________________
૨૨૬
નિકોલસ નિકબી એટલી માહિતી આપીને વેઈટર બહાર ચાલ્યો ગયો, પણ થોડી જ વારમાં મિત્ર વિયર્સ અને તેમના સપૂત સાથે પાછો આવ્યો.
મિ0 સ્કિવયર્સે જાણી લીધું કે, બ્રાઉડી લગ્ન પતવી પોતાની નવોઢા સાથે લંડનની મોજ માણવા આવ્યો છે, તથા સાથે પોતાની સુપુત્રીને પણ લેતો આવ્યો છે. તરત જ તેમણે કૅનીને પોતે કરેલી ધરપકડના ખુશખબર સંભળાવી દેવા ઉતાવળ કરવા માંડી.
“બોલ જોઉં, બેટા, અમે કોને પકડી પાડ્યો હશે?”
“પા! શું મિ૦–?” કૅની બોલવા ગઈ, પણ કેવળ ધિક્કારને લીધે એ નામ તેના મોંમાંથી ઝટ નીકળી શક્યું નહિ. એટલે બ્રાઉડી જ વચ્ચે બોલી ઊઠ્યો, “નિકલ્બી?” “ના, ના, એ નહિ; તેનો બિલકુલ નજીકનો સાખપડોશી!”
તો શું સ્માઇક?” મિસ સ્લિવયર્સ તાળીઓ પાડતી તરત બોલી ઊઠી.
હા, એ જ! તે અમારા હાથમાં આવી ગયો છે અને અમે તેને બરાબર જકડમાં લીધો છે.”
હેં-એ? એ તમારા હાથમાં આવ્યો? કયાંથી? કયાં છે?” બ્રાઉડી આનંદ કરતાં બીજો ભાવ છુપાવી બોલી ઊઠ્યો.
અરે, હું ઊતર્યો છું ત્યાં, મિ0 સ્નૉલીના મકાનમાં ઉપરના માળની પાછળની નાની કોટડીમાં!”
“વાહ! વાહ! માસ્તર! શાબાશ! મને તમારો હાથ પકડીને હલાવવા દો! શાબાશ! તમારા ઉતારામાં પૂરી દીધો છે, હેં !” એમ કહી બ્રાઉડીએ શાબાશી આપવા તેનો ગામઠી પંજો સ્કિવયર્સની છાતી ઉપર જોરથી અફાળી દીધો.
પણે માસ્તર, બધી વાત તો કહો, માળું કેમનું એ બધું બન્યું તે? વાહ! શાબાશ! શાબાશ!”
મિત્ર સિવયર્સે બીજી વાર તેના લોખંડી હાથની શાબાશી લેવાનો લોભ રાખ્યા વિના, જરા દૂર ખસી જઈ, હાવભાવ સહિત બધી વાત