________________
* નિકોલસ વિકલ્પી અને મિસિસ નિકબી, મને લાગે છે કે, તમે જ એ વાત સૌ કરતાં વધુ સમજતાં હશો.”
રાલ ફેકેલું આ વાગ્માણ તેના નિશાને બરાબર જઈને વાગ્યું. મિસિસ નિકલ્બીને તરત જ વિચાર આવ્યો કે, પોતાના હજાર પાઉડના દહેજ સાથે આના કરતાં બીજો વધુ સારો પતિ તે જરૂર મેળવી શક્યા હોત, અને તરત ડૂસકાં ભરતાં ભરતાં તે બોલી ઊઠયાં, “અરે, મેં એમને પરણીને શું સુખ જોયું છે! વીને પરણી હોત તો જરૂર સુખી થઈ હોત. બધા પૈસા આવતા તે કયાં જતા તે કદી મને ખબર જ પડી નથી. એ બાબતમાં જ મારી કંઈક સલાહ લીધી હોત, તો આજે આવી દશા થઈ ન હોત. આખી જિંદગીમાં એકાદ વખત જ મારી વાત સાંભળી હોય તો ભાગ્ય! ઇ.” અને તેમની આ છેલ્લી વાત તદ્દન સાચી હતી; કારણ કે તેમની એ એક જ સલાહ માનીને સટ્ટો રમવા જવામાં જ એ ભલો માણસ પૈસેટકે અને જીવનથી હાથ ધોઈ બેઠો હતો.
રાલ્ફ આ બાઈના બધા પ્રલાપો-વિલાપો ધીમું ધીમું હસતો સાંભળી રહ્યો. પછી તરત પોતે વાત જ્યાંથી પડતી મૂકી હતી, ત્યાંથી સાંધીને નિકોલસને તેણે પૂછ્યું, “તો મહેરબાન, તમારે કાંઈ કામકાજ કરવું છે ખરું?”
“કરવું જ છે તો!” રાલ્ફ તરત ખીસામાંથી એક છાપું કાઢ્યું અને તેમાં એક પાન ઉપર “કેળવણી” એ મથાળા નીચેની જાહેરખબરમાં નીચેની જાહેરખબર ઉપર આંગળી મૂકીને નિકોલસને વાંચી સંભળાવી. '
“યૉર્કશાયરમાં ગ્રેટા બ્રિજ પાસે આવેલા ડોથબૉઝ નામના સુંદર ગ્રામ-સ્થળે મિ૦ વેકફૉર્ડ સ્કેવીયર્સની ડોથબૉક્સ્ટ હૉલ ઍકેડેમીમાં જવાનોને ખાવાની – પીવાની - રહેવાની - ભણવાની - ચોપડીઓની ખીસાખર્ચની સગવડ અપાય છે અને તેમને જીવતી કે મરેલી તમામ ભાષાઓ - ગણિતશાસ્ત્ર - જોડણી - ભૂમિતિ - આકાશવિદ્યા - ત્રિકોણ