્યો ન કહેવાય; અર્ધા પણ નહિ.” તો આપણે તેના ઉપરનો કામનો બોજો જરા હળવો કરીએ, અને અવારનવાર તેને ગામડા તરફ તાજી હવામાં સૂઈ આવવા મોકલીએ,– અઠયાડિયામાં બેત્રણ વખત,– (અને સવારમાં તે એકાદ કલાક કામે મોડો ચડે તો જરૂર એ બની શકે.)- તો ટિમ લિકિનવૉટર ફરી જુવાન બનતો જાય. આપણાથી એ ત્રણ વર્ષ મોટો છે, પણ એ ફરી જુવાન બને, તો કેવી મજા આવે? અરે, એ પહેલાં નાના છોકરા જેવો હતો ત્યારે કેવો દેખાતો હતો, તે તમને યાદ આવે છે, ભાઈ?” એ વાત યાદ લાવતાં તો બંને ભાઈઓ એવા ખડખડાટ હસી પડ્યા કે, બંનેની આંખોમાં આંસુ નીકળી આવ્યાં. પછી ઉતાવળે નિકોલસની બંને બાજુ એક એક ખુરસી ગોઠવી દઈ, ડોસાએ એડને નિકોલસની કહાણી કહી સંભળાવી. ત્યાર પછી તે બે જણ વચ્ચે લાંબી વાતચીત ચાલી. પછી ભાઈ નેડ અને ટિમ લિંકિનવૉટર વચ્ચે પણ બાજુના કમરામાં એટલી જ લાંબી વાતચીત ચાલી. પછી ભાઈ નેડ ટિમ લિંકિનવૉટરને લઈને અંદર આવ્યા. ટિમ તરત જ નિકોલસ પાસે જઈ, તેના કાનમાં એક જ ટૂંકું વાક્ય કહી આવ્યો કે, તેણે તેનું સરનામું ઉતારી લીધું છે અને આજે સાંજે આઠ વાગ્યે તે તેને ઘેર મળવા આવશે. પણ આટલું કહ્યા પછી, ટિમ પોતાનાં ચશમાં લૂછી, આંખો ઉપર ચડાવી, બંને ભાઈઓ તેની પોતાની બાબતમાં જે કહેવા માગતા હતા, તે સાંભળવા તૈયાર થઈને ઊભો. નિ.-૧૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ નિકોલસ નિકલ્ટી ભાઈ ચાલશેં જ શરૂ કર્યું, “જુઓ ટિમ, આ જુવાન ગૃહસ્થને આપણે આપણા હિસાબી ખાતામાં લઈ લેવા માગીએ છીએ.” ટિમે એ વાત ઉપર તો પૂરેપૂરી સંમતિ દર્શાવી દીધી. પણ પછી આગળ શી વાત તે કહેવાના છે તે જાણતો હોવાથી, ખિજવાયો હોય તેમ તે પોતે જ બોલવા લાગ્યો, “જુઓ, હું સવારમાં એક કલાક મોડો આવવાનો નથી; તથા અવારનવાર તાજી હવામાં સૂવા ગામડે જવાનો નથી; વાહ, એ તે શી વાત છે –!” “તમારા જક્કીપણાને જહન્નમમાં લઈ જાય,” ડોસા ચાર્લ્સ ગુસ્સાથી વાજ આવી ગયા હોય તેમ બોલી ઊઠયા; “તમે શું કહેવા માગો છો, સાહેબ, હું સાંભળું તો ખરો !” “હું પણ કહી જ નાંખવા માગું છું, અને મને કોઈની શેહશરમ અડતી નથી! હું ચુંવાળીસ વર્ષથી ચિયરીબલ બ્રધર્સની પેઢીના હિસાબો રાખતો આવ્યો છું. દર સવારે અને સાંજે એ પેઢીની તિજોરી બરાબર હું મારે હાથે ઉઘાડું છું અને વાણું છું, અને રાતે સાડા દસ વાગ્યે આખા મકાનનાં બારણાં બરાબર બંધ થયાં છે તથા અંગીઠીઓ બુઝાવવામાં આવી છે કે નહિ તે જોયા પછી, છેક ઉપરના મારા કમરામાં જઈને સુઈ જાઉં છું. એક દિવસ પણ છાપરા નીચેની મારી એ ઓરડીની બહાર હું ક્યાંય સૂતો નથી. અને હું ફરી ફરીને કહું છું કે, હું બીજે કયાંય સૂવા જવાનો પણ નથી. ભલે શિયાળો હોય કે ઉનાળો હોય, કામકાજ માટે કે આરામ માટે, લંડન જેવી બીજી કોઈ સુંદર જગા દુનિયામાં કયાંય હોય, એમ હું માનતો નથી. મારી કોટડીની બારીએથી સવાર થતાં જે દૃશ્ય દેખાય છે, તે દૃશ્ય જોઈને ઊઠવાની મને ટેવ પડેલી છે, અને એ દૃશ્ય જોયા વિના ઊઠવાનું મને ફાવે તેમ નથી. ભલે કોઈના કામકાજમાં કે કોઈને વેપારધંધામાં દખલ થતી હોય તો જુદી વાત; બાકી, હું તો એ કોટડીમાં જ મરવા પણ ઇચ્છું છું.” Page #253 -------------------------------------------------------------------------- ________________ ચિયરીબલ બ્રધર્સ” ૨૧૧ “ભલા માણસ, મરવાની વાત કેમ માંએ લાવે છે?” બંને ડોસાઓ પોતાનાં નાક જોરથી નસીકતા એકીસાથે બોલી ઊઠયા. “જુઓ મિત્ર એડવિન, અને જુઓ મિત્ર ચાર્લ્સ, તમે મને વર્ષાસન આપી બહાર મોકલી દેવાની વાત આ કંઈ પહેલી વાર નથી કરી; અને મહેરબાની કરી એ વાત છેક છેલ્લી જ ગણજો. હું કદી એ વસ્તુ કબૂલ રાખવાનો નથી.” આટલું કહી, ટિમ તરત પોતાના કાચના ખાનામાં જઈને ઊભો રહ્યો; જાણે આખી દુનિયામાં કોઈથી ડરીને પોતાની વાત પડતી મૂકે એ માણસનું નામ ટિમ લિકિનવૉટર ન હોય! ભાઈ ચાર્લ્સ હવે બોલી ઊઠયા, “ભાઈ, એ માણસ તો હવે હાથથી ગયો છે; આપણી કોઈ વાત સમજદારીથી તે સ્વીકારવા માગતો જ નથી. પણ આપણે તેના બુટ્ટા તરંગો સ્વીકારવા બંધાયેલા નથી. તેને ભાગીદાર બનાવી દો, ભાઈ નેડ; અને જો તે શાંતિને માર્ગે એ વાત સ્વીકારવા તૈયાર ન થાય, તો આપણે વઈનવી વાપરવી રહી.” સાચી વાત છે,” ભાઈ નેડ પણ મક્કમ નિરધાર ઉપર આવી ગયા હોય તેમ બોલ્યા, “સાચી વાત છે, ભાઈ. કોઈ માણસ આપણી બુદ્ધિપૂર્વકની વાત પણ ન સ્વીકારવા જેવો જક્કી હોય, તો આપણે આપણી સત્તા વાપરવી જ રહી. આપણે તેની સાથે ઝઘડો જ માંડવો જોઈશે.” ખરી વાત છે, ભાઈ, ઝઘડો માંડવા જેવી જ વાત છે, વળી. પણ આપણે આપણા આ જુવાન મિત્રને વધારે પડતા રોકી રહ્યા છીએ. પેલાં બિચારાં બાન અને તેમનાં સુપુત્રી ઇંતેજારીથી તેમના પાછા ફરવાની રાહ જોતાં હશે. એટલે અત્યારે તો હવે આપણે તેમને વિદાય આપીએ.” ૩ પાછા ફરી, મિસ લા કીવીના મકાનમાં, નિકોલસે જ્યારે આ બધા સમાચારો કહી સંભળાવ્યા, ત્યારે જે આનંદ અને આભારની લાગણી Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ નિકોલસ નિકલ્ટી ત્યાં ઊભરાઈ રહી, તેનું વર્ણન કરવાની જરૂર ખરી? મિ0 ટિમોધી લિકિનવૉટર બરાબર આઠ વાગ્યે આવીને કુટુંબની મુલાકાત લઈ ગયા. અને પાછા જઈ તેમણે નિકોલસ માટે ભારપૂર્વક ભલામણ કરી. બીજે જ દિવસે નિકોલસનું સ્થાન ચિયરીબલ બ્રધર્સની પેઢીમાં, તાત્કાલિક તો વાર્ષિક એકસો વીસ પાઉંડને પગારે, નક્કી થઈ ગયું. દરમ્યાન ચિયરીબલ ભાઈઓ વચ્ચે પાછો એક મીઠો ઝઘડો જામી ગયો. ભાઈ ચાર્લ્સ નિકોલસને રહેવાને માટે કંપનીની માલકીની એક કોટેજ “કંઈક ઓછા ભાડે આપવા સૂચવ્યું, જેથી નિકોલસને વધુ રાહત રહે. ત્યારે ભાઈ નેડે એ મકાન મફત જ આપવાનો આગ્રહ રાખ્યો. ભાઈ ચાર્લ્સે કહ્યું, “થોડું ભાડું લઈએ, તો આખા કુટુંબને કરકસરની ટેવ પડે, માટે વર્ષો પંદર કે વીસ પાઉંડ ભાડું લેવું, અને પછી બીજી રીતે, એટલે કે, ફર્નિચર ખરીદવા વગર વ્યાજે હું લોન આપું, અને પછી તમે મારાથી છાની બીજી લોન તેને આપો, એ રીતે એ ભાડું તેને જ પાછું વાળી દેવું. અને જો નિકોલસનું કામકાજ આપણને સંતોષકારક માલૂમ પડે, તે તે આપણે એ લોનનો બક્ષિસ તરીકે ફેરબદલો કરી નાખવો. બોલો ભાઈ નેડ, એ વાતમાં તમારે શી તકરાર છે?” ભાઈ નેડને આ યોજના તો કબૂલ હતી, એટલે તરત ભાઈ ચાર્લ્સનો હાથ પકડી, તેમણે આનંદથી દબાવ્યો. અને પૂરું સમાધાન કરી લીધું. એકાદ અઠવાડિયામાં તો નિકોલસનું કુટુંબ નવા મકાનમાં રહેવા પણ આવી ગયું. પણ પછી તો આ મકાનમાં કોઈ ભૂત આવીને મૂકી જતું હોય તેમ, રોજ નિકોલસ પાછો આવે ત્યારે, કયાંકથી કશી ઉપયોગી ચીજ ઘરમાં આવી પડી હોય, તેવા સમાચાર તેને સાંભળવા મળવા લાગ્યા. મિસ લા ક્રોવી એક બે દિવસ કાઢી ઘરને ગોઠવવા સજાવવામાં મદદ કરવા આવી ગઈ હતી, અને અવારનવાર આવતી જ રહેતી. તેને આ કુટુંબ સાથે બહુ ઘરોબો થઈ ગયો હતો. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ - મિત્ર લિલીવીકનો ‘કુટુંબને સંદેશો અને સ્માઇક! તેની દોડાદોડનો અને ધમાલનો તો પાર જ નહોતો. મકાનની આસપાસની જમીનમાં તેણે જે કાળજીથી બગીચા જેવું બનાવવા માંડ્યું, તેને પણ એ ઘરના ભૂતે મદદ કરવા માંડી! ત્યાં વાવવા માટે જોઈતા નવા નવા છોડ તેને તૈયાર મળી જતા. આમ, એ કુટુંબમાં ઘણે વખતે આનંદ, ધમાલ, ઉદ્યમ અને શાંતિનું વાતાવરણ છવાઈ રહ્યું. ૪૧ મિ. લિલીવીકને “કુટુંબ અને સંદેશે નિકોલસે હવે કૅનવિચ્છ કુટુંબને મળી, મિ૦ લિલીવીકનાં મિસ પેટોકર–“થિયેટર-રૉયલ’વાળી સાથે થયેલાં શુભ લગ્નના સમાચાર કહી આવવાનો વિચાર કર્યો, અને તેમને ઘેર તે જઈ પણ પહોંચ્યો. બનવાકાળ તે એ દિવસે મિસિસ કૅનવિઝે પુત્રને જન્મ આપ્યો હતો, અને મિત્ર કેનેવિગ્સ પોતાની “ખાનદાનીને છાજે તેમ એ જાહેરાત કુટુંબના દાક્તરને મુખે સાંભળીને, પડોશી મુલાકાતીઓને સંભળાવી રહ્યા હતા. | નિકોલસને મકાનમાં આવ્યા પછી જ તે સમાચારની જાણ થઈ. તેણે મિ૦ કૅનેવિગ્સની માફી માગતાં જણાવ્યું કે, પોતે ગ્રામ-પ્રદેશમાંથી આવ્યો, ત્યારે ત્યાંથી તેમને માટેનો એક સંદેશો લેતો આવ્યો હતો; પણ લંડન આવ્યા બાદ, પોતાની અંગત ધમાલમાં એ સંદેશો પહોંચાડવાનું ભૂલી ગયો હતો. આજે આવી ધમાલને વખતે જ તે સંદેશો પહોંચાડવા આવ્યો, એ બદલ તેણે દિલગીરી દર્શાવી. મિ. કૅનવિચ્ચે પોતાને માટે રામપ્રદેશમાંથી આવેલો સંદેશો જલદી ન પહોંચાડવા બદલ નિકોલસને તરત માફી બક્ષી દીધી; કારણ કે, પોતાના જેવા “ઊંચા’ સંબંધોવાળા (જેમ કે, પાણીવેરાના સરકારી ઉઘરાતદાર મિત્ર લિલીવીક સાથેના!) સદ્ગુહસ્થને ગ્રામ-પ્રદેશ સાથે કાંઈ લેવાદેવા હોઈ શકે નહિ. Page #256 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્બી નિકોલસે શરૂઆત મિસ પેટોકરના નામથી કરી. મિ∞ કૅનવિચ્છે મિસ પેટોકર લંડન છોડી ગ્રામપ્રદેશમાં નિકોલસને મળી હોય, તે બદલ નવાઈ બતાવી; પણ મિસ પેટોકર ગ્રામપ્રદેશમાં ગઈ તેથી કંઈ તેમને પોતાને કશી હીણપત લાગવાની શકયતા ન દેખાઈ, એટલે તે સમાચાર તેમણે ઉદારભાવે સ્વીકારી લીધા. ૨૧૪ પછી નિકોલસે ઉમેર્યું કે, મિ∞ લિલીવીક પણ તે તરફ, એટલે કે પોસ્મથ મુકામે જ છે, અને તેમણે પણ મિસ પેટોકર સાથે કૅનવિગ્ઝ કુટુંબને શુભેચ્છાપૂર્વક યાદ કર્યું છે. મિ૦ કૅનવિઝે તરત પોતાનાં બધાં છોકરાંને તથા બધા મુલાકાતીઓને સંબોધીને મિ૦ લિલીવીકના તેમના કુટુંબ સાથેના સંબંધની વાત તથા તેમણે પાઠવેલી શુભેચ્છાની વાત ગર્વપૂર્વક ફરીથી કહી બતાવી. નિકોલસે હવે ઉમેર્યું કે, મિ∞ લિલીવીકે જણાવ્યું છે કે, કૅનવિગ્ઝ કુટુંબને લખીને સમાચાર આપવાનો વખત તેમને ન રહ્યો, પણ તેમણે મિસ પેટોકર સાથે શુભલગ્ન કરી લીધાં છે, અને કુટુંબને એ શુભ સમાચાર જણાવવાનું માન પોતાને–નિકોલસને અપ્યું છે. પણ, સત્યાનાશ! મિન્ટ કૅનવિગ્ન એ સમાચાર સાંભળી એકદમ તો ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને તેમની આંખો ફાટી ગઈ. પછી તેમણે બીજા નંબરની છોકરીની પૂંછડી જેવી વેણી પકડીને પોતાની પાસે ખેંચી અને ખીસામાંથી રૂમાલ કાઢી પોતાનું માં ઢાંકી દીધું. મોટી દીકરી મૉલિના લાકડાની પેઠે જડસડ થઈને નાની બેબીની ખુરશીમાં ફસડાઈ પડી, — પોતાની ‘ખાનદાન’ માને આવેશથી બેભાન બનીને જે રીતે પડતાં જોતી આવી હતી, બરાબર તેમ જ. મિ૦ કૅનવિગ્ઝ હવે મોટેથી પોકારી ઊઠયા, “મારાં છોકરાં સામે દગાબાજી આચરવામાં આવી છે; તેમને તેમના વારસામાંથી — ‘કીમતી’ વારસાથી વંચિત કરવામાં આવ્યાં છે; દગાબાજ! ખચ્ચર! તેને આમ પરણવાનો કશો અધિકાર ન હતો. ” "" Page #257 -------------------------------------------------------------------------- ________________ ટિમ લિકિનવૉટરની વરસગાંઠ ૨૧૫ - દાયણે આવી મોટેથી બૂમો ન પાડવા અને શાંતિ રાખવા તેને કહ્યું, પણ મિ0 કેનવિચ્છે તેને જ ચૂપ “મરવા” ફરમાવી દીધું. દાયણે તેને પૂછ્યું, “તમારું નવું જન્મેલું બાળક આ બૂમાબૂમથી છળી ઊઠશે, તેની પણ તમને ફિકર છે કે કેમ?” ત્યારે કૅનવિઝે તેને જણાવ્યું, “તે મરી જાય તો પણ પોતાને કશો વાંધો નથી; કારણ તેને હવે કશો વારસો મળવાની આશા નથી; તો પછી તેણે જીવીને શું કરવું છે? આ બીજાં છોકરાં પણ ભલે સરકારી ગરીબ-ઘરમાં વેળાસર પહોંચી જાય!” - ત્યાર પછી મિ૦ કૅનવિ, પોતાને ઘેર વારંવાર આવી તે ખચ્ચર પોતાના ઘરની સારી સારી વાનીઓ કેવી રીતે કાયમ ખાયા કરતો, તથા પોતે તેનું કેટલું આદરમાન અત્યાર સુધી કર્યા કર્યું હતું, તેની વિગતો કરુણતાપૂર્વક સૌને સંભળાવવા માંડી. ૪૨ ટિમ લિંકિનવોટરની વરસગાંઠ નિકોલસે હવે બે અઠવાડિયાં સુધી, પોતાના ખાલી સમયમાં, સવાર-સાંજ તનથી અને મનથી કોશિશ કરીને હિસાબો લખવાનું શીખી લીધું. તે અર્થે તે હિસાબ-કિતાબ રાખવાની પદ્ધતિઓ તથા તે લખવાની રીતો શીખવાની જેટલી સાધનસામગ્રી મળે, તે લઈ આવ્યો હતો. બરાબર એક પખવાડિયું થયું એટલે નિકોલસે મિ૦ લિકિનવૉટર પાસે જઈને પોતાને તેમની પાસેનું મહત્ત્વનું ચોપડા લખવાનું કામ સોંપવાની માગણી કરી. ટિમ લિકિનવૉટરે નિકોલસ ઉપર ખુશ થઈ, પોતાના એ કામમાં ‘ભાગ” આપવાનું તેને પહેલાં વરદાન આપી દીધું હતું અને નિકોલસે પોતે હવે આત્મવિશ્વાસથી એ કામ માગ્યું, એટલે જરા Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ નિકોલસ નિકલ્બી ખચકાઈને પણ તેમણે મોટું લેજર અને રોજનામું એ બે વાનાં કાઢયાં અને મમતાથી કાળજીપૂર્વક તેમને ઉઘાડ્યાં. તેમાંના એકાએકી અને ડાઘાડૂધી વિનાના સ્વચ્છ વ્યવસ્થિત લખાણ તરફ આંખ ભરીને નજર નાંખ્યા બાદ, તેમણે પાછાં તે બંનેને અચાનક બંધ કરી દીધાં! | નિકોલસે અધીરાઈથી પોતાને તે કામ સોંપવા ફરી માગણી કરી. ત્યારે ટિમ લિકિનવૉટરે માથું હલાવી, તેને જરા સાંસતા થવા કહ્યું, તથા ભૂલ વિના, તથા છેકછાક વિના ચોપડો લખવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી, તેને તે કામ માગી બેસવાના તેના ઉતાવળાપણા અંગે ઠપકો આપ્યો. પણ છેવટે ટિમ લિંકિનવૉટરે એક નિસાસો નાંખી, પોતાના એ વહાલા ચોપડા, મરણિયાની પેઠે, “જે થાઓ તે થાઓ” એ ભાવથી નિકોલસ તરફ ધકેલ્યા. નિકોલસે તરત જ બેસવાની પણ પંચાત કર્યા વિના ઊભા ઊભા જ ખડિયામાં કલમ બોળી, અને ટિમ લિકિનવૉટર આખો ને આખો ફફડી ઊઠયો. તે ફીકો પડી જઈ, જરા નમી, નિકોલસના ખભા ઉપરથી તેનું લખાણ જોવા લાગ્યો. તે જ ઘડીએ બંને ચિયરીબલ ભાઈઓ એ કૅબિનમાં દાખલ થયા. ટિમે તેમને હાથ વડે નિશાની કરી, ચૂપ ઊભા રહેવા ફરમાવ્યું. બંને ભાઈઓ ટિમની ચિતા જોઈ મંદ મંદ હસતા શાંત ઊભા રહ્યા. થોડી વાર બાદ ટિમે શ્વાસ હેઠો મૂકયો, અને પોતાની કલમના પીંછાવાળો છેડો નિકોલસ તરફ કરીને બંને ભાઈઓને નિશાનીથી જણાવ્યું, “ચાલશે !” પણ એટલામાં નિકોલસ પાછલું પાન ફેરવવા થોભ્યો, તે વખતે પોતાનો હર્ષ રોકી ન શકવાથી ટિમ તરત પોતાના ઊંચા સ્કૂલ ઉપરથી નીચે કૂદી પડ્યો અને નિકોલસનો હાથ પકડી લઈ, બંને શેઠો તરફ જોઈને બોલ્યો, “બરાબર લખે છે; તેના મોટા “બી” અક્ષરો અને ડી” અક્ષરો મારા જેવા જ છે; તથા નાની “આઈ' ઉપર તે ટપકાં કરવાનું કે “ટી” અક્ષરને મથાળેથી કાપવાનું જરાય ભૂલતો Page #259 -------------------------------------------------------------------------- ________________ ' ' ! ," / - : : : T : આ - PIR | છે દ' S1 • કિ દર અ કે * .'', તે * , S Kh . ' 'T 1 કિલો H . . કે , નિલસનું લખાણ ટિમ લિંકિનવટર પાસ કરે છે.– પૃ૦ ર૧૬ Page #260 --------------------------------------------------------------------------  Page #261 -------------------------------------------------------------------------- ________________ મેં ટમ લિકિનવૉટરની વરસગાંઠ ૨૧૭ નથી. આવો જુવાન આખા લંડન શહેરમાંથી મને બીજો લાવી બતાવો જોઉં ! લંડન શહેરની મિજાલ નથી કે, તે આવો બીજો જુવાન પેદા કરી શકે; હું લંડન શહેરને પડકાર કરું છું!” આ પડકાર મહા-નગરીને સંભળાવી, ટિમ લિકિનવૉટરે જોરથી ટેબલ ઉપર મુક્કી ઠોકી દીધી. અને પછી તે પોતાના ઊંચા સ્કૂલ ઉપર બેસવા વળ્યો. પણ ભાઈ ચાર્લ્સે તરત જ ટિમને રોકીને કહ્યું, “ એય મિસ્ટર, તમારો હાથ મને આપો જોઉં. આજે તમારો જન્મદિવસ છે; અને અમે તમારા આ દિવસનાં અનેક શુભ પુનરાગમન વાંછી લઈએ, તે પહેલાં તમારે તમારા ટેબલ પાસે જવાનું નથી. જુઓ, આજે બે વાગ્યાને બદલે અમે સાડા પાંચ વાગ્યે જમીશું; તમારી વરસગાંઠને દહાડે અમે દર વખતે એ ફેરફાર કરીએ છીએ. મિ નિકલ્બી, તમે પણ અમારી સાથે જોડાજો. અને ટિમ લિંકિનવૉટર, તમારી છીંકણીની દાબડી અમને બંનેને તમારા એટલે કે એક વફાદાર બદમાશના સંભારણા તરીકે આપી દો જોઉં; અને બદલામાં અમારા નજીવા આદર અને સંમાનના પ્રતીક તરીકે આ દાબડી લો. પણ ખબરદાર! આ દાબડી અહીં ને અહીં ન ઉઘાડતા! નહિ તો તમારું આ મૂંગું વહાલું કાળું પંખી હું પાંજરામાંથી બહાર ફેંકી દઈશ – ભલે તે ઊડી ન શકતું હોય! ચાલો ભાઈ નેડ; પણ જુઓ મિ∞ નિકલ્બી, સાડા પાંચે બરાબર; અને જુઓ, મિ∞ લિકિનવૉટર, યાદ રાખીને મિ નિકલ્બીને સાથે લેતા આવજો, જરૂર.” આટલું કહી બંને ભાઈઓ જલદી જલદી એ કૅબિનમાંથી ભાગ્યા; કારણ કે તેમણે ટિમની ચાંદીની દાબડી પડાવી લીધી હતી; અને બદલામાં માત્ર સોનાની દાબડી આપી હતી, પણ એ દાબડીની અંદર એ દાબડીથી દસગણી કિંમતની બૅક-નોટ છુપાવીને મૂકી દીધી હતી ! Page #262 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સ્માઈકનું અપહરણ પોતાના ભાઈ સાથે રહેવાનું મળતાં, અને બીજી ચિંતાઓ અને ત્રાસો દૂર થતાં, કેટ પોતાની મૂળ સ્થિતિ ઝપાટાબંધ પ્રાપ્ત કરવા લાગી. તેની ચાલ ઝડપી અને સ્ફલી બની, તથા તેનો તરવરતો ઉત્સાહ, તેના ચહેરાની લાલી અને તાજગી મારફતે આબેહૂબ પ્રગટ થવા લાગ્યો. મિસ લા કીવી ઘરની સજાવટ અને ગોઠવણીમાં મદદ કરવા હજ નિયમિત આવતી હતી. આજે તે બધું કામ સાંગોપાંગ પૂરું થતાં, ઘેર પાછી ફરતાં પહેલાં કેટ સાથે વાતોએ વળગી. “મારી મીઠડી, હવે ઘરનાં સૌને સુખ-શાંતિમાં ફરી વસેલાં જોઈને મને એટલો આનંદ થાય છે કે, ન પૂછો વાત ! પણ આખા ઘરમાંથી એક જણમાં કંઈક વિચિત્ર ફેરફાર થતો જાય છે, તે તારા લક્ષમાં આવ્યું છે, બહેન?” “કોનામાં?” કેટ કંઈક ચિંતાતુર બની પૂછવા લાગી. “સ્માઇકમાં.” “શું તેની તબિયત બગડતી જાય છે?” “ના, ના, તબિયતની બાબતમાં તો તે પહેલેથી જ કંગાળ અને ક્ષીણ થઈ ગયેલો છે. પણ હમણાં હમણાં હું તેના માં સામું જોઉં છું ને મારી આંખોમાં આંસુ આવી જાય છે. મને એમ લાગે છે કે, અહીં આવ્યા પછી, કોઈ પણ કારણે, તેને પોતાની નબળી માનસિક શક્તિઓ જોઈ બહુ ઓછું આવે છે. અહીં આવ્યો તેવામાં તો ૨૧૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ સ્માઇકનું અપહરણ ૨૧૯ આખો દહાડો કામની ધમાલમાં રહેતો; પરંતુ હમણાં હમણાં હું તેને - વારંવાર હતાશ તથા ખિન્ન થઈ ગયેલો જોઉં છું. તેને એમ લાગ્યા કરે છે કે, સાદી સીધી બાબતો પણ તે કેમ સમજી શકતો નથી? હજુ પણ તે ‘મોટાભાઈ” નિકોલસનો એવો જ વફાદાર અને નિષ્ઠાવાન સેવક છે; પરંતુ બીજી રીતે તે હવે કંઈક જુદો જ માણસ બની ગયો છે તે નક્કી. એ શું છે તે મને સમજાતું નથી, એટલે બહુ ચિંતા રહે છે. તેથી આજે તો તેને મારે ઘેર મને મૂકવા આવવાને બહાને હું મારી સાથે લઈ જવાની છું, અને રસ્તામાં જો હું તેને એક વખત પણ હસાવું તો મારે ઘણું થયું !” અને એ પ્રમાણે એ ભલી બાઈ, સૌની રજા લઈને, સ્માઇક સાથે પોતાને ઘેર જવા નીકળી. બીજી બાજુ, આ જ વખતે રાલ્ફ નિકબી, ઘાયલ થઈને પડેલા સર મલબેરીની ખબર કાઢવા નીકળ્યો હતો. સર મલબેરીનો વિચાર પ્રથમ તો તેને મળવાનો ન હતો. પરંતુ રાલ્ફ સર મલબેરીના દરવાનને બક્ષિસ આપીને રાજી કર્યો હતો, એટલે તેણે એવી રીતે તેના આવ્યાની જાહેરાત તથા રજૂઆત કરી દીધી કે, સર મલબેરીથી કશું બહાનું કાઢી શકાયું નહિ. રાલ્ફ યુક્તિપુર:સર સર મલબેરીને પોતાના ભત્રીજા નિકોલસ સામે ઉશ્કેરવાનું જ કામ કર્યા કર્યું. છેવટે સર મલબેરીએ પોતાના મનની વાત કહી દીધી કે, પોતે સાજો અને હરતો ફરતો થાય તેટલી વાર છે; પછી એ બદમાશનું કાટલું ન કઢાવી નાખે, તો પોતે સર મલબેરી હૉક નહીં! રાફે ઉપરથી ઉમેર્યું કે, “એ બદમાશ અહીં લંડનમાં જ ફર્યા કરે છે, અને તમે કયારે હાથમાં આવો તેની જ રાહ જુએ છે. હું પણ તેનું કાટલું કાઢી નાખવા જ ઇચ્છું છું, જેથી સમાજના શિષ્ટ સદ્ગહસ્થોને એવા હડકાયા કતરાઓથી આવી નામોશીભરી Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ નિકોલસ નિકલ્ટી ઈજાઓ વેઠી, ધંધો રોજગાર છોડી પથારીવશ પડી રહેવાનું ન થાય. પણ આપણો દેશ એવો છે કે, પૈસા ખર્ચતાંય એ કામ મારા જેવાથી સહીસલામતીથી પાર પાડી ન શકાય !” પણ એટલામાં જાવાન લૉર્ડ ફ્રેડરિક રિસૉફ્ટ, જે રાલ્ફને આવેલો જાણીને જ પાસેના ઓરડામાં ખસી ગયો હતો અને બધું સાંભળતો હતો, તે ત્યાં આવી પહોંચ્યો. તેણે જાહેર કરી દીધું કે, “એ જુવાનિયાનું કાયરપણે કાટલું કાઢી નાખવાની તમે બંને જણા જે યોજનાઓ ઘડો છો, તેમાં મારી જરાય સંમતિ નથી; અને મારી હાજરીમાં એવી વાતો તમો બંનેએ કદી કરવી નહિ! પેલાએ મલબેરી પાસે તેનું નામઠામ માગ્યું હતું, તે વખતે મલબેરીએ જો સગૃહસ્થની રીતે નામઠામ આપી તેનો પડકાર સામે મોંએ ઝીલ્યો હોત, તો આવું ન થાત. પછી તો જે કંઈ બન્યું છે, તે અકસ્માત જ બન્યું છે; પેલાએ જાણી જોઈને કશું કર્યું નથી. જાણી જોઈને કશું કર્યું હોય તો આ મલબેરીએ જ કર્યું હતું કે, તે પેલાને ચાબૂકો મારી, ઘોડો દોડાવી નાસી છૂટવા માગતો હતો!” લૉર્ડ બૅરિસૉફેટે પેલા બંનેનાં મોં ઉપર ફેલાયેલા અણગમાના ભાવની દરકાર કર્યા વિના પાછું આગળ ચલાવ્યું, “નિકોલસની બહેન પણ નિર્દોષ સુશીલ યુવતી છે; અને તેના ભાઈ તરીકે નિકોલસે જે કર્યું તે યોગ્ય જ કર્યું છે. એક બહેનનો ભાઈ બીજું કરે પણ શું? ખરી રીતે તો તેણે જે કર્યું તેનું અધુય આપણે આપણા તરફથી કરી છૂટયા હોત, તો તો કંઈ માણસાઈ કે મરદાઈ દાખવી કહેવાત!” આટલું કહી લૉર્ડ બૅરિસૉટ તે ઓરડામાંથી ચાલ્યો ગયો. રાફે તરત જ મલબેરીને પૂછયું, “આ તે તમારો તાલીમ પામેલો શિષ્ય છે, કે ગામડાના કોઈ પાદરીને ત્યાંથી નવો સવો જ શહેરમાં આવ્યો છે!” Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આાઈકનું અપહરણ “એ જુવાન તવંગરોને કેટલીક વાર એવો વિચારવાયુ ચડી આવે છે પણ તેની પંચાત તું મને જ સોંપી રાખ.”. આટલું કહી તેણે રાલ્ફને બારણું બતાવી ચાલ્યા જવાનું સૂચવ્યું. ઘેર જઈ મિસ લા ક્રીવીએ સ્માઇકને આગ્રહ કરી કંઈક ખાવાપીવા બેસાડ્યો. તથા પછી પણ તેને સારી પેઠે વાતોએ વળગાડ્યો. એટલે જ્યારે સ્માઇક ઘેર પાછો ફર્યો, ત્યારે અંધારું થવાની શરૂઆત થઈ ગઈ હતી. રસ્તો તો સીધો હતો અને સ્માઇકને પરિચિત પણ હતો. નિકોલસ સાથે બહાર નીકળી તે ઘણી વખત એકલો ઘેર પાછો ફરતો. રસ્તામાં આસપાસ જોતો જોતો તે ધીમે ધીમે ચાલતો હતો. તેવામાં એક ઝવેરાતની સુંદર સજાવેલી દુકાન આવી. બહારથી દેખાતાં સુંદર સુંદર ઘરેણાં જોઈ, તે ત્યાં થોડી વાર થોભો, અને એમાંથી થોડાં ઘરેણાં ખરીદ્યાં હોય અને કોઈને ભેટ આપ્યાં હોય, તો ‘કોઈ’નું મોં તથા હાથ કેવા શોભે, તેવો વિચાર તેને આવ્યો. પછી એ વિચારમાંથી જાગી, તે ધીમે પગલે આગળ ચાલ્યો. તેવામાં અચાનક એક નાનો જાડો છોકરો તેને પગે વળગી પડ્યો અને બૂમ પાડી ઊઠયો, “બાપુજી! આ પકડ્યો! હુરરે-એ-એ!” સ્માઇક એ અવાજ ઓળખી ગયો અને આખે શરીરે ધ્રૂજી ઊઠયો. તેણે પગ તરફ વળીને જોયું. તે જ ઘડીએ મિ0 સ્કિવયર્સે છત્રીના હાથાનું વાંકિયું તેના કોટન કૉલરમાં ભેરવી દીધું. પગે વળગેલો પેલો નાનો છોકરો મિ0 સ્કિવયર્સે સારા ખાન-પાનના નમૂના તરીકે સાથે આણેલો તેમનો સુપુત્ર વકફોર્ડ હતો. વિયર્સે તરત જ એ જાડિયાને કહ્યું, “બેટા, તું જલદી જઈને એક કોચગાડી બોલાવી લાવ.” Page #266 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્પી “હા, હા; ખરચની વાત જહાનમમાં જાય. તેને કોચગાડીમાં બેસાડીને જ જલદી આપણા ઉતારા ભેગો કરી દઈએ. નહીં તો તેના મિત્રો કંઈક આસપાસમાં હોય તો પંચાત થાય!” ૨૨૨ કોચગાડી આવતાં મિ0 ક્વિંયર્સે તરત છળી મરેલા સ્માઇકને લગભગ ઊંચકીને અંદર નાખ્યો. કસાઈની છરી નીચે ધ્રૂજતા ઘેટાની પેઠે તે હતભાગી છોકરો માંઢેથી મદદ માટે બૂમ પણ પાડી ન શકયો. બૂમો તો સ્ક્વેિયર્સ જ પાડયા કરતો હતો : “ ચોરી, લૂંટ, ખૂન! હવે બદમાશ તું હાથમાં આવ્યો છે! હવે તારી વાત છે!” “મને ઘેર જવા દો !” કોચગાડી ચાલુ થયા પછી સ્માઇક કંઈક કરગર્યો. “હા, હા, તને ‘ઘેર' જ લઈ જઈશું. એક અઠવાડિયામાં તું ડોથબૉય્ઝ હૉલમાં પાછો પહોંચી ગયો હોઈશ. અને આ વખતે તું ત્યાંથી ભાગી શકીશ, તે કાયમને ઘેર જવા માટે જ! બદમાશ ! હવે તારા મિત્રો તને છોડાવવા આવે તો ખરા!” આટલું કહી યિર્સે તેના ઉપર છત્રી વડે ગોદા તથા ઝપાટા મારવા માંડયા. તેના અંતરમાં ભેગો થયેલો નિકોલસ સામેનો બધો રોષ આ બિચારા છોકરા ઉપર તેણે ઠાલવ્યો. 66 સ્માઇકને ખૂબ મારી લીધા પછી મિ શ્ર્વિયર્સ સંતોષ સાથે એટલું જ વઘા, ...આજ સુધી કોઈ છોકરાને કોચ-ગાડીમાં મારવાનો મળ્યો ન હતો; આખી કોચ-ગાડી તો આ વખતે જ કરી છે. જોકે, કોચ-ગાડીમાં મારવાનું અગવડ ભરેલું તો છે; પરંતુ એ નવો. અનુભવ છે, એટલા પૂરતી તેની પણ મજા છે!” આમ કહી તેમણે પોતાની છત્રીનો ઉપયોગ પાછો શરૂ કર્યો. છેવટે મિ∞ સ્નૉલીનું ઘર આવતાં સ્ક્વેિયર્સે કોચ-ગાડી થોભાવરાવી. Page #267 -------------------------------------------------------------------------- ________________ ४४ બ્રાઉડી આવી ચડે ! બિચારો સ્માઈક એવો ડઘાઈ ગયો હતો કે, કોચ-ગાડીમાં કશું બોલ્યા વિના કે જરા પણ સામનો કર્યા વિના સ્કિવયર્સનો બધો મારા ચૂપચાપ વેઠત રહ્યો. તેને એમ જ થઈ ગયું કે, મિ0 સ્કિવયર્સના હાથમાં તે પાછો સપડાયો છે, એટલે હવે છુટકારાની કે બચવાની કશી આશા જ નથી. મિ0 સ્લિવયર્સ કોચ-ગાડી મિસ્નૉલીને ઘેર લેવરાવી હતી. એ સગૃહસ્થની ઓળખ આપણને અહીં તાજી કરવાની આવે છે. પોતાની નવી પરણેતરના અગાઉના ધણીના બે છોકરાઓ ઉપર તેમની માં બહુ “વહાલ” રાખીને તેમને ‘બગાડી’ મૂકતી હતી, તેથી તેમની “સુધારણા ખાતર તેમને મિ0 સ્કિવયર્સને “ઍરેસન્સ હેડ’ વીશીમાં સોંપવા તે આવ્યો હતો, એ આપણે જાણીએ છીએ. મિ0 સ્કિવયર્સ હંમેશાં “ઍરેસન્સ હેડ’ની કૉફીરૂમના જાહેર મુસાફરખાનામાં જે સસ્તા દરે ઊતરતા. પણ આ વખતે તેમને અહીં વધારે રોકાવાનું હોવાથી અને “ઍરેસન્સ હેડ” વીશીવાળાએ તેમના જાડા દીકરાની ખાવાની શક્તિ જોઈને, તેને પુખ્ત ઉમરના ઘરાકને ભાવે જ સ્વીકારવાનું જણાવ્યાથી, મિ૦ સ્કિવયસે, શહેરની છેક પરવાડે આવેલા નવા વસવાટોમાં જઈ વસેલા મિ૦ સ્નૉલીના મકાનમાં જ ઊતરવાનું ઠીક માન્યું હતું. સ્માઇકને પકડીને તે ઉતારે આવ્યો ત્યારે સ્નૉલી જમવા બેઠો હતો. મિ0 સ્કિવયર્સ કોને પકડી લાવ્યા છે તે સાંભળતાં જ તેણે ૨૨૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ નિકોલસ નિકબી હાથમાંનો ખાદ્ય ભેરવેલો કાંટો મોઢા તરફ વાળવાને બદલે આકાશ તરફ ઊંચો કરીને કહ્યું, “કઠોર હૃદયના પાપીઓની હંમેશાં એવી જ વલે થવાની! શરૂઆતમાં તેઓ ભલે પોતાનાં અપકૃત્યોની સજામાંથી છટક્યા લાગે, પણ ભગવાન તેમનો કેડો કદી મૂકતો નથી!” મિ0 સ્કિવયર્સ મિસિસ સ્નૉલીની સહાનુભૂતિ મેળવવા બોલ્યા, “પાપી નહિ તો બીજું શું? જુઓને, મારા જેવો તેની શુભેચ્છક, ખવડાવનાર, પિવડાવનાર, પહેરાવનાર, પાલક, પોષક, હતો : અરે, તેના સાંસ્કૃતિક, વ્યાપારિક, ગણિતિક, ફિલસૂફિક, ટ્રિગોનોમેટ્રિકએ બધાં જ્ઞાનનો દાતા – અધ્યાપક – શિક્ષક હતો. આ મારા નાનકડા પુત્ર વેકફૉર્ડ જેવો તેનો ભાઈ હતો; મિસિસ સ્કિવયર્સ જેવી તેની મા-દાદી-માસી-મામી-નર્મદાયા-દાકતર-દરજણ-રસોયણ હતી. છતાં મારું એ દયા-માયારૂપ દૂધ આ સેતાનને પાવાથી શું નીપજ્યું? એના. સામું હું જોઉં છું કે તરત એ દૂધ અખરાઈને ખાટું દહીં બની જાય છે– ફાટી જાય છે– ઊતરી જાય છે!” એમ જ છે; એમ જ હોય; એમ જ હોઈ શકે! પરંતુ આટલા દિવસ એ કયાં કોની સાથે રહેતો હતો વારુ?” મિ0 સ્નૉલીએ પૂછયું. અરે, તું પેલા તારા વહાલેશરી સેતાન નિકલ્બીને ઘેર જ રહેતો હતો ને?” વિયર્સ સ્માઇકને જ પૂછયું. પણ સ્માઇકને વિચાર આવ્યો કે, મારું તો જે થયું તે થયું, પણ પોતે નિકોલસને ત્યાં રહેતો હતો એવું જાહેર કરી દેશે, તો આ લોકો તેમને પણ કંઈક પીડા ઊભી કરશે. એટલે ગમે તેટલી વાર પૂછવા છતાં તથા ગમે તેટલી ધમકીઓ આપવા છતાં, એ બાબતમાં તે ચૂપ જ રહ્યો. તેની ચૂપકીદીથી ચિડાયેલા મિ0 સ્કિવયસે બાંયો ચડાવી તેના નાક ઉપર મારવા મુક્કો ઉગામ્યો. પણ પછી મિસિસ સ્નૉલીની હાજરી લક્ષમાં લઈ, તેણે એટલું જ કહ્યું, “બચ્ચા, બાનુની સમક્ષ Page #269 -------------------------------------------------------------------------- ________________ બ્રાઉડી આવી ચડ્યો! ૨૨૫ લોહી રેડવું ઠીક ન ગણાય; પણ તને આપવાનો આ મુક્કો મારી પાસે જમા છે, એટલું જાણી રાખજે.” પછી એનો નવો કોટ તથા બૂટ ઉતારી લઈ, તેને મિત્ર વિયર્સ ઉપરને માળ પછીતે આવેલી એક નાની કોટડીમાં લઈ ગયા, અને તેને અંદર પૂરી બહારથી તેમણે કળ ફેરવી દીધી. તે જ અરસામાં આપણા જૂના દોસ્ત મિત્ર બ્રાઉડી, તેમની નવોઢા મટિલ્ડા-પ્રાઇસને સાથે લઈ લંડનમાં “હનીમૂન” કરવા “ઍરેસન્સ હેડ’ વીશીમાં આવીને ઊતર્યા. નવોઢા સાથે, તેની લગ્ન-સખી તરીકે કામ બજાવનાર મિસ ફેની સ્કિવયર્સને પણ તે સાથે લાવ્યા હતા. ફેનીએ જ પોતાના પિતાના જાણીતા ઉતારાનું સરનામું આપી, તે વીશીમાં જ ઉતારો રાખવાનો આગ્રહ રાખ્યો હતો. તેને ખાતરી હતી કે, હંમેશના રિવાજ મુજબ તેના પિતા ત્યાં જ ઊતર્યા હશે. એ વીશીમાં તો એના પિતાનું નામ મશહૂર હશે એમ માની, તેણે દમામભેર વેઈટરને પોતાના “પા” ક્યાં ઊતર્યા છે, એમ જ પૂછ્યું. “ોળ ક્યાં ઊતર્યા છે, મિસ?” “મારા “', તમારે ત્યાં હર વખત ઊતરે છે તે વળી, – મિ0 સ્કિવયર્સ.” અહીં તો એ નામની કોઈ વ્યક્તિ કદી ઊતરતી હોય એવું મારી જાણમાં નથી, હું વરસોથી અહીં હોઈ, સી ઘરાકોને ઓળખું છું. કૉફી-રૂમના જાહેર મુસાફરખાનામાં તે ઊતરતા હોય તો જુદી વાત.” વેઇટર હવે કૉફી-રૂમ તરફ જઈ મિત્ર ક્િવયર્સ ત્યાં છે કે નહીં તેની ભાળ કાઢી આવ્યો. તેણે ખબર આપી કે, મિ૦ સ્કિવયર્સ આ વખતે ત્યાં ઊતર્યા નથી; પણ છોકરાઓના વાલીઓને કૉફી-રૂમનું સરનામું આપ્યું હોવાથી, તે રોજ એક વખત ત્યાં ફેરો ખાઈ જાય છે, ઇ૦. નિ–૧૫ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ નિકોલસ નિકબી એટલી માહિતી આપીને વેઈટર બહાર ચાલ્યો ગયો, પણ થોડી જ વારમાં મિત્ર વિયર્સ અને તેમના સપૂત સાથે પાછો આવ્યો. મિ0 સ્કિવયર્સે જાણી લીધું કે, બ્રાઉડી લગ્ન પતવી પોતાની નવોઢા સાથે લંડનની મોજ માણવા આવ્યો છે, તથા સાથે પોતાની સુપુત્રીને પણ લેતો આવ્યો છે. તરત જ તેમણે કૅનીને પોતે કરેલી ધરપકડના ખુશખબર સંભળાવી દેવા ઉતાવળ કરવા માંડી. “બોલ જોઉં, બેટા, અમે કોને પકડી પાડ્યો હશે?” “પા! શું મિ૦–?” કૅની બોલવા ગઈ, પણ કેવળ ધિક્કારને લીધે એ નામ તેના મોંમાંથી ઝટ નીકળી શક્યું નહિ. એટલે બ્રાઉડી જ વચ્ચે બોલી ઊઠ્યો, “નિકલ્બી?” “ના, ના, એ નહિ; તેનો બિલકુલ નજીકનો સાખપડોશી!” તો શું સ્માઇક?” મિસ સ્લિવયર્સ તાળીઓ પાડતી તરત બોલી ઊઠી. હા, એ જ! તે અમારા હાથમાં આવી ગયો છે અને અમે તેને બરાબર જકડમાં લીધો છે.” હેં-એ? એ તમારા હાથમાં આવ્યો? કયાંથી? કયાં છે?” બ્રાઉડી આનંદ કરતાં બીજો ભાવ છુપાવી બોલી ઊઠ્યો. અરે, હું ઊતર્યો છું ત્યાં, મિ0 સ્નૉલીના મકાનમાં ઉપરના માળની પાછળની નાની કોટડીમાં!” “વાહ! વાહ! માસ્તર! શાબાશ! મને તમારો હાથ પકડીને હલાવવા દો! શાબાશ! તમારા ઉતારામાં પૂરી દીધો છે, હેં !” એમ કહી બ્રાઉડીએ શાબાશી આપવા તેનો ગામઠી પંજો સ્કિવયર્સની છાતી ઉપર જોરથી અફાળી દીધો. પણે માસ્તર, બધી વાત તો કહો, માળું કેમનું એ બધું બન્યું તે? વાહ! શાબાશ! શાબાશ!” મિત્ર સિવયર્સે બીજી વાર તેના લોખંડી હાથની શાબાશી લેવાનો લોભ રાખ્યા વિના, જરા દૂર ખસી જઈ, હાવભાવ સહિત બધી વાત Page #271 -------------------------------------------------------------------------- ________________ બ્રાઉડી આવી ચડયો ! ૨૨૭ ' કહીને અંતે ઉમેર્યું કે, “તમે લોકો ભાગ્યશાળી કે આજે જ ભેગાં થઈ ગયાં; બાકી અમે તો એને એકલાને જ સાથે લઈ, કાલે સવારે જ યૉર્કશાયર જવા ઊપડી જવાના છીએ; અને બીજા છોકરાઓ તથા તેમનો હિસાબ આપણને પહોંચાડવાનું કામ મેં અહીંના દલાલને ભાળવી દીધું છે. એટલે આજે તમે ચા પીવાનું અમારે ત્યાં રાખો; કાલે તો અમે વિદાય થવાના !” “અરે વાહ! આવા પરગામમાં તમારા જેવા ગામ-વતનીનું નોતરું મળે એ કંઈ જેવી તેવી વાત! લંડન જોવાનું કયાં નાસી જવાનું છે? અમે જરૂર આજે તમારે ત્યાં આવીશું — ભલેને પચ્ચીસ માઈલ દૂર આવવું પડે!” બ્રાઉડી રાજી થતો બોલ્યો. ૩ બાકીનો આખો દિવસ બ્રાઉડી કંઈ વિચિત્ર ઉશ્કેરાટમાં રહ્યો. ચિંતામાં પડી ગઈ. પણ તે જોઈ ફૅની તેની માનસિક સ્થિતિ વિષે જ મટિલ્ડાએ તેને આશ્વાસન આપતાં કહ્યું, “આવું તો એમને વારે ઘડીએ થઈ આવે છે; જોકે, આવું થાય ત્યાર પછી તે અવશ્ય માંદા પડી જાય છે; પણ એમાં ચિંતા કરવા જેવું કશું હોતું નથી. કારણ કે, એ બીમારી માત્ર થોડો વખત સૂઈ રહેવાથી ચાલી જાય છે.” અને મટિલ્ડાએ પોતાના પતિ વિષે ભાખેલી વાત બરાબર સાચી પડી. સ્નૉલીને ત્યાં નીચે બધાં બેઠાં હતાં ને જૉન બ્રાઉડી એવો બીમાર પડી ગયો કે, તેને લગભગ ઊંચકીને ઉપર લઈ જઈ પથારીમાં સુવાડી દેવો પડયો. પેલાઓ તેને સુવડાવીને નીચે ગયા કે તરત બ્રાઉડી ધીમેથી ઊઠયો, અને પછીતે આવેલી કોટડીના બારણાની કળની ચાવી ફેરવીને બારણું ઉઘાડી અંદર પેઠો. અંદર પેસતાંની સાથે તરત તો તેણે સ્માઇકના મોં ઉપર હાથદ બાવી દીધો અને પછી ધીમેથી કહ્યું ‘અલ્યા, મને બ્રાઉડીને ઓળખ્યો કે નહિ ? ” “હા, હા; ભાઈસા'બ, મને મદદ કરો.” 66 Page #272 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકબી 66 'મદદ કરું? પણ અલ્યા, તને ગાડીમાં નાખીને લઈ આવ્યા ત્યારેય તેં તારા દાંત તો ન વાપર્યા, પણ તારી જીભેય ન વાપરી? ગુપચુપ સીધો ઘોડાગાડીમાં વરરાજાની પેઠે બેસીને અહીં ચાલ્યો આવ્યો? મા’ળો છેક આવો મુડદાલ કયાંથી?” ૨૨: પણ પછી બ્રાઉડીએ ઝટપટ ખીસામાંથી એક નાનો સ્ક્રૂ-ડ્રાઇવર કાઢી, અંદરથી બારણાની કળ છૂટી કરી કોટડીમાં જ નીચે મૂકી, જેથી સ્માઇકે જ તે કામ કરેલું લાગે અને પોતાના માથે કશું ન આવે! પછી બહાર પડેલા સ્માઇકના બૂટ અને કોટ તેને પહેરાવી દઈ, સાથે દાદર ઊતરી, પાછળનું બારણું ઉઘાડી, ત્યાંથી તેને ભાગી જવા જણાવ્યું. સ્માઇક બિચારો જરા ખચકાયો; પણ બ્રાઉડીએ તેને કહ્યું, “જો, અલ્યા, હું અહીં દાદર આગળ જ ઊભો રહીશ; પેલાઓ તને જોઈ જશે ને તને ઝાલવા આવશે, તો તો મારે મારામારી કરવી પડશે; દરમ્યાન તું તો ભાગતો જ રહેજે. તેઓને કશી ખબર નહીં પડે, તો પણ અર્ધા કલાક હું અહીં જ ઊભો રહીશ. દરમ્યાન તારા પગને સાબદા કરીને બરાબર તગેડજે, સમજ્યો? અને તારા ભાઈ નિકોલસ નિકલ્બી પાસે સીધો પહોંચીને પહેલું કામ તારે એ કરવાનું કે, તેમને મારું નામ દઈને કહેજે કે, મારી બૈયર સાથે મેં લગન કરી દીધું છે; તેની ઉપર તેમણે ભાવ કર્યો હતો, તે વાતનું મને કશું માઠું નથી લાગ્યું; કારણ કે, મારી બૈયર જ જરા આળવીતરી છે, અને તેણે તોફાન કરી મને ચીડવવા જ તેમની ઉપર ભાવ કરવાનો દેખાવ કર્યો હતો. સમજ્યો અલ્યા? મારું એટલું કામ કરીશ ને ?” એટલું કહી બ્રાઉડીએ તેને પૂરી સ્વસ્થતાથી ગુપચુપ બહાર વિદાય કરી દીધો અને પોતે દાદર આગળ બરાબર અર્ધો કલાક ઊભો રહ્યો. પાસેના ઓરડામાં અંદર બેઠેલાઓની વાતચીતના અવાજ ઉપરથી જણાતું હતું કે, તે લોકોને કશો વહેમ આવ્યો નથી. