SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ નિકોલસ વિકલ્પી. ફાટી પડવા બેઠું છે, અને તારી આંખો જાણે રડી રડીને માથામાંથી બહાર નીકળી પડે તેવી થઈ છે. પણ એ બધું દુ:ખ શા માટે કરે છે? તું તારાં સગાવહાલાંને છોડીને આવે છે, પણ મારામાં તને માયાળુ પિતાનાં દર્શન થશે અને મિસિસ વીયર્સમાં દયાળુ માતાનાં. યૉર્કશાયરના ગ્રેટાબ્રિજ નજીકના ડોથબૉર્ડ્ઝ નામના સુંદર ગામમાં તને ખાવાની-પીવાની રહેવાની ભણવાની ચોપડીઓની-ખીસાખર્ચની તમામ સગવડ પૂરી પાડવામાં આવશે – પેલા અજાણ્યા સગૃહસ્થ મિ0 વીયર્સને તેમની જાહેરખબરના પુનરાવર્તનમાંથી વચ્ચે જ થોભાવીને કહ્યું, “તમો જે સાહેબ, મિત્ર સ્ફીયર્સ છોને વારુ?” “હા-આ-આ, સાહેબ!” મિ0 કુંવીયર્સે ભારે અચંબાનો ભાવ ધારણ કરી કહ્યું. “હું રંગ-સફેદાની લાઈનમાં છું, અને મારું નામ સ્તોલી છે, સાહેબ. મારા છોકરાઓને તમારી નિશાળમાં મૂકવાનો મારો વિચાર છે. મેં એ બાબત તમને લખી જણાવી હતી, સાહેબ.” મારાથી તો મોંએ ન જ કહી શકાય; પણ તમારો એ વિચાર ' સર્વોત્તમ વિચાર છે, એમાં શંકા નથી, સાહેબ.” “હં-! તો વરસે દહાડે વીસ પીંડ કેમ, મિ0 ફુવીયર્સ?” “ગીનીઓ, સાહેબ,” મિત્ર કુવીયર્સે જરા પટામણું હાસ્ય હસીને કહ્યું. “આ છોકરાઓ બહુ ખાઉધરા નથી.” છોકરાઓની ભૂખની વાતનો અમે અમારી સંસ્થામાં વિચાર જ કરતા નથી, મારા સાહેબ!” – ખરી વાત! એમની સંસ્થાઓમાં છોકરાઓની ભૂખનો વિચાર જ કરવામાં આવતો નહોતો!
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy