________________
૩૦
લગ્ન કે ગાળિયેા
૧
એક સવારે મિન્ટ ક્રમલ્સે નિકોલસને ખુશખબર સંભળાવ્યા કે,
આપણા ‘લોહી-તરસ્યા' નાટક માટે એક જાણીતી નટી દફન-વિધિ વખતનો કરુણરસિક ભાગ ભજવવા આવી પહોંચે છે.”
"6
વાહ, એમ ? તો તો બહુ સારું; એ ભાગ સારી રીતે ભજવાય, તો ખેલ બહુ સારો જાય, એ નક્કી છે. એ નટીના નામ સાથેની જાહેરાત પણ સારી શોભશે. ”
66
“ એટલા માટે જ તમને આ ખબર સૌથી પહેલા મે કહ્યા. તમે આ વખતે એવું સરસ પોસ્ટર તૈયાર કરો કે, ટિકિટ-બારીએ શિલિંગોના ઢગલા વળી જાય – મિસ પેટોકર, ‘ થિયેટર-રૉયલ ’વાળી ! ”
-
“અરે, એ બાનુને તો હું ઓળખું છું,” નિકોલસને મિ૦ અને મિસિસ ડૅન્વિઝના ઘરની પાર્ટી યાદ આવી; અને સાથે સાથે તરત પાણી-વેરાના ઉઘરાતદાર જાડા ઘરડા મિ∞ લિલીવીક યાદ આવ્યા.
૨
તે દિવસે સમી સાંજના એક ખેલમાં નિકોલસને મિસ પેટોકર સાથે જ ખેલમાં ઊતરવાનું પણ થયું. નિકોલસે જોયું કે, મિસ પેટોકરને પ્રેક્ષકો તરફથી મળતા ગરમાગરમ આવકારની આગેવાની એક છત્રીને વિશેષ આભારી હતી. એ છત્રી વારંવાર ઊંચી થતી અને ત્યાં આગળથી જ તાળીઓ તથા શાબાશીના શબ્દોની દરેક વખતે શરૂઆત થતી.
૧૬૫