________________
નિકોલસ નિકલ્પી
છેવટે તોફાન શમ્યું, અને મિ∞ લિલીવીક ટાઢા પડયા. મિ∞ ક્રાઉલે પણ ન્યૂમૅનના પરોણાઓ વિષે અવળું વર્ણન કરી બધાંને ચાંકાવવામાં મણા ન રાખી : “એ બે જણા કયાંકથી નાસી છૂટેલા ભામટા જ છે! કેદીઓ કે લૂંટારાઓ જ સમજોને! તેમનો દેખાવ ચીંથરેહાલ તથા બિહામણો છે. એવા માણસો મહેમાન થઈને આવે અને તેમને માટે સદ્ગુહસ્થોના ટેબલ ઉપરથી પીણાનો જગ ઉઠાવી જવો, એ તે કેવું કહેવાય! ઇ0"
૧૦૪
મિ લિલીવીક તરત બોલી ઊઠયા, “અરે, સરકારી કરવેરો અને ખાસ કરીને પાણીવેરો ચૂકવ્યા વિના નાસી છૂટેલા કોઈ બદમાશો તો નથી ને?”
મિ૦ ક્રાઉલને પોતાને આ કરવેરા અને પાણીવેરા બાબત બહુ આદર ન હતો. એટલે તે તરત બૂમ પાડીને, એ વાતનો વિરોધ કરવા જતા હતા. એટલામાં મિ૦ અને મિસિસ કૅગ્વિગ્ઝ તરફથી જોરદાર નિશાનીઓ અને સૂચનો મળતાં તે ચૂપ થઈ ગયા. અને મિ કૅર્નિંગ્ઝ હવે ઉપર જઈ, મિ૦ ન્યૂમૅનની વર્તણૂક વિષે ખુલાસો પૂછવા તથા એમના મહેમાનોની લાયકાત વિષે જાતમાહિતી મેળવવા જવા તૈયાર થયા, અને તે મહાકાર્યની પૂર્વતૈયારીમાં તેમણે પંચના ટૅબ્લરમાંથી એક સારો સરખો ઘૂંટડો પીધો. તેવામાં જ ઉપરથી કોઈ છોકરીની ચીસાચીસ અને દોડધામનો અવાજ આવતાં, સૌ સફાળાં ચોંકી ઊઠયાં. મિસિસ ડૅન્વિઝને એ ચીસો પોતાનો બાળક પુત્ર જે ઓરડામાં સુવાડયો હતો તે ઓરડામાંથી જ આવતી લાગી, અને તેમણે માની લીધું કે, જંગલી બિલાડો ઉઘાડી બારીમાંથી અંદર પેસી પોતાના પુત્રનું ગળું ચીરી તેનું લોહી જ પીવા લાગ્યો છે. એટલે તેમણે તો ઉપર દોડી જવા માટે પછાડો ખાવા માંડી. અને પાસેની બાઈ તેમને જેમ જેમ પકડીને રોકવા લાગી, તેમ તેમ તેમણે જવા માટે વધુ અમળાવા માંડયું. છેવટે પેલી બાઈએ મિસિસ ડૅન્વિઝને કહ્યું, “બાઈ, જરા ઓછું જોર કરો, નહિ તો મારા હાથથી તમને વધુ