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ પ્રેમ-પંથ અર્ધા કલાક બાદ બ્રાઉડી પાછો પોતાની પથારીમાં આવી મોઢે માથે ઓઢીને સૂઈ ગયો. પણ ઓઢી રાખેલી તેની રજાઈ આખો વખત એવી ઊછળતી હતી કે, બહારથી જોનારને એમ જ લાગે કે, તેની બીમારી હદ બહારની વધી ગઈ છે. રજાઈ ઊંચી કરીને તેનું મોં જુએ તોપણ લાલ લાલ થઈ ગયેલું જ દેખાય! પણ તે હસવાથી કે તાવથી, એ નક્કી કરવું અજાણ્યા માટે મુશ્કેલ થઈ પડે. ૪૫ પ્રેમ-પંથ સ્માઈક એક વખત પેલા રાક્ષસોના પંજામાંથી છૂટયો, એટલે પછી બનતી ઉતાવળે આ લોકોથી દૂર ભાગી છૂટવા માટે તેને બીજી વાર કોઇએ કહેવાની જરૂર ન હતી. તે કયે રસ્તે ભાગતો હતો તે જોવાની પણ તેણે પરવા ન કરી. તેણે એટલો જ વિચાર રાખ્યો છે, જે રસ્તે તેઓ તેનો પીછો પકડવાનો વિચાર ન કરે તેવો રસ્તો જ લેવો. એમ ભાગતો ભાગતો તે શહેર બહાર ખેતરો તરફ જ આવી ગયો. પછી અંધારું થવા લાગતાં, અંધારાની ઓથે તે પોતાના ઘર તરફ પાછો ફરવા વળ્યો. તેણે દશ બાર માઈલનો મોટો ચકરાવો લીધો હતો. વહેમ ન આવે તેવા લોકોને પૂછતો પૂછતો તે મોડી રાતે ન્યૂમેન નૉઝને મકાને પહોંચ્યો; અને બારણું ઠોક્યું. ન્યૂમેને તે આખી સાંજ જુદી જુદી ગલી-કૂંચીઓમાં સ્માઈકની તપાસ કરવામાં જ ગાળી હતી; અને નિકોલસ શહેરના બીજા ભાગ તરફ એની જ તપાસ ચિંતાતુર થઈ હજુ ચલાવી રહ્યો હતો. ન્યૂમેન ખિન્ન થઈ છેવટે વાળુ કરવા બેઠો હતો, તેવામાં બારણા ઉપર ટકોરા સાંભળી હાંફળો ફાંફળો ઊઠયો. દાદરનાં પગથિયાં ઠેકતો Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ નિકોલસ નિકલ્બી તે નીચે દોડયો અને સ્માઇકને જોતાં જ તેને પકડી, દોડતો દોડતો પોતાની ઓરડીમાં ખેંચી લાવ્યો. સ્માઇક અંદર આવ્યા બાદ પોતાના કમરાના બારણાને અંદરથી તેણે બંધ કર્યું, ત્યારે જ તેનો શ્વાસ હેઠો બેઠો. પછી સ્માઇકને ખુરશીમાં દબાવીને બેસાડી દઈ, તેણે એક મોટો જગ ભરીને જિનનું મિશ્રણ તૈયાર કર્યું, અને દવા પીવા આનાકાની કરતા બાળકને ધમકાવીને પાઈ દે તેમ, તે બધું તેણે સ્માઇકના ગળામાં રેડી દીધું! ત્યાર બાદ તેણે સ્માઇકને બધી વાત માંડીને કહેવા જણાવ્યું. સ્ક્વેિયર્સનું નામ આવતાં જ ન્યૂમૅન ચાંકયો; પણ પછી જૉન બ્રાઉડીએ કેવી રીતે તેને છોડાવ્યો તેની વાત આવી, ત્યારે ખુરશી ઉપર બેસી જઈ તે પોતાના પંજા વડે ઢીંચણ ખૂબ જોરથી ઘસવા લાગ્યો, અને ખડખડાટ હસી પડયો. ત્યાર બાદ તેણે ભારે ઇંતેજારીથી સ્માઇકને પૂછ્યું, તારા નીકળી ગયા પછી બ્રાઉડી અને સ્ક્વેિયર્સ વચ્ચે બરાબરની મારામારી થઈ હશે, નહીં?” 66 પણ સ્માઇક એ બાબત વિષે કશો પ્રકાશ નાખી શકે તેમ ન હોવાથી, ન્યૂમૅને પછી નિકોલસ, મિસિસ નિકલ્બી તથા મિસ નિકલ્બીને તેના ગુમ થવાથી થયેલી ચિંતાનું અને નિકોલસે કરેલી ખોળાખોળીનું વર્ણન કરી બતાવ્યું. સ્માઇકે બીતાં બીતાં વચ્ચે જ ન્યૂમૅનને અટકાવીને પૂછયું, “મિસ નિકલ્બીને પણ મારી ચિંતા થતી હતી?” 66 હા, હા; ખૂબ જ; તેમના જેવી કોમળ હૃદયની યુવતીને ન થાય?” (6 ‘હા, હા, ખરી વાત. “તે કેવાં ભલાં અને મધુર છે!” "" "" “સાચું કહ્યું. “અને છતાં કેવાં બહાદુર અને મદદ કરવા દોડી જાય તેવાં છે!” અને ન્યૂમૅન કેટને માટે એમ જ અનેકાનેક વિશેષણો બોલવાનું Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંથ ૨૩૧ ચાલુ જ રાખત; પણ તેણે અચાનક સ્માઇક સામે જોયું, તો તે બિચારો પોતાનું મોં બંને પંજા વડે દાબી, રડી રહ્યો હતો. ન્યૂમેનને નવાઈ તો લાગી, પણ તે બોલ્યો, “મને પણ એ ભલી બહેનને જે જે કસોટીઓમાંથી પસાર થવું પડયું છે, તે જોઈ ઘણી વાર રડવું આવી ગયું છે. તેના જેવી યુવતી તો રાજરાણી થવી જોઈએ, રાજરાણી! પછી સ્માઇકને ઓરડામાં જ બારણું બંધ કરી બેસી રહેવાનું કહી, ન્યૂમેન નિકોલસને ત્યાં જઈ, સ્માઇક જડયાની ખબર કહેવા જવાનો વિચાર કરવા લાગ્યો. પણ સ્માઇક એટલો ગભરાઈ ગયો હતો કે, એ ઘરમાં એકલો બેસી રહેવા હરગિજ તૈયાર ન થયો. એટલે છેવટે તેને સાથે લઈને જ ન્યૂમેન નિકોલસને ત્યાં જવા નીકળ્યો. સ્માઇક ખૂબ જ થાકી ગયો હોવાથી તેનાથી ઉતાવળે ચાલી શકાતું ન હતું. એટલે સૂર્યોદય થવાને થોડી જ વાર બાકી હતી તે અરસામાં જ તેઓ નિકોલસને ઘેર પહોંચી શક્યા. સ્માઈકને પાછો આવેલો જોઈ, તે કુટુંબમાં ભારે આનંદ અને ધમાલ મચી રહ્યાં; તથા સૌની આંખમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. પ્રથમ તો નિકોલસને એમ જ લાગ્યું કે, સ્માઇકનું આ અપહરણ કરાવવામાં તેના કાકા રાફનો જ હાથ હોવો જોઈએ. પણ બધી વાત સાંભળી લીધા પછી તેને લાગ્યું કે, આ પરાક્રમ એકલા સ્કિયર્સનું પણ હોઈ શકે. પણ જોન બ્રાઉડીને મળીને બધી વાતનો તાગ મેળવવાનું મનમાં નક્કી કરી, પોતાની નોકરીએ જવાનો વખત થતાં તે પ્રથમ ત્યાં જવા નીકળ્યો. નિકોલસ ઑફિસે જઈ કામે વળગ્યો. દરમ્યાન બહારનું કોઈ કામ પતવી આવ્યા બાદ મિત્ર ચાર્લ્સ ચિયરીબલને મળવાનું હોવાથી, તેણે ટિમ લિકિનવૉટરને પૂછયું કે, તે તેમના ઓરડામાં એકલા છે કે કેમ? ટિમ કંઈક વિચારમાં હતો કે કોણ જાણે, પણ તેણે વગર Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ નિકોલસ નિકલ્બી વિચાર્યે ‘હા’ કહી દીધી; જોકે દશ મિનિટ પહેલાં જ તેણે તેમના કમરામાં કોઈને જતાં જોયું હતું ! “મારે આ કાગળ તેમને આપવાનો છે,” એમ કહી નિકોલસ તેમના કમરા પાસે પહોંચી ગયો, અને બહારથી તેણે ટકોરા માર્યા. અંદરથી કશો જવાબ ન મળ્યો. ફરીથી ટકોરા માર્યા; છતાં કોઈ બોલ્યું નહિ. “મિ૦ ચિયરીબલ જરૂર અંદર નહીં હોય; એટલે હું આ કાગળ તેમના ટેબલ ઉપર જ મૂકતો જાઉં,” એમ કહી નિકોલસ બારણુ ઉઘાડી અંદર દાખલ થયો. પણ તે જેવો અંદર પેઠો તેવો જ બહાર નીકળી જવા પાછો વળ્યો, – કારણ કે અંદર એક યુવતી મિ∞ ચિયરીબલ સામે ઘૂંટણિયે પડી હતી અને મિ∞ ચિયરીબલ તેને ઊભી થવા વિનંતી કરતા હતા, તથા પેલી યુવતીની નોકરડી જેવી એક પ્રૌઢ બાઈ પણ તેને તેમ કરવા કહે, એમ જણાવતા હતા. નિકોલસ થોથવાતાં થોથવાતાં માફી માગવા જેવું કરીને પાછો વળતો હતો, તેવામાં પેલી યુવતીએ પોતાનું માં તેની તરફ ફેરવ્યું. નિકોલસ તરત તેને ઓળખી ગયો – પેલી રજિસ્ટર-ઑફિસે નોકરી શોધવા આવેલી યુવતી જ તે હતી. પણ આટલે દિવસે તેને અહીં જોઈને તથા કંઈક તેના મધુર સૌન્દર્યથી ખેંચાઈને તે જડસડ થઈને ત્યાં જ ઊભો રહી ગયો! 66 ‘વહાલાં બહેન, એક શબ્દ પણ ન બોલશો, મારી વિનંતી છે. તમે જલદી ઊભાં થઈ જાઓ – જુઓ છોને કે, અહીં આપણે એકલાં નથી. ” આમ કહી, મિ∞ ચિયરીબલે તે યુવતીને ઊભી કરી, પણ તે તરત જ લથડિયું ખાઈ ખુરશીમાં ગબડી પડી. “બેભાન બની ગયાં, શું?” એમ કહેતો નિકોલસ ઝટ આગળ આવ્યો. “બિચારી ! બિચારી! ભાઈ નેડ, જલદી અહીં આવો!” Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંથ ૨૩૩ નેડ તરત જ, “શું છે? ભાઈ શું છે?” કહેતા અંદર દોડી આવ્યા; અને પેલી યુવતીને ખુરશીમાં ફસડાઈ પડેલી જોઈને બોલ્યા, “શું થયું, હેં? શું થયું?” 66 “હમણાં કશું વધુ ન બોલશો, ભાઈ નેડ; આપણી બાઈને ઝટપટ બોલાવો; ઉપરાંત ટિમ લિકિનવૉટરને; અને તમે મિ નિકલ્બી, આ ઓરડામાંથી જરા બહાર જાઓ, હું વિનંતી કરું છું.” નિકોલસ તરત બહાર નીકળી ગયો, અને પોતાની કૅબિન તરફ વળ્યો. તેટલામાં ઘરની બુઢ્ઢી બાઈ તથા ટિમ લિકિનવૉટર પેલા કમરા તરફ દોડી જતાં તેને રસ્તામાં મળ્યાં. એક કલાક સુધી ટિમ લિકિનવૉટર પાછો ન ફર્યો. એ દરમ્યાન નિકોલસ પેલી સુંદર યુવતી વિષે તેમ જ તે અહીં આમ શા માટે આવી હશે – આ ચિયરીબલ બ્રધર્સને એ યુવતી સાથે શો સંબંધ હશે, વગેરે કલ્પનાઓ મનમાં ઘોળતો બેસી રહ્યો. = છેવટે જ્યારે ટિમ લિકિનવૉટર પાછો આવ્યો, ત્યારે નિકોલસે તેને ઘણા ઘણા પ્રશ્નો પૂછયા. પણ તેને તરત સમજાઈ ગયું કે, એ કશા વિષે તેની પાસેથી માહિતી મળવાની આશા રાખવી ફોગટ છે. બીજે દિવસે તે યુવતી પાછી અહીં આવે છે કે નહિ, તે જોવા તેણે ઘણો પ્રયત્ન કર્યો; અને એમ લાગલાગટ ઘણા દિવસ સુધી કર્યું. એ દરમ્યાન બે કે ત્રણ વખત તેને દૂર કશા કામે મોકલી દેવામાં આવ્યો હતો; અત્યાર સુû એ કામો ટિમ લિકિનવૉટર જ કરતો. એટલે નિકોલસને સમજાઈ ગયું કે, જ્યારે જ્યારે પેલી યુવતી આવતી હશે, કે તેને બોલાવવામાં આવી હશે, ત્યારે જાણી જોઈને તેને બહાર દૂર મોકલી દેવામાં આવ્યો હતો. આ બધાથી એ યુવતી વિષેની તેની જિજ્ઞાસા વિશેષ વધી ગઈ. આ દરમ્યાન આ પેઢીનો જર્મનીનો એક દલાલ કાચો પડતાં, એના હિસાબો તપાસવામાં અને તૈયાર કરવામાં એક અઠવાડિયા સુધી રાતના દશ દશ વાગ્યા સુધી નિકોલસને ટિમ સાથે રોકાવું પડે એમ થયું. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ નિકોલસ નિકબી પહેલી જ રાતે બરાબર નવ વાગ્યે પેલી યુવતી નહિ, પણ તેની - નોકરડી ત્યાં આવી અને ભાઈ ચાર્લ્સ સાથે થોડો વખત રોકાઈને પાછી ચાલી ગઈ. બીજે દિવસે પણ રાતના નવ વાગ્યે તે આવીને હાજર થઈ. - નિકોલસની ઈ તેજારી હવે ખૂબ જ વધી ગઈ. તેના પોતાનાથી તો તે નોકરડીની પાછળ જવાય તેમ નહોતું. એટલે તેણે પોતાના દોસ્ત ન્યૂમેન નૉગ્સને એનો પીછો પકડી, તે ક્યાં જાય છે તેનું ઠેકાણું જાણી લેવા તૈયાર કર્યો. ન્યૂમેનને તો આ કામ ઘણું ફાવતું આવ્યું. પોતાનું મોં કોઈ ન દેખે તે માટે તેણે ટોપો કપાળ સુધી ખેંચ્યો, અને ચિયરીબલ બ્રધર્સની પેઢીના બારણા સામે ઊભા રહી ચોકી ભરવા માંડી. એક નોકરડી બારણું ઉઘાડીને જેવી ઘરની બહાર નીકળી કે તરત ન્યુમૅને તેનો પીછો શરૂ કર્યો, અને તે નોકરડી પોતાને ઘેર પહોંચે તે પહેલાં તો ન્યૂમેને તેની દોસ્તી પણ કરી દીધી; અને પોતાના મિત્ર નિકોલસનું વર્ણન કરી, તે તેની માલિકણના પ્રેમમાં પડી ગયો છે, માટે તેને તેની માલિકણની મુલાકાત ગમે તેમ કરી મેળવી આપવા વિનંતી કરી. પેલી નોકરડી ઘણી નવાઈ પામી, અને ઘણી રાજી પણ થઈ. કારણ કે, તેની માલિકણની મા ગુજરી ગઈ હતી, અને તેનો પિતા તેની માલિકણના ઉપર બહુ ત્રાસ ગુજારતો હતો. એટલે આવા કોઈ જુવાનની મુલાકાતથી તેના ઉદ્ધારનો માર્ગ નીકળે તો સારું, એવું તે નોકરડી ઈચ્છતી હતી. તેની માલિકણનો જંગલી પિતા રાતે અગિયાર વાગ્યે રખડવા બહાર જતો તે વખતે પાછલે બારણેથી બંનેનો પોતાની માલિકણ સાથે મેળાપ કરાવી આપવાનું તેણે ન્યૂમેન સાથે નક્કી પણ કર્યું. નિકોલસ પોતાના મિત્રે બજાવેલી આ વિશેષ સેવાથી ખૂબ રાજી થયો. અને બંને જણા તૈયાર થઈ નક્કી કરેલ વખતે પેલી યુવતીને ત્યાં જવા તૈયાર થઈને નીકળ્યા. પરંતુ ચાલતાં ચાલતાં રહે નિકોલસને Page #279 -------------------------------------------------------------------------- ________________ વિચિત્ર સંમિલન! ૨૩૫ - મનમાં જરા ઓછું આવી ગયું કે, પોતે મેંધી માનેલી યુવતી આમ ગમે તેને “સસ્તામાં’ મળે તેવી હતી. પોતે નિકોલસ તેને મળવા માગે છે, એવું તે જાણી શકે તેમ નહોતું; તેમ જ પોતાને વિષે તે કયાં કશું વિશેષ જાણતી હતી? અને છતાં આ મુલાકાત ! પણ પછી છેવટે જ્યારે નિકોલસે ન્યૂમેનની પાછળ પાછલે બારસેથી પેલા ઘરમાં પ્રવેશ કર્યો, ત્યારે નોકરડીને જોતાં જ તે સમજી ગયો કે, ન્યૂયૅને ભલતી કોઈ નોકરડીનો પીછો કર્યો હતો. એટલે તેની માલિકણ યુવતી આવતાં તે પોતાના મિત્રની થયેલી ભૂલ બદલ ક્ષમા માગી ચાલ્યો જવા ઇચ્છતો હતો, તેવામાં પેલી યુવતીનો બાપ અણધાર્યો પાછો આવતાં, પેલી યુવતી ઉતાવળે પાછી ચાલી ગઈ, અને નિકોલસ તથા ન્યૂમેનને પેલી નોકરડીએ ગભરાઈ જઈને પાછલે બારણેથી ઝટપટ વિદાય કરી દીધા. તોપણ નિકોલસને મનમાં એટલો સંતોષ થયો કે, પોતે જેનો પ્રશંસક છે, એ યુવતી ‘સસ્તી” હરગિજ નથી! અર્થાત્ તે તેને પહેલાં જેટલી જ અગમ્ય – અલભ્ય રહી હતી ! ૪૬ વિચિત્ર સંમિલન! નિકોલસ ‘સેરેસન્સ હેડ’ વીશીમાં જેન બ્રાઉડીને મળવા ગયો, તેથી તે ભલો ગામડિયો ખૂબ ખુશ થયો. નિકોલસનો હાથ પકડી તેણે તેને ખૂબ હલાવી જ નાખ્યો. નિકોલસે મિસિસ બ્રાઉડી તરફ નજર કરી, એટલે બ્રાઉડી તરત હસતો હસતો બોલ્યો, “હવે તે પરણી ગઈ છે, એટલે તેને કારણે તમારી ને મારી વચ્ચે લડાઈ થવાની નથી, ભાઈલા!” | નિકોલસ એ ભલા માણસની ગામઠી મજાકથી પ્રથમ તો ખૂબ હસ્યો. પણ પછી શરમથી લાલ લાલ થઈ ગયેલી મિસિસ બ્રાઉડીની તરફ જોઈ તેને તેણે અભિનંદનાત્મક ચુંબન કર્યું. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ નિકોલસ નિકલ્ટી બ્રાઉડીએ હવે ટેબલ ઉપર આવી ગયેલું ખાવાનું શરૂ કરવા નિકોલસને જણાવ્યું. નિકોલસે કહ્યું, “એક શરતે!” “એ કઈ શરત હશે, વારુ?” “એ જ કે, તમને લોકોને જે પહેલું બાળક જન્મ, તેનો ‘ગૉડફાધર'-દેવ-પિતા મને બનાવવો.” તરત જ બ્રાઉડી હાથમાંનાં છરી-કાંટો પડતાં મૂકી, કોળ ઉપર કોળ લઈને હસવા મંડી ગયો; અને રૂંધાતા શ્વાસે બોલ્યો, “હે હેય દિલ્લી! સાંભળ તો ખરી, તારા છોકરાનો બાપ! મારી નાખ્યા! હે હેય ટિલ્ડા, તારા છોકરાનો બાપ!” મટિલ્ડા બિચારી શરમથી લાલ લાલ થઈ ગઈ. પણ પછી બ્રાઉન ડીને હસવાનું થોડુંક શમ્યું, એટલે શાંતિથી પાછલા દિવસો યાદ કરીને વાતો ચાલવા માંડી. બ્રાઉડીએ, તે દિવસે ફેનીની પત્તાં-પાર્ટીમાંથી નીકળ્યા પછી મટિલ્ડાની અને પોતાની બે વચ્ચે થયેલી લડાઈ, અને પછી થયેલાં મનામણાં વગેરેની વાત ગામઠી રીતે નિકોલસને કહી બતાવી. નિકોલસે પણ હસતાં હસતાં મટિલ્ડાને કહ્યું, “હું જ્યારે સ્કિવયર્સને મારીને નાઠો, ત્યારે રસ્તામાં જ આ ભાઈસાહેબને ઘોડા ઉપર બેસીને હાથમાં સોટા સાથે આવતા દેખ્યા કે તરત મેં માની લીધું હતું કે, તે તમારા વતીનું વેર યાદ રાખીને મને મારશે, પકડશે અને સ્કિવયર્સ પાસે પાછા લઈ જશે !” એ સાંભળી એ ભલાં પતિ-પત્ની ખૂબ હસ્યાં. ખાસ કરીને મટિલ્ડા; કારણ કે, તેણે માત્ર ફેની સ્કિવયર્સને ચીડવવા માટે જ નિકોલસનો પક્ષ લેવાનો જે દેખાવ કર્યો હતો, તેટલામાત્રે આ માટીડાઓ મારામારી ઉપર આવી જાય તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી. પછી નિકોલસે સ્માઇકવાળો પ્રસંગ કાઢ્યો, અને સ્માઈકને ભગાડી મૂકડ્યા પછી શું થયું, તે વાત બ્રાઉડીને પૂછી. બ્રાઉડીએ હસતાં હસતાં કહ્યું, “હું સ્માઇકને પાછલા બારણેથી બહાર કાઢી, Page #281 -------------------------------------------------------------------------- ________________ વિચિત્ર સંમિલન ! ૨૩૭ ઉપર આવી, ગુપચુપ મારી પથારીમાં મોઢેમાથે ઓઢીને સૂઈ ગયો. થોડી વારે માસ્તર ઉપર આવીને સ્માઇકની કોટડીનું બારણું ઉઘાડવા ચાવી ફેરવવા ગયો. પણ આખી કળ જ કાઢી લીધેલી, એટલે તેણે સ્માઇકને બૂમો પાડવા માંડી. અંદરથી જવાબ ન આવ્યો એટલે તે બોલ્યો, ‘ના બોલીશ, હમણાં તારા શરીરનું એકે એક હાડકું ભાગી નાખું છું.' અને પછી બાંયો ચડાવી, બારણાને ધક્કો મારી, તે અંદર પેઠો, તો અંદર કોઈ ન મળે! તેણે દીવો મંગાવરાવ્યો, અને દીવો આવ્યો એટલે ખાલી કોટડી જોઈ તેણે છાતી કૂટવા માંડી. મેં પૂછ્યું, ‘શું થયું છે, ભાઈલા!' તે કહે, ‘નાસી ગયો. ' પછી મને જ પૂછવા મંડયો, ‘તેને જતો જોયો નહોતો?' મેં કહ્યું, ‘થોડી જ વાર થઈ, પાછલું બારણું ઊઘડયાનો અવાજ સાંભળ્યો’તો ને કોઈ ધડબડ કરતું દાદરો ઊતરેલું ખરું.' પેલો ‘દોડો દોડો, પકડો પકડો ' એવી બૂમો પાડી દોડવા મંડયો. મેં કહ્યું, ‘હું તારી સાથે આવું છું.' એમ કહી, મેં તેને મારી સાથે ઊંધે રસ્તે જ દોડાવ્યો – એટલા જોરથી કે પાએક કલાકમાં તો બાપડાના ટાંટિયા જ ફરી ગયા! મેં એને મારી સાથે સાથે એટલી વાડો કુદાવરાવી હતી, અને એટલાં ખાબોચિયાં લંઘાવરાવ્યાં હતાં કે, બિચારો લાંબા જોડે ટૂંકો જાય એમ – કાદવ ને કાંટાથી ભરાઈ ગયો'તો! મારાથી તો હસી પડાતું'તું, પણ મેં મોઢું પરાણે દબાવી રાખ્યું. ” એમ કહેતો કહેતો હવે બ્રાઉડી હસવા માંડયો અને હસતો હસતો ઊબડો જ પડી ગયો. મિસિસ બ્રાઉડી બોલી બેઠી, “મને તો એ મૂઆ માસ્તરનું માં જોવુંય ના ગમે.” “લે, તું તો એની દીકરીની બહેનપણી છે, અને તેથીસ્તો મારેય એનું ઓળખાણ થયેલું; નહીં તો કોણ એવાને ઓળખવાય નવરું બેઠું'તું ? ” Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ નિકોલસ નિકલ્ટી “પણ એ તો કૅની ને હું સાથે ભણેલાં એટલે,” મટિલ્ડા બોલી. | નિકોલસે હવે પૂછયું, “પણ તમે તમારી ચિઠ્ઠીમાં એમ લખ્યું હતું ને કે, મિસ વિયર્સ તમારી સાથે જ લંડન આવ્યાં છે, અને તમારી ભેગાં જ ઊતર્યાં છેતે અહીં કેમ દેખાતાં નથી? મને તો બીક જ હતી કે, અહીં પણ મારે તેમનો ભેટો થઈ જવાનો!” “હા, હા, એ તો અમારા લગન વખતે મારી ધણિયાણીની વહુ-સખી” બની હતી, એટલે અમે તેનેય મજા કરવા લંડન લેતાં આવ્યાં,” એમ કહી આગળ બ્રાઉડી બોલ્યો; “એ બિચારી કોઈ દહાડો કોઈની વહુ તો બનવાની નથી, એ લખી રાખો!” જાઓ, જાઓ, એવું શું બોલ્યા કરો છો?” મિસિસ બ્રાઉડીએ પતિને જરા ડાર્યો. “લે ભાઈ, ત્યારે કયો ભાગ્યવાન એ રતન પામશે, એ તો કહે!” “જુઓ પાછા !” મિસિસ બ્રાઉડીએ છણકો કર્યો, પણ પછી તેણે નિકલ્ટી તરફ જોઈને કહ્યું, “તેને ને તમારે જે બધું પ્રેમ-પ્રકરણ જેવું બની ગયું હતું, એ વિચારીને જ આમણે તમને આજે રાતે અમને મળવા આવવા તેડાવ્યા છે. આજે તે તેના બાપને મળવા ગઈ છે; અને રાત પડયે તેને પાછી તેડવા આ પોતે જશે ત્યારે તે પાછી અહીં આવશે; ત્યાં સુધીની નિરાંત છે. પણ મિ0 નિકબી, ફેની બાપડી ખરેખર એમ કહેતી હતી કે, તમે પોતે જ તેની સાથે પરણવા કબૂલ થયા હતા, અને થોડા વખતમાં તો તમારા વિવાહ પણ થવાના હતા.” ના, ના, મેં કદી તેમના કુંવારા હૃદયને મારા તરફ ખેંચવાનો પ્રયત્ન જ કર્યો નહોતો, અને તેમણે શી રીતે માની લીધું કે—” પણ એટલામાં તો એક તીણો અવાજ આવ્યો, “મારા બાપનું લોહી પીનાર આ રાક્ષસને હું પરણવાની હતી, હૈ? આ મારા પગ નીચેની ધૂળ સાથે, હે? રસોડાના ચીપિયાથીય જેને ન અડું, Page #283 -------------------------------------------------------------------------- ________________ વિચિત્ર સંમિલન! ૨૩૯ તેની સાથે, હેં? શી વાત કરે છે, ભૂંડી ટિડા? તારું માથું બાણું ખસી ગયું છે કે શું?” | આટલું બોલતાંની સાથે ફેની બારણું ઉઘાડી અંદર ધસી આવી. અને બધાએ જોયું કે તે એકલી નહિ, પણ પાછળ તેનો ભાઈ અને તેના પિતા પણ મોજૂદ હતા. અંદર આવીને પછી તો ફેનીએ પોતાની જીભને છૂટો દોર આપી દીધો. બ્રાઉડીએ તરત પોતાની પત્નીને કશો જવાબ આપતાં વારી; કારણ કે, નાહકની પેલી વધુ ચિઢાય અને વધુ સવારે ચઢે. પણ ફેનીએ તો તેને જ હવે લપેટમાં લીધો અને જણાવ્યું, “વાહ સાહેબ, મને તમારા માટે પાણી ઉમેર્યા વિનાની નરી દયા આવે છે, ભલે તમે મને કદી વહુ ન બનવાનો શરાપ આપો કે મારા થતા ધણીને ભાગ્યશાળી કે કમભાગી કહો; પણ મને તો તમને તમારી આ ધણિયાણી મળવા બદલ દયા જ આવે છે, – કશાય ભેળસેળ વિનાની નવી નક્કોર દયા!” “એમની બહુ દયા આવતી હોય તો મારે બદલે તું જ એમની સાથે રહે, મારી બાઈ!” મિસિસ બ્રાઉડી હવે ગરજી. અને બાઈજી, તમે ભારે અક્કલવાળાં છો, તે જાણ્યું. હું મારા બાપુને મળવા ગઈ, અને તમારો માટીડો મને લેવા આવે ત્યાં સુધી હું નથી આવવાની, એમ માનીને તમે તો આને મળવા બોલાવવાની ખરી ગોઠવણ કરી ! પણ તમારી બધી ગોઠવણ નકામી ગઈ, અને હું તો સૌ દુશ્મનોની છાતી ઉપર આવીને ઊભી રહી, જોયું?” “મને કંઈ ઉઝરડા પડવાના નથી, તું આવી તે, ભૂંડી!” મિસિસ બ્રાઉડીએ જવાબ આપ્યો. “મને ગમે તેમ તુંકારવી નહિ, સમજી? હું સાંભળી નહિ રહું.” હવે પૂરું કર ને ફેની; આમાં લડી પડવા જેવું શું છે તે?” જૉન બ્રાઉડી અધીરો થઈને બોલ્યો. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ નિકોલસ નિકલ્ટી “મને સલાહ આપવાની તમારે તનિકે જરૂર નહિ, સમજ્યા? અને મારા નામ સાથે તમારે કશા વાંદરવેડા ન કરવા, સમજ્યા? મને મિસ વિયર્સ કહેતાં તમને શા ઘા પડે છે? અને ટિલ્ડા, તારા નામ સાથે પણ હવે મારે કશી સગાઈ નહિ, સમજી? મારું છોકરું મરતું બચવાનું હોય, તોપણ તેનું નામ હું કદી ટિલ્ડા ન પાડું, સમજી?” પણ તું પરણે અને પછી તેને બાળક જન્મે ત્યારે તેના નામની પંચાત કરવાની હોયને? અત્યારે તેનું શું છે, ભાઈ?” જન - બોલ્યો. આ ઝઘડા દરમ્યાન જાડિયો વેકૉર્ડ તો ટેબલ ઉપર પડેલી ખાવાની વસ્તુઓ મોંમાં તથા ખીસામાં ગુપચુપ ગોઠવ્યે જતો હતો. તેના બાપે તેની એ કુશળતાથી રાજી થઈ આડું જોઈ લીધું હતું. પણ હવે બધાં લડવામાંથી થોડાં થોભ્યાં, એટલે તેના પુત્રનાં પરાક્રમ સી, જોઈ જશે એમ માની, વિયર્સે દેખાડવા ખાતર પોતાના છોકરાના ગાલ ઉપર એક તમાચો લગાવી દીધો અને ઘુરકિયું કરીને કહ્યું “તારા બાપના દુશ્મનોની થાળીમાં પડી રહેલું એઠું ખાય છે? હરામખોર; એ તો ઝેર છે ઝેર!” ના, ના, કંઈ ઝેર નથી; દીકરા, ખા તારે ખાવું હોય તેટલું; તારા બાપની આખી નિશાળ અહીં હાજર હોત, તો બધાં છોકરાંને હું જિંદગીમાં પહેલી વાર પેટ ભરીને ખવરાવત; ભલે ગમે તેટલું ખરચ થઈ જાય !” ફિવયર્સે તેની સામે ઘુરકિયું કરીને જોયું અને કહ્યું, “તો તે જ મારા ભાગેડુને ભગાડી મૂક્યો હતો ખરુંને?” “હા, હા, ભગાડી મૂક્યો હતો, શું છે?” “જો, જો, દીકરી, તે કબૂલ કરે છે કે, “મેં ભગાડી મૂક્યો હતો, બરાબર સાંભળી લે!” સ્કિવયર્સે દીકરીને સંબોધીને કહ્યું. Page #285 -------------------------------------------------------------------------- ________________ વિચિત્ર સંમિલન ! ૨૪૧ “લે, હું તો વધારાનું કહી રાખું છું કે, એવો બીજો કોઈ છોકરો તારા વાડામાંથી નીકળીને નાસી જતો હશે, તોપણ હું તેને મદદ કરીશ. અને તારા વીસ વીસ છોકરા નાસી જતા હશે, તો વીસ વીસ છોકરાનેયે મદદ કરીશ. અને જો તું એમાંના કોઈને પકડીને કોચગાડીમાં પૂરીને પાછો લઈ જતો હશે, તો એ ઘોડાગાડીને અને જરૂર પડયે તારા માથાને તોડી નાખીને પણ મદદ કરીશ!” tr “વાહ, બબ્બે સાક્ષીઓ સાંભળતાં તું આ બધું બોલે છે! હું અત્યારે જ એ બધું મારી ડાયરીમાં ટપકાવી લઉં છું. દેશમાં અદાલત જેવી ચીજ છે, એ યાદ રાખજે.” “અદાલતનું નામ બેટા ન દેતો; પહેલી તો તારી આખી નિશાળ જ અદાલત આગળ રજૂ કરવા જેવી છે, – જો અદાલતને આંખો હોય તો !” ર સ્કિવયર્સ તેની સાથે વધુ જીભાજોડીમાં ઊતર્યા વિના પોતાની દીકરીને અને નિકોલસને સંબોધીને બોલ્યો, “અને તું યાદ રાખજે કે, થોડા વખતમાં હું તારી વલે કેવી બેસાડું છું તે. તું છોકરાઓને ભગાડી જાય છે અને પોતાની સાથે રાખે છે, પણ તે છોકરાઓના બાપ આવી ન પડે તે સાચવજે, સાવધાન! ભગાડેલા છોકરાઓના બાપ આવી પડશે, અને તેઓ તારી પાસેથી એ છોકરાઓને પાછા મેળવી મારે જે કરવું હોય તે કરવા મને પાછા સોંપશે, સમજ્યો ? સાવધાન !” Page #286 -------------------------------------------------------------------------- ________________ ४७ મિ ફ્રેન્ક ચિયરીબલ ૧ સ્માઇકની બાબતમાં નિકોલસને ધમકી આપી, સ્કિવયર્સ પોતાનાં પુત્ર પુત્રી સાથે ચાલ્યો ગયો, ત્યાર બાદ બ્રાઉડી દંપતી અને નિકોલસ પોતાનું ભોજન પરવારવા નિરાંતે બેઠાં. પણ ‘નિરાંત ' જાણે આજે તે લોકોથી દૂર જ ભાગ્યા કરતી હતી. થોડી વારમાં જ, વીશીમાં કંઈક ધાંધલ અને મારામારી મચ્યાં હોય, એવો અવાજ તેમના કમરામાં સંભળાયો. નિકોલસ, “શું છે? શું છે?” કરતો બહાર નીકળ્યો. જૉન બ્રાઉડી પણ તરત પાછળ જતો હતો; પરંતુ મિસિસ બ્રાઉડીએ ફીકી પડી જઈ રૂંધાતે અવાજે તેને જણાવી દીધું કે, ‘ જો એ બધી મારામારીમાં કે ધાંધલમાં તમે દોડી ગયા છો, તો મને હિસ્ટીરિયાની તાણ શરૂ થઈ જાણજો !' બ્રાઉડી એ ધમકીથી જરા થોભ્યો. પણ પછી નિકોલસ એકલો બહાર ગયો હોવાથી, ધણિયાણીનો હાથ બગલમાં ઘાલીને, તેને પણ સાથે લઈને જ બહાર નીકળી આવ્યો. કૉફીરૂમની ઓસરી આગળ આ બધું ધાંધળ મચેલું હતું. ગ્રાહકો, વેઇટરો અને તબેલાના માણસો બધા ત્યાં એક જુવાનિયાની આસપાસ ઘેરાઈ વળ્યા હતા. તે જુવાનિયાના પગ ઉપર જોડા ન હતા; પણ સામે ખૂણે ઢગલો થઈને પડેલા એક માણસ આગળ બે જોડા પડયા હતા. તેનો એક જ અર્થ થતો હતો કે, એ જુવાનિયાએ પેલા ૨૪૨ Page #287 -------------------------------------------------------------------------- ________________ મિ, કૅન્ક ચિયરીબલ ૨૪૩ " માણસને લાત મારી એ ખૂણામાં ગબડાવી દીધા પછી, પગમાંના જોડા વિશેષ પુષ્પાંજલિ તરીકે તેના ઉપર ફેંક્યા હતા. | નિકોલસને એ જુવાનિયો કોઈ ગુંડા જેવો ન લાગ્યો; તથા તેની સામે આખી વીશી એકઠી થઈ ગઈ હોવાથી, નબળાનો પક્ષ લેવાની પોતાની સ્વાભાવિક વૃત્તિથી પ્રેરાઈને નિકોલસ સીધો એ ઘેરો તોડી અંદર ઘૂસ્યો અને પૂછવા લાગ્યો, “શું છે? શું છે?” પણ અંદર ઘૂસવા જતાં જે એક જણને એની કોણી વાગી હતી, તે બોલી ઊઠ્યો, “લો ભાઈ, આ તો રશિયાના બાદશાહ આવી પહોંચ્યા ને કંઈ!” “ના, ના, એ તો કોઈ વેશપલટો કરીને ફરતા છૂપા શાહજાદા લાગે છે,” બીજો જણ ગણગણ્યો. પણ હવે તો ચાર પાંચ જણા નિકોલસ અને પેલા જુવાનિયાને ધક્કામુક્કી કરતા ઘેરી વળ્યા. જૉન બ્રાઉડીએ એ જોઈ પોતાની પત્નીને પડતી મૂકી અને સીધો તે પેલાઓને કોણીઓ મારતો અને તેમના પગ કચરતો, ઘેરાની અંદર જઈ પહોંચ્યો. હાથના અને પગના થોડા ઝપાટા-સપાટા મારતાંની સાથે તેણે બધાને દૂર ભગાડી મૂક્યા. પેલો ખૂણામાં પડેલો માણસ હવે કરાંઝતો કરાંઝતો પેલા જુવાનિયાને સંબોધી બોલવા લાગ્યો: “ફરી વાર તું એમ કરી જે; તો જાણું કે તું ખરો મરદ છે!” “તો તું પણ પેલા શબ્દો ફરી વાર બોલ, એટલે હું તને પાછો ક્યાં મોકલું છું તે બતાવીશ.” પેલા જુવાનિયાએ જવાબ આપ્યો. તમે તેને શા માટે માર્યો હતો?” પાસે ઊભેલાઓમાંના એક જણે હવે પૂછ્યું. “હા, શા માટે માર્યો હતો?” બીજાઓએ પણ પૂછ્યું. પેલા જુવાનિયાએ નિકોલસને જ જવાબ આપ્યો: “તમે હમણાં પૂછ્યું હતું કે, શી વાત છે?” તો સાંભળો – હું આ વીશીમાં હમણાં જ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ નિકોલસ નિકલ્બી બહારગામથી આવીને ઊતર્યો છું. મારે ઘેર હું કાલે સવારે જ આવીશ એવી ખબર હોવાથી, અત્યારે ત્યાં જઈ બધાંને ધમાલમાં નાખવાં ઠીક ન લાગતાં, અહીં જ રાત ગાળવા રોકાયો છું. સૂતા પહેલાં અહીં હું અર્ધોએક કલાક આ જાહેર કૉફીરૂમમાં બેસવા માટે આવ્યો હતો. તે વખતે પેલો માણસ પોતાના મિત્ર સાથે પીતાં પીતાં એક યુવતી વિશે ફાવે તેમ અપમાનભર્યું એલફેલ બોલી રહ્યો હતો. એ યુવતીના તેણે કરેલા ઉલ્લેખો ઉપરથી મને લાગ્યું કે, તે યુવતી મારા ઓળખાણની બાનુ જ છે. એ બાનુ વિષે એમ કાવે તેવા શબ્દો બોલવા મેં તેને ના પાડી. તેમ જ તે બાજુ તેના જેવા ભામટાઓના હાથની વસ્તુ પણ નહોતી, એ વાત તરફ મેં તેનું ધ્યાન ખેંચ્યું. પણ તે થોડોક થોભી, પાછો અહીંથી જતી વખતે વિશેષ બીભત્સ ભાષામાં તે યુવતી વિશે મને સંભળાવવા, યદ્રા-તદ્રા બોલવા લાગ્યો. એટલે મેં ઊઠીને તેની વિદાય ઝડપી બનાવવા તેને એક લાત લગાવી, જેથી તે પેલા ખૂણામાં જઈને પડ્યો. મારાં પરિચિતો -સંબંધીઓ બાબત મારા દેખતાં ફાવે તેમ બોલવાનો અધિકાર તેને જોઈતો હોય, તો પહેલાં મારી સાથેનો હિસાબ પતાવી લે!” | નિકોલસે પોતાની બહેન માટે યદ્રાદ્ધ બોલવા જનારા મલબેરી સાથે તાજેતરમાં જ મારામારી કરી હોવાથી, તે તરત એ જુવાનિયાના પક્ષમાં ખડો થઈ ગયો; અને તેને તે પક્ષમાં ખડો થયેલો જોઈ, જૉન બ્રાઉડી પણ, કશું વિશેષ સમજ્યો ન હતો છતાં, “જેને આવવું હોય તે આવી જાય,’ એમ કહી, તરત બાંયો ચડાવવા લાગ્યો. આમ પેલા જુવાનિયાનો પક્ષ સબળો બની ગયેલો જોઈ, – સંખ્યાની દૃષ્ટિથી નહિ, તો બ્રાઉડી જેવા મહારથીની ભરતીથી–બધા હવે ઝટપટ વેરાવા લાગ્યા, અને કૉફી-રૂમવાળા નોકર-ચાકરો પણ અત્યાર સુધી પેલાનો પક્ષ લેતા હતા, તે હવે તેને ખૂણામાંથી ધકેલીને બહાર લઈ ગયા. Page #289 -------------------------------------------------------------------------- ________________ મિ. કૅન્ક ચિયરીબલ ૨૪૫ તે વખતે અચાનક પેલાનું મોં નજરે પડતાં નિકોલસ બોલી ઊઠયો, “અરે, એ માણસને પહેલાં મેં કયાંક જોયો લાગે છે!” “એમ?” પેલો જુવાનિયો બોલી ઊઠયો. “હા, મને ખાતરી છે, – પણ ક્યાં જોયો હશે,– હા, થોભો! હા, હા! પેલી રજિસ્ટર-ઑફિસનો એ કારકુન છે -ટૉમ એનું નામ. હવે મને તેનું મોં બરાબર યાદ આવ્યું.” આમ, નોકરી માટેની એ રજિસ્ટર-ઑફિસને પોતાના જીવનમાં અણધારી જ અવારનવાર સામી આવીને ઊભી રહેતી જોઈ, નિકોલસ મનોમન નવાઈ પામવા લાગ્યો. પેલા જુવાનિયાએ હવે, પોતાને ખાસ જરૂર હતી ત્યારે પોતાનો પક્ષ લેવા બદલ, નિકોલસનો આભાર માન્યો અને પોતાનું કાર્ડ તેના હાથમાં મૂક્યું, જેથી લંડનમાં જ ફરી કોઈ વાર નિકોલસ ધારે તો તેને મળવા આવવાની તકલીફ લઈ શકે. | નિકોલસ એ કાર્ડ વાંચતાં જ ચેંકી ઊઠયો. તે બોલ્યો, “મિ0 કૅન્ક ચિયરીબલ! ચિયરીબલ બ્રધર્સના ભાણેજ, જે આવતી કાલે સવારે આવવાના હતા તે જ?” “ઠીક, હું એ પેઢીનો ભાણેજ નથી, પણ એ પેઢી જે બે ઉત્તમ ભાગીદારોની બનેલી છે, તેમનો ભાણેજ તો છે જ અને મને એમનો ભાણેજ હોવાનું અભિમાન પણ છે. અને તમે મિત્ર નિકલ્દી છો, એ પણ હવે વગર કહ્યું હું જાણી ગયો છું, કારણ કે તમારા વિષે મામાઓએ મને ઘણી વાર લખેલું છે! આમ આપણે અચાનક ભેગા થઈ ગયા એ ખરું, પણ તેથી કરીને તમને મળવાથી મને જરાય ઓછો આનંદ થયો છે એમ રખે માનતા!” નિકોલસે ભાવપૂર્વક તેના બંને હાથ હાથમાં લઈ ખૂબ હલાવ્યા. પછી જેન બ્રાઉડીના નિમંત્રણથી તેના ઓરડામાં જ તેઓ અર્ધોએક કલાક ગાળવા ગયા. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ નિકોલસ વિકલ્પી મિત્ર ફ્રેન્ક ચિયરીબલ, તાજેતરના તોફાનના પ્રસંગને કારણે, ગમે તેટલો આકળા સ્વભાવનો દેખીતો લાગે, પણ ખરી રીતે તે પણ તેના મામાઓ જેવો જ ભલો અને માયાળુ જુવાન હતો. એટલે જોન બ્રાઉડી સાથે અને તેની પત્ની સાથે ભળી જતાં તેને જરાય વાર ન લાગી. નિકોલસને પણ ખાતરી થઈ ગઈ કે, તેના જીવનમાં એક સારી અને કીમતી ઓળખાણ આજે તેને પ્રાપ્ત થઈ છે. પરંતુ, નિકોલસ જ્યારે ઘેર જવા નીકળ્યો, ત્યારે તેનું મન પૂરેપૂરું આનંદિત રહ્યું ન હતું. ફૅન્ક ચિયરીબલ ગમે તેવો સારો જુવાન હતો; પણ તે પેલી યુવતીને કયા કારણે ઓળખતો હતો? ટિમ લિંકિનવૉટરે ફૅન્ક આવવાનો છે એમ નિકોલસને બેએક દિવસ અગાઉ જ્યારે કહ્યું હતું, ત્યારે તેણે એટલું જ જણાવ્યું હતું કે, કૅન્ક ચાર વર્ષથી જર્મનીમાં પેઢીનું કામકાજ સંભાળતો હતો, અને છેલ્લા છ મહિનાથી ઉત્તર ઈગ્લેંડમાં નવી એજન્સી સ્થાપવાના કામે લાગી ગયો હતો. પણ હવે તેને અહીં લંડનના કામમાં જ નાંખવાના ઇરાદાથી પાછો બોલાવવામાં આવી રહ્યો હતો. તે તો ઠીક, પણ પેલી યુવતીની ઉંમર જો સત્તરેક વર્ષથી વધુ ન હોય, તો પછી ફ્રેન્ક જ્યારે પરદેશ જતાં પહેલાં પેલીને છેલ્લો મળ્યો હોય, ત્યારે એ યુવતી બાર-તેર વર્ષની છોકરી જ હોય. તો શું કૅન્ક તેને એટલી બધી નાનપણથી ઓળખતો હશે? અને તે વખતથી તેને તેના પ્રત્યે પ્રેમ થયો હશે? પેલી યુવતીએ પણ નાની ઉંમરથી જ પોતાનો પ્રેમ તેને આપ્યો હોય, એમ બને? ફૅન્ક પેઢીના અહીંના કામકાજમાં જ જોડાવા આવતો હોય, તો નિકોલસને એ પેઢીમાં આગળ વધવાની તક એટલી ઓછી થાય. પરંતુ નિકોલસને કૅન્ક તરફ એ કારણે જરાય અદેખાઈ ન આવી; પરંતુ પોતાના મનમાં વસેલી યુવતીના પ્રેમનો ભાગીદાર બનીને તે આવ્યો, એ કારણે, રહી રહીને નિકોલસના મનમાં ફ્રેન્ક કાંટાની પેઠે ખૂંચવા લાગ્યો! Page #291 -------------------------------------------------------------------------- ________________ મિ૦ ફૂંક ચિયરીબલ ૨૪૭ જોકે એ યુવતીને તેણે રજિસ્ટર-ઓફિસમાં આવેલી જોઈ હતી, અને બીજી વખત ચિયરીબલ બ્રધર્સની પેઢીમાં આવેલી જોઈ હતી, – એ સિવાય તેનો પોતાનો જ એ યુવતી ઉપર બીજો કશો ઓળખદાવો કે હક-દાવો પણ ન હતો! ફૅન્કનો તો તેના મામા સાથેના એ યુવતીના ખાસ સંબંધને કારણે કદાચ કંઈક વિશિષ્ટ દાવો ગણાય. પરંતુ પ્રેમ જેટલો અદેખો તેટલો જ આંધળો હોય છે. બીજી સવારે ફૅન્ક જ્યારે મામાને ત્યાં આવ્યો, ત્યારે મામાઓ તરફથી અને ટિમ લિંકિનૉટર તરફથી મળેલા ઉમળકાભર્યા આવકારથી તે ગળગળો થઈ ગયો. તેણે નિકોલસ સાથે પોતાને કેવી રીતે અણધારી મુલાકાત “ઍરેસન્સ હેડ” વીશીમાં થઈ, તેનું વર્ણન સૌને સંભળાવ્યું, ત્યારે ટિમ લિંકિનવૉટર તરત બોલી ઊઠયો, “આવા અણધાર્યા સુખી મેળાપો માટે લંડન શહેર સિવાય દુનિયામાં બીજી જગા હોય, તો કોઈ મને બતાવે!” અને આ પડકાર ફેંકી, તે ગમે તે જવાબ માટે જાણે તૈયાર હોય એમ ચશ્માં લૂછવા લાગ્યો. ફેંકે હસતાં હસતાં કહ્યું, “મને લંડન શહેરના એ સદ્ગુણ વિશે કશી ખાસ જાણકારી નથી.” જાણકારી નથી? ઠીક, તો જુઓ, હું તમારે મોંએ જ એ વાત કઢાવું. બોલો, આવા અણધાર્યા મેળાપો માટે લંડન શહેર જ લાયક ન હોય, તો હું પૂછું છું કે, શું યુરોપ એ માટે લાયક છે? ના, નહિ જ. તો શું એશિયા લાયક છે? હરગિજ નહિ. તો શું આફ્રિકા છે? જરાય નહિ. તો અમેરિકા છે? એ તો તમે જ કહી શકશો કે, એ ખંડ પોતે જેટલો દૂર છે, તેટલી જ ત્યાં મારી તમારી વચ્ચે મેળાપ થવાની શકયતા પણ વેગળી છે. તો પછી, હવે શું બાકી રહ્યું? લંડન શહેર જ એવી અણધારી મુલાકાતો માટે એકમાત્ર લાયક શહેર રહ્યું ખરું કે નહિ?” Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ નિકોલસ નિકબી આવી અઠંગ રીતે રજૂ થયેલી દલીલની વિરુદ્ધમાં કશું કૅન્કથી કહી શકાય તેમ હતું જ નહિ. અને ટિમ સામે લંડન શહેરની શ્રેષ્ઠતા બાબત ચર્ચામાં ઊતરવું, એ તો મધપૂડા પર હાથ નાખવા જેવી બાબત હતી, એ તે બરાબર જાણતો હતો. બંને ભાઈઓ પોતાના કામમાં હવે ફેન્ક અને નિકોલસ જેવા જુવાનો આવી મળ્યા તે બદલનો આનંદ ખુલ્લા શબ્દોમાં વ્યક્ત કરવા લાગ્યા, અને ટિમને ચીડવવા લાગ્યા. ટિમે પણ ગંભીર માં કરી જાહેર કરી દીધું કે, “મને હવે આ પેઢીમાં કશો રસ રહ્યો નથી, માટે હું બીજે જ ક્યાંક નોકરી શોધવા જાઉં છું; તમે પણ તમારે જોઈતો બીજો માણસ શોધી લો.” એમ કહી જાણે બહાર જતો હોય તેમ દેખાવ કરી, તે પોતાના સ્ટ્રલ ઉપર જ બેસી જઈ કામે લાગી ગયો. પણ પછી પોતે પેલા ભલા ડોસાઓની કેવી ભારે મશ્કરી કરી નાંખી હતી એ જાણી તેને એટલું બધું હસવું આવવા લાગ્યું કે, છેવટે તે કલમ હાથમાંથી મૂકી દઈ માં દબાવીને જ ઊંધું ઘાલી હસવા લાગ્યો. તરત જ પેલા ડોસાઓ પણ ખડખડાટ હસી પડયા. અને ટિમથી હવે સ્કૂલ ઉપર બેસી રહેવું શકય ન રહેતાં, તે ધબાક દઈને નીચે પડ્યો. એ જોઈ નિકોલસ અને ફ્રેન્ક પણ ખડખડાટ હસી પડ્યા. બધાનું હસવું શમતાં, પછી ભાઈ ચાર્લ્સ નિકોલસને બાજુએ લઈ જઈ કહ્યું, “તમે લોકો તમારા મકાનમાં બરાબર ગોઠવાયાં કે નહિ, તથા કંઈ ખૂટતું કરવું કશું લાવી આપવાનું રહે છે કે નહિ, તે નજરે જોવા હું કાલે રવિવારે ચાના સમયે આવવા માગું છું. જો કાલે તમારે કંઈ રોકાણ હોય, અથવા તમારી ગેરહાજરીમાં તમારા ઘરની બાનુઓ મને મળવામાં અડચણ માનતી હોય, તો બીજો કોઈ સમય તમે સૂચવી શકો છો.” પણ નિકોલસે તો ઘણો ઘણો આભાર માની, એ સમય ઝટ સ્વીકારી લીધો. Page #293 -------------------------------------------------------------------------- ________________ " ૪૮ મુલાકાતે ગમતી-અણગમતી બીજે દિવસે નિકોલસના ભલા શેઠ પોતાને ઘેર ચા-પાણીએ આવવાના છે, એ જાણી આખા કુટુંબમાં ભારે હિલચાલ મચી ગઈ. મિસિસ નિકલ્દી પોતાના જૂના વૈભવની કેટલીય ચીજો અને સગવડો યાદ કરી કરીને હાયવોય કરવા લાગી. બરાબર વખત થતાં મિત્ર ચાર્લ્સ ચિયરીબલ જ નહીં, પણ સાથે તેમનો ભાણો ફ્રેન્ક પણ આવી પહોંચ્યા. ફ્રેન્ક વગર કહ્યું આવી પડવા બદલ મિસિસ નિકલ્બીની ઘણી ઘણી માફી માગી; અને મિસિસ નિકલ્બી એ શિષ્ટાચારથી તદ્દન જ જિતાઈ ગયાં. ચા પીતી વખતે ડોસા ચિયરીબલ, બધાંને અડવું ન લાગે તે માટે, વાતચીત કેવળ ટોળટપ્પા ઉપર વાળી. તેમાંય તેમણે પોતાના ભાણાએ જર્મનીના વસવાટ દરમ્યાન એક જર્મન સદગૃહસ્થની પુત્રી સાથે ઊભા કરેલા પ્રેમ-પ્રકરણની વાત ઉપાડી, ત્યારે તો ફન્ક બિચારો પોતાના મામાની એ માત્ર મજાક છે, એવું સાબિત કરવા જતાં ઊલટી જ અસર પાડી બેઠો. મિસિસ નિકલ્વીએ પણ હસતાં હસતાં જણાવ્યું કે, મિત્ર ફ્રેન્ક જે જુસ્સાથી એ વાતની ના પાડવા જાય છે, તે ઉપરથી જ ઊલટું સિદ્ધ થઈ જાય છે કે, તેમણે કંઈક પરાક્રમ જરૂર કર્યું હોવું જોઈએ. ' છેવટે બિચારા ફ્રેન્કે પોતાના મામાને લગભગ પગે પડીને વિનંતી કરી કે, “મામા, હવે મહેરબાની કરીને, તમે કેવળ મજાક કરવા ખાતર २४८ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ નિકોલસ નિકબી જ આ કહેલું છે, એ કબૂલ કરી દો, ત્યારે ડોસાએ છેવટે કબૂલ કર્યું કે, એ વાત તેમણે કેવળ કલ્પનાથી ઉપજાવી કાઢેલી છે. પછી બધાં ઘરમાં બેસી રહેવાને બદલે બગીચામાં અને આસપાસની શેરીઓમાં ફરવા નીકળ્યાં. કેટ પોતાના ભાઈ અને ફ્રેન્ક સાથે ચાલતી હતી, અને મિસિસ નિકલ્બી ચાર્લ્સ ડોસા સાથે. ડોસાએ નિકોલસની કાર્યદક્ષતા, નિખાલસતા, વફાદારી અને દૃઢતાનાં જે વખાણ કર્યા, તેથી એ ભલી બાઈ ખરેખર ગળગળી થઈ ગઈ, અને આ ડોસા તેને સજજનતા અને ભલમનસાઈના અવતાર સમા જ લાગ્યા. સ્માઇક એ બંને ટુકડીઓની વચ્ચે આવજા કરતો હતો, અને ડોસા વારંવાર તેને પોતાની સાથે બોલાવી તેનો હાથ પોતાની બગલમાં ઘાલી, તેના મોં ઉપર ગમે તેમ કરી જરાક હાસ્ય આવે એવો પ્રયત્ન કર્યા કરતા. પોતાના મોટાભાઈ નિકોલસને વખાણનાર માણસ સ્માઈકને દેવસ્વરૂપ લાગ્યો, એ કહેવાની જરૂર નથી. પછી તો વાળુ વખતે વળી વધુ વાતચીત અને વિનોદ ચાલ્યાં. છેવટે ડોસા તથા ફ્રેન્ક જ્યારે વિદાય લેવા ઊડ્યા, ત્યારે જ એ બધાને ખબર પડી કે, આ લોકો તો બહારથી આવેલા મહેમાનો જ છે! વિદાય વખતે ફેન્કની વલે કંઈક વિચિત્ર બનેલી લાગી. તેણે કેટની વિદાય લીધી હતી એ વાત ભૂલી, બેત્રણ વાર વિદાય લેવા તેનો હાથ હાથમાં લીધો. એટલે ડોસાએ હસતાં હસતાં ઉમેર્યું કે, “ભાઈસાહેબ જર્મનીથી જે ‘વસમી વિદાય લઈને આવ્યા છે, તે યાદ કરતા લાગે છે કે શું?” આમ આ દિવસ સૌને માટે યાદગાર બની ગયો. માત્ર મોડી રાતે એ ઘરમાં એક જ વ્યક્તિ – સ્માઈક કંઈક ખિન્ન થઈ, પ્રાર્થનાની રીતે ઊબડો પડી, કશાક દુઃખના ઉદ્ગાર કાઢતો હતો. તેને શી વાતનું દુ:ખ આજે લાગ્યું હતું, તે તો કોણ કહી શકે? Page #295 -------------------------------------------------------------------------- ________________ મુલાકાતો : ગમતી-અણગમતી ૨ આ જ દિવસ દરમ્યાન રાલ્ફ પોતાની ઑફિસમાં નૉગ્સને સર મલબેરી વિષે વધુ પૂછપરછ કરતો હતો. 