________________
નિકોલસ નિકલ્પી
તરત જ કરારના કાગળો કાઢવામાં આવ્યા, અને તે ઉપર્ સહી-સિક્કા વગેરે વિધિ થતી જ હતી, તેવામાં મિ૦ રાલ્ફ નિક્બી નિકોલસ સાથે વેઇટર પાસે સંદેશો કહેવરાવી, જવાબની અપેક્ષા રાખ્યા વિના જ, અંદર દાખલ થયા.
૨૪
ર
“તમે જ આજનાં છાપાંમાં જાહેરખબર આપી હતી, નહિ વારુ?” મિ∞ ીયર્સની પ્રશ્નાર્થ-સૂચક નજરના જવાબમાં મિ૦ રાલ્ફ નિકલ્બીએ શરૂઆત કરી; “આ મારો ભત્રીજો મિ૦ નિકોલસ નિકલ્બી છે. ”
66
“કેમ છો, સાહેબ?” સ્કવીયર્સે ભાવપૂર્વક પૂછ્યું.
નિકોલસે નીચા નમી, ‘બહુ ખુશીમાં છું’ એવો જવાબ આપ્યો; પણ તેને ડોથબૉય્ઝ હૉલ એકૅડેમીના સંચાલકનો દેખાવ જોઈ, એકદમ નવાઈ લાગી.
66
કદાચ તમને મારી યાદ હશે?” રાફે સ્કૂલમાસ્ટર તરફ તીણી નજરે જોતાં પૂછ્યું.
""
'હા સાહેબ; તમે મને મારી આ શહેરની દરેક અર્ધ-વાર્ષિક મુલાકાત વખતે, કેટલાંય વર્ષો સુધી, ડોર્કર નામના છોકરાનાં માબાપ વતી, નાનો સરખો હિસાબ ચૂકવતા હતા.”
“અને જે છોકરો કમનસીબે ડોથબૉય્ઝ હૉલમાં જ મરી ગયો હતો ! . . . હાં, તમે એક કુશળ મદદનીશ માટે જાહેરખબર આપી છે, ખરી વાત?”
66
“તદ્દન ખરી વાત.”
66
તો આ મારો ભત્રીજો નિકોલસ છે. નિશાળમાંથી ગરમાગરમ
આવ્યો છે. જે બધું ભણ્યો છે તે બધું તેના માથામાં હજુ ઊકળતું જ છે—અલબત્ત તેનું ખીસું ઠંડંઠંડા જ છે. એટલે તમારે જોઈએ તેવો જ એ માણસ છે.”