________________
નવા સવાલો
૧૯૫ નિકોલસે ન્યુમૅનને કહ્યું, ‘તમે જઈને સવારે મિસ લા ક્રિીને મળો.
તે જઈને મારાં માને કાકાના મકાનમાંથી તરત જ ખસી જવાની - જરૂર છે, એમ સમજાવે” બધો સરસામાન ત્યાંથી ખસેડી મિસ લા ક્રીવીના મકાનમાં લાવવાની વ્યવસ્થા કરવાનું પણ ન્યૂમેનને સેંપવામાં આવ્યું. પછી એક ચિઠ્ઠી, ખાલી કરેલા મકાનની ચાવી સાથે, રાલ્ફને પહોંચાડવા બીજે દિવસે ન્યૂમૅનને આપવાનું નક્કી કરી, નિકોલસ મોડી રાતે વીશીના પોતાના ઉતારાએ સ્માઈક સાથે પાછો ફર્યો.
બીજે દિવસે સવારના નિકોલસ ઊઠયો ત્યારે તેના આખા શરીરે ખૂબ વેદના થતી હતી. પરંતુ, કહે છે કે, દારૂડિયાઓ ઘેન-મસ્તીમાં પર્વતની ભેખડ ઉપરથી ગબડીને નીચે પડ્યા હોય છતાં, તેમને ભાન આવે ત્યારે કશી શારીરિક પીડા લાગતી નથી; તેમ જ ભારે ઉશ્કેરણી દરમ્યાન થયેલી ઈજાઓનું પણ હોય છે. એટલે કશું જ બન્યું ન હોય તેમ નિકોલસ, સ્માઇકને ન્યૂમૅન આવે ત્યારે શું કરવું તેની સૂચનાઓ આપી દઈ, કેટને મળવા સીધો મિત્ર વિટિટ્ટર્લીના મકાને ચાલ્યો ગયો.
અમીર-ઉમરાવના ઘર જેવો ઉપર ઉપરનો ઠાઠ અને શિષ્ટાચાર રખાતા એ ઘરમાં વહેલી સવારે દાખલ થતાં અને કેટને મળતાં નિકોલસને ઠીક ઠીક મુશ્કેલી પડી. પણ ફીકી પડી ગયેલી અને ત્રાસેલી પોતાની પ્રિય બહેનને નજરે જોઈ, નિકોલસને જે ત્રાસ થયો, તેનું વર્ણન કરવું જરૂરી નથી.
કેટ પોતાના ભાઈને જોતાં જ તેને ગળે વળગીને ડૂસકાં ભરતી ભરતી એટલું જ બોલી, “ભાઈ, હવે મને અહીં મૂકીને ન જતા, નહીં તો હું જીવતી નહીં રહું.”
બહેન, હવે હું તને એકલી કયાંય કદીય મૂકવાનો નથી. ગમે વખતે તો હું માને ને તને છોડીને ચાલ્યો ગયો હતો, તે મારા કારણે કાકા તમને કનડે નહીં તે સારુ. પણ હવે કાકાનાં બધાં કરતૂતો