SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ કેળવણીકારનું પોત “યૉર્કશાયર આપી શકે તેવી બધી સુખસગવડો; અને મિસિસ વીયર્સ બક્ષી શકે એવો બધો નીતિધર્મ- ટૂંકમાં ઘરમાં મળતી તમામ વસ્તુઓ તેમને મળશે, મિ0 સ્મોલી.” મને એ સાંભળી ખરેખર બહુ આનંદ થયો, સાહેબ, આ છોકરાઓને નીતિનિયમના શિક્ષણની બહુ જ જરૂર છે. એમના બાપને ત્યાં તેઓને તદ્દન ઊંધું જ શિક્ષણ મળ્યું છે. અને મારાથી તેઓની સંસ્કાર-હીનતા સહન જ થઈ શકતી નથી. તેમની માની પાસે થોડા ઘણા પૈસા છે, તે બધા આ છોકરાઓને લાડ લડાવવામાં જ ખર્ચી નાખે અને તેઓની અધોગતિ અધૂરી છે તે પૂરી જ થઈ રહે, એવો પૂરો સંભવ છે, સાહેબ. એટલે જ મારે તેઓને દૂર દૂર, જ્યાં રજાઓ વારંવાર ન મળતી હોય, એવી જગાએ મોકલી દેવા છે.” વાહ, તો તમે તેમના પિતાશ્રી નથી કેમ?” ના રે ના, હું તો તેમની માને પરણ્યો છું અને મને એ લોકોના ભવિષ્યની એવી ચિંતા છે કે...” સમજી ગયો, મારા મહેરબાન; તમારે હવે કશી ચિતા જ કરવાની રહેશે નહિ. જ્યાં સુધી અમને પૈસા નિયમિત મળ્યા કરે, ત્યાં સુધી અમે કોઈને પાછું મોકલવાની વાત જ કરતા નથી; સિવાય કે, એ છોકરાઓ જ કોઈ કોઈ વાર આડા થઈ, ભાગી જાય કે...” સમજ્યો, સમજ્યો; અને ઘેર કાગળો પણ વારંવાર લખવાની કુટેવ પણ નહિ જ પડવા દેવામાં આવતી હોય, કેમ?” ના રે ના; માત્ર નાતાલ વખતે એક પરિપત્ર તેમની સહીથી મોકલવા દેવામાં આવે છે, જેમાં તેમના અત્યંત ખુશીના સમાચાર હોય છે, તથા કદી પોતાને ઘેર પાછા તેડાવવામાં ન આવે એવી વિનંતી હોય છે.” “શાબાશ, શાબાશ!” મિ૦ સ્નોલી આનંદથી હાથ ઘસતા બોલ્યા.
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy