________________
४४ બ્રાઉડી આવી ચડે !
બિચારો સ્માઈક એવો ડઘાઈ ગયો હતો કે, કોચ-ગાડીમાં કશું બોલ્યા વિના કે જરા પણ સામનો કર્યા વિના સ્કિવયર્સનો બધો મારા ચૂપચાપ વેઠત રહ્યો. તેને એમ જ થઈ ગયું કે, મિ0 સ્કિવયર્સના હાથમાં તે પાછો સપડાયો છે, એટલે હવે છુટકારાની કે બચવાની કશી આશા જ નથી.
મિ0 સ્લિવયર્સ કોચ-ગાડી મિસ્નૉલીને ઘેર લેવરાવી હતી. એ સગૃહસ્થની ઓળખ આપણને અહીં તાજી કરવાની આવે છે. પોતાની નવી પરણેતરના અગાઉના ધણીના બે છોકરાઓ ઉપર તેમની માં બહુ “વહાલ” રાખીને તેમને ‘બગાડી’ મૂકતી હતી, તેથી તેમની “સુધારણા ખાતર તેમને મિ0 સ્કિવયર્સને “ઍરેસન્સ હેડ’ વીશીમાં સોંપવા તે આવ્યો હતો, એ આપણે જાણીએ છીએ.
મિ0 સ્કિવયર્સ હંમેશાં “ઍરેસન્સ હેડ’ની કૉફીરૂમના જાહેર મુસાફરખાનામાં જે સસ્તા દરે ઊતરતા. પણ આ વખતે તેમને અહીં વધારે રોકાવાનું હોવાથી અને “ઍરેસન્સ હેડ” વીશીવાળાએ તેમના જાડા દીકરાની ખાવાની શક્તિ જોઈને, તેને પુખ્ત ઉમરના ઘરાકને ભાવે જ સ્વીકારવાનું જણાવ્યાથી, મિ૦ સ્કિવયસે, શહેરની છેક પરવાડે આવેલા નવા વસવાટોમાં જઈ વસેલા મિ૦ સ્નૉલીના મકાનમાં જ ઊતરવાનું ઠીક માન્યું હતું.
સ્માઇકને પકડીને તે ઉતારે આવ્યો ત્યારે સ્નૉલી જમવા બેઠો હતો. મિ0 સ્કિવયર્સ કોને પકડી લાવ્યા છે તે સાંભળતાં જ તેણે
૨૨૩