________________
૪૧
કેળવણીની દુકાન મારી મૂડી છે, વ્યાજ છે. – અહા! એક એક લાખ રૂપિયાની વાત છે!”
પછી જ્યારે સ્કવીયર્સ અને નિકલ્દી તૈયાર થઈને શાળાના ઓરડામાં ગયા, ત્યારે નિકોલસની નજરે જે દેખાવ પડયો, તેથી તેનું હૃદય ફરી પાછું બેસી જવા લાગ્યું. છતના કશા આભરણ વિનાનો એ એક ગંદો ઓરડો હતો; બારીઓના કાચની ઘણી તખ્તીઓ તુટી ગઈ હોવાથી તેમાં છાપાં કે કૉપી-બૂકો ભરવામાં આવ્યાં હતાં. ઢાળિયાંપાટલીઓ તો નામ માત્ર ત્યાં હતાં, તેમનાં રૂપ તો ક્યારનાં અલોપ થઈ ગયાં હતાં. પણ ઓરડાને તો, ‘માર ઝાડૂ’!- એ ઓરડામાં વિદ્યાર્થીવર્ગનું જે દૃશ્ય તેની નજરે પડયું, તે ખરેખર તો ત્રાસજનક હતું. નાનાં છોકરાંના ફીકા, આનંદહીન, તથા ઘરડાપાભર્યા ચહેરા; મોટે ભાગે ખુલ્લા અવયવો ઉપર માર અને ડામનાં ચકામાં, તેમનો ઠીંગળાઈ ગયેલો વિકાસ તેમનાં ભાગી ગયેલાં શરીરનું તેમના અપંગ બનેલા અવયવો, -ટૂંકમાં, માબાપો પોતાનાં ન જોઈતાં છોકરાં ઉપર જે જે રીતે અકુદરતી અણગમો દાખવી શકે, તેનાં બધાં ચિહ્નો અહીં મોજૂદ હતાં. જન્મથી માંડીને જેમને સહાનુભૂતિ અને સ્નેહની હૂંફ મળી નથી, જેમનામાંથી બચપણનો તરવરાટ અને જીવરાપણું ફટકાબાજીથી કે ભૂખમરાથી દૂર કરવામાં આવ્યાં છે, અને જેમનાં અન્યાય-અત્યાચારથી સૂણી ગયેલાં હદયોમાં દરેક પ્રકારની વેર-વિરોધ અને ગુનાની વૃત્તિઓ ફોલ્લાની પેઠે કે બળિયાનાં ચાઠાંની પેઠે ઊપસી આવી છે, એવું એ નર્યા દોજખના જીવોનું ખદબદતું ટોળું હતું.
મિસિસ ફવિયર્સ ઢાળિયા ઉપર મૂકેલા કૂંડામાંથી મોટા લાકડાના ચમચા વડે પેલો ગંધકનો વો એક પછી એક ક્રમે પાસે આવતા પહોળા મોંમાં રેડયે જતાં હતાં; અને એ પીનાર મેની પછી જે વલે થતી, તે જોઈને કદાચ દુ:ખથી હૃદય ન ફાટી જાય, તોપણ હસવાથી માં તો ફાટી જ જાય.