________________
૨૨૦
નિકોલસ નિકલ્ટી ઈજાઓ વેઠી, ધંધો રોજગાર છોડી પથારીવશ પડી રહેવાનું ન થાય. પણ આપણો દેશ એવો છે કે, પૈસા ખર્ચતાંય એ કામ મારા જેવાથી સહીસલામતીથી પાર પાડી ન શકાય !”
પણ એટલામાં જાવાન લૉર્ડ ફ્રેડરિક રિસૉફ્ટ, જે રાલ્ફને આવેલો જાણીને જ પાસેના ઓરડામાં ખસી ગયો હતો અને બધું સાંભળતો હતો, તે ત્યાં આવી પહોંચ્યો. તેણે જાહેર કરી દીધું કે, “એ જુવાનિયાનું કાયરપણે કાટલું કાઢી નાખવાની તમે બંને જણા જે યોજનાઓ ઘડો છો, તેમાં મારી જરાય સંમતિ નથી; અને મારી હાજરીમાં એવી વાતો તમો બંનેએ કદી કરવી નહિ! પેલાએ મલબેરી પાસે તેનું નામઠામ માગ્યું હતું, તે વખતે મલબેરીએ જો સગૃહસ્થની રીતે નામઠામ આપી તેનો પડકાર સામે મોંએ ઝીલ્યો હોત, તો આવું ન થાત. પછી તો જે કંઈ બન્યું છે, તે અકસ્માત જ બન્યું છે; પેલાએ જાણી જોઈને કશું કર્યું નથી. જાણી જોઈને કશું કર્યું હોય તો આ મલબેરીએ જ કર્યું હતું કે, તે પેલાને ચાબૂકો મારી, ઘોડો દોડાવી નાસી છૂટવા માગતો હતો!”
લૉર્ડ બૅરિસૉફેટે પેલા બંનેનાં મોં ઉપર ફેલાયેલા અણગમાના ભાવની દરકાર કર્યા વિના પાછું આગળ ચલાવ્યું, “નિકોલસની બહેન પણ નિર્દોષ સુશીલ યુવતી છે; અને તેના ભાઈ તરીકે નિકોલસે જે કર્યું તે યોગ્ય જ કર્યું છે. એક બહેનનો ભાઈ બીજું કરે પણ શું? ખરી રીતે તો તેણે જે કર્યું તેનું અધુય આપણે આપણા તરફથી કરી છૂટયા હોત, તો તો કંઈ માણસાઈ કે મરદાઈ દાખવી કહેવાત!”
આટલું કહી લૉર્ડ બૅરિસૉટ તે ઓરડામાંથી ચાલ્યો ગયો.
રાફે તરત જ મલબેરીને પૂછયું, “આ તે તમારો તાલીમ પામેલો શિષ્ય છે, કે ગામડાના કોઈ પાદરીને ત્યાંથી નવો સવો જ શહેરમાં આવ્યો છે!”