SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાનાં સગાં! મિતિ - બીજગણિત - લખવું - ગણવું - પૃથ્વીના ગોળાનો ઉપયોગકિલ્લેબંદી-એમ સંસ્કારિતાની બધી શાખાઓની ઉત્તમ કેળવણી આપવામાં આવે છે. શરતો: દર વર્ષે વીસ ગીની; પરચૂરણ ખર્ચ કાંઈ નહિ; લાંબી છૂટીઓ નહિ; અને ખોરાક સર્વોત્તમ. મિ0 વીયર્સ અત્યારે લંડન આવેલા છે. તેઓ, સ્નો-હીલ લત્તામાં “ઍરેસન્સ હેડ હૉટેલમાં એકથી ચાર વાગતા સુધીમાં મળી શકશે. નોંધ: એક શક્તિશાળી આસિસ્ટંટ જોઈએ છે. વાર્ષિક પગાર પાંચ પાઉંડ. એમ. એ. થયેલાને પ્રથમ પસંદગી.” રાફે પછી પેપરની પાછી ગડી કરતાં કરતાં કહ્યું, “આ નોકરી રહી; એ સ્વીકારી લે એટલે તારી કારકિર્દી બની ચૂકી જાણ.” “પણ એ એમ.એ. નથી થયો,” મિસિસ નિકલ્વીએ કહ્યું. હું માનું છું કે, એ બાબતનો વાંધો નહિ આવે,” રાફે જણાવ્યું. પણ પગાર બહુ ટૂંકો છે; અને જગા બહુ દૂર છે, કાકાજી!” કેટ બોલી ઊઠી. કહું છું કે, એક વાર તે આ નોકરીએ ચડી જાય, પછી તેનું નસીબ ઊઘડી ચૂક્યું જાણો. તેને જો આ નોકરી પસંદ ન પડતી હોય, તો પછી ભલે તે પોતાને ગમતી નોકરી જ્યાંથી મળે ત્યાંથી શોધી લે. પણ મિત્રો, પૈસા, લાગવગ, અથવા કોઈ પણ ધંધાની આવડત વિના, લંડન શહેરમાં કોઈ પ્રમાણિક નોકરી મળે, એવું હું તો દેખાતો નથી. અને છતાં મેળવે તો હું તેને મારા થકી હજાર પાઉંડ બક્ષિસ આપું – અલબત્ત, મારી પાસે હોય તો.” એટલું વળી છેવટના રાલ્ફ સહીસલામતી ખાતર ઉમેરી લીધું. બેટા, તું કશો જવાબ તો આપ.” મિસિસ નિકલ્વીએ પુત્ર સામે જોઈને કહ્યું. | નિકોલસ જરા વિચારમાં પડી ગયો હતો. તે બોલ્યો, “હું એ નોકરી માટે પૂરતી લાયકાતવાળો નથી, છતાં જો મને ખુશનસીબીથી નિ.-૨
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy