________________
નિકોલસ નિકલ્પી
નિકોલસ તેને જ શોધતો હતો. પણ એ ઢગલાઓમાં કયાંય તેની આકૃતિ નજરે પડતી નહોતી.
૮૪
“સાળાની હમણાં વાત છે; નિકલ્બી, એ અક્કરમીને તરત નીચે મોકલો જોઉં; ” સ્કવીયર્સે પોતાની સોટી દાદરના કઠેરા ઉપર ઠોકતાં ફરી બૂમ પાડી.
“એ અહીં નથી દેખાતો, સાહેબ,” નિકોલસે જવાબ આપ્યો, “જૂઠું ન બોલશો, મિસ્ટર; એ ઉપર જ છે.”
“ એ અહીં નથી,” નિકોલસ ગુસ્સે થઈને બોલ્યો; “અને મને પણ જૂઠી વાત સંભળાવવાની તમારે જરૂર નથી.
""
66
‘ઠીક, હું જોઉં છું, ઉપર નથી તે, ” કહેતો સ્કવીયર્સ ઉપર ધસી આવ્યો; અને ખૂણામાં જ્યાં રોજ એ વૈતરો ટૂંટિયું વાળીને પડી રહેતો, ત્યાં સીધા ધસી જઈ, તેણે પોતાના હાથમાંની સોટીનો એક ઝપાટો જોરથી ફટકાર્યો. પણ ત્યાં કોઈ ન હતું.
“તમે મિસ્ટર, તેને કયાં સંતાડયો છે, તે બોલી નાખો જોઉં,” સ્કવીયર્સ નિકોલસ ઉપર તાડૂકયો.
66
‘ગઈ કાલ રાત પછી મેં તેને જોયો હોય એમ મને યાદ આવતું
નથી.”
“અરે મિસ્ટર, એમ તમે તેને મારમાંથી બચાવી શકવાના નથી; એ કયાં મૂઓ છે?”
ck
મૂઓ જ હશે તો તો કદાચ નજીકના તળાવડાને તળિયે હશે,” નિકોલસે પોતાની આંખો સ્થિર કરીને જવાબ આપ્યો.
“ એટલે શું, સા – આ −,” એટલું ઘુરકિયું કરી, વીયર્સે હવે છોકરાઓમાંથી કોઈને ખબર હોય તો બોલી દેવા ફરમાવ્યું.
છોકરાઓમાંથી નકારનો ગણગણાટ ગુંજી ઊઠયો; પણ એ બધાની અંદરથી એક તીણો અવાજ આવતો સંભળાયો —
“સાહેબ, મને લાગે છે કે, સ્માઇક નાસી ગયો. ”