________________
લગ્નની સોદાગરી
૨૮૧ સ્વાર્થ પણ સાથે સાથે જુઓ, એટલું જ મારે કહેવું છે. છોકરીની જાત છે, એટલે થોડું ઘણું રડશે, વિરોધ કરશે, આનાકાની કરશે,
ગ્રાઈડ ઘરડા છે' એમ કહેશે, તથા તેને “દુ:ખના દરિયામાં જ ધકેલો છો,’ એમ પણ કહેશે. પરંતુ જુઓ, મારી નજરમાં તેનું હિત . પણ નથી એમ નથી. આ ગ્રાઈડ ધારો કે વહેલા મરી ગયા, તોપણ પછી તેમની મબલક મિલકત તમારી દીકરીના જ હાથમાં આવશે અને પછી “તવંગર વિધવા” તરીકે એ જીવનમાં શો ખેલ નહિ ખેલી શકે? તે વખતે તેનો હાથ પકડવા ભલભલા ઉમરાવજાદાઓ પણ પડાપડી કરશે!”
પણ એટલામાં મેડલીને આવ્યાનો અવાજ સંભળાતાં જ બ્રેએ રાલ્ફને ચૂપ કહેવા નિશાની કરી.
મેડલીન આ બે જણને બાપ પાસે આવેલા જોઈ ચોંકી. પણ તેના બાપે તેને પાસે બોલાવી જરા પંપાળીને કહ્યું, “અત્યારે એ બે સગૃહસ્થો સારા હેતુથી જ આવેલા છે, એટલે કશો ડર રાખવાની જરૂર નથી.”
રાલ્ફ વખત વિચારી બ્રેને ઝટપટ એટલું જ પૂછયું, “તો અમને કક્યારે જવાબ મોકલશો?”
“હા, હા, હું જ તમને ખબર મોકલાવીશ; મને એક અઠવાડિયું આપો; અઠવાડિયામાં હું બરાબર બધું ગોઠવી લઈશ.”
રાલ્ફ તેનો જવાબ સમજી ગયો. તેણે રાજી થઈ રજા માગવાનો વિવેક કર્યો. પરંતુ ગાઈડ મેડલીન સાથે વધારે પડતો વિવેક કરવા ગયો. તેણે ચુંબન માટે તેનો હાથ માગ્યો. પણ પેલીએ પોતાનો હાથ જરાય લાંબો કર્યો નહિ. છેવટે બ્રેએ આગ્રહ કર્યો ત્યારે તેણે હાથ લાંબો કર્યો, પણ પેલાના મો સુધી પહોંચે તે પહેલાં ઝટપટ નરી ધૃણાથી પાછો ખેંચી લીધો.