________________
બ્રાઉડી આવી ચડ્યો! ૨૨૫ લોહી રેડવું ઠીક ન ગણાય; પણ તને આપવાનો આ મુક્કો મારી પાસે જમા છે, એટલું જાણી રાખજે.”
પછી એનો નવો કોટ તથા બૂટ ઉતારી લઈ, તેને મિત્ર વિયર્સ ઉપરને માળ પછીતે આવેલી એક નાની કોટડીમાં લઈ ગયા, અને તેને અંદર પૂરી બહારથી તેમણે કળ ફેરવી દીધી.
તે જ અરસામાં આપણા જૂના દોસ્ત મિત્ર બ્રાઉડી, તેમની નવોઢા મટિલ્ડા-પ્રાઇસને સાથે લઈ લંડનમાં “હનીમૂન” કરવા “ઍરેસન્સ હેડ’ વીશીમાં આવીને ઊતર્યા. નવોઢા સાથે, તેની લગ્ન-સખી તરીકે કામ બજાવનાર મિસ ફેની સ્કિવયર્સને પણ તે સાથે લાવ્યા હતા.
ફેનીએ જ પોતાના પિતાના જાણીતા ઉતારાનું સરનામું આપી, તે વીશીમાં જ ઉતારો રાખવાનો આગ્રહ રાખ્યો હતો. તેને ખાતરી હતી કે, હંમેશના રિવાજ મુજબ તેના પિતા ત્યાં જ ઊતર્યા હશે. એ વીશીમાં તો એના પિતાનું નામ મશહૂર હશે એમ માની, તેણે દમામભેર વેઈટરને પોતાના “પા” ક્યાં ઊતર્યા છે, એમ જ પૂછ્યું.
“ોળ ક્યાં ઊતર્યા છે, મિસ?”
“મારા “', તમારે ત્યાં હર વખત ઊતરે છે તે વળી, – મિ0 સ્કિવયર્સ.”
અહીં તો એ નામની કોઈ વ્યક્તિ કદી ઊતરતી હોય એવું મારી જાણમાં નથી, હું વરસોથી અહીં હોઈ, સી ઘરાકોને ઓળખું છું. કૉફી-રૂમના જાહેર મુસાફરખાનામાં તે ઊતરતા હોય તો જુદી
વાત.”
વેઇટર હવે કૉફી-રૂમ તરફ જઈ મિત્ર ક્િવયર્સ ત્યાં છે કે નહીં તેની ભાળ કાઢી આવ્યો. તેણે ખબર આપી કે, મિ૦ સ્કિવયર્સ આ વખતે ત્યાં ઊતર્યા નથી; પણ છોકરાઓના વાલીઓને કૉફી-રૂમનું સરનામું આપ્યું હોવાથી, તે રોજ એક વખત ત્યાં ફેરો ખાઈ જાય છે, ઇ૦.
નિ–૧૫