________________
પૈસાનાં સગાંડ,
૧૫ બિચારી કેટ ગણગણવા જતી હતી, પણ તેના કાકાએ તેને અધવચ જ તુચ્છકારથી અટકાવીને કહ્યું, “તને કોઈ બોડિંગ સ્કૂલમાં નોકરી મળે એવી તજવીજ કરીશું. પણ તને કોઈ ઉમરાવવાનું થવા માટે તો સજાવીને તૈયાર કરવામાં નથી આવી ને?”
ના, ના, કાકા, મને ઘર અને રોટલો મળે તેવું કોઈ પણ કામ કરવાનો હું પ્રયત્ન કરીશ.” • પોતાની ભત્રીજીની સુંદરતા અથવા તેની વેદનાથી રાલ્ફ કંઈક ઢીલો પડ્યો. તે બોલ્યો, “હમણાં તો તે કામ અજમાવી જોવું; પછી જો તે બહુ કઠણ લાગે, તો પોશાક સીવવાનું કે સંગીત-બંગીતનું કોઈક કામ શોધી કાઢીશ. પણ તમે મહેરબાન, કાંઈ કામ કદી કર્યું છે કે નહિ?” ભત્રીજા તરફ ફરીને તેણે છેવટનું વાકય પૂછયું.
ના” પેલાએ પણ સીધું સંભળાવી દીધું.
“મને લાગતું જ હતું કે, કાંઈ જ નહિ કર્યું હોય. મારા ભાઈએ, બાનુ, પોતાનાં છોકરાંને આ રીતે જ ઉછેર્યા છે, નહિ?”
“નિકોલસને તેના ગરીબ પિતા જે કેળવણી આપી શક્યા, તે તો તેણે ક્યારની પૂરી કરી દીધી છે, અને તે એવું વિચારતા હતા
કોઈક દિવસ કાંઈક કરીશું, એમ જ ને? એ જ જૂની વાત! હંમેશાં વિચાર જ કર્યા કરવા, કામ કશું જ ન કરવું. જો મારો ભાઈ કંઈકે કામગરો કે સમજદાર માણસ હોત, તો તમને, બાનુ, કંઈકે તવંગર સ્થિતિમાં પાછળ મૂકી ગયો હોત. તેમ જ તેણે પોતાના દીકરાને પણ અત્યારે આગમચ કક્યારનો દુનિયામાં ધકેલી મકક્યો હોત,–જેમ મારા બાપે મને આનાથી દોઢેક વર્ષ નાનો હતો ત્યારથી ધકેલી મૂક્યો હતો. તો તે અત્યારે તમારા ઉપર ભારરૂપ બની રહેવાને બદલે, તમને કંઈક મદદ કરે તેવો બન્યો હોત. મારો ભાઈ છેક જ વિચાર વગરનો–સમજદારી વિનાનો માણસ હતો;