________________
કેળવણીકારનું પોત “સાહેબ, મને જરા છીંક આવી ગઈ,” એટલું બોલતાંમાં તો બિચારો એટલું ધ્રૂજી ઊઠયો કે, નીચેની ટૂંક પણ હાલી ગઈ !
એમ, છીંક ખાધી? તો પછી “કશું જ નહિ” એમ કેમ વદ્યા હતા, મહેરબાન?”
આ કપરા પ્રશ્નનો કશો જવાબ આપી શકાય તેમ ન લાગવાથી પેલો બિચારો ડૂસકે ચડી ગયો. એ ગુનાસર જ મિ0 સ્કેવીયર્સે તેના ગાલ ઉપર તમાચો લગાવી તેને તેની ટૂંક ઉપરથી ઉથલાવી પાડયો અને તરત જ બીજી બાજુ સામી તમાચ મારી તેને પાછો ટૂંક ઉપર સ્થિર કરી દીધો.
યૉર્કશાયર તમને લઈ જાઉં ત્યાં સુધી રાહ જુઓ, મહેરબાન! પછી હું તમને બાકીનું ચૂકતે કરીશ. હવે તમે આ અવાજ બંધ કરશો, વારુ?”
હા –આ– જી – ઈ” બિચારો છોકરો રૂમાલથી આંખો ઘસતો અને જોરથી ડૂસકાં ખાતો બોલ્યો.
તો પછી એકદમ ચૂપ થઈ જાય છે કે નહિ?” એમ કહી મિત્ર વીયર્સે એવો હાથ ઉગામ્યો કે, પેલો છોકરો કેવળ મોતના ભયથી જ એકદમ ચૂપ થઈ ગયો. એટલામાં વેઇટરે આવી મિ0 સ્કેવીયર્સને જણાવ્યું કે, કોઈ સગૃહસ્થ તમને મળવા પધાર્યા છે.
તેમને અંદર લાવો, રીચર્ડ,” મિત્ર સફવીયર્સે નરમ અવાજે કહ્યું.
પેલા અજાણ્યા ગૃહસ્થ હવે અંદર દાખલ થયા. તેમને જોયા પણ ન હોય એવો દેખાવ કરી, મિ0 સ્કેવીયર્સ જાણે કલમ સુધારતા હોય અને પેલા છોકરાને ઉપયોગી સલાહ આપતા હોય તેમ બોલવા લાગ્યા
“જો ભાઈ, દરેક જણને કસોટીઓમાંથી પસાર થવું જ પડે છે. તારા ઉપર અત્યારે આવી પડેલી કસોટીથી તારું નાનું હૃદય