66 “શું? શહેર બહાર ચાલ્યા ગયા છે? તારી ભૂલ થતી હશે; ફરી જઈ આવ અને પૂરી તપાસ કરી લાવ!” રાલ્ફ તડૂકયો. "" જરાય ભૂલ નથી; ચાલ્યા જ ગયા છે. અને કયાં ગયા છે, વારુ?” "6 ૨૫૧ 66 ફ઼્રાંસ; તેમના માથામાં ફરી સણકો ન ઊપડે તે માટે દાકતરોએ સલાહ આપી, અને તેમણે તે માની લીધી; હું શું કરું ?” “અને લૉર્ડ ફ્રેડરિક –?” ,, “તે પણ તેમની સાથે જ, “તો શું મલબેરી પોતાના ઘા, પોતાનું અપમાન, પોતાનો બદલો — બધું ખીસામાં મૂકી ચાલતો થયો?” “તેમને બહુ વાગ્યું હતું.” “ વાળ્યું હતું કે કોઈએ માર્યું હતું, મૂરખ? હું તેની જગાએ હોત તો, મને કોઈએ માર્યું તે કારણે જ મારો બદલો, જરાય મોડું કર્યા વિના, તરત જ લેવાની પેરવી કરત. વાગ્યું હતું! સાલો કાયર, નમાલો છે, એટલું જ.” પછી નૉગ્ઝને કમરાની બહાર જવાની નિશાની કરી, રાલ્ફ ખુરશીમાં પડયો પડયો વિચારે ચડયો. કંઈક નિર્ણય ઉપર આવ્યો હોય એમ, થોડી વારે હસતાં હસતાં ઊઠી, રાલ્ફ ઘંટડી વગાડીને નૉગ્સને પાસે બોલાવ્યો ને પૂછ્યું : “મિ શ્ર્વિયર્સ આજે અહીં આવ્યા હતા ? " 66 ના!” - “જો હું બહાર ગયો હોઉં અને તે અહીં આવે, – કદાચ આજે રાતે નવ વાગ્યે આવશે જ, — તો તેમને થોભવા કહેજે, અને જો Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ નિકોલસ નિકલ્દી તેમની સાથે બીજો કોઈ માણસ હોય, તો તેમને બંનેને થોભવાનું કહેજે.” - આટલું કહી રાલ્ફ પોતાના ઘરાકો તરફ કામકાજે નીકળી ગયો. જુદા જુદા ઘરાકો સાથે રાફની બોલવાની અને વર્તવાની છટા અને રીત પણ જુદી જુદી જ રહેતી :- ક્યાંક મીણ જેવો નરમ, ક્યાંક પથ્થર જેવો કઠણ, કયાંક ચાંચડ જેવો ચવ્વડ, અને કયાંક કૂતરા જેવો ભસતો! બધી મુલાકાતો પતવી તે ઘર તરફ પાછો વળવા લાગ્યો, ત્યારે અંધારું થઈ જવા આવ્યું હતું. વિચારમાં પડી તે ધીમે પગલે ચાલ્યો આવતો હતો. તેવામાં તેની અજાણમાં જ એક જણ તેને ઓળખી, તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. વાદળ ઘેરાયેલા આકાશમાંથી વરસાદ વરસવા લાગતાં, રાફ એક ઝાડ નીચે જરા કોરું જોઈ ઊભો રહ્યો. પેલો પાછળ આવનાર પણ તે જ ઝાડ નીચે આવી ઊભો રહ્યો. તેને જોતાં અને ઓળખતાં રાલ્ફ એકદમ તો એક-બે ડગલાં પાછો ખસ્યો, પણ પછી તેને ત્યાંથી ધારી ધારીને જોવા લાગ્યો. પેલાએ હવે રાલ્ફને સંબોધીને કહ્યું, “મિનિકલ્ટી, તમે મને ઝટ ઓળખી ન શક્યા, કેમ? આઠ આઠ વરસ થઈ ગયાં, એટલે એમ જ થાય ને?” પણ મારી ઓળખાણ કાઢવાની તારે શી જરૂર પડી, એ જ કહી દે, એટલે થયું. મારે તારી ઓળખાણ કાઢવાની કશી જરૂર નથી, એ હું જણાવી દઉં છું.” હા, હા; પણ એક વખત તમારે જ મારી ઓળખાણ રાખવાની જરૂર હતી, એ વાત પણ ખરી ને? અત્યારે એ જૂની ઓળખ,-હું “ગરજ' શબ્દ જાણી જોઈને નથી વાપરતો, – ભલે ન સ્વીકારો; તોપણ કેવળ માનવતાને ખાતર મને કંઈક મદદ કરો તો સારું; કારણ કે, મારે હવે ખાવાના જ વાખા છે. હું ગઈ કાલે જ લંડન આવ્યો, અને આ બે દિવસથી તમને જ ભેગો થવાનો પ્રયત્ન કર્યા કરું છું. છેવટે Page #297 -------------------------------------------------------------------------- ________________ - મુલાકાતો: ગમતી-અણગમતી ૨૫૩ એટલી બધી કોશિશ બાદ તમે અચાનક રસ્તામાં જ આમ ભેગા થઈ ગયા !” “બેટમજી, ભીખ માગવાનો વારો આવો જ શિરસ્તો હોય, તો મને કંઈ વાંધો નથી; પણ મારી આગળ એ શિરસ્તો અજમાવવો નકામો છે, અને ભીખ માગીને જીવવા ઇચ્છનારે લંડન શહેર સુધી આવવાને બદલે ગામડાં તરફ જવું વધુ સારું છે.” પણ અત્યારે હું બહુ ખરાબ સ્થિતિમાં આવી ગયો છું. એટલે જ્યાં મિત્ર રાફ નિકબી હોય ત્યાં જ મારે આવવું જોઈએ.” કામ કર; અને મજૂરી કરીને રોટલો કમાતાં શીખ; આવાં ભાષણો આપવાથી રોટલો પેદા ન થાય! અને રાફ નિકબી પાસેથી ભીખીને રોટલો મેળવનાર હજુ જનમવો બાકી છે.” પણ તો મને કામ આપો. વીસ વર્ષ અગાઉ હું તમને કામ લાવી આપતો, એ યાદ છે ને? છેવટનો જે એક ધંધો મેં તમને લાવી આપ્યો, તેના નફામાં મેં થોડો ભાગ માગ્યો, એટલે તમે મને તગેડી મૂક્યો. જોકે, વધુ સાચું કહેવું હોય તો, દસ પાઉંડ અને અમુક શિલિંગનું જૂનું લેણું મારી પાસે કાઢી, ઉપર પચાસ ટકા વ્યાજ ચડાવી, તે રકમ ઓળવવા બદલ તમે મને કેદ જ પકડાવી દીધો હતો.” મને કંઈક યાદ આવે છે. પણ એ બધું અત્યારે યાદ કરવાની શી જરૂર છે?” કેદમાં પુરાયા પછી, મે તમારી માફી માગી, અને તમે મને પાછો તમારી નોકરીમાં લીધો. મેં તમારી વફાદારીથી સેવા બજાવી, – જોકે તમે મારી સાથે કૂતરા જેવું જ વર્તન રાખતા. બોલો, મેં વફાદારીથી તમારી સેવા બજાવી હતી કે નહિ?” પણ તને તારો પગારેય મળતો હતો ને? પછી એ વાત યાદ કરવા-કરાવવાની શી જરૂર? યાદ કરવાનું હોય તો મારે કરવાનું છે કે, હજુ તારે મારું થોડું ઘણું દેવું ચૂકવવાનું બાકી છે. પણ હું હવે ભલમનસાઈથી તે ભૂલી જવા માગે છે.” Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ નિકોલસ નિકબી એ બધું તો ઠીક છે, પણ મારી એક વાત તમે સાંભળી લો. મને તમારા પ્રત્યેનું વેર હંમેશા યાદ જ હતું. તેનો બદલો લેવા તથા તમારી પાસેથી ભવિષ્યમાં પૈસા કઢાવવા, મેં એક કામ એવું કર્યું છે કે, તે જાણવા તમે તમારી અર્ધી મિલકત મને આપી દો તો પણ વધારે ન કહેવાય. અલબત્ત, ત્યાર પછી હું એકાદ નાના સરખા કામ માટે સાત વર્ષની જેલ પામ્યો; જોકે એનાથી પણ મોટાં મોટાં કામ તમે બધા કરો છો, પણ તમને કશું થતું નથી, એ જુદી વાત. એ લાંબી જેલમાંથી છૂટી હમણાં જ હું પાછો આવ્યો છું. હવે બોલો, મિ0 નિકલ્હી, તમારે મને પેલી વાત જાણવા શી કિંમત આપવી છે? અલબત્ત, હું તમારી પેઠે નઠોર કે કઠોર થઈ, બહુ આકરી કિંમત નથી માગતો;–મને જીવવા જેટલું મળી રહે તો ઘણું છે.” તો સાંભળ બૂકર,– એ જ તારું મૂળ નામ છે ને? હું તને પહેલેથી એક બદમાશ, ખંધા અને ચાલાક માણસ તરીકે ઓળખું છું. એટલે તું મારી કોઈ ગુપ્ત વાત જાણે છે, એમ કહીને મને દબાવવા અને મારી પાસેથી પૈસા કઢાવવા ઇચ્છતો હશે, તો તું નકામી ખાંડ ખાય છે. મારી કોઈ બાબત એવી નથી, કે જેને બહાર પાડવાની ધમકી આપી, તારા જેવા કે બીજા પણ કોઈ મારી પાસેથી કશું કઢાવી શકે !” હું કશી ધમકી આપતો નથી કે કશું દબાણ લાવતો નથી. હું એટલું જ કહેવા માગું છું કે, મારા એક કૃત્યથી તમે એક એવી વસ્તુ ગુમાવી છે, કે જે હું એકલો જ તમને પાછી લાવી આપી શકું તેમ છું. અને હું જો તે તમને પાછી નહિ લાવી આપું, તો મારા મરી ગયા બાદ બીજું કોઈ તમને પાછી લાવી આપી નહિ શકે.” મારી બધી મિલકત હું બરાબર કબજે રાખું છું અને તારા જેવા ભામટા તેમાંથી કશું ઉપાડી જઈ શકે તેમ નથી. એટલે મારી પાસેથી તે કશું ઉપાડ્યું હોય, તો તે તું તારી પાસે રાખી શકે છે. સામાન્ય ભિખારી તરીકે મારી પાસે આવ્યો હોત, તો તો વળી હું Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ મુલાકાતો: ગમતી-અણગમતી 'છએક પેન્સ તને આપત. પણ હવે તો તું મારી સાથે સોદા-કડદા કરવાની હિંમત કરે છે! તો જા, તને હું એક પેની પણ આપતો નથી અને આપવાનો નથી.” આટલું કહી, રાલ્ફ તરત તેના તરફ જોયા પણ વિના આગળ ચાલતો થયો. ઘેર આવતાં જ રાલ્ફ ન્યૂમૅનને પ્રશ્ન પૂછયો: “પેલા લોકો આવ્યા છે?” “અર્ધા કલાક થયો. બે જણ છે. તમારા કમરામાં.” “તો જલદી જઈને એક કોચ-ગાડી ભાડે કરાવી લાવ.” ન્યૂમૅનને આ વાત અસાધારણ લાગી. રાલફ નિકલ્બીને તેણે આખી જિંદગીમાં કોચ-ગાડીમાં બેઠેલો કદી જોયો ન હતો. તે ઘોડાગાડી લઈ આવ્યો કે તરત રાફ, વિયર્સ અને એક ત્રીજો માણસ- જેને ન્યૂમેન ઓળખતો ન હતો,-તે અંદર બેસી ગયા. રાલ્ફ ઘોડાગાડીવાળાને જે ઠેકાણે ઘોડાગાડી લેવા કહ્યું, તે અચાનક ન્યૂમૅન સાંભળી ગયો: તેઓ નિકોલસને નવે ઘેર જતા હતા! - ન્યૂમેન ચિતામાં પડી ગયો; પણ હવે શું થાય? તે હજુય વિચારમાં ને વિચારમાં થોડી વાર બહાર ઊભો રહી, રાલ્ફની ઑફિસે પાછો ફર્યો. પણ એટલામાં એક ઘરડા માણસે તેની પાસે એવી દીનતાથી ખાવા માટે કંઈક માગ્યું કે, તેણે પોતાના ટોપામાં કે રૂમાલને છેડે ક્યાંક સાચવી રાખેલો અર્ધો પેની શોધવા માંડ્યો. દરમ્યાન પેલો માણસ એકાદ વાત એવી બોલી બેઠો કે, ન્યૂમેને સીધા તેની બગલમાં હાથ નાંખી ચાલવા માંડ્યું અને તેને વિશેષ વાતો પૂછવા માંડી. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સ્માઇકના બાપ ! પછીને દિવસે બ્રાઉડી દંપતી ‘હનીમૂન' પૂરું કરી, યૉર્કશાયર તરફ પાછાં ફરવાનાં હતાં. તેથી આજે તેઓ નિકોલસને ઘેર મળવા આવ્યાં હતાં. નિકોલસને અણીને વખતે મદદ કરનાર તથા સ્માઇકને છોડાવી આપનાર આ ભલા ગામઠી જુવાનનો નિકોલસના કુટુંબે આભાર અને કૃતજ્ઞતાની લાગણી સાથે હાર્દિક સત્કાર કર્યો. પરિણામે, રાતના અગિયાર વાગવાને વીસ મિનિટ બાકી રહી, ત્યારે જૉન બ્રાઉડીએ પોતાની ગામઠી રીતે જાહેરાત કરી કે, તેની આખી જિંદગીમાં તેણે આટલી ‘મો' કયારેય કરી નહોતી. પછી, જૉન બ્રાઉડીએ, આ મિજબાનીની શરૂઆતમાં વચન આપ્યું હતું તેમ, યૉર્કશાયરનું એક ગામઠી ગીત પૂરી ગામઠી ચેષ્ટાઓ સાથે સંભળાવવાની શરૂઆત કરી. મોટા અવાજે ગવાતા એ ગીતની પહેલી કડી પૂરી થઈ તે વખતે જ, જાણે એના અવાજના ઘુઘવાટમાં થોડી ખાલી જગા આવે તેની રાહ જ જોવાતી હોય તેમ, બહારથી કોઈએ બારણું જોરથી થપથપાવ્યું. મિસિસ નિકલ્કીએ તરત જ હજાર હજાર કલ્પનાઓ કરી નાખી; અને ખરે જ, બારણું ઉઘાડતાં રાલ્ફ નિકલ્બી જ ઓરડામાં દાખલ થયો. નિકોલસ કાકાને દેખી કૂદકો મારી ઊભો થઈ ગયો અને ફ્લાંગ ભરી તેની સામે ધસી ગયો. કેટ હાંફળી ફાંફળી એકદમ નિકોલસને ૨૫૬ Page #301 -------------------------------------------------------------------------- ________________ સ્માઇકનો બાપ ! ૨૫૭ ગળે વળગી પડી અને તેને રાલ્ફ સુધી પહોંચતો રોકવા લાગી. બ્રાઉડી પણ રાલ્ફ અને નિકોલસની વચ્ચે જઈને ઊભો રહ્યો. “એની કશી વાત ન સાંભળશો; એ માણસને મારા ઘરમાં પેસવાનો અધિકાર નથી; હું એને ઓળખતો નથી; એ માણસનું અહીં આવવું મારી વહાલી બહેન કેટના અપમાનરૂપ છે. ચાલ, નીકળ, મારા ઘરમાંથી —” નિકોલસ જોરથી તડૂકયો. રાલ્ફ મિસિસ નિકલ્બીને ઉદ્દેશીને બોલ્યો, “જુઓ, એની વાત સાંભળતાં પહેલાં મારી એક વાત સાંભળી લો.” “અરે, એ બદમાશ અબઘડી મારા ઘરમાંથી નીકળી જાય, નહિ તો હું તમારા કોઈનો વાર્યો રોકાવાનો નથી. એ કાયર બદમાશ શું મોઢું લઈને મારા ઘર આવ્યો છે? ચાલ, નીકળ —” પણ એટલામાં બ્રાઉડી બારણા પાછળ લપાયેલા સ્ક્વેિયર્સને જોઈ ગયો. તે બોલી ઊઠયો, “અલ્યા માસ્તર, તું તારું ભૂંડું માં બતાવ ને! અંધારામાં સંતાડી શા માટે રાખે છે?” વિયર્સને તરત જ છતા થવું નહોતું; પણ બ્રાઉડીએ તેને બોલાવ્યો, એટલે તે જરા સંકોચાતો અંદર આવ્યો. "C રાલ્ફ હવે બોલ્યો, ‘આ છોકરડો મને સંભળાવે છે કે, તેને મારી સાથે કશી સગાઈ નથી; પણ ખરી રીતે તો મેં જ તેની સાથેનો બધો સંબંધ કયારનો તોડી નાખ્યો છે. આજે તો હું એક બાપને તેના કાયદેસર પુત્રનો કબજો અપાવવા આવ્યો છું,— જે પુત્રને આ ડાકુ મિ∞ યિર્સની નિશાળમાંથી ભગાડી લાવ્યો છે.” “હા, હા, તારે જે જૂઠાણાં ઊભાં કરવાં હોય તે કર!” (6 “પણ તે છોકરાનો બાપ અહીં મારી સાથે જ બધા પુરાવાઓ સહિત આવેલો છે; અને કોઈના કાયદેસર છોકરાને ઉપાડી જઈ છુપાવી રાખવો એ કેવો ગુનો થાય, તેની હમણાં જ હું તને ખબર પાડું છું.” નિ.-૧૭ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ નિકોલસ નિકલ્ટી બહાર ઊભેલા સ્નૉલીને હવે વિયર્સ અંદર બોલાવી લાવ્યો. સ્નૉલી તો સીધો સ્માઇક પાસે ધસી જઈ, તેનું ગળું પોતાની બગલમાં દબાવી, ઊંચે જોઈ એક હિજરાતા બાપને તેનું સંતાન પાછું મેળવી આપવા બદલ’ પરમાત્માનો આભાર માનવા લાગ્યો. બિચારો સ્માઇક કોઈ કસાઈએ પ્રાણી પકડયું હોય તેમ બીકથી – ત્રાસથી ફફડવા લાગ્યો. રાફ સ્નૉલીને આશ્વાસન આપતો પૂછવા લાગ્યો, “હવે તમને તમારો પુત્ર મળ્યો ને, મહેરબાન?” “હું, મળ્યો? ખરેખર મળ્યો? સાચી વાત? હા, હા, આ રહ્યો, હાડકાં, માંસ, ચામડું બધું જ છે ને.” . માંસ ખાસ નથી, મહેરબાન!” બ્રાઉડી બોલી ઊઠયો. નિકોલસ ગુસ્સે થઈ પૂછવા લાગ્યો, “જો તમે આ છોકરાના સાચા બાપ હો, તો તમે તેની શી વલે થઈ છે તે તો જુઓ, અને તેને પાછો એનું લોહી ચૂસનાર આ નિર્દય માસ્તરને ત્યાં જ મોકલવા ઇચ્છો છો – જ્યાંથી મહા પરાણે હું તેને છોડાવી લાવ્યો છુિં?” “ખોટી વાત, જૂઠી વાત! બદનક્ષીની ફરિયાદનો મામલો જ કહો ને ! મારી નિશાળમાં; મારા ઘરમાં, મિસિસ સ્લિવયર્સના માતૃત્વ હેઠળ, નર્યા દૂધ હેઠળ, નર્યા માખણ હેઠળ, નર્યાં કપડાં હેઠળ, અને નરી ચોપડીઓ હેઠળ, છોકરાઓ ફૂલે છે- ફાલે છે, અરે ફાટે છે,” વિયર્સ બોલી ઊઠયો. રાલ્ફ એને વધુ બોલતો રોકી કહેવા લાગ્યો, “જુઓ, જુઓ, બીજી બાબતોમાં ન ફંટાઓ. મિ0 સ્નૉલી, આ છોકરો તમારો છે, એનાં પૂરતાં પ્રમાણો તમારી પાસે છે? અને મિત્ર સ્કિવયર્સ, તમે પણ ઈશ્વરને માથે રાખીને કહી શકો છો કે, વર્ષોથી સ્માઈક નામથી તમારે ત્યાં મૂકવામાં આવેલો છોકરો આ જ છે, ખરું ને?” Page #303 --------------------------------------------------------------------------  Page #304 -------------------------------------------------------------------------- ________________ s / fa e I N. ' . છે :: : -- 5. **;ના : છે - - . તો ક7 ન છે કે મન, * થાં * * * * * કે લ ગન પછે એવી બે વાનનું આભાર માનું કે છે. જે - Page #305 -------------------------------------------------------------------------- ________________ સ્માઇકનો બાપ ! ૨૫૯ “ હા, હા, એ જ છે, એ જ છે, સદરહુ પોતે છે,” સ્ક્વેિયર્સે જવાબ આપ્યો. “તો મિ∞ સ્નૉલી, હવે તમારા પુરાવાઓ ઉપર આવીએ. તમને તમારી પ્રથમ પત્નીથી એક પુત્ર થયો હતો, ખરું?” (C હા, હા; અને એ આ રહ્યો.’ “ઠીક, ઠીક; પણ તમે તમારી તે પત્નીથી છૂટાછેડા લીધા ત્યારે એ છોકરો એક વર્ષનો હોવાથી તે તેને સાથે લઈ ગઈ હતી, ખરું? અને તે પછી બેએક વર્ષ બાદ તેણે તમને પત્ર લખીને જણાવ્યું હતું કે, એ છોકરો મરી ગયો છે, ખેરું?” “હા, હા; અને એ મરી ગયેલો છોકરો મને પાછો મળ્યો, તેથી હું પરમાત્માનો આભાર માનું છું, હે દયાળુ, કરુણાનિધિ, મમતાના સાગર, પરમાત્મા !” r “જુઓ, તમે હમણાં તમારા આનંદને બાજુએ રાખો, અને આપણે જે પુરાવાઓ રજૂ કરવાના છે, એ પૂરતું જ બોલો. તો ઠીક, તમારી એ પત્ની કોઈ અજાણી જગાએ કોઈના ઘરમાં નોકરડી તરીકે કામ કરતી હતી, તે દોઢેક વર્ષ ઉપર મરી ગઈ. તેણે પોતાની મરણપથારીએથી તમને કાગળ લખીને જણાવ્યું કે, એ છોકરો મરી ગયાની વાત તેણે જૂઠી જ તમને જણાવી હતી; ખરી રીતે તો તે જીવતો હતો; પણ તમે તેનો કબજો લેવા પ્રયત્ન ન કરો તથા તેના મૃત્યુના સમાચારથી તમે દુ:ખી થાઓ, તે માટે જ તેણે એ ખોટી વાત તમને જણાવી હતી. ખરી રીતે તો એ છોકરો જીવતો હતો અને તેણે એક વિશ્વાસુ માણસ સાથે યૉર્કશાયર તરફની એક સસ્તી નિશાળમાં ઊછરવા અને કેળવણી પામવા મોકલી આપ્યો હતો. તમારી પત્નીએ એ કાગળમાં એમ પણ જણાવ્યું હતું કે, થોડાં વર્ષ સુધી તેનું ખર્ચ તેણે ભર્યા કર્યું, પણ પછી તેની પોતાની સ્થિતિ કંગાળ બનતાં તથા તેને દૂર આજીવિકા માટે ચાલ્યા જવાનું થતાં, તેણે પૈસા મોકલવા બંધ કર્યા. ત્યાર પછી તે છોકરાનું શું થયું, તે એ જાણતી Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ નિકોલસ નિકલ્બી ન હતી. પણ મરતી વેળાએ એ પાપની કબૂલાત કરી, તમને બને તો એ છોકરાની ભાળ કાઢવા અને પોતાને હસ્તક લેવા તેણે વિનંતી કરી, – એ બધું ખરું ને?” - મિ૦ સ્નૉલીએ તરત પોતાની આંખોમાં આંસુ આવેલાં હોય તે લોહવા કરતો હોય એમ મોં પર રૂમાલ દાબી દીધો. રાલ્ફ હવે આગળ ચલાવ્યું, “યૉર્કશાયરની એ નિશાળ મિ૦ સ્ક્વેિયર્સની જ નિશાળ હતી અને ત્યાં પેલા છોકરાને ‘સ્માઇક ’ નામથી ભરતી કરવામાં આવ્યો હતો. મિ૦ વિયર્સના ચોપડાઓ સાથે એ બધી તારીખો અને નોંધો બરાબર મળતી આવે છે. તમે તમારી બીજી પત્નીના બે છોકરાઓને પણ તે નિશાળમાં જ મૂકેલા છે. તમે તમારી પત્નીના કાગળની વાત મિ૦ યિર્સને કરી, પણ મારો ભત્રીજો નિકોલસ એ છોકરાનું તેમને ત્યાંથી અપહરણ કરી ગયો હતો. તથા એ નિકોલસને તેમની નિશાળમાં રાખવાની ભલામણ મેં કરી હોવાથી, મિ∞ વિયર્સ તમને મારી પાસે લઈ આવ્યા, અને હું તમને અહીં લઈ આવ્યો છું. હવે તમે તમારા કાગળો આ સૌ સમક્ષ રજૂ કરી દો લગ્નનું સર્ટિફિકેટ, છોકરાના જન્મનું સર્ટિફિકેટ, અને તમારી પત્નીના બે કાગળો; ઉપરાંત તારો દાવો પુરવાર કરે તેવાં બીજાં પણ જે કંઈ લખાણો હોય તે.' મિ૦ સ્નૉલીએ તરત ટેબલ ઉપર એ બધા કાગળો મૂકયા. રાલ્ફે તેને એ કાગળો નજીક જ ઊભા રહેવા જણાવ્યું; કારણ કે, તે મૂળ લખાણો જ હતાં, અને કદાચ કોઈ ગુમ કરી દે તો પંચાત થાય. નિકોલસે એ કાગળો તપાસ્યા, તો બધા રીતસરના કાગળો જ હતા. સ્માઇક હવે સ્નૉલીની બગલમાંથી નીકળવા તાણાતાણ કરતો, “હું નહીં જાઉં, મારે નથી જવું”, એવી બૂમો પાડવા લાગ્યો. સ્નૉલી તરત બધાં સામું જોઈને બોલ્યો, “વાહ, કેવી આ બેવફાદારી? માબાપો સંતાનોને આ જગતમાં જન્મ આપે છે, તે આ માટે?” Page #307 -------------------------------------------------------------------------- ________________ સ્માઈકનો બાપ! ૨૬૧ , “તો શું માબાપો પોતાનાં છોકરાને આ વરુઓ ફાડી ખાય 'તે માટે જન્મ આપે છે?” બ્રાઉડીએ સ્કિવયર્સ તરફ આંગળી કરીને પૂછ્યું. તારે શી પંચાત?” એમ કહેતો સ્કિવયર્સ સ્માઇકને પકડવા આગળ ધપ્યો. મારે શી પંચાત? તું મને મારવા આવે ને હું જોઈ રહું, એમ?” એમ કહી બ્રાઉડીએ વિયર્સને કોણીનો એવો જોરથી ઠોંસો લગાવ્યો કે, તે સીધો અડબડિયું ખાઈ રાલ્ફ ઉપર પડ્યો; અને રાલ્ફને ધારણ ન રહેતાં તે ખુરશી ઉપરથી નીચે ફંગોળાયો અને ક્િવયર્સ ઢગલો થઈને તેની ઉપર. ક્િલયર્સ પાછો બેઠો થઈ જોરથી સ્માઈકને બહાર ખેંચવા લાગ્યો. સ્ત્રીઓએ હવે ચીસાચીસ કરી મૂકી, અને સ્માઇકે કરુણ કલ્પાંત આરંભ્ય. નિકોલસથી હવે ન રહેવાયું. તેણે તરત સ્કિવયર્સને પકડીને એવો હચમચાવ્યો કે, તેના મોંના બધા દાંત સુધ્ધાં હાલી ઊઠયા. પછી તેને ગળેથી પકડી નિકોલસે બારણા બહાર ધકેલી મૂક્યો, અને બારણું બંધ કર્યું. | નિકોલસે હવે રાફ અને સ્નૉલીને સંબોધીને કહ્યું, “તમારે બેએ પણ સીધા પેલાની પાછળ આપમેળે જવું છે કે તેમ કરવા માટે મારી કંઈ વિશેષ મદદની અપેક્ષા છે?” મારે મારો દીકરો જોઈએ,” સ્નૉલીએ જીદ પકડી. “તારો છોકરો પોતાને ક્યાં જવું તે જાતે પસંદ કરશે, અને તેણે અહીં રહેવાનું પસંદ કર્યું છે.” “તો તમે તેનો કબજો નહિ છોડો, કેમ?” “હું તેની મરજી વિરુદ્ધ તેને કદી નહિ સોંપું.” સ્નૉલી હવે સ્માઇક તરફ જોઈને બોલ્યો, “તારા જેવો બે-વફા, કૃતદની, દુષ્ટ, બદમાશ છોકરો કોઈને ઘેર જમ્યો નહિ હોય. મારે Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ નિકોલસ નિકલ્બી તારા ઉપર પ્રેમ કરવો છે, પણ તું મને તેમ કરવા દેવાની પણ ના પાડે છે! તારે ઘેર નથી આવવું?” ના, ના, ના,” સ્માઇક પાછો ખસતો બોલી ઊઠ્યો. એ બદમાશ કોઈને પ્રેમ કરી શકે તેમ જ નથી,” સ્લિવયર્સ બહાર ઊભો ઊભો ચાવીના કાણામાંથી બોલ્યો; “તેના ભાઈ જેવા વેકફૉર્ડ સાથે પણ તેણે પ્રેમ નથી કર્યો; તેની મા જેવાં મિસિસ સ્કિવયર્સ પ્રત્યે પણ તેણે પ્રેમ નથી કર્યો; પછી તમે તો એની પાસેથી પ્રેમની આશા જ શી રીતે રાખી શકો?” અરે, લોકો “લોહીની સગાઈ” કહે છે, તે પણ આ છોકરામાં સહેજે નથી!” સ્નૉલી ઘૂરક્યો. ખાસ કરીને આ કિસ્સામાં તો એવું જ ખરેખર લાગે છે!” બ્રાઉડી થોડીક કડવાશ સાથે બોલ્યો. રાલ્ફ હવે નિકોલસને સંબોધીને કહ્યું, “આજે ને આજે તું સીધી રીતે તેને સોંપી દેશે, એમ હું માનતો જ ન હતો; પણ કાયદાની અદાલત નામની ચીજ છે, અને હું તારું બધું ગુમાન તોડી ન નાખું તો મને યાદ કરજે. તે મારી સાથેનો હિસાબ ચૂકતે કરવાની ધમકી આપી છે, તો તું પણ સાંભળી લે કે, એ છોકરો હવે મારી અને તારી વચ્ચેનો હિસાબ ચૂકતે કરવાનું સાધન આજથી બની રહેશે. અને કોનો હિસાબ ચૂકતે થાય છે, તે પણ તું જોઈ લેજે.” Page #309 -------------------------------------------------------------------------- ________________ ૫૦ નિકોલસનું નવું કામ ૧ સ્માઇકની બાબતમાં પોતે જે મૂંઝવણ-ભરી સ્થિતિમાં મુકાયો હતો, તેની વાત બંને શેઠોને તરત જ કરી દેવી જોઈએ, એમ નિકોલસે વિચાર્યું. એટલે, બીજે દિવસે ઑફિસનું કામકાજ પૂરું થવામાં હતું, ત્યારે ભાઈ ચાર્લ્સ એકલા જ મળી શકે તેમ હતું છતાં, તેણે તેમને એકલાને પણ સ્માઇકનો ટૂંક ઇતિહાસ કહી સંભળાવ્યો, અને પોતે તેના બાપ થતા આવેલાને સ્માઇકને પાછો ન સોંપી દીધું, તે યોગ્ય કર્યું કે નહિ, તે પૂછ્યું. ચાર્લ્સ ડોસાએ બધું વિચારીને તરત જ કહી દીધું કે, “સ્માઇક પેલા સ્નૉલીનો પુત્ર હોય એમ હું માનતો જ નથી. સાચા પિતાપુત્રની અંદર અરસપરસ થોડો ઘણો કુદરતી હેત-ભાવ પ્રગટયા વિના ન જ રહે. ” પણ પછી ચાર્લ્સ ડોસાએ, સવારના પહોરમાં, નિકોલસનો કાકો રાલ્ફ બંને ભાઈઓને મળવા આવ્યો હતો તેની વાત કહી; તથા નિકોલસની વિરુદ્ધ એ લોકોના કાનમાં ઝેર ભરી જવામાં સફળ નીવડવાન બદલે ભાઈ નેડ અને ટિમ લિકિંનવૉટરને માંએ કેટલાંક કડવાં સત્યો સાંભળીને કેવો પાછો ગયો, વગેરે વાત કરી. ઉપરાંત, ડોસાએ નિકોલસને ખાતરી આપી કે, નિકોલસનું, સ્માઇકનું, તથા તેનાં મા-બહેનનું જરા પણ અહિત રાલ્ફ ન કરી શકે, તે માટે તેઓ બધા હમેશાં ખડે પગે તૈયાર રહેશે. ૨૬૩ Page #310 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્પી પણ નિકોલસ આભારનો એક પણ શબ્દ બોલવા જાય, તે પહેલાં જલદી જલદી તેને થોભાવી દઈ, ડોસાએ ઉપરથી પોતાનું એક કામ કરી આપવા નિકોલસને વિનંતી કરી. તેમણે કહ્યું, “હું તમને બહુ ખાનગી તથા નાજુક કામ સોંપવા માગું છું,- એક જુવાન સ્ત્રી અંગેનું. "" 66 ૨૬૪ જુવાન સ્ત્રી અંગેનું, સાહેબ?” નિકોલસ આગળ વધુ સાંભળવાની ઈંતેજારીથી જ વચ્ચે બોલી ઊઠયો. “હા, હા; એક વખત તમે તે યુવતીને અહીં મારી પાસે આવેલી જોઈ પણ છે. તે યુવતીની માતા જ્યારે કુંવારી હતી અને હું પણ જુવાન હતો, ત્યારે તેને હું પ્રાણપણે ચાહતો હતો. તે સ્ત્રીની બહેન સાથે જ મારા ભાઈ નેડનું પણ લગ્ન થવાનું હતું. પરંતુ લગ્ન થાય તે પહેલાં જ તે મરી ગઈ; અને આ સ્ત્રી પણ મારે બદલે પોતાને મનપસંદ બીજે સ્થળે પરણી ગઈ. મને તે વખતે થોડું દુ:ખ થયું હતું, તેની ના નહીં. પણ મને બરાબર યાદ છે કે, તે પોતાના લગ્નજીવનમાં સંપૂર્ણ સુખી થાય, એવી જ પ્રાર્થના, મારા અંતરમાં પછીથી પણ હંમેશ સ્ફુર્યા કરતી. “ પણ એ લોકો સુખી થઈ શકયાં નહિ. તેઓ ભારે આર્થિક સંકડામણમાં આવી પડયાં; અને મરતા પહેલાં બારેક મહિના અગાઉ, પેલી સ્ત્રી આવીને મારી આગળ પોતાના દુ:ખ-સંકટની વાત રડી ગઈ. તેનું હૃદય છેક ભાગી પડયું હતું. તેના પ્રત્યે તેનો પતિ છેક જ દુર્વ્યવહાર દાખવતો હતો. મેં તે સ્ત્રીને ખૂબ આર્થિક મદદ કરી. પણ પેલો હરામી બધા પૈસા પડાવી લઈ, પોતાનાં વ્યસનોમાં જ વાપરી નાખતો, અને તેને પાછી વધુ પૈસા માગી લાવવા મારી પાસે મોકલતો. અને હું જેમ જેમ વધુ પૈસા આપતો ગયો, તેમ તેમ પેલાનો સ્વચ્છંદ વધતો ગયો. પછી તો તેણે મારી સાથેના તે સ્રીના નિર્દોષ પ્રેમસંબંધની વાતના જ બીભત્સ ટોણા મારી મારીને તેને વીંધવા માંડી. Page #311 -------------------------------------------------------------------------- ________________ નિકોલસનું નવું કામ ૨૬૫ તે વખતે તેની આ છોકરી નાનું સરખું બાળક હતી. અને તેને તો મેં ત્યાર પછી પહેલી જ વાર, તમે મારી ઑફિસમાં જોઈ ત્યારે જ, જોઈ હતી. તે છોકરીનો બાપ પોતાના લેણદારોથી બચવા છુપાઈને કયાંક રહેતો હતો, અને આ છોકરી સુખી અવસ્થામાં પોતે મેળવેલી તાલીમ અને કેળવણીનો ઉપયોગ કરી, બાપનું પોષણ કરતી હતી. તેની સાથે તેની એક જૂની વફાદાર નોકરડી જ બાકી રહી હતી.” ભાઈ ચાર્લ્સ આમ તેમ આંટા મારતા મારતા જ આ બધું બોલ્યા હતા. હવે તે એક ખુરશી ઉપર બેસી ગયા, અને પછી તેમણે વાત આગળ ચલાવી: એ છોકરીની માનાં બધાં જનાં મિત્રોએ એ છોકરી જો તેના બદમાશ બાપની ઓથમાંથી નીકળી આવે, તો તેને બધી રીતની કાયમી મદદ કરવાની તૈયારી બતાવી હતી. પણ એ બહાદુર અને પ્રેમાળ છોકરીએ એ શરતે કશી મદદ લેવા ના પાડી. અને તેનો બાપ જે લોકોને તેની માના પહેલાંના સંબંધને કારણે ધિક્કારતો હતો અને ગાળો ભાંડતો હતો, તેમની પાસેથી મદદ માગવા જવું ઠીક નહીં, એમ માની, એ છોકરી અમારી પાસે પણ કશું માગવા આવી નહિ. બે વર્ષ સુધી તેણે પેન્સિલ, કલમ, સોય, અને પીંછીથી અથક મહેનત કરી. વચ્ચે વચ્ચે કોઈ કુટુંબમાં ગવર્નેસ તરીકે છોકરાં સાચવવા પણ તે રહી આવી. પરંતુ સ્ત્રી જાત જેવો સ્ત્રી જાતનો બીજો મોટો દુશ્મન નથી. એટલે આ છોકરીની સુંદરતા, સુશીલતા, અને લાયકાતોથી જ ઈષ્યએ બળીને એ કુટુંબોની ગૃહિણીઓએ તેને અપમાનિત તથા લાંછિત કરીને કાઢી મૂકી. આમ બે વર્ષ સુધી તે એકલે હાથે ઝૂઝી. પરંતુ પછી બધી જાતની મુશ્કેલીઓ એવી વધી ગઈ કે, તેને પોતાની માના જૂના મિત્રોની મદદ લેવા આવવું પડ્યું, અને પોતાનું બધું દુ:ખ અમારી આગળ રડવું પડ્યું. Page #312 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્પી “એનો બાપ મરી ગયો હોત, તો તો તેને અમારી પુત્રી તરીકે જ ઘરમાં લાવવામાં અને તેને બધી રીતે સુખી કરવામાં અમને વાર જ ન લાગત. પણ એનો બાપ હજુ જીવે છે, અને તેનો ત્યાગ કરવાનું એને સમજાવવું અશકય છે. તેની માને એ બદમાશે ગમે તેટલી દુ:ખી કરી હતી, પણ તેય એના બાપ ઉપર મરતા સુધી પ્રેમ કર્યા કરતી હતી; અને તે માએ જ મરતી વખતે એ બદમાશ બાપને સાચવવાની આ બાળક છોકરીને ભલામણ કરી હતી! એ છોકરી પોતાની માની મરતી વખતની ભલામણ જરા પણ ભૂલી નથી, અને ભૂલશે પણ નહિ. ૨૬૬ “હવે, તેનો બાપ જો જાણે કે, તે છોકરી અમારી પાસે મદદ માટે આવી છે, અને અમારી પાસેથી મદદ મેળવે છે, તો તો તેની માને જેમ તે વીંધ્યા કરતો હતો તેમ આ છોકરીને પણ ખૂબ વીંધ્યા જ કરે; અને ઉપરાંતમાં પોતાનો સ્વચ્છંદ અને પોતાનાં વ્યસનો પાછળનું ઉડાઉપણું સાથોસાથ એટલું વધારી મૂકે કે, એની માગણીઓનો પાર ન રહે. એટલે આ છોકરીને મદદ કરવામાં પણ વિચાર કરવો પડે છે. મારી પાસેથી કશી મોટી રકમની મદદ સ્વીકારવાનો ઇનકાર એ છોકરીએ જ કર્યો છે. તે નાની નાની રકમો અવારનવાર રાતને વખતે આવીને ગુપ્ત રીતે લઈ જાય છે. જોકે, એ રીતે લાંબો વખત બધું ચાલુ રાખવું સહીસલામત નથી; જ્યારે ત્યારે પેલો બાપ એ વાત જાણી જ જાય. એટલે અમે બંને ભાઈઓએ મળીને એવું નક્કી કર્યું છે કે, એનો બાપ ઓળખી ન શકે તેવા કોઈ ત્રાહિત માણસને એ છોકરીને ઘેર જ મોકલવો અને ત્યાંથી તેનાં ચિત્રો તથા ભરત-ગૂંથણ વગેરે, ચાલુ બજારભાવે ખરીદી લેવાં. આમ કરવામાં એ છોકરીને આટલે દૂર આવવાનું જોખમ ખેડવું ન પડે, તથા તેના બાપને કશો વહેમ ન જાય.” “ પણ એ યુવતીને આ ગોઠવણની ખબર છે?” નિકોલસે પૂછયું. Page #313 --------------------------------------------------------------------------  Page #314 -------------------------------------------------------------------------- ________________ નિકેલ મંડલીન બેને ઘેર.– પૃ૦ ૨૬૭ * * * * * * * * * * * * * * ** " - '' * */ - . 1 : 'Tilakh, " -- , છે તેમ જ * * *'/''''''' '' * Eા. કડા stછે. '-' ', '' . ** - - - તો - આ Page #315 -------------------------------------------------------------------------- ________________ મેડલીનને ઘેર ૨૬૭ 66 ‘હા, હા; તમે અમારી તરફથી આવ્યા છો, એટલું તે તે સમજી જશે. જોકે, તે એ નથી જાણતી કે, તમે ખરીદી લાવેલાં ચિત્રો આપણે શા ભાવે બહાર વેચી શકીએ છીએ. તેણે તો એટલું જ જાણવું જોઈએ કે, આપણને તે ચિત્રોના સારા ભાવ ઊપજે છે; એટલું જ નહિ, એ ધંધામાં આપણને સારો નફો પણ રહે છે, સમજ્યા?” ત્યાર પછી પેલી યુવતીનું સરનામું તથા બીજી સૂચનાઓ આપીને ડોસાએ નિકોલસને મોડી રાતે વિદાય કર્યો. ૫૧ મેડલીનને ઘેર મિ∞ ચિયરીબલે નિકોલસને જે સરનામું આપ્યું હતું, ત્યાં નિષ્ફળ નીવડેલા દેણદારોનો જ વસવાટ હતો. અલબત્ત, જે દેવાળિયા દેણદારો પોતાના ખર્ચ જેટલાય પૈસા ઊભા ન કરી શકે, તેમને તો જેલમાં અન્ન, વસ્ત્ર, રહેઠાણ અને ગરમીના સાધન વિના મરવા માટે જ પહોંચી જવું પડતું. બ્રિટિશ કાયદાની બલિહારી છે કે, તે પોતાની અંધ નજરમાં બધાને એકસરખા ગણતો હોવાનું કહેવાય છે, તથા કાયદાના લાભો સૌને સરખા મળતા હોવાનું ઘમંડ રાખે છે; પરંતુ ભયંકર ગુનેગારોને તો તે જેલમાં ખાવાપીવા-રહેવાનું મફત આપશે, પરંતુ દેવાળિયા દેણદારોને તો પૈસા ન હોય તો મરવાની જ સ્વતંત્રતા આપીને પોતાનું કર્તવ્ય પૂરું થયું માનશે. એ મકાનનો બહારનો દેખાવ ગમે તેવો કંગાળ હશે, પણ અંદર જતાં નિકોલસને માલૂમ પડયું કે, માણસની સુરુચિથી એ કંગાલિયતને પણ જેટલો ઓપ આપી શકાય તેટલો આપવાને પ્રયત્ન કરવામાં આવ્યો હતો. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ નિકોલસ નિકલ્ટી પેલી યુવતીનો બાપ મોટી ખુરશીમાં નરમ ઓશિકા વચ્ચે ગોઠવાઈને બેઠો હતો. તેની ઉંમર ભાગ્યે પચાસની હશે. પણ તેના સુંદર ચહેરા ઉપર સ્વછંદ અને બેજવાબદારીની એવી ધૃણાપાત્ર રેખાઓ અંકિત થયેલી હતી કે, એ ચહેરો ફરી જોવાનું મન ન થાય. | નિકોલસને અંદર આવેલો જોઈ તેણે તરત જ પોતાની પુત્રીને બૂમ મારીને પૂછયું, “મેડલીન, એ કોણ છે? કોઈને અહીં શું કામ છે? અને ગમે તેવો અજાણ્યો માણસ આપણને મળી શકે, એવું કોણે કહ્યું? આ બધું શું ચાલે છે?” મને લાગે છે કે, તેઓ...”પેલી યુવતીએ વાક્યની શરૂઆત કરી. પણ નિકોલસે જ તે પૂરું કરી આપ્યું કે, “હું ભરત-ગૂંથણવાળા કપડાના બેએક ટુકડાનો ઑર્ડર આપવા આવ્યો છું. તે ભારતકામ સારું હોવું જોઈએ; તેમાં સમય અને ખર્ચનો વિચાર જ કરવાનો નથી. ઉપરાંત બેએક ચિત્રો મેં ખરીદ્યાં છે, તેના પૈસા પણ મારે ચૂકવવાના છે.” એમ કહી નિકોલસે ટેબલ પાસે જઈ એક બંધ કવરમાં બીડેલી બેંક-નોટ મૂકી દીધી. “પૈસા બરાબર છે કે નહિ, એ જોઈ લે જોઉં, બેટા.” “બરાબર જ હશે, પપ્પા.” “ “બરાબર હશે' એ શું વળી? લાવ જોઉં મારી પાસે, હું બરાબર ખાતરી કરી લઉં,” એમ કહી, તરત પેલાએ નસોના જાળા જેવો પોતાનો સુકલકડી હાથ લાંબો કર્યો. પેલી નોટ તેના હાથમાં પહોંચતાંની સાથે જ તેણે નોકરડીને બોલાવવા ફરમાવ્યું. “તેને કહે કે આ નોટ વટાવી લાવે, અને મેં ગયે અઠવાડિયે મંગાવી હતી તે દારૂની શીશી લઈ આવે, અને છાપું. લઈ આવે. મારે બીજું પણ કશુંક ઘણા વખતથી જોઈતું હતું, પણ પાછું યાદ આવશે ત્યારે તેને ફરીથી મોકલાશે.” Page #317 -------------------------------------------------------------------------- ________________ મેડલીનને ઘેર ૨૬૯ k નિકોલસને તરત જ વિચાર આવ્યો કે, “આ છોકરીને ઘર ચલાવવા શું જોઈશે, એ તો એને યાદ ભાગ્યે જ આવતું હશે!” પેલા બાપે તરત જ પાછું નિકોલસને પૂછ્યું, “તમે હવે શાને માટે ઊભા રહ્યા છો? પૈસાની રસીદ જોઈએ છે, શું?” 66 . ‘ના, ના, એની તો કંઈ વાત નથી, ” નિકોલસે જવાબ આપ્યો. “રસીદની કંઈ વાત નથી? એટલે તમે શું કહેવા માગો છો? આ નાનકડી રકમ તમે ધર્માદા કે બક્ષિસ આપી છે, એમ માનો છો કે શું? તમે એક સગૃહસ્થ સાથે વાત કરી રહ્યા છો, તે જાણો છો? એક વખત મારો એવો હતો કે, તમારા જેવા પચાસ જણને, તમારી બધી મિલકત સાથે હું ચપટી વગાડતામાં ખરીદી લઉં. મારી છોકરી સાથે વેપારી રીતે જ વાત કરવી; એ કંઈ કોઈની આશ્ચિત નથી કે નિરાધાર નથી. જુઓ તો ખરા! આવા નાના તુચ્છ બકાલો પણ હવે જાણે દયા કરતા હોય તેમ કહે છે, ‘રસીદની વાત નથી ! ' મેડલીન, આને તરત તેના પૈસા મળ્યાની રસીદ આપી દે!” પેલીએ લખી આપેલી રસીદ લઈને નિકોલસે તેને પૂછ્યું, “ફરી પાછો કયારે આવું?” પણ બાપે જ જવાબ આપી દીધો, “ જ્યારે તમને આવવાનું કહેવામાં આવે, ત્યારે જ; તે પહેલાં હરિગજ નિહ. મેડલીન, આ માણસ કયારે પાછો આવે?” 66 “હવે જલદી આવવાની જરૂર નથી; ત્રણ ચાર અઠવાડિયાં બાદ આવે તોપણ ચાલશે; ત્યાં સુધી પૈસાની જરૂર નહિ રહે, ” બિચારી મેડલીન, નિકોલસના થયેલા અપમાનથી ગળગળી થઈ ફાવે તેમ બોલી બેઠી. ત્રણ-ચાર અઠવાડિયાં સુધી આપણને ચાલશે? એટલે શું? ત્રણ-ચાર અઠવાડિયાં આટલા પૈસા ચાલશે? ત્રણ ચાર અઠવાડિયાં સુધી કશું કામ કર્યા વિના હાથ પકડી બેસી જ રહેવું છે, શું?” 66 Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ નિકોલસ નિકલ્બી ' . . | નિકોલસ હવે પેલા બાપનો પક્ષ લેવા ખાતર બોલી બેઠો, “ત્રણ ચાર અઠવાડિયાં એ તો બહુ મોડું કહેવાય, એમ હું પણ માનું છું, મૅડમ.” પણ પેલો બાપ પાછો નિકોલસ ઉપર તાડૂકી ઊઠ્યો – “તમે માનો છો, એમ? એટલે શું? હું જો મારા કેટલાક કમબખ્ત ઓળખીતાઓ પાસે હાથ ધરવા જાઉં, તો ત્રણ ચાર મહિના શું, ત્રણ ચાર વર્ષ પણ તમારાં જેવાનું માં અમે ન જોઈએ તોપણ ચાલે. પણ મારે એવા કોઈના આશ્રિત થવું નથી. એટલે તમે એક અઠવાડિયામાં જ પાછા આવજો, સમજ્યા?” | નિકોલસ હવે કશું ન બોલ્યો; કારણ કે તે સમજી ગયો હતો, કે, પેલો બાપ બીજા જે કંઈ બોલે તેથી ઊલટું બોલવામાં જ પોતાની મોટાઈ સમજતો હતો. એટલે તે કેવળ નમીને સલામ પાઠવી ઓરડામાંથી બહાર નીકળ્યો. તરત જ પાછળ આવતાં ધીમાં પગલાંનો અવાજ સાંભળી, તે થોભ્યો. પેલી યુવતી જલદી જલદી તેની પાછળ દોડી આવી હતી. તેણે તેને એટલું જ કહ્યું, “આજે અહીં જે કંઈ બન્યું, તેની કશી વાત, મહેરબાની કરી, તમે મારી માતાના શુભેચ્છકોને કહેશો નહિ. મારા પિતા બહુ બીમાર છે, અને આજ સવારથી તેમના મિજાજનું ઠેકાણું નથી. હું વિનંતી કરું છું; તમે એટલી મહેરબાની કરજો.” અરે, તમે માત્ર તમારી મરજી છે, એટલી સૂચના જ કરો, તો એનું પાલન કરવામાં મારા જીવને પણ જોખમમાં નાખવો પડે તો હું ખચકાઉં નહીં.” કોણ જાણે નિકોલસ શાથી આ બધું બોલી બેઠો, તે તેને જ સમજાયું નહિ. પેલી યુવતી તેના તરફ નવાઈ પામી જોઈ રહી. Page #319 -------------------------------------------------------------------------- ________________ પર એ વ્યાજખાર નૉય્ઝને રાલ્ફની ઑફિસમાંથી ભોજન માટે જવાને બપોરના બે વાગ્યે થોડી છૂટી મળતી; પરંતુ સામાન્ય રીતે રોજ રાલ્ફ ‘હું આવું નહિ ત્યાં સુધી ન ચાલ્યો જતો,' એમ કહી બહાર નીકળી જતો, અને ત્રણ-ચાર વાગી જાય ત્યાં સુધી પાછો જ ફરતો નહિ. આજે પણ ત્રણ ઉપર પાંચ મિનિટ થઈ જતાં નૉગ્સ એવો અકળાયો કે, ગમે તે થાય, હું તો આજે જવાનો જ,' એમ કહી તે બહાર નીકળવા જતો હતો; તેવામાં બહારના બારણાના ઉલાળાની ચાવી ફરવાનો અવાજ આવતાં, તે ઝટપટ પાસેના એક ખાલી કબાટનાં બે બારણાં ઉઘાડી અંદર ભરાઈ ગયો. તેને આજે રાલ્ફની આજ્ઞાની ઉપરવટ પોતે ચાલ્યો ગયો હતો એવું બતાવી આપવું હતું. રાલ્ફ અંદર આવી બૂમ પાડી, “નૉગ્ઝ?” કંઈ જવાબ ન આવ્યો. 