________________
૨૨
આાઈકનું અપહરણ “એ જુવાન તવંગરોને કેટલીક વાર એવો વિચારવાયુ ચડી આવે છે પણ તેની પંચાત તું મને જ સોંપી રાખ.”.
આટલું કહી તેણે રાલ્ફને બારણું બતાવી ચાલ્યા જવાનું સૂચવ્યું.
ઘેર જઈ મિસ લા ક્રીવીએ સ્માઇકને આગ્રહ કરી કંઈક ખાવાપીવા બેસાડ્યો. તથા પછી પણ તેને સારી પેઠે વાતોએ વળગાડ્યો. એટલે જ્યારે સ્માઇક ઘેર પાછો ફર્યો, ત્યારે અંધારું થવાની શરૂઆત થઈ ગઈ હતી.
રસ્તો તો સીધો હતો અને સ્માઇકને પરિચિત પણ હતો. નિકોલસ સાથે બહાર નીકળી તે ઘણી વખત એકલો ઘેર પાછો ફરતો.
રસ્તામાં આસપાસ જોતો જોતો તે ધીમે ધીમે ચાલતો હતો. તેવામાં એક ઝવેરાતની સુંદર સજાવેલી દુકાન આવી. બહારથી દેખાતાં સુંદર સુંદર ઘરેણાં જોઈ, તે ત્યાં થોડી વાર થોભો, અને એમાંથી થોડાં ઘરેણાં ખરીદ્યાં હોય અને કોઈને ભેટ આપ્યાં હોય, તો ‘કોઈ’નું મોં તથા હાથ કેવા શોભે, તેવો વિચાર તેને આવ્યો.
પછી એ વિચારમાંથી જાગી, તે ધીમે પગલે આગળ ચાલ્યો. તેવામાં અચાનક એક નાનો જાડો છોકરો તેને પગે વળગી પડ્યો અને બૂમ પાડી ઊઠયો, “બાપુજી! આ પકડ્યો! હુરરે-એ-એ!”
સ્માઇક એ અવાજ ઓળખી ગયો અને આખે શરીરે ધ્રૂજી ઊઠયો. તેણે પગ તરફ વળીને જોયું. તે જ ઘડીએ મિ0 સ્કિવયર્સે છત્રીના હાથાનું વાંકિયું તેના કોટન કૉલરમાં ભેરવી દીધું. પગે વળગેલો પેલો નાનો છોકરો મિ0 સ્કિવયર્સે સારા ખાન-પાનના નમૂના તરીકે સાથે આણેલો તેમનો સુપુત્ર વકફોર્ડ હતો.
વિયર્સે તરત જ એ જાડિયાને કહ્યું, “બેટા, તું જલદી જઈને એક કોચગાડી બોલાવી લાવ.”