________________
૨૮૦
નિકોલસ નિકબી પલોટી છે. શરૂઆતમાં એની માને પોતાની ખાનદાનીનું ઘમંડ હતું – પોતાના બાપના ઘરની મિલકતનું પણ: પરંતુ, મેં એ બધું એનું ઘમંડ કાઢી નાખ્યું હતું – તદ્દન ભુલાવી દીધું હતું.”
ખરી વાત છે; તમારા જેવા માણસ આગળ વળી ખાનદાન શું ને ઘમંડ શું? એટલે જ તમે આવી મુફલીસીમાં સબડ્યા કરો, એ વાત અમને જરાય ગમતી નથી. તમે હજી પણ ધારો તો સમાજમાં દીપી શકો તેમ છો, તથા પહેલાંની પેઠે સમાજના આનંદપ્રમોદ ખાન-પાન-ફેશન એ બધી બાબતમાં તમારું અનોખાપણું દાખવી શકો તેમ છો. વરસે દહાડે તમને ફ્રાન્સમાં મજાથી જિવાય તેવું વર્ષાસન બાંધી આપવામાં આવે, અને તમે ફરી એ નગરનાં મંડળોમાં ગાજતા થાઓ, તો તમારો આવરદા પણ વધે અને થોડી જ વારમાં તમે પાછા ટટાર થઈ જાઓ. ઉપરાંત પાછલા અનુભવથી રીઢા થયેલા હોવાથી, અત્યાર સુધી વિગતો તમારે ભોગે મજા કરી ગયા, તેને બદલે હવે બીજાઓને તમે થોડો પાઠ શીખવતા થાઓ, એ પણ ઠીક જ કહેવાય !”
રાલ્ફના એ વાકયથી, મિ) બ્રે, પોતાની ખુરશીના હાથા ઉપર કોણી અને પંજા ઉપર માથું ટેકવી, વિચારમાં પડી ગયો.
જઓને મિત્ર છે, મેં એક બાજનું જ ચિત્ર દોર્યું, પણ બીજી બાજુનું ચિત્ર પણ દોરવું જોઈએ. તમે જો આ માગું પાછું ધકેલશો, તો આ મકાનમાંથી જ્યારે કદી પણ નીકળશો, ત્યારે નજીકના કોઈ કબ્રસ્તાનમાં એક મામૂલી પથરા નીચે અજાણી જગાએ દટાવા માટે જ નીકળશો. એ સિવાય બીજું શું ભવિષ્ય તમને દેખાય છે? અલબત્ત, હું આ બધું તમને સમજાવી રહ્યો છું, તે નિ:સ્વાર્થપણે કહી રહ્યો છું, એમ હું નથી કહેવા માગતો; મિ૦ ગ્રાઈડ તમને સંપૂર્ણ મુક્ત કરવાની શરૂઆત તરીકે મારા દેવાનો પણ, થોડું ઘણું આપીને, નિકાલ જ લાવી દેવાના છે અને તેમનો હિસ્સો તો ચૂકતે થઈ ગયો જ ગણાશે, એ કહેવાની જરૂર નથી. પણ તમે તમારો