66 ‘સાલો કુત્તો, મેં ના કહ્યું હતું છતાં જમવા ચાલ્યો ગયો લાગે છે,” આટલું બોલી રાલ્ફ પોતાની સાથે આવેલી વ્યક્તિને કહ્યું, 66 “હું-અં-અં, તમે અહીં ઑફિસમાં આવો, ગ્રાઈડ; મારા કમરામાં તો ગરમી લાગશે; અહીં જરા વધારે ઠંડું છે, અને મારો માણસ જમવા ચાલ્યો ગયો હોવાથી એકાંત પણ છે.” "" “કંઈ વાધો નહીં, કંઈ વાંધો નહીં; મને તો બધી જગાઓ સરખી જ છે, ભાઈસાહેબ. વાહ, બહુ સારી જગા છે, બહુ સારી ઠંડક છે! વાહ!” આ વાકય બોલનારો માણસ ઘરડો અને જરા ઠીંગુજી હતો. તેની ઉંમર સિત્તેર-પંચોતેર વર્ષની હશે. તે ખભેથી તથા કમરેથી વળી ગયેલો ૨૭૧ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ નિકોલસ નિકલ્બી તથા તદ્દન ચીમળાઈ ગયેલો દેખાતો હતો. તેનો આખો દેખાવ શિકાર ઉપર ટાંપી રહેલી બિલાડીના જેવો હતો. પણ તેના માં ઉપર હંમેશા રહેતું મીઠું હાસ્ય અને બોલવામાં ઝરતું મધ જોઈ તમને એમ કહેવાનું મન થાય કે, ફૂંકીને તમને ઊંઘમાં કયારે ફોલી ખાધા, તેની તમને જરાય ખબર પડવા ન દે એવો ઉંદર તે હતો. ધંધે તે રાલ્ફના સહધર્મી હતો, અર્થાત્ વ્યાજખોર શાહુકાર. “બોલો, ગ્રાઈડ, આજકાલ ધંધાનાં હવાપાણી કેવાં છે?” “વાહ, મિ∞ નિકલ્બી, ધંધો તો તમે જ ચલાવો છો; ખરેખર ભાઈસાહેબ! અમારા જેવાના તો ક્લાસ નહીં! અને તમારા જેવી અક્કલ તો ‘ન ભૂતો ન ભવિષ્યતિ,' ભાઈસાહેબ. આ ધંધામાં આવી અક્કલ કોઈએ હજુ સુધી લડાવી નથી; વાહ ! શી અક્કલ !” “અરે ભાઈ, મારી અક્કલનાં વખાણ મારે સાંભળવાં નથી; ખાસ કરીને તમારા જેવાને માંએ. જ્યારે હું ખાડામાં પડતો હોઉં ત્યારે જ તમારા જેવા મારી અક્કલનાં વધુ વખાણ કરે, એ હું બરાબર જાણું છું. આજકાલ ધંધાપાણી કેવાં છે, એનો જ જવાબ આપો ને!” “લો ભાઈસાહેબ, થોડી વાર પણ ધંધા વગરની વાત નહીં! આપણે જૂના દોસ્તો ભેગા મળીએ ત્યારે બે ઘડી બીજી વાતો કરીએ, એટલું પણ ભાઈસાહેબને કબૂલ નહિ! કેવા અડીખમ માણસ છે? આખી દુનિયાને સામે ઊભી રાખો, પણ એમના જેવું બીજું કોઈ ન મળે ! ખરે જ, એમના જેવા માણસનો સમય તો મૂલ્યવાન જ ગણાય; નર્યું મૂલ્ય, બીજું શું?” “અરે ભાઈ, ધંધાની નહિ તો બીજી કંઈ વાત કરોને! મારાં વખાણ કર્યો શું નીપજવાનું છે?” 66 જુઓ, નીપલવાની જ વાત! નરી નીપજ! એ સિવાય બીજી વાત જ નહિ. વાહ, ભાઈસાહેબ! પણ મારે તમારો સમય નકામો ન બગાડવો જોઈએ, ખરી વાત. તો હું એ કહેવા માગતો Page #321 --------------------------------------------------------------------------  Page #322 -------------------------------------------------------------------------- ________________ it will KB) - - ચાઈહ ૨૯ફ આગળ પિતાના લગ્નને નિરધાર રજૂ કરે છે. – પૃ૦ ર૭૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ બે વ્યાજખોર ૨૭૩ હતો કે, હું પરણવા માગું છું; બીજા શબ્દોમાં કહું તો, પરણવાનો થયો છું, ભાઈસાહેબ!” તમારા એ જહાણામાં હું ફસાઉં એવો નથી, સમજ્યા? મને શીશામાં ઉતારવો હોય, તો બીજી ગપ મારો, મહેરબાન!” જુઓ, “રામ” ઉતારવાની વાત! તમારા જેવા ચાલાક, હોશિયાર માણસને આખી દુનિયામાં કોણ શીશામાં ઉતારી શકવાનું હતું? અરે હું ગંભીરતાપૂર્વક, અંત:કરણપૂર્વક કહેવા માગું છું કે, હું પરણવાનો થયો છું.” મને જોવા દેજો ડોસા, અત્યારે કોઈને પૈસે પીને તો નથી આવ્યા?” જુઓ, જોર્ડને પૈસે? કેવી વાત કરે છે? પીવું તો કોઈને જ પૈસે તમારી વાત શીખવા જેવી છે, ભાઈસાહેબ. પણ, મને એમ કોઈની પાસેથી પીવાનું કઢાવતાં તમારી પેઠે ન આવડે વ્યાજ અને મૂડી ઉપરાંત પીવાનું! કેવી અક્કલ, કેવી બાહોશી ! હું તો અત્યારે સૂકો ભંઠ છું; કોઈએ કશું પાયું નથી ! એટલે ખરું જ કહું છું કે, હું પરણવાનો થયો છું.” તો કોઈ બુઠ્ઠી ખચ્ચર હાથમાં આવી હશે, વળી ! હાં, હાં, તમારે ઘેર પેલી સસ્તી બહેરી ઘરડી નોકરડી છે, તે જ હશે વળી! પરણીએ તો પછી પગાર તો ન જ આપવો પડે! વાહ ડોસા, શી અક્લ લડાવી છે!” “જુઓ, “ર” ન આપવો પડે? કેવી અક્કલની વાત? તમારી સાથે બે વાત કરીએ, પણ કેટલી બધી વાતો શીખવાની મળે, ભાઈસાહેબ? પણ હું કોઈ ઘરડી ડોસીને નહિ, પરંતુ ઓગણીસ વર્ષ પણ પૂરાં ન થયાં હોય એવી કૂળી કૂળી, કાચી કાચી કળી જેવી છોકરીને પરણવાનો છું! આહા, તેની કાળી કાળી આંખોની તીણી નજર તો જાણે હૃદય વીંધીને આરપાર નીકળી જાય; પાકા લાલ હોઠ તો ચૂમી લેવાનું જ મન થાય; સુંદર ગુચ્છાદાર વાળ તો અંદર આંગળી પરોવી નિ–૧૮ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ નિકોલસ નિકલ્બી રમાડવાનું મન થાય; કંમર તો એવી પાતળી કે હાથ વીંટાળવા જઈએ તો જાણે હવાને હાથ વીંટયા હોય તેવું જ લાગે! નાના પગ એવા ટપ ટપ ઊપડે કે જાણે જમીનને અડતા જ ન હોય! આ બધા રૂપને એકસામટું પરણી નાખવું છે, ભાઈસાહેબ!” << ‘વાહ, એ કઈ ભાગ્યશાળી છોકરી તમને પરણવા તૈયાર થઈ છે, એનું નામ તો સાંભળું?” 66 બીજું કોઈ સાંભળતું તો નથી ને?– જુઓ કારકુનો અને નોકરને છુપાઈને સાંભળવાની ટેવ હોય છે એટલે પૂછું છું, ભાઈસાહેબ ! એનું નામ મેડલીન બ્રે; નર્યું રૂપ – નર્યો રસ, ભાઈસાહેબ !” “બ્રે?” રાલ્ફ ખાતરી કરવા પૂછ્યું. વૉલ્ટર બ્રે! પેલો બે હાથે ઢગલા પૈસા ઉડાવનાર! જે તેની બૈરીને માર્યા કરતો હતો અને અત્યારે જે દેણદારોના કમરાઓમાં રહે છે-આપણે બંને જેની સાથે પહેલાં ધંધો કરતા હતા, ભાઈસાહેબ ! કેમ ભૂલી ગયા? તમારા તો હજુ તેની પાસે લેણા પણ નીકળે છે—તેની દીકરી !” (c “હા, હા, સમજ્યો; યાદ આવ્યું. પણ તેની છોકરી તમારા હાથમાં શી રીતે આવી, તે તો કહો!” ‘હી-હી-હી, ભાઈસાહેબ! હું બુઢ્ઢો આર્થર ગ્રાઈડ અને લગન - એ બે બાબતો કદી ન સંભવી શકે, એમ જ કહેવું છે ને, ભાઈસાહેબ? પણ એ છોકરી બિલકુલ એના બાપના કહ્યામાં છે, અને બાપને માટે એટલી બધી મજૂરી કરી છૂટે છે કે, ન પૂછો વાત ! પણ ખરું કહું તો, ભાઈસાહેબ, મેં હજુ તેના બાપને વાત સરખી નથી કરી. મારા મનમાં સંપૂર્ણ યોજના તૈયાર છે, પણ તમારા જેવાની એમાં મદદ જોઈએ, ભાઈસાહેબ. છેલ્લા છ મહિનાથી હું બ્રેના ઘર આગળ જઈ જઈને પાછો આવું છું. મેં સત્તરસો પાઉંડના લેણા પેટે બ્રેને દેણદારોના વસવાટોમાં અટકાયતમાં લેવરાવ્યો છે.” "C Page #325 -------------------------------------------------------------------------- ________________ . બે વ્યાજખોર, ૨૭૫ રાફે તરત જ ડાયરી કાઢીને જોયું અને ગ્રાઈડને કહ્યું, “તમે એકલા જ તેના લેણદાર છો એમ ન સમજતા; હું પણ તેની પાસે નવસો પંચોતેર પાઉડ, ચાર શિલિંગ અને ત્રણ પેન્સ માગું છું.” બસ, બસ, આપણે બે જ છીએ; ત્રીજ કોઈ એની અટકાયતનું ખર્ચ ભરવા તૈયાર નથી થયું. એટલે મેં એવો વિચાર રાખ્યો છે કે, મારા પૈસાના બદલામાં તેની છોકરી મળે તો છોકરી લઈ લેવી, અને તેને તેની અટકાયતમાંથી છૂટો કરવો; ઉપરાંત બેને પોતાને આપણા દેશને સામે કિનારે ફ્રાંસમાં જઈને રહેવા માટે વર્ષાસન જેવું બાંધી આપવું; અને એ બહુ દહાડા કાઢી શકે તેમ નથી, એની મેં ખાતરી કરી લીધી છે, ભાઈસાહેબ! બોલો, આમાં એને શું નુકસાન છે, ભાઈસાહેબ? અને મને પણ જુવાન, રૂપાળી, રસીલી મિસિસ ગ્રાઈડ મળે – હે?” આટલું કહી તે આનંદથી પોતાના સાથળ ઘસવા લાગ્યો. “આગળ ચાલો, મને આટલું જ કહેવા તમે અહીં નથી આવ્યા, એ હું સમજી ગયો છું.” શી વાત કરો છો, ભાઈસાહેબ? “સમની’ ગયા છો! સમજી જ જાઓ ને? તમારા જેવું દુનિયામાં સમજદાર બીજું છે જ કોણ? વાહ, મારે કબૂલ કરી જ દેવું છે કે, હું આ કામમાં તમારી મદદ માગવા જ આવ્યો છું, ભાઈસાહેબ! મારાથી તો આ બધી વાત બે આગળ ઉપાડાય તેમ નથી. તમારા જેવો સમજદાર, હોશિયાર માણસ આ વાત તેને કાને નાખે, તો તે જરૂર માની જાય. અને તમે જો એની જોડે આ વાત કબૂલ કરાવો, તો તમારા તેની પાસેના લેણા પેટે પણ હું પાઉંડમાં પાંચ શિલિંગ – અરે જાઓને સાડા છ શિલિંગ – અરે દશ શિલિંગ ચૂકવી આપું. તમારા જેવા મિત્ર ખાતર હું દશ શિલિંગ ચૂકતે કરું, આપણે બંનેએ મળીને પહેલાં ઘણા સોદા પાર પાડ્યા છે, ભાઈસાહેબ. અને તમે તો એ લૈણું ગયા ખાતે જ માંડી વાળ્યું હશે, તેને બદલે પાઉંડમાં સીધા Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ નિકોલસ નિકબી દશ શિલિંગ હું રાજીખુશીથી ચૂકતે કરી આપીશ. ભાઈસાહેબ, દશ "" શિલિંગ પૂરા. “ પણ ડોસા, એ સોદામાં માત્ર દીકરી ઉપર જ તમારી નજર નથી, એ હું જાણુ છું.” "" "" ના, ના, બીજું શું હોય વળી, ભાઈસાહેબ ? ” “હા, હા, છે. હું કહી બતાવું ? કે તમારે પોતે જ કબૂલ કરવું છે?” ભાઈસાહેબ, તમે તો જુલમ કરો છો! હા, હા, હું કબૂલ કરી દઉં છું કે, એ છોકરીને થોડી મિલકત મળે તેમ છે—બહુ નથી, થોડી ઘણી જ છે. પણ અત્યારે એ વાત નોર્ફ જાણતું નથી; હું જાણું છું, અને પરણ્યા પછી તેનો હકદાવો કરવા જઈ શકું તેમ છું. ખરી વાત, ભાઈસાહેબ ! વાહ, તમારી અકક્કલ આખી દુનિ ,, યામાં – 66 “ઠીક, હવે કબૂલ થયા ખરું? તો હું તમને તમારો આખો સોદો પાર પાડી આપું, તો મને શું મળવું જોઈએ, એ કહી દઉં?” જરૂર, જરૂર, ભાઈસાહેબ; કહ્યું છે ને કે, સ્પષ્ટ વક્તા જેવો સુખી કોઈ નહિ! ઠીક, ઠીક, પણ ભાઈસાહેબ, બહુ આકરી શરતો ન મૂકતા; જરા મહેરબાની રાખજો. પેલી મિલકત બહુ મોટી નથી. એટલે મેં કહ્યું તે, દશ શિલિંગ જ બરાબર છે, ભાઈસાહેબ. ” “જુઓ મહેરબાન, તમે મારી મદદ વિના પણ એ છોકરીને પરણી જાઓ, તોપણ તેના બાપને મારી રકમ પૂરી ચૂકતે થયા વિના અટકાયતમાંથી મુક્ત કરી શકો નહિ. એટલે મારી રકમ તો પૂરેપૂરી જ તમારે ચૂકતે કરવી પડશે; દશ શિલિંગ બિલિંગની વાતો ખોટી ! બીજું, તમને પરણાવી આપવામાં અને પેલીની મિલકત મેળવી આપવામાં હું મદદ કરું, તો તેની મહેનતના મને વધારાના પાંચસો પાઉંડ આપવા પડશે. આ તો બહુ ઓછું માગ્યું કહેવાય, કારણ કે, તમને તો પાકા હોઠ, વાળના ગુચ્છા એ બધું મળે છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ લગ્નની સોદાગરી ૨૭૭ અને ત્રીજું એ કે, આ બંને રકમો બાબત આજે જ તમારે મને કરાર લખી આપવો પડશે કે, લગ્નની આગલી બપોર પહેલાં એ રકમ મને રોકડી ચૂકતે કરી દેવામાં આવશે. આ શરતો તમારે કબૂલ રાખવી હોય તો રાખો, અથવા મારી મદદ વિના પરણાય તેમ હોય તો પરણી જાઓ; મને મારા લેણાના પૈસા તો મળી જ જશે.” ડોસા ગ્રાઈડે જવાબમાં ઘણી ઘણી રકઝક, વાટાઘાટ, અને મનામણાં-પટામણાં કરી જોયાં; પણ તેનું કશું પરિણામ ન નીપજ્યું. છેવટે, થાકીને તે જ ઘડીએ રાલ્ફ પેલા બ્રેને ઘેર આવવા અને વાટાઘાટો શરૂ કરવા તૈયાર થાય, એ શરતે તેણે પેલો કરાર લખી આપ્યો. અને એ મુજબ એ બંને જણ ત્યાંથી નીકળ્યા કે તરત નૉંગ્ઝ પેલા કબાટમાંથી બહાર કૂદી પડયો; અને જે બારણેથી તેઓ નીકળ્યા હતા, તે બારણા તરફ હવામાં મુક્કીઓ ધુમાવતો છાંગ મારીને દોડી ગયો; અને એ જ રીતે હાથ ધુમાવતો પાછો આવ્યો. આ બે બદમાશો ભેગા થઈ એક જુવાન છોકરીનું નિકંદન વાળવા તૈયાર થયા હતા, એટલી વાતથી જ તેને નફરત આવી ગઈ હતી. ૧૩ લગ્નની સાદાગરી રાલ્ફ અને ગ્રાઈડ બ્રેને ત્યાં પહોંચ્યા, ત્યારે તે તેની મોટી આરામખુરશીમાં ઓશિકાં વચ્ચે બેઠેલો હતો. અત્યારે તે એકલો જ ઘરમાં હોવાથી રાલ્ફે પોતાની વાત સિફતથી તથા ભારપૂર્વક તેની આગળ રજૂ કરી. 66 જુઓ, આ સ્થાનમાં તમારી અટકાયતનું એક કારણ આર્થર ગ્રાઈડ છે; અને બીજું કારણ હું પોતે છું. દરેક જણે પોતાના રોટલાને તો સહીસલામત રાખવો જ પડે; એટલે અમારે નાછૂટકે એમ કરવું પડયું હતું. તમારા જેવા દુનિયાદારીના અનુભવી માણસને Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ નિકોલસ નિકબી એ વસ્તુ બતાવવાની જરૂર ન હોય. પણ હવે અમે ન તમને આ સ્થિતિમાંથી મુક્ત કરવા માટે એક યોજના લઈને આવ્યા છીએ; –અલબત્ત, અમારાથી સૂચવી શકાય તેવી જ એ યોજના હોવાની. જેમ કે, આ આર્થર ગ્રાઈડ પોતે લખપતિ છે; માલમિલકતની બાબતમાં એક રાજવી જ ગણી લોને! કેટલાય બાપો પોતાની સુંદર રૂપાળી છોકરીઓ તેમને ઘેર ઠેકાણે પડે એમ ઈચ્છયા કરે છે; પણ એ માણસ અત્યાર સુધી એવી બધી સુખવૈભવની બાબતોથી વિમુખ જ રહ્યો હતો. પરંતુ હવે કોણ જાણે શાથી, – તમારી દોસ્તી ખાતર જ કહોને,-એ વળી લગ્નનો વૈભવ માણવા મન કરે છે. પણ તેથી એમ ન સમજતા કે, એ હું પણ છોકરી માટે લગ્નના બજારમાં જઈને ઊભા છે. એ તો તમારા કુટુંબ સાથે એ શુભ સંબંધ જોડાતો હોય, તો જ લગ્નનું પગરણ માંડવા તૈયાર છે. બોલો, તમારી દીકરીને સુખ-વૈભવમાં ઠેકાણે પાડવી છે? અને તમારે પોતાને પણ આ અટકાયતમાંથી નીકળી નિરાંતનું મુક્ત સુખી જીવન જીવવું છે?” મારી દીકરીને મેં એવી રીતે ઉછેરી છે કે, એના હાથ માટે બદલામાં કોઈ મોટામાં મોટો વૈભવ આપી દે, તોપણ એ આપનારો માણસ જ લાભો કહેવાય.” બ્રેએ ધીમેથી કહ્યું. બસ, હું એ જ વાત કહું છે ને ! તેથી જ આ વાત તમારી આગળ મૂકવા હું તૈયાર થયો છું. આ પ્રસ્તાવમાં બંને પક્ષે એકબીજા ઉપર કશો ઉપકાર કરવાપણું છે જ નહિ!જુઓ, આર્થર પાસે પૈસા છે, મિસ મેડલીન પાસે રૂપ અને લાયકાત છે; મિસ મેડલીન પાસે પૈસા નથી, તો આર્થર પાસે જુવાની નથી. બધું વલ્લુસલ્લા થઈ ગયું ને? આવું જોડું તો ઈશ્વર સ્વર્ગમાં બેસીને જ વિચારી શકે– ગોઠવી શકે.” ખરી વાત, ભાઈસાહેબ, આવાં લગ્નો તો સ્વર્ગમાં જ મંડાય છે અને લખાય છે, અહીં પૃથ્વી ઉપર તો આપણે કઠપૂતળીની જેમ Page #329 -------------------------------------------------------------------------- ________________ લગ્નની સોદાગરી ૨૭૯ તે વાતનો અમલ જ કરીએ છીએ. નહિ તો, મને વળી લગ્નનો શોખ જાગે ખરો? વાહ, ભાઈસાહેબ, કેવી લાખ રૂપિયાની વાત કરી? સ્વર્ગમાં આ લગ્ન ગોઠવાયું છે.” “તો બોલી નાખો, મિત્ર બ્રે, તમે તો બંને પલ્લાં બરાબર તપાસી શકો છો–‘હા’ કહેવાથી શા ફાયદા છે, “ના” કહેવાથી શું નુકસાન છે,” રાફે હવે દાણો દબાવવા માંડ્યો. પણ મારી દીકરીએ “હા” કે “ના” કહેવી જોઈએ ને? મારે એમાં કશું કહેવાનું હોય?” બે બોલ્યો. “સાચી વાત છે; છતાં તમારી દીકરીને તમે હળવેથી સલાહસૂચન તો આપી શકો ને કે, આ માગણું સ્વીકારવાના શા લાભાલાભ છે?” રાફે બ્રેને યોગ્ય રીતે છંછેડવા માંડયો હતો. સામો કંઈક કહે, તેથી ઊલટું જ કરવા તત્પર થઈ જવું એ તેની ખાસિયત હતી, એટલે તે એકદમ બોલી ઊઠ્યો “માત્ર હળવેથી સલાહ? માત્ર હળવેથી સુચન? શી વાત છે? એ મારા ઘરની રીત હરગિજ નથી. હું તે બાપ છું કે નોકર? હું અત્યારે અપંગ થયો તે માટે શું બાપ મટી ગયો ને ગુલામ થઇ ગયો? તમે પણ શી વાત કરો છો? મારે હુકમ કરવાનો હોય, અને તેણે પાલન કરવાનું હોય. તેને બદલે શી વાત કરો છો?– નમ્ર સલાહ, હળવું સૂચન છટ ! હું કહું તે તેણે માનવું જ જોઈએ.” મને માફ કરજો, તમે મને મારું વાક્ય પૂરું કરવા ન દીધું; મારે એમ કહેવું હતું કે, તમારી સામાન્ય સૂચના તેને માટે આજ્ઞારૂપ જ થઈ પડે, વળી!” અરે, પહેલેથી મારા ઘરમાં મારું જ રાજ્ય ચાલતું આવ્યું છે– મારા માતા કુટુંબને મારી આજ્ઞાનું જ પાલન કરવાની મેં ટેવ પાડી છે. તેની મા કોઈ વખત મારા હુકમ સામે ચે કે ચું કરી શકતી જ નહિ; અને આ છોકરીને પણ મેં એ જ રીતે Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ નિકોલસ નિકબી પલોટી છે. શરૂઆતમાં એની માને પોતાની ખાનદાનીનું ઘમંડ હતું – પોતાના બાપના ઘરની મિલકતનું પણ: પરંતુ, મેં એ બધું એનું ઘમંડ કાઢી નાખ્યું હતું – તદ્દન ભુલાવી દીધું હતું.” ખરી વાત છે; તમારા જેવા માણસ આગળ વળી ખાનદાન શું ને ઘમંડ શું? એટલે જ તમે આવી મુફલીસીમાં સબડ્યા કરો, એ વાત અમને જરાય ગમતી નથી. તમે હજી પણ ધારો તો સમાજમાં દીપી શકો તેમ છો, તથા પહેલાંની પેઠે સમાજના આનંદપ્રમોદ ખાન-પાન-ફેશન એ બધી બાબતમાં તમારું અનોખાપણું દાખવી શકો તેમ છો. વરસે દહાડે તમને ફ્રાન્સમાં મજાથી જિવાય તેવું વર્ષાસન બાંધી આપવામાં આવે, અને તમે ફરી એ નગરનાં મંડળોમાં ગાજતા થાઓ, તો તમારો આવરદા પણ વધે અને થોડી જ વારમાં તમે પાછા ટટાર થઈ જાઓ. ઉપરાંત પાછલા અનુભવથી રીઢા થયેલા હોવાથી, અત્યાર સુધી વિગતો તમારે ભોગે મજા કરી ગયા, તેને બદલે હવે બીજાઓને તમે થોડો પાઠ શીખવતા થાઓ, એ પણ ઠીક જ કહેવાય !” રાલ્ફના એ વાકયથી, મિ) બ્રે, પોતાની ખુરશીના હાથા ઉપર કોણી અને પંજા ઉપર માથું ટેકવી, વિચારમાં પડી ગયો. જઓને મિત્ર છે, મેં એક બાજનું જ ચિત્ર દોર્યું, પણ બીજી બાજુનું ચિત્ર પણ દોરવું જોઈએ. તમે જો આ માગું પાછું ધકેલશો, તો આ મકાનમાંથી જ્યારે કદી પણ નીકળશો, ત્યારે નજીકના કોઈ કબ્રસ્તાનમાં એક મામૂલી પથરા નીચે અજાણી જગાએ દટાવા માટે જ નીકળશો. એ સિવાય બીજું શું ભવિષ્ય તમને દેખાય છે? અલબત્ત, હું આ બધું તમને સમજાવી રહ્યો છું, તે નિ:સ્વાર્થપણે કહી રહ્યો છું, એમ હું નથી કહેવા માગતો; મિ૦ ગ્રાઈડ તમને સંપૂર્ણ મુક્ત કરવાની શરૂઆત તરીકે મારા દેવાનો પણ, થોડું ઘણું આપીને, નિકાલ જ લાવી દેવાના છે અને તેમનો હિસ્સો તો ચૂકતે થઈ ગયો જ ગણાશે, એ કહેવાની જરૂર નથી. પણ તમે તમારો Page #331 -------------------------------------------------------------------------- ________________ લગ્નની સોદાગરી ૨૮૧ સ્વાર્થ પણ સાથે સાથે જુઓ, એટલું જ મારે કહેવું છે. છોકરીની જાત છે, એટલે થોડું ઘણું રડશે, વિરોધ કરશે, આનાકાની કરશે, ગ્રાઈડ ઘરડા છે' એમ કહેશે, તથા તેને “દુ:ખના દરિયામાં જ ધકેલો છો,’ એમ પણ કહેશે. પરંતુ જુઓ, મારી નજરમાં તેનું હિત . પણ નથી એમ નથી. આ ગ્રાઈડ ધારો કે વહેલા મરી ગયા, તોપણ પછી તેમની મબલક મિલકત તમારી દીકરીના જ હાથમાં આવશે અને પછી “તવંગર વિધવા” તરીકે એ જીવનમાં શો ખેલ નહિ ખેલી શકે? તે વખતે તેનો હાથ પકડવા ભલભલા ઉમરાવજાદાઓ પણ પડાપડી કરશે!” પણ એટલામાં મેડલીને આવ્યાનો અવાજ સંભળાતાં જ બ્રેએ રાલ્ફને ચૂપ કહેવા નિશાની કરી. મેડલીન આ બે જણને બાપ પાસે આવેલા જોઈ ચોંકી. પણ તેના બાપે તેને પાસે બોલાવી જરા પંપાળીને કહ્યું, “અત્યારે એ બે સગૃહસ્થો સારા હેતુથી જ આવેલા છે, એટલે કશો ડર રાખવાની જરૂર નથી.” રાલ્ફ વખત વિચારી બ્રેને ઝટપટ એટલું જ પૂછયું, “તો અમને કક્યારે જવાબ મોકલશો?” “હા, હા, હું જ તમને ખબર મોકલાવીશ; મને એક અઠવાડિયું આપો; અઠવાડિયામાં હું બરાબર બધું ગોઠવી લઈશ.” રાલ્ફ તેનો જવાબ સમજી ગયો. તેણે રાજી થઈ રજા માગવાનો વિવેક કર્યો. પરંતુ ગાઈડ મેડલીન સાથે વધારે પડતો વિવેક કરવા ગયો. તેણે ચુંબન માટે તેનો હાથ માગ્યો. પણ પેલીએ પોતાનો હાથ જરાય લાંબો કર્યો નહિ. છેવટે બ્રેએ આગ્રહ કર્યો ત્યારે તેણે હાથ લાંબો કર્યો, પણ પેલાના મો સુધી પહોંચે તે પહેલાં ઝટપટ નરી ધૃણાથી પાછો ખેંચી લીધો. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નિકાલસના મહેમાનમિત્રા દરમ્યાન નિકોલસની વફાદારી તથા સમજભરી કામગીરીથી ચિયરીબલભાઈઓ તેના ઉપર પ્રસન્ન થયે જતા હતા, અને બદલામાં તેની તથા તેના કુટુંબની જરૂરિયાત, વગર બોલ્યું – વગર માગ્યે, પૂ જતા હતા. દર રવિવારે થોડી વાર પણ બંને ભાઈઓ કુટુંબની મુલાકાતે ન આવ્યા હોય, તો મિ∞ ટિમ લિકિનવૉટર તો હોય જ, જે રોજ સાંજે ફરવા નીકળે, ત્યારે ‘થાક’નું કારણ બતાવી આરામ કરવા પૂરતું નિકોલસને ત્યાં થોડું ઘણું થોભે જ. અને મિજ ટ્રૅન્કને તો પોતાના કામકાજ અંગે બહાર નીકળ્યો હોય ત્યારે, મધુર અકસ્માતને કારણે જ, અઠવાડિયામાં બે કે ત્રણ વખત સાંજના તે લોકોના બારણા આગળ થઈને જ જવાનું રહેતું, અને તે અંદર જઈ આવ્યા વિના આગળ જતો નહિ. ટ્રૅન્કની એ મુલાકાતો હવે મિસિસ નિકલ્બીના લક્ષ બહાર ન રહી. અને ઘણી વાર તે કેટને એ બાબતનો ઉલ્લેખ કરી શરમાવી મૂકતી. ખરી વાત એ છે કે, કેટ પોતે પણ એ મુલાકાતોની ઈંતેજારીભરી રાહ જોતી થઈ હતી. ચિયરીબલ-ભાઈઓ તરફથી વારંવાર મળતી, કહો કે, આકાશમાંથી આવી પડતી નાની મોટી ભેટ-સોગાદની વસ્તુઓ ગોઠવી આપવાનો કે ઉપયોગમાં મૂકવાનો ઈજારો આ ઘરમાં ભલી મિસ લા ક્રીવીનો જ હતો. અને મધુર અકસ્માતથી તે પણ સાંજના મિ∞ ટિમ લિકિનવૉટર આ ઘરમાં ફરવા આવ્યા હોય – નહિ, નહિ, થાક ખાવા આવ્યા હોય, ત્યારે જ આવી પડતી; અને પછી ૨૮૨ Page #333 -------------------------------------------------------------------------- ________________ નિકોલસના મહેમાન-મિત્રો ૨૮૩ કશા લગાવ વિનાનાં એ બે જણ વચ્ચે જ કંઈક છૂટથી વાતો ચાલતી. પણ મિસ લા કીવીના જ લક્ષ ઉપર એક વાત આવ્યા વિના રહી નહોતી કે, બીજે બધે વખતે ખુશીથી વાતચીતમાં ભાગ લેતો કે આસપાસ ચાલતા કામકાજમાં હોંસથી ભળતો સ્માઈક, કૅન્ક આવે ત્યારે, કોણ જાણે શાથી, ઉપર તેના સૂવાના કમરામાં ચાલ્યો જતો,ભલે સૂવાનો વખત થયો હોય કે નહિ. | નિકોલસ ઘણી વાર, સાંજના આ બધાં આવ્યાં હોય ત્યારે, હાજર હોય જ એમ ન બનતું. પણ જ્યારે નિકોલસ પણ વખતસર ઘેર આવી ગયો હોય, ત્યારે આ ઘરમાં અરસપરસના સદ્ભાવથી કલ્લોલનું જે વાતાવરણ જામતું, તે ખરેખર સ્વર્ગીય હોતું. આજે મિસ લા કીવી કંઈક રંગમાં હતી. તેણે મિ0 ટિમ લિકિનવૉટરને આખી જિંદગી કુંવારા રહી જવાની નાલાયકી બદલ ઊધડા લેવા માંડયા. ટિમ લિકિનવૉટરે પોતાને યોગ્ય કોઈ સ્ત્રી ન મળવા ઉપર અને સ્ત્રીઓની આખી જાત જ “ઊતરી’ ગયા ઉપર દોષનો ટોપલો ઢોળવા પ્રયત્ન કર્યો. પણ મિસ લા ક્રીવીએ પડકાર કર્યો કે, તેણે તેમને લાયકની એક સ્ત્રી શોધી કાઢી છે અને તેમાં કોઈ વાતે કોઈ દોષ કોઈ માટીડો બતાવે તો પોતે તેનું માં જોવા તૈયાર છે! જોકે પરણવાની હિંમત ન હોય, ને માત્ર બહાનાં કાઢવાં હોય, તેવાની સાથે તે વાત પણ કરવા માગતી નહોતી! ટિમે તરત જ કબૂલ કર્યું કે, આજકાલ તેમના જોવામાં એક સ્ત્રી એવી આવી છે, જેને કારણે આ યુગની સ્ત્રી જાત વિશેનો પોતાનો મત તેમને ફેરવવો પડ્યો છે. એટલે પોતે મિસ લા ક્રીવીના એ પડકારની મર્યાદામાં આવતા નથી. . બધાંએ ટિમને મળી આવેલી એ અભુત સ્ત્રી વિષે કંઈક વિશેષ માહિતી આપવા, – ભલે નામ દીધા વિના, – આગ્રહ કર્યો. ત્યારે Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ નિકોલસ નિકલ્ટી એ વર્ણન ત્યાં બેઠેલાંમાંનાં એકને એવું મળતું આવવા લાગ્યું કે, બિચારી મિસ લા ક્રિવી તરફ જોઈને સૌ એકદમ હસી પડ્યાં. ભોજન વગેરે પરવારી બધાં વેરાયાં, ત્યાર બાદ નિકોલસ વગેરે ઘરનાં સૌ મોડી રાતે ઉપર સૂવા ગયાં. તરત જ સ્માઇકની વાત યાદ આવવાથી નિકોલસે તેના બારણા ઉપર ટકોરા માર્યા. તે જાગતો જ બેસી રહ્યો હતો. તે જોઈ નિકોલસ આજે તેને કંઈક ઠપકો આપતો હોય તે રીતે બોલ્યો, “તું ભાઈ, બધાં નીચે આવ્યાં હોય, ત્યારે ઉપર એકલો કેમ ભરાઈ બેસે છે? અમને બધાને પણ તારી ગેરહાજરીથી કેવું લાગે? તારે આમ ન કરવું જોઈએ. અને તું તો ઊંઘી ગયો પણ નથી!” “મને ઊંઘ ન આવી, એટલે મોટાભાઈ.” “પણ એટલા વહેલેથી ઊંઘ કેવી રીતે આવે? તારી તબિયત ખરાબ થઈ છે, શું?” ના, ના, સારી થઈ છે, ઘણી સુધરી છે, મોટાભાઈ.” તો પછી તું આમ કેમ કરે છે? તથા તને આમ થઈ આવવાનું કારણ કેમ કહેતો નથી? તું હવે બહુ બદલાતો જાય છે, સ્માઇક!” મને લાગે છે કે, મોટાભાઈ, હું બદલાતો જાઉં છું. પણ એનું કારણ એક દિવસ હું તમને કહીશ; હાલ નહિ. મને પોતાને જ એ કારણે મારા ઉપર ઘણો તિરસ્કાર આવે છે, પણ હું શું કરું?” Page #335 -------------------------------------------------------------------------- ________________ ૫૫ લૉર્ડ વેરિસેટને દેહાંત ઘાલય થઈને લાંબો વખત બેલ્જિયમમાં પથારીવશ રહ્યા પછી, સર મલબેરી હૉકે ઇંગ્લેંડ પાછા આવ્યા બાદ પહેલી જ વાર આજે ઘોડદોડની શરતના મેદાન ઉપર પોતાના બુધ્ધ શિષ્ય લૉર્ડ વેરિસૉફટ તથા પોતાના બીજા ખાંધિયાઓ સાથે દેખા દીધી હતી. એ કેવી રીતે તથા શા કારણે ઘવાયો હતો, તે છાપાંમાં જાહેર થઈ ગયું હોવાથી, જે મળતા તેઓ તેની ખબર પૂછવાનો દેખાવ કરી તે (પડકાર ઝીલવાને બદલે ભાગવાનો પ્રયત્ન કરતાં) શી રીતે ઘવાયા હતા, તેની ટકોર કરતા હતા, અને લૉર્ડ વેરિસૉક્ટને એ વસ્તુ બહુ ખટકતી હતી. ઘોડદોડ પૂરી થયા પછી પાસેના શરાબ-ખાનામાં બધા ખાનદાન નબીરાઓ જુગાર રમવા બેઠા. તે વખતે પાછી એક જણે એ જ વાત ઉપાડી, અને મલબેરીને વણમાગી સલાહ આપી કે, તમારે જ્યાં ગયા હતા ત્યાં હમણાં બેલ્જિયમ તરફ જ થોડો વધુ વખત રોકાવા જેવું હતું. કારણ કે, લોકોના મનમાં તમારી બધી વાત હજ તાજી છે; ઉપરાંત છાપાંમાં આવેલા અહેવાલોનો રદિયો આપવા તમે કશો પ્રયત્ન ન કર્યો, એ વસ્તુ પણ તમારે પક્ષે સારી નથી થઈ. તેણે ઉમેર્યું, “હું સામાન્ય રીતે છાપાં વાંચતો નથી. પણ તમારી બાબતનો અહેવાલ આવ્યો હતો, ત્યારે મેં ખાસ છાપું મંગાવીને એ વાંચ્યું હતું...” પણ તમે કાલે – ના, ના, પરમ દિવસે છાપું મંગાવીને વાંચજો, એટલે બસ!” મલબેરીએ મોં બગાડીને જણાવ્યું. ૨૮૫ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ નિકોલસ નિકલ્પી પેલાએ તરત જ પૂછયું, “પણ હું છાપાં મંગાવતો જ નથી; છતાં પરમ દિવસે ખાસ કંઈ વાંચવા મળવાનું હોય તો હું મંગાવું વળી !” “ઠીક, ઠીક, આવજો !” કહી મલબેરી તરત લૉર્ડ વેરિસૉફ્ટને સાથે લઈ ઓરડા બહાર નીકળી ગયો, અને ઓસરીમાં આંટા મારવા લાગ્યો. વેરિસૉફ્ટે તેને પૂછ્યું, “પરમ દિવસે શો અહેવાલ છાપામાં તેને વાંચવા પૂરો પાડવાના છે?” “હું કંઈ તેને કોઈ ખૂનનો અહેવાલ વાંચવા પૂરો નથી પાડવાનો; પણ ખૂનની લગભગ નજીકની વસ્તુ જ એ હશે! કારણ કે, કોરડા અને દંડાથી જેટલું વાગી શકે તેટલું જરૂર પેલા બદમાશ નિકોલસને વાગ્યું હશે.” લૉર્ડ વેરિસૉફ્ટ કંઈ જ બધો રોષ તેના ઉપર જ 66 બોલ્યો નહિ; એટલે સર મલબેરીએ ઠાલવતો હોય તેમ આગળ જણાવ્યું, આજે જ મેં રાલ્ફ નિકલ્બીને ત્યાં સવારના આઠ વાગતા અગાઉ જેન્કિન્સને મોકલ્યો હતો. એ બદમાશનું ઠામ-ઠેકાણું બધું હવે જાણવા મળી ગયું છે. પણ અત્યારે એ વાત કરવાની શી જરૂર છે? આવતી કાલ થવાને શું દુ:ખે છે?” k “પણ આવતી કાલે શું કરવાનું કે થવાનું છે?” લૉર્ડ વેરિસૉફ્ટે પૂછ્યું. મલબેરીએ એ બબૂચકને એ પ્રશ્ન પૂછવા બદલ માત્ર ગુસ્સાભરી નજરથી જ જવાબ આપ્યો. << થોડો વખત આંટા માર્યા બાદ અચાનક લૉર્ડ વેરિસૉફ્ટે મલબેરીને કહ્યું, “અહીં જ થોભો, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે.” “પણ તે માટે અહીં જ થોભવાની શી જરૂર છે? પેલી તરફ જઈશું તો શો વાંધો છે?” 66 ‘હૉક, મારે જાણવું જ છે; મને કહી દો “નાળવું ન છે? એટલે શું? ” "" Page #337 -------------------------------------------------------------------------- ________________ લૉર્ડ વેરિસૉફટનો દેહાંત ૨૮૭ “તમે જાણો છો કે, તમે જે કંઈ કરવા માગો છો, તે મને જરાય પસંદ નથી. તમારે કશું કરવાનું નથી.” તમને ગમતું નથી, એટલે તમે મને રોકવા આડે આવશો, એમ?” મલબેરી તાડૂક્યો. હા, મારાથી બનશે તેટલી કોશિશ કરી, હું તમને છૂપી રીતે નિકોલસને માર મરાવતા કે તેનું ખૂન કરાવતા અટકાવીશ.” ' “જુઓ, હું બહુ ખરાબ માણસ છું, મારા માર્ગમાં આડે આવવું એ જોખમકારક ચીજ છે. ખબરદાર! એ વસ્તુ મારે લગતી બાબત છે, અને મારે એને ઠીક લાગે તે રીતે પતવવાની છે.” પણ તમારી સાથે હું એટલો બધો ભળેલો છું, તથા આ બાબતમાં હું એટલી બધી તીવ્ર લાગણી ધરાવું છું કે, એ બાબતને હું મને પોતાને લગતી બાબત ગણવાનો છું, એ સમજી રાખો.” જુઓ મહેરબાન, તમે તમારે લગતી બાબતોમાં જેમ ઠીક લાગે તેમ કરજો, પણ મારે લગતી બાબતમાં તમારે માથું મારવાની જરૂર હોય નહીં, સમજ્યા? અને હવે ભલા થઈ ઘોડાગાડી તરફ ચાલો, અહીં હવે મને મજા પડતી નથી. ઉપરાંત, આપણે બંને વધુ વખત વાત કરીશું, તો નકામા ઝઘડી પડીશું; અને એ વસ્તુ મારા કે તમારા હિતમાં નથી, એટલું તો સમજો છો ને?” મલબેરી એમ માનતો હતો કે, લૉર્ડ વેરિસૉફ્ટને પોતે એવો દબાવેલો છે કે, સહેજ ધમકી કે સહેજ પટાવવાથી તે માની જ જશે. કેમ કે અત્યાર સુધી તે જુવાનિયો મલબેરીનું કહ્યું જ કરતો આવ્યો હતો. પણ મલબેરીની કાયરતા અને નિકોલસ ઉપર છૂપો ઘા કરવાની તેની યોજના જ્યારથી એ નાદાન જુવાન લૉર્ડના જાણવામાં આવી હતી, ત્યારથી તેની કોઈ સુષુપ્ત ઊંડી ખાનદાની જાગ્રત થઈ ઊઠી હતી અને મલબેરી તરફની તેની માનબુદ્ધિ ઓછી થવા લાગી હતી. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ નિકોલસ નિકલ્ટી મલબેરીએ અત્યાર સુધી એ બુધ્ધને મરજી મુજબ તૂટયો હતો, આંધળો બનાવ્યો હતો અને છેતર્યો હતો. ખરું કહીએ તો એ જુવાનિયાનો તે બધા અર્થમાં આશ્રિત જ હતો. એટલે, મનુષ્યસ્વભાવના કેટલાક કાયદા મુજબ, તેને એ જુવાનિયા પ્રત્યે જરાય આદરભાવ ન હતો: પોતે જે પ્રમાણમાં તે જુવાનિયાને નુકસાન પહોંચાડ્યું હતું, તે પ્રમાણમાં જ તે તેને તિરસ્કારતો હતો. અને હવે જેમ તેમ એ જુવાનિયો તેની સામે માથું ઊંચકવા લાગ્યો, તેમ તેમ તેનો તિરસ્કાર ધિક્કારમાં જ પલટાવા લાગ્યો. લૉર્ડ વેરિસૉફ્ટ હવે મલબેરી અંગે વિચારવા લાગ્યો ત્યારે પહેલેથી માંડીને બધું જ વિચારવા લાગ્યો. અત્યાર સુધી તેની આંખ એ બાજ બંધ જ હતી. પહેલેથી તેને કેટ નિકલ્ટી તરફની મલબેરીની દાનત વિષે શંકા જ હતી. તે એમ જોઈ ગયો હતો કે, મલબેરી મારે નામે પણ ખરી રીતે પોતાને માટે જ કેટને હાથ કરવા માગે છે. એટલે મલબેરીએ એ નિર્દોષ યુવતીને હાથ કરવા અને પજવવા માટે જે હીન ઉપાયો લીધેલા, તેમાં પોતાનો આડકતરો હિસ્સો જોઈ તેને શરમ આવવા લાગી હતી. અને તેથી કેટના ભાઈ નિકોલસે પોતાની બહેનની આબરૂના બચાવમાં જે કંઈ કર્યું, તે તેને યોગ્ય જ લાગતું હતું. એટલું જ નહિ, પણ નિકોલસની જગાએ પોતે હોત, તો પોતે પણ એમ જ કર્યું હોત, એમ તેને લાગ્યું. ભોજનાલયમાં તેમના બીજા મિત્રો પણ હતા. ભોજન દરમ્યાન અને બાદ પણ દારૂની ખાલીઓ ઊડવા માંડી. મલબેરીએ અત્યાર સુધી પોતાને બીમારી દરમ્યાન જે નિગ્રહ રાખવો પડ્યો હતો, તેનો બદલો વાળવા ખૂબ ઢીંચવા માંડ્યો, અને લૉર્ડ વેરિસૉટે પણ મલબેરી પ્રત્યેનો પોતાનો ગુસ્સો ડુબાડી દેવા માટે ઢીંચવા માંડ્યો. ચારે બાજુ બધા જ મન મૂકીને ખૂબ ઢીંચતા હતા. પછી તો જેમ હંમેશ બને છે તેમ, થોડી જ વારમાં કંઈક હુલ્લડ જેવું જ મચી Page #339 -------------------------------------------------------------------------- ________________ લૉર્ડ વેરિસૉટનો દેહાંત ૨૮૯ રહ્યું હોય તેવો દેખાવ થઈ ગયો: ખુરશીઓ ઊંધી વળવા લાગી, શીશીઓ હાથમાંથી પડવા લાગી, તથા નાચ-ગાન અને મજાક-મશ્કરી પછી શીશીઓ અને પ્યાલીઓની ફેંકાફેંક શરૂ થયાં. અચાનક બે જણ બાથંબથા આવી ગયા. બધા ગરાડીઓ તેમને છૂટા પાડવા દોડ્યા, અને પરાણે છૂટા પાડી દૂર ખેંચી ગયા. મલબેરી બૂમ પાડવા માંડ્યો, “મને છોડી દો; તેણે મને લાફો માર્યો! બસ, મારો કોઈ મિત્ર અહીં હાજર છે કે નહિ! મારે એનો હિસાબ પતવવો છે, અબઘડી !” બીજી બાજુ વેરિસૉટને ખેંચી જનારા તેને પૂછતા હતા, “શું” થયું? મારામારી થઈ?” હા, મેં તેને એક લાફો માર્યો છે અને શાથી માર્યો છે, તે એ બરાબર જાણે છે. પરંતુ કેપ્ટન ઍડમ્સ અહીં હતા ને? તે ક્યાં છે?” કેપ્ટન ઍડમ્સ આવતાં લૉર્ડ વેરિસૉફટે તેને એક બાજુ લઈ જઈ કંઈક વાત કરી. ' તરત જ પાછળ પાછળ મલબેરી અને તેનો મિત્ર પણ આવ્યા. બંને જણના મિત્રોએ હવે ભેગા મળી, તંદ્વયુદ્ધ માટે કયાં જવું, તે નક્કી કરી લીધું. જો ત્યાં કોઈ સમજુ માણસો હોત, તો તેમણે વચ્ચે પડી આ બધું ધાંધલ સહેજે શમાવી દીધું હોત, અને પછી બીજે દિવસે તો કોઈને આમાંનું કશું યાદ પણ રહ્યું ન હોત. પણ ત્યાં બધા એવા શરાબીઓ ભેગા થયા હતા કે, તેઓએ ઊલટું બને જણને તેમના નિર્ણયમાં ઉશ્કેરવાનું જ કામ કર્યું. દ્રને માટે સ્થળકાળ નક્કી થતાં, તરત જ, ચારે જણ નક્કી કરેલ સ્થળે જવા જુદી જુદી બે ઘોડાગાડીમાં બેસીને નીકળ્યા. સૂર્યોદય થવા આવ્યો હતો. તે નિ.-૧૯ Page #340 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્બી નિયમ મુજબ પગલાં માપીને અંતર નક્કી થયું; અને મલબેરી તથા વેરિસૉફ્ટે પોતપોતાની જગાએ સામસામે ગેાઠવાઈને એકીસાથે પોતપોતાની પિસ્તોલ ફોડી. ૨૯૦ તરત જ લૉર્ડ વેરિસૉફ્ટ જમીન ગયો હતો. ઉપર ઢળી પડયો. તે મરી મલબેરી તથા તેનો મિત્ર અને હાજર રહેલો કૅપ્ટન ઍડમ્સ તેને ત્યાં વેરિસોટના ‘સેકંડ’ તરીકે પડતો મૂકી, સીધા બ્રાઇટન બંદર તરફ ઊપડી ગયા, અને ત્યાંથી દરિયો ઓળંગીને ફ્રાન્સ ! ૫૬ વરરાજા પોતાના કાળા ધૂળિયા મકાનમાં ગ્રાઈડ પ્રભુતામાં પગલાં માંડવાના ઘાટ ઘડી રહ્યો હતો. તેનું ઘર પણ તેના જેવું જ ખખળવખળ થઈ ગયેલું હતું. એ ગ્રાઇડ જેવા વ્યાજખાઉ કંજૂસનું ઘર હતું, જે બીજાનાં જીવન ચૂસીને મિલકત વધાર્યા કરતો હતો; પણ તેથી તેના પોતાના જીવનમાં ક્ષુદ્રતા સિવાય કશાનો ઉમેરો થાય તેમ નહોતું. આજે બેઠો બેઠો તે, લગ્ન વખતે પોતે કયો પોશાક પહેરવો, તેનો વિચાર કરતો હતો. વિચાર કરી, ચાવી વડે કબાટ ઉઘાડી, તે એક જ સૂટ કાઢતો, અને ચાવી વડે પાછું કબાટ બંધ કરી દેતો. ત્યાર બાદ કાઢેલો સૂટ પ્રકાશમાં ધરી, તે પોતાને સારો લાગશે કે નહિ, તેનો વિચાર કરી લઈ, કબાટ ઉઘાડી, તેને તેમાં પાછો મૂકી દેતો અને બીજો સૂટ હાથમાં લેતો. એ બધા સૂટ તેણે સાનમાં વસ્તુઓ લઈ પૈસા ધીરનારને ત્યાંથી જ સસ્તામાં ખરીદ્યા હતા. કદી નવું કપડું લઈ, પોતાના માપથી તો કશું તેણે સવરાવ્યું જ ન હતું. Page #341 -------------------------------------------------------------------------- ________________ વરરાજા ૨૯૧ છેવટે તેણે એક લીલાશ પડતા રંગવાળો કોટ પસંદ કર્યો, અને પોતાની બહેરી, વાંકી વળી ગયેલી, ઘરડી-ખંખ નોકરડી પગને બોલાવીને કહ્યું, “બસ, હું આ લીલા કોટમાં જ પરણવાનો!” પેગે કાન પાછળ પંજાની છાજલી કરીને પૂછયું, “તમે મને બોલાવી કે ઘડિયાળમાં ડંકા પડ્યા હતા?” “અરે, મેં બોલાવી હતી,” ગ્રાઈડે જરા મોટેથી કહ્યું. “તમે બોલાવી હતી? શું કામ છે?” “હું લીલા કોટમાં પરણવાનો!” “તમારી પાસે એના કરતાં જરા વધુ જૂનાં કપડાં નથી? તમે આ કોટ પહેરશો તો વધારે પડતા દીપી ઊઠશો!” પણ મારે દીપી ઊઠવું જ છે; મારે જુવાન, રંગીલા દેખાવું છે. મારી બૈરી બહુ જવાન છે અને રૂપાળી છે. અહા, તદ્દન રૂપાળી!” “જો તમે કહો છો તેવી સાચેસાચ રૂપાળી હશે, તો તો તમે ગમે તે રંગનો કોટ પહેરશો તોય તે તમારી સામું જોવાની નથી.” વાહ, આજે પેગ ડોસીનો મિજાજ બગડ્યો લાગે છે!” તો ન બગડે? આટલાં વરસ આ ઘરમાં મારી ઉપર કોઈ ન હતું; હવે મારી ઉપર બેસનાર “બૈરી” તમે લાવવાના એમ? પણ યાદ રાખજો, મારી ઉપર આ ઘરમાં કોઈનું ચલણ હું થવા દેવાની નથી. હું તમને એક વાર સંભળાવી દઉં છું: રહી રહીને તમે પાયમાલ થવાના આ શા ધંધા માંડયા છે? તમારે આ ઉંમરે ખાનારું એક વધુ મોં લાવીને શું કરવું છે?” ખરી વાત; ખરી વાત! નવું એક માં ખાનારું વધે; અને તેય જુવાન હોય અને ભૂખ લઈને આવ્યું હોય, તો પાયમાલ થઈ જવાય, એમાં શંકા શી? પણ, તું, ડોસી, મને જેવો તેવો માણસ ન સમજતી! મેં પસંદ કરેલી આ બૈરી તો કમાઈને એના બાપને બેઠાં બેઠાં ખવરાવે છે, તો પોતાના ધણીને નહિ ખવરાવે? સમજી? હું કંઈ મૂરખ નથી. તેને ચીતરતાં, રંગતાં, ભરત-ગૂંથતાં બધું આવડે Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ નિકોલસ નિકલ્ટી છે; અને ઘર બેઠાં વેપારીઓ આવીને તે બધું રોકડા પૈસા આપીને લઈ જાય છે. આપણે તેને નવરી શું કામ બેસી રહેવા દઈશું? એની પાસે એના બાપ કરતાં વધુ કામ લઈએ તો જ આપણે ખરા!” “પણ, તમે ઘરડે ઘડપણ જુવાન રૂપાળી સ્ત્રીના હાથમાં રમકડું નહિ બની જાઓ, એની શી ખાતરી? અત્યારથી જ જુઓને તમારાં લક્ષણ!” “ના રે ના! રૂપાળી સ્ત્રી પણ મને રમકડું શું બનાવી જવાની હતી? કે તારા જેટલી કદરૂપી ડાકણ પણ!” વાક્યનો છેલ્લો ભાગ તે પેલી ન સાંભળે તેવી રીતે બોલ્યો હતો. પણ પેલી ડોસી તો તેના હોઠ હાલેલા જોઈ ગઈ હતી. તે બોલી ઊઠી – “હું ન સાંભળું તે માટે કશુંક ધીમેથી તમે બોલ્યા, ખરું ને?” “અરે, આ ડાકણ ભારે ચાલાક બાઈ છે!” ગ્રાઈડ ધીમેથી ગણગણ્યો; પણ પછી માં મરડીને તે મોટેથી બોલ્યો, “હું તો બધી બાબતમાં તારા ઉપર જ વિશ્વાસ રાખું છું, એમ જ બોલ્યો હતો.” “મારા ઉપર બધો જ વિશ્વાસ રાખશો, તો તો સુખી થશો.” “તારા ઉપર વિશ્વાસ મૂકે, તો તો તું મને ઉઝરડીને ખાલી જ કરી નાંખે, એ હું બરાબર જાણું છું” – એ જવાબ ગ્રાઈડના ચહેરા ઉપર અંકાઈ રહ્યો. પણ ડોસલી તે સાંભળી જાય એ બીકે તે બોલ્યો નહિ. પછી તેણે લીલા કોટના થોડા ટાંકા ઊકલી ગયા હતા તે ભરી આપવાનું, અને એક કાળો પડી ગયેલો નેકલેસ પૉલિશ કરી આપવાનું તેને જણાવ્યું. “એ નેકલેસ લગનને દિવસે સવારે પેલીના ગળામાં પહેરાવીશું, અને પરણીને તે ઘેર આવશે એટલે કાઢી લઈ, પાછો તિજોરીમાં મૂકી દઈશું,” એમ કહી ગ્રાઈડ ખડખડાટ હસી પડ્યો. એટલામાં બહારથી કોઈનો બારણું ખટખટાવવાનો અવાજ આવ્યો. તે નૉઝ હતો અને રાહુની ચિઠ્ઠી લઈને આવ્યો હતો. રાલ્ફ ગ્રાઈડને લખી જણાવ્યું હતું Page #343 -------------------------------------------------------------------------- ________________ અવનવી મુલાકાતો ૨૯૩ “હું બ્રેને આજે સવારે મળી આવ્યો છું. કાલ પછીનો દિવસ લગ્નના દિવસ તરીકે નક્કી કર્યો છે. આપણે સાથે જ જઈશું. તમે સવારના સાતે મારે ત્યાં આવી રહેજો. દરમ્યાન, બ્રેની છોકરીની મુલાકાતો લેવાનું બંધ કરી દેજો. તે કંઈ તમારા વિના સુકાઈ જતી નથી; અને તમારે તમારો યુવાનીભર્યો તનમનાટ અડતાલીસ કલાક દબાવી રાખવો, એવી મારી સલાહ છે. તેના બાપ માંડ તેને મનાવી-પટાવીને તમારા તરફ વાળવા પ્રયત્ન કરે છે, ત્યારે તમે તમારા વાંદરવેડાથી બધું બગાડી નાંખો છો. – રાલ્ફ નિકલ્બી.” ૫૭ અવનવી મુલાકાતે ૧ રાફ્ની ચિઠ્ઠીના જવાબમાં ગ્રાઈડે લખી આપેલી ચિઠ્ઠી લઈ નૉગ્ઝ રાલ્ફ પાસે આવ્યો, ત્યારે તેણે તે વાંચી લીધા બાદ, અચાનક નૉઝને પૂછયું, “ અલ્યા, તારી સાથે કાલે રાતે શેરીમાં કોણ હતું?” “હું નથી ઓળખતો. તે અહીં બે વખત તમને શોધતો આવ્યો હતો; તમે બહાર ગયેલા હતા. તે ફરી આવ્યો; તમે તેને જાતે જ કાઢી મૂકયો. તેનું નામ તેણે બ્રૂકર જણાવ્યું હતું.” 