________________
લગ્નની સોદાગરી
૨૭૯ તે વાતનો અમલ જ કરીએ છીએ. નહિ તો, મને વળી લગ્નનો શોખ જાગે ખરો? વાહ, ભાઈસાહેબ, કેવી લાખ રૂપિયાની વાત કરી? સ્વર્ગમાં આ લગ્ન ગોઠવાયું છે.”
“તો બોલી નાખો, મિત્ર બ્રે, તમે તો બંને પલ્લાં બરાબર તપાસી શકો છો–‘હા’ કહેવાથી શા ફાયદા છે, “ના” કહેવાથી શું નુકસાન છે,” રાફે હવે દાણો દબાવવા માંડ્યો.
પણ મારી દીકરીએ “હા” કે “ના” કહેવી જોઈએ ને? મારે એમાં કશું કહેવાનું હોય?” બે બોલ્યો.
“સાચી વાત છે; છતાં તમારી દીકરીને તમે હળવેથી સલાહસૂચન તો આપી શકો ને કે, આ માગણું સ્વીકારવાના શા લાભાલાભ છે?”
રાફે બ્રેને યોગ્ય રીતે છંછેડવા માંડયો હતો. સામો કંઈક કહે, તેથી ઊલટું જ કરવા તત્પર થઈ જવું એ તેની ખાસિયત હતી, એટલે તે એકદમ બોલી ઊઠ્યો
“માત્ર હળવેથી સલાહ? માત્ર હળવેથી સુચન? શી વાત છે? એ મારા ઘરની રીત હરગિજ નથી. હું તે બાપ છું કે નોકર? હું અત્યારે અપંગ થયો તે માટે શું બાપ મટી ગયો ને ગુલામ થઇ ગયો? તમે પણ શી વાત કરો છો? મારે હુકમ કરવાનો હોય, અને તેણે પાલન કરવાનું હોય. તેને બદલે શી વાત કરો છો?– નમ્ર સલાહ, હળવું સૂચન છટ ! હું કહું તે તેણે માનવું જ જોઈએ.”
મને માફ કરજો, તમે મને મારું વાક્ય પૂરું કરવા ન દીધું; મારે એમ કહેવું હતું કે, તમારી સામાન્ય સૂચના તેને માટે આજ્ઞારૂપ જ થઈ પડે, વળી!”
અરે, પહેલેથી મારા ઘરમાં મારું જ રાજ્ય ચાલતું આવ્યું છે– મારા માતા કુટુંબને મારી આજ્ઞાનું જ પાલન કરવાની મેં ટેવ પાડી છે. તેની મા કોઈ વખત મારા હુકમ સામે ચે કે ચું કરી શકતી જ નહિ; અને આ છોકરીને પણ મેં એ જ રીતે