________________
૨૦.
નિકોલસ નિકબી વિદ્યાર્થીઓની સેવા કરી-કરીને જ; જોકે આમ-લોકોનો પૂર્વગ્રહ
એ બાબતમાં પણ એવો જ છે કે, એવો અવાજ વધુ ‘પીવાથી નીપજે.
કૉફી-રૂમના એક ખૂણામાં એક ટૂંક ઉપર એક વામણો છોકરો એટલો સંકોચાઈને બેઠો હતો કે તેના ખભા તેના કાન સુધી ઊંચા પહોંચી ગયા હતા. અવારનવાર તે છોકરો માસ્ટરસાહેબ પ્રત્યે ભય અને ત્રાસની નજરે જોતો હતો.
“સાડા ત્રણ વાગ્યા; આજે હવે કોઈ નવું નહિ આવે,” મિ. વીયર્સ કૉફી-રૂમના ઘડિયાળ તરફ જોઈને વદ્યા.
અને પછી પોતાની એ ચીડ કોઈની ઉપર પણ ઠાલવવાની તક મળે તે માટે તેમણે પેલા નાના છોકરા તરફ જોયું : તે કશુંક પણ કરતો માલૂમ પડે, તો જાણે તેને ધીબી નાખીએ! પણ તે કાંઈ જ નહોતો કરતો; એટલે તેમણે પછી માત્ર તેનો કાન આમળીને કહ્યું, “હવેથી ફરી એવું ન કરતો.”
પછી પોતાની જૂની વિચાર-શૃંખલા આગળ ચલાવતાં તેમણે ગણગણવા માંડ્યું, “મધ-ઉનાળે હું આવ્યો હતો, ત્યારે દશ છોકરા લઈ ગયો હતો; દશ-વીસું-બસો પાઉંડ પૂરા! પણ કાલે સવારે આઠ વાગ્યે ઊપડીશ ત્યારે માત્ર ત્રણ જ જણ લઈને જઈશ – ત્રણ દુ છ– સાઠ જ પાઉંડ. બધા છોકરાઓનું શું દેવાઈ ગયું છે? માબાપોના મગજમાં પણ શું ભૂસું ભરાયું છે? સાળી દુનિયાનું શું થવા બેઠું છે?”
તે જ ઘડીએ ટૂંક ઉપર બેઠેલા પેલા છોકરાએ જોરથી છીંક ખાધી.
“કેમ મહેરબાન, એ શું કર્યું જરા કહેશો?” માસ્ટર સાહેબ તેના તરફ ફરીને ઘૂરક્યા.
“કશું જ નહિ, સાહેબ,” પેલા નાનકાએ જવાબ આપ્યો. “કશું જ નહિ, એમ?”