66 “હા; પણ પછી?” “પછી શું? તે આસપાસ ફરતો જ રહે છે, અને હું શેરીમાં નીકળું એટલે મારો પીછો પકડે છે. હું તેને તમારી ભેગો કરી આપું તે માટે તે મને સમજાવ સમજાવ કરે છે. તે કહે છે કે, એક વખત તમારે તેને ભેગા થયા વિના ચાલે તેમ જ નથી. ,, “અને તું તેનો શો જવાબ આપે છે, વારુ? ?” “મેં તેને કહ્યું કે, ‘એ મારું કામ નહિ. તે જ્યારે શેરીમાં થઈને જાય, ત્યારે તું જ તેમને પકડજે ને !' પરંતુ તે કહે છે કે, મારે Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ નિકોલસ નિકલ્ટી જે વાત કરવી છે, તે બંધબારણે કરવાની છે અને તે માને છે કે તેની એ વાત સાંભળ્યા પછી તમારું મોં કે તમારું તેના પ્રત્યેનું વર્તન આવું નહિ રહે.” “અરે, એ તો આળસુ હરામજાદો છે. કરેલા ગુનાઓની સજા ભોગવવા તેને દરિયાપાર જવું પડ્યું હતું, ત્યાંથી તે પાછો દેશમાં આવ્યો છે, –પણ તે ફાંસીને માંચડે જઈ પહોંચવા માટે જ, એમ સમજી રાખ. એટલે મારે તેનું કશું કામ નથી. હવે તને મળે તો પાસેના પોલીસને જઈને સોંપી દેજે અને કહેજે કે, ધાકધમકીઓ આપી પૈસા કઢાવવા માગે છે. પછીનું હું જોઈ લઈશ, સમજ્યો?” “મેં સાંભળ્યું.” “બસ ત્યારે, એટલું કરીશ તો હું તને ઇનામ આપીશ.” નૉઝ ઑફિસેથી રાતે છૂટીને સીધો, નિકોલસ નીકળે તેની રાહ જોતો, ચિયરીબલ બ્રધર્સની પેઢીના બારણા સામે જ નળ પાછળ જઈને ઊભો રહ્યો. પોતે નિકોલસનો મિત્ર છે કે તેને મળવા આવ્યો છે, એવું કહી, પોતાના મિત્રની આબરૂ તે ઓછી કરવા નહોતો ઇચ્છતો. કંગાલિયતને કારણે તેનાં કપડાં એવાં હતાં કે, કોઈ પણ માણસને તેની શરમ આવે, એવું તે માનતો. વખત થતાં નિકોલસ બહાર નીકળ્યો કે તરત નોંઝે તેને પકડ્યો. નિકોલસ તેને આવેલો જોઈ રાજી થયો ને બોલ્યો, “ભાઈ, હું તમને જ યાદ કરતો હતો, ત્યાં જ તમે આવી મળ્યા!” બરાબર, હું પણ તમને જ યાદ કરતો હતો; આજે મારે તમને મળવું જ હતું. તમારા કાકાને લગતી કંઈક ગુપ્ત વાત મળી છે. પણ મને હજુ તેની પૂરી વિગત મળી નથી. પણ મને કંઈક વહેમ જાય છે ખરો. એક માણસ મને મળ્યો છે, તે એવી કંઈ વાત કહે છે, કે જે સાંભળી મને ભારે મૂંઝવણ થઈ આવી છે.” | નિકોલસે નોંઋને પ્રશ્નો પૂછીને એ ગુપ્ત વાતનું કંઈક સ્વરૂપ પામવા પ્રયત્ન કર્યો, પણ નૉગ્સ પાસેથી તે કશું વધુ જાણી શક્યો Page #345 -------------------------------------------------------------------------- ________________ અવનવી મુલાકાતો ૨૫ નહિ. માત્ર તેણે એટલું વધારામાં કહ્યું કે, રાફ તે માણસને તેની સાથે ફરતો જોઈ ગયો છેપણ પોતે પહેલેથી વિચારી રાખેલી રીતે તેને જવાબ આપી દીધો હોવાથી, તેને બીજો કંઈ વહેમ ગયો નથી. | નિકોલસ અને તે બંને હવે એક રેસ્ટોરાંમાં જઈને બેઠા, અને નિકોલસે નૉઝને તેનું વહાલું પીણું પિવરાવ્યું. તે વખતે નૉઝે નિકોલસને કહ્યું કે, “પહેલી વખતે મને પેલી નોકરડીની પાછળ જવાનું કામ તમે સોંપ્યું હતું, ત્યારે હું તમને ભલતી જ બાઈને ઘેર લઈ ગયો હતો, ખરું?” એમ કહી, તે પ્રસંગ યાદ કરી, બંને જણ ખૂબ હસ્યા. પછી નોંઝે પૂછયું, “હું તો ભૂલથી તમને મિસ સેસિલિયા બૉન્સ્ટરને ત્યાં લઈ ગયો હતો, પરંતુ તમારે જેને ત્યાં જવાનું હતું, તેનું નામ શું હતું, ભાઈ?” મેડલીન.” “મેડલીન? કઈ મેડલીન? તેના બાપનું નામ, મને જલદી કહી દો,” ન્યૂમેને જરા ચકીને પૂછયું. “મેડલીન બે”, નિકોલસે પણ નવાઈ પામી કહ્યું. “તો તમે ભાઈ, હજુ બેસી કેમ રહ્યા છો? તેને તો એક ઘરડા ખચ્ચર સાથે પરણાવી દેવાનું કાવતરું રચાયું છે! શું તમે તેને બચાવવા પ્રયત્ન પણ નહિ કરો?” શી વાત કરો છો? લગ્ન? ગાંડા બાંડા થયા છો કે શું?” “તમે ગાંડા છો! તે ગાંડી છે! તમે આંધળા, બહેરા, મૂંગા, લાગણીહીન, જડ છો! તમારા કાકાની મદદથી, તમારા કાકા કરતાં ખરાબ એવા ખવીસ સાથે,– અને તે પણ ઘોરમાં સૂવા જવાની પૂરી તૈયારીવાળા સાથે,–તેને લિવર વો પરણાવી દેવાની છે, અને તમે બેસી રહ્યા છો? તેને બચાવવા પ્રયત્ન પણ નહિ કરો? તમે આવા ક્રૂર ઘાતકી છો, એવું હું નહોતો માનતો!” Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ નિકોલસ નિકલ્બી ભાઈ, તમે જરા સાંસતા થઈ મને વાત તો કરો; અને હું તમને વચન આપું છું કે, તેને કોઈ ઘરડા ખચ્ચર સાથે પરણતી અટકાવવા હું ગમે તે પ્રયત્ન કરી છુટીશ!” ન્યૂમેને તરત જ, પોતાની અનોખી રીતે, અધૂરાં વાક્યોમાં અને પૂરક ચેષ્ટાઓ સાથે, આખી વાત કહી સંભળાવી. નિકોલસ તે જાણી મડદા જેવો ફીકો પડી ગયો, અને તરત જ બહાર દોડયો. - ન્યૂમૅન તેને રોકવા તેની પાછળ દોડયો, અને પોતે તેને પકડી શકે એમ ન લાગવાથી તેણે મોટેથી બૂમ પાડવા માંડી: “પકડો, પકડો, ચોર ભાગી જાય છે, ચોર!” નિકોલસ સમજી ગયો કે, નૉઝ તેને ગમે તેમ કરીને રોકવા જ પ્રયત્ન કરવા માગે છે. એટલે, લોકો તેને ભાગી જતો ચોર ન માની લે, તે માટે જ તે થોભ્યો. નૉઝ હાંફતો હાંફતો તેની પાસે આવી ગયો, એટલે નિકોલસે તેને કહ્યું, “મારે તેના બાપ પાસે-બે પાસે જ જવું છે, હું તેને આ લગ્ન ન કરવા સમજાવીશ.” જરાય નહિ; એ માણસને સમજાવવા કરતાં ઘેર બેસી રહેવું શું ખોટું? તેને કોઈ સમજાવી ન શકે.” “તો હું મારા કાકા રાફ પાસે જઈશ.” “જરાય નહિ; એ એના કરતાં પણ ચડે એવો નકામો! તમારા કાકાને કોઈ ન સમજાવી શકે, અને તમે તો નહિ જ!” “તો હું શું કરું એમ તમે ઇચ્છો છો, ભાઈ?” “ચિયરીબલ ભાઈઓ ક્યાં છે?” “બંને અગત્યના કામે બહારગામ ગયા છે.” તરત જ પાછા બોલાવો.” “દરિયાની મુસાફરીમાં પવન અનુકૂળ હોય તો પણ જતાં ને આવતાં ત્રણ દિવસ થાય.” “તો બીજું કાંઈ વિચારી કાઢો.” Page #347 -------------------------------------------------------------------------- ________________ ફરી પાછા લિલીવીક ૨૯૭ “તો હું એ છોકરીને પોતાને મળીશ; અને મારા માલિકો બહારગામ છે, ત્યાં સુધી આ લગ્ન થોભાવવા તેને કહીશ. અને મારે તેનો સામાન ખરીદવા માટે તેની પાસે જવાનું તો હોય જ છે.” એ વાતમાં ન્યૂયૅનને કશો વાંધો ન હતો. પછી તે ત્યાંથી છૂટો પડયો. નિકોલસે તેને પોતાની સાથે ઘેર આવવા કહ્યું; પણ તે ખૂબ થાકી ગયો હતો, એટલે પોતાના ઘર તરફ જ વળ્યો. ૫૮ ફરી પાછા લિલીવીક પણ, ન્યૂમૅન ઘેર પહોંચ્યો ત્યારે તેને માટે બીજું કામ તૈયાર ઊભું જ હતું. મિસિસ ડૅન્વિઝે પોતાની મોટી દીકરી મિસ મૉલિનાના વધી ગયેલા વાળ કપાવવા તેને એક સારા હજામની દુકાને લઈ જવા નૉય્ઝને વિનંતી કરી. મિO કૅગ્વિગ્ઝ કામ પરથી ઘેર આવ્યા ન હતા; અને હજામની દુકાન એટલી દૂર હતી કે, મૉલિનાને એકલીને ત્યાં મોકલી શકાય તેમ ન હતું. થાકને કારણે ન્યૂયૅન પોતાને માટે તો જરાય હાલે તેવી સ્થિતિમાં ન હતો. પણ બીજાને માટે કામ કરવાનું હોય તો તે કદી મા ન પાડે. તરત તે મૉલિનાને લઈ પેલા હજામની દુકાને પહોંચ્યો. જુએ તો ત્યાં મિ∞ લિલીવીક એક ખુરશી ઉપર બેસી પોતાની હજામત કરાવતા દેખાયા ! મિ લિલીવીક તરત મૉલિનાને ઓળખી ગયા; પણ તેની સાથે બોલ્યા નહીં. મૉલિનાનું કેશપ્રસાધન પૂરું થયું, એટલે મિ∞ લિલીવીક મિ૦ કૅર્નિંગ્ઝને ઘેર જવા જ મૉલિના અને ન્યૂમૅનની સાથે જોડાયા. તેમણે ન્યૂયૅનને પૂછ્યું, “નૉગ્ઝ, પેલા સમાચાર જાણી એ લોકો બહુ અકળાયાં હશે, નહિ?” CC Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ નિકોલસ નિકલ્ટી “કયા સમાચાર?” નૉઝે પૂછયું. એસ્તો, મારા લગ્નનાસ્તો!” મૉલિના જ વચ્ચે બોલી બેઠી, “મા તો બહુ જ રડી હતી; અને પપ્પા બહુ ઢીલા થઈ ગયા હતા, પણ હવે સારા છે; હું પણ બહુ માંદી પડી ગઈ હતી, પણ હવે સારી છે.” “બેટા, તારા દાદા લિલીવીક તને ચુંબન કરવા માગે તો કરવા દે ખરી?” હા, હા, દાદાજી, જરૂર. પણ ‘તમારી” દાદીને કદી ન કરવા દઉં, ને હું તેમને ‘દાદી’ પણ ન કહું!” તરત જ મિ0 લિલીવીકે મૉલનાને પોતાના હાથમાં ઊંચકી લઈને ચુંબન કર્યું. એટલામાં તેઓ ઘરની નજીક આવી ગયા હતા, એટલે મિ૦ લિલીવીકે મૉલિનાને તેડેલી જ રાખી અને ઘરમાં આવી મિત્ર અને મિસિસ કેન્વિચ્છ બેઠકમાં જ્યાં બેઠાં હતાં તેમની સમક્ષ જ પોતાના હાથમાંથી નીચે ઉતારી. મિ૦ લિલીવીકને જોઈને મિસિસ કૅન્ડિઝ બેભાન થવાની તૈયારીમાં પડી, અને મિ. કૅવિચ્છ ગૌરવભેર ગંભીરતાથી ઊભા થઈ આડું જોઈ ગયા. તેમને સંબોધીને મિ0 લિલીવીકે કહ્યું, “કેન્વિઝ, મારી સાથે હાથ મિલાવો.” તેમણે આવું જોઈને ત્રીજા પુરુષમાં જવાબ આપ્યો, “એક વખત એવો હતો, જ્યારે એ માણસ સાથે હાથ મિલાવવામાં હું ગૌરવ માનતો. પણ હવે એ માણસે જ્યારે પોતાનું સ્વમાન, પોતાની ભલમનસાઈ, અને માનવતા વિસારી મૂક્યાં છે, ત્યારે હવે મારા મનમાં તેના પ્રત્યે જુદી જ લાગણીઓ પ્રગટેલી છે.” “સુસાન, તું મારી સાથે નહિ બોલે?” મિ0 લિલીવીક કરગર્યા. મિ૦ કૅન્ડિઝે જ પોતાની પત્નીની વતી જવાબ આપ્યો, “તેમનામાં બોલવાની કશી તાકાત જ રહી નથી. તમારી ક્રૂર વર્તણૂક, ઉપરાંત Page #349 -------------------------------------------------------------------------- ________________ ફરી પાછા લિલીવીક ૨૯૯ એક તંદુરસ્ત બાળકને ઉછેરવાની જવાબદારી, એ બે વસ્તુઓએ તેમની કેડ ભાંગી નાંખી છે, સાહેબ.” પણ મિસિસ કેન્વિઝે હવે બોલવાનું શરૂ કર્યું “કાકા, તમે તમારી પીઠ મારા તરફ કેવી ફેરવી દીધી અને મારાં વહાલાં બાળકોને કેવાં છેક જ વિસારી મૂક્યાં! અને એક વખત તમે તેમના તરફ કેવો માયાભાવ અને મમતા દાખવતા? અમે પણ તે જોઈ મારા પહેલા પુત્રનું નામ તમારા નામ ઉપરથી જ રાખ્યું હતું. પણ એ છોકરાને હવે, જેના નામ ઉપરથી પોતાનું નામ રાખવામાં આવ્યું છે, તે માણસ સાથે શી સગાઈ રહી? તેમ છતાં તે બધું ભૂલી જઈ, તમારી સાથે કશો ઝઘડો હું ચાલુ રાખવા માગતી નથી. પણ તમે તમારી પેલીને જો સાથે લાવ્યા હશો કે લાવશો, તો હું કહી દેવા માગું છું કે, હું મારા ઘરમાં તેનો જરા પણ સત્કાર કરવાની નથી, હરગિજ નહિ.” પણ હું કદી પણ, કોઈને પણ તેનો સત્કાર કરવાનું કહેવાનો નથી. જોકે મારે એ શબ્દ ન વાપરવો જોઈએ, પણ સુસાન અને કૅન્-- વિગ્સ, સાંભળો: અર્ધા-પગારવાળા એક કેપ્ટન સાથે ‘નાસી ગયે' તેને ગઈ કાલે એક અઠવાડિયું થયું! અર્થાત્ મામૂલી અર્ધ-પગારના કેપ્ટન સાથે તે નાસી ગઈ છે. આ ઓરડામાં હું પહેલવહેલો તેને મળ્યો હતો, અને આ ઓરડામાં જ હવે તેને હમેશ માટે તજી દઉં છું.” અને આ જાહેરાત થતાંત આખા ઘરની–બધાં માણસોની વર્તમૂક એકદમ બદલાઈ ગઈ! મિસિસ કૅન્ડિઝ લિલીવીકને ગળે જ વળગીને, પોતે જે કંઈ બોલી હતી તે માટે, પોતાની જાતને કડવો ઠપકો આપવા લાગી. મિ૦ કૅન્ડિઝે લિલીવીકનો હાથ પકડી કાયમની મિત્રતાના સોગંદ લીધા, અને પોતાને અતિશય હાર્દિક પસ્તાવો પોતાની હમણાંની વર્તણૂક માટે થાય છે, તે પણ સોગંદપૂર્વક જાહેર કર્યું. મિ0 લિલીવીકે પણ જાહેર કર્યું, “પેલીના પર વેરભાવથી નહિ, પણ તમારી પ્રત્યેના સ્નેહભાવને કારણે, મારી બધી મિલકત તમારાં Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ નિકોલસ નિકલ્ટી છોકરાંને નામે કાલે જ કરી દઈશ, અને જ્યારે તેઓ ઉમર લાયક થાય અને પરણે ત્યારે તેમને તે મળે એવી વ્યવસ્થા કરીશ. મિ૦ નૉઝ એ દસ્તાવેજના સાહેદી રહેશે.” પ૯ નિકેલસ મેડલીનને મળે નિકોલસ જ્યારે બેને ત્યાં પહોંચ્યો, ત્યારે ઘરમાં બાપ-દીકરી એકલાં જ બેઠેલાં હતાં. નિકોલસ મેડલીનને છેવટના મળ્યો હતો તે વાતને ત્રણ અઠવાડિયાં થઈ ગયાં હતાં. અત્યારે મેડલીનનું માં ઘણું ફીકું પડી ગયેલું તથા વધુ કરમાઈ ગયેલું દેખાતું હતું. | નિકોલસને જોતાં જ બ્રેએ અધીરા થઈ જઈને પૂછ્યું, “તમારે સાહેબ શું કામ છે? તમારે જે કામ હોય તે ઝટપટ કહી દો; કારણ કે, હું તથા મારી પુત્રી તમે જે કામ માટે આવ્યા છો, તે કરતાં વધુ અગત્યના કામોમાં રોકાયેલાં છીએ.” મેડલીન તરત ઊભી થઈ. નિકોલસ તરફ અધે અંતરે જઈ, કશો કાગળ હોય તો તે લેવા, તેણે હાથ લાંબો કર્યો. તેનો બાપ તરત જ તાડૂકી ઊઠયો, “બેટા, શું કરે છે?” મિસ બ્રે કદાચ કાંઈ પત્ર-પરબીડિયું લેવાનું હશે, એમ માને છે. પણ મારા શેઠ ઇંગ્લંડ બહાર ગયા છે, એટલે તેમનો કશો પત્ર હું લાવ્યો નથી. પણ મારે મિસ બ્રે સાથે વાત કરવાની હોઈ, તે મને થોડો સમય આપશે, એવી હું આશા રાખું છું.” તો શું તમે મારી પુત્રી માટે કંઈ “ઓર્ડરો” લાવ્યા છો? તમે એમ માનતા લાગો છો કે, તમે જે કંઈ કામકાજ આપો છો તે ઉપર જ અમે જીવીએ છીએ, કેમ? મારી છોકરી તો એક સદુ Page #351 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ મેડલીનને મળ્યો ૩૦૧ ગૃહસ્થની છોકરી છે, અને કેવળ મનોરંજન માટે થોડું ઘણું કામ કરે છે; કમાઈ ખાવા માટે નહીં! તમે લોકો મરજી પ્રમાણે તેને કામ ન સોંપી શકો, સમજ્યા? તે પોતાની મરજી હોય તો જ કામ કરે!” “અમે પણ એમ જ માનીએ છીએ, સાહેબ. અમને તો મિસ બેનાં કળા-કારીગરીનાં કામોમાં સારી ઘરાકી મળે છે, એટલે અવારનવાર તે માટેના ઓર્ડરો લઈએ છીએ – જેમ આજે પણ થોડાક લાવ્યો છું.” “તો તમારા માલિકને કહી દેજો કે, હવેથી મારી દીકરી એવાં કામકાજ કરી આપવાની ના પાડે છે. તે કંઈ તમારા માલિકની દાસી નથી કે જેથી તેમની મરજી પ્રમાણે કામ કરી આપે. ઉપરાંત, અમારું જે કંઈ તમારી પાસે માગતું-લેણું નીકળતું હોય, તે જે પહેલો ભિખારી સામો મળે તેને આપી દેજો, સમજ્યા? મેં જવાબ આપી દીધો, એટલે હવે તમે જઈ શકો છો,– સિવાય કે, તમારે બીજા કંઈ ‘હુકમો’ અમને કરવાના હોય !” મારે તમને શા યુવામો કરવાના હોય? પણ મારા મનમાં થોડોક ડર પેદા થયો છે, તે તમને જણાવી લઉં. તમે તમારાં સુપુત્રીની કપરી જાતમહેનત અને હાથ-મજૂરી ઉપર અત્યાર સુધી જીવન જીવતા આવ્યા છો; પણ હવે તમે તેમને કાયમનાં વેચી નાખીને તમારું જીવન ગુજારવા તત્પર થયા હો, એવું મારી જાણમાં આવ્યું છે.” મેડલીન તરત જ બોલી ઊઠી, “અરે, અરે, મારા બાપુજી બીમાર છે, એ વાતનો તો વિચાર રાખો! આ બધું તમે તેમને શું સંભળાવવા બેઠા છો?” “બીમાર? હું બીમાર છું? અને આવા ભામટા દુકાનદારો ને ગુમાસ્તાઓને તું મારી બીમારીની દયા ખાવા વિનંતી કરે છે, એમ?” Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ નિકોલસ વિકલ્પી | આટલું બોલતાંમાં તો બેને દરદનો એવો ભારે હુમલો આવ્યો કે, નિકોલસને બીક લાગી કે, તે ખતમ જ થઈ જશે કે શું? એટલે, “મારે કંઈક અગત્યની વાત કરવી છે, માટે જરા બહાર આવીને મળો, એવી નિશાની મેડલીનને કરીને નિકોલસ બહાર જઈને ઊભો રહ્યો. બ્રેનો ડૂમો સહેજ શમ્યો, એટલે મેડલીને બહાર આવી. પણ તેણે નિકોલસને કહી દીધું, “તમને મારે માટે કંઈ કામ સેપવામાં આવ્યું હોય, તોપણ તે તમે મને કાલના દિવસ બાદ આવીને કહેજો, અત્યારે નહિ જોતા નથી કે, મારા બાપુ અત્યારે કેવી ગંભીર દશામાં છે?” મિસ મેડલીન, પરમ દિવસે તો ઘણું જ મોડું થઈ જાય. પરમ દિવસે તો તમે અહીં હશો પણ નહિ. માટે અત્યારે વિનંતી કરીને હું કહું છું કે, મારી વાત સાંભળવા થોડોક સમય કાઢો. મારે તમારી એકલાંની સાથે થોડી વાત કરવી છે. હું મારા પોતાના વતીથી જ નહિ, પણ જેઓ દૂર ગેરહાજર છે, તેમના વતીથી પણ તમને આ વિનંતી કરું છું.” ઘરની બુટ્ટી બાઈની આંખો સતત રડ્યા કરવાથી લાલ થઈ ગઈ હતી અને તેનાં પોપચાં ફૂલી ગયાં હતાં. તેણે તરત બાજુની ઓરડીનું બારણું ઉઘાડ્યું અને મેડલીનને હાથ પકડીને તે તરફ લઈ જઈ, નિકોલસને પાછળ આવવા નિશાની કરી. તમે મહેરબાની કરીને ચાલ્યા જાઓ તો સારું,” મેડલીને ડૂસકે ચડીને નિકોલસને કહ્યું. ના, હું તમને આ સ્થિતિમાં મૂકીને ચાલ્યો નહિ જાઉં. તમે એવું પગલું ભરવા તત્પર થયાં છો કે, તેની કલ્પનામાત્રથી હું કંપી ઊઠું છું.” “કયું પગલું? શાની વાત તમે કરો છો?” Page #353 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ મેડલીનને મળ્યો ૩૦૩ ' “તમે કાલે જે લગ્ન કરવા તૈયાર થયાં છો, તેની વાત છે. એ લગ્ન તો તમારી આસપાસ ગૂંથવામાં આવી રહેલું એક કારમું કાવતરું છે. તમને એ વાતની ખબર નથી. એ કાવતરાબાજોને તમે ઓળખતાં નથી, હું ઓળખું છું. તમને માત્ર પૈસા ખાતર વેચી નાંખવામાં આવ્યાં છે, પણ એ પૈસોય કેટલાયનાં લોહી-આંસુથી ખરડાયેલો છે.” મને એ લોકો વિશે કશું વિશેષ ન કહેશો. હું મારી સ્વતંત્ર મરજીથી એ લગ્ન સ્વીકારું છું. મારા ઉપર કશી ધાકધમકી કે બળજબરી દાખવવામાં નથી આવ્યાં, એ જાતની ખાતરી, તમે મારા શુભેચ્છકોને પણ આપી શકો છો.” પણ હું એ કાવતરાબાજ વિષે એવું બધું જાણું છું, કે જેથી કરીને તમને કેવળ એટલી વિનંતી અવશ્ય કરવા માગું છું કે, આ લગ્ન એક અઠવાડિયા માટે જ મોકૂફ રાખો. અઠવાડિયા બાદ તમને જેમ ઠીક લાગે તેમ ભલે કરજો.” હું તમારાથી છુપાવવા નથી માગતી કે, જે માણસ સાથે મારાં લગ્ન થવાનાં છે, તેને હું હરગિજ ચાહતી નથી. તે માણસ પણ એ વાત બરાબર જાણે છે. છતાં તે પોતાનો હાથ મને આપવા માગે છે. એ હાથ સ્વીકારીને જ હું મારા પિતાને અહીંની અટકાયતમાંથી છોડાવી શકે તેમ છું, તથા તેમના છેવટના દિવસો આનંદપૂર્ણ બનાવી તેમનો આવરદા થોડો વધુ લંબાવી શકું તેમ છું. ઉપરાંત લગ્ન કરવાનું મેં હવે વચન આપી દીધું છે, અને હું એમાંથી કોઈ કારણે પાછી હઠવાની નથી. તમે અત્યાર સુધી મારી એકલવાયી દશામાં મારા પ્રત્યે ખૂબ ખૂબ સહાનુભૂતિ બતાવી છે, તથા મને મદદ કરવામાં તમારા માલિકો જેટલી, કદાચ તેથીય વધુ તત્પરતા બતાવી છે, તે હું સમજું છું અને તે બદલ હું મારા અંતરથી તમારો આભાર માનું છું. કદાચ મારાં આંસુ તમને એ બાબતની વધુ સાબિતી આપી શકશે. પરંતુ, આ લગ્નની બાબતમાં તો મને જરાય પસ્તાવો Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ નિકોલસ નિકલ્પી નથી થતો, તથા હું જરાય દુ:ખ માનતી નથી, એની ખાતરી રાખો. ઊલટું, એ લગ્ન સ્વીકારીને મેં મારા પિતાને આ કંગાલિયતમાંથી છોડાવી સુખ અને આયુષ્ય માણતા કરી મૂકયા હશે, એ વાતનો મને હંમેશાં એક પ્રકારનો સંતોષ રહેશે.' ,, આટલું બોલી તે ત્યાંથી ચાલી જતી હતી; પણ નિકોલસે વચ્ચે પડી, પોતાની જિંદગીનું તે કેવું સત્યાનાશ વાળી રહી છે, તેનો વિચાર કરવા, તેને ખૂબ આગ્રહ કર્યો, તથા હૃદયાફાટ શોકથી ઘવાઈને તે કરગર્યો, “હું શું કહું, જેથી તમે આ છેવટની ઘડીએ પણ થોભવા કબૂલ થાઓ ? હું શું કરું, જેથી તમે મારી વાત માનો?” ck “કશું નહિ, કશું નહિ! જુઓ મારા બાપુ મને બોલાવે છે, અને હું હવે કેમેય કરી અહીં વધુ થોભવાની નથી. અલબત્ત, એટલું સાંભળતા જાઓ કે, તમારી આ છેલ્લી મુલાકાત અને તેમાં તમે બતાવેલો ભાવ, હું જીવીશ ત્યાં સુધી કદી નહિ ભૂલી શકું.” ૬૦ નિકાલસ અને ગ્રાઈડ આજે આર્થર ગ્રાઈડના કુંવારાપણાની છેલ્લી રાત હતી. પોતાને પહેરવાનો લીલો પોશાક ઝાડી-ઝૂડીને તેણે તૈયાર કરાવી દીધો હતો. પેગ ડોસીએ આવીને તેને આપવામાં આવેલા અઢાર પેન્સનો હિસાબ લખાવી દીધો. પછી ગ્રાઈડ એક ગંદા ચોપડાને હાથમાં લઈ, અંદરની નોંધો ઉપર વિચાર કરવા બેઠો. મળી “રાલ્ફ નિકલ્બીને તેના લેણા ઉપરાંત ઇનામના પાંચસો પાઉંડ કુલ એક હજાર ચારસો પંચોતેર પાઉંડ, ચાર શિલિંગ અને ત્રણ પેન્સ આપવાના છે: ખાસી મોટી રકમ કહેવાય. કાલે બપોરે બાર વાગ્યે તે રકમ રોકડી ચૂકવવી પડવાની. પણ બદલામાં પેલો સુંવાળો Page #355 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ અને ગ્રાઈડ ૩૦૫ લાલ ગાલ મળશે !” આ અને એને લગતા વિચારોમાં ગ્રાઈડ લવલીન થવા લાગ્યો, તેવામાં પેગ ડોસીએ ફરીથી આવીને કાલના મહા-ભોજન માટે શું શું તૈયાર કરવાનું છે, એ પૂછ્યું. ગ્રાઈડે મહાદુ:ખે થોડી થોડી સારી ચીજો તૈયાર કરવાનું સૂચવ્યું: તે સાંભળી પેગ ડોસી આંખો ફાડીને બોલી, “આવું બધું અવનવું તૈયાર કરાવ્યા પછી વધુ ખરચ થઈ ગયાની બૂમ ન પાડતા!” “મને ડર છે કે, પહેલું અઠવાડિયું તો જરા ખર્ચાળ રીતે રહેવું પડશે. પણ પછીની કરકસરથી આપણે એટલું જરૂર ભરપાઈ કરી લઈશું. હું તો વધારે નહીં જ ખાઉં, અને તને તારા ઘરડા માલિક ઉપર એટલો પ્રેમ છે કે, તું પણ વધારે ખાઈને ખર્ચમાં નહિ ઉતારે, એની મને ખાતરી છે.” એટલામાં બહારથી ઘાંટ વાગ્યો, એટલે ગ્રાઈડે પેગ ડોસીને બારણું ઉઘાડવા બહાર મોકલી. આવનાર માણસ નિકોલસ હતો. તેણે ગ્રાઈડ પાસે બેસી, રાલ્ફ તથા તેણે મળી મેડલીન બ્રેને ખરીદી લેવા કેવું કાવતરું રચ્યું હતું તે પોતે જાણતો હોવાની વાત જણાવી. તથા બીજી પણ કોઈ મિલકત છે, જે હાથ કરવાનું તેઓ ગેરકાયદે વિચારી રહ્યા છે, એ પણ કહી સંભળાવ્યું. પછી તેણે ગ્રાઈડને સમજાવીને કહ્યું, ‘આ લગ્નમાંથી તમે મેડલીનને શી કિંમત લઈને છૂટી કરવા તૈયાર થાઓ તે જો જાણવા મળે, તો મેડલીનના તવંગર મિત્રો એ કિંમત ચૂકવી શકે તેવી સ્થિતિમાં છે.’ ગ્રાઈડ ડોસાએ કંઈક બોલવા હોઠ હલાવ્યા, પણ કશો જવાબ ન આપ્યો. તે વિચારવા લાગ્યો કે, રાલ્ફ ફૂટી ગયો હોય તો તેની પાસેથી જરૂર મારા અને તેના લેણા બાબત કંઈક વાત બહાર પહોંચી ગઈ હોય એમ બને; પણ મેડલીનના વારસા અંગેની ગુપ્ત વાત વિષે આ જુવાનિયાને કશી મુદ્દાસર માહિતી નહિ જ હોય, એમ માની, તે જરા સ્વસ્થ થઈને બોલ્યો, “ભલાદમી, તું કે તારા કે તેના તવંગર નિ.-૨૦ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ નિકોલસ નિકલ્ટી મિત્રો – જે કોઈ હોય તે– ભલે પૈસા આપી શકે, પણ મને મેડલીનના સુંવાળા લાલ લાલ ગાલ આપી શકે ? એટલે તું અહીંથી એકદમ બહાર નીકળી જા, નહિ તો હું “ચોર” “ચોર'ની બૂમો પાડી, આખી શેરી જગાડી દઈશ.” ૬૧ લગ્નને દિવસ ગ્રાઈડે સવારમાં વહેલા ઊઠી, લીલા પોશાકમાં સુસજજ થઈ, પોતાના માનીતા દારૂની શીશીમાંથી એક ઘૂંટડો ભરી લીધો. બીજી બાજુ, રાખના ઢગલા આગળ ધૂળધમા કામ કરતી કરતી પેગ કંઈક બબડતી હતી: “વાહ, મોટું લગન ન જોયું હોય તો! પેગ ડોસીના કરતાં હવે તેને વળી બીજું કોઈ જુવાનિયું ઘર ચલાવનારા જોઈએ છે! અત્યાર સુધી તો તે કહ્યા કરતો હતો કે, “હમણાં થોડું ખા, થોડો પગાર લે, થોડા કોલસા બાળ, અને હું છેવટે મારા વિલમાં તને ખૂબ આપી જઈશ.’ વળી કહેતો હતો કે, “હું વાંઢો છું અને વાંઢો રહેવાનો છું; મારે બીજા કોઈ મિત્રો નથી કે સગાંસાગવાં નથી, પગ!” પણ હવે તેને આ ઉંમરે વહુ લાવવી છે – અને તે પણ એક નાની ઢીંગલી જેવી! કહે છે કે, તે મારા માર્ગની જરાય આડે નહિ આવે! મારા માર્ગમાં તે આડે નહિ જ આવે, પણ તે તું કહે છે તે રીતે નહિ, પણ મેં ધાર્યું છે તે રીતે! સમજ્યો, ડોસલા?” ગ્રાઈડ હવે વાયદા પ્રમાણે રાફને ત્યાં ગયો, અને આગલી રાતે એક જુવાનિયો તેને કેવો ડરાવવા આવ્યો હતો, તેની વાત તેણે તેને કહી સંભળાવી. “અને તમે ડરી ગયા?” રાલ્ફ તિરસ્કારથી પૂછયું. Page #357 -------------------------------------------------------------------------- ________________ લગ્નનો દિવસ ૩૦૭ “હું? ના, ના, ઊલટો, મેં ‘ચોર', 'ચોર’, ‘મા’, ‘ધા કરીને તેને ડરાવી મૂક્યો.” પણ, લગન પછી તમારી જુવાન બૈરીને એ બધા સુંદર જવાનિયાઓના હાથમાંથી બરાબર સાચવી જાણજો; નહિ તો, તમારે પૈસે તમારી બૈરી બીજાઓ સાથે મજા કર્યા કરશે!” “બરાબર સાચવીશ વળી; એમ તે કોઈના શા ભાર છે કે, મારા જીવતાં મારી બૈરીને ઉડાવી જાય!” ઠીક, હવે તમારે ખુશી થવાનો વખત નજીક આવતો જાય છે; તો કરાર પ્રમાણે મને પૈસા ચૂકવી દો!” આહા! કેટલી ઉતાવળ કરો છો, ભાઈસાહેબ? બાર વાગ્યે આપવાના છે તે ત્યારે આપીશ જ.” પણ અત્યારે આપશો તો શું બપોરના બાર સુધી વ્યાજખાધા જશે એમ? એ એક કામ પતી જાય તો પછી આપણે નિરાંતે બીજા કામમાં મન પરોવી શકીએ ને?” પણ તો અત્યારે વહેલા પૈસા મળશે તેથી તમનેય શું વ્યાજ મળી જવાનું છે, ભાઈસાહેબ? તેના કરતાં કામની વાત જ પહેલી કરી લઈએ તે શું ખોટું?” ઠીક છે, ઠીક છે, આપણને બંનેને એકબીજા ઉપર વિશ્વાસ છે, એટલું જ ઘણું છે.” પછી બંને જણ ભાડાની ઘોડાગાડીમાં બેસી ભાવી વહુને ઘેર પહોંચી ગયા. કોઈ તેમનો સત્કાર કરવા સામે આવે તેમ તો હતું નહિ; એટલે બંને દાદર ચડી ઉપર ગયા. બ્રે તેમને આવેલા જોઈ, ઝટપટ તૈયાર થવા ઉપર ગયો. પણ એટલામાં દાદર ઉપર બીજો કોઈ માણસો ચડતાં હોય એવો અવાજ સંભળાયો, અને થોડી વારમાં નિકોલસ તથા કેટ ઓરડામાં દાખલ થયાં. Page #358 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્ટી * ૨ નિકોલસને જોઈ તરત જ ગ્રાઈડે રાફને કોણી મારીને કાનમાં કહી દીધું, “ગઈ કાલે મને ડરાવવા આવ્યો હતો તે જ!” રાફ તે સાંભળી બોલ્યો, “આહા, મારા માર્ગની વચમાં જ્યાં ને ત્યાં, દરેક વળાંકે, હું જે જે કંઈ કરું તે બધામાં, આડે આવીને એ ઊભો રહે છે!” તરત જ નિકોલસ સામે જોઈ મોટેથી તેણે કહ્યું, “ચાલ્યો જા! બદમાશ, હરામી! અહીં શા માટે આવ્યો છે? જુઠા-લબાડ ચોર!” : “તમારા શિકારને, મારાથી બને તો બચાવી લેવા, હું આવ્યો છું. તમારા જીવનના દરેક કૃત્યમાં, દરેક ચેષ્ટામાં જૂઠ અને બદમાશી સિવાય બીજું કંઈ હોતું નથી. ચોરી એ તો તમારે ધંધો છે. ગમે તેવા કઠોર શબ્દોથી કે ગમે તેવી ભારે ધક્કામુક્કીથી હું અહીંથી ચાલ્યો જવાનો નથી.” “છોકરી!” રાલ્ફ હવે કેટને ઉદ્દેશીને કહ્યું, “તું અહીંથી ચાલી જા; અમારે આ છોકરા સાથે બળજબરી વાપરવી પડશે; બને ત્યાં સુધી તને કશી ઈજા પહોંચે એવી મારી ઇચ્છા નથી.” પણ તેના જવાબમાં કેટ આંખો તગતગાવતી અને મેંએ લાલ લાલ થઈ જઈને બોલી, “તમે મારા ભાઈને જે કંઈ કરશો, તેનો તે તમને વ્યાજ સાથે બદલો આપશે જ. મારી સામે પણ તમારે બળજબરી વાપરવી હોય તો ભલે વાપરો; કારણ કે, હું છોકરી છું. પણ તેથી કરીને જે પ્રયોજનસર આવી છું, તેમાંથી હું પાછી ફરવાની નથી, એ જાણી રાખજે.” “અને માનવંતાં બાનુ, આપનું મહા-પ્રયોજન શું હશે, વારુ?” રાલ્ફ કરડાકીમાં પૂછયું. નિકોલસે જ તેનો જવાબ આપ્યો-“તમારી દગાબાજી અને કાવતરાખોરીનો ભેગ બનેલી મિસ બ્રેને જરૂર હોય તો ઘર અને Page #359 -------------------------------------------------------------------------- ________________ લગ્નનો દિવસ ૩૦૯ આશરો ધરવા તે આવી છે. તમે તેને એક ઘરડો બુટ્ટો કચરો પતિ તરીકે આપવા ધાર્યો છે. છેક છેવટની ક્ષણ સુધી મારાથી જો તે નહિ સમજે, તો પછી તેની સમાન સ્ત્રી-જાતની મારી આ બહેન તેને વીનવી અને સમજાવી જોશે. તેના બાપને પણ હું જેઓના તરફથી આવ્યો છું, તેઓના નામે સમજાવી જોવા માગું છું, જેથી કેવું દૂર, હીણપતભર્યું કામ કરવા તે તૈયાર થયો છે, એ કદાચ તેના લક્ષમાં આવે. અમે બંને તમારી સાથે વાત કરવા આવ્યાં જ નથી, માટે તમે અમારી જોડેની વાત બંધ કરો.” એમ? અને આ છોકરી પણ અહીં જ રહેશે કેમ? જુઓ ગ્રાઈડ, આ બહાદુર જુવાનિયો પોતાની બહેનને ઢાલ તરીકે વાપરવા જ સાથે લાવ્યો છે, સમજ્યા? મેં તો તેને ચેતવણી આપી જોઈ; હવે એ બદમાશની સાથે લાત જ ખાઈને આ છોકરીને જવું હોય તો તે જાણે! ઠીક, તો ગ્રાઈડ, હવે તમે જરા જઈને બેને નીચે બોલાવી લાવો; કેમકે આ તેનું ઘર છે. એટલે તેને પૂછીને આપણે જે કંઈ કરવું હોય તે કરવું જોઈએ – પણ તેની દીકરીને અહીં ન આવવા દેતા. અહીં મારામારી થશે, એ બધું જોવાની તેને જરૂર નથી.” | નિકોલસ તરત જ બારણા વચ્ચે જઈને ઊભો રહ્યો અને ગ્રાઈડને સંબોધીને બોલ્યો, “જો તને તારી જાતની સહીસલામતીની પડી હોય, તો જ્યાં છે ત્યાં જ ઊભો રહેજે!” જાઓ ગ્રાઈડ, હું કહું છું તેમ કરો. તેની વાત સાંભળવાની જરૂર નથી,” રાફ ઊંચે અવાજે બોલ્યો. નિકોલસે ગ્રાઈડને વળતું સંભળાવીને કહ્યું, “ડોસા, તારી જાતને સંભાળીને જ્યાં છે ત્યાં જ ઊભો રહેજે. અમો બંનેમાંથી એકેની વાત માનવામાં તને ભારોભાર જોખમ છે.” “અરે, બ્રેને બોલાવો છો કે નહિ, ગ્રાઈડ?” રાલ્ફ તાડૂક્યો. ગ્રાઈડ આનાકાની કરવા લાગ્યો. દરમ્યાન રાલ્ફ વિકરાળ બની વાઘની પેઠે બારણા તરફ છલંગ મારી અને કેટ પાસેથી પસાર થવા Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ નિકોલસ નિકલ્ટી દેવા માટે તેણે કેટનો હાથ જોરથી પકડ્યો. નિકોલસની આંખમાંથી તણખા વરસવા લાગ્યા. તેણે તરત રાફને કૉલરથી પકડયો, – અને તે બે વચ્ચે રમખાણ જ મચી ગયું હોત; પણ એટલામાં ઉપરથી ભારે કાંઈક વજન જમીન ઉપર પછડાયાનો અવાજ આવ્યો અને પછી ઉપરાઉપરી કારમી ચીસો સંભળાવા લાગી. બધા જડસડ થઈ એકબીજા સામે જોઈ રહ્યા. ચીસો બાદ ઝડપથી ઉપર દોડી જતાં પગલાંનો દડબડ અવાજ હવે સંભળાવા લાગ્યો. પછી અનેક તીણા અવાજો ભેગા થઈ એક મોટી બૂમ સંભળાઈ, “અરેરે, મરી ગયા!” આ સાંભળી, તરત જ નિકોલસ ઉપર દોડી ગયો. જુએ તો કેટલાંક માણસો ત્યાં ભેગાં થઈ ગયાં હતાં. બે જમીન ઉપર પડેલો હતો અને તેની દીકરી તેને વળગી રહી મૂછમાં પડી હતી. શું થયું? કેવી રીતે થયું?” નિકોલસે ઉપરાઉપરી પ્રશ્નો પૂછવા માંડયા. કેટલાય જણે જે જવાબો આપ્યા, તે ઉપરથી તેને સમજાયું કે, મિ) બે ખુરશી ઉપર વિચિત્ર દશામાં કયારના બેઠેલા હતા, તેમને ઘણી વાર બોલાવવામાં આવ્યા, પણ તે ન બોલ્યા, એટલે કોઈએ જઈ તેમને હલાવ્યા, ત્યારે તે નીચે ગબડી પડ્યા : તે મરી ગયેલા હતા. “આ મકાનનું માલિક કોણ છે?” ઉતાવળે નિકોલસે પૂછયું. એક પ્રૌઢાને બતાવવામાં આવી. પેલા શબને વળગીને પડેલી મેડલીનને છૂટી કરતાં કરતાં નિકોલસ બોલ્યો, “આ બાનુના નજીકમાં નજીકના પરિચિત સંબંધીઓમાંનો હું છું. તેમની બુઠ્ઠી નોકરડી એ વાત જાણે છે. મારે આ બાનુને આ દુ:ખદ વાતાવરણમાંથી એકદમ ખસેડવી પડશે–તે અત્યારે લગભગ ભાગી પડવાની સ્થિતિમાં છે. આ મારી બહેન છે, તે તેની સંભાળ લેશે. મારું નામઠામ આ કાર્ડ ઉપર છે. દરમ્યાન તમે, સૌ દૂર હઠો, જેથી જરા હવા આવે.” Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ લગ્નનો દિવસ | નિકોલસ હવે બેભાન મેડલીનને હાથમાં ઊંચકીને નીચેના ઓરડામાં લઈ આવ્યો. મેડલીનની વફાદાર નોકરડી અને કેટ પાછળ પાછળ આવ્યાં. નોકરડીને નિકોલસે જલદી ઘોડાગાડી લઈ આવવા કહ્યું. રાફ અને ગ્રાઈડ બંને આ કારમાં બનાવની વાત સાંભળી આભા બની ગયા હતા. પણ મેડલીનને આ ઘરમાંથી લઈ જવાની તૈયારી થતી જોઈ, રાફ બોલી ઊઠયો, “એને ક્યાંય લઈ જવાની નથી.” “કોણ એવું કહે છે?” નિકોલસે પૂછ્યું. હું!” રાલ્ફ ઘોઘરે સાદે બોલ્યો. નિકોલસના એક હાથમાં મેડલીનનો જડ હાથ હતો. પોતાનો બીજો હાથ લાંબો કરીને તે બોલ્યો, “તમારા બંનેનાં દેવાં કુદરતે કાઢેલા એક મોટા દેવાળાથી ચૂકતે થઈ ગયાં. બપોરના બાર વાગતાં ચૂકતે કરવાનો તમારો આપસનો કરાર પણ હવે રદ્દી પસ્તી સમજજે. તમારી બધી યોજનાઓ ઈશ્વર ઊંધી વાળી રહ્યો છે; હરામીઓ, સાવધાન!” અરે, આ છોકરી આ માણસની પત્ની છે, અને તે જ પોતાની પત્નીનો કબજો લેશે, તારા જેવો રખડતો ભામટો નહિ.” રાલ્ફ ગર્યો. એ માણસને આ બાજુ ઉપર કશો કાયદેસર અધિકાર નથી; અને એ પચાસ માણસો લઈને આવશે, તો પણ તેને કબજો મળશે નહિ,” નિકોલસ તાડૂક્યો. “મને કોણ અટકાવશે?” રાલ્ફ ગર્યો. “યા હકદાવાથી? જરા કહે તો ખરો.” : “હું એને ઉપાડી જાઉં છું, અને તમારાથી મને કશી રુકાવટ થઈ શકતી નથી, એ હકદાવાથી, સમજ્યા! ઉપરાંત મારા માલિકો Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ નિકોલસ નિકલ્બી આ બાનુના નજીકમાં નજીકના મિત્રો અને શુભેચ્છકો છે. તેઓના નામે હું એને અહીંથી લઈ જાઉં છું. હટો, રસ્તો કરો !” “એક શબ્દ સાંભળ તો ખરો. "2 “એક પણ શબ્દ હું સાંભળવા માગતો નથી. માત્ર તમને એટલું જ કહેતો જાઉં છું કે, સાવધાન ! તમારો સૂર્ય હવે આથમ્યો છે અને તમારી આસપાસ કાળી રાત્રિનો અંધકાર ઘેરાતો જાય છે.” “મારો કડવામાં કડવો શાપ તારા ઉપર છે, છોકરા!” તમારા જેવા પાપીના હુકમમાં કયા થાપો રહે છે, વારુ? તમારા જેવો માણસ શાપ કે વરદાન આપી શકે, એ વાતમાં શો માલ છે? પણ હું સામેથી તમને સંભળાવતો જાઉં છું કે, તમારું કમનસીબ અને તમારાં પાપો હવે ખુલ્લાં થવા લાગ્યાં છે, અને તમારા ગુનાહિત આખા જીવન દરમ્યાન તમે ખડી કરેલી ઇમારતો તૂટી પડવા લાગી છે. તમારી બધી વાતો ખોળી કાઢી ખુલ્લી કરનારા જાસૂસ કામે લાગી ગયા છે. આજે જ એકતડાકે તમારા દસ હજાર પાઉંડ ડૂબ્યા છે, તેની તમને હમણાં જ ખબર પડશે!” 