________________
નિકોલસ નિકલ્બી બધાંને ગંધક પિવરાવવાનું પૂરું થયું, એટલે સ્માઇકને એ ફંડું ઉઠાવી જવાનો હુકમ થયો. મિસિસ સ્કેવીયર્સે પોતાનો હાથ એક છોકરાના માથા ઉપરનાં ઝુલફાંમાં લૂછી નાંખ્યો. - ત્યાર બાદ બધા છોકરાઓને પાણીથી પાતળું કશું કથ્થઈ રંગનું પેય અને એમાં રોટીની પાતળી થઈ શકે તેટલી એક એક ચીપનો નાસ્તો આપવામાં આવ્યો. નિકોલસને પણ હવે આ ‘જાહેર ભોજન જ જમવાનું હોવાથી, તેને પણ મોટું પવાલું ભરીને પેલું પેય તથા માખણ ઘસેલી રોટીની જરા મોટી ફડશ આપવામાં આવી. નિકોલસે પેલું પવાલું તો પેટમાં એ વૃત્તિથી જ ઠાલવ્યું, જે વૃત્તિથી જંગલીઓ ભૂખથી તડપતા પેટને શાંત પાડવા તેમાં માટી ભરી કાઢે છે.
અર્ધાએક કલાક બાદ મિ૦ સ્કવીયર્સ પાછા આવ્યા. છોકરાઓ પોતપોતાને સ્થાને “ભણવા ગોઠવાઈ ગયા. ચોપડીઓનું પ્રમાણ, સંખ્યાની દૃષ્ટિએ, આઠ છોકરા વચ્ચે એકનું હતું.
મિ૦ વીયર્સે હુકમ કર્યો એટલે પહેલા વર્ગના છએક છોકરા સામે આવી ઊભા રહ્યા. પહેલા છોકરાના હાથમાં જ એક ચોપડી હતી.
મિત્ર વીયર્સે નિકલ્બીને સંબોધીને કહ્યું, “આ જોડણી અને પુસ્તક-જ્ઞાનનો વર્ગ છે. હવે આપણે લૅટિનનો નવો વર્ગ શરૂ કરીશું અને તે તમને સોંપીશું. તો, બોલો છોકરાઓ, પહેલો નંબર ક્યાં ગયો છે?”
“સાહેબ, તે પાછલા કમરાની બારી સાફ કરે છે,” પુસ્તક-જ્ઞાનના વર્ગના કામચલાઉ મૉનિટર જેવાએ જવાબ આપ્યો.
“બરાબર, એમ જ કરવું જોઈએ; જુઓ નિકલ્બી, અમે વ્યાવહારિક-તાલીમની પદ્ધતિએ ચાલીએ છીએ. જુઓ છોકરાઓ, ક્રિયાપદ ‘કલીન’ એટલે સાફ કરવું, ઘસવું, માંજવું. અને ‘વિન્ડર’ એટલે બારી. જુઓ નિકબી, અમે છોકરાને આ શબ્દ શીખવીએ એટલે