________________
નિકોલસ નિકલ્ટી - નિકોલસે છોકરાઓને નિયમિત પાઠ આપવા માંડ્યા હતા અને લેસન લેવા માંડ્યું હતું. એક વખત રાતે, પોતાને કારણે સ્માઇકની થતી દુર્દશાનો વિચાર કરતો તે આમ તેમ ઓરડામાં આંટા મારતો હતો, તેવામાં તેણે એક ખૂણામાં સ્માઈકને કોકડું વળી એક ફાટેલી ચોપડી ઉપર નીચો નમી રડતો જોયો.
નિકોલસે તેના ખભા ઉપર હાથ મૂક્યો.
“મને નહિ આવડે મારાથી મોઢે નથી થતું,” એમ કહી તે ફરી ધૂ સકે ધ્રુસકે રડી પડ્યો.
તો રહેવા દે, કંઈ વાંધો નહિ. તું રડીશ નહિ. મારે કારણે તને થતી મારપીટ અને હડધૂત મારાથી હવે જોવાતી નથી; તેમાં વળી હવે મારું આપેલું લેસન ન થતું હોવાથી તું રડે, એ તો બહુ થઈ
જાય.”
હમણાંના તેઓ મને બહુ મારપીટ કરે છે,” બિચારો ડૂસકાં ખાતો ખાતો બોલ્યો.
મને ખબર છે, ભાઈ.” “તમે ન હો, તો તેઓ મને મારી જ નાખે.”
“ના ભાઈ, હું અહીં છું એટલે તને કદાચ વધારે માર પડે છે; હું નહિ હોઉં તો કદાચ ઓછી મારપીટ તને થશે.” “હું, તમે નહિં હો એટલે?”
મારાથી આ બધું સહન નથી થતું, એટલે ચાલ્યો પણ જાઉં. મારી આગળ તો આખી દુનિયા પડેલી છે.”
“હૈ? દુનિયામાં બધે જ અહીંના જેવું જ હોતું હશે?”
ના રે ના, ત્યાંની કઠણમાં કઠણ મજૂરી તો અહીંની સરખામણીમાં હળવી ફૂલ જેવી લાગે!”
“ત્યાં - દુનિયામાં કદી હું તમને પાછો ભેગો થઈ શકીશ?”
“હા, કેમ નહિ થઈ શકે?” નિકોલસ તેની આંખમાં આવેલો વિચિત્ર ચમકારો જોઈને ચોંકી ઊઠ્યો.