________________
૧૯ નોકરીની શોધમાં
બીજે દિવસે, નિકોલસે, નૉઝવાળા મકાનમાં જે ઓરડી ભાડે આપવાની બાકી હતી, તે અઠવાડિયે અઠવાડિયે ભાડું આપવાને ધોરણે રાખી લીધી. એ ઓરડી ન હતી, પણ એક ઘોલકું જ હતું. પરંતુ ન્યૂમેનની પરોણાગત ઉપર વિના કારણે ભારરૂપ ન થઈ પડવા ખાતર તેણે તરત એ ઓરડી લઈ લીધી, તથા પોતાનાં વધારાનાં કપડાં વેચી નાખી અઠવાડિયાનું ભાડું ભરી દીધું.
પછી, કંઈક નોકરી મળે તે માટે શું કરવું, એનો વિચાર કરતો તે રસ્તા ઉપર ફરવા નીકળ્યો. અચાનક તેની નજર “જનરલ એજન્સી ઑફિસ, દરેક જાતની જગાઓ અને નોકરીઓ માટે અંદર મળો”, એવા એક પાટિયા ઉપર પડી. તે તરત અંદર ગયો. અંદર લાંબાટૂંકાં પાટિયાં ઉપર વિવિધ પ્રકારની નોકરીઓની જાહેરખબરો જ્યાં ત્યાં લટકાવેલી હતી. એક જાડી બાઈ તથા તેનો કારકુન આવનારા ઘરાકોની જરૂરિયાતો પૂછીને, અમુક ફી લઈ, રજિસ્ટરમાંથી એ જાતની સેવાઓ માટેની માગણીવાળાં માણસોનાં સરનામાં ઉતારી આપતાં હતાં; અને દરેક ઘરાકને કઈ નોકરી વધુ માફક આવશે, એની સલાહ પણ તેઓ આપતાં હતાં. | નિકોલસની અગાઉ છએક જણાં ત્યાં બેઠાં હતાં; તેમનો વારો પતી ગયો એટલે નિકોલસ જરા ખચકાતો ખચકાતો આગળ આવ્યો. તેણે સેક્રેટરીની જગા માટેની પોતાની ઉમેદવારી જાહેર કરી. પરંતુ એટલામાં એક બુરખાધારી જુવાન બાઈ કંઈક ઉતાવળમાં
૧૦૬