________________
પૈસાનાં ‘સગાં
૧૩
તે તો જણાવ્યું નથી; તમે તો કાગળ ભરીને પોતાનાં જ રોદણાં રડયા કર્યાં છે.”
“તે શાથી મરી ગયા તે દાક્તરો પણ નક્કી કરી શકયા નહોતા,” મિસિસ નિકલ્બીએ આંસુ સારતાં સારતાં કહ્યું; “અમે બધાં તો એમ જ માનીએ છીએ કે, હતાશાના માર્યા હૃદયભંગ થવાથી તે ગુજરી ગયા છે.”
“ લે કર વાત ! કોઈની ડોક ભાગી જાય, અથવા કોઈનો હાથ-પગ-માથું-કે-નાક ભાગી જાય, તે સમજાય. પણ ‘હૃદય ભાગી જાય ', એ તો બધી વાતો છે, વાતો ! માણસ દેવું ભરપાઈ કરી ન શકે, તો તે હ્રદયભંગથી મરી ગયો કહેવાય છે; અને લોકો તેની વિધવાને સારું લગાડવા ‘બાપડી' કહે, એટલું જ.
99
“મને લાગે છે કે, કેટલાક લોકોને હ્રદય જેવી ચીજ જ નહિ હોતી હોય, એટલે હૃદય-ભંગ થવાની વાત તેઓ માની જ ન શકે, ” નિકોલસે ટાઢાશથી ઉમેર્યું.
""
66
રાલ્ફ એકદમ ખુરશી નિકોલસ તરફ ફેરવીને ગુસ્સાથી તેને પગથી માથા સુધી નિહાળતાં નિહાળતાં પૂછ્યું, “આ છોકરાની શી ઉંમર થઈ, વારુ?”
“નિકોલસને ઓગણીસમું વર્ષ બેઠું.”
“ઓગણીસ વર્ષ! અને મહેરબાન, તમે તમારી આજીવિકા માટે શું કરવા માગો છો ? ”
“ મારી મા ઉપર તો નહિં જ જીવું,” નિકોલસનું હૃદય એ વાકય બોલતાં ભરાઈ આવ્યું.
"C
હા, હા, કારણ કે, એની ઉપર જીવવા જેવું છે પણ શું?” રાલ્ફ તીખાશથી જવાબ આપ્યો.
“તેને આધારે જીવવા જેવું હશે કે નહિ હોય, પણ તમારો આધાર લેવા તો નિહ જ આવું, એની ખાતરી રાખજો.” નિકોલસનો પિત્તો હવે ઊછળવા લાગ્યો હતો.