66 ઘોડાગાડી આવતાં જ નિકોલસે તે બેને છેવટની ચેતવણી સંભળાવી દીધી, “ ખબરદાર; જો અમને રોકવા હાથ પણ લાંબો કરવા પ્રયત્ન કર્યો છે, તો ખેર નથી!” ગ્રાઈડ બારણા પાસે ઊભો હતો. તે જાણી જોઈને કે ગભરાઈને ત્યાંથી જરાય ખસ્યો નહીં, એટલે નિકોલસે તેને એવા જોરથી ધક્કો માર્યો કે, તે ગોળ કુદરડી ફરતો અને ચકરાવા લેતો છેવટે ભીંતના એક ખૂણા સાથે અથડાઈને ગબડી પડયો. નિકોલસ હવે મેડલીનને ઊંચી સીધો ઘોડાગાડી પાસે પહોંચી ગયો. કોઈ તેને રોકવાની હિંમત કરી શકયું નહિ. કેટ અને બુઢ્ઢી નોકરડી ઘોડાગાડીમાં બેસી ગયાં હતાં. તેમના હાથમાં મેડલીનને સોંપી નિકોલસ ઝટ ડ્રાઇવર પાસે બેસી ગયો. ઘોડાગાડી તરત ત્યાંથી ઊપડી. Page #363 -------------------------------------------------------------------------- ________________ " E છે, :: * * ' # t/ રાફ અને ચાઈડના દેખતાં નિકોલસ મંડલીનને ઉપાડી જાય છે. – પૃ. ૩૧૨ Page #364 --------------------------------------------------------------------------  Page #365 -------------------------------------------------------------------------- ________________ ૬૨ મેડલીન અને કેટ ચિયરીબલ ભાઈઓ પરદેશની મુસાફરીએથી પાછા આવ્યા, ત્યારે તેમણે બધી વાત સાંભળી, અને તેમાંય નિકોલસે પેલા બદમાશોના હાથમાંથી મેડલીનને છોડાવી લાવવામાં એકલે હાથે જે ખબરદારી તથા બહાદુરી દાખવી હતી, તેથી તેઓ ઘણા જ ખુશ થયા. અલબત્ત, મેડલીનને જે કારમો આઘાત લાગ્યો હતો, તથા છેવટનાં કેટલાંય વરસોથી તે શરીરની અને મનની જે વેદના અને ચિંતા વેઠી રહી હતી, તે બધાની અસર રૂપે તે કારમી બીમારીમાં સપડાઈ ગઈ. કોઈ કોઈ વાર તો તેની બુદ્ધિશક્તિ કે સ્મૃતિ કાયમની નષ્ટ થઈ જશે કે શું, એવો ભય ઉત્પન્ન થવા લાગ્યો. તેનું જીવન જ જાણે કાચે તાંતણે લટકી રહ્યું હતું ! પણ મૃત્યુ અને ગાંડપણ એ બે સાથે મેડલીને આદરેલા મહાજંગમાં કેટે તેને ખૂબ સાથ આપ્યો. અને એ કારણે એ બેનાં અંતર અરસપરસના સ્નેહભાવમાં ખૂબ ગૂંથાઈ ગયાં. નિકોલસ જ્યારે ઑફિસેથી ઘેર પાછો ફરતો, ત્યારે ઘણી વાર મૅન્ક ચિયરીબલ તેની સાથે આવતો. તેના મામાઓ તેને મેડલીન અંગેની છેલ્લી ખબર જાણી લાવવા મોકલતા. ટ્રૅક મેડલીનની ખબર તો પૂછી લાવતો; પણ કોણ જાણે શાથી, કેટની ખબર જ તે વારંવાર પૂછયા કરતો ! મિસિસ નિકલ્બીને હવે ઘણું કામ મળ્યું હતું. તેમને ખાતરી થઈ ગઈ હતી કે, ફેંકની નજરમાં કેટ વસી ગઈ છે. અને પોતાની એ ખાતરી ખોટી ન પડે તે માટે, મિસિસ નિકલ્બીએ સીધી વ્યૂહરચના જ આરંભી દીધી. ૩૧૩ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ | નિકોલસ નિકલ્ટી પણ તેમના પેટમાં લાંબો વખત એ વાત છુપાવી રાખવી એ પણ અશક્ય હતું. એટલે તેમણે નિકોલસને એક વખત એ વિશે વાત કરી. નિકોલસે પહેલાં તો એ વાત હસી કાઢી અને પોતાની માતાના ફળદ્ર ૫ ભેજામાં કુરતી અનેક કલ્પનાઓમાંની જ એક તેને માની લીધી. પણ પછી જ્યારે તેણે કેટ અને ફેંકનો વ્યવહાર જોયો, અને પોતાની માતાને એ પરિણામ લાવવા જ સીધી પ્રવૃત્ત થયેલી જોઈ, ત્યારે ચોંકીને તેણે મને કહ્યું – મા, આપણાથી આ બાબતને આગળ વધતી નજરે ન જોઈ રહેવાય. એટલું જ નહિ પણ, તે વાતને આગળ વધારવામાં ઉત્તેજન પણ ન અપાય. આપણે કેટલાં ગરીબ સ્થિતિનાં માણસ છીએ, અને ફેંક કેવા તવંગર ખાનદાનના છે, એ જેમ આપણે વિચારવું જોઈએ, તેમ એમના મામાઓના આપણા ઉપર કેટલા બધા ઉપકાર છે, તે પણ આપણે હરહંમેશ યાદ રાખવું જોઈએ. ફેંક તો ચિયરીબલ ભાઈઓના એકમાત્ર વારસદાર છે; અને તે ભાઈઓએ પોતાની સ્થિતિને અનુરૂપ કેવોય લગ્ન-સંબંધ ફૂંક માટે વિચારી રાખ્યો હશે. એટલે ફૂંક અને કેટ એમની મેળે પ્રેમ-સંબંધ બાંધે, તો પણ મારા માલિકોને એમ જ લાગે કે, આપણે તેમની ભલનમસાઈનો ગેરલાભ લીધો છે અને તેમના ભાણા મારફતે તેમની મિલકત ઉપર નજર રાખીને જ એ સંબંધ જાણી જોઈને વિકસવા દીધો છે. એટલે આપણે તો એ સંબંધ વધુ ગાઢ થાય, તે પહેલાં સાવચેત થઈ જવું જોઈએ અને કેટને પણ ચેતવી દેવી જોઈએ.” Page #367 -------------------------------------------------------------------------- ________________ ગ્રાઈડને ત્યાં ચેરી! નિકોલસ મેડલીનને લઈને ચાલતો થયો, ત્યાર પછી રાલ્ફ ગુસ્સાનો માર્યો સમસમીને થોડી વાર તો ઊભો રહ્યો. પણ પછી ગ્રાઈડ જમીન ઉપર પડછાયો હતો ત્યાંથી તેને ઊભો કરીને રાફે પૂછયું, “આપણે જે કોચગાડીમાં આવ્યા હતા, તે બહાર ઊભી છે કે નહિ તે જોઈ લો જોઉં.” ગ્રાઈડ બહાર જોવા ગયો, તે દરમ્યાન રાફે પોતાના હાથથી પોતાનું છાતી ઉપરનું ખમીસ જોરથી ખેંચીને કહ્યું, “પેલો બદમાશ મારા દસ હજાર પાઉંડ ડૂલ્યાની વાત કરી ગયો, તે રકમ તો મેં ગઈ કાલે જ બે ગીરો ઉપર આપી છે. એ પેઢી કાચી પડી હોય, તોપણ નિકોલસને એ સમાચાર સૌથી પહેલા શી રીતે મળ્યા હોય?” બંને જણ ઘોડાગાડીમાં બેઠા ત્યાર પછી ઘોડાગાડી કયાં લેવી એ વિષે રાફ કંઈ જ બોલ્યો નહિ. એટલે ગ્રાઈડે તેને પોતાના ઘર તરફ જ લેવરાવી. ગ્રાઈડનું ઘર આવ્યું ત્યારે જ રાહુ જાણે વિચાર-નિદ્રામાંથી જાગ્યો. તે બોલ્યો, “આપણે ક્યાં જઈએ છીએ, તેનો મને ખ્યાલ જ રહ્યો નહતો; પણ હવે તમારે ત્યાં પાણી પીને હું ઘેર જાઉં; તમારે ત્યાં પાણી તો મળશે ને?” “અરે, પાણી તો શું, પણ બીજું કંઈ પીણું જોઈએ તો તે પણ મળશે,” ગ્રાઈડે જવાબ આપ્યો. ૩૧૫. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ નિકોલસ નિકલ્ટી બારણા બહારથી દોરી વારંવાર ખેંચવા છતાં પેગ ડોસીએ આવીને અંદરથી બારણું ન ઉઘાડયું, ત્યારે બંને જણ ચિંતામાં પડી ગયા. તેઓ પછી પડોશીના ઘરમાં જઈ, એક નિસરણી માગી લાવ્યા અને પાછલા વાડા તરફની નીચી ભીંત ઉપર થઈને અંદર પેઠા. પણ ઘરમાં ક્યાંય પેગ ડોસીનો પત્તો ન હતો! રાલ્ફ સહેજે કલ્પના કરી કે, પેગ ડોસી લગ્નના મહાભોજનની વસ્તુઓ ખરીદવા કદાચ બહાર ગઈ હશે. પણ એટલામાં તો ગ્રાઈડ પોતાની તિજોરી ઉઘાડી જતાં ચીસ પાડીને આક્રંદ કરી ઊઠ્યો, “હું લૂંટાઈ ગયો! હું માર્યો ગયો!” શું થયું? શું થયું? પૈસા ચોરાયા?” “અરે, પૈસા ગયા હોત તો વાંધો નથી; પણ એ ડાકણ મારો અગત્યનો દસ્તાવેજ ઉપાડી ગઈ! હું હવે પાયમાલ થઈ ગયો!” રાલ્ફ નવાઈ પામી જોઈ રહ્યો. “ગઈ કાલે રાતે હું જો કાગળ કાઢીને વાંચતો હતો. પછી મેં તેને પેટીમાં બંધ કરી, એ પેટી તિજોરીમાં પાછી મૂકી હતી. પેલી ડાકણ તે વખતે આસપાસ ફરતી હતી, એ મને બરાબર યાદ આવે છે. આજે તે એ પેટી જ ઉઠાવીને ચાલતી થઈ છે” ક્યો કાગળ?” ડોસાએ રાલ્ફના પ્રશ્નનો જવાબ આપવાને બદલે પોતાનું જ આક્રંદ આગળ ચલાવ્યું – “એ કાગળનો કશો ઉપયોગ એ ડાકણને તો છે નહિ; તેને તો વાંચતાંય નથી આવડતું. પણ કોઈ જો એને એ કાગળ વાંચી આપે, અને એ કાગળ તેની પાસે લઈ જાય, તો તેને તો તે ઉપરથી મોટી મિલકતનો કબજો મળે.” રાલ્ફને હવે એ કયા કાગળની વાત કરે છે, તે સમજાઈ ગયું. તે બોલ્યો, “ચાલો જલદી પોલીસને ખબર આપીએ; એ ડોસી હજુ દૂર નહિ ગઈ હોય.” Page #369 -------------------------------------------------------------------------- ________________ રાલ્ફ ચોરની તપાસમાં ૩૧૭ ના, ના, મારાથી પોલીસની મદદ લેવાય તેમ નથી. આ કાગળની વાત જ બહાર ન જવી જોઈએ. આ કાગળ મારા કબજામાં હતો એટલું જ જો જાહેર થાય, તો પણ મારે તો જેલખાનામાં જ મારા દિવસો પૂરા કરવા પડે, અરેરે, મારું શું થશે?” પણ પછી તો તિજોરીમાં વધુ તપાસ કરતાં તેને માલૂમ પડયું કે, બીજા કાગળો પણ ઊપડી ગયા છે. એટલે ગ્રાઈડ તો હવે માથું જ કૂટવા માંડયો. પણ રાલ્ફને કંઈક તુક્કો સૂઝી આવ્યો હોવાથી, તે તરત ત્યાંથી વધુ બોલ્યાચાલ્યા વિના બહાર નીકળ્યો અને ગ્રાઈડની શરૂઆતની બૂમો સાંભળી આસપાસથી ભેગા થયેલા પડોશીઓને “કાંઈ નથી, ખાસ કાંઈ નથી,” એટલું કહી, ઘોડાગાડીમાં બેસી ચાલતો થયો. ૬૪ રાકેફ ચેરની તપાસમાં ઘેર પહોંચતાં રાલ્ફ જોયું તો ટેબલ ઉપર એક કાગળ પડયો હતો. તે ઉપાડીને વાંચવાની તેની હિંમત જ ન ચાલી. પણ છેવટે તેણે ઉપાડીને વાંચ્યો તો માલૂમ પડ્યું કે, પેલી પેઢી કાચી પડી હતી અને તેના દસ હજાર પાઉંડ ડૂલ થયા હતા. રાલફ હવે મરણિયો થઈ ગયો હોય તેમ ઓરડામાં ડગલાં ભરવા લાગ્યો: “દસ હજાર પાઉડ! અને એક જ દિવસમાં! એ દસ હજાર પાઉંડથી તો હું કેટલાય લોકો ઉપર રાજ્ય ચલાવત અને તેમની જ મજૂરીથી દસના વીસ કરી શક્યો હોત!” પછી પાછો તે ખુરશીમાં બેઠો અને બંને હાથ ભીડીને હાથ તેમને જોરપૂર્વક જકડીને બોલવા લાગ્યો: “અરે, એવા દસ હજાર પાઉંડ ખોવાનું તો મને એટલું બધું કાંઈ ન લાગ્યું હોત; પણ નિકોલસે Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ નિકોલસ નિકલ્દી જે મિજાજથી એ ડૂલ થયાની વાત મને સંભળાવી, એ મિજાજ મને કઠે છે; – જાણે એ દશ હજાર ખોવરાવવામાં તેનો જ હાથ ન હોય! મારે તેનો એ મિજાજ – એ તેનો તડૂકો તોડવો જ પડશે! મારે એનો બદલો લેવો જ જોઈએ!” | આટલું ગણગણી, ગુપચુપ થોડો વિચાર કરી લઈ. તેણે એક ચિઠ્ઠી ઘસડી નાંખી. પછી ન્યૂમેનને બોલાવી, તે ચિઠ્ઠી “સેરેસન્સ હેડ” વીશીને સરનામે સિવયર્સને પહોંચાડવા આપી. અને જો ફિવયર્સ લંડનમાં જ હોય તો તે ચિહનો જવાબ લઈને જ આવવા તેને જણાવ્યું. ન્યૂમેન જવાબ લઈ આવ્યો કે, મિ0 સ્કિવયર્સ પરગામથી હમણાં જ આવ્યા છે, અને તૈયાર થઈને તરત જ અહીં આવવા નીકળશે. અને થોડી વારમાં સિકવયર્સ ત્યાં આવી પણ પહોંચ્યો. રાલ્ફ તેને પૂછ્યું, “કેમ છો? શી ખબર છે?” “બધું બરાબર છે, સાહેબ, માત્ર તે તરફ છોકરાઓને લુખસની બીમારી ચાલે છે. છોકરાઓ ખંજવાળ ઊપડતાં બૂમો બહુ પાડ્યા કરે છે, ત્યારે તેમને માથા ઉપર માર મારી શાંત કરવા પડે છે, નહિ તો બીજાઓને જંપવા ન દે, એટલે શું થાય!” રાલફે હવે નૉગ્સને બોલાવી તેને ભોજન કરવા ચાલ્યા જવા જણાવ્યું. “પણ હજુ ભોજનનો વખત થયો નથી,” નૉઝે જક પકડી. હું કહું એ જ તારો ભોજનનો વખત વળી; બીજો કયો વખત તારે હોય છે, વારુ?” “તમે તો રોજ રોજ એ સમય બદલ્યા કરો છો.” “તારે ક્યાં તારા રસોઈયાની માફી માગવી પડે તેમ છે? ચાલ, ચાલતો થા !” નૉગ્સ ચાલ્યો ગયો એટલે રાલ્ફ બારણાને અંદરથી સાંકળ મારી આવ્યો. Page #371 -------------------------------------------------------------------------- ________________ રાલ્ફ ચોરની તપાસમાં ૩૧૯ વિયર્સે હવે સ્નૉલી અને સ્માઈકવાળા કિસ્સામાં પોતે જે ભાગ લીધો હતો અને જે જોખમ ઉઠાવ્યું હતું, તે વાત કાઢવા પ્રયત્ન કર્યો. પણ રાલ્ફ તેને તરત દબાવી દીધો અને કહ્યું, “સ્માઈક તમારે ત્યાં હતો, અને ખોવાયો હતો; તથા તે જ આ સ્નૉલી પોતાનો કહે છે, તે છોકરો છે, એ કહેવા સિવાય તમે બીજું શું કહી કે કરી નાંખ્યું છે, વારુ ? કશું જોખમ હોય તો સ્નૉલીને માથે કહેવાય. પરંતુ કાગળોના પુરાવાઓ બરાબર છે. સ્નૉલીને બીજો છોકરો હતો જ; સ્નૉલી બીજી વાર પરણ્યો જ હતો; તેની પહેલી પત્ની મરી ગઈ છે જ; અને તે મરી ગયેલી પત્નીએ પેલો કાગળ નથી લખ્યો એવું તો તેનું ભૂત જ પુરાવા રૂપે કહી શકે. અથવા સ્નૉલી પોતે જ કહી શકે કે: ખરી રીતે સ્માઈક તેનો છોકરો નથી; તેનો સાચો છોકરો તો મરી ગયો છે, અને તેને કબરમાં કીડાઓએ કયારનો ખાઈને પૂરો કર્યો હશે. તમારે માથે એ બધામાં શું જોખમ છે, વારુ ?” ભલે, ભલે, તમે એમ માનો તો એમ !” (6 "C તમારે તો એ વેઠિયો પાછો જોઈતો હતો અને પાછો મેળવીને નિકોલસ ઉપર તેને ભગાડવા બદલ વેર જ વાળવું હતું ને?” “પણ માત્ર મારે ન વેર વાળવાનું હતું, એવું તો ન જ કહેવાય ! તમારે પણ કંઈક વેર વાળવાનું હતું જ, જેથી તમે આ બધામાં પડયા હતા ને?” “ જો મારે કશી જ લેવાદેવા ન હોય, તો પછી હું એમાં પડું શું કામ? તથા તમને તથા સ્નૉલીને ઉપરથી પૈસા આપું શું કામ ? પરંતુ મેં આજે તમને બોલાવ્યા છે, તે બીજી વાત કરવા; એમાં પણ પૈસાનો લાભ તો તમને ન હશે, અને સાથે નિકોલસ ઉપર વેર લેવાનો આનંદ પણ! અલબત્ત, મને પણ નિકોલસ ઉપર વેર લેવાનું મળશે, પરંતુ ગાંઠના પૈસા ખરચીને !” રાલ્ફ હવે ધીમે ધીમે પોતાની યોજના યિર્સને સમજાવવા માંડી — Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ નિકોલસ વિકલ્પી મેં એક યુવતીનું લગ્ન ગોઠવવાની યોજના કરી હતી. પણ એટલામાં જ તે યુવતીનો બાપ અકસ્માત મરી ગયો. એ તકનો લાભ લઈ, નિકોલસ તે યુવતીને ઉઠાવી ગયો છે. એ યુવતીને વારસામાં મોટી મિલકત મળે એ માટેનું એક લખાણ છે. એ લખાણ જો નિકોલસના હાથમાં આવી જાય, તો નિકોલસ એ યુવતીને પરણે અને એવો માતબર માણસ બની જાય કે જેથી તે મારો વધુ સબળો દુશ્મન બની રહે. પરંતુ એ લખાણનો કબજો જે માણસે દગાબાજીથી મેળવી રાખ્યો હતો તથા છુપાવી રાખ્યો હતો, તેને ત્યાંથી એ લખાણ બીજા કાગળો ભેગું ચોરાઈ ગયું છે. તે માણસ તે લખાણ પાછું મેળવવાનો જાહેર પ્રયત્ન કરી શકે તેમ નથી; કારણ કે તે લખાણનો કબજો તેણે દગાબાજીથી અને ગેરકાયદે મેળવ્યો હતો. પણ મને ( રાફને) એ લખાણ કોણ ચોરી ગયું છે તેની ખબર છે. એ લખાણ પેલી યુવતીના કે તેના ભાવી પતિના હાથમાં ન આવે, ત્યાં સુધી બીજાના હાથમાં તે લખાણ હોય તેથી તેને કશો લાભ થાય તેમ નથી. પણ તે યુવતીના કે તેના પતિના હાથમાં તે લખાણ કદી ન જવું જોઈએ! તો જ તેમના હાથમાં એ મોટો વારસો જતો અટકે! તમે જો એ લખાણ મને મેળવી આપો, તો હું પચાસ પાઉંડ તમને ઇનામ આપ્યું. એટલું જ નહિ, પણ તમારા દેખતાં એ લખાણ બાળી નાંખું, જેથી તમને પાછળથી બીજી કોઈ વાતનો અંદેશો ન રહે. બોલો, છો તૈયાર?” સ્કિવયર્સ કંઈક લલચાયો હોય એમ લાગ્યું, એટલે રાફે પેગ ડોશીની વાત કહી, તથા ઉમેર્યું કે, “એ લખાણ પેગ ડોશીએ તો બીજા કાગળો ભેગું જ ઉપાડ્યું છે. તેને તો ગ્રાઈડના કાગળો ઉપાડી જઈ તેને નુકસાન કરવા સિવાય બીજો ખ્યાલ નહિ હોય. જો ચોરી જ કરવાનો ખ્યાલ હોત, તો તો તેણે પૈસા પણ ઉપાડયા હોત. એ ડોસીને એ કાગળોનો બીજો કશો ઉપયોગ નથી; ઉપરાંત, એ Page #373 -------------------------------------------------------------------------- ________________ રાલ્ફ ચોરની તપાસમાં ૩૨૧ કાગળો પાસે રાખવા તે પણ ધીરે ધીરે એને નાહકનું જોખમ વહોરવા જેવું લાગતું જશે. કોઈ હોશિયાર માણસ તેને વિશ્વાસમાં લઈ, ધારે તો, એ કાગળો તપાસી આપીને બાળી નાંખવા ઝટ સમજાવી શકે. પણ એ કાગળો બાળતી વખતે કાળજીથી પેલું લખાણ કાઢી લેવું જોઈએ; અને તે કામ અઘરુ નથી જ. "" સ્ક્વેિયર્સ આ બધું સાંભળી રહ્યો. એ લખાણ લાવીને બાળી નાંખીએ, તો પોતાના અને સ્ક્વેિયર્સના સહિયારા દુશ્મન નિકોલસને એ વારસો ન મળવાથી કેટલો મોટો ફટકો પડે, એ વાતનું રસભર્યું વર્ણન રાલ્ફ કરવા માંડયું. તથા સ્ક્વેિયર્સ જો પૂરેપૂરો સફળ થાય, તો પચાસ પાઉંડનું ઇનામ વધારીને પંચોતેર કે સો પાઉંડનું પણ પોતે કરવા તૈયાર છે, એમ છેવટે ઉમેર્યું. રાલ્ફ ઇનામની રકમ સો પાઉંડથી પણ આગળ વધારવા તૈયાર થાય કે નહિ, તે બાબત યિર્સે દાણો ચાંપી જોયો. અને રાલ્ફ એ રકમ વધારશે, એમ તેને ખાતરી થતાં તેણે પૂછ્યું, “પણ એ ડોસીને શોધવી કયાંથી?” << રાફ઼ે તે બાબતમાં તેને હિંમત આપતાં જણાવ્યું કે, “ એ ડોસી લંડનમાં જ કયાંક છુપાઈ રહી હશે; અને થોડા પૈસા કુશળતાભરી રીતે ખર્ચવાથી તે કયાં છુપાઈ છે તેનો પત્તો મેળવી શકાશે. પણ તમારે ત્યાં સુધી લંડનમાં જ રહેવું, તથા અહીં વારે ઘડીએ આવજા નહીં કરવી. હું જ તમને ખબર મોકલતો રહીશ.” 66 ‘ઠીક; પણ તમે એ ડોસીને શોધી કાઢી ન શકો, તો પછી ‘સૅરેસન્સ હેડ” વીશીમાં મારે રોકાવાનું જે ખર્ચ આવે, તે તમારે માથે !” શ્ર્વિયર્સે જણાવ્યું. 66 ‘કબૂલ, કબૂલ !” રાફે જવાબ આપ્યો. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૬૫ રાલ્ફ ફ્લિયર્સની મદદ લે છે મિ0 સિવયર્સને બહુ દિવસ લંડનમાં માખો મારતા વીશીમાં રહેવાનું થયું. પણ અકળામણ થાય ત્યારે તે ઝટ હિસાબ માંડતો: સો પાઉંડ એટલે પૂરા પાંચ છોકરાની એક વરસની આવક. પણ એ છોકરાઓને આખું વરસ જે ખવડાવીએ-પિવરાવીએ એ એમાંથી બાદ કરવું પડે, ઉપરાંત તેમને સીધા સખણા રાખવા માટે જે મારપીટ વગેરે ધાંધલ કરવું પડે તે જુદ! આ તો બેઠા બેઠા આરામ કરવા બદલ જ સો પાઉડ કોરેકોરા મળી જવાના – એ ઓછા લાભની વાત ન કહેવાય!” એટલામાં પેગ ડોસીનું ઠેકાણું રાફે શોધી કાઢતાં મિ0 સ્કિવયર્સે કુશળતાથી પોતાની કામગીરી આરંભી દીધી અને થોડા વખતમાં તેણે તે ડોસી સાથે સંબંધ ઊભો કરી નાખ્યો. આજે પેગ ડોસીને ત્યાં જતી વેળા વિયર્સ પોતાને હિસાબે ને જોખમે નહીં નહીં, રાલફના હિસાબે ને જોખમે, ઉમદા દારૂની એક શીશી અને ખાલીઓ પણ સાથે લેતો ગયો. પેગ ડોસી કોઈ વાત નીકળે ત્યારે હમેશાં કશું ન સાંભળતી હોવાનો ઢોંગ જ ચાલુ રાખતી. પણ આજે વિયર્સે એકબીજાની શુભેચ્છામાં પીવાની વાત કાઢી કે તરત તે તેને સંભળાઈ ગયું! એક બે પ્યાલીઓ પીધા પછી તો ડોસીની “જબાન” ખૂલી ગઈ; અને જબાન એકલી જ શું કામ, કાન પણ પૂરેપૂરો ખૂલી ગયા. ફિવયર્સ હવે પૂછયું, “આજે સંધિવાની તકલીફ કેમ છે?” ૩૨૨ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩. રાલ્ફ સ્કિવયર્સની મદદ લે છે. ડોસીએ કહ્યું, “આજે બહુ સારું છે.” ફિવય વધુ પ્યાલી ભરતાં પૂછયું, “વાહ, સંધિવા એ વળી શી બલા છે? લોકો એને શા કારણે સંઘરતા હશે વારુ?” પેગ ડોસીને એ કારણની ખબર નહોતી; પણ તેણે જવાબ તો આપી જ દીધો: “લોકોને સંધિવા થાય એટલે થાય જ.” અરે, બળિયા, શીતળા, ઉટાંટિયું, તાવ- એકતારો-બેતારો-ચતારો અને રાંઝણ, એ બધું જ ફિલસૂફીનું ક્ષેત્ર છે- તદ્ન ફિલસૂફીનું. આકાશના તારા એ તો ફિલસૂફીનો જ ખાસ વિષય છે. અને ફિલસૂફી એટલે મારો પોતાનો વિષય! કોઈ છોકરાનો બાપ આવીને મને ગણિત, સાહિત્ય કે વેપાર વિષયક કંઈ પ્રશ્ન પૂછે, તો હું તરત તેને સંભળાવી દઉં: ‘પણ ભાઈ, પહેલાં એ તો કહો કે, તમે ફિલસૂફી જાણો છો?” તે તરત જ કહી દે, “ના, મિત્ર વિયર્સ.' તરત જ હું જવાબ આપું, ‘તો હું બહુ દિલગીર છું; આ બધા સવાલો ફિલસૂફી આવડયા વિના ન આવડે.’ તરત બિચારો મારો આભાર માની ચાલતો થાય !” વિયર્સે વધુ એક પ્યાલી પોતે પીને ખાલી કરી અને પછી એક પેગ ડોસીને ધરી. પેગ ડોસી ખાસી મસ્તીમાં જ આવી ગઈ હતી. તેણે એક ઘૂંટડે જ એ પ્યાલી ખાલી કરી નાખી. વાહ, હું પહેલે દિવસે તમને મળવા આવ્યો, ત્યારે હતાં તે કરતાં, ડોસી, તમે સેંકડે સાડી વીસ પાઉંડ જેટલાં તન-દુરસ્ત અને મન-દુરસ્ત છો!” “તે દિવસે તો તમે મને ગભરાવી મારી હતી.” શી વાત કરો છો? મેં તો તમને આવીને એટલું જ કહ્યું હતું કે, હું આ શહેરનો માનવંત, તાલેવંત અને અક્લવંત વકીલ છું, તથા જે લોકો બીજાઓના ઘરમાંથી હાથચાલાકી કરી ભાગી છૂટીને મુશ્કેલીમાં આવી પડ્યાં હોય તેમને મદદ આપું છું, સલાહ આપું છું, ઓથ આપું છું. તમે પણ કોણ છો, ક્યાંથી આવ્યાં છો, Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ નિકોલસ નિકબી અને શું કરીને આવ્યાં છો, તે બધું મેં તમને પૂછયા વિના જ કહી બતાવ્યું હતું ને?” “હા, હા, હા! એટલે જ હું ગભરાઈ ગઈ હતી! પણ તમે મને સારા સમાચાર પણ આપ્યા હતા કે, મારા શેઠ છેવટે પરણ્યા વિનાના જ રહી ગયા! એટલે પછી હું તરત રાજી થઈ ગઈ હતી!” હા, ખરી વાત. તેમણે પરણવા ધારેલી કુમારિકાને તેનો જુવાન પ્રેમી આવીને ઉપાડી જ ગયો. ઉપરાંત તે પ્રેમીએ તમારા માલિકને સારી પેઠે ખોખરા પણ કર્યા હતા. તેમનું નાક, માથું, હાથ, પગ બધાનો પૂરેપૂરો ચૂરો જ થઈ ગયો છે. સહેલી ભાષામાં કહીએ તો, ભૂકો થઈ ગયો છે, અને તેનું પેટ પણ ઓળખાય નહીં એવું થઈ ગયું છે!” પેગ ડોસીને એ સમાચાર ફરી સાંભળી ખૂબ આનંદ થયો. દારૂ વધારે પડતો ચડવાથી ડોસીના હોઠની હસતી ફાટ જાણે કાયમની પહોળી થઈ ગઈ હતી અને તેની આંખો પણ ચકળવકળ ફર્યા કરતી હતી. તે બોલી, “એ ડોસલો તદ્દન જૂઠો–લબાડ માણસ હતો; તેને ઠીક સજા થઈ; મને તે ખોટાં ખોટાં વચનો આપીને ભમાવ્યા કરતો હતો. પણ મેં તેને બરાબર સજા કરી છે.” “તો શું તમે પણ તેને રસોડાનાં સાણસી-ચીપિયા વડે માર્યો હતો કે શું?” ના રે, ના, એના કરતાંય તેને વધુ વાગે એવો માર મેં માર્યો છે. તેનાં કેટલાંક ગુપ્ત કાગળિયાં તે વારંવાર વાંચ્યા કરતો અને તિજોરીમાં જુદી પેટીમાં છુપાવી રાખતો. હું તે જોઈ ગઈ હતી. એટલે એ પેટી જ હું ઉઠાવી લાવી છું!” અને એટલું બોલી વધુ આનંદમાં આવી, ડોસીએ એક ખાલી વધુ ચડાવી. “? કાગળિયાં? તમે કાગળિયાં ઉઠાવી લાવ્યાં છો? પણ કાગળિયાં તમારી પાસે નીકળે, ને કોઈમાં તમારા માલિકનું નામ હોય, એ તો ભારે પંચાત! અમે વકીલો જાણીએ ને? એ કાગળિયાં Page #377 --------------------------------------------------------------------------  Page #378 -------------------------------------------------------------------------- ________________ કે છે , A , ITY. , S ન જ */ ' કા . છે અને છે.' ક, linkછે ક વિયર્સ અને પેગ ડેસી ચાઈડના કાગળે બાળે છે. – પૃ. ૩૨૫ Page #379 -------------------------------------------------------------------------- ________________ રાફ સ્કિવયની મદદ લે છે ૩૨૫ તો ઝટપટ બાળી જ નાખો! એવાં કાગળિયાં કરતાં તો થોડા રોકડા પૈસા ઉઠાવી લાવ્યાં હોત તો સારું! પૈસા ઉપર કોઈનું નામઠામ લખેલું ન હોય!” પેગ ડોશી પણ એના જવાબમાં માત્ર હસી પડી અને બોલી, પણ મારે પૈસા શું કરવા છે? મારે ચોરી ઓછી કરવી હતી? મારે તો એને સજા જ કરવી હતી- એની દગાબાજીની. અને તમે શું જાણો? આ કાગળિયાં હું ઉપાડી લાવી છું, તેથી એને બહુ જ ભારે સજા થઈ છે. જોજો ને, તે તો મરવા જ પડશે.” છતાં પેગ ડોસી, તમારે કામમાં ન હોય એ કાગળિયાં તમારી પાસે રાખવાં નકામાં. તમે છડે છડાં હો, તો કશો પુરાવો જ ન મળે કે, તમે શું ચોરીને લાવ્યાં છો. તમે તો એટલું જ કહી શકો કે, મારો માલિક પરણ્યો, એટલે મને એનું કામ કરવાનું નહિ ફાવે એમ માની હું રાજીનામું આપીને જ ચાલી આવી છું; ખરું કે નહિ? માટે તમે એ પેટી બાળી જ નાખો.” સ્કિવય વધારામાં સૂચવ્યું, “એ બધું બાળી નાખતા પહેલાં એ કાગળો મને જોઈ લેવા દો; એમાં કોઈ આપણા કામમાં આવે એવું કાગળિયું હોય તો જોઈ લેવું સારું. એટલે તમે ખાલી પેટી તોડીને બાળવા માંડો અને હું કાગળિયાં જોઈ જોઈને તમને આપું.” ડોસીએ તરત એ પેટી સંતાડી હતી ત્યાંથી ઉપાડી આણી. પછી તેનાં કાગળિયાં સ્કિવયર્સ આગળ ઠાલવી દઈ, પોતે એ પેટીને તોડી ફોડી અંગીઠીમાં નાખી સળગાવવા માંડી. આ બધું ચાલતું હતું તે દરમ્યાન ઘરનું બારણું ધીમેથી ઊઘડ્યું, અને અંદર બે માણસો દાખલ થયા: એક હતો કૈંક ચિયરીબલ, અને બીજો હતો ન્યૂમેન નૉઝ. ન્યૂયૅને અંદર આવી એક કટાઈ ગયેલા આંકડા ઉપર ભેરવેલી જૂની હાથધમણ ઉતારી લીધી. તે બંને જણ ધીમે ધીમે હવે પેલાં બે હતાં તે ઓરડાનું બારણું ધકેલી અંદર આવ્યા, અને તેઓની પાછળ ચુપચાપ ઊભા રહ્યા. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ | નિકોલસ નિકલ્ટી સ્કિવયર્સ એક પછી એક કાગળ વાંચી વાંચીને ડોસીને બાળી નાખવા આપતો જતો હતો. અંગીઠીમાં પેલી જની પેટીનાં ખપાટિયાં સળગતાં મોટો ભડકો થયો હતો. “આ ગિરોખત છે, આ વેચાણખત છે, આ દસ્તાવેજ છે,” એમ બોલતો બોલતો એક પછી એક કાગળ સ્કૃિવયર્સ ડોસીને આપવા લાગ્યો. ડોસી પણ તે કાગળ અંગીઠીમાં હોમવા લાગી. અચાનક સ્કિવયર્સે વાંચ્યું, “મેડલીન – ઉમર લાયક થાય અને પરણે ત્યારે – તરત જ વિયર્સે ચૂપ થઈ જઈ, એ કાગળ ખીસામાં સેરવી દીધો અને બીજો કાગળ ડોસીના હાથમાં મૂકી દીધો. પછી તો લગભગ કશું વાંચ્યા કર્યા વિના જ બાકીના કાગળો વિયર્સે ફાવે તેમ ગપ્પાં મારી મારીને બાળી નાખવા આપવા માંડ્યા. છેવટે ડોસી ન સાંભળે તેમ તેણે કહી જ નાખ્યું, “હવે હું ડોસલી તારું આખું ઘર બાળવું હોય તો બાળી નાખ, મારે જોઈતો કાગળ મારી પાસે આવી ગયો છે!” શું કહ્યું?” પેગ ડોસીએ પૂછયું. વિયર્સ જરા હસીને કંઈ જવાબ આપવા જાય તે પહેલાં ન્યૂમેને પેલી ધમણ તેના માથા ઉપર એટલા જોરથી મારી કે, તે બેભાન થઈ જમીન ઉપર ચત્તાપાટ ગબડી પડ્યો. Page #381 -------------------------------------------------------------------------- ________________ સ્માઈકનું મૃત્યુ સ્માઈકની તબિયત વધુ બગડતાં, અને તેને ક્ષયરોગ લાગુ થયાની ખાતરી થતાં, નિકોલસ, દાક્તરોની સૂચનાથી અને પોતાના માલિકોના આગ્રહથી તેને ગ્રામપ્રદેશમાં પોતાના જ ગામમાં લઈ ગયો. ખુલ્લા ખેતરની વચ્ચે આવેલું એક મકાન તેણે પસંદ કરીને ભાડે રાખ્યું. તેની આસપાસ, પોતે નાનપણમાં જે મેદાનોમાં ફરેલો-રમેલો, તે બધાં પથરાયેલાં હતાં. શરૂઆતમાં તો સ્માઈક થોડું હરી ફરી શકતો, એટલે નિકોલસ તેને પોતાના નાનપણની પરિચિત જુદી જુદી જગાઓ બતાવવા લઈ જતો, અને તે અંગે વાતો કહેતો. પછી તો સ્માઈકની અશક્તિ વધતાં તેને એક ઠેલણ-ખુરશીમાં બેસાડીને નિકોલસે ફેરવવાનું શરૂ કર્યું. | નિકોલસ પોતે જે ઝાડો ઉપર ચડતો તે પણ સ્માઈકને બતાવતો; તથા તે ગામનું પોતાનું જૂનું મકાન હતું, ત્યાં થઈને પસાર થતી વખતે, તો તેને રોજ બતાવતો. એક વાર સ્માઈકને તે કબ્રસ્તાન તરફ લઈ ગયો. ત્યાં તેણે તેને પોતાના પિતાની કબર બતાવી. તે કબર ઉપર છાંયો કરતું એક ઝાડ હતું. તેને અંગે તેણે તેને એવી વાત કહી કે, “એક વખત કેટ એકલી દૂર ચાલી ગઈ અને ખોવાઈ ગઈ. અમે બધાએ તેને શોધવા ચારે તરફ ખોળાખોળ કરી મૂકી. છેવટે તે આ ઝાડ નીચે ઊંધી ગયેલી મળી આવી હતી. મારા બાપુએ તેને ઊંઘતી જ એ ઝાડ તળેથી ઉપાડીને હાથમાં લીધી અને કહ્યું, “હું મરી જાઉં ત્યારે, મારી આ કેટ જ્યાં નિરાંતે ઊંઘી ગઈ હતી, તે ઝાડ નીચે જ મને દાટજો.’ અને અમે પણ બાપુને તેમણે કહ્યું હતું ત્યાં – આ ઝાડ નીચે જ– દાટયા છે!” ૩૨૭ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ | નિકોલસ નિકલ્બી એ રાતે ઘેર આવ્યા પછી, નિકોલસ સ્માઈકની પથારી પાસે બેઠો હતો, તે વખતે સ્માઈક અચાનક બેઠો થઈ ગયો. નિકોલસ તો એમ જ માનતો હતો કે, તે ઊંઘી ગયો હતો. સ્માઈક રડતો રડતો બોલી ઊઠયો, “મોટાભાઈ, મને એક વચન આપશો?” “શું છે, શું છે? મારાથી જે તે પાર પડે તેવું હશે, તો હું જરૂર તું કહીશ તે કરીશ જ વળી.” તો જ્યારે હું મરી જાઉં, ત્યારે આજે આપણે જે ઝાડ જોયું, ત્યાં જ મને દાટજો!” નિકોલસે તેનો હાથ હાથમાં લઈ તે વચન આપ્યું. પંદર દિવસમાં તો સ્માઈકની તબિયત વધુ કથળી ગઈ. એક બે વખત નિકોલસે ખૂબ ઓશિકાં ગોઠવી પેલી ઠેલણ-ગાડીમાં બેસાડી તેને બહાર ફરવા લઈ જવા પ્રયત્ન કર્યો, પણ તેનાથી હવે એટલા આચકા કે ઉછાળા પણ સહન થાય તેમ રહ્યું ન હતું. એટલે દિવસે પ્રકાશ નીકળે ત્યારે પૈડાંવાળો ખાટલો બહાર મેદાનમાં ખસેડી લાવી, નિકોલસ સ્માઈકને ઊંચકી લાવતો અને તેના ઉપર સુવાડતો. એમ એક વાર બંને જણ આથમતા સૂર્યના પ્રકાશમાં બેઠા હતા, તેવામાં નિકોલસની આંખ સહેજ મીંચાઈ ગઈ. પણ થોડી વાર બાદ અચાનક એક ચીસ સાંભળતાં તે જાગી ઊઠ્યો. સ્માઈકે તે ચીસ પાડી હતી. પથારીમાં જોર કરી તે આપમેળે બેઠો થઈ ગયો હતો અને ભય અને ત્રાસ તેના આખા ચહેરા ઉપર અંકાઈ ગયાં હતાં. | નિકોલસે પૂછ્યું, “શું છે, શું છે?” મને મોટાભાઈ હાથમાં પકડી રાખો! પેલો એ ઝાડ પાછળ ઊભો છે! મને પકડવા આવ્યો છે!” કોણ? કોણ?” કહેતો નિકોલસ ત્યાંથી ખસવા લાગ્યો, પણ સ્માઈકે તેને પકડી રાખ્યો. તેણે એટલું જ કહ્યું, “મને પેલી નિશાળમાં જે માણસ મૂકી ગયો હતો, તે માણસ પેલા ઝાડ પાછળ ઊભો રહી મારા સામું જોયા કરતો હતો. મેં બૂમ પાડી એટલે Page #383 -------------------------------------------------------------------------- ________________ - - A . ' ' . 1 નામ I : . - / ક0 * - સક જ , S 1 ii ૨ 4 'મા . સમાઈ - બકરને જોઈ ચેંકી ઊઠે છે. - મૃ. ૩ર૮ Page #384 --------------------------------------------------------------------------  Page #385 -------------------------------------------------------------------------- ________________ સ્માઈકનું મૃત્યુ ૩૨૯ તે નાસી ગયો. હવે તે મને જરૂર પકડી જશે! મોટાભાઈ, મને હવે ઘડી વાર વીલો ન મૂકશો.” ત્યારથી માંડીને સ્માઈકની તબિયત ઝડપભેર બગડવા માંડી. નિકોલસને પણ ખાતરી થઈ ગઈ કે, હવે એના આખરી દિવસો – કદાચ આખરી કલાકો જ છે. એક વખત સ્માઈક ઘેનમાંથી જરા જાગી ઊઠયો. નિકોલસને પોતાના મોં સામું જોઈ રહેલો જોઈ તે બોલ્યો, “મોટાભાઈ, હવે મને બહુ શાંતિ લાગે છે. હું હવે જાઉં છું. મને ખાતરી થઈ છે કે, તમે ત્યાં આવશો ત્યારે પણ મને શોધી કાઢશો જ, અને તમારી પાસે જ રાખશો. હવે મને નિરાંત છે. પણ મોટાભાઈ, એક છાની વાત તમને કહી દેવાનું મન થાય છે. એ સાંભળીને તમે મને વઢશો તો નહિ ને?” ના ભાઈ, તને હું શા માટે વઢં?” “મોટાભાઈ, તમે મને લંડનમાં વારંવાર પૂછયા કરતા હતા કે, હું શાથી બદલાઈ ગયો છે, અને ઉપર એકલો એકલો બેસી રહું છું, ને નીચે બધાની સાથે બેસવા આવતો કેમ નથી? એનું ખરું કારણ હવે હું કહી દઉં?” “જો કહેવાથી તને કંઈ દુઃખ થવાનું હોય તો ન કહીશ. બાકી, મને તો દુ:ખ નહિ જ થાય, એની ખાતરી રાખજે, ભાઈ.” તો, સાંભળો મોટાભાઈ, મને ક્ષમા કરજો. તે ખુશ થાય માટે તો હું મારી જાન ખુશીથી આપી દઉં; પણ જ્યારથી મેં જોયું કે, તે મને ખૂબ ચાહે છે – ત્યારથી મારું હૃદય ભાગી ગયું. તમે કોઈ નહોતા જાણતા પણ મેં કયારનું પકડી પાડ્યું હતું કે, તે અમને ખૂબ ચાહે છે, સમજ્યા?” ત્યાર પછી સ્માઈક થોડું થોભી થોભીને જે કંઈ બોલ્યો, તે ઉપરથી પહેલી વાર નિકોલસને સમજ પડી કે, આ હતભાગી છોકરો કેટને અંતરથી ચાહવા લાગ્યો હતો! તેણે કેટના વાળની Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ નિકોલસ નિકલ્ટી લટો પણ ફાવે તેમ કરીને મેળવી હતી, અને કેટે વાપરેલી બે રિબનોમાં જ વીંટી છાતી ઉપર રાખી મૂકી હતી. તેણે નિકોલસને કહ્યું, “હું મરી જાઉં ત્યારે તમે એ કાઢી લેજો, અને પછી જ્યારે મને કફન-પેટીમાં સુવાડે, ત્યારે મારે ગળે બાંધી દેજો.” નિકોલસે ઘૂંટણિયે પડીને ‘જરૂર એમ કરીશ’ એવા સોગંદ ખાધા. તથા એ પણ જણાવ્યું કે, પેલા ઝાડ નીચે જ તેને દાટવામાં આવશે. “બસ, મોટાભાઈ, હવે હું નિરાતે મરી શકીશ.” એટલું કહી સ્વર્ગના બગીચામાં ફરતા તેજસ્વી ચહેરાઓ જોતો જોતો અને તેમનું વર્ણન કરતો કરતો તે આ ફાની દુનિયા છોડી ગયો. ६७ પાપને ઘડે રાલ્ફ પોતાના ઓરડામાં શૂનમૂન થઈને બેઠો હતો. તેની સામે નાસ્તાની વાનીઓ પાથરેલી પડી હતી, પરંતુ તેણે તેમાંથી કોળિયો ભર્યો નહોતો. બપોર થયા, પણ નૉઝ ઓફિસે ન આવ્યો; રાફને નવાઈ લાગી. ગમે તે થાય તો પણ નૉગ્સ ઑફિસે આવ્યા વિના કદી રહે નહીં. તેણે નૉકરડીને નોઝને ઘેર તપાસ કરવા મોકલી. પણ તે ખબર લાવી કે, ગઈ રાતથી તે ઘેર જ આવ્યો નથી, તથા તે ક્યાં હશે તેની કોઈને ખબર નથી. રાલફનું મન આશંકાઓથી ઘેરાવા લાગ્યું. તેનું નક્કર મન આમ તો ઢીલું પડે તેમ ન હતું, પણ તાજેતરના કેટલાક બનાવોથી તે મૂંઝવણમાં પડી ગયો હતો. તે સ્થિતિમાં નૉગ્સની આ ગેરહાજરી તેને શંકાશીલ - જોખમકારક લાગી. તેણે તરત એમ ઇચ્છયું કે, નૉઝ Page #387 -------------------------------------------------------------------------- ________________ વડો પાપનો ઘડો ૩૩૧ " દારૂ પીને કોઈનું ખૂન કરી બેસે, તો પોતે ઉપરથી તેને પૈસા આપે! એ માણસ હવે ઝટપટ સંસારમાંથી દૂર થવો જોઈએ! પોતાની ઘણી વાતો તથા રીતરસમોનો તે માહિતગાર હતો ! થોડી વાર બાદ નોકરડી ખબર લાવી કે, એક સહસ્થ નીચે આવ્યા છે, અને તમને મળવા માગે છે. આવનારને બારોબાર વિદાય ન કરી દેવા માટે રાફ નોકરડી ઉપર ચિડાયો; પણ પછી પોતે નીચે ઊતર્યો અને જુએ છે તો મિત્ર ચાર્લ્સ ચિયરીબલ બેઠેલા હતા. વાહ, આપની મુલાકાત તો અણધારી કૃપા કહેવાય, સાહેબ.” હા, હું જાણું છું કે, તે અણગમતી તો છે જ.” “પણ સાહેબ, આપ પેલા બારણેથી એક પણ શબ્દ બોલ્યા વગર બહાર ચાલ્યા જવાની કૃપા કરશો, તો હું આપનો બહુ આભારી થઈશ.” જુઓ, મિ0 નિકલ્બી, હું પણ મારી મરજી વિરુદ્ધ જ અહીં આવ્યો છું. હું એક વસ્તુ તમારે કાને નાખવા માટે આવ્યો છું, જેથી તમને છેવટે પસ્તાવાનો વારો ન આવે. બોલો, સાંભળવી. છે એ વાત?” તમે કશું સંભળાવવા જ આવ્યા હો, તો આ ભીંતોને અને ફરનિચરને સંભળાવજો. અને તમારો અહીં બેસવાનો જ આગ્રહ હોય, તો હું જ બહાર ચાલ્યો જાઉં છું.” અને એમ બોલી રાજુ ખરેખર બહાર જવા નીકળ્યો જ. ચાર્લ્સ ડોસા તેની પાછળ જ ઊભા થઈ ગયા. તેમણે એટલું જ કહ્યું, “તો ઠીક, જ્યારે તમને એ વાત જાણવાની ખાસ જરૂર લાગે, ત્યારે જરૂર મારે ત્યાં ચાલ્યા આવજો. હું, મારા ભાઈ નેડ, અને ટિમ લિકિનવૉટર તમને એ અંગે ખુલાસો કરીશું. પણ મહેરબાની કરીને જલદી આવજો. નહિ તો એવું મોડું થઈ ગયું હશે કે, પછી કશું હાથમાં નહિ રહે. અને એ વાત પણ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ નિકોલસ નિકલ્બી કદી ન ભૂલશો કે, હું આજે કેવળ દયાભાવથી પ્રેરાઈને તમને કંઈક મદદગાર થવા જ આવ્યો હતો, – બીજા કોઈ ખ્યાલથી નહીં.” આટલું કહી ડોસા ચાલ્યા ગયા, એટલે રાલ્ફ દાંતિયું કરીને બોલ્યો, “ ડોસો ગાંડો-બાંડો થયો છે કે શું? મારી ઉપર દયા! વાહ !” ર ન્યૂમૅન નૉંગ્ઝના કશા સમાચાર ન મળવાથી, મનમાં કંઈક ગડભાંજ કરતો રાલ્ફ હવે પહેલપ્રથમ સ્નૉલીના ઘર તરફ ગયો. સ્નૉલીને ઉપરની બારીએથી ડોકિયું કરતો રાલ્ફ જોઈ લીધો હતો. પણ બારણું ઉઘાડવા કહ્યું ત્યારે સ્નૉલીની પત્નીએ એમ જ કહ્યા કર્યું કે, સ્નૉલી ઘરમાં જ નથી! રાલ્ફ ગુસ્સે થઈને મુક્કી ઉગામી; પણ સ્નૉલીની પત્નીએ મક્કમપણે જણાવ્યું કે, તમે મારા પતિને નહિ જ મળી શકો. તેણે ઉપરાંતમાં એ પણ જણાવ્યું કે, રાલ્ફ અને પેલા માસ્તર સ્ક્વેિયર્સની ફબબાજીમાં તે પોતાના પતિને હવે કોઈ પણ ભોગે ભળવા દેવાની નથી. સ્નૉલીને ઘેરથી કડવું મોઢું લઈ રાલ્ફ મિશ્ર્વિયર્સ પાછા આવ્યા છે કે નહિ તેની તપાસ કરવા ‘સૅરેસન્સ હેડ' વીશી તરફ ગયો. તેની એવી ગણતરી હતી કે, દસેક દિવસ થઈ ગયા છે, એટલે સ્ક્વેિયર્સ સફળ નીવડયો હશે કે નિષ્ફળ, તોપણ પોતાને મૂળ ઠેકાણે પાછો આવી ગયો હશે. પરંતુ સ્ક્વેિયર્સ પણ પાછો આવ્યો નહતો. રાલ્ફને હવે શંકા પડી કે, સ્ક્લિયર્સે સ્માઈક અંગેના કાગળોની બનાવટમાં ભાગ લીધો હોવાથી, નિકોલસ કે ચિયરીબલ-ભાઈઓની કાયદેસર પગલાં લેવાની ધમકીથી કે સ્નૉલીની ભેદભરી વર્તણૂકથી ડરી જઈ, તે નાસી તો ગયો નહિ હોય? અણીને વખતે દગાબાજોને એકબીજા ઉપર જ અવિશ્વાસ આવતાં વાર નથી લાગતી. Page #389 -------------------------------------------------------------------------- ________________ પાપનો ઘડો ૩૩૩ રાફ હવે, વિયર્સને ત્યાં જ સીધો પહોંચ્યો. પેગ ડોસીવાળા | મકાનમાં જ રહેવાની વ્યવસ્થા પોતે તેને કરી આપી હતી. પેગ ડોસી પોતાને જોઈ જાય તો ફિવયર્સ ઉપર પણ વહેમાય, એ જોખમ તો હતું જ, પરંતુ ચારે બાજુ અનિશ્ચિતતા અને શંકાકુશંકાનું જે જાળું વીંટાઈ ગયેલું લાગતું હતું, તેમાંથી તેને કોઈ પણ ભોગે નીકળી જવું હતું. છેલ્લા ચાર-પાંચ દિવસથી રાતે તેને ઊંઘ જ આવતી નહોતી, અને દિવસે પણ તેનું મન ઘુમરાયેલું રહેતું હતું. વિયર્સના બારણા ઉપર એક-બે-ત્રણ એમ દસ બાર વખત તેણે ટકોરા માર્યા; પણ કોઈ અંદર હતું જ નહિ. બહારથી સિવયર્સ આવે ત્યારે મળવાની રાહ જોઈ તે એક સ્કૂલ ઉપર કેટલોય વખત બેસી રહ્યો. છેવટે તેણે તે મકાનના બીજા રહેવાસીઓને વિયર્સ વિશે પડપૂછ આરંભી; પણ કોઈ ખાસ કશું જાણતું ન હતું. અંતે એક જણે તેને ખબર આપ્યા કે, ગઈ રાતે બે માણસો સાથે તે જલદી જલદી બહાર ચાલ્યો ગયો હતો અને પછી એ જ બે માણસો પાછા આવી નીચે રહેતી ડોસીને પણ લઈ ગયા હતા. રાલ્ફને સમજાઈ ગયું કે, ચોરી કરવા બદલ ડોસીની અને તેના મળતિયા તરીકે સ્કૃિવયર્સની પણ કદાચ ધરપકડ થઈ છે. પેગ ડોસીને કોઈએ પણ પકડાવી હોય, તો તે બુઢા ગ્રાઈડે જ પકડાવી હોય, એમ માની તે તરત ગ્રાઈડને ત્યાં ચાલ્યો. ગ્રાઈડને ત્યાં આવી સારી પેઠે બારણું થપથપાવ્યા પછી ગ્રાઈડે ઉપરની બારી ધીમેથી ઉઘાડીને ડોકિયું બહાર કાઢ્યું, પણ રાલ્ફને જોતાં જ તેણે ડોકું પાછું અંદર ખેંચી લઈ, બારી બંધ કરી દીધી. પછી રાલ્ફ ગમે તેટલી ધમકી આપી તથા ગમે તેટલી વિનંતી કરી, પણ કોઈએ બારણું ઉઘાડવું નહિ કે જવાબ પણ આપ્યો નહિ. રાલફ હવે અકળાયો: બધા તેને પ્લેગ જેવો ગણીને તેનાથી દૂર ભાગતા હતા, અને તે તેના મળતિયા કહેવાય તેવા જ લોકો! પણ જો પોતાના સાગરીતો પાસેથી કશો ખુલાસો ન મળતો હોય, Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ નિકોલસ નિકબી તો પછી દુશ્મન પાસેથી મળતો હોય તો પણ શું ખોટો? એમ માની, તેણે ચિયરીબલને ત્યાં જવા વિચાર કર્યો; કારણ, બુટ્ટો ચિયરીબલ પોતે ચાલીને સવારના કશીક અગત્યની ખબર કહેવા આવ્યો હતો! એટલે રાફે, જેની સાથે સવારે પોતે વાત કરવા પણ ન પાડી હતી, તેને ત્યાં જાતે જવા જ પગ ઉપાડ્યા. રાલ્ફને આવેલો જોતાં જ બંને ભાઈઓ તથા ટિમ લિંકિનવૉટર તેની આસપાસ ભેગા થઈ ગયા. રાફ ઘુરકિયાં જ કરવા લાગ્યો. સવારે પોતાને મળવા આવનાર એક સગૃહસ્થને જે તે મળવા માગતો હોવા છતાં, ત્રણ ત્રણ જણા શા માટે ભેગા થયા છે, એમ તેણે પૂછ્યું. પેલા ભાઈઓએ જવાબ આપ્યો કે, ‘જે વાત તમને કહેવી છે, તે અમે ત્રણે જણ જાણીએ છીએ, એટલે કોઈને એ વાતચીતમાંથી બાકાત રાખવાનો સવાલ જ નથી.” પછી ભાઈઓએ ઘંટડી વગાડી; એટલે બારણું ઉઘાડી જે માણસ અંદર દાખલ થયો, તે ન્યૂમેન નૉઝ હતો. રાફ તેને આ લોકોને ત્યાં જોઈ વિચારમાં પડી ગયો. તેણે એકદમ પોતાનો ફૂફાડો વધારી મૂકયો, “આ દારૂડિયાને તમે વચ્ચે શા માટે લાવો છો? એ તો એક પ્યાલા દારૂ માટે સગી માને વેચી ખાય તેવો છે. તેવા માણસની કશી વાત હું સાંભળવા માગતો નથી!” ન્યૂમેન નૉઝે હવે પાસે આવીને કહ્યું, “એમ? હું નકામો દારૂડિયો માણસ છું કેમ? પણ પહેલાં હું એવો હતો? પહેલાં તો હું તમારો માનવંત આસામી હતો, ખરું? પણ તમે જ્યારે મને ચૂસીને તથા ગફલતમાં રાખીને પાયમાલ કર્યો, ત્યારે જ નાછૂટકે તમારે ત્યાં મારે ગુલામની નોકરી સ્વીકારવી પડી, તથા મારું દુ:ખ ભૂલવા જ દારૂનો આશરો લેવો પડ્યો. તમારે ત્યાં મેં નોકરી લીધી તેનું Page #391 -------------------------------------------------------------------------- ________________ પાપનો ઘડો ૩૩૫ મુખ્ય કારણ પણ એટલું જ હતું કે, તમારે ત્યાં બીજા કોઈ નોકર ન હતા, અને હું જે કંઈ હલકું કામકાજ કરું, તે બીજા કોઈના દેખતાં કરવું પડે તેમ નહોતું. પરંતુ, મેં તમારે ત્યાં રહી, તમારી બધી વાતો સાંભળ્યા કરી છે. છેવટના યૉર્કશાયરના મહેતાજી સાથે તમે જે કાવતરાં ઘડ્યાં, તે બધાનો હું જાત-માહિતગાર છું. ગાઈડ સાથે મળીને તમે એક કુંવારિકાને વેચી ખાવાનો જે બેત રચ્યો, તે પણ મેં મારા સગા કાને સાંભળ્યો છે. ભલા માણસ, તમારે એવી બધી વાતો, જે ઓરડામાં કબાટ જેવું ભંડારિયું હોય, તેવા ઓરડામાં બેસીને ન કરવી જોઈએ!” રાલ્ફ આ છેલ્લાં વાક્યોથી ચક્યો. ન્યૂયૅને તે જોઈને આગળ ચલાવ્યું, “તો હવે તમને મારી વાત સાંભળવા જેવી લાગે છે, કેમ? તમારા પોતાનાં સગાંવહાલાંની જે વલે તમે કરી તે મેં નજરે જોઈ તેથી મને તમારી નોકરી છોડી દેવાનો તથા મોડુંવહેલું તમારું માથું ફોડી નાંખવાનો વિચાર આવ્યો હતો. પણ પછી તમે તમારી ભલીભોળી ભત્રીજીની જે વલે કરવા તાકી, તેથી ચેકીને હું તમારી નોકરીમાં ચાલુ રહ્યો; જેથી હું તેને તમારા પંજામાંથી બચાવી લેવામાં કંઈક મદદગાર નીવડી શકે. આ સહસ્થોની પાસે પણ હું તમારી સામે – તમારા કાવાદાવાઓ અંગે મદદ માગવા જ આવ્યો હતો, જેથી તેઓ ન્યાય મેળવવામાં અને તમારો ખાતમો કરી નાંખવામાં મને મદદ કરે, સમજ્યા, મિ0 રાફ નિકલ્બી? હવે તમારા દહાડા ભરાઈ ચૂક્યા છે, અને લાંબા વખતથી મારા અંતરમાં ધંધવાતી વરાળ કરવાની થઈ છે, એ જાણી મને ભારે હાશ થઈ છે!” આમ બોલી ન્યૂમેન પોતાની રીતે આંગળીઓના ટચાકા સંતોષકારક રીતે વગાડવા લાગ્યો. ચાલો, સદગૃહસ્થો, હજ પણ તમારે જે કંઈ કહેવું-કરવું હોય તે કહી નાંખો. આ દેશમાં કાયદા જેવી ચીજ છે, અને તમારે સૌને આ બધાનો જવાબ આપવો જ પડશે. જે કંઈ તમે કહો તે સાચવીને કહેજો – કારણ કે, તે બધું તમારે પુરવાર કરવું પડશે.” રાલ્ફ બોલ્યો. