________________
મિ૦ નૉઝના પરોણા
૧૦૫ વખત પકડી રાખી શકાશે નહિ.” અને બીજી બાજુ મિ0 કૅન્ડિઝને જોર કરી ધક્કો મારતાં તેણે કહ્યું, “મૂઆ માટીડા થતા, જાઓને જોઈ આવો, શું છે તે! આ બાઈમાણસ ઉપર જાય એમ તમે બધા ઇચ્છો છો શું?”
મિ૦ કૅન્વિચ્છ હવે હિંમત લાવી જોરભેર ઉપર દોડી ગયા. પણ દરમ્યાન નિકોલસ એ ઓરડામાંથી હાથમાં બાળક લઈ જલદી નીકળવા જતો હતો, તે તેમની સાથે ટિચાયો, એટલે એ ધક્કાથી એ બિચારા બે-ચાર પગથિયાં દાદર ઉપરથી ગબડીને નીચે પડ્યા! - નિકોલસે તે બાળકને બધાં રડારોળ અને બૂમાબૂમ કરતાં હતાં તે ઓરડામાં લાવીને મૂક્યું અને સૌને આશ્વાસન આપ્યું કે, “ચિંતા કરવાની કંઈ જરૂર નથી; બાળકને સાચવવા રાખેલી છોકરીને ઝોકું આવતાં ટેબલ ઉપર વધારે પડતી મૂકી ગઈ હશે, એટલે તેના વાળની લટ મીણબત્તી ઉપર પડીને સળગી ઊઠી, તેથી તેણે બૂમાબૂમ કરી મૂકી. તે સાંભળતાં વેળાસર જઈ પહોંચી, તે છોકરી વધુ સળગી જાય કે તેમાંથી વધુ આગ ફેલાઈ જાય તે પહેલાં, મેં તેના વાળ બુઝાવી નાંખ્યા; અને બાળક હવે સહીસલામત છે.”
બધાંએ ભેગાં મળી પેલી સળગી ગયેલા વાળવાળી બોડી બનેલી છોકરીને સારી પેઠે ધોલ-ધપાટ કરીને, મહેનતાણાના પૈસા આપ્યા વિના જ કાઢી મૂકી.
પછી સૌ નિકોલસનો આભાર માનવા લાગ્યાં અને તેની બહાદુરીનાં વખાણ કરવા લાગ્યાં. અને વાત પણ ખરી જ હતી કે, નિકોલસ જેવો અદ્ભવાળો માણસ જલદી જઈ ન પહોંચ્યો હોત, તો પેલી છોકરી ગભરાટમાં કરેલી દોડાદોડમાં કે ધમપછાડામાં ઓરડાનાં કપડાં વગેરે સળગાવી મૂકત અને બાળક પણ તેમાં જરૂર ઝડપાઈ જાત.