________________
નિકોલસ નિકલ્પી
“હા, હા; ખરચની વાત જહાનમમાં જાય. તેને કોચગાડીમાં બેસાડીને જ જલદી આપણા ઉતારા ભેગો કરી દઈએ. નહીં તો તેના મિત્રો કંઈક આસપાસમાં હોય તો પંચાત થાય!”
૨૨૨
કોચગાડી આવતાં મિ0 ક્વિંયર્સે તરત છળી મરેલા સ્માઇકને લગભગ ઊંચકીને અંદર નાખ્યો. કસાઈની છરી નીચે ધ્રૂજતા ઘેટાની પેઠે તે હતભાગી છોકરો માંઢેથી મદદ માટે બૂમ પણ પાડી ન શકયો. બૂમો તો સ્ક્વેિયર્સ જ પાડયા કરતો હતો : “ ચોરી, લૂંટ, ખૂન! હવે બદમાશ તું હાથમાં આવ્યો છે! હવે તારી વાત છે!” “મને ઘેર જવા દો !” કોચગાડી ચાલુ થયા પછી સ્માઇક કંઈક કરગર્યો.
“હા, હા, તને ‘ઘેર' જ લઈ જઈશું. એક અઠવાડિયામાં તું ડોથબૉય્ઝ હૉલમાં પાછો પહોંચી ગયો હોઈશ. અને આ વખતે તું ત્યાંથી ભાગી શકીશ, તે કાયમને ઘેર જવા માટે જ! બદમાશ ! હવે તારા મિત્રો તને છોડાવવા આવે તો ખરા!”
આટલું કહી યિર્સે તેના ઉપર છત્રી વડે ગોદા તથા ઝપાટા મારવા માંડયા. તેના અંતરમાં ભેગો થયેલો નિકોલસ સામેનો બધો રોષ આ બિચારા છોકરા ઉપર તેણે ઠાલવ્યો.
66
સ્માઇકને ખૂબ મારી લીધા પછી મિ શ્ર્વિયર્સ સંતોષ સાથે એટલું જ વઘા, ...આજ સુધી કોઈ છોકરાને કોચ-ગાડીમાં મારવાનો મળ્યો ન હતો; આખી કોચ-ગાડી તો આ વખતે જ કરી છે. જોકે, કોચ-ગાડીમાં મારવાનું અગવડ ભરેલું તો છે; પરંતુ એ નવો. અનુભવ છે, એટલા પૂરતી તેની પણ મજા છે!”
આમ કહી તેમણે પોતાની છત્રીનો ઉપયોગ પાછો શરૂ કર્યો. છેવટે મિ∞ સ્નૉલીનું ઘર આવતાં સ્ક્વેિયર્સે કોચ-ગાડી થોભાવરાવી.