________________
કેળવણુંકારનું પિત
સ્નો-હીલ!” એ કોઈ બરફ-ઢાંકી નિર્જન ટેકરી નથી, પરંતુ એ તો લંડન શહેરના એક વિભાગનું જ નામ છે. ન્યૂગેટ જેલનો રસ્તો મૂકી આગળ ચડાણ આવે છે, તે “સ્નો-હીલ” છે.
એ જગ્યાએ સેરેસન-આરબોનાં બે ડોકાં ટિંગાવેલી “સેસન્સ-હેડ” હૉટેલ, કોચ-સ્ટેશન, ટિકિટ-ઘર અને તબેલો આવેલાં છે.
અલબત્ત, એ ડોકાં રાત પડ્યે ઉતારી જવાની વિનોદવૃત્તિ પહેલાં રાજધાનીના ઘણા વિનોદી લોકોમાં પ્રચલિત હતી; પણ હવે સેંટ જેમ્સ પરગણાનાં બારણાંના ટકોરા મારવાની મોગરીઓ કે દાંટ વગાડવાના તાર ઉપર હાથ અજમાવવો વધુ ફેશનેબલ ગણાય છે.
તમે કોચ-સ્ટેશન પાર કરી આગળ વધો, એટલે હૉટેલની બેડરૂમોની પંક્તિઓ બંને બાજુ દેખાય; વચ્ચે એક લાંબી બારી દેખાય; અને યોગ્ય વખતે ગયા હો, તો તે બારીમાં મિ૦ વેકૉર્ડ સ્કેવીયર્સ પણ ખીસામાં હાથ નાખી ઊભેલા દેખાય. - મિત્ર વીયર્સનો દેખાવ ખાસ આકર્ષક ન કહેવાય. તેમને માત્ર એક જ આંખ હતી, અને જાહેર જનતાને બે આંખો માટે જ પૂર્વગ્રહ હોય છે. તેમની એક આંખ નિઃશંક બહુ ઉપયોગી વસ્તુ હતી, પણ તે લીલાશ પડતા ભૂખરા રંગની હોવાથી, પાછી જનતાના પૂર્વગ્રહને કારણે, અનાકર્ષક તરીકે વગોવાઈ હતી. તેમની ઊંચાઈ બાવન કે ત્રેપન ઈંચ જેટલી હતી; અર્થાત, મધ્યમ કદથી થોડી નીચી. તેમનો અવાજ ખોખરો તરડાઈ ગયેલો હતો; કદાચ તેમના
૧૯