________________
૧૨
નિકોલસ નિકબી અને પાસે પૈસા ન હોય, તે ગામ છોડી છોકરાં હૈયાં સાથે વાહનખર્ચ કરી, લંડનમાં આવી મકાન ભાડે રાખે, તેને ઉડાઉ ન કહે તો શું કહે, એ તમે પોતે જ નક્કી કરી લેજો.
બાપરે! ખરી વાત; મારે પોતાને જ એટલી બધી તંગી છે કે, ભાડાના પૈસા ડૂબે એ કોઈ રીતે મને પાલવે તેવું નથી.”
“બસ ત્યારે અઠવાડિયું પૂરું થાય, એટલે એક દિવસ તેમને થોભવા દેશો નહિ, સમજ્યાં?”
પોતાના ભાઈની વિધવા પત્ની અને તેનાં સંતાનો પ્રત્યેની પોતાની ફરજ બજાવવાનું આ રીતે મંગલાચરણ કરી, મિ૦ રાફ નિકલ્બી, હવે તે લોકો જે ઓરડામાં ઊતર્યાં હતાં, ત્યાં પધાર્યા.
તેમને આવેલા જોઈ, બિચારી વિધવા બાઈ, પોતાની જુવાન પુત્રીનો ટેકો લઈ, અડબડિયું ખાતી ખાતી ઊભી થવા ગઈ. રાફે તેને બેસી રહેવાની જ સલાહ આપતાં જણાવ્યું, “મેડમ, તમારે તમારી શક્તિ આમ અડબડિયાં ખાવામાં વાપરી નાખવાની જરૂર નથી! તમારે તમારી વિપત્તિ ધીરજપૂર્વક સહન કરવી જોઈએ; અને કંઈ રસ્તો વિચારવો જોઈએ.”
પણ ભાઈ, મારા ઉપર કંઈ સામાન્ય વિપત્તિ આવી પડી છે? મને કાંઈ રસ્તો જ સૂઝે તેવું રહ્યું નથી.”
“કોઈ સામાન્ય વિપત્તિ પણ શી આવી છે? દુનિયામાં રોજ રોજ પતિઓ મરતા જ રહે છે; તેમ પત્નીઓ પણ રોજ રોજ મરતી રહે છે.”
“અને મારો પણ!” પુત્ર નિકોલસે કાકાની લાગણીહીન વાતોથી જરા છંછેડાઈને કહ્યું.
હા, સાહેબ; અને ભટોળિયાં તથા ડાધિયાઓ પણ!” રાફે ખુરશીમાં બેસતાં કરડાકીથી નિકોલસને જવાબમાં કહ્યું; “પણ મેડમ, તમે તમારા કાગળમાં, મારો ભાઈ શી બીમારીથી મરી ગયો,