________________
નવો દિવસ! ” “ત્યાં હું તને જરૂર મળીશ; અને ત્યાં તને મદદ કરવા જતાં અહીં જેવું વધુ દુ:ખ તારા ઉપર નહિ લાવી મૂકે.” નિકોલસને પોતાની બહેન અને પોતાની માનું બનેલું “ચા” આંખ આગળ તરી આવ્યું.
પેલા બાપડાએ તરત નિકોલસના બંને હાથ પકડી લીધા અને પોતાના મોં ઉપર દાબી દીધા અને કંઈક શબ્દો તે બોલવા ગયો, જે તેનાં ડૂસકાંમાં ડૂબી ગયા.
તે જ વખતે આવીયર્સ એ ઓરડામાં દાખલ થતા હતા !
૧૪
નવે દિવસ! જાન્યુઆરી મહિનાનું ધૂંધળું પરોઢ ઊગતું હતું. નિકોલસ એક કોણી ઉપર ઊંચો થઈ આસપાસ સૂતેલા છોકરાઓ તરફ નજર નાંખતો હતો. તે બિચારા પોતાનાં ફાટેલાં-તૂટેલાં કપડાં અને અધૂરી-પૂરી પથારી સાથે, ટાઢથી બચવા એકબીજાની નજીક અવાય તેટલા આવીને સૂતેલા હતા. | નિકોલસ એ બધા આકારોમાંથી પોતાની આંખને પરિચિત એવો એક આકાર શોધવા પ્રયત્ન કરતો હતો. તેવામાં દાદર નીચેથી મિ૦ આવીયર્સની ત્રાડ સંભળાઈ.
અરે એય આળસુ કુત્તાઓ, તમે બધા આખો દિવસ ઉપર ઘોર્યા જ કરવાના છો કે શું?”
“આ આવ્યા, સાહેબ,” કહીને નિકોલસ હાંફળોફાંફળો ઊભો થઈ ગયો.
હા, હા, જલદી નીચે આવો, નહિ તો હું જ હમણાં તમો કેટલાકની ખબર લઈ નાખીશ! પણ પેલો સ્માઇકડો કયાં મૂઓ છે? હજુ સુધી તે કેમ કામે લાગ્યો નથી?”