SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ મેં ટમ લિકિનવૉટરની વરસગાંઠ ૨૧૭ નથી. આવો જુવાન આખા લંડન શહેરમાંથી મને બીજો લાવી બતાવો જોઉં ! લંડન શહેરની મિજાલ નથી કે, તે આવો બીજો જુવાન પેદા કરી શકે; હું લંડન શહેરને પડકાર કરું છું!” આ પડકાર મહા-નગરીને સંભળાવી, ટિમ લિકિનવૉટરે જોરથી ટેબલ ઉપર મુક્કી ઠોકી દીધી. અને પછી તે પોતાના ઊંચા સ્કૂલ ઉપર બેસવા વળ્યો. પણ ભાઈ ચાર્લ્સે તરત જ ટિમને રોકીને કહ્યું, “ એય મિસ્ટર, તમારો હાથ મને આપો જોઉં. આજે તમારો જન્મદિવસ છે; અને અમે તમારા આ દિવસનાં અનેક શુભ પુનરાગમન વાંછી લઈએ, તે પહેલાં તમારે તમારા ટેબલ પાસે જવાનું નથી. જુઓ, આજે બે વાગ્યાને બદલે અમે સાડા પાંચ વાગ્યે જમીશું; તમારી વરસગાંઠને દહાડે અમે દર વખતે એ ફેરફાર કરીએ છીએ. મિ નિકલ્બી, તમે પણ અમારી સાથે જોડાજો. અને ટિમ લિંકિનવૉટર, તમારી છીંકણીની દાબડી અમને બંનેને તમારા એટલે કે એક વફાદાર બદમાશના સંભારણા તરીકે આપી દો જોઉં; અને બદલામાં અમારા નજીવા આદર અને સંમાનના પ્રતીક તરીકે આ દાબડી લો. પણ ખબરદાર! આ દાબડી અહીં ને અહીં ન ઉઘાડતા! નહિ તો તમારું આ મૂંગું વહાલું કાળું પંખી હું પાંજરામાંથી બહાર ફેંકી દઈશ – ભલે તે ઊડી ન શકતું હોય! ચાલો ભાઈ નેડ; પણ જુઓ મિ∞ નિકલ્બી, સાડા પાંચે બરાબર; અને જુઓ, મિ∞ લિકિનવૉટર, યાદ રાખીને મિ નિકલ્બીને સાથે લેતા આવજો, જરૂર.” આટલું કહી બંને ભાઈઓ જલદી જલદી એ કૅબિનમાંથી ભાગ્યા; કારણ કે તેમણે ટિમની ચાંદીની દાબડી પડાવી લીધી હતી; અને બદલામાં માત્ર સોનાની દાબડી આપી હતી, પણ એ દાબડીની અંદર એ દાબડીથી દસગણી કિંમતની બૅક-નોટ છુપાવીને મૂકી દીધી હતી !
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy