________________
૨૨૪
નિકોલસ નિકબી હાથમાંનો ખાદ્ય ભેરવેલો કાંટો મોઢા તરફ વાળવાને બદલે આકાશ તરફ ઊંચો કરીને કહ્યું, “કઠોર હૃદયના પાપીઓની હંમેશાં એવી જ વલે થવાની! શરૂઆતમાં તેઓ ભલે પોતાનાં અપકૃત્યોની સજામાંથી છટક્યા લાગે, પણ ભગવાન તેમનો કેડો કદી મૂકતો નથી!”
મિ0 સ્કિવયર્સ મિસિસ સ્નૉલીની સહાનુભૂતિ મેળવવા બોલ્યા, “પાપી નહિ તો બીજું શું? જુઓને, મારા જેવો તેની શુભેચ્છક, ખવડાવનાર, પિવડાવનાર, પહેરાવનાર, પાલક, પોષક, હતો : અરે, તેના સાંસ્કૃતિક, વ્યાપારિક, ગણિતિક, ફિલસૂફિક, ટ્રિગોનોમેટ્રિકએ બધાં જ્ઞાનનો દાતા – અધ્યાપક – શિક્ષક હતો. આ મારા નાનકડા પુત્ર વેકફૉર્ડ જેવો તેનો ભાઈ હતો; મિસિસ સ્કિવયર્સ જેવી તેની મા-દાદી-માસી-મામી-નર્મદાયા-દાકતર-દરજણ-રસોયણ હતી. છતાં મારું એ દયા-માયારૂપ દૂધ આ સેતાનને પાવાથી શું નીપજ્યું? એના. સામું હું જોઉં છું કે તરત એ દૂધ અખરાઈને ખાટું દહીં બની જાય છે– ફાટી જાય છે– ઊતરી જાય છે!”
એમ જ છે; એમ જ હોય; એમ જ હોઈ શકે! પરંતુ આટલા દિવસ એ કયાં કોની સાથે રહેતો હતો વારુ?” મિ0 સ્નૉલીએ પૂછયું.
અરે, તું પેલા તારા વહાલેશરી સેતાન નિકલ્બીને ઘેર જ રહેતો હતો ને?” વિયર્સ સ્માઇકને જ પૂછયું.
પણ સ્માઇકને વિચાર આવ્યો કે, મારું તો જે થયું તે થયું, પણ પોતે નિકોલસને ત્યાં રહેતો હતો એવું જાહેર કરી દેશે, તો આ લોકો તેમને પણ કંઈક પીડા ઊભી કરશે. એટલે ગમે તેટલી વાર પૂછવા છતાં તથા ગમે તેટલી ધમકીઓ આપવા છતાં, એ બાબતમાં તે ચૂપ જ રહ્યો.
તેની ચૂપકીદીથી ચિડાયેલા મિ0 સ્કિવયસે બાંયો ચડાવી તેના નાક ઉપર મારવા મુક્કો ઉગામ્યો. પણ પછી મિસિસ સ્નૉલીની હાજરી લક્ષમાં લઈ, તેણે એટલું જ કહ્યું, “બચ્ચા, બાનુની સમક્ષ