________________
કેળવણીની દુકાન
૪૩ તરત તે જઈને બારી સાફ કરવા લાગી જાય. તો જ એ બે શબ્દો તેણે બરાબર પચાવ્યા કહેવાય. ઠીક, હવે બીજો નંબર કયાં છે?” સાહેબ, તે બગીચામાં ઘાસ નીંદે છે.”
ખરી વાત તો જુઓ “બો-ટુ-ટી-ની” એ પદાર્થવાચક નામ છે, અને તેનો અર્થ છોડવાઓનું જ્ઞાન થાય. છોકરો ‘બોટ્ટીની” શબ્દ શીખે અને ભણે છે, તેનો અર્થ છોડવાઓનું જ્ઞાન થાય, એટલે તેણે છોડવાઓ પાસે તરત પહોંચી જવું જોઈએ. જુઓ નિકલ્બી, આવી અમારી કેળવણી-પદ્ધતિ છે. તમારો તે વિષે શો અભિપ્રાય છે?”
બહુ ઉપયોગ પદ્ધતિ છે, એમ કહેવું જોઈએ,” નિકોલસે દ્વિઅર્થી રીતે જવાબ આપ્યો.
હવે વીયર્સે ત્રીજા નંબરની હાજરી પોકારી; અને તેને પૂછયું, “ઘોડો એ શું છે?”
“જાનવર છે, સાહેબ,” છોકરાએ જવાબ આપ્યો. “કેમ, જાનવર જ છે ને, નિકલ્દી ?”
“હા, મને તેમાં કઈ શંકા કરવા જેવું લાગતું નથી, સાહેબ,” નિકલ્વીએ જવાબ આપ્યો.
તો જુઓ, છોકરાઓ, ઘોડો એ ચોપગું છે. ‘ચોપગું” એ જાનવર માટેનો લેટિન શબ્દ છે. વ્યાકરણ શીખેલાને એટલી ખબર તો હોવી જ જોઈએ. નહિ તો વ્યાકરણની જરૂર જ શી છે, હું?”
“જરૂર જ ક્યાં છે?” નિકોલસ મર્મમાં બોલ્યો.
“તો હવે, છોકરા, તને ચોપગું શબ્દ આવડયો, તો જઈને મારા ઘોડાને જઈને બરાબર ખરો કરી આવનહિ તો તારો જ ખરો મારે કરવો પડશે. બાકીનો વર્ગ જઈને કૂવામાંથી પાણી ખેંચીને વાસણો ભરી કાઢે. કારણ કે, કાલે ધોવણ-દિન છે.”
આટલું કહી મિત્ર સફવીયર્સે પહેલા ધોરણને પુસ્તક-જ્ઞાનનો વ્યાવહારિક પ્રયોગ કરવા માટે મોકલી દીધો; અને નિકોલસ તરફ ખંધાઈથી શંકાભરી નજર કરી.