________________
૧૮
- નિકોલસ નિકલ્ટી એ નોકરીએ રાખી લેવામાં આવે, તોપણ, સાહેબ, મારી પાછળ રહેલાં આ બેનું શું?”
“જો તું આ કામે વળગી જઈશ તો, (નહિ તો નહિ) તારી મા અને બહેનને ઠેકાણે પાડવાનું મારે માથે. તેઓ કોઈ પણ રીતે પગભર થઈ શકે તેવી વ્યવસ્થા હું કરી લઈશ. તારા ગયા બાદ એક અઠવાડિયું પણ તેઓ છે ત્યાં નહિ રહે, એની ખાતરી રાખજે.”
તો, તો,” નિકોલસ ઊઠીને ઊભો થઈ, કાકાનો હાથ આનંદથી દબાવતો બોલી ઊઠ્યો, “હું તમે જે કહો તે કરવા તૈયાર છું. આપણે તરત જ મિ. વીયર્સ પાસે જઈએ અને તે હા કહે છે કે ના તે જાણી લાવીએ.”
“મારી ભલામણ છે એટલે તે ના તો પાડવાનો જ નથી, એની ખાતરી રાખજે. તું ત્યાં તેને ઉપયોગી થઈ પડજે અને જો દહાડે તું તેનો ભાગીદાર થઈશ; અને નસીબજોગે તે જો મરી ગયો, તો તો પછી આખો ધંધો તારા હાથમાં જ આવી જશે!”
ખરી વાત; અને કોઈ અમીર – ઉમરાવનો છોકરો ત્યાં ભણવા આવ્યો હોય અને તેને મારા ઉપર ભાવ થઈ જાય, તો પછી તે યુરોપમાં મુસાફરીએ જાય, તોપણ મને સાથે ટયૂટર તરીકે લઈ જાય, અને પાછા ફરી તેની જાગીર ઉપર સારી જગા આપે, નહિ? કાકાજી?”
“ચોક્કસ વળી,” રાલ્ફ ખંધાઈથી બોલ્યો.
નિકોલસને હવે પોતાના આ હિતેચ્છુ કાકા પ્રત્યે શરૂઆતમાં તુચ્છકાર બતાવ્યા બદલ શરમ આવવા લાગી.