________________
૧૪
| નિકોલસ નિકલબી ' “નિકોલસ, બેટા, ધીરો પડ; આમ ઊકળી શું ઊઠે છે?” મિસિસ નિબ્બી કાંઈક ઠપકાના અવાજે બોલી ઊઠયાં.
“મોટાભાઈ, ભગવાનને ખાતર!” નાની બહેન કેટ પણ ભાઈની પીઠ પસવારતાં બોલી.
રાલ્ફ ગુસ્સે થઈ નિકોલસને તીણી નજરે પગથી માથા સુધી નિહાળી રહ્યો. પણ એ રીતે જોવું એ હંમેશ જોખમકારક હોય છે. હલકા માણસને, તેથી, સામાના ગૌરવની તરત આંતરિક પ્રતીતિ થઈ જાય છે. અને તે જ ક્ષણથી તેના ગૌરવને હણવા તે ધિક્કાર અને કિનાનું બખ્તર સજી તેની સાથે દુશ્મનાવટ આરંભી દે છે.
તો, મૅડમ, તમારા લેણદારોએ બધું કબજે કરી લીધું, એમ ને?” રાલ્ફ પૂછ્યું.
કશું જ બાકી નથી રહ્યું,” મિસિસ નિકલ્વીએ જવાબ આપ્યો.
અને તેમ છતાં જે કાંઈ થોડા ઘણા પૈસા રહ્યા હતા, તે હું તમને શી મદદ કરીશ એ જાણવા માટે લંડન સુધી આવવામાં ખર્ચી નાખ્યા, ખરું ને?”
મને આશા છે કે, તમે તમારા સદ્ગત ભાઈ અને તેના સંતાનો માટે કંઈક કરી છૂટશો. તમારા ભાઈએ પણ દુખને વખતે તમારી પાસે દોડી જવાનું મને આખરી ઘડીએ સૂચવ્યું હતું.”
લે, કર વાત! દરેક દાખલામાં જ્યાં માણસ પોતાની કશી મિલકત પાછળ મૂકયા વિના મરી જાય છે, ત્યાં તે વિનાની મિલકત ઉપર પોતાને કલ હક હોય એમ જ માનીને મરી જાય છે! ઠીક. તમારી આ દીકરી શું કામ કરી શકે તેમ છે, મૅડમ?”
“કેટને બહુ સારી કેળવણી આપવામાં આવી છે,” મિસિસ નિકલ્બી ડુસકાં ખાતી બોલી, “બેટા, તારા કાકાને કહી સંભળાવ કે, ફ્રેંચમાં તથા લલિતકળાઓમાં તું કેટલે સુધી પહોંચી છે.”