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ નિકોલસ નિકલ્બી “હા, હા, તમારાં કારનામાંની બધી સાબિતીઓ તૈયાર છે. સ્નૉલીએ અહીં આવી ગઈ કાલે બધી કબૂલાત કરી દીધી છે.” પણ સ્નૉલી એ વળી કઈ ચીજ છે? અને તેની કબૂલાતને ને મારે શું લાગેવળગે છે?” હવે બંને ભાઈઓ, ટિમ, અને નૉઝ એ ચારે જણે બાજુએ જઈ થોડીક વાતચીત કરી લીધી. અને પછી એ લોકોએ રાફ આગળ ખુલાસાવાર જે વાત કહી, તે આ પ્રમાણે હતી – “અમને એક માણસ પાસેથી ખાતરી મળી કે, સ્માઈક સ્નૉલીનો પુત્ર નથી જ. એ માણસ અમે હમણાં રજૂ કરવા માગતા નથી. અને એ માણસે સોગનપૂર્વક પોતે આપેલી માહિતીની સચ્ચાઈની અમને ખાતરી કરી આપી, એટલે અમે સ્નૉલીના સ્માઈક બાબતના દાવાની સચ્ચાઈ વિષે શંકા કરીને, એ આખી બનાવટ કોણે કેવી રીતે ઊભી કરી છે, તેની તપાસ કરી; તો તમે તે આખું તરકટ ઊભું કર્યાની માહિતી મળી આવી. પણ સ્નૉલીએ જે કાગળિયાં રજૂ કર્યા હતાં તે, સામા પુરાવા વગર, ખોટાં કરાવી શકાય નહિ. એટલે અમે એક બાહોશ વકીલની સલાહ પ્રમાણે કારવાઈ શરૂ કરી. અને એક બાજુ સ્માઈકનો કબજો પેલા લોકો લઈ ન લે તેવી સંરક્ષણાત્મક કારવાઈ જારી રાખીને, બીજી બાજુથી સ્નૉલી ઉપર દબાણ લાવવા માંડયું. પણ સ્નૉલી બહુ પાકો ગઠિયો હતો, તે ઝટ માને તેવો ન હતો. “પણ એવામાં એક અણધાર્યો બનાવ એવો બન્યો કે જેથી છેવટે સ્નૉલીને માન્યા કહેવું પડ્યું. ન્યૂમેન નૉગ્સ ખબર લાવ્યા કે, સ્કિવયર્સ ફરીથી લંડન આવ્યો છે અને તમારી તથા તેની વચ્ચે મુલાકાત ગોઠવાઈ છે. મુલાકાત દરમ્યાન નૉગ્સને બહાર કાઢવામાં આવ્યા હતા, એટલે કશું બીજું કાવતરું ગોઠવાય છે એવી શંકા ઉપરથી, એ સ્કલ-માસ્તરનો પીછો પકડવામાં આવ્યો. પણ એમ માલૂમ પડયું કે, એ સ્કૂલમાસ્તર તો રાફ કે સ્નૉલી એ કોઈ સાથે કશો સંબંધ રાખ્યા Page #393 -------------------------------------------------------------------------- ________________ પાપનો ઘડો ૩૩૭ વિના એકલો જ જુદી જગાએ રહેવા ચાલ્યો ગયો છે, ત્યારે તેનો પીછો બંધ કરવામાં આવ્યો. પરંતુ એક દિવસ અચાનક ન્યૂમેને રાલ્ફ અને ક્િલયર્સને એક શેરીમાં ફરતા જોયા. તેઓ જુગારીઓ, દારૂડિયાઓ વગેરે હલકટ લોકોના અડાઓમાં ફરતા હતા, અને એક ડોસીની ભાળ મેળવવા પ્રયત્ન કરતા હતા. ન્યૂયૅને વધુ પૂછપરછ કરીને જાણી લીધું કે, એ લોકો જે ડોસીની તપાસ કરતા હતા, તે ગ્રાઈડને ત્યાંથી ચોરી કરીને નાસી ગયેલી પેગ ડોસી હતી. એટલે તરત પાછું સ્કિવયર્સનો પીછો પકડવાનું જારી રાખવામાં આવ્યું. એક અફસરે સ્કિવયર્સ જે વીશીમાં ઊતર્યો હતો ત્યાં જ મુકામ કર્યો. તેણે અને ફેંક ચિયરીબલે મળીને શોધી કાઢ્યું કે, સ્કિવયર્સ હવે એક જુદા જ મકાનમાં રહેવા ગયો છે. ત્યાં સખત જાપતો રાખતાં અંતે માલૂમ પડ્યું કે, સ્કિવયર્સ પેગ ડોસી સાથે સતત સંતલસમાં છે. “આ તબક્કે આર્થર ગાઈડનો સંપર્ક સાધવામાં આવ્યો. તેને ત્યાંથી પેગ ડોસી કશું ચોરીને નાસી ગઈ છે, તે વાત તો પડોશીઓમાં ક્યારનીય ચર્ચાતી હતી. પણ ગ્રાઈડે એ ડોસીને પકડવામાં કે તેની સામે ફરિયાદ કરવામાં કશી મદદ કરવાની ના પાડી. ઊલટો તે તો ગભરાઈ જઈને ઘરમાં એવો ભરાઈ પેઠો કે, કોઈની સાથે કશી વાત કરવા જ કબૂલ થતો નહોતો. ન્યૂમેને સાંભળેલી વાતોમાં મેડલીન અંગે કંઈક વાતોનો ઉલ્લેખ આવ્યો હોવાથી અમે એમ માની લીધું કે, રાહુ, સ્કિવયર્સ અને ગ્રાઈડ, એ લોકો મેડલીને અંગેના કોઈ ચોરાયેલા કાગળો પાછા મેળવવાના વેંતમાં છે, પરંતુ એ અંગે કશી સીધી ફરિયાદ કોઈ કારણે માંડવા માગતા નથી. એટલે પેગ ડોસી એ કાગળોનું કંઈ કરી નાંખે તે પહેલાં અમે તેની અને સ્કિવયર્સની ધરપકડ કરાવવાનો વિચાર કર્યો. એ અનુસાર ઘર-તપાસનું વૉરંટ કઢાવવામાં આવ્યું અને સ્લિવયર્સ પેગ ડોસીને ત્યાં ગયો ત્યારે ફેંક અને ન્યૂમેન પાછળ પાછળ અંદર ગયા. યોજના એવી હતી કે, અંદર જઈ, તપાસ કરી, તેમણે બહાર ઊભેલા અફસરને અંદર નિ.-૨૨ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ નિકોલસ નિકબી આવવા સૂચના આપવી. પણ સદ્ભાગ્યે તેઓ એવા વખતસર જઈ પહોંચ્યા હતા કે, તે વખતે ફિવયર્સ અને પેગ પેલા ચોરી આણેલા કાગળો બાળી નાંખવાની પેરવીમાં પડ્યાં હતાં. ઉપરાંત, સ્કૃિવયર્સે મેડલીન અંગેનો કાગળ ખીસામાં સેરવી દીધો, તે પણ તેઓના જાણવામાં આવી ગયું. તરત જ બેભાન બનેલા સ્કિવયર્સને ખીસામાં એ કાગળ સાથે પોલીસ-થાણે ઉપાડી જવામાં આવ્યો અને પછી પગ ડોસીની પણ ધરપકડ કરવામાં આવી. - “ત્યાર બાદ સ્નૉલીને જણાવવામાં આવ્યું કે, સ્કિવયર્સની ધરપકડ થઈ છે એટલે તેણે પોતાની જાતને બચાવી લેવાની શરતે કબૂલ કર્યું કે, સ્માઈક તેનો પુત્ર છે જ નહિ, અને બધી બનાવટ રાલ્ફ કરાવેલી છે. “સ્કિવયર્સને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતાં પેલું મેડલીનવાળું વિલ તેના કબજામાં શી રીતે આવ્યું તથા પેગ ડોસી સાથે તેને શો સંબંધ હતો, તેનો કશો સંતોષકારક ખુલાસો તે ન કરી શક્યો; એટલે વધુ તપાસ માટે તેને એક અઠવાડિયું પોલીસે રિમાન્ડ ઉપર લીધો.” આ લાંબું બયાન પૂરું થતાં ભાઈ ચાર્લ્સે આગળ આવી રાફને કહ્યું, “આજે સવારે હું માત્ર દયાભાવથી પ્રેરાઈને તમારે ત્યાં આવ્યો હતો. તમારે માથે શી શી આફતો તોળાઈ રહી છે, તે હવે તમે પોતે કલ્પી શકશો. બિચારા સ્માઈકને સતાવવા જે કાવતરું રચવામાં આવ્યું હતું, તેનો ન્યાય તો અદાલત જ હવે તોળશે. તેનાં પરિણામોમાંથી તમને બચાવવા એ હવે અમારા કોઈના હાથમાં રહ્યું નથી. અમે તો એ અંગેની તમને અગાઉથી ખબર આપી શકીએ, જેથી તમારાથી બને તો તેનાં પરિણામોમાંથી છટકી શકો. તમારા જેવા ઘરડા માણસની ધરપકડ થાય અને નાલેશી થાય, એ અમે તમારા નિકટના સગા અને અમારા માણસ નિકોલસને ખાતર પણ ન ઇચ્છીએ. તેથી કરીને અમે સૌ હવે તમને વિનંતી કરીએ છીએ કે, તમે લંડન છોડી ભાગી Page #395 -------------------------------------------------------------------------- ________________ ભૂકરનું કબૂલાતનામું ૩૩૯ જાઓ; અને દૂર રહી, કરેલી ભૂલોનો પશ્ચાત્તાપ કરી, સાચા માણસ બનવા પ્રયત્ન કરો.” રાહુ હવે એકદમ હુંકાર કરી ઊઠયો, “ અને તમે સૌ એમ માની બેઠા છો કે, તમારા આવા કાવાદાવાથી હું ગભરાઈ જઈશ? હું તમારા મોં ઉપર ઘૂંકીને તમને સૌને પડકાર કરું છું કે, તમારાથી જે થાય તે કરી લેજો.” આટલું કહી તે ચાલતો થયો. પણ હજુ તેને સાંભળવાના વધુ ખરાબ સમાચાર બાકી હતા! ૬૮ ભૂકરનું કબૂલાતનામું રાફ હવે ક્િલયર્સની ધરપકડ જ્યાંથી થઈ હતી, તે જિલ્લાના પોલીસથાણે પહોંચ્યો. તે ઠીક સમયસર જ આવી પહોંચ્યો હતો; કારણ કે, સ્કિવયર્સને વધુ તપાસ માટે સાત દિવસના રિમાન્ડ ઉપર લેવાની માગણી થઈ હોવાથી, તેને પાકી જેલમાં ખસેડવા માટે, તેને પોતાને ખર્ચ ઘોડાગાડી મંગાવવામાં આવી હતી. કાચી જેલના વસવાટનો આ બધો સમય સિવયર્સે દારૂ પીને દુઃખ-ચિંતા ભૂલવામાં ગાળ્યો હતો, એમ તેની કોટડીમાં પડેલા સરંજામ ઉપરથી દેખાઈ આવતું હતું. રાફે તેની સાથે વાત કરવાની પરવાનગી માગી, તે તેને તરત મળી ગઈ. પણ સ્કિવયર્સે તેની સાથે વાત કરવાની ખાસ મરજી ન બતાવી. તેણે તો પોતાની માસ્તર તરીકેની કારકિર્દી, છોકરાઓની સુંદર નિશાળ ચલાવનાર તરીકે પોતાના ઘરની આબરૂ, – જ્યાં છોકરાઓને ખાવાની, પીવાની, રહેવાની, ભણવાની, ચોપડીઓની, Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ નિકોલસ વિકલ્પી ખીસાખર્ચની સર્વ સગવડ અપાય છે, તથા જીવતી કે મરેલી તમામ ભાષાઓ ઉપરાંત ગણિતશાસ્ત્ર-જોડણી-ભૂમિતિ-આકાશવિદ્યાત્રિકોણમિતિ - બીજગણિત-લખવું-ગણવું એમ સંસ્કારિતાની તમામ શાખાઓની ઉત્તમ કેળવણી આપવામાં આવે છે, એવી ડોથબોઝ એકેડેમીની કીર્તિ, – વગેરે બધું ખલાસ થવા બેઠું હતું, એનું જ આકંદ માંડ્યું તથા કહ્યું, “એ બધું શાથી થયું? તને કરાવ્યું તેથી થયું. એ કામ કરવામાં શું જોખમ રહેલું છે, તેની તમે તો મને વાત જ નહિ કરેલી. આવી વલે આવવાની છે એવું જાણતો હોત, તો હું એમાં કોઈ પણ લોભે પડું જ શા માટે? મને તો એટલો જ ખ્યાલ હતો કે, તમે મને મારા ધંધામાં ઘણી મદદ કરી છે, અને તમે ધાર્યું હોત તો મારા ધંધાને ઘણું નુકસાન કરી શકો તેમ હતા,– એટલે તમારું કાંઈ કામકાજ હોય તો તે માટે કરી આપવું જોઈએ. પણ તમે તો કામકાજ સેંપવાને બદલે અટપટા કાવતરામાં જ મને ભેળવી દીધો; અને તે કાવતરું પણ એવું કે જેમાં જેલમાં જ બેસવું પડે! તમેય મારા ખરા હિતેચ્છુ નીકળ્યા! મારા ગામમાં આ સમાચાર પહોંચશે કે તરત મારો ધંધો તો બંધ જ થઈ જશે; પણ તમે? તમે તો અત્યારે છૂટા લહેરથી મને મળવા આવ્યા છો! પણ ખબરદાર, જો હું સીધોસમો છૂટયો તો તો સારી વાત છે; પણ જો મને કંઈ સજાબજા થઈ, તો હું સાચી વાત જ કહી દેવાનો કે, ‘તો કશું જાણતો નથી; બધું મા મિસ્ટર કરાવતા હતા, તેમ જ હું તો કરતો હતો!'” “પણ મૂરખ ભાઈ, દારૂ પીને તમારું ભાનબાન ગયું છે કે શું? તમને તે લોકો કશું જ કરી શકવાના નથી. તમારી પાસે કોઈ કાગળ નીકળ્યો છે, વારુ?” રાલ્ફ પૂછયું. હા, તમે મને પેગ ડોસી પાસેથી લઈ આવવા કહ્યો હતો તે કાગળ – મેડલીન માટેનું વિલ! એ કાગળ પણ બીજા કાગળો સાથે બાળી નાખવા દીધો હોત, તો કશી પંચાત ઊભી ન થાત. પણ તમને તો મારામાં વિશ્વાસ નહીં, એટલે એ કાગળ સાચવી રાખી Page #397 -------------------------------------------------------------------------- ________________ બંકરનું કબૂલાતનામું ૩૪૧ સાથે લાવવા કહ્યું. તેથી મેં તે કાગળ મારા ખીસામાં રાખ્યો, એની આ બધી મોંકાણ થઈ છે!” પણ તમને તેઓ કશું કરી શકે તેમ નથી. ઊલટું, ખોટી રીતે કેદમાં પૂરવા માટે તમે સામો દાવો માંડી શકશો. આપણે એવી વાત ઉપજાવી કાઢીશું કે, આનાથી વીસ ગણા ફાંદામાંથી પણ તમે સહીસલામત નીકળી જાઓ! તમારા હજાર પાઉડના જામીન માગશે, તો તે પણ હું ભરી દઈને તમને છોડાવીશ; પછી શો વાંધો છે? આવે વખતે તો માણસે પોતાને નુકસાન ન થાય તેવું બોલાઈ ન જાય તે માટે સાવચેત રહેવું જોઈએ; તેને બદલે દારૂ પી આમ ભાનભૂલા બની રહેવાતું હશે?” “ભલે મેં દારૂ પીધો. નવરો બેઠો બીજું શું કરતો પણ શું? પણ તમે હવે સાંભળતા જાઓ કે, મારે હવે કશી વાતો ઉપજાવી કઢાવવી નથી; આટલાથી જ હું ધરાઈ ગયો છું. હવે તો જો કેસ મારી વિરુદ્ધ જતો લાગશે, તો હું સાચી જ વાત કહી દેવાનો કે, હું તો મિ૦ રાફ નિબીએ બતાવેલું કામ જ કરવા ગયો હતો; બીજી કશી વાતની મને ખબર જ નહોતી.” પણ એટલામાં ઘોડાગાડી આવતાં ક્િવવ્યર્સ, પોલીસ સાથે ચાલતો થયો. રાફ સમજી ગયો કે, આ કાયર માણસ ડરી ગયો છે; હવે તેની પાસેથી કશાની આશા રાખવી ફોગટ છે. રાલ્ફ ત્યાંથી ઘેર પહોંચ્યો. કામવાળી બાઈ માંદી થઈ ગઈ હોવાથી, રજા લઈ રવાના થઈ. રાલ્ફ એકલો ખાધાપીધા વિના માથે હાથ ઉપર ટેકવી બેસી રહ્યો. ગઈ રાતથી જ તેણે કશું ખાધું ન હતું. તેને જાણે તાવ ચડયો હોય તેમ લાગતું હતું. તેણે પાણીનો એક ગ્લાસ પી લીધો. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ નિકોલસ નિકલ્બ રાતના દશ વાગ્યાના અરસામાં બારણે જોરથી ટકોરા પડયા. રાલ્ફ જાતે જઈને બારણું ઉઘાડ્યું, તો મિત્ર ટિમ લિકિન વૉટર આવ્યા હતા. તેમણે રાફને જણાવ્યું કે, “એક અગત્યનું કામ છે, એટલે તમે તરત અમારી ઑફિસે ચાલો. તમારે લગતી એવી અગત્યની બાબત છે કે, તમે ના ન પાડી બેસો માટે હું પોતે ખાસ આવ્યો છું. તમે જાણો છો કે, કંઈ અગત્યનું કે ગંભીર કામ ન હોય, તો હું આમ દોડાદોડ કરું તેવો માણસ નથી.” રાલ્ફમાં અત્યારે ઘસીને “ના” પાડવાના પણ હોશ નહોતા. તે પોતાનો ટોપો લઈ આવ્યો અને ટિમ લાવ્યો હતો તે ઘોડાગાડીમાં બેસી તેની સાથે ગયો. - બંને ચિયરીબલ ભાઈઓ પોતાના કમરામાં તેની રાહ જોઈને બેઠા હતા. એક બાજુએ પીઠ કરીને કોઈ ત્રીજું માણસ પણ બેઠું હતું. તેની સામે આંગળી કરીને રાલફે તરત કહ્યું, “એ કોણ છે?” “બે કલાક અગાઉ તેમણે એક ખબર કહ્યા, તે ઉપરથી તમને અમે ઉતાવળે તેડાવ્યા છે,” ભાઈઓએ જવાબ આપ્યો. હવે વળી શો નવો કોયડો તમારે ઊભો કરવો છે? બોલી નાખો – જે હોય તે,” રાલ્ફ છાંછિયું કરીને કહ્યું. તમારા નિકટમાં નિકટ સગાનું મૃત્યુ થયું છે, અને એ વાત જ અમારે કરવાની છે.” “તો શું મારી ભત્રીજી મરી ગઈ? એ ખબર મારે ઘેર મને કહેવામાં આવી હોત, તો હું તે કહેનારને ખોબો ભરીને વધાઈના પૈસા આપી દેત. એ ખબર આપવા માટે મને અહીં બોલાવવાની જરૂર નહોતી.” અરે નઠોર માણસ, કેટ બિચારી શા માટે મરે? તે તો ભલી ચંગી છે,” ભાઈ ચાલ્યું જવાબ આપ્યો. તો શું તેથી વધુ સારા સમાચાર તમારે નિકોલસના મૃત્યુના મને આપવાના છે? તો તો, તમે મારા કરતાં ક્યાંય વધુ તવંગર Page #399 -------------------------------------------------------------------------- ________________ ભૂકરનું કબૂલાતનામું ૩૪૩ હોવા છતાં, તમને પણ હું વધાઈની મોટી રકમ આપવા તૈયાર થઈ જાઉં !” “નિકોલસ પણ નથી મરી ગયા; જે મરી ગયો છે, તેનું નામ સાંભળવા, હે ઘાતકી માણસ, હવે તું તૈયાર થા. તે જ એને મારી નાખવા તારાથી થાય તેટલા ઉપાયો કર્યા છે. અને જ્યારે તું જાણશે કે, એ બિચારા અનાથ – અસહાય છોકરા ઉપર નંખાય તેટલું દુ:ખ જ નાખવાનો તે પ્રયત્ન છેવટ સુધી કર્યા કર્યો છે, ત્યારે તારા પસ્તાવાનો પાર નહિ રહે.” “જો સ્માઈકડો મરી ગયો છે, એમ તમે કહેવા માગતા હો, તો તમે બીજું જે કંઈ કહ્યું તે બધાની તમને માફી આપી દઉં છું; અને બદલામાં આખી જિંદગી તમારો વણ-ખરીદ્યો ગુલામ થવા તૈયાર છું. જુઓ, તમારા મોં ઉપરથી જણાય છે તેમ, આ ઝઘડામાં કોણ જીત્યું?– તમે કે હું? આ સમાચાર જણાવી તમે મને આઘાત પહોંચાડવાનો વિચાર રાખ્યો હશે, પણ એ સમાચાર તો આજના દિવસના મારે માટે શુભમાં શુભ સમાચાર છે, સમજ્યા? એ સમાચારથી દુ:ખી કોણ થયું છે, તે તો એ સમાચાર લાવનાર મારો દુશમન પેલા ખૂણામાં માં સંતાડીને બેઠો છે, એ ઉપરથી જણાશે. સ્માઈકડાને તે મારી સજામાંથી બચાવવા ગયો, પણ જુઓ તેને જ કેવી સજા થઈ છે તે!” તમે મને તમારો ભત્રીજો નિકોલસ માની લીધો કે શું? જુઓ હું કોણ છું,” એમ બોલતો એ માણસ ખૂણામાંથી નીકળી આગળ આવ્યો. તે બૂકર હતો. “પણ આ બદમાશનું અહીં શું કામ છે? તમે લોકો જાણો છો કે, તે તો સજા પામેલો ગુનેગાર છે?” બંને ભાઈઓ હવે બોલી ઊઠ્યા, “એ માણસ જે કહે છે, તે જરા સાંભળી તો લો.” Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ નિકોલસ નિકલ્ટી બૂકર રાલ્ફને સંબોધીને બોલ્યો, “આ સહસ્થો જે છોકરા વિશે વાત કરે છે, તથા જેને હું છેવટના પથારી ઉપર સૂતેલો નજરે જોઈ આવ્યો હતો, તથા જે હવે કબરમાં પોઢી ગયો છે તે” તે-” રાફ કશા વિચાર વિના શૂન્યપણે બોલ્યો. “તે તમારે એકનો એક પુત્ર હતો; અને ભગવાન એ અંગે મેં કરેલા પાપની માફી મને બક્ષે!” રાલ્ફ તરત પોતાના બે હાથ વડે પોતાનાં બે લમણાં જોરપૂર્વક દબાવી દીધાં અને પછી બ્ર કર સામે સ્થિર નજરે જોયું. “સગૃહસ્થો,” બૂકરે આગળ ચલાવ્યું, “હું મારો કશો બચાવ કરવા માગતો નથી; કારણ કે, મારો બચાવ હવે કશાથી થઈ શકે તેમ નથી. અલબત્ત, રાલ્ફ નિકલ્વીએ મારી પ્રત્યે અતિશય ફૂર વર્તાવ રાખ્યો હતો, અને તેથી ખુન્નસે ભરાઈ મેં જે કર્યું હતું તે કર્યું હતું. પણ હું પ્રથમ આખી વાત જ પહેલેથી માંડીને કહ્યું, તે તમે સૌ સાંભળી લો... વીસ પચીસ વર્ષ પહેલાંની વાત છે. આ માણસને જે લોકો સાથે લેવડદેવડનો વ્યવહાર હતો, તેમાં બહારગામનો એક સદગૃહસ્થ પણ હતો. તે સગૃહસ્થ પોતાની બધી મિલકત ઉડાવી દીધી હતી, અને પછી પોતાની બહેનનો હિસ્સો પણ ઉડાવી દેવાની તેને મરજી હતી. મા-બાપ ગુજરી ગયાં હતાં, એટલે બહેન ભાઈને ત્યાં જ રહેતી હતી અને તેનું ઘર સંભાળતી હતી. રાલ્ફ નિકબી તેને ઘેર વારંવાર જતો અને એકી સાથે ઘણા દિવસ રહેતો. બહેનનો હિસ્સો ભાઈ પડાવી જાય તેના કરતાં રાલ્ફ પોતે જ પડાવી લેવાનો વિચાર કરી, તે સ્ત્રીની સાથે ચૂપચાપ લગ્ન કરી લીધાં. વાત એમ હતી કે, બાપે કરેલા વિલમાં એમ જણાવ્યું હતું કે, દીકરી જો કુંવારી રહે, તો તો તેને જીવે ત્યાં સુધી એ મિલકતમાં જિવાઈ પૂરતો હક રહે, પણ જો તે પોતાના ભાઈની પરવાનગીથી પરણે, તો તેને પૂરો હિસ્સો મળે. દીકરીને તેની મિલકત ખાતર ભરમાવીને ગમે Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ બૂકરનું કબૂલાતનામું તેવો માણસ પરણી ન જાય, તે માટે તેના ભાઈની પરવાનગીની શરત વિલમાં મૂકવામાં આવી હતી. રાલફ આ બધું જાણતો હતો. “ભાઈએ પોતાની મિલકત તો ઉડાવી દીધી હતી; એટલે બહેન જ્યારે પરણતી વખતે પોતાની સંમતિ માગવા આવે, ત્યારે તે સંમતિ મોટી કિંમતે વેચવાનો છે તેનો બેત હતો. “પણ રાલ્ફ નિકલ્દી તેના કરતાં વધુ પાકો માણસ હતો. એટલે તેણે એ લગ્ન જ ગુપ્ત રાખ્યું. પેલો ભાઈ ઉડાઉપણાથી અને શિકારના શોખથી માર્યો જાય તેની રાહ જ જોવાનું તેને સલાહભરેલું લાગ્યું. પણ એટલામાં તેના ગુપ્ત લગ્નથી એક પુત્ર જન્મ્યો. એ પુત્રને ગુપચુપ કોઈ દૂરની નર્સને ત્યાં મોકલાવી દેવામાં આવ્યો. કારણ કે, રાલ્ફનો સાળો હવે સખત તાવે પટકાયો હોઈ, ઝટ મરી જાય તેવો સંભવ ઊભો થયો હતો. દરમ્યાન પોતે કરેલા ગુપ્ત લગ્નનો તેને વહેમ ન જાય તે માટે રાફે તેને ઘેર જવાનું જ છોડી દીધું. તેની પત્ની તો લગ્ન જાહેર કરી દેવા રાફને વારંવાર આગ્રહ કર્યા કરતી હતી. પરંતુ, પેલો ભાઈ મરવાને બદલે સાજો થઈ ગયો! છેવટે લગ્ન પછી સાત વર્ષ પેલી બહેન કંટાળીને કોઈ જુવાનિયા સાથે ભાગી ગઈ. અને બનવાકાળ તે તેનો ભાઈ પણ, તેના નાસી ગયા બાદ, થોડાં અઠવાડિયામાં જ મરી ગયો. રાલફે હવે ભાગી ગયેલી પોતાની સ્ત્રીની મિલકતનો કબજો મેળવવા માટે તેનો પીછો પકડ્યો. તેનો વિચાર પેલા જુવાનિયાને ડરાવી કે ખતમ કરી, પત્નીને પાછી લાવી, મિલકતનો કબજો લેવાનો હતો. તે લોકોને શોધવા નીકળતાં પહેલાં રાલફે મને પેલા છોકરાને પાછો પોતાને ઘેર લઈ આવવાનું કામ સંપ્યું. અને હું તે છોકરાને પેલી નર્સને ત્યાંથી લઈ પણ આવ્યો. પણ રાફ મારા પ્રત્યે બહુ ખરાબ વર્તાવ રાખતો હોવાથી હું તેને ખૂબ ધિક્કારતો થઈ ગયો હતો. છોકરાને લઈ આવ્યા પછી તેને મેં રાફના મકાનના આગલા ભાગના છાપરા નીચેના કમરામાં Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ નિકોલસ નિકલ્પી રાખ્યો. તેને ઉછેરવામાં કશી કાળજી રાખવામાં ન આવી હોવાથી તેની તબિયત બહુ નબળી હતી, અને તે લગભગ બીમાર હાલતમાં જ હતો. મેં દાક્તરને બોલાવ્યો, તો તેણે તેને ઝટ હવાફેર કરવા લઈ જવા તાકીદ કરી; નહિ તો તે લાંબું ગીવશે નહિ, એમ પણ જણાવ્યું. દાક્તરના એ શબ્દોમાંથી મને એક વિચાર સ્ફુર્યો: આ છોકરો મરી ગયો એમ અત્યારે જાહેર કરું, અને પછી યોગ્ય વખતે રાલ્ફ પાસેથી ખૂબ પૈસા પડાવીને તે છોકરો તેને પાછો સોંપું તો કેમ? એટલે મેં તેને દૂર યૉર્કશાયર તરફ વિયર્સ નામના એક માણસની નિશાળમાં ‘સ્માઈક’ નામથી ભરતી કરી દીધો. '' “ રાલ્ફ પેલાંઓને શોધવામાં નિષ્ફળ નીવડીને છ અઠવાડિયાં બાદ પાછો આવ્યો, ત્યારે મેં તેને જણાવ્યું કે, તેનો છોકરો સખત માંદો થઈ ગયો હતો અને મરી ગયો છે. રાલ્ફને આ માહિતીથી ખૂબ દુ:ખ થયું. એ ઉપરથી મને લાગ્યું કે, તેને એ છોકરા પ્રત્યે જરૂર મમતા હશે; અને તેથી ભવિષ્યમાં તેની આગળ તેનો છોકરો જીવતો રજૂ કરીને બહુ પૈસા પડાવી શકાશે. “છ વર્ષ સુધી પેલા છોકરા માટે વર્ષો વીસ વીસ પાઉંડ મેં સ્ક્વેિયર્સને ભર્યા કર્યા; પણ પછી રાલ્ફના દુર્વ્યવહારને કારણે તેની સાથે તકરાર થતાં, હું તેની નોકરીમાંથી છૂટો થઈ ગયો; અને પછી તો દેશનિકાલ થયો. આઠ વર્ષ બાદ હું પાછો આવ્યો કે તરત ચૉર્કશાયરમાં પેલા છોકરાની ભાળ કાઢવા ગયો. ત્યારે મને માલૂમ પડયું કે, નિકલ્બીના કટુંબના જ એક જુવાન નિકોલસ સાથે એ છોકરો નાસી ગયો છે. તરત હું લંડન પાછો આવ્યો અને રાલ્ફને મેં આડકતરી સૂચના કરી કે, હું તેને એક અગત્યના સમાચાર આપી શકું તેમ છું: જો તે મને થોડા પૈસા આપે તો! પણ તેણે તો મને ધમકી આપી કાઢી મૂકયો. પછી મેં તેના કારકુન નૉગ્ઝનો સંપર્ક સાધ્યો, અને મારી પાસેથી ઘણી ઉપયોગી બાતમી મળી શકે તેમ છે એમ કહી, તેની પાસેથી રાલ્ફના કાવાદાવાની અને Page #403 -------------------------------------------------------------------------- ________________ ભૂકરનું કબૂલાતનામું ૩૪૭ તેનાં કુટુંબીજનોની બધી માહિતી મેળવી. એ વાતચીત ઉપરથી મને માલૂમ પડ્યું કે, રાલ્ફ સ્માઈકને સ્નૉલી નામના માણસનો પુત્ર ઠરાવી, પેલા જુવાન નિકોલસ પાસેથી તેને પડાવી લેવાની પેરવી કરી હતી. મેં નૉઝને એટલું તો ખાતરીપૂર્વક જણાવ્યું કે, સ્માઈક સ્નૉલીનો પુત્ર હરગિજ નથી; તથા તે ખરી રીતે કોનો પુત્ર છે તે હું એકલો જ જાણું છું! જોકે, સ્માઈક અંગેની ખરી માહિતી બહાર પાડી રાફ પાસેથી પૈસા પડાવવાની મારી આશા નાબૂદ ન થઈ હોવાથી, મેં તે વાત તરત બહાર પાડી દેવાનું મુનાસિબ ન માન્યું. “પણ આ સમય દરમ્યાન સ્માઈક ક્યાં છે તેની મને ખબર નહોતી તથા તેને મારે નજરે એક વાર જોઈ લેવાની જરૂર હતી. તપાસ કરતાં મને ખબર પડી કે, તે બહુ માંદો હોવાથી, પેલો જુવાન નિકોલસ તેને દૂર પોતાના વતનમાં હવાફેર માટે લઈ ગયો છે. એટલે હું ત્યાં ગયો અને એ છોકરાને છૂપી રીતે જોઈ આવ્યો. હું તેને તરત ઓળખી ગયો, અને તે પણ મને જોતાં તરત ઓળખી ગયો હશે; કારણ કે, તેણે મારી સામે જોઈને બૂમ જ પાડી હતી. હું જલદી જલદી ત્યાંથી ખસી ગયો. શું કરવું અને શું ન કરવું એ ગડભાંજમાં મેં થોડા દિવસ બગાડ્યા. પછી હું એ જુવાન નિકોલસને મળ્યો. ત્યારે મને ખબર પડી કે, સ્માઈક ગુજરી ગયો છે. એ સાંભળી, એ બિચારા વિષેની માહિતી લાંબો વખત છુપાવી રાખવા બદલ મને ખૂબ પસ્તાવો થયો. પણ હવે શું? મારી આ હકીકતોની ખાતરી તમે સ્લિવયર્સ સાથે મને ભેગો કરી મેળવી શકો છો. બસ, મારે, આટલું જ કહેવાનું છે.” કમનસીબ માણસ! તેં આ કેવો કારમો કેર વર્તાવ્યો છે, તેનો તને ખ્યાલ આવે છે? રાલ્ફ નિકલ્બી પાસે પૈસા પડાવવાના લોભમાં તે કેવી મોટી હત્યા કરી નાખી? એ પાપનું તું શું પ્રાયશ્ચિત્ત કરી શકીશ?” બંને ભાઈઓ એકીસાથે બોલી ઊઠ્યા. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ નિકોલસ નિકબી મારા એ ગુનાનું કશું પ્રાયશ્ચિત્ત નથી, એ હું જાણું છું. હું હવે ઘરડો થયો છું, અને દુઃખ અને શોકની રીતે તો વધારે પડતાં ઘરડો થઈ ગયો છું. આ કબૂલાતથી પણ હવે તો મને નવી સજા અને નવાં દુ:ખ જ સહન કરવાનાં મળશે, એ હું જાણું છું; છતાં મેં એ કબૂલાત કરી છે. પરમાત્મા મને માફ કરે!” પેલો માણસ આ છેલ્લું વાક્ય બોલી રહ્યો, તેટલામાં તો એ ઓરડામાં મૂકેલું ફાનસ અચાનક ગબડી પડીને ઓલવાઈ ગયું. જ્યારે બીજું ફાનસ લાવવામાં આવ્યું, ત્યારે ખબર પડી કે, રાલ્ફ ત્યાંથી ગુપચુપ ચાલ્યો ગયો હતો. ભાઈ તેવી બહેન સ્માઈકના મૃત્યુની ખબર નિકોલસે પત્ર લખીને બધાંને આપી હતી. છતાં તે પોતે જ્યારે પાછો ઘેર આવ્યો, ત્યારે સૌ સ્માઈકને યાદ કરી કરીને ભારે શોક કરવા લાગ્યાં. ભલી મિસ લા કીવી પણ નિકોલસને આવ્યો જાણી મળવા આવી પહોંચી, અને સ્માઈકને યાદ કરી કરીને રડવા લાગી. પોતાનાં આંસુ છુપાવવા વચ્ચે વચ્ચે તે હસવાનો પ્રયત્ન કરવા લાગી અને પછી તો એકીસાથે હસવાની અને રડવાની મથામણમાં તેને હિસ્ટીરિયા જ ચડી આવ્યો. | નિકોલસને છેવટના કેટલાય દિવસોથી ભેગા થયેલા થાક અને મુસાફરીની અથડામણને કારણે આરામની જરૂર હોવાથી, તે ઉપર પોતાની ઓરડીમાં ચાલ્યો ગયો, અને તરત ઘસઘસાટ ઊંઘમાં પડ્યો. જ્યારે તે જાગ્યો ત્યારે કેટ તેની પથારી ઉપર બાજુએ બેઠી હતી. નિકોલસની આંખ ઊઘડેલી જોઈ, તરત તેણે નીચે વળી ભાઈને ભાવભર્યું ચુંબન કર્યું. Page #405 -------------------------------------------------------------------------- ________________ ભાઈ તેવી બહેન ૩૪૯ ભાઈ, હું તમને એ કહેવા આવી છું કે, તમને ઘેર પાછા આવેલા જોઈ મને બહુ આનંદ થયો છે. તમે પાછા આવો તે માટે ઉં હું, મમ્મા અને મેડલીન કેટલાં બધાં આતુર થઈ ગયાં હતાં!” “હું પણ પાછો આવી તમને બધાને મળવા ઘણો જ આતુર રહેતો હતો. પણ ઠીક, મેડલીનની તબિયત હવે કેમ છે? હું ગેરહાજર હતો તે દરમ્યાન શેઠ-ભાઈઓએ તેને અહીંથી લઈ જવા માટે શી ગોઠવણો વિચારી છે?” બસ કરો ભાઈ, એ વાત ના કાઢશો. તેને અહીંથી લઈ જાય, એ વસ્તુ મારાથી સહન જ થશે નહિ; અને તમે પણ એ વસ્તુ નહીં જ ઈચ્છતા હો.” “હું નથી જ ઇચ્છતો, બહેનબીજા આગળ તો મારા મનના ભાવ છુપાવું; પણ તારી આગળ નહીં છુપાવું. હું કબૂલ કરી દઉં છું કે, તેને હું જાણું છું.” એ સાંભળી કેટની આંખોમાં ચમક આવી ગઈ, અને તે કંઈ બોલે તે પહેલાં જ નિકોલસે તેના હાથ ઉપર હાથ મૂકીને કહ્યું, આ વાત તું જ જાણે; બીજું કોઈ નહિ. અને તે તો નહીં જ!” “ભાઈ, એ તો ” “નહીં નહીં, એટલું જ નહિ, પણ હી નહીં. હું જાણું છું કે, કદી નહીં' એ બહુ લાંબી મુદત છે. છતાં હું એવી આશા રાખી રહ્યો છું કે, કોઈક દિવસ એવો આવશે, જ્યારે હું તેને મોંએ પ્રમાણિકપણે એ વાત કબૂલ કરી દઈશ. પરંતુ એ દિવસ નજીકના ભવિષ્યમાં તો નહિ જ આવે, અને આવશે ત્યારે હું કદાચ ઘરડો થઈ ગયો હોઈશ, અને આવા જુવાનીના રોમાંચક ભાવો મારામાંથી જીર્ણ થઈ ખરી ગયા હશે. જોકે તેને માટેનો મારો પ્રેમભાવ ત્યારે પણ જીર્ણ થઈ ગયો હશે એમ હું નથી માનતો. મારી બધી બાબતમાં મારા શેઠ-માલિકોએ જે ઉદારભાવ બતાવ્યો છે, તે અનુભવ્યા પછી, Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ નિકોલસ નિકબી તેઓને દગો દીધા જેવું થાય એવું કશું હું હરગિજ થવા દેવાનો નથી. હું તેમના પ્રત્યેની મારી ફરજનો કડક ખ્યાલ જ મારી નજર સમક્ષ રાખીને, બીજા બધા મધુર – હળવા ભાવોને છુંદી નાખવા. પ્રયત્ન કરીશ.” “જઓ ભાઈ, હું તમને બીજી જ વાત કહેવા આવી હતી. પણ મારી હિંમત ચાલતી નહોતી, પણ હવે તમે જે વાત કરી તે ઉપરથી મારામાં એ કહેવાની હિંમત આવી છે,” આટલું કહેતાંમાં તે ભલી છોકરી રડી પડી. “ચાલ, ચાલ, નાદાન છોકરી! તું શું કહેવાની છે તે હું સમજી ગયો છું. તે ફેંકના પ્રેમને નકાર્યો છે, એ જ તું કહેવા માગે છે ને?” કેટે પોતાનું માથું ભાઈના ખભા ઉપર નાખી દીધું અને ડૂસકાં ભર્યો અવાજે કહ્યું, “હા.” ગેરહાજર હતો તે દરમ્યાન તેણે પોતાનો હાથ લગ્નમાં તને આપવા માગણી કરી હતી, ખરું ને?” “અને મેં-મેં તે હાથ પાછો ઠેલ્યો!” “ઠીક; અને શા કારણે?” “તમે મમ્માને જે કારણો મેડલીનને ઘરમાં લાવ્યા પછી કહ્યાં હતાં તે જ કારણે- તે કેવા મોટા ખાનદાનના છે, તથા એમના મામાઓના આપણા ઉપર કેટલા બધા ઉપકાર છે, તથા શેઠ-ભાઈઓના તે એકમાત્ર વારસદાર હોઈ, તેમણે પોતાની સ્થિતિને અનુરૂપ કેવો સંબંધ અમને માટે વિચારી રાખ્યો હશે અને ‘આપણે શેઠ-ભાઈ ઓની ભલમસનાઈનો ગેરલાભ લીધો છે અને ભાણા મારફતે તેમની મિલકત ઉપર નજર રાખીને જ આ સંબંધ જાણી જોઈને વિકસવા દીધો છે', એવું તેમને ન લાગવું જોઈએ – એ બધાં જ કારણો કહીને છેવટે તેમને મેં દૃઢતાપૂર્વક કહી દીધું કે, તેમણે મને હવે ફરી મળવું નહિ.” Page #407 -------------------------------------------------------------------------- ________________ ભાઈ તેવી બહેન ૩૫૧ “વાહ મારી બહાદુર કેટ!” નિકોલસ બહેનને છાતીએ ચાંપતાં * બોલ્યો, “હું તને ઓળખતો જ હતો – અને જાણતો જ હતો કે, તું આવું જ કરશે. અને તું આવું આત્મબલિદાન આપે તો પછી મારે પણ પાછા ન જ પડવું જોઈએ ને? હું પણ હવે સામેથી શેઠભાઈઓને વિનંતી કરવાનો છું કે, મેડલીનને તેઓ મારા ઘરમાંથી બીજે કયાંક ખસેડે.” શું મોટાભાઈ, તેમને તમે જાતે કરીને અહીંથી ખસેડાવશો?” “વહાલી મીઠડી, તે જ ફેંકને શા માટે તને મળવાની મનાઈ કરી દીધી?” હું તો ભાઈ, બહુ નબળા મનની છોકરી છું; મારાથી તેમનું દુ:ખ જોયું ન જાય, અને કદાચ હું તેમને હા પાડી દઉં તો! તે પોતે મારી બાબતમાં બહુ મર્મ છે, અને ગમે તે ભોગે મારો હાથ મેળવવા ઇચ્છે છે!” એમ જ કેટ, મેડલીનને મારી નજર સામે રાખવાથી મારી પણ એ જ સ્થિતિ થાય !” પણ ભાઈ, તમે ભવિષ્યમાં મેડલીનના હાથને છાજે તેવા તવંગર થઈ શકશો.” હું તવંગર થઈશ, પણ ઘરડોય થઈશને? પણ શેઠ-ભાઈઓ ઓછા ત્યાં સુધી મેડલીનને કુંવારી રાખી મૂકશે? પણ બહેન, પૈસાદાર થઈશું કે ગરીબ રહીશું, ઘરડાં થઈશું કે જુવાન રહીશું, પણ આપને વંને સાથે રહીએ એમાં કોઈ ક્યાં કશી ડખલ કરી શકે તેમ છે? ઊલટું, આપણે બંને કુંવારાં હોઈશું એટલે એકબીજાની, સાથે રહેવાનું તથા એકબીજાને સ્નેહભાવથી વળગી રહેવાનું આપણને વિશેષ કારણ રહેશે. આપણે બે સાથે હોઈશું, તો દિવસો એવા જલદી પસાર થઈ શકશે, તથા એકબીજાએ ધર્મ સમજી આપેલા આત્મ-બલિદાનનો દાખલો એકબીજાની નજર સામે એવો ઊભો રહેશે કે, આપણને કશી વાતનું દુ:ખ નહિ રહે.” Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ નિકોલસ નિકલ્ટી સ્નેહગાંઠ બંધાઈ રહેવાનું ભાઈએ દોરેલું મધુર કલ્પનાચિત્ર સાંભળી, કેટ એકીસાથે હસી પણ ખરી અને રડી પણ પડી. " તે જ દિવસે નિકોલસ ઑફિસમાં જઈ, મિ0 ટિમ લિકિનવૉટરને મળીને સીધો ભાઈ ચાર્લ્સના કમરામાં પહોંચી ગયો. નિકોલસને સ્માઈકની વાત કરતાં ડૂમો ભરાઈ આવ્યો. ભાઈ ચાલ્સ તેને આશ્વાસન આપતાં કહ્યું, “ભાઈ, આપણને એના મૃત્યુથી રંજ થાય, એ વાત ખરી; પણ આપણે એ પણ વિચારવું જોઈએ કે, તે જેટલું વધુ જીવ્યો હોત, તેટલો જીવન માટે વધુ અશક્ત થઈને, તથા પોતાની અશક્તિઓ માટે વધુ ને વધુ રંજ કરતો જ જીવતો રહ્યો હોત. આપણે તો એના છેલ્લા દિવસો બને તેટલા હળવા તથા આનંદપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કર્યાનું જ આશ્વાસન લેવું જોઈએ.” પણ આમ બોલવા છતાં ભલા ભાઈ ચાર્લ્સનું હૃદય ભરાઈ આવ્યા વિના ન રહ્યું. એટલે તેમણે તે લાગણી છુપાવવા જ ટિમને બૂમ પાડીને પૂછયું, “મારા ભાઈ નેડ ક્યાં છે?” ટિમે જવાબ આપ્યો, “મિ૦ ટિમર્સ સાથે એક કમનસીબ માણસને હૉસ્પિટલમાં દાખલ કરાવવા તથા તેનાં બાળકો માટે નર્સની ગોઠવણ કરવા ગયા છે.” વાહ, મારા ભાઈ નેડ બહુ ભલા માણસ છે, બહુ સારા માણસ છે. અને મિ0 ટિમર્સ પણ! જુઓ નિકોલસ, મારા ભાઈ નેડ તમને આવેલા જોઈ ખૂબ જ રાજી થશે; અમે તમારી વાત રોજ કર્યા કરતા હતા !” તેઓ સાહેબ નથી, તો કંઈ વાંધો નહિ; ખરી રીતે તો હું આપને એકલાને જ કંઈક વાત કરવા માગતો હતો.” “ભલે, ભલે, બોલો, બોલો!” Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ભાઈ તેવી બહેન કે “જોકે, એ વાત કેવી રીતે ઉપાડવી એ મને સમજાતું નથી; પરંતુ આપે અત્યાર સુધી મારા ઉપર જે મમતા બતાવી છે, તથા જે વિશ્વાસ મૂક્યો છે, તે મને હરહમેશ યાદ રહેશે; અને તે વિશ્વાસનો ભંગ થાય એવું કાંઈ જ મારાથી ન થાય તેની ચિંતા હું રાખ્યા જ કરું છું. આપે મારા ઉપર વિશ્વાસ મૂકી મિસ બ્રેની બાબતનું કામ જ્યારે પહેલપ્રથમ મને સોંપ્યું, ત્યારે હું મોંએ બોલી ન શક્યો; પણ મારે કહી દેવું જોઈતું હતું કે, હું તેમને પહેલાં મળ્યો હતો, અને તેમણે મારા હૃદય ઉપર એવી અસર કરેલી હતી. કે જે ભૂંસી કાઢવામાં હું નિષ્ફળ નીવડયો હતો; અને તેથી તેમની વિશેષ ભાળ મેળવવા મેં ખૂબ પ્રયત્ન પણ કર્યો હતો. જોકે, આપે મને એક વખત વિશ્વાસપૂર્વક એ કામ સોંપ્યું, ત્યાર પછી મેં એક પણ કાર્ય એવું નથી કર્યું, કે એક પણ શબ્દ એવો નથી ઉચ્ચાર્યો, જેથી મિસ બ્રેને મારા તરફ આકર્ષવાનો કે વાળવાનો પ્રયત્ન કર્યો એમ કહી શકાય. પરંતુ, હવે હું આપને વિનંતી કરવા માગું છું કે, તેમને મારા ઘરમાંથી ઝટપટ ખસેડી લો, જેથી હું કંઈક રાહત અનુભવી શકે. રોજ રોજ તેમને મારી નજર સમક્ષ જોયા કરીને તેમને મારા હૃદયમાં દૃઢ સ્થાન જમાવતાં અટકાવવાનો પ્રયત્ન વધુ વખત ચાલુ રાખવો, એ મારે માટે અશક્ય બનતું જાય છે.” તમે આ વાત મને કહી તે સારું થયું. તમે અમારા વિશ્વાસનો ભંગ નથી કર્યો એ તમારે મોંએ મેં સાંભળ્યું એ વાત ખરી; પણ તમે એ વિશ્વાસનો ભંગ નહીં કરો, એ ખાતરી હોવાથી જ તમને અમે એ કામ સોંપ્યું હતું. અને એ વાત જાણી ખૂબ આનંદ થાય છે કે, તમે પણ એટલી ચીવટથી એ વિશ્વાસનો ભંગ ન થાય તેને માટે પૂરતી કાળજી રાખી છે. અલબત્ત, તમારા જેવા જુવાન માણસને એ યુવતીની અસહાય કે બીમાર અવસ્થામાં આટલા બધા નિકટ આવવા દેવાથી શું પરિણામ આવે, તે અમારે પ્રથમથી કપી લેવું જોઈતું હતું – તમારી નિષ્ઠાની આવી આકરી કસોટી અમારે કરવી નિ.-૨૩ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ નિકોલસ નિકલ્ટી જોઈતી ન હતી. પણ મેડલીનને જરૂર અમે હવે તમારે ત્યાંથી ખસેડી. લઈશું.” “આભાર; અને મેં કરેલી આ કબૂલાત તેમને કહીને, મારા પ્રત્યેની તેમની સંમાનબુદ્ધિ દૂર થાય તેવું તમે નહિ કરો, એવી મારી વિનંતી છે.” હું જરૂર તેની કાળજી રાખીશ; પરંતુ તમે માત્ર આટલું જ મને કહેવા ઇચ્છતા હતા?” “ના જી; ઉપરાંતમાં મારે બીજી એક વાત પણ કહેવાની હતી.” “ વાત હું જાણું છું; પણ તમારા પોતાના જાણવામાં એ કયારે આવી?” “આજે સવારે હું ઘેર આવ્યો ત્યારે.” એ સાંભળતાંવેત જ એ વાત મને કહી દેવાની તમારી ફરજ છે, એમ તમને લાગ્યું?” હાજી; જોકે, મિ0 ફેંકને પહેલાં મળી લેવાની મારી ઇચ્છા હતી ખરી.” “ફૂંક જ ગઈ રાતે આવીને મને બધું કહી ગયો છે. તમે બહુ સારું કર્યું, મિત્ર નિકલ્ટી, બહુ સારું કર્યું; હું તમારો આભાર માનું છું. ફ્રેંક બહુ નાદાન છોકરો છે. અને તેની નાદાની હવે દૂર થાય તેવું કશું પગલું તરત જ અમારે ભરવું પડશે. પરંતુ એ અંગે હવે કશું વિશેષ આપણે ચર્ચવું નથી – મને એ વાત ચર્ચતાં દુ:ખ થાય છે. પણ અર્ધા કલાક પછી તમે મને મળજો, મારે ઘણી વિચિત્ર બાબતો તમને કહેવાની છે. અને તમારા કાકાએ પણ બપોર પછી હું અને તમે તેમને મળીએ એમ ગોઠવ્યું છે.” “હું તેમને મળું? અને તે પણ આપની સમક્ષ?” “હા, હા, એમ જ! અર્ધા કલાક બાદ તમે મને જરૂર મળશે.” અર્ધા કલાક પછી નિકોલસ તેમને મળ્યો, ત્યારે તેમણે આગલે દિવસે બૂ કર સાથેની રાલ્ફની મુલાકાતની આખી વાત તેને કહી સંભળાવી. Page #411 -------------------------------------------------------------------------- ________________ રાજેનો અંત ચિયરીબલ-પેઢીમાંથી નીકળી, ચોરની પેઠે લપાતો લપાતો રાલ્ફ પોતાના ઘર તરફ ચાલ્યો. રાત અંધારી હતી અને ઠંડો પવન વાતો હતો. ઘેર પહોંચ્યો ત્યારે તે લગભગ ટાઢથી થરથર ધ્રુજવા લાગ્યો હતો. તેનું પોતાનું સંતાન! સ્માઈક તેનું પોતાનું સંતાન હતો!