________________
૪૩
સ્માઈકનું અપહરણ
પોતાના ભાઈ સાથે રહેવાનું મળતાં, અને બીજી ચિંતાઓ અને ત્રાસો દૂર થતાં, કેટ પોતાની મૂળ સ્થિતિ ઝપાટાબંધ પ્રાપ્ત કરવા લાગી. તેની ચાલ ઝડપી અને સ્ફલી બની, તથા તેનો તરવરતો ઉત્સાહ, તેના ચહેરાની લાલી અને તાજગી મારફતે આબેહૂબ પ્રગટ થવા લાગ્યો.
મિસ લા કીવી ઘરની સજાવટ અને ગોઠવણીમાં મદદ કરવા હજ નિયમિત આવતી હતી. આજે તે બધું કામ સાંગોપાંગ પૂરું થતાં, ઘેર પાછી ફરતાં પહેલાં કેટ સાથે વાતોએ વળગી.
“મારી મીઠડી, હવે ઘરનાં સૌને સુખ-શાંતિમાં ફરી વસેલાં જોઈને મને એટલો આનંદ થાય છે કે, ન પૂછો વાત ! પણ આખા ઘરમાંથી એક જણમાં કંઈક વિચિત્ર ફેરફાર થતો જાય છે, તે તારા લક્ષમાં આવ્યું છે, બહેન?”
“કોનામાં?” કેટ કંઈક ચિંતાતુર બની પૂછવા લાગી. “સ્માઇકમાં.” “શું તેની તબિયત બગડતી જાય છે?”
“ના, ના, તબિયતની બાબતમાં તો તે પહેલેથી જ કંગાળ અને ક્ષીણ થઈ ગયેલો છે. પણ હમણાં હમણાં હું તેના માં સામું જોઉં છું ને મારી આંખોમાં આંસુ આવી જાય છે. મને એમ લાગે છે કે, અહીં આવ્યા પછી, કોઈ પણ કારણે, તેને પોતાની નબળી માનસિક શક્તિઓ જોઈ બહુ ઓછું આવે છે. અહીં આવ્યો તેવામાં તો
૨૧૮