________________
સ્માઇકનું અપહરણ
૨૧૯ આખો દહાડો કામની ધમાલમાં રહેતો; પરંતુ હમણાં હમણાં હું તેને - વારંવાર હતાશ તથા ખિન્ન થઈ ગયેલો જોઉં છું. તેને એમ લાગ્યા કરે છે કે, સાદી સીધી બાબતો પણ તે કેમ સમજી શકતો નથી? હજુ પણ તે ‘મોટાભાઈ” નિકોલસનો એવો જ વફાદાર અને નિષ્ઠાવાન સેવક છે; પરંતુ બીજી રીતે તે હવે કંઈક જુદો જ માણસ બની ગયો છે તે નક્કી. એ શું છે તે મને સમજાતું નથી, એટલે બહુ ચિંતા રહે છે. તેથી આજે તો તેને મારે ઘેર મને મૂકવા આવવાને બહાને હું મારી સાથે લઈ જવાની છું, અને રસ્તામાં જો હું તેને એક વખત પણ હસાવું તો મારે ઘણું થયું !”
અને એ પ્રમાણે એ ભલી બાઈ, સૌની રજા લઈને, સ્માઇક સાથે પોતાને ઘેર જવા નીકળી.
બીજી બાજુ, આ જ વખતે રાલ્ફ નિકબી, ઘાયલ થઈને પડેલા સર મલબેરીની ખબર કાઢવા નીકળ્યો હતો.
સર મલબેરીનો વિચાર પ્રથમ તો તેને મળવાનો ન હતો. પરંતુ રાલ્ફ સર મલબેરીના દરવાનને બક્ષિસ આપીને રાજી કર્યો હતો, એટલે તેણે એવી રીતે તેના આવ્યાની જાહેરાત તથા રજૂઆત કરી દીધી કે, સર મલબેરીથી કશું બહાનું કાઢી શકાયું નહિ.
રાલ્ફ યુક્તિપુર:સર સર મલબેરીને પોતાના ભત્રીજા નિકોલસ સામે ઉશ્કેરવાનું જ કામ કર્યા કર્યું. છેવટે સર મલબેરીએ પોતાના મનની વાત કહી દીધી કે, પોતે સાજો અને હરતો ફરતો થાય તેટલી વાર છે; પછી એ બદમાશનું કાટલું ન કઢાવી નાખે, તો પોતે સર મલબેરી હૉક નહીં!
રાફે ઉપરથી ઉમેર્યું કે, “એ બદમાશ અહીં લંડનમાં જ ફર્યા કરે છે, અને તમે કયારે હાથમાં આવો તેની જ રાહ જુએ છે. હું પણ તેનું કાટલું કાઢી નાખવા જ ઇચ્છું છું, જેથી સમાજના શિષ્ટ સદ્ગહસ્થોને એવા હડકાયા કતરાઓથી આવી નામોશીભરી