– એ વાતની સચ્ચાઈ વિષે તેને જરાય શંકા ન હતી. તેનો એકમાત્ર પુત્ર મરી ગયો, અને તે પણ નિકોલસના હાથની ભાવભરી સારવાર પામીને! પોતે તો પોતાના જ પુત્રને દુ:ખી જ કરવાનો પ્રયત્ન આખર સુધી કર્યા કર્યો હતો! અને તે તેના ઉપર ભાવ રાખતા નિકોલસને દુ:ખી કરવા માટે! તેને તેના બધા સાગરીતોએ હવે તજી દીધો હતો. ગમે તેટલા પૈસા આપતાંય તે હવે તેઓને ખરીદી શકે તેમ નહોતું. દુશ્મનો સામેની તેની બધી યોજનાઓ તૂટી પડી હતી; ઊલટી તે યોજનાઓથી તેણે જ પોતાના એકના એક પુત્રને હણ્યો હતો! એ છોકરો જો જીવતો છે એમ તેણે જાણ્યું હોત, તથા બૂ કરની દગાબાજીથી તેની પાસેથી તે દૂર થયો ન હોત, તોપણ કદાચ તે કાળજી વગરનો, લાગણી વગરનો કઠોર પિતા જ રહ્યો હોત, એ વાતની તો તેને ખાતરી હતી. પણ એમેય બન્યું હોત, કે પોતાના પુત્રના પ્રેમથી તેનો સ્વભાવ બદલાયો પણ હોત અને બંને જણ સુખે રહી શક્યા હોત. કદાચ, પોતાનો પુત્ર ગુજરી ગયો છે અને પત્ની નાસી ગઈ છે, એ બે બીનાઓને કારણે જ તે આવો કઠોર તથા લાગણીહીન માણસ બની રહ્યો હતો. ૩૫૫ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ નિકોલસ નિકલ્બી તરત પાછા તેના વિચાર બદલાયા: પોતાના એ દુ:ખી પુત્રને નિકોલસે આશરો આપ્યો; તથા પોતાનો એ પુત્ર નિકોલસને જ. પોતાનો શુભેચ્છક માનતો અને તેને અંતરનું વહાલ અર્પતો મર્યો, એ વસ્તુ તેને અપરંપાર દુ:ખ દેવા લાગી. એ બધા ધર્માત્માઓ અને કરુણાળુઓના વિજ્યને પરાજ્યમાં ફેરવી શકાય એવું કંઈ જ નથી? સેતાન પોતે પણ એ બાબતમાં કંઈ મદદ કરી શકે, તો તેની મદદ લેવા રાલ્ફ અત્યારે તૈયાર હતો! ગભરામણ અને અકળામણનો માર્યો રાફ દાદર ચડીને છેક છાપરા નીચેના ત્રિકોણિયા ઓરડામાં પહોંચી ગયો, – જે ઓરડામાં બિચારા સ્માઈકને બૂ કરે લાવીને બચપણમાં રાખ્યો હતો. તરત જ શેરીના બારણા ઉપર ટકોરા પડ્યા. તેણે બારી ઉઘાડી ઉપરથી જ પૂછ્યું: “કોણ છે?” “મિ નિકબીનું કામ છે.” “શું કામ છે?” ચિયરીબલ ભાઈઓએ પુછાવ્યું છે કે, આજે રાતે તમે જે માણસને મળ્યા હતા, તેને રોકી રાખીએ કે જવા દઈએ?” “કાલ સુધી તેને રોકી રાખો; પછી તેને અહીં મોકલજો– તેને અને સાથે મારા ભત્રીજાને. અને ચિયરીબલ ભાઈઓ પણ સાથે આવે– હું તેમનો સત્કાર કરવા તૈયાર રહીશ.” “ક્યારે?” “કાલે બપોર પછી ગમે ત્યારે આવવાનું કહેજો.” પેલો માણસ ચાલ્યો ગયો. તેનાં પગલાં દૂર જતાં સંભળાયાં ત્યાં સુધી રાલ્ફ બારી પાસે જ ઊભો રહ્યો. પછી તેણે બારી બંધ કરી. તે જ ઘડીએ એકનો ટકોરો પડયો. Page #413 -------------------------------------------------------------------------- ________________ રાલ્ફનો અંત ૩૫૭ “એમ કેમ બને?” એક જણે પૂછ્યું. “આ સદ્ગુહસ્થો કહે કે, બે કલાકથી બારણું ઠોકે છે, છતાં કોઈ ઉઘાડતું નથી.” “ગઈ કાલે રાતે મિત્ર નિકબી ઘેર આવ્યા હતા; મોડી રાતે – લગભગ એક વાગ્યાના અરસામાં તેમને કોઈ મળવા આવ્યું હતું; અને તેમણે છેક ઉપરની બારીએથી તેને જવાબ આપ્યો હતો; મેં તે બધું સાંભળ્યું હતું,” બીજાએ કહ્યું. આ બધી વાતચીત રાફ નિકબીના બારણા આગળ ભેગા થયેલા નાનાસરખા ટોળામાં થતી હતી. તેમાંથી બેત્રણ જણા હવે પાછળ જઈ, એકાદ ખુલ્લી બારીમાં થઈ અંદર પેઠા. નીચેના બધા ઓરડાઓ તેઓ જોઈ વળ્યા, પણ કોઈ ન હતું. પણ પછી, બહાર થયેલી વાતચીત મુજબ, દાદર ચડી તેઓ છેક ઉપરના ત્રિકોણિયા ઓરડા તરફ ગયા. એ ઓરડાની નીરવ શાંતિનો ભેંકાર તેઓને સ્પર્શી ગયો. બહુ હળવેથી તેઓએ તેનું બારણું ઉઘાડ્યું, અને અંદર નજર કરતાં જ તેઓ સ્તબ્ધ બની ગયા ! તેઓમાંના એકે ખીસામાંથી ચમ્મુ કાઢયું અને પાસે જઈ દોરડું કાપી નાખ્યું: રાલ્ફનું શબ ધબ દઈને જમીન ઉપર પડ્યું. - રાફે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી! Page #414 -------------------------------------------------------------------------- ________________ ૭૧ સે સારું જેનું છેવટ સારું રાફના મરણની વાતને કેટલાંય અઠવાડિયાં વીતી ગયાં. મેડલીનને નિકોલસને ત્યાંથી ખસેડી લેવામાં આવી હતી; ફેંક બહારગામ ચાલ્યો ગયો હતો, અને કેટ તથા નિકોલસ એકબીજાને ઓથ આપી, પોતાના મનની ખિન્નતા ભૂલવા કોશિશ કરતાં હતાં. મિસિસ નિકલ્બી તો આ બધા ફેરફારોના આઘાતથી રઘવાઈ જ થઈ ગઈ હતી. એ સ્થિતિમાં અચાનક એક સાંજે મિ૦ લિકિનવૉટરે આવી, બંને ભાઈઓ તરફથી આખા ઘરને – મિસ લા કીવી સુધ્ધાંને - આવતી કાલ પછીને દિવસે જમવા આવવાનું નિમંત્રણ આપ્યું. ટિમ ચાલ્યો ગયો કે પછી મિસિસ નિકલબી તરત જ કલ્પનાવાયુએ ચડ્યાં: “આ નિમંત્રણનો શો અર્થ છે, ભાઈ, સમજ્યો?” તેમણે નિકોલસને પૂછયું. “એટલો જ કે, તે દિવસે આપણે તેમને ઘેર જઈને ખાનપાન પરવારવાનું છે; આપણા પોતાના ઘરમાં નહિ!” “બસ, તને એટલો જ અર્થ લાગ્યો કે? જોજે, આમાં તો બહુ ઊંડાં પાણી છે!” | નિકોલસને પોતાની માના એ વિચિત્ર ખ્યાલ ઉપર હસવું આવી ગયું. જમણને દિવસે મિસ લા ક્રીવી નિકોલસને ઘેર પહેલેથી આવી પહોંચી, અને તેને લઈ બધાં શેઠ-ભાઈઓને ત્યાં ઊપડ્યાં. ભાઈ ૩૫૮ Page #415 -------------------------------------------------------------------------- ________________ સી સારું જેનું છેવટ સારું ૩પ૯ ઓએ સૌને હાર્દિક આવકાર આપ્યો. કેટને મનમાં ડર હતો કે, ટૂંકનો કિસ્સો તેઓ જાણતા હોવાથી, તેનો સત્કાર નહીં થાય, પણ તે લોકોએ તો તેને જાણે ખાસ આવકાર આપ્યો. - “બેટા, તું મેડલીન તારે ઘેરથી ગઈ પછી તેને મળી જ નથી કેમ?” ભાઈ ચાલસેં કેટને પૂછયું. ના જી; એક વખત નહીં.” “તેણે પણ તને કંઈ લખ્યું-કારવ્યું નથી?” “એક જ કાગળ લખ્યો છે; મને પણ નવાઈ લાગે છે કે, આટલી જલદી તે કેમ જ મને ભૂલી જાય !” “બિચારી દીકરી! જુઓ ભાઈ નેડમેડલીને એને એક જ વખત પત્ર લખ્યો છે–એક જ વખત! એ તે રીત છે? અને આ આપણી મીઠડી, પછી મેડલીન જલદીથી પોતાને ભૂલી ગઈ એમ ન માને, તો શું કરે?” “બહુ દિલગીર થવા જેવી બાબત છે, ભાઈ, ખરેખર દિલગીર થવા જેવી.” બંને ભાઈઓએ પછી આંખોથી કંઈક નિશાની કરી લીધી અને એકબીજાના હાથ મિલાવ્યા. જાણે તેમણે ધારેલું જ બરાબર બન્યું હોય તે માટે એકબીજાને ધન્યવાદ આપતા ન હોય! “જો, બેટા, પેલા કમરામાં જા; ત્યાં ટેબલ ઉપર તેનો પત્ર પડ્યો છે કે નહિ એ જોઈ લે. મને લાગે છે કે, એક કાગળ છે જ. અને કાગળ ત્યાં હોય તો જલદીથી અહીં પાછા ફરવાની જરૂર નથી; કારણ કે, હજુ જમવા બેસવાની ઘણી વાર છે.” પછી ભાઈ ચાર્લ્સ મિસિસ નિકલ્ટી તરફ ફરીને કહ્યું, “અમે તમો સૌને જરા વહેલાં બોલાવ્યાં છે, તેનું કારણ છે; વચગાળામાં અમારે થોડી વાત કરી લેવાની છે. તો ભાઈ નેડ, આપણે નક્કી કર્યું છે તેમ, તમે એ વાત મિસિસ નિકબીને કરવા માંડો. અને મિ0 નિકબી, તમે જરા મારી સાથે આવો તો.” Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ નિકોલસ નિકલ્ટી ભાઈ ચાર્લ્સ અને નિકોલસ બહાર જતાં, એ ઓરડામાં મિસિસ નિકલ્બી, મિસ લા ક્રીવી અને ભાઈ નેડ એ ત્રણ રહ્યાં. | નિકોલસ ભાઈ ચાર્સની સાથે તેમના ખાનગી ઓરડામાં ગયો; તો ત્યાં ફેંક હતો. અત્યાર સુધી નિકોલસ એમ માનતો હતો કે તે પરદેશ ચાલ્યો ગયો છે. જુવાનિયાઓ, એકબીજા સાથે હાથ મિલાવો, જોઉં!” ભાઈ ચાર્લ્સે કહ્યું. / “એ માટે કોઈના કહેવાની હું રાહ જોઉં તેમ નથી,” નિકોલસે હાથ મિલાવવા આગળ જતાં કહ્યું. હું પણ,” કહી ફેંકે નિકોલસનો હાથ ખૂબ ભાવથી દબાવ્યો. જુઓ, તમે બંને મિત્ર રહો એમ જ હું ઇચ્છું છું. ફ્રેક હવે તું આમ આવ, અને તમે મિત્ર નિકલ્ટી મારી બીજી બાજુએ આવો.” ભાઈ ચાર્લ્સની બંને તરફ બંને જુવાનિયા ગોઠવાયા, એટલે તેમણે ખીસામાંથી એક કાગળ કાઢયો અને તેની ગડીઓ ઉકેલી. મેડલીનની માના બાપુએ લખેલા વિલની આ નકલ છે. બાર હજાર પાઉંડનો વારસો, તે પુખ્ત ઉંમરની થાય કે પરણે ત્યારે તેને મળે, એવું તેમણે તેમાં લખ્યું છે. એ સગૃહસ્થ પ્રથમ મેડલીન ઉપર એ કારણે ચિડાયા હતા કે, તે તેના બાપુને છોડીને, તેમની સાથે રહેવા ન ગઈ. એટલે તેમણે પોતાનો વારસો ધર્માદા સંસ્થા ઓને આપી દીધાનું વિલ કર્યું હતું. પણ પછી ત્રણેક અઠવાડિયાં બાદ, તેમણે પોતાનો વિચાર ફેરવીને આ નવું વિલ કર્યું. દગાબાજીથી આ નવું વિલ તેમના મૃત્યુ બાદ ઉપાડી જવામાં આવ્યું, અને પેલા જાના વિલનો જ અમલ કરવામાં આવ્યો. પણ આ વિલ અમારા હાથમાં આવ્યા બાદ, અમે વાટાઘાટો દ્વારા જૂનું વિલ રદબાતલ થયેલું ગણાવી બધા પૈસા પાછા મેળવ્યા છે. હવે ફેંક, તું આ વિલ પાછું મેળવવામાં કારણભૂત બન્યો હતો, એટલે, જોકે આ વારસો Page #417 -------------------------------------------------------------------------- ________________ સૌ સારું જેનું છેવટ સારું ૩૬૧ બહુ નાનો છે છતાં, તું તે વારસો અને મેડલીનને સ્વીકારી લે, ' એમ અમે ઇચ્છીએ છીએ; કારણ કે એના કરતાં ત્રણ ગણા - વારસાવાળી બીજી કોઈ છોકરી કરતાં મેડલીનને અમે તારે માટે વધુ લાયક ગણીએ છીએ.” “ના જી; મેં એ વિલ પાછું મેળવવા પ્રયત્ન કર્યો ત્યારે પણ એમ જાણીને જ કર્યો હતો કે, મેડલીનનું હૃદય એવા કોઈને અપિત થઈ ચૂકેલું છે, કે જેના એની ઉપર ઘણા ઘણા ઉપકાર થયેલા છે, અને જે તેને માટે બધી રીતે લાયક પણ છે.” “અને મહેરબાન! તમારું હૃદય તમે કોને અર્પિત કર્યું છે, એ સાફ બોલી નાંખો જોઉં! અમે જાણીએ છીએ કે, તમે મિત્ર નિકલ્બીની બહેન પાસે જઈને પ્રેમ માગી આવ્યા છો; પણ અમને – તમારા વડીલોને કહ્યા વગર, તથા અમે તમારે માટે ત્યાં ભલામણ કરીએ તે પહેલાં, તમે બારોબાર કેમ ત્યાં ફરી વળ્યા, એ કહો જોઉં!” “તમે મારો એ પ્રેમ મંજૂર રાખો, તથા મારે માટે ભલામણ કરવા જાઓ, એવી આશા મને કેવી રીતે હોય?” “આશા કેવી રીતે હોય?” – એમ બોલ્યા એટલે જાણે બધું પૂરું થયું! જુઓ, મિત્ર નિકલ્બી, મેડલીનનું હૃદય અર્પિત થઈ ચૂકયું છે; અને મને તમારો હાથ આપો જોઉં, – એ હૃદય તમને અર્પિત થયેલું છે. આ વિલની મિલકત તમને મળવા સરજાયેલી છે, કારણ કે એ મિલકત કરતાં કેટલાય ગણી મૂલ્યવાન વસ્તુ–મેડલીનનું હૃદય, તે તમને મળી ચૂકેલું છે. મેડલીનના અમે જે હિતેચ્છુઓ છીએ, તેમણે જેવું ઠેકાણું તેને માટે ઇચ્છયું હોત, તેવે ઠેકાણે જ તેણે પોતાનું હૃદય અધ્યું છે એટલે અમારે તેની સાથે કશી તકરાર નથી. અને આ ગાંડા ફેંકે પણ, આખી જિંદગીમાં એક જ ડાહ્યું કામ કર્યું છે અને તે એ કે, જ્યાં અમે ઇચ્છીએ ત્યાં જ પોતાનું હૃદય તેણે અપ્યું છે. એટલે તમારી બહેને ભલે સો વાર ના પાડી હશે, તેમ છતાં તેનો હાથ ફેંકને જ મળશે, એ તમને કહી દઉં છું! ખરે જ, અમારે માટે આ નિ-૨૪ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ - નિકોલસ નિકલ્ટી સુખીમાં સુખી દિવસ છે. જો અમારાં માં અમારો આ સુખી દિવસ જોવા જીવતાં રહ્યાં હોત, તો તેમને કેવો આનંદ થાત ! ખરું ને ભાઈ ને?” આ છેલ્લું વાક્ય તેમણે મિસિસ નિકલ્બી સાથે હવે એ ઓરડામાં પ્રવેશતા ભાઈ નેડને સંબોધીને કહ્યું હતું. ભાઈ નેડે જવાબમાં ભાઈ ચાર્લ્સને પોતાની બાથમાં જ વીંટી લીધા. તરત જ બંને જુવાનોને તેમની પ્રેયસીઓ પાસે નિપટી લેવા અલગ અલગ મોકલી દેવામાં આવ્યા. ટિમ લિંકિનવૉટરે હવે બંને ભાઈઓને કહ્યું, “તમે તો કહ્યું હતું ને કે, મિ0 નિકલ્ટી અને મિત્ર ફેંકને ખૂબ રગરગાવ્યા પછી જ તેમને ખરી વાત જણાવવી છે? પણ તમે તો બહુ જલદી આખી વાતનો ભંડો ફોડી નાંખ્યો !” બંને ભાઈઓ હસતા હસતા બોલી ઊઠ્યા, “તું ભાઈ, જીવનભરનો વાંઢો માણસ, તે તને તો પ્રેમીઓને રગરગાવવાના જ વિચાર આવે! પણ તું કોઈ વીસ-નખીના પ્રેમમાં પડ્યો હોત અને તે પણ એવી કે, જે તને ખાસો ઊંચો-નીચો કરે, તો કેવું સારું થાત?” એટલું કહી, મિસિસ નિકલ્વી, જે હવે આનંદાશ્રુ સારતાં બેઠાં હતાં, તેમને જરા શાંત પાડવા ખાતર બંને ભાઈઓ બહાર બોલાવી ગયા. પણ આ શું થયું? હવે તો આ ઓરડામાં મિસ લા કીવી અને મિ0 ટિમ લિંકિનવૉટર બે જ જણ બાકી રહ્યાં. અને મિસ લા ક્રીવી જેવી બાઈ આનંદાશ્રુ સારતી બેઠી હોય, પછી ટિમ લિંકિનવૉટર ભલેને હજાર ટિમ લિકિનવૉટર કેમ ન હોય, તેમ છતાં તેમણે આશ્વાસન આપવા ખાતર પણ મિસ લા ક્રીની પાસે જવું જ જોઈએ ને? “ના રડશો!” ટિમે કહ્યું, Page #419 -------------------------------------------------------------------------- ________________ સૌ સારું જેનું છેવટ સારું ૩૬૩ “શું કરું? મારાથી રડી જ પડાય છે,” મિસ લા કીવીએ જવાબ આપ્યો. નહિ, નહિ, હું વિનંતી કરું છું.” “પરંતુ મને એટલો બધો આનંદ થયો છે કે, મારું હૃદય ભરાઈ આવ્યું છે.” પણ હૃદય આનંદથી ભરાઈ આવ્યું હોય તો હસો! જરૂર હસો, નહિ તો મને રડવું આવશે!” “વાહ, તમને શા માટે રડવું આવે, ભલા?” મિસ લા કીવી એટલું બોલતાંમાં જ હસી પડી. “કારણ કે, મારું હૃદય પણ આનંદથી ભરાઈ આવ્યું છે–જેમ તમારું હૃદય પણ આનંદથી ભરાઈ આવ્યું છે. આપણા જેવા માણસો, જેમણે આખી જિંદગી એકલાં જ ગાળી છે, તેઓને જુવાનિયાં ઘણું ટળ્યા પછી એકઠાં થાય, તે જોઈને આનંદ જ થાય.” “ખરી વાત; એવું જ છે.” “જોકે, એ બધા પોતપોતાના પ્રેમપાત્રને લઈ ચાલ્યાં જાય એટલે આપણાં જેવાને થોડું એકલાપણું – એકલાં પડતાં મુકાયાં, એવું લાગે ખરું.” ખરે જ? એવું લાગે?” “હા લાગે જ; એ તો હું અત્યારે તમારી સાથે છું, અને તમે મારી સાથે છો, એટલે ન લાગે, એમ બને. પણ અહીંથી પછી એકલા પોતપોતાના રહેઠાણે જઈશું ત્યારે? એટલે મારી સૂચના છે કે, આપણે રહેઠાણે જવા જુદાં જ ન પડીએ તો કેમ?” “એટલે?” એટલે કે, આપણે આપણાં જુદાં રહેઠાણોને જ ભેગાં કરી દઈએ તો?” “વાહ, મિ0 ટિમ લિંકિનવૉટર, તમે ખરા તુક્કાઓ લડાવો છો! આપણી તે એમ કરવાની ઉમર કહેવાય ખરી ?” Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ નિકોલસ નિકલ્બી “ઘરડાં થયાં છીએ, એટલે જ હવે આપણને એકબીજાની સોબતની વધુ જરૂર પડશે; ભલે, અત્યાર સુધી આપણે એકલાં એકલાં જ દિવસો ખેંચી કાઢયા.” “વાહ, મિ૦ લિંકિનવૉટર, તમેય ભારે મશ્કરીખોર છો!” “ના, હું જરાય મશ્કરીની વાત નથી કરતો.” “પણ લોકો જ એ વાત સાંભળી પેટ પકડીને હસવા લાગશે.” “તો તો વધુ સારું; આપણે તેમની સાથે હસવા લાગીશું. અને તમે તમારી જાતને જ પૂછી જુઓ કે, આપણે જ્યારથી એકબીજાના પરિચયમાં આવ્યાં છીએ, ત્યારથી આપણે કેટલો આનંદ માણતાં આવ્યાં છીએ?” હા, એ તમારી વાત સાચી છે, પણ શેઠ-ભાઈઓ આ જાણી શું કહેશે?” વાહ, તમે ના સમજ્યાં? તેઓ જાણી જોઈને તો આપણને એકલાં મૂકીને ગયા, જેથી હું આ વાત ઉપાડી શકે.” “વાહ, મારાથી તો તેમને મોં પણ ફરીથી નહિ બતાવી શકાય!” બધાં જમવા ઊઠે તે વખતે જ ન્યૂમેન નૉગ્સ આવી પહોંચ્યો. તેને શેઠ-ભાઈઓએ બોલાવ્યો જ હતો;–અરે, આ બધી ગોઠવણો કરવામાં તે જ શેઠિયાઓને મદદ કરી રહ્યો હતો. પણ અત્યારે તે પોતાની જૂની રીત પ્રમાણે, સદ્ગૃહસ્થને ભોજન વખતે ઘટે તેવાં કપડાંમાં સુસજજ હતો. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ડાથોય્ઝ એકૅરેમીના અંત નિકોલસ પોતાના દુ:ખના વખતના મિત્રોને ભૂલે તેવો ન હતો. પોતાની બદલાયેલી સ્થિતિના શુભ સમાચાર યૉર્કશાયરમાં જૉન બ્રાઉડીને લખી જણાવવા તેણે કેટલીય વાર ઉધામા કર્યા; પણ તે કાગળ લખવા માંડે ને અધૂરો રહે, અથવા સારો ન લખાયો એમ માની ફાડી નાંખે. છેવટે મેડલીને જ આગ્રહ કરીને તેને જણાવ્યું કે, તમે જાતે જ જઈને તમારા એ ભલા મિત્રને મળી આવો, અને આપણાં લગ્ન પત્યા બાદ આપણે ત્યાં થોડો વખત રહેવા આવવાનું નિમંત્રણ પણ તેમને આપતા આવો. મેડલીનના પિતા તાજેતરમાં જ ગુજરી ગયા હોઈ, શોકનો સમય પૂરો થાય ત્યાર બાદ એનું લગ્ન લેવાનું હતું. અને નિકોલસને એ પ્રસ્તાવ એવો ગળે ઊતરી ગયો કે, કશી ખબર આપ્યા વિના જ, પોતાના એ ભલા ગામડિયા મિત્રને ઓચિંતા જઈ ચમકાવવા માટે જ, તે કોચ-ડીમાં ચડી બેઠો. યૉર્કશાયર પહોંચી રાતે તે ગ્રેટાબ્રિજની વીશીમાં સૂઈ રહ્યો. બીજે દિવસે વહેલી સવારે બજાર-મથક તરફ જઈ, ત્યાં પૂછપરછ કરી, જાન બ્રાઉડીનું ઘર તેણે શોધી કાઢયું. સૌ કોઈ એ ભલા માણસને ઓળખતાં હતાં; અને એક જણ તો તેને એના ઘર સુધી આવીને મૂકી ગયો. એ ભોમિયાને બહારથી જ વિદાય કરી, નિકોલસ ઝટપટ ઝાંપામાં પેઠો. મકાનની અને આસપાસના વાડાની ફૂલતી-ફાલતી સ્થિતિ જોઈ, રાજી થતો તે રસોડાના પાછલા બારણે પહોંચી જઈ તેને પોતાની લાકડી વડે જોરથી ઠોકવા માંડયું. ૩૬૫ Page #422 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્ટી અંદરથી તે ભલા માણસનો અવાજ આવ્યો, “શી બાબત છે,' ભાઈ? આખું ગામ સળગી ઊઠયું છે કે શું? પણ તેમાં મારા ઘરનું બારણું શાને તોડી નાખે છે?” આટલું બોલતાં બોલતાં જોન બ્રાઉડીએ પોતે જ બારણું ઉઘાડ્યું, અને ત્યાં નિકોલસને જોતાં તે એટલો તો આનંદમાં આવી ગયો કે, પોતાના વિશાળ પંજાઓથી નિકોલસનો બરડો જોરથી થપથપાવવા લાગ્યો. નિકોલસ જેવો નક્કર જુવાનિયો જ તેના પંજાની એ થાપટો હસતો હસતો સ્વીકારી શકે. પછી તો બંને હાથે નિકોલસને તેણે ઊંચકી જ લીધો અને પોતાની પત્નીને બૂમ મારી, “એય દિલ્હી, આ તારા છોકરાનો દેવ-બાપો આવ્યો! એય, સાંભળ્યું કે? તારા છોકરાનો–” એમ કહીને, નિકોલસે તેના છોકરાના દેવબાપ (ગૉડફાધર) થવા કરેલી માગણી યાદ કરીને બ્રાઉડી ખડખડાટ હસવા માંડ્યો. પછી તો રસોડાના ટેબલ ઉપર તેને બેસાડી, પહેલું જ કામ તેણે આગને સંકોરી ભડભડાટ સળગાવવાનું કર્યું, અને પછી નિકોલસને બે દહાડા ચાલે એટલું નાસ્તાનું ભોજન કાઢીને પીરસી દીધું. પછી હસતાં હસતાં તેણે કહ્યું, “લાકડીથી બારણું ઠોકર્યું એટલા ઉપરથી જ મને કલ્પના તો ગઈ હતી કે, ભાઈલો નિકોલસ જ જ આમ તો ઠોકે! પેલા શાળામાસ્તરનો બરડો ઠોકેલો એ તારી ટેવ હું જાણું ને, ભાઈ?” એટલું બોલી પાછો, વિયર્સવાળી વાત યાદ કરીને, જૉન બ્રાઉડી પેટ દબાવી હસવા ઉપર ચડ્યો. પણ પછી એ માસ્તરનું શું થયું, ભાઈલા? ગઈ કાલે રાતે શહેરમાં કંઈક વાત ચાલતી હતી; પણ બધી ગોળ ગોળ !” ઘણી ઘણી મુદતો પછી તેને સાત વર્ષ દેશનિકાલની સજા થઈ છે, – ચોરાયેલું વિલ તેના કબજામાંથી નીકળ્યું એ કારણે; પરંતુ, પછી, કહે છે કે, બીજા કાવતરામાં ભાગ લેવા બદલ બીજી પણ સજા ભોગવવાની થશે.” Page #423 -------------------------------------------------------------------------- ________________ કહ્યું. ડોથબૉય્ઝ એકૅડેમીનો અંત ૩૬૭ 66 ‘શાનું કાવતરું? લંડનની પાર્લરમેન્ડ ઉડાડી દેવાનું ગાઈ ફૉક્સ 66 ના, ના; આ નિશાળ અંગેનું જ! જુઓ, હું માંડીને વાત "" 66 ના, ના, પણ ટિલ્ટીને આવવા દે ભાઈલા! નહીં તો એને એમ લાગશે કે, કંઈ છાની વાતો મેં તને કરી દીધી!” એમ કહી તે પાછો ખડખડાટ હસી પડયો. એટલામાં નાસ્તો પૂરો થયો ત્યાં માટિલ્ડા નિરાંતે આવીને બેઠી, એટલે નિકોલસે બધી વાત માંડીને કહી. ભલો બ્રાઉડી વાત દરમ્યાન કેટલીક વાર ઘૂરકી બેસતો, તો કેટલીય વાર શાબાશી આપવા માટે નિકોલસનો બરડો થાબડતો. પછી જ્યારે મેડલીનની વાત આવી, અને શોકનો ગાળો પતી ગયા પછી તેની સાથેના લગ્નનું પતી રહે ત્યારે પોતાને ત્યાં લંડન આવવાનું બંનેને આમંત્રણ આપવા જ પોતે આવ્યો છે એ વાત નિકોલસે કરી, ત્યારે બ્રાઉડીનું માં આનંદથી પહોળું થઈ ગયું. પણ પછી તે ઝટપટ ઊઠીને ઊભો થયો અને બોલ્યો, “ભાઈલા! મને ઝટ માસ્તરની નિશાળે જવા દે; કારણ કે, ત્યાં જો આ બધી ખબર પહોંચી હશે, તો માસ્તરણીનું એક હાડકું છોકરાઓ સાજું નહિ રહેવા દે. ત્યાં તો હુલ્લડ થયું હશે, હુલ્લડ!” અને તરત જ તે ભલો ગામડિયો ઘોડા ઉપર બેસી, ઝટપટ સ્ક્વેિયર્સની નિશાળે જઈ પહોંચ્યો. અને તેની ધારણા સાચી જ નીવડી. છાપાં ઉપરથી ખબર પડતાં કેટલાંય માબાપોએ પોતાનાં છોકરાંને પાછાં બોલાવવા પેરવી કરવા માંડી હતી, એટલે છોકરાંને જાણ તો થઈ જ ગઈ હતી. અને ત્યાં ખરેખર હુલ્લડનું વાતાવરણ જ જામતું જતું હતું. ભોગજોગે તે દિવસે ગંધક-દિન હતો, અને છોકરાંએ એ પીણું પીવાનો ઇન્કાર કર્યો. મિસિસ સ્ક્વેિયર્સે એકબે છોકરાઓના માથામાં લાકડાનો Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ નિકોલસ નિકલ્ટી ચમચો ફટકાર્યો, તેવામાં તો બધા છોકરા બૂમો પાડતા તેના ઉપર તૂટી પડ્યા અને તેના મોંમાં જ એ પીણું રેડવા માંડ્યું. તે બિચારી પીએ કે ન પીએ પણ તેનું મોં દંડા વડે ફાડી એ પીણું તેમાં ચમચાથી રેડવામાં આવતું હતું. બીજી બાજુ કેટલાય છોકરાઓ સ્કિવયર્સના છોકરા વકફોર્ડને પકડી, તેનું આખું માથું જ એ ગંધકરસના કૂંડામાં વારંવાર બોલતા હતા. પછી તો ફેની તરફ પણ બીજું ટોળું ધસી ગયું, અને તેની તેમણે બૂરી ગત કરવા માંડી. એ અરસામાં જ બ્રાઉડી ત્યાં મારતે ઘોડે આવી પહોંચ્યો. બ્રાઉડીએ આવી એ લોકોને રોક્યા, શાબાશી આપી, અને સાથે સાથે સ્ત્રીઓ ઉપર હાથ ન ઉપાડવા “અપીલ' કરી. બ્રાઉડીની એ યુક્તિ સફળ નીવડી. પેલાંઓને ન મારવાની જ વાત કરી હોત, તો તો કોઈ તેનું ન સાંભળત. તેણે હવે એ લોકોને મળેલી આઝાદીના પોકારો મોટેથી કરાવવા માંડ્યા, એટલે છોકરાઓ બીજું બધું છોડી તેની આસપાસ જ “હુ-એ, હુરેએ” કરતા દોડી આવ્યા. બ્રાઉડીએ હવે ભાષણ શરૂ કર્યું કે, માસ્તરને સાત વરસ દેશનિકાલની સજા થઈ છે, અને પછી પણ બીજી સજા થવાની છે; લંડનથી પોતાને ઘેર આવેલા તેમના જૂના માસ્તર નિકોલસે જ આ વાત કહી છે; માટે હવે આ નિશાળ બંધ થાય છે, અને તમે સૌ સૌને ઘેર રવાના થઈ જાઓ! જોકે, કેટલાંય માબાપોએ પોતાનાં બાળકોને પાછાં બોલાવવાની વ્યવસ્થા કરી દીધી હતી; પણ કેટલાંયને ઘર કે માબાપ જેવું કંઈ હોવાની ખબર જ નહોતી. તેવાં કેટલાંયને બ્રાઉડીએ અને તેની પત્નીએ ખાવા-પીવાનું તથા થોડું ઘણું રોકડ આપીને મદદ કરી. તેમ છતાં કેટલાંય છોકરાં દિવસો સુધી આસપાસના રસ્તાઓ ઉપર ઠંડીથી-થાકથી-ભૂખથી રવડતાં રહ્યાં હતાં ! જેવી શાળા તેવો તેનો અંત આવ્યો ! Page #425 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર મેડલીનના પિતાના શોકનો સમય પૂરો થયો, એટલે તેનું નિકોલસ સાથે લગ્ન થઈ ગયું. અને તે જ દિવસે અને તે જ સમયે કેટ પણ મિસિસ ફ્રેંક ચિયરીબલ બની ગઈ. ટિમ લિકિનવૉટર અને મિસ લા કીવી પણ તે જ ઘડીએ પરણશે એમ મનાયું હતું. પણ તેઓએ ના પાડી, અને બેત્રણ અઠવાડિયાં બાદ એક વહેલી સવારે નાસ્તો કરી તેઓ બહાર ગયાં અને ત્યાંથી હસતે ચહેરે પાછાં આવ્યાં. તેઓ કશી ધામધૂમ વિના પરણીને આવ્યાં હતાં. નિકોલસે પત્નીના વારસા તરીકે મળેલાં નાણાં ચિયરીબલ બ્રધર્સની પેઢીમાં જ રોક્યાં; ફેંક તે પેઢીમાં ભાગીદાર બન્યો હતો. થોડાં વર્ષ પછી એ પેઢી “ચિયરીબલ ઍન્ડ નિકલેબી” એ નામે ચાલવા લાગી. મિસિસ નિકબીએ ભાખેલું–કહો કે, સેવેલું એ સ્વનું સાચું પડ્યું! ચિયરીબલ ભાઈઓ હવે ધંધામાંથી નિવૃત્ત થયા હતા. જે બધું બન્યું તેનાથી તેઓ પરમ પ્રસન્ન થયા હતા, એ કહેવાની જરૂર નહિ. પોતે પોતાની આસપાસ જીવનભર મથીને સરજેલા સૌના સુખમાં વળી વિશેષ વધારો કરવા તેઓ ઘણું ઘણું જીવ્યા. ટિમ લિંકિનવૉટરે ઘણાં મનામણાં-પટામણાં પછી પેઢીમાં થોડો ભાગ સ્વીકારવાની હા પાડી. પણ ભાગીદાર તરીકે પેઢીના નામમાં પોતાનું નામ દાખલ કરવા તો તે હરગિજ કબૂલ ન થયો. તે અને તેની પત્ની પેલા જૂના મકાનમાં જ રહ્યાં – જ્યાંથી ટિમ લિકિનવૉટરને બેંતાલીસ બેતાલીસ વર્ષોથી પોતાના વહાલા લંડન શહેરને જોવાની ટેવ પડી હતી. ૩૬૯ Page #426 -------------------------------------------------------------------------- ________________ નિકોલસ નિકલ્પી રાલ્ફ વિલ કર્યા વિના મરી ગયો હતો. એટલે નિકોલસ વગેરે જ તેનાં નિકટનાં સંબંધી હોઈ, તેમને તેની મિલકત મળી શકે તેમ હતું. પણ તેઓએ તેના એ પૈસા સ્વીકારવા ના પાડી. એટલે છેવટે એ બધી પાપની મિલકત સરકારી તિજોરીમાં જમા થઈ ગઈ. ૩૭૦ ગ્રાઈડે મેડલીનવાળું વિલ ગેરકાયદે કબજે કરેલું હોવાથી, તેના ઉપર પણ કેસ ચાલ્યો. પરંતુ કાયદાની છટકબારીઓથી તે છેવટે સહીસલામત નીકળી ગયો. પણ કેટલાંક વર્ષો બાદ, તેની પાસે ઘણા પૈસા એકઠા થયેલા છે એવી વાત ચાલ્યા જ કરતી હોવાથી, એક રાતે તેના ઘરમાં ચોરો પેઠા; અને બીજે દિવસે પથારીમાં જ કમકમાટીભરી રીતે તેનું ખૂન થયેલું માલૂમ પડયું. પેગ ડોસીને પણ સ્ક્વેિયર્સ સાથે જ દરિયાપાર દેશનિકાલ થવું પડયું; અને તે તો પછી જીવતી પાછી ફરી શકે તેમ હતું જ નહિ. બ્રૂકર પસ્તાવો કરતો મરણ પામ્યો. સર મલબેરી હૉક પરદેશોમાં મોજમજા ઉડાવતો રહ્યો; પણ જ્યારે દેશમાં પાછો આવ્યો, ત્યારે લેણદારોએ તેને જેલમાં નંખાવ્યો અને જેલમાં જ તે મરણ પામ્યો. નિકોલસ તવંગર થયો એટલે તેણે પહેલું કામ એ કર્યું કે, પોતાના પિતાનું જૂનું ઘર પાછું ખરીદી લીધું. વખત જતો ગયો અને તેનું કુટુંબ વધતું ગયું, તેમ તે મકાનમાં નવા ભાગ ઉમેરાતા ગયા; પણ જૂના ઓરડા જેમ ને તેમ સાચવી રાખવામાં આવ્યા હતા. તે જ મકાનથી ફેંકેલો પથ્થર પહોંચે એટલે ક્રૂર કેટનું મકાન આવેલું હતું. તેની આસપાસ પણ નવા મધુર ચહેરાઓ કલબલ કરતા થયા હતા. પણ તે પોતે તો હતી તેવી જ મધુર ભલીભોળી કેટ જ રહી હતી. મિસિસ નિકલ્બી થોડો વખત પુત્રી સાથે રહેતી અને થોડો વખત પુત્ર સાથે. જ્યારે બંને કુટુંબો ધંધાનાં કારણોએ લંડન રહેવા ચાલ્યાં જતાં, ત્યારે તે પણ લાંડન જતી. છોકરાં ઉછેરવાના પોતાના અનુભવોનો Page #427 --------------------------------------------------------------------------  Page #428 -------------------------------------------------------------------------- ________________ - ST ' : : : એ અમે, : ' " . . ! *છે ' 'AS '*'+: " s ', ' S. સ્માઈકની કબર આગળ તેનાં ભાડુએ. - મૃ. ૩૭૧ Page #429 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૩૭૧ લાભ તે પોતાનાં બંને બાળકોના પરિવારને આપતી રહેતી. પોતાના જીવનમાંથી બીજા કેટલાય કીમતી અનુભવો તે વેર્યા કરતી. અને સફેદ વાળવાળો એક ડોસો શિયાળામાં કે ઉનાળામાં નિકોલસના મકાન પાસે જ એક નાની ‘કૉટેજમાં રહેતો હતો. જ્યારે તે એ ‘કૉંટેજ’માં ન હોય ત્યારે જાણવું કે, તે નિકોલસના ઘરના કંઈક કારભારમાં જ તેને ઘેર પહોંચી ગયો હશે. તેનો મુખ્ય વ્યવસાય છોકરાંઓ સાથે રમતો રમવાનો જ હતો; અને છોકરાંઓને પણ એ ‘મોટા છોકરા’ સાથે રમતાં જે આનંદ મળતો, તે બીજા કશામાંથી નહોતો મળતો. વહાલા ન્યૂમૅન નૉગ્ઝ વિના બંને ઘરનાં છોકરાંને એક ઘડી પણ ચાલે નહિ. સ્માઈકની કબર ઉપર લીલું ઘાસ હંમેશ છવાયેલું રહેતું. અને ઉનાળા દરમ્યાન તેનાં નવાં ભાઈ-ભાંડુને નાને મોટે હાથે ગૂંથાયેલી કેટલીય પુષ્પમાળાઓ તેની ઉપર પથરાઈ રહેતી. નાનાં બાળકો એ માળાઓ ચિમળાય તે પહેલાં તરત બદલી નાંખતાં, — પોતાના સ્માઈક કાકાને કંટાળો ન આવે તે માટે. જ્યારે તેઓ તે કબર પાસે આવતાં, ત્યારે હંમેશાં ધીમા અવાજે બોલતાં, અને ભલા સ્માઈક-કાકાને યાદ કરી એકબે આંસુ પાડતાં. ન્યૂમૅન નૉગ્સે તે સૌને કેટલીય વાતો કહીને સ્માઈક-કાકાની પાકી ઓળખાણ કરાવી દીધી હતી. [સમાપ્ત] Page #430 -------------------------------------------------------------------------- ________________ “સત્યાગ્રહ” રાષ્ટ્રીય પ્રશ્નોની ગાંધીવાદી વિચારસરણ અનુસાર ચર્ચા કરતું સાપ્તાહિક. લવાજમ : દેશમાં વાર્ષિક ૮૦૦૦; છમાસિક ૫૦૦૦; પરદેશમાં વાર્ષિક ૨૦ શિલિંગ. નઃ ૭૬૬૦ઃ તંત્રી, ૧, નવજીવન બ્લૉકસ, અમદાવાદ–૧૪ કેન : ૭૮૯૧૪: વ્યવસ્થાપક, ૧૦, ચાંપાનેર સોસાયટ્ટી, અમદાવાદ–૧૩ Page #431 -------------------------------------------------------------------------- ________________ પરિવાર પ્રકાશન સહકારી મંદિર લીનાં પુસ્તકો આશા અને ધીરજ અનુ. ગોપાળદાસ પટેલ ૪૫૦ [અલેકઝાન્ડર ડૂમા કૃત અદ્દભુત-રસ-પ્રધાન નવલકથાને છાયાનુવાદ, સચિત્ર.]. વેર અને ક્રાંતિ અનુ. બિપિનચંદ્ર ઝવેરી ૩૦૦ [ચાર્લ્સ ડિકન્સ કૃત વિખ્યાત નવલકથા “એ ટેલ એફ & સિટીઝને સરળ સચિત્ર સંક્ષેપ.] લે મિરાગ્લ ઉર્ફે દરિદ્રનારાયણ અનુ. ગેપાળદાસ પટેલ ૧૨૦૦ [ વિકટર હ્યુગે કૃત પ્રખ્યાત વિશ્વકથાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર મોતીની માયા અનુ. ગોપાળદાસ પટેલ ૧૫૦ [નોબેલ પ્રાઈઝ વિજેતા જોન સ્ટાઇનબેકની લખેલી લેકકથા પલ ને સંક્ષિપ્ત અનુવાદ, સચિત્ર.] કાતિ કે ઉત્ક્રાંતિ અનુ. ગેપાળદાસ પટેલ ૫૦૦ [વિકટર હ્યુગે કૃત નવલકથા “નાઈન્ટી શ્રી ને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર કાઉટ ઓફ માટે કિરશે” અનુ. ગેપાળદાસ પટેલ ૪.૦૦ [ ઇતર વાચન માટે સરળ સંક્ષેપ, સચિત્ર.] શ્રી માર્કેટિયર્સ-૧ યાને પ્રેમશૌર્યના રહે! અનુ. નેપાળદાસ પટેલ ૮૦૦ [ અલેક્ઝાન્ડર ડૂમા કૃત વિખ્યાત નવલકથાને સચિત્ર, વિસ્તૃત સંક્ષેપ.] શ્રી મર્કેટિયર્સ-ર યાને વીસ વર્ષ બાદ! અનુ. ગેપાળદાસ પટેલ ૮૦૦ * [ટૂમ કૃત “ટવેન્ટી ઈચર્સ આદર અને સચિત્ર છાયાનુવાદ.] Page #432 -------------------------------------------------------------------------- ________________ થ્રી મસ્કેટિયર્સ – ૩ યાને કામિની અને કાંચન અનુ॰ ગેાપાળદાસ પટેલ ૧૦૦૦ ડૂમા કૃત વાઈકાઉન્ટ દ બ્રાલેાન ને સચિત્ર, વિસ્તૃત સંક્ષેપ.] 6 શ્રી મસ્કેટિયર્સ-૪ યાને પ્રેમપંક (પ્રેસમાં) અનુ॰ગેાપાળદાસ પટેલ ૧૦૦૦ ડૂમાકૃત · લુઇઝાદે લ વાલિયેર ના સચિત્ર, વિસ્તૃત સંક્ષેપ.] શ્રી મસ્કેટિયર્સ-૫ ચાને દગા કિસીકા સગા નહિ ! (પ્રેસમાં ) અનુ॰ ગેાપાળદાસ પટેલ ૧૦.૦૦ ડૂમા કૃત · મૅન ઇન ધિ આયર્ન માસ્કના સચિત્ર,વિસ્તૃત સંક્ષેપ.] ‘લાફિંગ મૅન’ યાને ઉમરાવશાહીનું પાત અને પ્રતિભા (પ્રેસમાં) અનુ॰ ગેાપાળદાસ પટેલ ૧૦૦૦૦ [વિકટર હ્યુગેાની વિખ્યાત કથાના વિસ્તૃત, સચિત્ર સંક્ષેપ.] ૐન ક્વિઝેટ !! સંપા॰ ગેાપાલદાસ પટેલ (છપાય છે) ૧૦.૦૦ [સર્વાંતકૃત પ્રેમ-શૌર્યની એક અનોખી ઠઠ્ઠા-કથા. ] લિવર ટ્વિસ્ટ યાને ‘એક અનાથ ખળકની કહાણી ’ અનુ॰ ગેાપાળદાસ પટેલ ૫૫૦ [ડિકન્સ કૃત ાણીતી નવલકથાના સચિત્ર, છાયાનુવાદ. ] નિકાલસ નિકી યાને ‘કરણી તેવી ભરણી’ અનુ॰ ગેાપાળદાસ પટેલ ૧૦૦૦ [ડિકન્સ કૃત નવલકથાના વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] પિકવિક કલમ ચાને ‘સૌ સારું જેનું છેવટ સારું’ (પ્રેસમાં) અનુ॰ ગેાપાળદાસ પટેલ ૧૦૦૦ [ડિકન્સ કૃત વિખ્યાત નવલકથાના વિસ્તૃત સંક્ષેપ, ચિત્ર.] ડોમ્બી ઍન્ડ સન ચાને ‘તવંગરનું સંતાન ’ ( તૈયાર થાય છે) અનુ॰ ગેાપાળદાસ પટેલ ૧૦-૦૦ [ડિકન્સકૃત નવલકથાના વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] કુટુંબકબીલા અનુ॰ કમુબહેન પુ॰ છે॰ પટેલ [શ્રી. ગુરુદત્ત કૃત હિંદી નવલકથા 6 (તૈયાર થાય છે) ૧૦:૦૦ પુષ્ઠન ' ] Page #433 -------------------------------------------------------------------------- ________________ ブ વિચારમાળા સંપા॰ કમુબહેન પુ॰ છે॰ પટેલ [સત્યાગ્રહ’ની સુંદર વિચારકલિકાઓને સંગ્રહ.] ચિંતનમણિમાળા સંપા॰ કમુબહેન પુ॰ છે॰ પટેલ ૧૦૦ [‘નવજીવન’ નાં વિચાર-પુષ્પાની ફૂલગૂંથણી, સચિત્ર.] અનિકા વિજયશંકર મં૦ ભટ્ટ મારી જીવનદૃષ્ટિ [સંપાદકે વાંચેલાં અનેક પુસ્તકાના સારરૂપ મૂળ ફકરા.] સંપા॰ વિજયશંકર મં॰ ભટ્ટ ૨૦૦ [ કેટલાક વિશ્વવિખ્યાત વિદ્વાના, વિજ્ઞાનીએ તથા સંશાધકાની પ્રેરક જીવનદૃષ્ટિ આલેખતું પુસ્તક, સુંદર ફોટા સહિત. ] ભારત પર ચડાઈ સત્યાગ્રહી બાપુ સંપા॰ રમેશ ડા॰ દેસાઈ ૦૬૦ [ગાંધીજીના સત્યાગ્રહના પ્રસંગેાની રસિક વાર્તા, ચિત્ર.] સરદારશ્રીના વિનોદ સંપા॰ મુકુલભાઈ કલાર્થી; કલ્યાણજી વિ॰ મહેતા ૨૦૦ [બારડાલીની લડતના વિનાદના ૬૫ પ્રસંગે સહિત.] [ચીની આક્રમણના ખ્યાલ આપતી પુસ્તિકા, નકશા સાથે.] ગીતાનું પ્રસ્થાન [મહાભારતના યુદ્ધના મંડાણ પહેલાંની રસિક કથા.] ૩૦મી જાનેવારી ૧૭•° નથી યુનિવર્સિટીએ મગનભાઈ દેસાઈ ૦.૭૫ ૩૦૦ મગનભાઈ દેસાઈ ૧૫૦ [ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ – અગિયાર સુરમ્ય ફોટા ચિત્રો સહિત] મગનભાઈ દેસાઈ ૧૨૫ [ગાંધીજીએ જીવન-સાધનામાં આવશ્યક ઝીણવટભરી પ્રમાણભૂત રજૂઆત.] મગનભાઈ દેસાઈ ૫૦૦. [યુનિના શિક્ષણ-વહીવટ અંગે માહિતી તથા માર્ગદર્શન આપતી પુસ્તિકા; ગાંધીજીના ઉચ્ચ શિક્ષણને લગતા લેખા સહિત.] ગાંધીજીના જીવનમાર્ગ મગનભાઈ દેસાઈ (છપાય છે) માનેલાં વ્રત-સાધનાની ગીતાનો પ્રબંધ મગનભાઈ દેસાઈ (છપાય છે) [અષ્ટાદશાધ્યાયિની ગીતાના વિષયની ગાઠવણી અને રજૂઆત કેવી રીતે થઈ છે તેનું સળંગ નિરૂપણ.] Page #434 -------------------------------------------------------------------------- ________________ રાક અને સ્વાશ્ય ઝવેરભાઈ પટેલ ૨૦૦ [આરોગ્ય અને પ્રેરક અંગે સમજ આપતી પુસ્તિકા.]. નીલગંગાનાં નીર પુરુષોત્તમ ભેજનું પ૦૦ [યુગાન્ડા જઈ વસેલા ગુજરાતી ભાવુક હૃદયમાં સ્કુરેલાં કાવ્યોને સંગ્રહ, સચિત્ર.] સાવધાન! મગનભાઈ દેસાઈ ૦૧૦ [અંગ્રેજી અંગે સમજ આપતી પુસ્તિકા.] મિડલ સ્કૂલ અદકેરું અંગ ! મગનભાઈ દેસાઈ ૧૦૦૦ [અંગ્રેજી રાજ્ય હેઠળ પ્રાથમિક કેળવણીના એકમમાં અંગ્રેજોએ શા હેતુથી “મિડલ સ્કૂલ” કહેવાતી ફાચર મારી હતી, તેની ચર્ચા કરતી પુસ્તિકા. અત્યારે એ “ અદકેર” ભાગને કામ કરવા પ્રવૃત્તિ ચાલે છે, ત્યારે સૌને સાવધાન કરે છે.] ચિત્રકથામાળા લે સિરામ્લ, કાઉન્ટ ઓફ મેન્ટેક્રિસ્ટ, શ્રી મસ્કેટિયર્સ–૧, ઑલિવર ટિવટ એ નવલકથાઓને ચિત્રમાળા રૂપે રજૂ કરતી અનેખી કથામાળા. (તૈયાર થાય છે). સિયાકમુબહેન પુત્ર છે. પટેલ : ચિત્રકાર : રજની વ્યાસ) પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ અમશાવાદ-૧૩ Page #435 -------------------------------------------------------------------------- ________________ ચાર્લ્સ ડિકન્સ [ ૧૮૧૨ થી ૧૮૭૦ ] ચાર્લ્સ ડિકન્સનો જન્મ, તા. ૭-૨-૧૮૧૨ના રોજ ઈંગ્લેન્ડમાં પાર્ટસી મુકામે નૌકાખાતાના એક સામાન્ય કારકુનને ત્યાં થયેલો. બાપ દેવામાં ડૂબેલે જ રહેતા. ડિકન્સની ઉમર બાર વર્ષની થઈ, ત્યાં તો લેણદારોએ બાપને જેલમાં પુરા. તે આઠ સંતાન (છ ડિકન્સથી નાના) ની માતાને શિર કુટુંબના નિભાવના ભાર આવી પડયો. તે કઈક ભણેલી હતી એટલે પારકા છોકરાં ભણાવી ગુજરો જોગવવા પ્રયત્ન કરતી. બાળક ચાર્લ્સને તે લંડનની વખારોમાં વૈતરું કરવા જ મોકલી આપવા પડયો હતો. | બચપણના સમયમાં તથા ગરીબાઈની પરાકાષ્ઠામાં આમ જીવન ગુજારતાં જ ડિકન્સના ચિત્તમાં જે અનુભવ-સંરકારે ઊતરેલા, તે પંદર વર્ષની ઉમરે જ સાહિત્ય-લેખ દ્વારા પ્રગટ થવા માંડેચા અને થાડા વખતમાં તો – અર્થાત પચીસ-ત્રીસ વર્ષની ઉંમરે પહોંચતાં સુધીમાં તે આખી અંગ્રેજ પ્રજો તેની કૃતિઓ ઉપર ફીદા થઈ ગઈ. ૧૮૩૬ માં તેની સુપ્રસિદ્ધ “ પિકવિક પાસે ” નવલકથા પ્રગટ થઈ; પછી તો ૧૮૩૭ માં “ ઐલિવર ટિવસ્ટ', ૧૮૩૯માં ૬ નિકોલસ નિકબી', ૧૮૪૧ માં * ઓલ્ડ ફ્યુરિસિટી શેપ ” – એમ એક પછી એક તેની માટી નવલકથાઓ પ્રસિદ્ધ થવા લાગી. અપણા તરફ તેની વિશેષ જાણીતી નવલકથાઓ – ડૅવિડ કૅપરફિલ્ડ’, ‘એ ટેલ ઑફ ટૂ સિટીઝ”, અને ગ્રેટ એકપેકટેશન્સ” – એ નવલકથાઓ તો અનુક્રમે ૧૮૫૦, ૧૮૫૯ અને ૧૮૬૧માં પછીના અરસામાં પ્રગટ થઈ હતી. ગુણપારખુ ટેસ્ટંયે ડિકન્સને વિશ્વસાહિત્યકાર તરીકે ગણાવીને તેને શેકસપિયર કરતાં પણ ઊંચે દરજજો મૂકયો છે. -- 12: કારી મંદિર વિ.અમા Page #436 -------------------------------------------------------------------------- _